________________
स्यापोंस्यागं गश्च हेमकान्ति देवलस्तथा ॥ शिखि स्वजन कान्तिश्च शिवात्मा चन्द्रशेखर ॥४६७॥ जयोविजय माख्याता सिद्धार्थे अपराजीत ।। अष्टाशिनी समाख्याता रुषय ब्रह्मतेजसा ॥४६८॥ अधशीर्षों द्विपादश्च वर्षाणांश संख्यथा ॥ रुष्टा तुष्टातु सर्वेषु ज्ञान ध्यान परायणा ॥४६९॥ केचीत् कंद फलाहारा पंचगव्योपजिवीता ॥ केचीत अग्घास सास्छा केचीन क्षेत्र भोजना ॥४७०॥
અર્થ -સુંદર કાન્તિવાળા અને મૃદુલ સ્વભાવવાળા દેવલરૂશી અને કલ્યાણમૂતિ જેને લલાટમાં ચંદ્ર શેભાયમાન છે એવા મહાદેવ પણ તે વનમાં રહે છે. ૪૬૭
વિજય એવા નામવાળા તેમજ શાસ્ત્રોના કાર્યમાં અને સિદ્ધીઓમાં કેઈથી પરાભવ પમાડી શકાય નહિ તેવા અઠયાશી હજાર રૂષીઓ રહે છે; તે મહાન પ્રતાપી રૂષી મહાત્માઓના પ્રભાવથી આ વન રોભાયમાન હતું. ૪૬૮
કેટલાક રૂષીઓ ઉંધે માથે તપ કરતા હતા જેની સંખ્યા સે ગણી હતી તેમજ કેટલા રૂષ્ટપુષ્ટ થઈને પરમાત્માના ધ્યાનમાં પરાયણ હતા. કેટલાક મહાન પુરૂષ પરમાત્માના સ્વરૂપની પરાકાષ્ટાને પ્રાપ્ત થએલા હતા.૪૬૯
તેમાં કેટલાક મહાત્માઓ ફળફુલ, કંદમૂળને જ આહાર કરીને રહેતા હતા. કેટલાક તે ખાધા વિનાના એકજ આસન પર બેસી રહેતા હતા અને કેટલાક તે એકજ વખત ભજન કરીને રહેતા હતા. ૪૭૦
"Aho Shrutgyanam