Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
૪૩
‘ક્ષિતિજ’ (રમણલાલ વ. દેસાઇ) ના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એ બેઉ ખંડામાં ગુપ્ત સામ્રાજ્યની પૂર્વેની નવલકથા છે. હિંદમાં નાગેા અને ભારશવેાએ સ્થાપેલાં સામ્રાજ્યેાના સમય તે મૂર્તિમંત કરે છે. સામ્રાજ્યેાની ધડતરક્રિયાએનું અને તે થતાં પૂર્વે જાગતા મનભાવા તથા અભિલાષાનું દર્શન કરાવવાના મુખ્ય હેતુ કથા પાછળ છે. માનવભૂમિનું અટકસ્થાન તે ક્ષિતિજ, ક્ષિતિજની પેલે પાર શું હશે તે જાણવાની જિજ્ઞાસા પ્રકટતાં માનવી આગળ વધે છે અને તેની ક્ષિતિજ વિસ્તરે છે; આમ ક્ષિતિજભૂમિ આદર્શોનું ધામ કલ્પીને અને આમૅની ક્ષિતિજ એક પછી એક વિજય થતાં લંબાયે જ જાય છે તેનું દર્શન કરાવીને ‘ક્ષિતિજ’ નવલકથા રાજ્યસંસ્થા, સમાજસંસ્થા અને માનવજગતના તત્ત્વચિંતનમાં વાચકાને છૂટા મૂકે છે. કથા માત્ર ઇતિહાસના પુટ પામી છે, વસ્તુતઃ તે નિજસંસ્કૃતિનું ઘડતર કરી રહેલા આર્મીની કથા છે. કથા રસનિષ્પત્તિમાં સારા ટકાવ કરે છે.
‘કલિંગનું યુદ્ધ’ (સુશીલ) એ, ચક્રવર્તી મહારાજા ખારવેલના કલિંગ દેશ પર હલ્લા કરી અશાકે જે ભારે કતલ ચલાવી હતી તેનું દર્શન કરાવતાં વિક્રમ સંવત પૂર્વેના સેા વર્ષના સમયનું વાતાવરણ સર્જી આપે છે. અશોકને લેખકે વિકૃત સ્વરૂપમાં આલેખવાના યત્ન કરતાં તેની ધર્મપ્રચારદૃષ્ટિને સામ્રાજ્યવાદી જણાવી છે. હકીકતે નવલકથા ઇતિહાસને વફાદાર રહે છે, દિષ્ટમાં ભેદ છે.
‘તક્ષશીલાની રાજમાતા' (ઉછરંગરાય એઝા): સિકંદરે તક્ષશીલા વિદ્યાપીઠ પર કરેલી ચઢાઈ એ આ કથાનું વસ્તુ છે. વસ્તુ ઐતિહાસિક છે, પણ પાત્રાલેખન નબળું છે એટલે તે કાળનું વાતાવરણુ મૂર્તિમંત બનતું નથી. ‘ભારતી' (વાલજી દેસાઇ)એ મહાભારતની સંક્ષિપ્ત અને સારભૂત કથા છે.
‘સ્થૂલિભદ્ર’ (‘જયભિખ્ખુ’) એ જૈન પુરાણાંતર્ગત એક ધર્મકથાનું નવલસ્વરૂપ છે. કથામાંના જૈન પારિભાષિક તત્ત્વને અળગું કરીને કથાને સામાન્ય માનવતત્ત્વથી એતપ્રેાત બનાવવાની દૃષ્ટિ તેમાં તરી આવે છે. ‘મહર્ષિ મેતારજ’ એ એ જ લેખકની બીજી નવલકથા છે અને તે પણ જૈન પુરાણકથાનું નવીન શૈલી દ્વારા થયેલું નિરૂપણ છે. તેમાંનાં કેટલાંક પાત્રાનાં આલેખન પ્રથમ કથા કરતાં વધારે સુભગ થયાં છે. કવિતાની કક્ષાએ પહોંચતું રંગદર્શી આલેખન એ લેખકની શૈલીની વિશિષ્ટતા છે અને એ શૈલી જ્યાં સંયત રહે છે ત્યાં સરસ ઉડ્ડાવ આપે છે.
‘જીવનનું ઝેર' (હoવન સામૈયા)ઃ રામન સામ્રાજ્યમાંથી વસ્તુને શોધીને