Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. ગુજરાતીમાં ઉતારવા માંડી છે, તેમાં બંકિમબાબુની વિલકથાઓ સારા પ્રમાણમાં છે. એમની કેટલીક નવલકથાઓ પહેલાં અનુવાદિત થઈ ગયેલી તેના પણ નવા અનુવાદો પ્રસિદ્ધ થયા છે.
“ભૂમિમાતા-આનંદમઠ' (ઈશ્વરલાલ વીમાવાળા), “દુર્ગેશનંદિની” (૧ સુશીલ, ૨ દયાશંકર ભ. કવિ), કપાલકુંડલા' (બચુભાઈ શુકલ), કૃષ્ણકાન્તનું વીલ” (૧ રમણલાલ ગાંધી, ૨ બચુભાઈ શુકલ), “મનોરમા' (સુશીલ) રાજરાણી' (કાન્ત), રાધારાણી’ (ચંદ્રકાન્ત મહેતા તથા કેશવલાલ પટેલ).
બંગાળઃ ઇતર લેખકે | ઇતર બંગાળી લેખકોમાંના કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને સૌરીન્દ્રમેહન મુખપાધ્યાયની નવલકથાઓ મુખ્ય છે. ટાગોરની નવલકથા નિકા
બી’ (નગીનદાસ પારેખ) ને આ નવો અનુવાદ ગુજરાતમાં ત્રીજે છે. લાવણ્ય' (ટાગેરની “શેર કવિતાને અનુવાદ : બચુભાઈ શુકલ) માં પ્રેમની વ્યાપકતા અને લગ્નની મર્યાદિતતાનો સરસ ભાવ જામે છે. “ચાર અધ્યાય અને માલય' (ટાગોર: બચુભાઈ શુકલ)માં બે કથાઓનો સમાવેશ કરેલો છે. ટાગોરની બે વધુ કથાઓ “રાજર્ષિ અને “વહુરાણ' (અનુવાદક-બચુભાઈ શુકલ) સરસ અને સરળ અનુવાદો છે. સૌરીન્દ્રમેહનની “મુક્ત પંખી' (મૃદુલ) એ નવલકથા તેમણે અંગ્રેજી નવલકથા The Woman who did ના આધારપૂર્વક લખેલી છે. તેમની બીજી નવલકથા ગૃહત્યાગ’ ગુજરાતીમાં ઊતરી છે. વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની પથેર પાંચાલી' (ઉર્મિલા) અને નિરુપમાદેવી કૃત “બહેન” (દયાશંકર ભ. કવિ) એ રસિક સાંસારિક નવલકથાઓ છે. બંગાળીમાંથી ઊતરેલી બીજી નવલકથાઓ “પ્રિયતમા’ (મેહનલાલ ધામી), અને ઈલા” (ભગવાનલાલ સાહિત્યવિલાસી) છે. “ઉપેદ્રની આત્મકથા (નગીનદાસ પારેખ) એ બંગાળના એક જાણીના વિપ્લવવાદી ઉપેદ્રનાથ બંદોપાધ્યાય જેમણે વિપ્લવના કાવતરા માટે કાળા પાણીની સજા પણ ભોગવી હતી તેમની રોમાંચક આત્મકથા છે. પુસ્તકમાં વિપ્લવવાદી પ્રવૃત્તિના ઇતિહાસ પણ આપેલ છે. “અનુરાગ” (કાન્તાદેવી) પૂર્ણશશીદેવીની સામાજિક નવલકથાના આ અનુવાદમાં નિરાશ થયેલા પ્રેમિકાની આત્મકથા છે. ભાષામાં બંગાળી તત્ત્વ વિશેષ પ્રમાણમાં ઊતર્યું છે. “ઘરની વહુ' (લાભુબહેને મહેતા)એ પ્રભાવતીદેવી સરસ્વતીની સાંસારિક કથાનો સુવાચ્ય અનુવાદ છે.
હિંદી હિંદી નવલકથાઓમાંથી ગુજરાતી અનુવાદકેએ થોડી જ પસંદગી કરી