________________
નથી. વળી તે અમૂર્ત હોવાથી નિત્ય છે, પરંતુ આમ હોવા છતાં અજ્ઞાનવશાત્ તે કર્મબંધનોથી બંધાયેલો છે અને બંધન એ જ આ સંસારનો હેતુ છે.
સાંખ્યદર્શન તેને ફૂટસ્થ નિત્ય માને છે. જ્યારે બૌદ્ધદર્શન એકાંત અનિત્ય માને છે. આ બન્ને સિદ્ધાંતો વિચારતાં અપૂર્ણ ભાસશે. કારણ કે જો એકાંત કૂટસ્થ નિત્ય હોય તો તેનું પરિણમન થઇ શકે નહિ. પરિણમન ન હોય તો બંધન પણ ન હોય અને બંધન ન હોય તો મુક્ત, નિર્વાણ કે મોક્ષનો પ્રયત્ન પણ હોઇ શકે નહિ.
જ્યારે આપણને તો ક્ષણે ક્ષણે દુઃખનું સંવેદન થાય છે, શરીરના સારા માઠા દરેક પ્રસંગે આત્મા શુભાશુભ ભાવો અનુભવે છે. તેથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આત્મા પોતે નિત્ય હોવા છતાં કર્મબંધનથી બંધાયેલો છે.
વળી જો આત્મા કેવળ અનિત્ય હોય તો પાપ, પુણ્ય, સુખ, દુઃખ એ કંઇ સંભવે જ નહિ. વળી જે આત્મા કર્મબંધન કરે તે જ નાશ પામે તો પછી તે કર્મનું પરિણામ કોણ ભોગવે ? એમ પરસ્પર અસંબદ્ધતા જણાય છે. આથી જ જૈનદર્શન તેને પરિણામી નિત્ય માને છે.
વિશ્વનું અનાદિત્વ ઃ આ જગત ઇશ્વરે બનાવ્યું નથી. આખું વિશ્વ અનાદિ છે.
કેટલાંક દર્શનો માને છે કે દરેક કાર્યનું કંઇક ને કંઇક કારણ હોય જ છે. જેમ કે ઘડા રૂપ કાર્યનો કરનાર કુંભાર તેમ નાના મોટા દરેક કાર્યનો કર્તા કે પ્રેક કોઇ ને કોઇ અવશ્ય છે. તે જ રીતે આ જગતનો કર્તા પણ કોઇ ને કોઇ હોવો જ જોઇએ. અને તેને જ તે ઇશ્વર કિંવા કોઇ શક્તિરૂપ કલ્પે છે.
આમ સ્વીકારતાં નીચેના પ્રશ્નો ઉદ્ભવે છે.
(૧) જો બધા કાર્યનો સંચાલક ઇશ્વર માનીએ તો જીવોને સુખદુઃખ આપવામાં તેની સારી માઠી અસર અને ઇચ્છાનું આરોપણ થાય છે; કારણ કે જગતમાં એવો નિયમ છે કે ઇચ્છા વિના પ્રવૃત્તિ થઇ શકે નહિ અને એવી ઇચ્છા થવી તેને રાગ અને દ્વેષ કહેવાય છે. જે આત્મા રાગ અને દ્વેષથી કલુષિત હોય તે ઇશ્વર કે સર્વજ્ઞ શી રીતે હોઇ શકે?
Jain Education International
ઉત્તરાધ્યયન ઇ ૧૮
For Private & Personal Use Only
www.jainelibrary.org