Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Saubhagyachandra
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ પૂર્વકાલીન ભારત-ધાર્મિક યુગ ઃ ભગવાન મહાવીરનો યુગ એ ધાર્મિક યુગ તરીકે ગણાય. તે યુગમાં ત્રણ ધર્મો મુખ્ય હતા. જેને અનુક્રમે વેદ, જૈન અને બૌદ્ધ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. તે સમયે વેદ અને જૈન એ બન્ને પ્રાચીન હતા, અને બૌદ્ધદર્શન અર્વાચીન હતું. એક સ્થળે ડૉ. હર્મન જેકોબી આચારાંગ સૂત્રની પ્રસ્તાવનામાં લખે છે : 2 It is now admitted by all that Nataputta (Gnatriputra), who is commonly called Mahavira or Vardhamana, was a contemporary of Buddha; and that the Niganthas (Nirgranths) now better known under the name of Jains of Arhatas, already existed as an important sect at the time when the Buddhist Church was being founded. ” શ્રમણ ભગવંત મહાવીર પ્રભુને નામે ઓળખાતા જ્ઞાતપુત્ર વર્ધમાન સ્વામી, જે વખતે બુદ્ધ વિચરતા હતા તે વખતે જ તેમના સમકાલીન તરીકે વિદ્યમાન હતા. અને જે વખતે બૌદ્ધ ધર્મ હજી સ્થપાતો હતો તે વખતે જૈનો અથવા અહિતના નામે ઓળખાતા નિગ્રંથો એક અગત્યના પંથ તરીકે ક્યારનાએ વિચારી રહ્યા હતા. એ હવે સર્વમાન્ય થઈ ચૂક્યું છે.” આ પરથી એમ સિદ્ધ થાય છે કે પાશ્ચાત્ય વિદ્વાનો કે જે પ્રથમ બૌદ્ધ ધર્મ કરતાં જૈન ધર્મને અર્વાચીન ગણતા, તેઓ હવે પુષ્ટ પ્રમાણ મળતાં તેની પ્રાચીનતા બરાબર સ્વીકારી શક્યા છે. પ્રથમ ડૉ. બ્રેબર, ડૉ. લેસન વગેરે કેટલાક વિદ્વાનોએ તેમ શી રીતે માની લીધું હશે? તેમ કોઈને શંકા થાય તેનું સમાધાન ડૉ. હર્મન જેકોબી જૈનસૂત્રોની પ્રસ્તાવનામાં આ પ્રમાણે આપે છે: પ્રો. લેસન બને ધર્મની એકતા માને છે. તેનાં ચાર કારણો નીચે દર્શાવ્યાં છે. (૧) ભાષાદષ્ટિ: બુદ્ધનું બધું મૌલિક સાહિત્ય પાલિભાષામાં છે, જ્યારે ભગવાન મહાવીરનું સાહિત્ય અર્ધમાગધી ભાષામાં છે. આ ઉત્તરાધ્યયન [ ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 306