________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘણું ટ્રક વખતમાં આપ લોકેના કરકમળને ભાવી મનને આનંદ આપનારી થઈ પડી. એ નિબંધમાળામાં આપ લોકોના જોવામાં આવશે કે, આ કાર્ય કેટલી ત્વરાથી સંપૂર્ણ કરવામાં આવ્યું છે.
આયુર્વેદ નિબંધમાળા લખવાનું પ્રયોજન એટલા માટે ઉપસ્થિત થયું કે, પ્રાચીન કાળમાં ઋષિમુનિઓની ગ્રંથ લખવાની પદ્ધતિ એવી જોવામાં આવે છે કે, જેમ બને તેમ ટૂંકામાં પણ સંપૂર્ણ જ્ઞાન આપનારા સૂત્રોમાં લખવું અને તે પછી વિદ્વાનોએ તે ઉપરથી સમજી લેવું. પરંતુ જેમ જેમ કાળને પ્રવાહ વહેતે ગયો, તેમ તેમ જીવનની જરૂરિયાતોનો વધારો થતો ગયે. એ જીવનકલહમાં સ્વાર્થવૃત્તિએ એટલું મોટું પરાક્રમ દર્શાવ્યું કે, અમુક શાસ્ત્રો અમુક વ્યક્તિ સિવાય કોઈથી પઠન પાઠન કરી શકાય નહિ. તે એટલે સુધી કે, આ જગતને ઉત્પાદક, પાલક અને સંહારકશકિતવાળા પરમાત્માનું નામ, એટલે પ્રણવ શબ્દ સર બીજાથી બેલાય નહિ; જો કે પ્રણવ શબ્દની કાંઈ કિંમત ઊપજતી નથી. તે
જ્યારે એવા અમૂલ્ય પ્રણવ શબ્દો ઉચ્ચાર કરવાની સત્તા જે લોકેએ પોતાના હાથમાં રાખી તે લકે બીજાં ઉપયોગી શાસ્ત્રો ભણવાની છૂટ, ઇતર પ્રજાને શી રીતે આપી શકે ? એ કારણથી આયુર્વેદ જેવા ઉપયોગી શાસ્ત્રને ગુપ્ત રાખવાનો રિવાજ શરૂ થયે; એટલે બીજાં શાસ્ત્રો ઉપર જેમ ભાષ્ય, ટીકા, ચૂર્ણિકા, અવચૂર્ણિકા વગેરે પ્રાચીન ધર્મશાસ્ત્રના આશય સમજાવવા માટે રચવામાં આવ્યાં, તેમ આયુર્વેદ ઉપર રચવાને અવકાશ મળે નહિ; એટલે એ વિદ્યા ગુરુપરંપરાથી જાણવાને તથા ભણવાન ક્રમ, માત્ર એકજ પ્રજાના હાથમાં રહેવાથી એ વિદ્યાની વિશેષ ઉન્નતિ થઈ શકી નહિ; જેથી કાળ બદલાતાં અને સંસ્કૃત ભાષાને પ્રજાની માતૃભાષા તરીકેના હકને લોપ થવાથી, પ્રાકૃત ભાષાઓમાં લોકોની જીવનકલહ પ્રવૃત્તિ ગૂંથાઈ ગઈ; એટલું જ નહિ પરંતુ કાળના યોગે આર્યપ્રજા પરચક્રમાં જોડાયાથી પોતાનું ભાન ભૂલી ગઈ ! તે એટલે સુધી કે, સાંસારિક, વ્યાવહારિક તમામ વર્તનમાં પારકી વસ્તુ પ્રિય લાગવા માંડી; જેથી પિતાની વિદ્યા ઉપર અભાવ ઉત્પન્ન થયા. એક તરફ એવા અભાવ
For Private and Personal Use Only