________________
અર્થ-દ્વારની ઉંચાઈના ભાગ આઠ કરવા. તેની અંદરને એક ભાગ ત્યજી દે, બાકી ભાગ સાત રહ્યા તેમાં ત્રણ ભાગ કરવા, તે ત્રણ ભાગમાંથી બે ભાગની પ્રતિમા કરવી. ૧૭
બીજું માન. द्वारंविभज्यनवधा भागमेकं परित्यजेत् ॥ अष्टभागं त्रीधाकृत्वा द्विभागं प्रतिमाभवेत् ॥१७॥
અર્થ-દ્વારની ઉંચાઇના ભાગ નવ કરવા, તેની અંદરને એક ભાગ તજ, બાકી ભાગ આઠ રહ્યા. તે : આઠ ભાગનાં ત્રણ ભાગ કરવા, તે ત્રણ ભાગમાંથી બે ભાગની પ્રતિમા કરવી. ૧૭
उर्धाचा प्रथमामोक्ता आसनस्याद्वितीयका ॥ प्रोक्ताद्वार मानेन साचश्रेष्टा प्रकिर्तीता ॥१८॥
અ –ઉભી પ્રતિમા પ્રથમ અને આસન ઉપર બેઠેલી પ્રતિમા બીજા નંબરે ગણાય છે તેમજ પ્રતિમા દ્વારના માનથી બનાવાય તે શ્રેષ્ઠ ગણાય છે. ૧૮
પ્રાસાદને ગભારે તથા રેખા (ભીતી.) चतुरश्रीकृते क्षेत्रे दशधाप्रतिभाजीते ॥ चतुर्भागे भवेभिति शेषं गर्भगृहं स्मृतं ॥१९॥
અર્થ:–ચારે ખુણે સમરસ જમીનમાં દશ ભાગ કરવા, તેની અંદરના ચાર ભાગની રેખા (બબ્બે ભાગની ભીંતે એટલે બે બાજુની દીવાલે મલીને ચાર ભાગની
"Aho Shrutgyanam"