Page #1
--------------------------------------------------------------------------
________________
વિનયોપાસના
Page #2
--------------------------------------------------------------------------
________________
日DDD
3% તત્ સત્
અક્ષર પદ હીણો અધિક, ભૂલચૂક કહી હોય;
乐历历明明劣货
听听听听听听听听听听听听听听听
અરિહા સિદ્ધ નિજ સાખર્સે, મિચ્છા દુક્કડ મોય.
5岁男男
男男%%
%%%%%%%%%
Page #3
--------------------------------------------------------------------------
________________
વિનયોપાસના
(વિનય + ઉપાસના)
જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સુએ. શ્રી તીર્થંકર
Page #4
--------------------------------------------------------------------------
________________
५२॥१॥31CATERMmar पमकामा
11मा२ आHit.
___५. प्रात १४
१६५३7 42029-M ohini
-20man 45 - Rat शन
पाने २६ -१३foll manna100000
1100 -H
uman 01.00014६२५३ HAA . farne .
ॐiniroin
Page #5
--------------------------------------------------------------------------
________________
પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.
અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; - છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! " ત્રિકાળ જયવંત વર્તા!
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #6
--------------------------------------------------------------------------
________________
ગુરુ પાસેથી ઊઠવું પડે, કોઈ શરીરના કે ધંધાના નિમિત્તે, તો....
‘હે પ્રભુ ! આત્માર્થ સિવાય કોઈ પણ કામમાં મારું ચિત્ત ન રોકાઓ' એમ સર્વ પ્રકારની અભિલાષાઓથી રહિત થઈને ઊઠવું તે આસિકા. ‘હે ભગવાન ! ન છૂટકે મારે પરાણે ઊઠવું પડે છે.' આસિકા કહેતાં ઊઠવું પડે છે, જવું પડે છે.પણ જે કામ માટે ઊઠે તે કામમાં... પાંચ ઇંદ્રિયો અને ચાર કષાય મળી એ નવને વશ ન થાય, તેમને રોકે, તથા ચિત્તનાં પરિણામની વિશુદ્ધતા સાચવીને સંસારના કામ ઉદાસીનભાવે કરી પાછો આવે અને કહે કે ‘હે ભગવાન ! હું પ્રવેશ કરું ?' એ નિષિદ્યકા.
શ્રી લઘુરાજ સ્વામી
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી લક્ષ્મીચંદજી મુનિએ કહ્યું - “કંઈ સમજતો નથી.”
પ.કૃ દેવ:- “અમારા ઉપર તમને આસ્થા છે ?"
શ્રી લક્ષ્મીચંદજી મુનિ :- “હા, અમને પૂર્ણ આસ્થા છે.”
પ.કૃ. દેવ :- “અમારા કહેવા પ્રમાણે ચાલશો તો ભણેલાં કરતાં તમારો વહેલો મોક્ષ થશે;
માટે તમને ચૌદ પૂર્વનો સાર કહીએ છીએ કે “વિકલ્પો ઊઠવા દેવા નહીં અને વિકલ્પો ઊઠે તેને દબાવી દેવા.”
Page #8
--------------------------------------------------------------------------
________________
佳佳佳佳佳佳佳佳也重佳能位线任
‘‘પ.કૃ.દેવની આજ્ઞા પ્રત્યે પરિણામપૂર્વક દૃઢ શ્રદ્ધાથી ઉપાસના કરશો તો કલ્યાણ જ છે. એ આજ્ઞા તે ‘‘સહજાત્મસ્વરૂપ’” એ છે અને એ જ આત્મા છે, એમ દૃઢ શ્રદ્ધા રાખવી.’’
૩
તત્ સત્
PRABHUSHRI'S MESSAGE
DHARMAVRUDDHI
MAINTAIN SAMADHI
MANTRA IS ALL IN ALL
પ્રભુશ્રીજી ઉપર શ્રી માણેકજી શેઠનો તાર :
"My Last Moments. Request your Blessings and Sharna"
તેના જવાબમાં પ્રભુશ્રીજીએ તારથી મોકલાવેલો સંદેશો :‘ધર્મવૃધ્ધી’. સમાધિમાં રહો.
