Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકા૨ ૫.૯ “પૃથ્વીનો પહેલો પુત્ર” (હરજીવન સોમૈયા): માનવસંસ્કૃતિને આદિકાળનાં પાત્રોનાં જીવન, પ્રણયાદિનું નિરૂપણ કરનારી આ એક નવીન પ્રકારની નવલકથા છે. તત્કાલીન પ્રાદેશિક વર્ણને, પ્રવાસ, વસાહતો ઇત્યાદિનો ખ્યાલ એમાં સારી રીતે આપ્યો છે, પરંતુ એમાં મૂકેલાં પાત્રો તથા તત્કાલીન ઊર્મિ-સંવેદન સુઘટિત બનતાં નથી. રોમાંચક પ્રસંગોની ગૂંથણી ઠીક થઈ હોવાથી વાર્તારસ જળવાયા કરે છે. “ઉષા ઊગી' અને “શાપુને ખોળે' એ બે ટૂંકી વાર્તાઓ તેમાં આપી છે તે પણ પુરાતન કાળને સ્પર્શે છે.
“રામકહાણી' (ગુણવંતરાય આચાર્ય) એ એક જુગારીના જીવનને ઈષ્ટ દિશામાં થયેલા પરિવર્તનની કથા છે. એ પરિવર્તન અકસ્માત ઉપર અવલંબી રહે છે એટલી કલાક્ષતિને બાદ કરીએ તો આખી કથા રસારિત શિલીએ રજૂ થયેલી અને ચમત્કારપૂર્ણ પ્રસંગોથી ભરપૂર હોઈ રસનિર્વાહ સારી રીતે કરે છે.
“માનવતાનાં મૂલ” (રામનારાયણ ના. પાઠક) એ કથા હરિજન પ્રશ્નને ગૂંથી લે છે. હરિજનસેવાના કાર્યને અનુભવ લેખકને કથાનાં પાત્રોના આલેખનમાં સુરેખતા બતાવવા મદદગાર બન્યો હોય તેમ જણાય છે. પ્રચાર અને બોધ એ વાર્તાનું લક્ષ્ય છે.
જીવનના બહુવિધ પ્રશ્નોમાંનો વેશ્યાજીવનનો પ્રશ્ન પણ જુદાજુદા લેખકોએ પિતાની કથાઓમાં ચર્ચા છે. ભસ્માંગના' (ગુણવંતરાય આચાર્ય)માં લેખકે એ જીવનના દોઝખમાં ડોકિયું કર્યું છે અને પતિતાઓનો ફૂટ પ્રશ્ન કર્યો છે. કાર્યને વેગ મંદ છે અને પાત્રો પૂરાં ખીલ્યાં નથી, તેથી કથા વિચારપ્રધાન અને ચર્ચાત્મક વધુ બની છે. “રૂપજીવિની (શ્રીકાંત દલાલ) માંની નાયિકા પિતાના વેશ્યાવ્યવસાયના અસ્તિત્વ અને સાતત્યને સમાજમાં આવશ્યક માને છે અને કહે છે કે એ વ્યવસાયની પાછળ કોઈ સનાતન જાતીય પ્રશ્નનો ઉકેલ રહ્યો હોવો જોઈએ. કથામાં વેશ્યાજીવનને સમાજજીવનને એક નૈસર્ગિક આવિષ્કાર માનવામાં આવ્યું છે, એટલે એ જીવનને જોવાનો એક વિશિષ્ટ દૃષ્ટિકોણ તેમાં રજૂ કરવામાં આવેલ મનાય; કે તે કેવળ નો નથી. છતાં નાયિકા પોતાની પુત્રીને એ વ્યવસાયમાં પડવા દેવા ઇચ્છતી નથી એટલે વેશ્યાજીવન એ સમાજજીવનનું પૂરક અંગ હોય તો પણ વ્યક્તિગત દષ્ટિ એ જીવનને ઈષ્ટ અને ઉપકારક માનતી નથી એ ધ્વનિ એકંદરે તેમાંથી ફુરી રહ્યો છે. રસ અને કુતૂહલનો નિભાવ કથા સુંદર રીતે કરે છે “રાત પડતી હતી' (નીરુ દેસાઈ) એ વેશ્યાજીવનની નાની નવલકથા છે. અને રસ પણ ટકાવે છે, પરંતુ પાત્રો અને