________________
૨૦૪ पुस्तकं वामहस्तोघे दक्षणे कबींचारत्य ॥ ज्ञानदं मोक्षदं चैव विश्वरं सृष्टीकारकम् ॥४९०॥ तिष्टं ततं विनोदेन कौतुहल अनेकधा । विश्ववत् विश्वकर्मा चतुष्टास्यादेववके ॥४९१॥ भुर्भुवः स्वः भूवांनश्च भुवनदेवाश्च विश्वकर्ता ॥ पुनराचार्य मामक्ष प्रभाकेत्व सुनंदनम् ॥४९२॥
અર્થ –તે ભુવનમાં સુંદર આશન ઉપર સફેદ દુધ જેવી રેસમની ચાદર આછાદિત કરેલી છે. તે ઉપર દરેક વેદ અને શાસ્ત્રાને તેમજ વેદના અંગોને જાણનાર મહાન દીવ્યમૂર્તી પરમાત્મા સ્વરૂપ તે આસન ઉપર વિશ્વકર્મા બીરાજમાન થએલ છે. ૪૮૭
સર્વ જ્ઞાનથી યુક્ત તે સભામાં મુખ્ય સર્વજ્ઞ અને ચાર ભુજાથી યુક્ત તપેલા સોનાની સમાન બ્રહ્મતેજથી સર્વમાં નારાયણ રૂપ રહેલા છે. ૪૮૮
સેનાના કુંડલ ધારણ કરેલા છે તેથી જેની શોભા ઘણીજ સુંદર દેખાય છે અથવા શુદ્ધ સેનાના કુંડલની શેભા જેવી શુભા વાળા. ત્રીજું નેત્ર જેને લલાટમાં છે અને ચંદ્ર રૂપી શીખર તેમને છે એવા ડાબા હાથમાં અક્ષસૂત્ર જેમણે ધારણ કરેલ છે અને જમણા હાથમાં કમંડલ છે એવા. ૪૮૯
બીજા બે ઉપલા હાથ છે તેમાં જમણા હાથમાં પુસ્તક અને ડાબા હાથમાં સુંદર ગજ ધારણ કરનાર, જ્ઞાનને આપનાર, મેક્ષને આપનાર, સૃષ્ટીને કરનાર એવા ઈશ્વર એટલે વિશ્વકમાં છે. ૪૯૦
"Aho Shrutgyanam