________________
ડોમ્બી એન્ડ સન’ના મેનેજર જોન કાર્કરનું પાત્ર ખંધું અને લુખ્યું છે. તે પોતાના શેઠને દગો દે છે. પોતાના ભાઈ અને બહેનને પણ ધુત્કારે છે, અને દુનિયામાં કોઈની પણ પરવા તે કરતો નથી. તે છેવટે પોતાની નીચતાની પરાકાષ્ઠાએ પહોંચે છે, અને પોતાને ઉચિત કારમા અંતને પામે છે. એ પાત્ર દ્વારા ડિકન્સ માનવ જીવનમાં મળતાં બંધાઈ લુચ્ચાઈ, દગો વગેરેને તાદશ કરી આપે છે.
મેનેજર કાકરનો ભાઈ જેમ્સ અને બહેન હેરિયેટ જ્યારે પોતાના ભાઈ જૉનના મરણ પછી મિલકત મેળવે છે, ત્યારે પોતાના શેઠ ડોમ્બીને ખબર ન પડે તેમ સિફતભેર નાણુકીય મદદ કરે છે. મેનેજર કાકરને એ ભાઈ એક વખત પાપ કર્યા પછી પ્રાયશ્ચિત્ત કરી “સાધુ” –સદાચારી બનનાર માણસનો નમૂનો છે. અને પિતાના એ ભાઈની એ હડધૂત દશામાં તેને સાથ આપવા જતાં પોતાના જીવનને હોડમાં મૂકનાર હરિયેટ એ ભાઈબહેનના પ્રેમનું બીજું અનોખું ઉદાહરણ રજૂ કરે છે.
હરેક જમાનામાં બધા સમાજમાં આવાં પાવનકારી દશ્યો જોવામાં આવે છે. આવી રીતે સામાન્ય લેખાતાં પાત્રોને પણ માનવતાના ગુણોનું આલંબન આપી લેખકે પોતાની કલમનો આપણું હૃદય પર જાદુ કર્યો છે.
આ કથામાં રાણું વિકટોરિયાના વખતની સર્જરીને પણ લેખકે આછો ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો છે. કેપ્ટનને બનાવટી હાથ જેમાં ફર્ક અને આંકડો બેસાડી શકાય તેવો કેાઈએ બનાવી આપ્યો છે. ડોમ્બી જ્યારે ઘોડા પરથી પડી જાય છે અને તેને પાસેના પબ્લિક હાઉસમાં લઈ જવામાં આવે છે, ત્યારે ત્યાં આજુબાજુથી ડોકટરે આવી પહોંચે છે, જેમ રણમાં પડેલા ઊંટને ખાવા ગીધડાં ભેગાં થાય તેમ ! અને જુદા જુદા ડાકટરો કમાવાની દૃષ્ટિએ ખ્યાલ કરી કેાઈ ગામ તરફ તો કઈ સીમ તરફ ખેંચે છે. કેઈ કહે છે કે, કંમ્પાઉન્ડ ફ્રેકચર છે, કોઈ કહે નથી. આમાં લેખકે તે જમાનાની ડેટરી સેવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org