Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
૪૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ૯ વહેમો અને ચમત્કારોમાં માનતા તત્કાલીન સમાજનું માનસ તેમાં સરસ રીતે દાખવ્યું છે. માંડલિક મિત્રના ઘર પર કૂડી નજર નાખીને વિનિપાત પામે છે, નરસિંહ મહેતાને હાર લાવી આપવાનું ફરમાવી પજવે છે, એવા લોકકથાના પ્રસંગે તેમાં વણી લેવામાં આવ્યા છે.
“સમરાંગણ (ઝવેરચંદ મેઘાણી): ગુજરાતની મુસ્લિમ સુલ્તાનીના અસ્તકાળની એ કથા છે અને જાણીતા ભૂચરમોરીના યુદ્ધની આસપાસ તાણવાણા ગૂંથીને તેને કથાપટ નિર્માણ કરવામાં આવ્યો છે. સોરઠના રાજપૂત રાજાઓના આશ્રિત સુલ્તાન મુજફરને રક્ષણ ખાતર એ રાજાઓએ અકબરશાહની સેના સામે યુદ્ધ આદર્યું હતું, તેમાં કેટલાકએ પાછળથી દગો દીધો હતો અને પરિણામે હારી જવાથી મુજફરને આપઘાત કરવો પડ્યો હતો એ રોમાંચક ઘટનાને આ કથા સરસ રીતે સજીવ કરી શકી છે.
જગનના મંદિરમાં' (ગુણવંતરાય આચાર્ય ) એ નવલકથા એબામંડળના વાઘેરેના સ્વાધીનતાના સંગ્રામને અભિનવ રંગે રંગી બતાવે છે. આ જ ઇતિહાસની એક-બે નવલકથાઓ પૂર્વે લખાયેલી છે, પણ આ કથા તેથી અનેક રીતે જુદી પડે છે. કથાના ઈષ્ટ ધ્વનિને પિષવાને માટે ઈતિહાસનાં આકરાં બંધનને લેખક સ્વીકારતા નથી, પરંતુ કથાકાળના વાતાવરણને સુરેખ રીતે સર્જવાની અને પાત્રોને જીવંત બનાવી મૂકવાની શૈલી તેમને વરી છે તે વાર્તારસનું સારી પેઠે પોષણ કરે છે. લેખક ઇતિહાસને વર્તમાનકાળની અપેક્ષાઓ જોઈને તે દ્વારા ધ્યેયનિષ્ઠ કથાની રચના કરે છે એટલે કથારસ મળે છે, પરંતુ ઐતિહાસિક નવલકથાને લાક્ષણિક ઇતિહાસરસ નથી મળતા.
ખાપરા-કોડિયાનાં પરાક્રમો' (કેશવલાલ સામલાકર) સાલપરને ખાપરો' અને કોડીનારને કોળેિ' એ લેકકથામાં જળવાયેલી ઐતિહાસિક વ્યક્તિઓ છે. એ ઠગ-લુટારાનાં શીર્ય તથા પરાક્રમથી ભરપૂર આ કથા છે. તળપદી સોરઠી ભાષા વાતાવરણને જમાવવામાં ઠીક મદદગાર બને છે અને લખાવટ જૂની લઢણુની હોવા છતાં કથારસ જાળવી રાખે છે.
જોતીઓ સરદાર' (વસંત શુકલ) સૂરત જિલ્લામાં પાંત્રીસેક વર્ષ પર થઈ ગયેલા એક ભીલ બહારવટિયાની આ રોમાંચક ઐતિહાસિક નવલકથા છે. જેતિ ક્રર હતો તે જ દયાળુ હતો. તેનાં અનેક પરાક્રમો આ કથામાં વણી લેવામાં આવ્યાં છે. છેવટે તે દગાથી પકડાઈને ફાંસીએ ચડ્યો હતો.
રક્તપિપાસુ રાજકુમારી' (જેઠાલાલ હ. મહેતા)ઃ પાલીતાણાના રાજા