Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
૫૪
ગ્રંથ અને થકાર પુ. ૯ જિંદગીભર ગુન્હેગાર માનનારા રાજ્યતંત્ર સમક્ષ ગુન્હેગાર જગતનું સબળ બચાવનામું છે. જેલજીવનની અમાનુષીય સૃષ્ટિનો તે રસભરી રીતે ખ્યાલ આપે છે. એ જ જીવનનો ત્યારપછીનો પડઘો “અમે પિંજરનાં પંખી' (નીરૂ દેસાઈ) એ કથામાં પડતે જોઈ શકાય છે. એક જર્મન કથાની છાયા લઈને લખવામાં આવેલી એ કથામાં જેલજીવન ગાળી ચૂકેલા કેદીઓને જેલમાંથી છૂટયા પછી મદદ કરવા માંગતી સંસ્થાઓને જે મુશ્કેલીઓ વેઠવી પડે છે તેનો ખ્યાલ મળે છે.
‘જગતનો તાત' (રામનારાયણ ના. પાઠક) એ સામાજિક વિષમતાની વચ્ચેના કારણે ખેડૂતજીવનની કથા છે. ચરોતરના શ્રમજીવી બારિયા ખેડૂતની આ થા આપણું સભ્ય સમાજની ખેડૂત તરફની બેદરકારીનો ખ્યાલ આપે છે. દરિદ્રનારાયણ (ગુણવંતરાય આચાર્ય) એ વર્તમાન સમાજમાં વ્યાપેલા વિષમ અર્થતંત્રમાં સુધારો કરવાનો એક પ્રયોગનો પુરસ્કાર કરતી નવલકથા છે. મજૂરને રોટલો મળે, વચગાળાનો નફો ખાનાર વર્ગ અદશ્ય થાય, ગામનું ઉત્પન્ન ગામમાં વપરાય અને વધારે કમાવાનું સામાન્ય પ્રયોજન છોડી વધુમાં વધુ માણસોને રોજગારી મળે એવા હેતુથી એક ભાવનાશીલ યુવક અનેક યાતનાઓને અંતે એક નવો પ્રયોગ આદરી બતાવે છે તેની આ નવલકથા છે. અકસ્માતે અને અપ્રતીતિકર પ્રસંગે વિશેષ હોઈને કથાની વાસ્તવિકતા હણાય છે.
આત્માનાં તેજ' (ધનશંકર ત્રિપાઠી) : જ્ઞાતિના માઠા રિવાજોને નાબૂદ કરવાના હેતુથી તે ઉપર કટાક્ષ કરવા અને તેનાં માઠાં પરિણામો દાખવવા આ કથા લખાઈ છે અને સામાજિક સુધારો એ તેનું ધ્યેય છે. એ જ હેતુથી લખાયેલી બીજી એક નવલકથા “ઊછળતાં પૂર’ (અંબાશંકર નાગરદાસ પંડયા) છે. કુરૂઢિઓ સામે નૂતન સમાજના બળવાનું તેમાં ચિત્રાલેખન છે. લખાવટ સામાન્ય પ્રકારની છે.
કલકશોભા' (અંબાલાલ શાહ) એ લેખક અને પત્રકારોની સૃષ્ટિની નવલકથા છે. લેખકો પરસ્પર તેજેય દાખવે છે, વાડા બાંધે છે, તેમનો પત્રકારો સાથેનો સંબંધ કેવો હોય છે, એ પ્રકારની ભૂમિકા પર દર્શાવ્યું છે કે મનુષ્યો તરીકે સાહિત્યકારો કેવું વર્તન ચલાવી રહ્યા છે. કથાનું કલાવિધાન મોળું છે. રાષ્ટ્રીય
- રાષ્ટ્રજાગૃતિના જુવાળ પછી નવલકથાલેખનમાં જે નવીન દૃષ્ટિ આવી છે તેનું આછું દર્શન તો સર્વ પ્રકારની નવલકથાઓમાં થાય છે.