________________
રેખા રાખવી) અને વચ્ચે ભાગ છ રહ્યા તે ગભારે દેવસ્થાનને રાખ. ૧૯ પ્રાસાદની અંદરના ગભારાથી બેઠી પ્રતિમાનું માન.
गर्भगेह त्रिभागेन ज्येष्टाचर्चा कथिताबुधैः मध्यमाच दशांशोना पंचांशोना कनीयसी ॥२०॥
અર્થ -પ્રાસાદની અંદર ગભારામાં ત્રણ ભાગ કરવા, તેમાંના ભાગ એકની પ્રતિમા કરવી તે જેષ્ટમાન ગણાય. અને જેક્ટમાનમાંથી દશમે ભાગ હીન કરીએ તે મધ્યમાનની પ્રતિમા થાય અને જેટમાનમાંથી પાંચમે ભાગ હીન કરીએ તો કનિષ્ટમાનની પ્રતિમા કહેવાય. ૨૦
ઉભી પ્રતિમાનું માન. सप्तांशे गर्भगेहेतु द्वौभागौ परिवर्जयेत् ॥ पंचभागो भवेदेवं शयन स्व सुखावह ॥२१॥
અર્થ – પ્રારસાદના ગભારામાં સાત ભાગ કરવા, તેમાંથી બે ભાગ ત્યાગ કરવા અને પાંચ ભાગની મુતિનું માપ રાખવું. આ માપ સુતેલી મુર્તિને માટે સારામાં સારું છે. ૨૧
સોંહાસનનું પ્રમાણ त्रीभागे भाजीतेद्वारे द्विभागेच प्रकिर्तीता ॥ भागमेकं भवेत्पीठं कनिष्टा मध्यमोत्तमा ॥२२॥
અર્થ -દ્વારની ઉચાઈમાં ત્રણ ભાગ કરવા તેના અંદરના એક ભાગનું સીંહાસન કરવું, તે મધ્યમાન જાણવું. અને દ્વારની ઉંચાઇમાં બે ભાગ કરવા તેની અંદરનું એક
"Aho Shrutgyanam