Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. કરવા સારુ તેમના સંપૂર્ણ વિકાસની સિદ્ધિ થાય તે માટે કાર્યકર્તાઓએ પાળવાના સિદ્ધાન્ત તેમાં આપ્યા છે અને વિવિધ ક્ષેત્રમાં વિકાસ સાધવાની રીતિ સૂચવી છે. મૂળ લેખક ડો. હેચ દક્ષિણ હિંદના ગ્રામોદ્ધારકાર્યના પરિચયી હતા અને ગાયકવાડના કોસંબા કેન્દ્રની સ્થાપનામાં તેમનો હિસ્સો હતે.
‘હિંદુસ્તાની ભાષા' (‘ઝાર' રાંદેરી) એ વિષય પર પં. સુંદરલાલના એક ભાષણનું આ ભાષાંતર છે.
ગ્રામીઝમ' (અનુ. મંજુલાલ દવે)માં શ્રી રામરાય મુનશીની ગામડાને સ્વાયત્ત બનાવવાની યોજના રજૂ કરવામાં આવી છે અને એને વિસ્તારથી સમજાવવામાં આવી છે. ગાંધીજીની ગામડાને સંપૂર્ણ બનાવવાની વિચારસરણી, ઉત્પાદનની માલિકીનો સામ્યવાદી સિદ્ધાંત, બ્રિટન-અમેરિકાનો બહુમતવાદ, અપરિગ્રહ અને સર્વધર્મસમભાવ, યંત્રોની શક્તિ તથા તેના લાભાલાભ ઇત્યાદિનું એવું મિશ્રણ એ યોજનામાં છે કે જે પ્રયોગની સરાણે ચડતાં કેટલી કાર્યસિદ્ધિ કરે તે પ્રશ્ન બને છે.
“કલાસૃષ્ટિ' (ઈંદુમતી મહેતા અને ભૂપતરાય મહેતા): શ્રી સી. જિનરાજદાસના અંગ્રેજી ગ્રંથનો આ અનુવાદ છે. કલાધામોમાં પ્રવાસ કરીને કલાકૃતિઓનો સાક્ષાત પરિચય કર્યા પછી સૌન્દર્યતત્ત્વની પિછાન કરાવનારા નિબંધોનો એ સંગ્રહ છે. સંપાદિત
“નર્મદનું મંદિરઃ ગદ્ય વિભાગ” (વિશ્વનાથ ભટ્ટ): કવિ નર્મદાશંકરની ગદ્યકૃતિઓમાંથી વિણી કરીને નર્મદના ગદ્યનું પ્રતિનિધિત્વ દર્શાવી આપે એ પ્રકારને આ સંગ્રહ છે. નર્મદની દેશદાઝ, ઉત્સાહ, અકળામણ, વિષાદ, અને ધર્મવિચારને સ્પષ્ટ કરે એ પ્રકારે નિબંધ, પત્રો, આત્મકથા, સાહિત્યવિચાર ઇત્યાદિ કાપી-પીને સુઘટિત રીતે ઉતાર્યા છે.
નવલગ્રંથાવલિ' (નરહરિ પરીખ): “નવલગ્રંથાવલિનું તારણ કરીને આ સંગ્રહમાં વિશેષાંશે તેમનાં ગ્રંથવિવેચને ઉતારવામાં આવ્યાં છે. અભ્યાસીઓને ઉપયોગી થાય એ દૃષ્ટિ આ તારણ પાછળ રહી છે.
નિબંધમાળા” (વિશ્વનાથ ભટ્ટ) છેલ્લાં ૭૫ વર્ષમાં લખાયેલા નિબંધમાંથી ઉત્તમ અને પઠનીય નિબંધધન વિણું કાઢીને આ માળામાં ગૂંથવામાં આવ્યું છે. સાહિત્યવિવેચન અને સમાજવિવેચનને સંપાદકે દૃષ્ટિ સમીપે રાખ્યાં છે. ગુજરાતી ગદ્યશૈલીને વિકાસ અને પૃથફપૃથફ કાળના વિચારણીય પ્રશ્નોનું વૈવિધ્ય એ તેમાં મળી આવે છે.
બુદ્ધિપ્રકાશ : લેખસંગ્રહ' (નવલરામ ત્રિવેદી તથા અનંતરાય રાવળ) :