મંત્રમાં સર્વ (સાધન) સમાયેલ છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
-
પ્રેરણા
કાકા કરવા
'
T
F
T
પાન કરHTTY INTER
અહો ! ધન્ય છે આ વનક્ષેત્ર ભૂમિ ! જ્યાં પ્રત્યક્ષ સન્દુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવ પરમાત્મા અદ્ભુત જોગીન્દ્ર પરમ શાંત સ્વરૂપે બિરાજ્યા !
પરમકૃપાળુદેવની આજ્ઞાની ઉપાસનાથી જેણે નિજ શુદ્ધ આત્માસ્વરૂપ પ્રગટ અનુભવ્યું, તે “સંત’ – શ્રી લઘુરાજ સ્વામી, પરમઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી એ પરમાર્થનો ધોરી માર્ગ પ્રગટ કરતા જણાવ્યું કે :
પરમકૃપાળુદેવની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે અને પ્રતિજ્ઞા લેવડાવી કે “સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે.” આખો વીતરાગ માર્ગ, જે સ્વરૂપ પ્રાણી માટે છે, તે આ અપૂર્વ પ્રતિજ્ઞાથી પ્રગટ થયો. પરમકૃપાળુદેવની ભક્તિ પ્રભુશ્રીજીની આજ્ઞાથી શરૂ થતાં જ “ભક્તિયુગ” નો ઉદય થયો. જે મહાભાગ્યવાન મુમુક્ષુઓ પ્રભુશ્રીજીની નિશ્રામાં તે ભક્તિથી રંગાયેલા, તેઓએ પ્રભુશ્રીજીની આજ્ઞાનુસાર ભક્તિ માર્ગ પ્રગટ રહે તે હેતુથી “વિનયોપાસના” પુસ્તકની રચના કરી.
પ્રસ્તુત પુસ્તકનો ક્રમ વનક્ષેત્રે થતી ભક્તિને અનુલક્ષિને મૂકવામાં આવ્યો છે, તથા પરમકૃપાળુદેવના અમૂલ્ય વચનામૃત, પ્રભુશ્રીજીના પરમાર્થ પ્રેરક ઉપદેશામૃત અને અન્ય ભક્તિ પદો આ પુસ્તકમાં વિશેષપણે સમાવેશ કરવામાં આવ્યા છે.
પ્રભુ પ્રેરણાથી પ્રસિદ્ધ આ “વિનયોપાસના” પુસ્તક આત્માર્થી મુમુક્ષુઓના કરકમળમાં અર્પિત કરતા અતિ આનંદ ઉલ્લસે છે.
ચૈત્ર વદ ૫ સં. ૨૦૬૧ તા. ૨૮-૪-૨૦૦૫, ગુરુવાર
શ્રીમદ્ રાજચંદ્ર આરાધક મંડળ
‘વનક્ષેત્ર”
Page #10
--------------------------------------------------------------------------
________________
વિચારણા
વિનય ધર્મનું મૂળ છે. વિનય ધર્મનું મૂળ છે. એમ કહી આપણે જેના સંગમાં હોઈએ છે, તે જેનો વિનય કરતો હોય તેનો વિનય કરવા દબાણ કરે છે. માટે હું જેના સંગમાં છું તે કેનો વિનય કરે છે, તે જોઈને પછી તેની સાથે સંગમાં બેસવું.
શ્રી, કોનો વિનય કરતા, કેવી રીતે કરતાં, કેવી રીતે કરવો, તે કરી બતાવતા, તેના સંગથી જેનો વિનય કરવાનો છે, તે ગુણ પ્રગટે છે.
શ્રી – શ્રીજીનો વિનય કરતા અને તે કરવાનું કહેવા કરતાં કરી દેખાડતા. તેમનું જોઈ બીજા તે શબ્દ પકડી, જ્યાં વિનય કરવાથી વિનય ગુણ પ્રગટે, તે નહિં કરતાં, જ્યાં વિનય કરવાથી અશાતના થાય, હતો ત્યાંનો
ત્યાં રહે, અને મળેલો જોગ લુંટાઈ જાય તેવું કરવાનું કહે તે ઉપર બહુ ધ્યાન આપવાનું છે.
