Book Title: Aayurved Nibandhmala Part 01
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજા વૈદ્યો કે જેઓ વૈદ્યરાજેને ત્યાં અભ્યાસ કરી પિતાનો ધંધે ચલાવી જગતમાં કાંઈક નામના મેળવવા ભાશાળી થયા છે અને થતા જાય છે. ચોથા પ્રકારના વૈદ્યો છે, જેમને રાજવૈદ્યો, ઊંટવૈદ્યોના નામ થી ઓળખાવે છે તે છે. અમારો મત એવો છે કે, જેમાં બ્રાહ્મણો થકને સુધારે નહિ. પણ તેની નિંદા નિર્ભર્સના કરે, તો તેઓ ઈશ્વરના પાદ (પગ) ની નિંદા કરે છે; તેમ જે રાજવૈદ્યો ઊંટવૈદ્યોની નિંદા કરે છે, તેઓ પિતાના નાના ભાઈની જ નિંદા કે નિર્ભત્સના કરે છે. આયુર્વેદ ઉપર યુનાની અને એલોપથી વગેરે ઘણી ચિકિત્સા પ્રહાર કરી રહી છે; આ ટીકા પ્રહારો માત્ર ઊંટવૈદ્યોને નહિ, પણ આખી આયુર્વેદ પદ્ધતિને ઊંટવૈદાનું નામ આપવા મંથન કરે છે ! ! ! વૈદ્યકને ધંધો કરનાર અમારા લઘુબંધુઓ કે જેઓને રાજવૈદ્ય ઊંટવૈદ્યના નામથી પોકારે છે, તેઓની સ્થિતિ તરફ ધ્યાન આપવાની ખાસ અગત્ય છે. કુદરતના નિયમનું અવલોકન કરતાં જણાય છે કે, મહાન રાજપુર, તત્ત્વજ્ઞાનીઓ, શિલ્પીઓ, કવિઓ, શાસ્ત્રીઓ, વહેપારીઓ, હુન્નરમ, વક્તાઓ, વિદ્વાને અને વૈદ્યો જન્મે છે, કાંઈ ઉત્પન્ન કરી શકાતા નથી, એટલે પૂર્વજન્મના સંસ્કાર લઈને જે જન્મ છે, તેને જ સહાય મળે તે તેના સંસ્કાર ખીલે છે અને સહાય નહિ મળે તે તેઓ ગૂંચવાઈને, મૂંઝાઈને, અકળાઈને તે વિષયમાં આગળ વધે છે, પરંતુ આખરે તેને કરમાઈ જવું પડે છે. જેમ એક આંબાનું ઝાડ જંગલમાં ઊગ્યું હોય, તેનું નામ આપણે જંગલી આંબો પાડીએ અને તેવું જ બીજું આંબાનું ઝાડ બાગમાં ઊગ્યું હોય તેનું નામ આસ-પાયરી પાડીએ; એટલે પ્રથમને આંબાને જંગલીએને સહવાસ થાય અને બીજાઓને અમીરોનો સહવાસ થાય; પરંતુ જંગલી આંબાને પૂરતી કેળવણી એટલે જોઈતું ખાતર પાણી આપીએ, તે તે પણ અમીરાની થાળીમાં પીરસી શકાય. તેમ અમારા લઘુબંધુઓ કે જેઓ સહાય વિના, માર્ગદર્શન વિના, કોઈ પણ જાતના For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 736