Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯ ‘પૂર્ણયોગ નવનીત ભા. ૧-૨’, ‘પૂર્ણયાગની ભૂમિકાએ’, ‘યેાગસાધનાના પાયા’, ‘યોગ પર દી’િ અને ‘જ્ઞાનપ્રાપ્તિનું દ્વિતીય કરણ્’ (અંબાલાલ બાલકૃષ્ણુ પુરાણી) : એ પાંચે શ્રી. અરવિંદ ઘોષના યોગતત્ત્વજ્ઞાનને પ્રસન્નગંભીર શૈલીએ રજૂ કરનારાં નાનાં-મેાટાં પુસ્તકા છે. કર્મયોગ, જ્ઞાનયેાગ, ભક્તિયોગ, આત્મસિદ્ધિ અને વિજ્ઞાનયેાગ–એ પૂર્ણયાગનું નવનીત પ્રથમ એ ભાગમાં આપ્યું છે.બીલમાં અરવિંદ ઘેષના યેાગતત્ત્વોની સંક્ષિપ્ત સમજૂતી અને સાધક માટેનું માર્ગદર્શન છે. ત્રીજા–ચેાથા પુસ્તકમાં પણ યાગની સમજૂતી અને અભ્યાસ માટે ઉપયોગી ચર્ચા તથા માર્ગદર્શન રહેલું છે. પાંચમી પુસ્તિકા જેને ફાર્થ ડાઈમેન્શન્સ’કહે છે તે ચતુર્થ દિશામાન સમજાવ્યું છે. જે ઇંદ્રિયાતીત હોઇ જ્ઞાનયક્ષુથી જ જો-અનુભવી શકાય છે. ગુજરાતના તત્ત્વજિજ્ઞાસુઓમાં અરવિંદ ધેાષના તત્ત્વજ્ઞાન માટેની રુચિ વધતી જાય છે તેમાં આ લેખકના ગ્રંથાએ સારી પેઠે હિસ્સા આપ્યા છે..
‘સ્વાધ્યાય’(ડૉ. હરિપ્રસાદ દેસાઇ)માં અનેક તત્ત્વજ્ઞાના તત્ત્વદર્શનના સ્વાધ્યાય-મનન-પરિશીલન કરીને તેમાંથી તારવેલી વૈજ્ઞાનિક વનદિષ્ટના ખ્યાલ આપનારા સરસ લેખાને સંગ્રહ કરવામાં આવેલા છે.
‘એશિયાના મહાન ધર્માં' (ધીરજલાલ ચી. દેસાઈ) માં જુદાજુદા ધર્માંના સિદ્ધાંતાની તથા તેમના પ્રવર્તકાના જીવનની ટૂંકી હકીકત આપી છે. સર્વધર્મસમભાવને પુષ્ટ કરવાની દિષ્ટ તેમાં પથરાયેલી છે.
‘કર્મના નિયમ’ (હરજીવન કાલિદાસ મહેતા)માં કર્મબંધન અને કર્મક્ષયની સમજૂતી એવી રીતે રજૂ કરી છે કે જેથી કર્મવાદના બુદ્ધિમાન શ્રદ્ધાળુ નિષ્ક્રિય ન બને અને પુરુષાર્થને ત્યજી ન બેસે. પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ કર્મની ફિલસૂરી સુગમ્ય રીતે સમજાવી છે. ‘કારણસંવાદ’ (પં. શ્રી રત્નચંદ્રજી)માં પણ કાર્યકારણને નિપાવતાં અદષ્ટ બળાને જૈન સાંપ્રદાયિક દૃષ્ટિએ પણ સુગમ્ય અને રાચક શૈલીએ સંવાદદ્વારા સમજાવેલાં છે.
‘ઉચ્ચ જીવન’ (નાશાકરી પીલાં) : એ નીતિધર્મની દૃષ્ટિએ જીવનને ઉન્નત બનાવવાનો સંદેશો આપે છે. ‘યેાગામૃત' (જમિયતરામ આચાર્ય): એ જાતિ, ધર્મ, પ્રાંત કે સંપ્રદાયની અદિત દૃષ્ટિને ટાળીને સત્યધર્મને માર્ગ દર્શાવવાના એક સામાન્ય પ્રયત્ન છે. વાતેામાં મેધ' (જયંતીલાલ મહેતા) : એ તત્ત્વજ્ઞાનને વાર્તાદ્વારા સુગમ્ય રૂપે રજૂ કરવાના સરસ પ્રયત્ન છે અને એક વૃદ્ધની વિચારપેાથી'માંથી તેની તારવણી કરવામાં આવી છે. વેદાંત
‘હિંદુ ધર્મનાં મૂળતત્ત્વા’ (ડૉ. પ્રતાપરાય મેદી)માં ઉપનિષદો, ગીતા,