________________
૧૭૭ અર્થ - પ્રવરીદેવી ઉર્ફે ચડાદેવી નામની ચક્ષણ. તેને વર્ણ કાળો બનાવ. ચાર ભુજાવાળી તેમજ જમણી બાજુના એક હાથમાં વરદ, બીજા હાથમાં શક્તિ અને ડાબી બાજુના એક હાથમાં પુષ્પ, બીજા હાથમાં ગદા આ પ્રમાણે ચાર હાથમાં ચાર સાધન આપવાં તેમજ ઘેડાના વાહન ઉપર સ્વારી કરાવવી. આવી રીતે શ્રી વાસુપુજ્ય ભગવાનની ડાબી બાજુ પ્રવરા નામની ઉર્ફે ચંડા નામની ચક્ષણની મૂર્તિ બનાવવી. ૪૧૮
श्री विमलस्यषणमुखोयक्ष श्वेतवर्णशिखिवाहनो द्वादशभुजफलक चक्रवाणखड्ग पाशकाक्षसूत्रयुक्त दक्षिणपाणिशट्को नकुलचक्र धनुःफलकांकुश अभययुक्त वामपाणि षट्कश्च ॥४१९॥
અર્થ -શણમુખ નામને યક્ષ –તેને વણુ કત, અને ભુજાએ બાર બનાવવી. તેમજ જમણી તરફની છ ભુજાએમાં શસ્ત્રો આપવાં. તેમાં એક હાથમાં ફલક, બીજા હાથમાં ચક, ત્રીજા હાથમાં બાણ, ચોથા હાથમાં ખડગ, પાંચમા હાથમાં પાશ, છઠા હાથમાં અક્ષમાળા અને ડાબી બાજુના છ હાથમાં શસ્ત્રો આપવાં. તેમાં એક હાથમાં નકુલ, બીજા હાથમાં ચક્ર, ત્રીજા હાથમાં ધનુષ્ય, ચેથા હાથમાં ફલક, પાંચમા હાથમાં અંકુશ અને છઠા હાથમાં અભય (મુદ્રા) આ પ્રમાણે બારે ભુજાઓમાં બા૨ શસ્ત્રો આપવાં તેમજ મયુરની સ્વારી ઉપર આરૂઢ થએલ આ પ્રમાણે શણમુખ નામના ચક્ષની મૂતિ વીમલનાથ ભગવાનની જમણી બાજુ બનાવવી. ૪૧૯ ૧૨
"Aho Shrutgyanam