Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલિકા
કથાપરી', “કથામણિ', કથાકેલગી’ અને ‘કથાકલાપ' (સ્થાપરી કાર્યાલય) એ ચાર કથાગુચ્છમાં જુદા જુદા લેખકોએ લખેલી મૌલિક અને અનુવાદિત કથાઓ સંગ્રહવામાં આવી છે. ભાવકથા, રૂપકથા, સંસારકથા, જાસૂસી કથા અને હાસ્યથા એમ સર્વ પ્રકારની કથાઓની વાનગી તેમાંથી મળી રહે છે. જીવનમાં શાંતિ મળે, એખલાસ વધે, અને કડવાશ-વિખવાદનો હાસ થાય એ ધ્યેય કથાઓની પસંદગી કરવામાં દૃષ્ટિ સમીપે રાખવામાં આવ્યું છે.
. સી. વિધવા” (બાબુભાઈ પ્રા. વૈદ્ય) એ એક મોટી અને બીજી નાની વાર્તાઓનો સંગ્રહ છે, તેમાં “અ. સૌ. વિધવા” હિંદુ સંસારની રસપૂર્ણ, કરણ અને આનંદપર્યવસાયી બનતી નાની નવલકથા સમી છે. બીજી વાર્તાઓમાં ચોટદાર રજૂઆતની ખામી જોવામાં આવે છે, છતાં કેટલીક ઠીકઠીક રસનિષ્પત્તિ અને ચમત્કારદર્શન કરાવે છે.
“ઑપરેશન કોનું અને બીજી વાતો' (ડો. પ્રાણજીવનદાસ મહેતા) એ કલામાં ઊતરતી પરંતુ સહદય માનવતાને સ્પરાવતી કથાઓ છે. ડેકટરના જીવનના ખૂણામાં તે ઠીકઠીક પ્રકાશ ફેંકે છે. નવલિકાઓના વિષયવૈવિધ્યમાં એ કથાઓ નવી વાનગી જેવી છે.
“ઊંધાં ચશ્મા” (લલિતમોહન ગાંધી): સમાજના ખૂણાઓ શોધીશોધીને આ સંગ્રહમાંની ૧૪ નવલિકાઓ માટેના વિષયો પસંદ કરવામાં આવ્યા છે નવલિકાની કલાના ખ્યાલપૂર્વક વિચારપ્રેરક બને એવી શૈલીએ વાર્તાવસ્તુઓની ગૂંથણી અને પાત્રોજના કરવામાં આવેલી છે.
“પ્રકંપ” (હરિકૃષ્ણ વ્યાસ)માં મોટે ભાગે મૌલિક નવલિકાઓ છે અને મનોવિજ્ઞાનની દષ્ટિપૂર્વક પાત્રના સુષુપ્ત માનસને કૂટ પ્રશ્ન રૂપ બનાવીને લખેલી છે. એ પ્રકારની વાર્તાઓ ગુજરાતીમાં થોડી જ લખાયેલી છે. આયજન અને રસનિરૂપણમાં બધી વાર્તાઓ સમાન કોટિની નથી, પરંતુ લેખકે ગ્રહણ કરેલા પ્રશ્નોમાં વૈવિધ્ય છે અને પાત્રો તથા પ્રશ્નોને રજૂ કરવાની હથોટી કલાયુક્ત છે.
પાનદાની' (શંકરલાલ ગ. શાસ્ત્રી)માંની વાર્તાઓમાંની ઘણુંખરી સંસારજીવનની સપાટીને સ્પર્શે છે અને થોડી તેનાં ઊંડાણ સુધી પહોંચે છે ને તે કલાદષ્ટિએ સારી રીતે સધાઈ છે. બધી વાર્તાઓનો ધ્વનિ તેમાંના માનવતાના ગુણોને સકુટ કરી બતાવે છે.
ટનાં પાણ” (ગુણવંતરાય આચાર્ય અને ગિરોશ રાવળ)માં પ્રથમ લેખકની ચાર અને બીજા લેખકની પાંચ એમ નવ વાર્તાઓનો સંગ્રહ છે. વિચારપ્રેરક અને મનોરંજક બેઉ વાર્તા પ્રકારે તેમાં એકત્ર થયા છે. સ્વ. ગિરીશ