Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી
[ સ–શ નાં ઉચ્ચારણ ]
૧૫. અનાદિ શ ના ઉચ્ચારની બાબતમાં કેટલાક શબ્દોમાં પ્રાંતિક ઉચ્ચારભેદ છે. ઉદા॰ ડાશી–ડાસી; માશી-માસી; ભેંશ—બેસ; છાશ છાસ; બારશ ખારસ; એશી–એસી. આવા શબ્દોમાં શ અનેં સરૂના વપ રાખવા. ૧૬. શક, શોધ, શુ માં રૂઢ શ રાખવે; પણ સાકરમાં સ લખવા. ૧૭. વિશે અને વિષે એ બને રૂપે! ચાલે.
સામાન્ય રીતે પ્રાંતીય ભેદે છતાં તાલવ્ય સ્વરના યાગમાં સકારને સ્થાને શકાર ઉચ્ચારવાનું વલણ છે. એ રીતે આ શબ્દોમાં વિકલ્પે તાલવ્ય શકાર છે. છાશ, ખારશ વગેરેમાં તાલવ્ય સ્વર દેખાતા નથી, પણ તેમાં લઘુપ્રયત્ન યકાર છે જ, જે નારી જાતિના પ્રત્યય ઉપરથી આવ્યા છે. તેથી જ ઉચ્ચારણમાં તાલવ્ય શને સ્થાન મળે છે. આ વિકલ્પ કાંઈક સમાદરણીય અને છે. એ રીતે વીશ—સ, અને વીશ—સ—અંતવાળા, ચીશ —સ, છવીશ——સ, ત્રીશ—સ અને ત્રીશ—સ——અ`તવાળા, ચાળીશ—સ અને ચા(—તા)ળીશ—સ અંતવાળા, એગણુપચાશ—સ, પચાશ—સ વગેરે બધામાં વિકલ્પ સ્વીકાર્ય છે. પણ શકારની પ્રાંતીયતાને કારણે આ બધા શબ્દોમાં સકાર લખવા વધુ પ્રામાણિક છે.
શક, શોષ તેા તત્સમ સંસ્કૃત ધાતુઓ છે. બેશક આજે એનાં સ્વાભાવિક ઉચ્ચારણા દંત્ય સકારવાળાં જ છે. પણ તત્સમની શુદ્ધિ જાળવવાના પ્રધાત હોવાથી તે વિશે કાંઈ વિશેષ વિવેચન અપેક્ષિત નથી.
"
""
:
૧૭ મા નિયમમાં વિશે’અને વિષે” અને રૂપ સ્વીકારવાનું વિધાન છે. પણ વિષે” એ રૂપ ગુજરાતી ભાષામાં કદી શકય નથી; તેમ એ તત્સમ નથી; કેમકે તત્સમ તા ‘ વિષયે' છે. મધ્યકાલીન ગુજરાતીમાં વિખિ ’——ઉચ્ચારવાળું ‘ વિષિ’રૂપ લખાયેલું મળવાથી અને વિખે’—ઉચ્ચારવાળું ‘ વિષે’ પછી પણ પ્રયોજાયું હતું એટલે માત્ર સ્વરૂપ ઉપરથી ‘વિષે’ આપણે ત્યાં સ્વીકારાયેલું. પણ આજે તેા કાઇ વિખે’ ઉચ્ચાર કરતું જ નથી. એટલે જૂના · વિખે’——ઉચ્ચારવાળા ‘ વિષે’ની જરૂર આપે!આપ ગઇ છે. સ્વાભાવિક રૂપ • વિસે’ ઉપરાંત તાલવ્ય એકારને કારણે ‘ વિશે’ એવું વૈકલ્પિક રૂપ છે. એટલે જો વિકલ્પ જોઇતા જ હોય તે ‘વિસે’ વિશે’ એવા જોઇએ. નવીનતા ન જ જોઇતી હોય તેા ‘વિશે’ રૂપ સ`માનિત થવા યેાગ્ય છે; વિષે ” તે નહિ જ. આ એ રૂપામાંથી
"