ધૂતારા પાટણ છે – ધૂતારા હોય તે બીજાને લુંટવાના હેતુથી મુસાફરને કંઈનું કંઈ કહે – માટે ધૂતારાથી છેતરાવું નહીં. પત્ર ૯૪૭ – વર્તમાન દુષ્યકાળ વર્તે છે... ઘણું કરીને પરમાર્થથી શુષ્કઅંતઃ કરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે. એવા વખતમાં તેનો સંગ કરવો, તેની સાથે કેટલું કામ પાડવું, તેની સાથે કેટલું બોલવું... એ બધું લક્ષમાં રાખવાનો વખત છે. નહીં તો સદ્દવૃત્તિવાન જીવને એ બધા કારણો હાનિ કરતા થાય છે.
દાખલો :- આત્માની વાત.. બહુ સારી કરે છે, સાંભળવામાં શું છે, તેમ કરી કોઈ જાય તો પછી તેના શુ હાલ થાય છે ? તે અત્યારે. જોવા મળે છે. જ્ઞાનીના વચન વાંચે, બોલે, આગળ કરે, પણ હેતું શું ? પૂજાવા માટે,... ને મનાવવા માટે, પોતાને જેનો આગ્રહ થયો છે તેમાં દઢ કરવા. આવું બધે થયું છે. ..........., તેમ ..... પણ થાય છે. આગ્રહ થયા પછી આગ્રહ છૂટતો નથી. શ્રી પાસેથી મૂળ વાત સાંભળેલી વિસર્જન થઈ પછી તો આકાર રહ્યો. આકારની પૂજા વિનય કરે તેનું શું થાય ?
Page #11
--------------------------------------------------------------------------
________________
કોઈ અપૂર્વ વાત છે, અપૂર્વ જોગ છે, એવું લાગવાથી એક બે આવે, પછી ઘણાં આવે. પછી અપૂર્વ વાત શું છે, તે જાણવાને બદલે, કહેનારની વાત અપૂર્વ છે તેવું થાય છે. પછી તે “અપૂર્વ વાત છે” તે બધાનો અર્થ કહેનારની વાત સાથે સરખાવતાં, કહેનારની વાત અપૂર્વથી પણ અપૂર્વ લાગે છે. કારણ કે અપૂર્વ શું, તે તો ખબર નહીં હોય – પોતાની સમજણથી સમજાય તે અપૂર્વ લાગે તેથી કહેનારની વાત તો સાંભળનારને ખુશ કરવાની હોય છે, તે સમજી શકે છે. તેથી ત્યાંજ ચોંટી પડે છે ને - માર્ગ પ્રગટ કરવાને બદલે – માર્ગનું મહાતમ રહ્યું નહીં. પછી સ્થળનું મહાતમ થાય છે, કહેનારનું મહાતમ થાય છે. સ્થળ અને કહેનારનુ મહાતમ થયું ત્યાં પછી માર્ગનું મહાતમ રહેતું નથી, માર્ગ લોપ થઈ જાય છે. પ્રગટ થવાને બદલે માર્ગ ઢંકાઈ જાય છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
(i)
પ્રસ્તાવના
می
તત્ સત્
(૧) “જિણાણાય કુણંતાણં સર્વાંપિ મોક્ષકારણે સુંદરપિ સબુદ્ધિએ સવ્વ ભવણિ બંધણું-’
જિનેશ્વરની આજ્ઞાનુસાર જે જે કરવામાં આવે છે તે સર્વે મોક્ષના કારણરૂપ છે; તે સિવાય અન્ય સુંદર દેખાતું છતાં પણ પોતાની બુદ્ધિએ-સ્વમતિ કલ્પનાએ જે જે કરવામાં આવે છે તે સર્વ સંસાર વધારનાર છે.
(૨) ‘મહાદિવ્યાકુક્ષિરત્ને શબ્દજિતવરાત્માં રાજ્યચંદ્રમહં વંદે તત્ત્વલોચનદાયક’'
આત્મા છે. પ્રગટ પુરુષોત્તમ પુરુષને નમસ્કાર-નમસ્કાર. (૩) ‘‘અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાક્યા નેત્રમુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમ:’’
અજ્ઞાનરૂપી તિમિર, અંધકારથી જે અંધ, તેના નેત્ર જેણે જ્ઞાનરૂપી અંજનશલાકા, આંજવાની સળીથી ખોલ્યાં તે સદ્ગુરૂને નમસ્કાર.
