Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
૫૮
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯ નિર્માણ કરવામાં આવી છે. નાયકની મરાડી ગુજરાતી ભાષાની ખીચડી પણ રમૂજમાં કેટલાક હિસ્સા પૂરે છે. એકંદરે તા એના હાસ્યરસ સ્થૂળ પ્રકારના જ રહે છે. આશાવરી' (રમાકાન્ત ગૌતમ) માં એક પરિણીત યુગલને પ્રેમ અને તેનું લગ્નજીવન લેખકે હાસ્યરસ બહેલાવવાના સભાન પ્રયત્નપૂર્વક આલેખ્યું છે. તેમાં માર્મિક વિવેદથી શરૂઆત થઈ છે પરન્તુ વચ્ચે કથા પ્રીસી પડી જાય છે અને કૃત્રિમ હાસ્યપ્રસંગાથી રસચમત્કૃતિ નીપજી શકતી નથી.
અનુવાદિત
અનુવાદિત નવલકથાઓમાં મેટા હિસ્સા બંગાળી નવલકથાઓએ આપ્યા છે અને તેમાં ય મુખ્યત્વે કરીને સ્વ. શરચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથાઓએ આપ્યા છે. ત્યાર પછીના હિસ્સા અંગ્રેજી નવલકથાને આવે છે અને છેલ્લે હિંદી તથા મરાઠી નવલકથાઓને આવે છે. કેવળ કનિષ્ઠ કાટિની મૌલિક ગુજરાતી નવલકથાઓ કે જેના ઉલ્લેખ પણ કરવા જેટલું મહત્ત્વ આપી શકાય તેમ નથી, તે કરતાં અનુવાદિત નવલકથાઓની ક્રેડિટ ઊંચે આવે છે એમાં શક નથી. કેટલીક વાર વસ્તુવિષયક વિવિધતા નૈૌલિક નવલકથાએથી પૂરી પડતી નથી તે અનુવાદિત નવલકથા પૂરી પાડે છે. ભાષાંતર, અનુવાદ કે અનુકરણ વિશેના ઉલ્લેખો કેટલીક નવલકથાઓમાં કરવામાં આવતા નથી, તેથી બનવાજોગ છે કે એવી ઘેાડી નવલકથાએ માલિકની વર્ગણુામાં આવી ગઈ હોય.
અંગ્રેજી
‘વસુંધરાનાં વહાલાં દવલાં’ (ઝવેરચંદ મેઘાણી) : વિક્ટર હ્યુગોના ‘ધ લાફિંગ મૅન’ના આધારે લખાયેલી આ નવલકથામાં સમાજે હડધૂત કરેલા અને જીવને સાવકી માતા જેવું વર્તન રાખ્યું હાય તેવાં ધરતીનાં જાયાં દીન દુ:ખી મનુષ્યેાનાં વીતાનાં ચિત્રા આલેખાયાં છે. પાત્રાલેખન તેજસ્વી છે. એ જ લેખકે હાલ કેઈનના માસ્ટર ઑફ મૅન' ઉપરથી કરેલું રૂપાંતર ‘અપરાધી’ છે, જેમાં સત્ય અને ન્યાય પ્રતિ એકનિષ્ઠ એવા જુવાન ન્યાયાધીશ પોતાના જ અપરાધ માટે પોતાની વિરુદ્ધ ચુકાદો આપીને કેદી બને છે. કથાનાયકનું મને મંથન અને પાપના એકરાર હૃદયંગમ છે. માનવજીવનના પ્રશ્ન વિષયની કથાઓમાં આ કથા મૂલ્યવાન ઉમેરા જેવી છે. ‘બીડેલાં દ્વાર' એ એ જ લેખકે અપ્ટન સિંકલેરના ‘લવ્ઝ પ્રિશ્રિમેજિ’નું કરેલું રૂપાંતર છે. સંવનનથી માંડીને બાળકના પ્રસવ સુધીના એક આદર્શભક્ત યુવાન પતિના જીવનપ્રસંગેા પરત્વેની હ્રદયેર્મિનું આલેખન તેમાં કરેલું છે. સળંગ