________________
૮૪
માં આવે છે અને આવા આકારનું નાક ભમરની એક સીધી લીટી જેવું દેખાય છે.
ચિત્ર ૧૯-૨૦ મુ:-પેાપટની ચાંચના જેવું નાક. ખાસ લડાયક દેવા અને દેવીઓનું તેમજ મનુષ્યમાં શુરવીરા અને શક્તિ જેવી સ્ત્રીઓનું નાક આવા આકારનું બનાવવું. આ જાતનું નાક ભ્રમરના ખુણા સુધી છે અને નશકેરૂ ન, ૨૦ ના આકાર જેવું મતાવેલ છે.
ચિત્ર ૨૧-૨૨ મું-હાઠ સુંવાળા રંગે લાલ અને નિચલા હોઠ ખીમા નામના ફૂલ જેવા ખતાન્યેા છે. ખલી અથવા મધુ જીલા નામના ફૂલના જેવા બન્ને હાઠ અતાવ્યા છે,
A
ચિત્ર ૨૩ મુ:-આ ચિત્રથી ગળું શંખના આકારનુ બતાવ્યુ છે, કારણ કે શંખને મથાળે જેવી રીતે ઘેડા પડતી કરચલીઓ છે, તેવી રીતે ગળાને પણ કરચલીએ પડેલી છે. આ ઉપરાંત ગળુ અવાજનું ખાસ ઠેકાણું છે, તેવીજ રીતે શંખમાંથી પણ કુદરતી અવાજ નિકળે છે, તેથી શખને ગળા સાથે ખાસ મળતું બતાવ્યુ છે.
ચિત્ર ૨૪ મું:-દાઢી કેરીના ગોટલાના આકારની છે. દાઢી ખાસ કેરીના ગોટલાને મળતી હાતી નથી પણ જેવી રીતે ભ્રમરા, નશકેરા, આંખ અને હોઠના માપમાં નાની કે મેટી હાય છે તેવીજ રીતે એક અમુક ફળના ગોટલાની સાથે મળતી છે, જ્યારે બીજી મૂર્તિઓમાં ફૂલના, માછલીના, પાંદડાના આકારની હોય છે, કાન પણ આપણા ચહેરાના અંદરના ભાગ ગણાય છે, તેથી તેને ચહેરા સાથે અમુક અધએસ્તાપણું હોય છે.
"Aho Shrutgyanam"