Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પાંચ વર્ષનું સાહિત્ય - ઈતિહાસ અને રાજતંત્ર લેખકે ઉત્તરાધ્યયન સૂત્રનો કરેલો છાયાનુવાદ છે. “સમી સાંજનો ઉપદેશ' એ દશવૈકાલિક સૂત્રનો છાયાનુવાદ છે. “ભગવતીસાર' એ અત્યંત મોટા ‘ભગવતી સુત્ર'ને લોકોપયોગી દષ્ટિએ તારવી કાઢેલે સારસંગ્રહ છે. આ જ લેખકે જે ધર્મના સાહિત્યના અભ્યાસ અને અનુવાદરૂપે તૈયાર કરેલા બીજા ગ્રંથો પાપ, પુષ્ય અને સંયમ', હેમચંદ્રના યોગશાસ્ત્રને અનુવાદ અને કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો' સમય સાર, પ્રવચન સાર, તથા પંચાસ્તિકાયનો અનુવાદ છે.
નાગમ કથાકોષ' (જીવલાલ છે. સંઘવી): જૈન સુત્રગ્રંથમાં આવતી ધાર્મિક કથાઓ અને ચરિત્રો સંક્ષિપ્ત સ્વરૂપે આ પુસ્તકમાં આપેલાં છે. કેટલીક કથાઓ દષ્ટાંતરૂપ હેઈને કપિત અને કેટલીક પ્રાગૈતિહાસિક કાળની તથા ઉપદેશપ્રધાન છે.
ઇતિહાસ અને રાજતંત્ર ઇતિહાસના સંશોધન તથા લેખનને છેલ્લાં થોડાં થી જે વેગ મળે છે તેથી આ વિભાગમાં પચાસેક પુસ્તકો દષ્ટિ સામે આવીને ઊભાં રહે છે. ઇતિહાસ બહુધા રાજકારણથી મર્યાદિત થઈને આપણી સામે આવે છે; તેથી સંશોધન, અભ્યાસ કે અનુવાદદ્વારા પ્રાચીન અને અર્વાચીન રાજકીય ઇતિહાસ કે ઐતિહાસિક નિબંધો વિશેષ લખાયા છે અને સંસાર, સમાજ, ધર્મ ઇત્યાદિના ઇતિહાસથી મોટે ભાગે એ પ્રકારનું સાહિત્ય વંચિત રહે છે. આ પ્રકારનાં એકમેક–બબે પુસ્તકે માત્ર જોવા મળે છે.
ગુજરાતના પ્રાચીન ઇતિહાસના સંશોધન તરફ લેખકોની દૃષ્ટિ જેટલી ગઈ છે તેટલી અર્વાચીન ઇતિહાસ તરફ ગઈ નથી, તેથી ઉલટું હિંદુસ્તાનના અર્વાચીન રાજકારણને સ્પર્શતા ઇતિહાસગ્રંથો જેટલા લખાયા છે તેટલા પ્રાચીન સંશોધનના ગ્રંથો લખાયા નથી. હિંદુસ્તાનના ઇતિહાસનું સંશોધન અંગ્રેજી ઇતિહાસગ્રંથના લેખકોને આગવું સોંપીને આપણે જાણે તેના અનુવાદોથી જ સંતુષ્ટ રહેવાનું હોય એવી પરિસ્થિતિ વર્તે છે. - પરદેશને લગતા ઈતિહાસગ્રંથમાં વર્તમાન જાગૃતિકાળની ઉપમાં જોવામાં આવે છે. પરદેશના જૂના કાળના ઇતિહાસનાં એકાદ-બે પુસ્તકોને બાદ કરતાં બાકીનાં બધાં પુસ્તકોમાં રશિયા, જાપાન, જર્મની, ચીન કે બ્રિટનનાં વર્તમાન રાજકારણના તથા તેના પ્રત્યાઘાતોના પડઘા પડેલા છે. ગુજરાત
ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ-ગ્રંથ ૧-૨' (દુર્ગાશંકર