Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ચંહ અને થકાર પુ૨ આ બેઉ નિયમો બે વિભાગ પાડી આપે છે, એનું વિવરણ એ ૯મા નિયમ નીચેની નેંધ છે. એને આશય સ્પષ્ટ છે કે ૮મા નિયમમાં બતાવેલા શબ્દોમાં લઘુપ્રયત્ન હબતાવો. અને તે એવી રીતે કે જે વ્યંજનમાં એ હોય તે વ્યંજનમાં “અ” ઉમેરી લખો અને હકાર મૂળ સ્વર સહિત લખવો. ૯ મા નિયમમાં ક્યાં ન લખો એ બતાવવામાં આવ્યું છે. એટલે કે નહાનું, મહેસું, મહેર, મોં, જ્યહાં, ત્યહાં, કયારે, જ્યારે, મહારું, તમારું, તહારું, તહેનું, અમારું, અડાવું એમ જોડણું કરવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે. [જોડણીની દૃષ્ટિએ બધા જ સંગમાં શંકા થતાં જ “કેશ” જોઈ લેવો જરૂરી છે.]
આ પ્રશ્ન ઉચ્ચારણની દષ્ટિએ બહુ જટિલ છે. વસ્તુસ્થિતિએ આખે હીને પ્રશ્ન પ્રાંતીય છે. જ્યાં એનું ઉચ્ચારણ થાય છે ત્યાં પણ એ સ્વરમાં જ અંતર્ગત છે; એટલે “વહાલું' લખવા છતાં માત્રા ચાર નહિ, પણ ત્રણ જ ઉચ્ચારણમાં છે. આમાં ૮મો નિયમ જેમ તળ ગુજરાતનું તત્ત્વ બતાવે છે, તેમ ૯ો નિયમ તળ કાઠિયાવાડનું તત્ત્વ બતાવે છે. ગુજરાતમાં ૮મા-૯મા બંને નિયમમાં આવતા શબ્દોમાં હકારનું લઘુપ્રયત્ન ઉચ્ચારણ છે, તે કાઠિયાવાડમાં એ બેઉ નિયમેમાંના શબ્દોમાં હકારનું લેશ પણ ઉચ્ચારણ નથી. શિષ્ટ ભાષામાં હકાર સ્વીકારાય તે છે જ. એમાં જ્યાં છેલ્લાં ૮૦ વર્ષોમાં રૂઢ થઈ ગયો છે ત્યાં ૮ મા નિયમમાં હકાર સ્વીકારાય છે; રૂઢ નથી થયો ત્યાં મા નિયમમાં નથી સ્વીકારાય, જોડણીની એકવાક્યતા કરવા આ પ્રકારની જે બાંધછોડ કરવામાં આવી છે, તે ખાસ ગેરવાજબી નથી. મા નિયમમાં જે અપવાદ આપવામાં આવ્યો છે તેવા શબ્દો ભાષામાં બહુ જ જૂજ છે એટલે યાદ રાખવા મુશ્કેલ નથી.૧ શંકામાં “કેશ” જોઈ લે.
. જોડણીના આરંભથી માંડી અત્યારસુધીમાં હકારને જોડણીમાં વ્યક્ત કરવાની અનેક રીતે બતાવાઈ છે. સ્વ. કવિ નર્મદાશંકરે પ્રથમ અર્ધા વ્યંજન કે સ્વર જ માત્ર હેય તે “અ” અર્થો લખી સ્વર સાથે “હ” લખવાને ઉપાય બતાવી; પછીથી “હને સ્થાને તે તે વ્યંજન કે સ્વર નીચે મુકત કરવા સૂચવેલું. સ્વ. નવલરામ પંડયાએ સ્વર પછી વર્ણ પદક ચિહ્ન ” (apostroph) લખવા નિર્દેશે. પછી “હીને રાખવા તરફ વલણ થયું. સ્વ. ગોવર્ધનરામે નર્મદાશંકરની પ્રથમની પદ્ધતિ સ્વીકારી. એ ફરી જુનવાણી બન્યું અને સ્વ. નરસિંહરાવે પેલા અર્ધા “અને અસ્વીકાર કરી “હમે ને સ્થાને હમે” વગેરે રીત