________________
સકંજામાં સપડાવાનો અને તે તરફ ઘસડાઈ જવાને પ્રસંગ આવે છે. આ બાબત બરાબર સમજવામાં આવે તે માટે મહામહનાં દરેક પાત્રો અને તેમનાં કર્તવ્ય, તથા ચારિત્રધર્મનાં પાત્રો અને તેઓના સદ્ગુણોનું જુદું જુદું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. તે કોઈ પણ જીવાત્માને વિચાર પૂર્વક વાંચવાથી સહજ સમજી શકાશે.
આજકાલ ગુજરાતી ભાષામાં કથા સાથે આત્મભાન જાગ્રત કરાવી શકે તેવાં પુસ્તકે ભાગ્યેજ પ્રસિદ્ધ થયેલાં દેખાય છે. આ પુસ્તક તેવા કોઈ પણ પુસ્તકની ગરજ સારી શકે તેમ છે, એટલું જ નહિ પણ જેમાં મનની વૃત્તિઓનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે તેવાં પુસ્તક પિકી આ પુસ્તક પ્રથમજ છે. એમ મારું માનવું છે. - આ પુસ્તકને મોટે ભાગ જેના ઉપરથી લેવામાં આવ્યો છે. તે પુસ્તકના લેખક શ્રીમાન સિદ્ધષિગણિ દસમા સૈકામાં થયેલા છે. તેઓશ્રીએ તે પુસ્તક સંવત ૯૬ર માં ભિલ્લમાળ નગરે સંસ્કૃત ભાષામાં તૈયાર કરી અનેક જીવાત્માના ભાવી કલ્યાણ માટે પ્રસિદ્ધ કરેલ છે. તે માટે તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે.
આ પુસ્તકમાં મતમતાંતરોનું ખંડન મંડન ન હોવા સાથે સર્વ ધર્મવાળાઓને માન્ય થઈ શકે તે આત્મકલ્યાણને–પરમ વિશદ્ધિનો માર્ગ બતાવવામાં આવેલું છે. એટલે તે સર્વ દર્શનવાળાઓને ઉપયોગી થઈ શકે તેમ છે, એમ મારું માનવું છે. આશા રાખું છું કે કઈ પણ જીવાત્મા તે વાંચી વિચારી પોતાના જીવનને સન્માર્ગે દોરવવા અને પિતાનું ભાવી કલ્યાણ કરવા ભાગ્યશાળી થશે, તેજ આ પુસ્તકના લેખકને પરિશ્રમ સફળ થયો ગણાશે.
લી. આચાર્યશ્રી વિજયકેશરસૂરી ૧૯૫૮ ના શ્રાવણ વદ ૮
વડાલી.