Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પાંચ વર્ષનું સાહિત્ય નવલિકા
ગરલક્ષ્મી' (રમણલાલ સોની) કવિવર ટાગોરની કેટલીક રસરિતા અને ભાવપૂર્ણ પદ્યકથાઓનો ગદ્યાનુવાદ છે.
હાસ્ય-કથાઓ કલમ-ચાબૂક', હું રાજા હેઉં તો’ અને ‘અક્કલના ઈજારદાર' (બેકાર) એ ત્રણે સંગ્રહ હાસ્ય ઉપજાવે તેવી કથાઓ, કટાક્ષચિત્રોને પ્રસંગવર્ણનેને છે. લેખકની સર્વ પ્રકારની કૃતિઓ ધૂળ હાસ્ય ઉપજાવે છે. પહેલા સંગ્રહમાં શબ્દચાતુર્યથી નિષ્પન્ન થતા હાસ્યના પ્રસંગો અને કટાક્ષચિત્રો માટે ભાગે છે. બીજામાં વિચિત્ર પાત્રો, વિચિત્ર પ્રસંગો અને જુદી જુદી બોલીઓને ઉપયોગ કરીને નિર્દોષ ટીખળ ઉપજાવવામાં આવ્યાં છે. અતિશયોક્તિ અને કૃત્રિમતા હાસ્યને માટે સ્વાભાવિક લેખાય તેટલા પ્રમાણમાં છે. ત્રીજામાં વિચિત્ર વ્યવહાર અને પ્રસંગોમાંથી વણનો દ્વારા અને કથાઓ દ્વારા હાસ્ય ઉત્પન્ન કરવામાં આવ્યું છે. ત્રણે સંગ્રહો ઉપરથી જોઈ શકાય છે કે હાસ્ય ઉપજાવનારા પ્રસંગે શોધવાની લેખકને દૃષ્ટિ છે, પરંતુ બધામાં જે એક સામાન્ય તવ જોવામાં આવે છે તે વાણીપ્રયોગો-બેલીની વિકૃતિઓ-દ્વારા હાસ્ય ઉપજાવવાનું છે. એવા પ્રસંગે શ્રોતાઓની વચ્ચે જેટલા રમૂજી બને તેટલા વાચન દ્વારા ન બની શકે. મોટે ભાગે પ્રસંગકથાઓ અને કટાક્ષચિત્રોના આ સંગ્રહો હોઈને તેમને કથાઓના વિભાગમાં ઉલેખ્યા છે, નહિતો તેમાં બીજી પ્રકીર્ણતા યે સારી પેઠે છે.
મસ્ત ફકીરનાં હાસ્ય છાંટણ (‘મસ્ત ફકીર')માં ૧૯ લે છે, તેમાં અર્ધ ઉપરાંત કથાઓ, શબ્દચિત્રો અને પ્રાસંગિક હાસ્યુત્પાદક કથાનકો છે. લેખો કરતાં કથાઓ વિશેષ રમૂજ આપે તેવી છે. લેખકની દષ્ટિ મુંબઈમાં વસતા મધ્યમ વર્ગના ગુજરાતીઓના જીવનમાં ફરી વળીને રમૂજ શોધી આપે છે.
મારાં માસીબા” (વિનોદ' : ચંદુલાલ હરિલાલ ગાંધી)માં લેખકે રમૂજી કથાઓ ઉપરાંત નિબંધાત્મક લેખો અને પ્રસંગચિત્રો પણ આપેલાં છે, પરંતુ કથાઓ અને પ્રસંગચિત્રોમાં તેમની હાસ્યલેખનશૈલી વધુ સફળ થાય છે. લેખક પિતાને પણ રમૂજનો વિષય બનાવે છે. શૈલીમાં શિષ્ટતા અને સંયમ છે. તેમને વિનોદ મોટે ભાગે સપાટી પરનો હાથ છે-ઊડે કે માર્મિક નથી હોતો.
હાસ્યાંકુર' (હરિપ્રસાદ વ્યાસ)માંની હાસ્યકથાઓ ચાતુર્યયુક્ત વિનોદ અને શિષ્ટ હાસ્યરસ આપનારી છે. પાત્રોના સ્વભાવનાં સંઘર્ષણમાંથી વિનોદ ઉપજાવવાની કળા તેમણે ઠીકઠીક સંપાદન કરી છે.
આનંદબત્રીસી' (જદુરાય ખેધડિયા) એ ગલીપચી કરીને કે લેખક જાતે હસીને વાચકને હસાવવાને મથતા હોય તેવા પ્રકારનાં કથાનકોનો સંગ્રહ છે.