Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પાંચ વર્ષનું સાહિત્ય - સાહિત્ય-વિવેચન
GA
૧૮૫૪ થી ૧૯૦૮ અને ૧૯૦૯ થી ૧૯૭૦ સુધીનાં ‘બુદ્ધિપ્રકાશ’માં આવેલા લેખામાંથી ભાષા, સાહિત્ય, વિવેચન, ઇતિહાસ, શિક્ષણ, જીવન, ધર્મ-તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનવિષયક લેખાનું તારણ એ વિભાગામાં રજૂ કરવામાં આવ્યું છે. ગદ્યના વિકાસક્રમ, વિચારોની દર્શનશૈલી અને ‘બુદ્ધિપ્રકાશ'નું પ્રતિનિધિત્વ એ આ તારણમાંનાં અભ્યસનીય તત્ત્વા છે.
‘સો ટકા સ્વદેશી’ (નવજીવન પ્રેસ) : ખાદી પ્રવૃત્તિની પૂર્તિ રૂપે ૧૯૩૪થી ગ્રામેાદ્યોગ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલી તેને અંગે ગાંધીજી, મહાદેવ દેસાઇ, પ્યારેલાલ, સ્વામી આનંદ, વૈકુંઠરાય મહેતા, કુમારપ્પા, ચંદ્રશંકર શુકલ અને પ્રા. પૂરણે લખેલા લેખાને આ સુંદર સંગ્રહ છે. કેટલાક લેખા ધ્યેયાત્મક અને કેટલાક પ્રયેાગાત્મક છે. ‘સ્વદેશી’ના સંપૂર્ણ અર્થ અને ખાદી તથા તે સિવાયના ગ્રામેદ્યોગને વ્યવહારુ રીતે સફળ કરવાનાં મહત્ત્વનાં સૂચને તથા પ્રેરણા એ લેખસંગ્રહમાંથી પ્રાપ્ત થાય છે.
‘સ્વર્ગોનું દેહન’ (સં. વડાદરા રાજય પુસ્તકાલય મંડળ) : સ્વ. અમૃતલાલ સુંદરજી પઢિયારના પ્રકીર્ણ, ઉદ્બાધક અને ઉપદેશક લેખસંગ્રહો ‘સ્વર્ગા’ને નામે જાણીતા છે, તેમાંથી ધર્મથી માંડીને આયુર્વેદ સુધીના લેખાની વીણી કરીને આ ગ્રંથ સ્વ. મેાતીભાઇ અમીનના સ્મરણાર્થે શરૂ થયેલી ગ્રંથમાળામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
સાહિત્ય–વિવેચન
સાહિત્ય-વિવેચનના પાંત્રીસેક ગ્રંથેનું આ પાંચ વર્ષમાં થયેલું પ્રકાશન મૌલિક ગુજરાતી સાહિત્યમાં નાનેસને ઉમેરે ન ગણાય, પરંતુ એમાં લગભગ અર્ધો હિસ્સા તેા એવાં પ્રકાશનાના છે કે જેનું સર્જન આ પાંચ વર્ષમાં થયું નથી, માત્ર પ્રકાશન જ થયું છે. બધા ગ્રંથા સાહિત્યની મીમાંસાના, વિવેચનના તથા સમીક્ષાના લેખાના સંગ્રહા છે, અને તેમાં ઘણા ચિરંજીવી વિવેચનલેખો છે. સ્વ નરસિંહરાવ, સ્વ. કે. હ. ધ્રુવ તથા સ્વ. આનંદશંકર ધ્રુવના લેખાના સંગ્રહા એ ગણ પેઢીના ઉત્તમ વારસો છે અને એ વારસા નવા વિવેચકો તથા અભ્યાસીએને આરોગતાં પચાવતાં ન ખૂટે એટલે વિવિધ તથા વિસ્તૃત છે.
વિવેચનનું સાહિત્ય એ કેવળ ગ્રંથસમીક્ષાનું સાહિત્ય નથી, પરંતુ સાહિત્યની કાઈ પણ શાખાનાં પ્રકાશનને તલસ્પર્શી અભ્યાસ, નિરીક્ષણ, તુલના અને કેન્દ્રવર્તી પ્રશ્નોની છણાવટ એ પણ વિવેચનનું સાહિત્ય છે. સિકાને