________________
( ઉપોદઘાત
ભગવાન મહાવીરનાં ઉપલબ્ધ સૂત્રોના બે વિભાગ પડે છે. (૧) અંગપ્રવિષ્ટ (૨) અંગ બાહ્ય. અંગપ્રવિષ્ટ સૂત્રોનું ગુંથન ગણધરો ( ભગવાન મહાવીરના પટ્ટ શિષ્યો ) એ કર્યું છે અને અંગ બાહ્ય સૂત્રોનું ગૂંથન ગણધરોએ તેમ જ બીજા પૂર્વાચાર્યોએ કર્યું છે. પરંતુ તે બન્નેમાં રહેલાં તાત્વિક સૂત્રો ભગવાન મહાવીર અને તેમના પૂર્વવર્તી તીર્થકરોના આત્માનુભવની જ પ્રસાદી છે.
ઉત્તરાધ્યયન સૂત્રનો સમાવેશ અંગબાહ્યમાં થાય છે. તેમ છતાં તે આખું સૂત્ર સુધર્મસ્વામી ( ભગવાન મહાવીરના અગિયાર ગણધરોમાંના પાંચમા ગણધર કે જેમનું ગોત્ર અગ્નિ વૈશ્યાયન હતું). એ બૂસ્વામી ૮ સુધર્મસ્વામીના શિષ્યને સંબોધીને કહેલું છે. અને તેમાં આવતા ઠેર ઠેર અસમર્થ ગોયમ મા પમાય, વાસણ મહાવીરેખ વિમરવા ઈત્યાદિ સૂત્રો સાક્ષી પૂરે છે કે ભગવાન મહાવીરે પોતાના જીવન કાળમાં તે સૂત્રો ગૌતમને સંબોધીને કહ્યાં હતાં.
જૈન પરંપરા પ્રમાણે ઉત્તરાધ્યયનનો કાળનિર્ણય. ૪
શ્વેતાંબર મંદિરમાર્ગી અને શ્વેતાંબર સ્થાનકવાસી એ બન્ને ફિરકાને માન્ય ગણાતાં બત્રીસ સૂત્રો પૈકીનું આ એક ઉત્તમ સૂત્ર છે અને અંગ, ઉપાંગ, મૂળ અને છેદના ચાર વિભાગો પૈકી મૂળ વિભાગમાં તેની ગણના થાય છે.
ભગવાન મહાવીર મોક્ષે ગયા પછી (બારમે વર્ષે ગૌતમ મુક્ત થયા હતા, તે જ પાટે બ્રાહ્મણ કુળજત શ્રીસુધર્મસ્વામી આવ્યા, અને વીરનિર્વાણ પછી તેમની વીસમે વર્ષે મુક્તિ થઇ. ત્યારબાદ તેમની પાટે શ્રી અંબૂસ્વામી વિરાજીત થયા.) “વીર વંશાવલી-જૈનસાહિત્ય સંશોધક).
આ વિગત પરથી ઉત્તરાધ્યાયનની પ્રાચીનતા અને અભુતતા સ્વયં સ્પષ્ટ થઇ જાય છે.
* ઉત્તરાધ્યયનની ઓળખાણમાં પ્રો. શ્રી. દવેએ આ સંબંધી પાછળ આપેલ હોવાથી જૈન પરંપરાની માન્યતા જ આપેલી છે.
ઉત્તરાધ્યયન [ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org