Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
૧૧૨
ગ્રંથ અને સંથકાર ૫ ૯ અર્થવિજ્ઞાન - આ શાખામાં આવે તેવાં માત્ર ત્રણ પુસ્તકો આ પાંચ વર્ષમાં પ્રસિદ્ધ થયાં છે. એ શાસ્ત્રના અભ્યાસમાં રાષ્ટ્રીય દષ્ટિ પ્રવેશી છે અને પાશ્ચાત્ય અર્થશાસ્ત્રીઓના શાસ્ત્રીય સિદ્ધાંત હિદ જેવા રાષ્ટ્રને માટે પૂર્ણત: ઉપયોગી થઇ પડે તેમ નથી એ વિચાર વિકાસ પામી રહ્યા છે એમ એ વિશેની ચર્ચાનાં પુસ્તક પરથી ફલિત થાય છે.
“ભારતીય અર્થશાસ્ત્રી (ચીમનલાલ ડોકટર): વર્તમાન દષ્ટિપૂર્વક અને હિંદને અનુકૂળ આર્થિક વિચારસરણીના નિદર્શનપૂર્વક આ ગ્રંથ લખાય છે અને વિષયનિરૂપણ ઐતિહાસિક તથા માર્ગદર્શક બને તેવું છે. ખેડૂત, મજૂર, વેપારી, બેંકે, ઇત્યાદિ વર્તમાન અર્થશાસ્ત્રનાં અંગેની વિચારણા તેમાં કરેલી છે.
“આપણું આર્થિક પ્રશ્ન' (છગનલાલ જોષી)માં હિંદના આર્થિક પ્રશ્નોની છણાવટ વહેવાર દષ્ટિએ કરવામાં આવી છે.
, “વધારાના નફા ઉપર કર” (વૃંદાવનદાસ જે. શાહ) : નફો પરના કરના કાયદાની ગૂંચવણને ઉકેલવા માટેની સમજૂતી આ પુસ્તકમાં આપેલી છે.
વ્યાપારી નામું” (રવિશંકર મહેતા તથા દલપતરામ દવે) નામું, હુંડી, વ્યાજ, વગેરે વેપારીને ઉપયોગી બાબતોને સર્વસંગ્રહ જેવું આ પુસ્તક છે. ઉદ્યોગ
જુદાજુદા ઉદ્યોગોને લગતાં શાસ્ત્રીય અને વહેવાર માહિતીવાળાં પ્રકાશનોમાં ખેતીના ઉદ્યોગને લગતાં પુસ્તક વધારે છે અને તેથી ઊતરતું પ્રમાણ પ્રકીર્ણ હુન્નરઉદ્યોગનાં તથા ખાદી જેવા રાષ્ટ્રીય ઉદ્યોગમાં પુસ્તકોનું છે. ખેતી જેવા દેશવ્યાપી ઉદ્યોગનાં પુસ્તકો ઓછાં છે, કારણકે ખેડૂતો મોટે ભાગે અભણ છે અને ખેતીમાં વૈજ્ઞાનિક દષ્ટિ હજી આવી નથી. ફળ, અને શાકભાજીના ઉદ્યોગમાં એ દૃષ્ટિ આવતી જાય છે તેવું સૂચન ખેતી માટેનાં પુસ્તકોમાં સૌથી વધારે પુસ્તક એ વિશેનાં છે તે ઉપરથી થાય છે. '
ખેતીનાં મૂળ તત્તવોઃ જમીન, પાણી અને ઓજાર” (માર્તડ પંડ્યા): એ ખેતીના ઉદ્યોગ અંગેની પ્રાથમિક માહિતીવાળું પુસ્તક છે અને લેખક ખેતીવાડી વિષયના એક ગ્રેજ્યુએટ છે. “ખાતરોની માહિતી' (સોમાભાઈ કી. પટેલ) : એ ખેતીના પ્રાણરૂપ સાદાં અને રાસાયનિક ખાતરો સંબંધી સારી પેઠે માહિતી આપનારું પુસ્તક છે. . .
ફળબાગ સર્જન' (ભાનુપ્રસાદ દેસાઈ)માં ફળાઉ વૃક્ષના ઉછેર અને ભાવજત સંબંધી લેખકે અનુભવપૂર્વક એકઠી કરેલી માહિતી આપવામાં