________________
૧૮૫
અર્થ –વરૂણ નામને યક્ષ –તેને વર્ણ કાળા રંગને સુંદર ચાર મુખથી શોભાયમાન, ત્રણ નેત્રથી સુંદર અને જટાને મુગટથી દેદીપ્યમાન તેમજ જમણી બાજુના ચાર હાથમાં શસ્ત્ર તેમાં એક હાથમાં બીજેરૂ, બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં બાણ અને ચોથા હાથમાં શક્તિ, ડાબી બાજુના ચાર હાથ તેમાં એક હાથમાં ચાર કમળ, બીજા હાથમાં નકુલ, ત્રીજા હાથમાં ધનુષ્ય અને ચેથા હોથમાં પરશી, આ પ્રમાણે આડે હાથમાં આઠ આયુધ આપવા. તેમજ પિઠીઆના વાહન ઉપર બીરાજમાન થયેલ એવા શ્રી મુનિસુવ્રત ભગવાનની જમણી બાજુમાં વરૂણ નામના યક્ષની મૂર્તિ બનાવવી. ૪૩૩
श्रीमुनिसुव्रतस्याच्छुप्तादेवी मतान्तरेनरदत्ताकनकरुचिः भद्रासनारुढा चतुर्भुजावरदाक्षसूत्रयुक्तदक्षिणभुजाद्वया ॥ बीजपुरक शूलयुक्त वामकरद्वयाच ॥ ४३४ ॥
અર્થ-અછુપ્તાદેવી ઉર્ફે નરદત્તાદેવી નામની ચક્ષણઃ-તેને રંગ સેનાને જે રમણીય બનાવ અને ચાર ભુજાઓથી શોભાયમાન તેમાં જમણી બાજુના બે હાથ તેમાં એક હાથમાં વરદ, બીજા હાથમાં અક્ષમાળા અને ડાબી બાજુના બે હાથ તેમાં એક હાથમાં બીજોરૂ, બીજા હાથમાં ત્રીશુલ આ પ્રમાણે ચાર ભુજાઓમાં ચાર રાા આપવાં અને ભદ્રાસન ઉપર આરૂઢ થએલ આવી રીતે શ્રી મુનિસુવ્રત ભગવાનની ડાબી બાજુમાં અછુતાદેવી ઉફે નરદત્તાદેવી નામની ચલણની મૂર્તિ બનાવવી. ૪૩૪
"Aho Shrutgyanam