Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
રે..
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણું
નેધ ૧લી સમાસાંત શબ્દને માટે છે. તે વિશે કોઈ વિશેષ સ્પષ્ટતા અપેક્ષિત નથી. માત્ર તત્સમ હાઈ પ્રાણિવિદ્યા, સ્વામિદ્રોહ” જોઈએ.
નેધ રછ માત્ર વ્યવહાર પૂરતી છે. ઉચ્ચારણથી આદિ કૃતિમાં દીર્ધતાની કઈ સંભવિતતા નથી. ..
સિધિત શબ્દોમાં ઇ-ઉ ] ૨૪. પ્રાથમિક શબ્દો પરથી ઘડાતા શબ્દોમાં તથા ધાતુનાં પ્રેરક અને કર્મણિ પ્રયોગનાં રૂપોમાં પ્રાથમિક શબ્દ અથવા ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં ઉપર ક્લમ ૨૦, ૨, ૨૨, ૨૩, પ્રમાણે જોડણી કરવી. ઉદા. ભૂલભુલામણુંક શીખ-શિખાઉ, શિખામણ; નીકળ-નિકાલ; ઊઠ-ઉઠાવું, ઉઠાડ, ઉઠાવ, ઉઠમણું મૂમુકાણ, મુકાવું, મુકાવવું; ચૂંથવું, ચૂંથાવું, ચૂંથાવવું; કિંગલાણ, કિંગલાવું, કિંગલાવવું.
નોંધ-ધાતુના અક્ષરે ગણવામાં તેના સામાન્ય કૃદંતનું રૂપ નહિ, પણ મૂળ રૂપ લેવું. જેમ કે, ઊથલ(વું); મૂલવ(વું); ઉથલાવ(વું), તક(૬), તડૂકાવ(કું), તકા(વું).
અપવાદ –કર્મણિ ને નિયમ ૨૧માં અપવાદ ગણી હૃસ્વ કરવાં. જેમકે, મિચા(૬), મુકા(ડું), ભુલા(ડું).
અપવાદ –ક્રિયાપદનાં કૃદંત રૂપમાં મૂળ જોડણી જ કાયમ રાખવી. જેમકે, ભૂલનાર, ભૂલેલું; ભુલાવનાર; ભુલાયેલું; મૂકનાર, મૂકેલું; મુકાયેલું, મુકાવનાર; મુકાવડાવેલું.
આ નિયમનો મુદ્દો બહુ સ્વાભાવિક છે. સ્વરભારના નિયમ પ્રમાણે સ્વાભાવિક ઈ–ઉની હસ્વતા આમાં અભિપ્રેત છે, એટલે જ “ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં” એ શબ્દો નિયમમાં અપાયા છે. આ નિયમમાં ૧૯મી કલમ સાનુનાસિક “ઈ–ઉ” ને દીર્ધ રાખનારી જણાવવામાં આવી નથી, એટલે નિયમથી તેવા “ઈ–ઉ” ની સ્વતા આવી જાય છે, પણ
જ્યારે ઉદાહરણે જોઈયે છિયે, ત્યારે જ માલુમ પડે છે કે “ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં” ને બદલે “કાયમ રાખતાં” એ વિકલ્પ પણ ઈષ્ટ રહ્યો છે. ચૂંથવું, ચુંથાવું, ચુંથાવવું વગેરેમાં “ઊં” અવિકૃત રાખ્યો છે ૧૯મા નિયમ પ્રમાણે તે. . . '
- ૧. વસ્તુસ્થિતિએ સાનુનાસિક હોય કે નિરનુનાસિક-હેય “ઈ–ઉની એક જ દશા છે, તેવું અગાઉ બતાવાયું છે. નિરનુનાસિકમાં ફેર થાય અને સાનુનાસિકમાં.. ફેર ન થાય, એ અસ્વાભાવિક હોવાથી સ્વ. નરસિંહરાવભાઈએ નિરનુનાસિક કે સાનુનાસિક કેદ્ય પણ દીર્થ “ઈ-ઉ” સાધિત શબ્દમાં ન જ ફેરવવા મત આપેલો.