________________
શૈલીને અનુસરીને સંસ્કાર આપ્યા છે. આમ કરવા છતાં સૂત્રના મૂળ આશયને જાળવવાનો હેતુ તો પ્રધાનપણે રાખવામાં ખાસ સાવધાન રહ્યા છીએ.
સત્રની જીવનવ્યાપકતા : અહિંસાના સિદ્ધાંતનું ગંભીર પ્રતિપાદન, ત્યાગાશ્રમની યોગ્યતા, વિશ્વવ્યાપી પ્રેમ, સ્ત્રીપુરુષ આદિ સૌને સમાન અધિકાર, સંયમની મહત્તા, કર્માવલંબી વર્ણવ્યવસ્થા, જાતિવાદનાં ખંડન, ગૃહસ્થ શ્રાવકનાં કર્તવ્યો એવા એવા ઉત્તમ પદાર્થપાઠો ભગવાન મહાવીરના પ્રતિપાદિત પ્રવચનોમાં સ્પષ્ટ મળે છે કે જે આજના વર્તમાન યુગને ધાર્મિક દિશા તરફ દોરવા માટે ખૂબ જ પ્રેરણાજનક નીવડે તેવા છે. સૂત્રની આ જીવનવ્યાપી દષ્ટિ સ્પષ્ટ કરવાનું લક્ષ્ય પણ આખા અનુવાદમાં સારી પેઠે રાખ્યું છે.
અસાંપ્રદાયિકતા : ખાસ કરીને એક જ જાતની સાંપ્રદાયિકતા કે માન્યતાને ન પોષતા કેવળ તાત્ત્વિક બુદ્ધિએ જ કાર્ય કરવાનો ઉદ્દેશ કાયમ જાળવી રાખ્યો છે.
આ બધાં દૃષ્ટિબિંદુઓ રાખવાનું એક જ કારણ છે કે આ ગ્રંથમાં રહેલી વિશ્વવંદ્ય ભગવાન મહાવીરની પ્રેરણાત્મક વાણીનો લાભ જૈન કે જૈનેતર સૌ કોઇ લઈ શકે.
આ અનુવાદનમાં જે કાંઈ અસાંપ્રદાયિકતા આવી હોય તે મારા પૂજ્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજની સંસ્કૃતિનો વારસો જ છે; એટલું જ નહિ પરંતુ આ આખા અનુવાદને સાંગોપાંગ તપાસી જઇ સંશોધન કરવામાં તેમના વિશાળ અવલોકનનો જ ફાળો છે. એટલે તેમનો આભાર તો અકથ્ય છે.
ઉપરાંત “દિનકર'ના ઉત્સાહી તંત્રી ભાઇ જમનાદાસ રવાણી તેમ જ તેમના લઘુબંધુ તારકચંદ્ર પાકા લખાણથી માંડીને બધાં “પ્રફો” તપાસવામાં જે કંઈ જહેમત ઉઠાવી છે તે પ્રશંસનીય છે. પરંતુ આ બધા સંયોગો હોવા છતાં વિશેષ સફળતાનો આધાર તો શ્રી બુધાભાઈ તથા શ્રી જૂઠાભાઈ ઉપર જ છે. આખા "મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર"ની યોજના તેઓની સૂત્ર સેવા બજાવવાની ભાવનાને અંગે જ થવા પામી છે. કાગળ ખરીદવાના કાર્યથી માંડીને પ્રેમના અંતિમ કાર્ય સુધી તે બન્નેએ ઝીણવટભરી કાળજી રાખી છે અને રાખતા રહેવાના છે. તે આ ઉત્તરાધ્યયનના વાંચકોએ નોંધવા યોગ્ય છે.
સંતબાલ ઉત્તરાધ્યયન g ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org