________________
૧૦૫
પ્રમાણે જમણી બાજુના ઇશ હાથમાં દશ આયુદ્ધ આપવા અને ડાબી બાજુના દશ હાથમાં શું આપવું તેનું વર્ણન એક હાથમાં પતાકા, બીજા હાથમાં દંડ, ત્રીજા હાથમાં પાશ, ચોથા હાથમાં ગદા, પાંચમા હાથમાં કમળ
श्रृंगीमुशलमक्ष चक्रमात् स्युवामबाहुषु ।। हस्तापाद् योगमुद्रा वैनत्यो परिस्थितः ॥२४८॥
અર્થ-છઠા હાથમાં સારંગી, સાતમા હાથમાં મુશળ, આઠમા હાથમાં અક્ષમાળા, નવમા હાથમાં ખેટક અને દશમા હાથમાં કમંડલ, આ પ્રમાણે ડાબી બાજુના દશે હાથમાં આ યુદ્વથી યુક્ત બનાવવા તેમજ ચેગમુદ્રાથી ગરૂડ ઉપર સ્વારી કરાવવી; આ પ્રમાણે વિશ્વરૂપ ભગવાનની મૂર્તિ બનાવવી. क्रमातूनरनरसिंह स्त्रीधारामुखवतमुवैः ॥२४९॥
અર્થ -વિશ્વરૂપ ભગવાનના શરીરને આકાર આગલે ભાગ પુરુષના આકારને તેમજ પાછળનો ભાગ સ્ત્રીના આકારને અને જમણી તરફને ભાગ નરસિંહને તેમજ ડાબી તરફનો ભાગ વારાહ જેવું બનાવો. આ પ્રમાણે શાસ્ત્રની રીતીથી યુક્ત વિશ્વરૂપ ભગવાનની મૂર્તિ બનાવવાથી દરેક પ્રકારે સુખ અને શાન્તિ મળે છે.
શ્રી અનંત ભગવાનની મૂર્તિ अनंतोअनंतरुपस्तु हस्तैदशभिर्युतः ॥ अनंतशक्तिसंपन्नौ गरुडस्यचतुर्मुखम् ॥२५०॥
અર્થ-અનંત ભગવાનની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. બાર હાથવાળા, અત્યંત સ્વરૂપવાળા, મહાન શક્તિથી યુક્ત, ચાર મુખવાળા અને ગરૂડની સ્વારીથી સુશોભીત અનંત ભગવાનની મૂતિ અલૌકીક બનાવવી.
"Aho Shrutgyanam"