(૪) ‘‘મોક્ષ માર્ગસ્ય નેતારું ભેત્તાર કર્મભૂભૃતામ્ જ્ઞાતારું વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે’’
મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભેત્તા, ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે હું વંદુ છું. (પત્ર ૯૫૬-૩૭)
‘પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.’’ (પત્ર ૬૨)
:
Page #13
--------------------------------------------------------------------------
________________
(૧) જીવને પરમાર્થ પ્રાપ્તિ કરવાને એ સિવાય બીજો ઉપાય નથી. - (૨) બીજું કાંઈ શોધ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વલ્ય જા–પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. . (૩) સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી; આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ.
(૪) એક સપુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.
(પત્ર ૭૬) સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય “સર્વદુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનેથયો હોય, તે પુરુષે આત્માને ગવેષવો, અને આત્માગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વસાધનનો આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગષવો; તેમ જ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞા ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુ:ખથી મુક્ત થાય છે.” (પત્ર ૪૯૧ દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) બીજા મહાવીરના પત્રમાંથી
(પત્ર ૬૮૦) * “દુષમકાળના દુર્ભાગી જીવો! ભૂત-કાળની ભ્રમણા છોડીને વર્તમાને
Page #14
--------------------------------------------------------------------------
________________
વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે.
સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. - મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ.
વધારે શું કહેવું? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અને બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.”
તીર્થંકરે પણ એમ જ કહ્યું છે, અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં, તો પણ ઉપર જણાવ્યા તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણોથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે; માટે સેવનીય છે.” (પત્ર ૩૯૭)
“ઈશ્વરેચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે; અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ.”
(પત્ર ૩૯૮) શ્રી અંબાલાલભાઈને નીચે પ્રમાણે કહેવાની શ્રીજીએ સૂચના આપેલી :
અમને કોઈ જ્ઞાનાવતાર પુરુષનો સમાગમ થયો હતો. તેમની દશા અલૌકિક જોઈઅમને આશ્ચર્ય ઉપજ્યું હતું. અમે જૈન છતાં તેમણે નિર્વિસંવાદપણે -- વર્તવાનો ઉપદેશ કહ્યો હતો. સત્ય એક છે, બે પ્રકારનું નથી, અને તે જ્ઞાનીના
અનુગ્રહ વિના પ્રાપ્ત થતું નથી. માટે મતમતાંતરનો ત્યાગ કરી જ્ઞાનીની આજ્ઞામાં અથવા સત્સંગમાં પ્રવર્તવું....નિઃસદેહસ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠાં છતાં વીતરાગ છે..... તથાપિ આપ પ્રત્યે સ્નેહભાવ કોઈ પૂર્વના કારણથી બતાવ્યો જણાય છે. મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેમને નામ, ઠામ, ગામ કાંઈ જ નથી; તથાપિ વ્યવહારે તેમ છે. છતાં તે અમને અપ્રગટ રાખવા
Page #15
--------------------------------------------------------------------------
________________
E;
(iv)
આજ્ઞા કરી છે. આપનાથી તેઓ અપ્રગટપણે વર્તે છે. તથાપિ આપ તેમની પાસે પ્રગટ છો........ તેમ ‘જ્ઞાનાવતારની' અનન્ય ભક્તિ પણ લક્ષમાં રાખજો.’’ (પત્ર ૧૬૭)
ધંધુકામાં ધારસીભાઈ શ્રીના દર્શન માટે ગયેલા ત્યારે શ્રી ધારસીભાઈએ કહેલું :
‘‘સંવત ૧૯૫૭માં શ્રીમદ્જીનો દેહ છૂટતાં પહેલાં પાંચ છ દિવસ અગાઉ હું રાજકોટ દર્શન કરવા ગયેલો તે વખતે તેઓશ્રીએ કહેલું કે શ્રી અંબાલાલ, શ્રી સોભાગ્યભાઈ અને આપને (શ્રીને) તેઓશ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયું છે.’’
ચૈત્ર વદ ૪ ની સાંજે તેમને (ધારસીભાઈને) મોરબી જવાનું હોવાથી શ્રીમદ્દ્ની રજા માગી, તે વખતે શ્રીમદે વારંવાર કહ્યું :-‘‘ઉતાવળ છે ?’’- શ્રી ધારસીભાઈ એ કહ્યું ‘‘બે ચાર દિવસમાં પાછો આવીશ.’’ છેવટે શ્રીમદે કહ્યું : “ધારસીભાઈ ઘણું કહેવાનું છે. અવસર નથી. અમારા સમાગમે ત્રણ પુરુષો સ્વરૂપને પામ્યા છે. સૌભાગ્યભાઈ, અંબાલાલ તથા મુનિશ્રી લલ્લુજી.’’
