Book Title: Aayurved Nibandhmala Part 01
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારા જેવાને વીત્યું હોય તે જ જાણે. દાખલા તરીકે એક રાજવને પૂછીએ કે, એક વસ્તુને ખાંડવી, છુંદવી, વાટવી, લસોટવી, ખલવી, ઘસવી, દળવી, ચાળવી, ઝાટકવી, શોહવી, છણકવી, ઘોળવી, નીકણવી, ટાબસવી, તપાવવી, બાફવી, શેકવી, રાંધવી, હલાવવી, ચાળવવી, ઉથલાવવી, તળવી, ચાસણી કરવી, ઠરાવવી, નિતારવી, નિચેવવી, ગોળવી, સમારવી, વીણવી, છોલવી, ફાડવી, ફેલવી, બાળવી, રાખોડી બનાવવી વગેરે ક્રિયામાંની તમે કેટલી ક્રિયા કરી શકે છે. હું ધારું છું કે, આવી ક્રિયાઓ કોઈ સંસ્થા અનુભવસિદ્ધ શીખવી શકતી નથી. તે પછી પુટ, પુટપાક, ફટ, હિમ, કચ્છ, ચૂર્ણ, અવલેહ, આસવ, ગૂગળ, તૈલ, ઘત, ભમે, રસ અને પારદના સંસ્કારો તેઓ શી રીતે કરી શકે ? જેના ખાંડતા હાથ છૂંદાય, વાટતાં બાહુ રહી જાય, ગોળી વાળતાં આંગળી થરડાઈ જાય, હલાવતાં ગરમ છાંટા ઊડવાથી દઝાય અને કપડમિટ્ટી કરવાથી હાથ અને કપડાં ધૂળવાળાં કે કાદવવાળાં થાય, તે તે શી રીતે વૈદ્યનો ધંધો કરવાને દવા બનાવી શકે? કદાચ જવાબ મળે કે, “અમારે હાથ દુખાવવા, દાઝવા કે લૂગડે છાંટા ઉડાડવાની કોઈ જરૂર નથી. અમારે માટે ફાર્મસી (દવા વેચનાર) તૈયાર છે. અમારે મહેનત કરવાની કોઈ જરૂર નથી.” તેવાઓને અમે એટલું જ કહીએ છીએ કે ફાર્મસી તે બજારનું પકવાન છે, પણ હાથની રસોઈ જેવો સંગ તેવ તે આપી નથી શકતી. હેટ માં જ કે લોજમાં ભલે જ, પણ ઘરની રસોઈની વાત તે ન્યારીજ છે. ખેર, ગમે તેમ હોય તે વાતમાં વધતાં વિષયાન્તર થવાના ભયથી અમે પાછા વળીએ છીએ અને અમારે ખાસ ઉદ્દેશ એટલેજ છે કે, આ અમારી આયુર્વેદ નિબંધમાળાથી એટલું તે થશે જ કે, જે નિબંધમાળા ધ્યાન દઈને વાંચવામાં આવશે તો હું ખાતરીથી કહું છું કે અમારા લઘુબંધુઓ (જેઓને રાજવૈદ્યો ઊંટવૈદ્ય કહીને બોલાવે છે ) જરૂર વિદ્ય થશે અને વૈદ્યો વૈદ્યરાજ બનશે, વૈદ્યરાજે આનંદ પામશે અને પિતાને અનુભવ બીજાને આપવા અમારું અનુકરણ કરશે; કારણ કે આખા પુસ્તકમાં અનુભવેલા ઉપાયો જ લખવામાં આવ્યા છે. રાજવૈદ્યો કે જેઓ પૂર્ણ છે તેમને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 736