________________
-
-
-
બને સાહિત્યમાં બહોળે અંશે ભાષાની સમાનતા તેમને લાગી.
(૨) કેટલાક પારિભાષિક શબ્દોની સમાનતા : જેમકે, જિન, | અર્વત, સર્વાજ્ઞ, સિદ્ધ, બુદ્ધ, સંબુદ્ધ, પરિનિવૃત્ત, મુક્ત વગેરે સમાન હોવાથી.
(૩) ગત તીર્થકરોની સમવર્તી ગુણપૂજા. (૪) અહિંસા વગેરે કેટલાક સિદ્ધાંતોની સ્થળ સમાનતા.
પરંતુ આ ચારેની પૃથકતા જૈન સૂત્રની પ્રસ્તાવનામાં ડૉ. હર્મન જેકોબીએ કરી વેદ તથા બૌદ્ધધર્મના સિદ્ધાંતો કરતાં જૈનધર્મના ઘણા સિદ્ધાંતો સાવ ભિન્ન અને તે બન્ને કરતાં ઘણી વિશેષતાઓ દર્શાવતાં તેણે સચોટ પ્રમાણપૂર્વક પુરવાર કર્યા છે.
જૈન ધર્મનો પ્રચાર : આ સ્થળે એક સંદેહ થશે કે જૈનધર્મના વિશ્વવ્યાપી સિદ્ધાંતો હોવા છતાં તેનો પ્રચાર હિંદ સિવાય ઈતર દેશોમાં બૌદ્ધધર્મના પ્રચારની જેમ કેમ થવા ન પામ્યો ? તેનાં ઘણાં કારણો છે. તેમાંનાં આ પણ હોઇ શકે : (૧) ભગવાન મહાવીરે ભગવાન પાર્શ્વનાથની પરંપરા કરતાં ઘણાં કડક વિધિવિધાનો સ્થાપ્યાં હતાં અને તેથી જૈનધર્મનો મુખ્ય પ્રચારક શ્રમણ વર્ગ હિંદ બહાર જઈ શક્યો ન હતો અને (૨) પ્રચાર કરવા કરતાં ધર્મની નક્કરતા પર તે વખતની જૈન સંસ્કૃતિનું વિશેષ લક્ષ્ય હોવું જોઇએ.
આટલું પ્રસંગોચિત કહ્યા પછી ઉત્તરાધ્યયનની વિશેષતા પર આવીએ.
જૈનધર્મના વિશિષ્ટ સિદ્ધાંતો આત્માનું નિત્યત્વ : આત્માને પરિણામી નિત્ય માનવો, અર્થાત્ એકાંત કૂટસ્થ-નિત્ય કે કેવળ અનિત્ય નહિ.
આત્મા એ અખંડ નિત્ય હોવા છતાં કર્મવશાત્ તેનું પરિણમન થાય છે. કહ્યું છે કે:
नो इंदियगेज्झो अमुत्तभावा ।
अमुत्तभावा वि अ होइ निच्चो । अज्झत्थहेडं निययस्स बंधा ।।
संसारहेडं च वयंति बंधं ॥ આત્મા અમૂર્ત હોવાથી બહિરિન્દ્રિયોથી પ્રત્યક્ષ થઈ શકતો
ઉત્તરાધ્યયન [ ૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org