________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ નું ઉત્પન્ન થવું અને બીજી તરફ પશ્ચિમ દિશા તરફથી બ્રિટિશ સૂર્ય ને પ્રકાશ થવો. જેના પ્રકાશથી આર્ય પ્રજા એટલી બધી અંજાઈ ગઈ કે, પોતાના હાથમાં રત્ન છે, પરંતુ જ્યાં સુધી પશ્ચિમના વિદ્વાને તેને રત્ન તરીકે સ્વીકારે નહિ, ત્યાં સુધી તે પિતાને રત્નને પથ્થર માની ફેકી દેતાં સુધી પણ વિચાર કરે નહિ ! ! ! આવી દશામાં આવી પડવા છતાં બ્રિટિશ પ્રજાઓ દેશમાં સુલેહ, શાંતિ, વિદ્યાને પ્રચાર અને ઉદ્યોગની જાગૃતિ એટલી હદ સુધી વધારી છે, આર્યાવર્તની પ્રજા તેના સુખાનંદમાં મોહવશ થઈ તૃપ્ત બની ગઈ ! પરંતુ બ્રિટિશ પ્રજાએ જેમ જેમ વિદ્યાને પ્રચાર વધારવા માંડ્યો, એટલે પ્રજામાં સત્ય શું છે, તેની શોધ જારી થઈ. પરંતુ પશ્ચિમના વિદ્વાનેનો સિદ્ધાંત કષિમુનિઓના સિદ્ધાંત કે જેમાં થોડામાં ઘણું સમજાય તેથી ઊલટો એટલે ઘણામાં થોડું સમજાય એવો હોવાથી, પ્રજામાં હેતુવાદને પડતો મૂકી, શબ્દવાદ ઉપર વિચાર કરવાની પ્રથા પડી. એટલે તે દૃષ્ટિએ જોતાં આયુર્વેદ અપૂર્ણ છે, તેમાં સુધારાની ઘણી જરૂર છે, એ વાત બહાર આવી ! પરંતુ આયુવૈદ અપૂર્ણ નથી, પણ તે સંપૂર્ણ છે, એ વાત સિદ્ધ કરવાને માટે આયુર્વેદની એકેક પ્રક્રિયાને લઈને તેના ઉપર વિવેચન કરીને પ્રજાના મનને સંશય દૂર કરવા માટે આ નિબંધમાળા લખવાનું પ્રયોજન ઉત્પન્ન થયું છે.
આયુર્વેદ નિબંધમાળાના આ પ્રથમ ભાગમાં દશ નિબંધને સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં એટલુંજ પ્રોજન રાખવામાં આવ્યું છે કે આયુર્વેદમાં અપૂર્ણતા નથી. આયુર્વેદમાં વિચાર કરવાને માટે વિવેચકોને વસ્તુની ખોટ નથી. આયુર્વેદમાં ટૂંકામાં ઘણું સમજાવવામાં આવ્યું છે અને આયુર્વેદમાં લખેલા નિયમ પ્રમાણે તેના હેતુને સમજીને તે હેતુપુર:સર જે મનુષ્ય પિતાની જીવનચર્યા ચલાવે, એટલે તે પ્રમાણે વર્તે તે વર્તમાન પ્રજાને હાલમાં જે રગે જકડી લીધી છે, તેના બંધનમાંથી છૂટે અને ભાવી પ્રજાને રંગરૂપી શત્રુ પોતાના બંધથી બાંધી શકે નહિ; એટલું જ આ આયુર્વેદ નિબંધમાળા લખવાનું પ્રયોજન છે. મનુષ્યસૃષ્ટિમાં દરેક માણસ અપૂર્ણ
For Private and Personal Use Only