શ્રીનો શ્રીજી સંબંધી અનુભવ
શ્રી :- ‘‘પોણોસો વર્ષ જેટલું આ આયુષ્ય પહોંચ્યું તો મોક્ષમાર્ગનો મર્મ પ્રગટ કરનાર એ મહાપુરુષે કહેલાં વચનો યથાર્થ ફળીભૂત થયેલાં દેખાયાં. પ્રેમપ્રતીતિ વર્ધમાન થયે તે સદ્ગુરૂનું માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે.’’
શ્રીનો અનુભવ જૂનાગઢમાં
‘‘અત્રેની કોઈ અદ્ભુત વિચારે અને આત્મિકસુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે-એક જ શ્રદ્ધાથી.’’
Page #16
--------------------------------------------------------------------------
________________
આ વચનામૃતથી શ્રીએ પોતાની દશા ક્શાવી છે. મહાવીર સ્વામીએ છેવટની વખતે આવી રીતે પુદ્ગલ કાઢયાં છે.” શ્રીની બીમારીમાં યૂ.એ મંત્ર સંભળાવવા માંડ્યો ત્યારે શ્રીએ કહ્યું - “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળ જ્ઞાન રે – તે જ છે.”
આ પુસ્તકમાં તેમજ આગળ છપાવેલાં પુસ્તકોમાં “શ્રી” અને “શ્રી” શબ્દો અમે વાપર્યા છે. “શ્રીજી” શબ્દ અમે પરમાત્મા માટે વાપર્યો છે. તે શબ્દાતીત છે છતાં વ્યવહારમાં ઉપાસના માટે, લક્ષ સ્થિર થવા માટે તે શબ્દ વાપર્યો છે. ખાસ કરીને તે શબ્દ “અનંતજ્ઞાનાદિ ઐશ્વર્યવંત એવું જે પરમાત્મસ્વરૂપ શ્રી મહાવીર, શ્રી રામ આદિ અનંત મુક્તાત્માઓએ પ્રગટ અનુભવ્યું તે જ શુદ્ધ સહજાત્મસ્વરૂપનો પ્રત્યક્ષ સ્વાનુભવ કરી તે જ સનાતન વિતરાગ મોક્ષમાર્ગ આ કાળમાં જેમણે અનંત કરુણા કરી પ્રગટ કર્યો તે શ્રી સદ્ગુરૂ શ્રીમદ્રાજચંદ્ર પરમકૃપાળુદેવ”ને માટે વાપર્યો છે. જેનાકેટલાક પ્રચલિત નામો નીચે પ્રમાણે છે :
શ્રીજી શબ્દ સહજાન્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વામિ, તત્ત્વલોચનદાયક, પ્રગટ પુરુષોત્તમ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ, પરમકૃપાળુદેવ, ત્રણ લોકના નાથ, મહાવીર, રામ, શીવસ્વરૂપ, પ્રત્યક્ષ સત્પરુષ, સદ્ગુરૂદેવ, સજીવનમૂર્તિ, જ્ઞાનાવતારી, શ્રીમાનું પુરુષોત્તમ, સરસંત હરિ, અચિંત્યમૂર્તિ હરિ, પરમસતું, પરમજ્ઞાન, પરમપ્રેમ, સચિદાનંદસ્વરૂપ, આત્મા, સર્વાત્મા, પરમતત્ત્વ, પુરુષોત્તમ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, ભગવત, પુરાણપુરુષ, દેહધારી દિવ્ય મૂર્તિ-જ્ઞાનીરૂપ પરમાત્મા, યથાર્થ બોધસ્વરૂપ, શ્રી બોધસ્વરૂપ, અભિન્ન બોધમય, સ્વરૂપસ્થ, સમાધિરૂપ, સસ્વરૂપ, શ્રી પ્રારબ્ધદેહી, આત્મસ્થિત, આત્મસ્વરૂપ, સહજાન્મસ્વરૂપ, શ્રી મહાવીર, શ્રી રામ, અમૃતસાગર, કલ્પવૃક્ષ, પરમ શાંતિના ધામરૂપ..
