________________
૧૮૩
આપવાં તેમજ શંખના વાહન ઉપર સ્વારી કરાવવી. આ પ્રમાણે અરનાથ ભગવાનના જમણી બાજુમાં યક્ષેન્દ્રનામના યક્ષની મૂર્તિ બનાવવી. ૪૨૯
श्रीअरजीनस्य धारणिदेवी नीलवर्णा पद्मासना चतुर्भुजा मातुलींगोत्पलयुक्त दक्षिणपाणिद्वया पद्माक्षसूत्रान्वित वामपाणिद्वयाच ॥४३०॥
અર્થ –ધારણુદેવી નામની યક્ષણી–તેમાં તેને વણું લીલું બનાવવું. ચાર ભુજાઓ વાળી તેમાં જમણી બાજુના એક હાથમાં બીરૂ, બીજા હાથમાં ફળ અને ડાબી બાજુના એક હાથમાં કમળ, બીજા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે ચારે ભુજાઓમાં ચાર સાધનથી યુકત અને કમળના આસનથી શોભાયમાન શ્રી અરનાથ ભગ વાનની ડાબી બાજુમાં ધારણુદેવી નામની યક્ષણની મૂતિ બનાવવી. ૪૩૦
श्रीमल्लिजीनस्य कुबेरोयक्षः चतुर्मुखन्द्रायुध वर्णोगज वाहनो अष्टभुजोवरद परषुशूलभययुक्त दक्षिणपाणिचतुष्टयो बीजपुरकशक्तिमुद्राक्षसूत्र युक्तवामपाणिचतुष्टयश्च अन्येकुबरस्थाने कुबेरमाहुः॥४३॥
અર્થ -કુબેર નામને યક્ષ-ઈન્દ્રના સરખા વર્ષથી શોભાયમાન તેમજ આઠ ભુજાવાળા તેમાં જમણી બાજુના એક હાથમાં વરદ, બીજા હાથમાં પરશુ, ત્રીજા હાથમાં ત્રીશુલ, ચેથા હાથમાં અભય અને ડાબી બાજુના ચાર હાથ તેમાં એક હાથમાં બીરૂ, બીજા હાથમાં શક્તિ,
"Aho Shrutgyanam