________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદમાં લીન થાય. એ પ્રમાણે જ્યારે આયુર્વેદાચાર્યોએ આયુર્વેદરૂપ નૌકા તૈયાર કરી, કોઈ પણ જાતની અપૂર્ણતા વિના, કેઈ પણ જાતની ખામી વિના, સંશયરહિતપણે સિદ્ધ વચનને સમુદાય રચીને મનુષ્યસૃષ્ટિમાં પ્રકટ કર્યો છે. તે પછી તેજ વિષયમાં આયુર્વેદનાં લખાયેલાં સાહિત્યમાં આ આયુર્વેદ નિબંધમાળાનું શું પ્રયોજન છે? એ પ્રશ્ન સ્વાભાવિક ઊઠે તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી.
આયુર્વેદ નિબંધમાળા લખવાનું પ્રયોજન કાંઈજ હતું નહિ. પરંતુ સુરત શહેરની વૈદ્યસભાએ દર રવિવારે આયુર્વેદમાંથી અમુક વિષયને લઇ, વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. તે એટલા માટે કે વર્તમાનકાળમાં આયુર્વેદનો અભ્યાસક્રમ પ્રાયઃ લુપ્ત થયેલો જણાતો. હેવાથી, તથા ઈતર દેશના ચિકિત્સાશાસ્ત્રજ્ઞ પંડિતની આગળ આયુર્વેદની અવહેલના થતી હોવાથી, જો કે આખી પૃથ્વીનાં ચિકિત્સાશાસ્ત્ર આયુર્વેદ ઉપરથીજ લઈને નિર્માણ કરેલાં છે, તથાપિ આયુર્વેદ તેની છાયામાં એટલે બધા આચ્છાદિત થઈ ગયો છે કે, તેના તરફ બારીક દષ્ટિએ જોતાં પણ તેનાં દર્શન દુર્લભ થઈ પડ્યાં છે. તે આયુર્વેદનું દિગદર્શન કરાવવા માટે, વર્તમાનકાલમાં આખા આર્યાવર્તામાં વૈદ્યસભાઓ તથા વૈદકસંમેલન દ્વારા ઉહાપોહ ચાલુ થયેલો જોવામાં આવે છે. તે પ્રમાણે સુરત શહેરની વૈદ્યસભાએ પણ વ્યાખ્યાનનો ક્રમ શરૂ કર્યો. તે સભામાં ભારે વ્યાખ્યાન આપવા કરવાથી બેચાર વ્યાખ્યાને આયાં, તેટલામાં અમારા મિત્રવર્ગ તરફથી એવી સૂચના આવી કે, આવાં સ્પષ્ટીકરણવાળાં વ્યાખ્યાનો સંગ્રહ થાય તો આ વિષયમાં રસ લેનારાઓને તે અતિ ઉપયોગી થઈ પડે. એટલી વાત નકકી થયા પછી અમારો વિચાર આયુર્વેદ નિબંધમાળા લખવા તરફ દોરાયે, પરંતુ દરેક કાર્યમાં બે શક્તિની અથવા બે વ્યકિતની જરૂર હોય છે. તે પ્રમાણે સુરત નિવાસી શ્રીયુત ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદીએ આગ્રહપૂર્વક લેખનનું કામ, કોઈ પણ જાતના સ્વાર્થ વિના પિતાને માથે ઉપાડી લીધું અને તે એવી રીતે પાર પાડવામાં આવ્યું કે, પિતાને વ્યવસાય છોડીને માત્ર પરોપકાવૃત્તિથી, નિયમિત સમયે લખવાનું કામ શરૂ કરવામાં આવ્યું. જેથી આ નિબંધમાળા
For Private and Personal Use Only