________________
१५ નથી તે તેને છેવટે સમજાય છે. ડે. એ. જે. શમન દાકતરી ધંધો છોડીને લેખક બનેલો, અને અઢળક ધન કમાયેલ. પણ છેવટે એ લખે છે, “મેં આ શું કર્યુ ? જો હું દાકતર જ રહ્યો હોત, તો કેઈનું પણ પણ કશુંક ભલું કરી શક્યો હોત; આ પૈસાથી હું શું કરી શકીશ? આ પૈસાથી હું શું કરીશ ?”
મિ. ડોમ્બીની દીકરી ફૉરન્સનું પાત્ર સજીને ડિકસે પિતાની કલાની અવધિ કરી છે, ધનિક બાપની દીકરી હોવાને વાંકે જ ત્યજાયેલ અને તરછોડાયેલ એ છ વર્ષની નાની ઉંમરે જ પોતાની માતા ગુમાવે છે. પિતા તો તેને લેખામાં લેતા જ નથી. પોતાના નાના ભાઈ ઉપર તે અનન્ય પ્રેમ અને વાત્સલ્ય ધરાવે છે. જ્યારે તે બીજાં નાનાં બાળકને પિતાનાં વહાલાં માબાપને ગળે વળગીને ગેલ અને આનંદ કરતાં જુએ છે, ત્યારે તે પોતે ગંભીરતાથી વિચારે છે કે, આ બધાં બાળકો પાસેથી હું શું શીખું કે જેથી હું પણ મારા પિતાને પ્રેમ સંપાદન કરી શકું ? પોતાની નવી મા એડિથ ઉપર પોતાના પિતા ખુશ છે એમ માની, તેની પાસેથી પણ પોતાને પિતાનો પ્રેમ શી રીતે જીતી શકાય એ કળા શીખવા માટે જ તે એને વળગતી જાય છે !
જે દિવસે તેની ઓરમાન મા ભાગી જાય છે, તે જ દિવસે તેનો બાપ તેને પણ એની સંતલસમાં રહેલી ગણી, લાફે મારી ઘરમાંથી કાઢી મૂકે છે. દુનિયાના કોઈ પણ સમાજમાં દીકરી પોતાના બાપને કે ભાઈને ઘેર જવા માટે આમંત્રણની અપેક્ષા રાખતી નથી. તે સ્વાભાવિક રીતે જ માબાપ કે ભાઈને ઘેર જવા તલસે છે. દક્ષને ત્યાં પાર્વતી યજ્ઞ વખતે વગર બેલાચે જાય છે. એવો સ્વભાવ
અને નિર્દોષ પ્રેમ દીકરી માબાપ પ્રત્યે ધરાવે છે. આ સંસારમાં ભાઈ બહેનનો પ્રેમ તદ્દન નિર્દોષ અલૌકિક અને ઉત્તમ પ્રકારનો છે. તે ફૉરન્સના પાત્રમાં ચરિતાર્થ થાય છે. આ પાત્ર સજીને લેખકે કમાલ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org