________________
પૂર્વકાલીન ભારત-ધાર્મિક યુગ ઃ ભગવાન મહાવીરનો યુગ એ ધાર્મિક યુગ તરીકે ગણાય. તે યુગમાં ત્રણ ધર્મો મુખ્ય હતા. જેને અનુક્રમે વેદ, જૈન અને બૌદ્ધ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે.
તે સમયે વેદ અને જૈન એ બન્ને પ્રાચીન હતા, અને બૌદ્ધદર્શન અર્વાચીન હતું. એક સ્થળે ડૉ. હર્મન જેકોબી આચારાંગ સૂત્રની પ્રસ્તાવનામાં લખે છે :
2 It is now admitted by all that Nataputta (Gnatriputra), who is commonly called Mahavira or Vardhamana, was a contemporary of Buddha; and that the Niganthas (Nirgranths) now better known under the name of Jains of Arhatas, already existed as an important sect at the time when the Buddhist Church was being founded.
” શ્રમણ ભગવંત મહાવીર પ્રભુને નામે ઓળખાતા જ્ઞાતપુત્ર વર્ધમાન સ્વામી, જે વખતે બુદ્ધ વિચરતા હતા તે વખતે જ તેમના સમકાલીન તરીકે વિદ્યમાન હતા. અને જે વખતે બૌદ્ધ ધર્મ હજી સ્થપાતો હતો તે વખતે જૈનો અથવા અહિતના નામે ઓળખાતા નિગ્રંથો એક અગત્યના પંથ તરીકે ક્યારનાએ વિચારી રહ્યા હતા. એ હવે સર્વમાન્ય થઈ ચૂક્યું છે.”
આ પરથી એમ સિદ્ધ થાય છે કે પાશ્ચાત્ય વિદ્વાનો કે જે પ્રથમ બૌદ્ધ ધર્મ કરતાં જૈન ધર્મને અર્વાચીન ગણતા, તેઓ હવે પુષ્ટ પ્રમાણ મળતાં તેની પ્રાચીનતા બરાબર સ્વીકારી શક્યા છે. પ્રથમ ડૉ. બ્રેબર, ડૉ. લેસન વગેરે કેટલાક વિદ્વાનોએ તેમ શી રીતે માની લીધું હશે? તેમ કોઈને શંકા થાય તેનું સમાધાન ડૉ. હર્મન જેકોબી જૈનસૂત્રોની પ્રસ્તાવનામાં આ પ્રમાણે આપે છે:
પ્રો. લેસન બને ધર્મની એકતા માને છે. તેનાં ચાર કારણો નીચે દર્શાવ્યાં છે.
(૧) ભાષાદષ્ટિ: બુદ્ધનું બધું મૌલિક સાહિત્ય પાલિભાષામાં છે, જ્યારે ભગવાન મહાવીરનું સાહિત્ય અર્ધમાગધી ભાષામાં છે. આ
ઉત્તરાધ્યયન [ ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org