Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
૧૦૬
ગ્રંથ અને ગ્રંથકાર પુ. રંગલહરી' (કનુ દેસાઈ) : એ રંગ અને રેખામાં ઉતારેલાં આઠ જલરંગી ચિત્રોનો સંગ્રહ છે. ચિત્રોમાં સાંગોપાંગ- ગુજરાતી જીવન તેમણે ઉતાર્યું છે અને તેના સુકુમાર ભાવોને વ્યક્ત કર્યા છે.
‘ચિત્રસાધના' (રસિકલાલ પરીખ)માં ચિત્રકારને સંક્ષિપ્ત જીવનપરિચય આપ્યો છે બલકે એક ઊગતા ચિત્રકારના સ્વાશ્રયીપણું તથા ખંતનો મહિમા દાખવવામાં આવ્યો છે અને તેમની ૩૪ કલાકૃતિઓ આપેલી છે, જેમાં ગૂંકટ, સ્કેચ, સાદા તથા રંગી ચિત્રોનો સમાવેશ થાય છે.
“રાગમંજૂષા' (કુમાર શ્રી મંગળસિંહજી)માં આઠ રાગરાગિણીઓનાં રંગીન ચિત્રો આપવામાં આવેલાં છે. રાજપૂત કાળની ચિત્રકલામાં ઊતરેલાં આવાં ચિત્રોમાં આ ચિત્રકારે કેટલાક ફેરફાર કર્યો છે તે વિશિષ્ટ અભ્યાસ તથા ઊડી દષ્ટિથી કરેલો જણાય છે. ચિત્રોને સમજવા માટે વર્ણન પણ સાથે જોડ્યું છે.
“મુદ્રણકલા' (છગનલાલ ઠા. મોદી): છાપવાના કામમાં પણ બીબાં, શાહી, કાગળ, વગેરેની યોગ્ય મળવણીમાં જે કલા-કારીગરીને સ્થાને રહેલું છે તેને ખ્યાલ આ પુસ્તક સંક્ષેપમાં આપે છે.
સંગીતની પ્રાથમિક માહિતી (સ્વ. નારાયણ ખરે) દ્વારા પ્રશ્નોત્તરરૂપે સ્વરસપ્તક, માત્રા, રાગ ઈત્યાદિ વિશેના પાઠ વડે શાસ્ત્રીય સંગીતના શિક્ષણની ભૂમિકા લેખકે તૈયાર કરી છે. અભિનવ સંગીત' (મૂળસુખલાલ દીવાન) માં પ્રાથમિક સંગીતશિક્ષણ ઉપરાંત ભાતખંડેની પદ્ધતિ અનુસાર રાગનાં તથા રાસેનાં સ્વરાંકન આપેલાં છે. “સંગીત લહરી' (ગોકુલદાસ રાયચુરા અને શંકરલાલ ઠાકર) એ શ્રી રાયચુરાએ લખેલાં કેટલાંક ગીતે તથા તેમનું સ્વરાંકન છે.
‘ઝબુકિયાં' (અનિલ ભટ્ટ) : સિનેમાના ઉદ્યોગની માહિતી આપનારું આ પુસ્તક છે. તેમાં વાર્તાલેખનથી માંડીને ફિલ્મ દેખાડવા સુધીના જુદાજુદા તબકર્ષ સુધી લેખકની દષ્ટિ ફરી વળી છે. એન્ટિંગના હુન્નરનું વહેવાર શિક્ષણ (શીરોજશાહ મહેતા) : અભિનય સંબંધી વાચકોને વહેવારુ જ્ઞાન આપવા માટે આ પુસ્તક લખાયું છે. દષ્ટિ એમેગ્યુઅરની છે.
‘શિપરનાકર” (નર્મદાશંકર મૂળજી સોમપુરા): લેખક ભારતીય શિલ્પસ્થાપત્યના ચુનંદા અભ્યાસી છે. તેમની દેખરેખ હેઠળ એ વિદ્યાનુસાર અનેક ધર્મમંદિર બંધાયાં હોઈને તેમણે એ કલાને સજીવ રાખવામાં સારો હિસ્સો આપ્યો છે. લેખકે ગ્રંથરચના પાછળ ૧૨ વર્ષ ગાળ્યાં છે અને તે વિંશના અનેક પ્રાચીન ગ્રંથને અભ્યાસ કરીને તથા સામગ્રી એકઠી કરીને આ