Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
૧૮
ગ્રંથ અને ગ્રંથકાર પુ. એ સંગ્રહમાં પુસ્તકાલયો અને વાચનપ્રવૃત્તિના વિરતાર વિશેની માહિતી તેમ જ વિચાર કે સૂચને જુદાજુદા વિદ્વાન લેખકોના લેખોઠારા સારી પેઠે સમાવેલાં છે.
જીવન અને વિજ્ઞાન' (રમણિક ત્રિવેદી અને ભાઈલાલ કોઠારી)માં જીવનદષ્ટિએ સ્પર્શેલાં જ્ઞાનવિજ્ઞાનનાં વિવિધ અંગેનું સરળ-સુવાચ્ય નિરૂપણ છે. “જીવનપ્રવાહ (ઈશ્વરભાઈ દેસાઈભાઈ પટેલ માં જીવનની વિવિધ પ્રવૃત્તિઓ, સંસ્થાઓ, રચનાઓ તેમ જ માનવની વૃત્તિઓ વિશે લેખકે પોતાની રીતે વિચાર કરીને બોધ તારવ્યા છે. લેખક એક વિદ્યાર્થી છે અને એ કાચી દશાની મર્યાદા વિચારમાં ઊતરી છે.'
- “યંત્રની મર્યાદા' (નરહરિ પરીખ) : વર્તમાન યંત્રમય બનેલા જીવનમાં યંત્રની મર્યાદાને તર્કશુદ્ધ વિચારસરણીથી તેમાં સમજાવેલી છે. યંત્રનો એકાન્ત નિષેધ નથી સૂચવ્યો, પરંતુ અર્થવિજ્ઞાન જીવનની માનસિક ભૂમિકાને સ્પર્યા વિના જે વખતે દોડી રહ્યું છે તે વખતે આ નિબંધ પ્રચારદષ્ટિએ જ નહિ પણ તાત્ત્વિક દષ્ટિએ ઉપયોગી બને છે અને હસ્તકૌશલની ભૂમિકા રચી આપે છે. - દેશી રાજ્યોને પ્રશ્ન” (ગાંધીજી): દેશી રાજે અંગેના વિવિધ પ્રશ્નો સંબંધે સામાન્ય પ્રકારના અને ગુજરાત-કાઠિયાવાડનાં દેશી રાજ્ય સંબંધ પ્રાસંગિક એવા લેખો ગાંધીજીએ વખતોવખત લખેલા તેનો આ સંગ્રહ છે. દેશી રાજ્યોના રાજકારણ તથા પ્રજાજીવન અંગેના બળતા પ્રશ્નો સંબંધ ગાંધીજીની દોરવણી આ બધા લેખોમાં રહેલી છે, અને જેવી રીતે ઇતર
ક્ષેત્રોના પ્રશ્નોને માટે ગાંધીજીની દૃષ્ટિ પ્રેરક બની રહે છે તેવી રીતે આ • ક્ષેત્રમાં પણ એ દૃષ્ટિની પ્રેરકતા પૂરી પાડતી લેખસામગ્રી આ ગ્રંથમાં એકત્ર કરવામાં આવી છે.
બારમા સાહિત્યસંમેલનને અહેવાલ તથા નિબંધસંગ્રહમાં સંમેલનના પ્રમુખ તથા વિભાગી પ્રમુખોનાં ભાષણ ઉપરાંત સાહિત્ય, ઇતિહાસ, કલા, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર તથા અર્થશાસ્ત્ર, ધર્મ તથા તત્વજ્ઞાન અને પત્રકારત્વ એ બધા વિભાગોમાં વંચાયેલા નિબંધોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અભ્યાસ માટેની સારી સામગ્રી તે પૂરી પાડે છે.
“ફાર્બસ ગુજરાતી સભા મહોત્સવ ગ્રંથ' (સં. અંબાલાલ બુ. જની) : આ સભાની ૭૫ વર્ષની હયાતીના ઉત્સવ નિમિત્તે પ્રસિદ્ધ કરવામાં આવેલા આ ગ્રંથમાં સંગ્રહેલા નિબંધ, લેખે તથા કાવ્યો વગેરેમાં મુખ્યત્વે ઇતિ હાસ, પુરાતત્ત્વ, સાહિત્ય તથા સંસ્કૃતિવિષયક લેખે મૂલ્યવાન તથા આકર્ષક છે.
“કરાંચી સાહિત્યસંમેલનનો અહેવાલ અને નિબંધસંગ્રહ' (ગુજરાતી