________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮).
ચોસઠ પ્રકારી પૂજા-સાથે
અર્થાત્ ચારિત્ર લીધું. ૩. પછી ગુણઠાણે ચઢતાં (ક્ષયકણિ માંડીને) બારમે ગુણઠાણે ગયા, ત્યાં જ્ઞાનાવરણીય વિગેરે ચાર ઘાતીકમ ખપાવી કેવળજ્ઞાની થયા અને પ્રાંતે (ચાર અઘાતી કર્મ ખપાવી) મેક્ષે ગયા. અમે પણ તે પ્રમાણે જ કરવા ઈચ્છીએ છીએ. ૪ સ્વામીની સેવા કરવાથી સેવક પણ સ્વામીપણાને પામે છે, તે પ્રમાણે અમે પણ સાલંબન નિરાલંબનપણે ધર્મારાધન કરી સર્વ કર્મને ઉછેદ કરી તે પ્રમાણે બનાવ બનાવશું એટલે મુક્તિ પામશું. ૫. જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેડીકેડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ અંતમુંદૂત્તની છે. કમબંધ ચાર પ્રકારનું હોય છે–પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ ને પ્રદેશબંધ–તેનાથી અમે ચેતતા રહેશું. ૬. જ્ઞાનાવરણીય કમીને બંધ સૂમસં૫રાય નામના દશમ ગુણઠાણુથી અટકે છે અને ઉદય, ઉદીરણ તથા સત્તા ક્ષીણમેહ નામના બારમે ગુણઠાણે વિરછેદ પામે છે. તેના સ્વામી સ્નાતક નિગ્રંથ ભાવજ્ઞાનના મિષે જ્ઞાનના પડળરૂપ મળથી રહિત થાય છે અર્થાત્ જ્ઞાનાવરણીય કર્મના મળને દૂર કરે છે. ૭. અમે પણ એ જ પ્રમાણે સ્નાતક થઈને સવગે ભાવ સ્નાન કરીને શુદ્ધ થઈ નિવૃત્તિરૂપ સાહેલી(સબી)ની સાથે રંગ કરશું-આનંદ કરશું અને શ્રી શુભવીરના સંગમાં સહજાનંદવાળા ઘરમાં (મેક્ષમહેલમાં ) આનંદથી રમશું. કર્તાએ આમાં પિતાનું નામ સૂચવ્યું છે અને તમે સહજાનંદ સુખમાં રમે” એવી આશિષ પણ આપી છે. શુભવીરના સંગમાં એટલે શુભ એટલે કલ્યાણકારી એવા વીર પરમાત્માના સંગમાં--તેમના ધ્યાનમાં આનંદ કરશું એમ સમજવું. ૮.
* જ્યાં સુધી આલંબનની આવશ્યક્તા હોય ત્યાં સુધી જિનપ્રતિમા દિકના આલંબનથી અને જયારે આલંબનની આવશ્યક્તા ન હોય ત્યારે આલંબન રહિત આરાધન થઈ શકે છે.
For Private and Personal Use Only