Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[ ૫૩ ]..
પ્રારંભમાં દિશાને મુખ્ય રાખીને સંખ્યાવિચાર છે તો આગળ જઈ ઊર્ધ્વ, અધઃ અને તિર્થંગ્ લોક એમ ત્રણ લોકની દૃષ્ટિએ સમગ્ર જીવોના પ્રકારનો સંખ્યાગત વિચાર છે (૨૭૬).
જીવોની જેમ પુદ્ગલોની સંખ્યાનું તારતમ્ય પણ તે તે દિશામાં, તે તે ઊર્ધ્વ લોકાદિ ક્ષેત્રમાં તો નિરૂપિત થયું જ છે, ઉપરાંત દ્રવ્ય, પ્રદેશ અને બન્ને દૃષ્ટિએ પણ પરમાણુ અને સંધોની સંખ્યાનો વિચાર છે (૩૨૬-૩૩૦). અને તે પછી પુદ્ગલોની અવગાહના, કાલસ્થિતિ તથા તેમના પર્યાયોની દષ્ટિએ પણ સંખ્યાવિચાર છે (૩૩૧-૩૩૩).
દ્રવ્યોનું સંખ્યાગત તારતમ્ય
અહીં છયે દ્રવ્યોનું જે સંખ્યાગત તારતમ્ય છે તેની સૂચી ચડિયાતા ક્રમે આપવામાં આવે છે, જેથી કયું દ્રવ્ય કોનાથી સંખ્યામાં સરખું અથવા વધારે છે તે જણાઈ આવશે. જીવોનો જે સંખ્યાની દૃષ્ટિએ ચડિયાતો ક્રમ છે તેની સૂચી પૃથક્ આપવામાં આવી છે. તેથી આ સૂચીમાં અજીવ દ્રવ્યોનો તે ક્રમ વિશેષરૂપે સમજવાનો છે (સૂત્ર–૨૭૩).
૧ (૧) ધર્માસ્તિકાયદ્રવ્ય
ર
અધર્માસ્તિકાયદ્રવ્ય (૩) આકાશાસ્તિકાયદ્રવ્ય
(૧) ધર્માસ્તિકાયપ્રદેશો (ર) અધર્માસ્તિકાયપ્રદેશો
ધર્માસ્તિકાયાદિ પ્રત્યેક, દ્રવ્યથી એક હોઇ ત્રણે સરખા છે. અને સંખ્યામાં સૌથી થોડા.
પ્રત્યેકના પ્રદેશોની સંખ્યા અસંખ્યાત-અસંખ્યાત છે અને સરખી જ છે. પૂર્વ કરતાં અસંખ્યાતગુણ અધિક.
૩ જીવાસ્તિકાય દ્રવ્યો...જીવદ્રવ્યો અનંત સંખ્યામાં છે તેથી પૂર્વ કરતાં અનંતગુણ.
૪ જીવાસ્તિકાયપ્રદેશો . પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશ હોઈ પૂર્વ કરતાં અસંખ્યાતગુણુ અધિક.
૫ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યો...અનંત પુદ્ગલદ્રવ્યો છે અને તે પૂર્વ કરતાં અનંતગુણ અધિક છે. ૬ પુદ્ગલપ્રદેશો...બધા મળી પુદ્ગલપ્રદેશોની સંખ્યા પુદ્ગલદ્રવ્યો કરતાં અસંખ્યાતગુણુ અધિક છે.
७
અદ્દાસમયદ્રવ્યો... પૂર્વ કરતાં અનંતગુણ છે. અહાપ્રદેશ હોતા નથી.
૮ આકાશાસ્તિકાયપ્રદેશો પૂર્વે કરતાં અનંતગુણા અધિક છે.
Jain Education International
જીવોનું સંખ્યાગત તારતમ્ય
નીચે જણાવેલ ક્રમે નાના પ્રકારના જીવો ઉત્તરોત્તર અધિક સંખ્યામાં છે. કેટલીકવાર પૂર્વથી ઉત્તર વિશેષાધિક એટલે કે માત્ર થોડા અધિક હોય છે, તો વળી કેટલીકવાર સંખ્યાતગુણ અધિક હોય છે તો કેટલીકવાર અસંખ્યાતગુણુ અને કેટલીકવાર અનંતગુણુ હોય છે. પ્રસ્તુત સૂચી તૃતીયપદગત મહાદંડક (સૂત્ર ૩૩૪)ને આધારે છે. તૃતીયપદને અંતે છેલ્લા સૂત્રમાં આ સૂચી છે. સ્વયં તૃતીય પદમાં ગત્યાદિ અનેક પ્રકારે વર્ગીકરણ કરીને અલ્પબહુત્વનો વિચાર કર્યો છે. એ વિચારનો તાળો મેળવવાનો આમાં પ્રયત્ન છે અથવા તો સમગ્રભાવે જીવોનું અપમહુત્વ કેવું નક્કી થાય છે તે આ સૂચીથી ફલિત કરવામાં આવ્યું છે. તેથી આનું વિશેષ મહત્ત્વ હોઈ તે અહીં આપવી ઉચિત જણાય છે. વળી, સંખ્યાની આમતમાં મૂળમાં સામાન્ય સૂચન છે. પરંતુ ટીકાકારે તે તે સંખ્યાઓ કેટલી છે તે સમજાવવા અને તેની સંતિ યુક્તિપૂર્વક બતાવવાનો પ્રયત્ન કર્યો છે.
૧. પ્રસ્તુત ભાગની ટીકા માટે જુઓ પ્રજ્ઞાવના ા, વત્ર શ્ફ્ફ્ મ થી.
For Private & Personal Use Only
www.jainelibrary.org