________________
અને ચાર ગજના પ્રાસાદથી દશ ગજના પ્રાસાદ સુધી ગજે બે આંગળની વૃદ્ધિ કરવી. દશ ગજના પ્રાસાદથી પચાસ ગજના પ્રાસાદ સુધી, ગજે એક આંગળની વૃદ્ધિ કરવી; તે મધ્યમાન જાણવું અને મધ્યમાનામાં દશમે ભાગ ઉમેરીએ તે જેષ્ટમાન થાય. તેમજ મધ્યમાનમાંથી દશમે ભાગ ઘટાવએ તે કનિષ્ટમાન થાય. ૧૩
બેઠી પ્રતિમાનું માન, हस्तांतेर्वेद हस्तांते षडवृद्धिस्यात् शडांगुलीत् ॥ तदूर्धदशहस्तांता अंगुलावृद्धि रिष्यते ॥१४॥
અર્થ - એક ગજના પ્રાસાદથી ચાર ગજના પ્રાસાદ સુધી ગજે છ આંગળની વૃદ્ધિ કરવી અને ચાર ગજથી દશ ગજના પ્રાસાદ માટે ગજે એક આંગળની વૃદ્ધિ કરવી. ૧૪
एकांगुला भवेत् वृद्धि र्यावत् पंचांशहस्तकं ।। विशन्म शां अधिकाज्येष्टा विषत्मोना कनीयसि ॥१५॥
દશ ગજના પ્રાસાદથી પચાસ ગજના પ્રાસાદ માટે ગજે એક આંગળની વૃદ્ધિ કરવી તે મધ્યમાન જાણવું. અને મધ્યમાનમાં વીસમે ભાગ ઉમેરીએ તે જેષ્ટમાન થાય. અને મધ્યમાનમાંથી વિસ ભાગ છે કરીએ તે તે કનિષ્ટમાન જાણવું. ૧૫.
દ્વારમાનથી પ્રતિમાનું પ્રમાણ द्वारो श्रयोष्टधाकार्या भागमेकं परित्यजेत् ॥ सप्तभागं त्रीधोकृत्वा द्विभागं प्रतिमाभवेत् ॥१६॥
"Aho Shrutgyanam