Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પાંચ વર્ષનું સાહિત્ય-નવલકથા હોય છે, અને કોઈ કોઈ વાર તો લેખકોની ફાંટાબાજ કલ્પનાઓ પશ્ચિમની નવલકથાઓની દેખાદેખીથી વર્તમાન સંસારને વિમાર્ગે દોરતી હોય છે. જાતીય મનોવિજ્ઞાનની અધૂરી સમજ હેઠળ પશ્ચિમના કોયડાઓને સંસારમાં ઉતારવાના કેટલાક પ્રયોગો હિંદને જીવનને માટે અવાસ્તવિક લેખાય તેવા હોય છે, પરંતુ પરિણીત જીવનમાં ઊઠતાં ક્રાન્તિનાં મોજાંનું એ પણ એક સ્વરૂપ બની રહે છે એમ કહી શકાય. કેટલાક લેખકોના પ્રયોગદશાના નવલકથાલેખનના પ્રયાસોને બાદ કરીએ તો આ પ્રકારની નવલકથાઓને ફાલ મોળો લેખાય તેવો નથી અને કલાવિધાનમાં પણ ઉત્તરોત્તર વિકાસનું દર્શન કરાવે છે.
લગ્ન, પ્રેમ અને દાંપત્ય લગ્નઃ ધર્મ કે કરાર?” (સ્વ. ભોગીંદ્રરાવ દિવેટિયા): આ પ્રશ્નશીર્ષક નવલકથામાં લેખકે પ્રશ્નને જ છણવાની દૃષ્ટિએ પાત્ર યોજના અને ઘટનાપરંપરાને ગોઠવી છે એટલે તેનું કળાવિધાન નબળું છે; વિચારસરણી પણ અદ્યતન નથી. લેખકના જીવનસમયનાં યુવક-યુવતીઓનાં લગ્નવિષયક મંથનનું દર્શન કરાવીને તેમણે લગ્નને ધાર્મિક સંસ્કારનું ગૌરવ આપ્યું છે અને બીજા પણ કેટલાક સામાજિક કોયડા છણ્યા છે.
વેવિશાળ' (ઝવેરચંદ મેઘાણી)માં વાગ્દાન થયા પછી તે ફેક થતું નથી એવાં બંધનેવાળી ન્યાતનાં પાત્રોની આસપાસ કથાની ગૂંથણી કરવા. માં આવી છે. મુંબઈમાં જતા ગામડિયા વણિકો ત્યાંનું વાતાવરણથી ઘેરાયા પછી કેવું કૃત્રિમ, ભાવનાહીન અને મતલબી જીવન ગાળે છે, તથા ગામડામાં રહેલા એ જ ન્યાતના લોકો મુશ્કેલીમાં પણ પિતાની ટેકને ટકાવી રાખે છે તેનું સુરેખ દર્શન કરાવીને લેખક બેઉ પક્ષના સંસ્કારો વચ્ચેના
અંતરમાંથી કથાવસ્તુ નિપજાવે છે, અને ગામડામાં દાંપત્યજીવનના તેમ જ કુટુંબજીવનના જે અવશેષો રહેલા છે તે જ શાશ્વત છે, શહેરોમાં કૃત્રિમતા પેઠી છે, એ રસભરિત રીતે બતાવી આપે છે. બેઉ પ્રકારના જીવન વચ્ચેનું અંતર એ આજનો મહત્ત્વનો સાંસારિક-સામાજિક પ્રશ્ન છે, એમાં શંકા નથી.
પુત્રજન્મ” (ગુણવંતરાય આચાર્ય) માં વિશાળ ફેક નહિ કરવાની ટેકવાળાં માબાપ પ્રારંભમાં એક ભયંકર કજો નિપજાવે છે અને પછી ગુણવતી પત્ની અપંગ અને ગાંડા પતિને પિતાની પ્રેમભરી સારવારથી દેવ જેવો ડાહ્યો પુરુષ બનાવે છે એવી કથા આપીને આગળ જતાં એ પતિ-પત્ની વચ્ચે લેખક તૂટ પડાવીને એવો સિદ્ધાંત સ્થાપિત કરવા માગે છે કે પુરુષ પ્રતિ જે સ્ત્રીનો અસાધારણ સેવાભાવ ઉભરાય તે એ પુરુષની