________________
જગતની રચના નિશ્ચિત છે. પહેલાં જે હતું તે જ આજ છે અને રહેવાનું. લોક પણ શાશ્વત અને આત્મા પણ શાશ્વત છે. આપણે કશું ફેરવી શકવાના નથી. તો પછી આત્મવિકાસનો પ્રયત્ન કરવાની આવશ્યકતા શી ? આવી શાશ્વત (નિયતિ) વાદીઓની માન્યતા હોય છે, પરંતુ જ્યારે આયુષ્ય શિથિલ થાય છે ત્યારે તેની તે માન્યતા ફરી જાય છે અને તેને ખૂબ જ પશ્ચાત્તાપ થાય છે વગેરે.....
'અનુવાદન શૈલી : અનુવાદન બે પ્રકારનાં હોય છે. (૧) શબ્દાર્થ પ્રધાન અનુવાદન અને (૨) વાક્યર્થ પ્રધાન અનુવાદન. શબ્દાર્થ પ્રધાન અનુવાદમાં શબ્દ પર જેટલું લક્ષ્ય અપાય છે તેટલું અર્થસંકલના ઉપર અપાતું નથી. આથી શબ્દાર્થ તો સ્પષ્ટ રીતે જણાય છે. પરંતુ તેની મતલબ સમજવામાં ખૂબ વિલંબ થાય છે. અને તેથી ઘણીવાર કિલષ્ટ પણ થઇ પડે છે. જ્યારે વાક્યર્થપ્રધાન અનુવાદનમાં શબ્દાર્થ પર બહુ ગૌણતા રખાય છે, પરંતુ તેની શૈલી એવી સુંદર અને રોચક હોય છે કે વાચન કરતાં જ તેનું રહસ્ય બરાબર સમજી શકાય છે. આ સ્થળે એ બન્નેનું સમન્વયીકરણ કર્યું છે. અર્થાત્ કે મૂળ શબ્દોને યથાર્થ અનુસરવા છતાં શૈલી તૂટવા દીધી નથી; તેમ જ સામાન્ય ગુજરાતી જાણનારને પણ વાચનમાં કઠણ ન પડે તેવી સરળ અને સુંદર ભાષા રાખવા યથાશક્ય પ્રયત્ન પણ કર્યો છે.
નોંધ : જૈન અને જૈનેતર એમ દરેક વર્ગને રહસ્ય સમજવામાં સુલભ થાય તે સારુ ટૂંકી અને ઉપયોગી નોંધ શ્લોકોની નીચે ઉચિત પ્રસંગોએ આપેલી છે તેમ જ આખા અધ્યયનનું રહસ્ય બતાવવા તથા અધ્યયનનો સંબંધ જાળવવા ખાતર ઉપર “બ્લેક ટાઇપ”માં સમૃદ્ધ નોંધ અને દરેક અધ્યયનની નીચે ટૂંકી નોંધ દર્શાવવાનો યથાશકય પરિશ્રમ સેવ્યો છે.
સંસ્કાર : અર્થ કરતી વખતે સાવ સરળ શબ્દ વાપરવાની ખૂબ ચીવટ રાખી છે. તેમ જ કેટલાક પારિભાષિક શબ્દોમાં સુંદરતા લાવવા માટે તેનું મૂળ રહસ્ય જાળવી કવચિતુ ભાષા સંસ્કાર પણ કર્યો છે. જેમ કે – 'નિયોઠ્ઠિી અર્થાત નિયોર્થીિ મોક્ષાર્થી આ શબ્દ જૈન પરિભાષામાં બહુધા આ રીતે પ્રસિદ્ધ છે. પરંતુ તે જ શબ્દને મુમુક્ષ તરીકે વાપરીએ તો તે વિશિષ્ટ અને સર્વવ્યાપી લાગશે. આ અને એવા બીજા પણ હા,
માળ, બુદ્ધિ એ બધા પારિભાષિક શબ્દોને ઉચિત પ્રસંગે પ્રકરણ સંગતિ જાળવીને તથા ભાષા પરત્વેની વર્તમાન સંસ્કારિતા તેમ જ
ઉત્તરાધ્યયન [ ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org