Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પાંચ વર્ષનું સાહિત્ય- ઇતિહાસ અને રાજતંત્ર પ્રમુખોનાં વ્યાખ્યાનોમાંથી કરેલી તારવણી દ્વારા આ પુસ્તક એ કામના સામાજિક ઇતિહાસની સામગ્રી પૂરી પાડે છે.
રાજતંત્ર રાજ્ય અને રાજકારણું (હરકાન્ત શુકલ): રાજકારણના ક્ષેત્રમાં રાજ્યની કલ્પના અને ઉત્પત્તિથી માંડીને આજની દુનિયાના જુદાજુદા દેશોની રાજ્યપદ્ધતિઓનો ઇતિહાસ લેખકે ત્રણ ખંડે દ્વારા વિસ્તારથી આવ્યો છે. રાજ્યની ઉત્ક્રાનિ સાથે તેનું કાર્યક્ષેત્ર અને કર્તવ્યક્ષેત્ર કેવી રીતે વિસ્તરતું ગયું અને અનેક વાદ તથા સંસ્થાઓ જન્મતી ગઇ તેની સમજૂતી તે આપે છે. ઇતિહાસના અભ્યાસની દૃષ્ટિ તેમાં વણાઈ ગયેલી છે. એ જ લેખકનું ‘હિંદનું ફેડરલ રાજ્યબંધારણ અને દેશી રાજ્યો' એ પુસ્તક ૧૯૩૫ના શાસનધારાની વિસ્તૃત સમજૂતી ઇતિહાસદષ્ટિએ આપે છે.
‘એક વૃદ્ધની વિચારપોથીમાંથી' (પ્ર. જયંતીલાલ મોરારજી મહેતા); જે વૃદ્ધની આ વિચારથી છે તે સ્વ. પ્રભાશંકર દલપતરામ પટણી. રાજ્યબંધારણ, રાજનીતિ, નરેંદ્રમંડળ અને સાર્વભૌમ સત્તા, નરેંદ્રમંડળ (૧૯૭૦)માં પિતે દર્શાવેલા વિચારે, કેટલાંક સાદાં સત્યો અને રાજકારણ સંબંધે લખેલા બીજા લેખે, એ બધાને આ સંગ્રહ છે. હિંદના રાજકારણના અને ખાસ કરીને દેશી રાજ્યોના બ્રિટન સાથેના કાયદેસરના સંબંધના ઇતિહાસને અભ્યાસીઓને માટે આ સરસ લેખસંગ્રહ છે.
દેશી રાજ્યો અને ફેશન' ચુનીલાલ શામજી ત્રિવેદી)લેખકે દેશી રાજ્યના હિતની દષ્ટિએ ફેડરેશનની ચર્ચા કરેલી છે.
- “આપણું સમવાયતંત્ર' (ત્રિભુવનદાસ મણિશંકર ત્રિવેદી)માં સમવાયતંત્રના જુદાજુદા વિભાગોનું વિવરણ તથા તેના અમલથી નીપજતાં પરિ
મનું દર્શન કરાવવામાં આવ્યું છે. બીજાં સમવાયતંત્રની સાથે હિંદના સમવાયતંત્રના કાયદાની તુલના પણ કરી છે.
“હિંદુસ્તાનને રાજકારભાર’ (ચીમનલાલ મગનલાલ ડોકટર) ઃ હિંદના વર્તમાન રાજ્યવહીવટનો તેમાં ખ્યાલ આવે છે અને ૧૯૩પના બંધારણના કાયદાને હિંદના ભાવી બંધારણ રૂપે ખ્યાલમાં રાખીને સમજૂતી આપી છે.
“રાજકેટનો સત્યાગ્રહ' (રામનારાયણ નાપાઠક): રાજકોટને સત્યાગ્રહ એ હિંદના સત્યાગ્રહનું એક ઐતિહાસિક પ્રકરણ છે. એ પ્રસંગનું તાદશ ચિત્ર આ પુસ્તકમાં રજૂ કરેલું છે. પરદેશ
“રશિયા' (ઉછરંગરાય ઓઝા)માં ઈ. સ. ૧૯૧૬ થી ઝારોના યુગ