________________
આ ત્રિભંગાને મળતી દેવીની મૂર્તિનાં માથાં જમણી બાજુ (મૂર્તિ બનાવનારની ડાબી બાજુએ) હોય છે, અને દેવની મૂર્તિઓનાં માથાં એક બીજાની તરફ નમેલાં દેખાય છે. તેવી જ રીતે જ્યારે કોઈ પુરુષની અને સ્ત્રીની મૃતિ એકજ જોડમાં બનાવવી હોય ત્યારે સ્ત્રીની મૂર્તિ પુરૂષની ડાબી બાજુ બનાવવી.
વિષ્ણુની, સૂર્યની તથા બીજા દેવની મૂતિઓ સમભાગા અને ત્રિભંગા એવી બે જાતની બનાવાય છે. અને શક્તિની તથા બીજા દેવોને મુખ્ય મૂર્તિની તરફ માથાની એક બાજુ સાથે બે પુરુષ અને એક સ્ત્રી મળીને ત્રિભંગા મૂતિ બનાવી શકાય છે. ત્રિભંગા મૂર્તિનું માથુ અને પેડુ મધ્ય સીધી લીટીથી ત્રણ માત્રા (ત્રણ આંગળ) જમણી અને ડાબી બાજુ નમેલા બતાવાય છે. પુરુષની સાથે સ્ત્રીની મૂતિ કરવી હોય તો પુરુષ કરતાં સ્ત્રીની મૂર્તિ ત્રણ માત્રા (ત્રણ આંગળ) નાની કરવી.
અતિભંગાર—એ એક જાતની મૂર્તિ છે. જેવી રીતે ત્રિભંગાની કેડ બતાવી છે તેવી જ રીતે અતિભંગાની કેડ બતાવાય છે. પેડુથી શરીરને ઉપલો ભાગ (પેડુથી શીખા સુધીને ભાગ) અને નીચલા ભાગ (પેડુથી પાની સુધી) પવનના તેફાનથી વળેલા ઝાડની પેઠે જમણી અને ડાબી બાજુ, પાછળ તેમજ આગળ વળેલું બતાવાય છે. આવી મૂર્તિએ દેવોની અને અસુરની લડાઈમાં શિવની તથા ભયંકર દેવદેવીઓની બતાવેલી છે.
"Aho Shrutgyanam