..... અમોહ સ્વરૂપ એવા શ્રી રાજચંદ્ર, અવિષમપણે જ્યાં આત્મધ્યાન
Page #17
--------------------------------------------------------------------------
________________
તે વર્તે છે એવા જે શ્રી રાયચંદ.... (વચનામૃતમાંથી)
શ્રીને પોતાને શ્રીજીની ઓળખાણ હતી તે જણાવી છે.
પ્રત્યક્ષ સન્દુરુષ, “જેની કૃપાથી જીવ અનંત સંસાર ઓળંગી પરિત સંસારી કે સમીપ મુક્તિગામી થાય છે, જેના વચનને અંગીકાર કરવાથી સહજ શુદ્ધ આત્મસ્વરૂપ સહજ માત્રમાં પ્રગટે છે અને જેના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યા છે એવા પ્રત્યક્ષ સત્પષની કૃપા પ્રસાદી જગતનું કલ્યાણ કરો.” અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરૂદેવ અતિશયશાળી શ્રી ગુરૂદેવ, પરમ મહાત્મવંત પ્રત્યક્ષ સત્પરુષ, આશ્ચર્યકારી અવલંબનરૂપ, મોક્ષમાર્ગનો મર્મપ્રગટ કરનાર, મહાપુરુષ, પરમ મહાગ્યવંત.... (ઉદ્દેશમાંથી). આ ઉપરાંત અનંત નામો જે “પરમાત્મા’ માટે વપરાય છે તે.
શ્રી શબ્દ “શ્રી” શબ્દ વાપર્યો છે તે “પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રદેવની આજ્ઞાની ઉપાસનાથી જેણે નિજ શુદ્ધ આત્મસ્વરૂપે પ્રગટ અનુભવ્યું અને તે જ આજ્ઞા ઉપાસવાનો માર્ગ સર્વ મુમુક્ષુઓને ઉપદેશીને પરમકૃપાળુદેવે પ્રગટ કરેલો મૂળ સનાતન મોક્ષ માર્ગ જેમણે વિસ્તાર્યો તે પરમોપકારી શ્રી લઘુરાજ સ્વામી પ્રભુશ્રીજી” ને માટે છે. જેમને મુમુક્ષુઓ “પ્રભુશ્રી, સંત, બાપા, મુનિ, બ્રહ્મનિષ્ટગુરૂ, કલ્યાણમૂર્તિ, ચોથા આરાના મુનિ, સાક્ષાત પ્રત્યક્ષ સજીવન મૂર્તિ, સદ્ગુરૂ ભગવાન, શ્રી પરમકૃપાળુ મહર્ષિ દેવ, શ્રી લઘુરાજ સ્વામી...” ઈત્યાદિ નામોથી સ્તવે છે.
ઉત્તરસંડામાં કહેલું તેનો સાર શ્રીજીએ એટલે જ્ઞાનાવતારી પુરુષે આ કાળમાં જન્મ લીધો તે પ્રસંગને તેઓશ્રીએ જ“વનની મારી કોયલ”ની ઉપમા આપી છે. શ્રી મહાવીર સ્વામીએ કરેલો બોધ તેમને લક્ષમાં હતો તે સિદ્ધ કરવો હતો; પણ શ્રી મહાવીર સ્વામીના નામે માર્ગ કહેવામાં આવે છે તે એવી સ્થિતિમાં જોવામાં આવ્યો કે તે રસ્તે
Page #18
--------------------------------------------------------------------------
________________
(vi) ચાલી શકાય જ નહીં. તેથી માર્ગમાં કાંટા પડ્યા હોય તે ખસેડતા જવું ને માર્ગે ચાલવાનું કરવું તેવી રીતે તેમને કરવું પડેલું અને તેમ કરવામાં તેમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે પોતે જ જાણે છે. બીજાથી તે શ્રમની કલ્પના થાય તેવું નથી. વર્તમાનમાં કોઈ જ્ઞાની હોત તો તેમની આજ્ઞા પ્રમાણે દર્શાવેલા માર્ગે ચાલી જાત પણ તેવા કોઈ જ્ઞાની હતા નહીં તેથી કાંટા ખસેડતાં જવું ને માર્ગે ચાલતા જવું તેને માટે તેમને અથાગ શ્રમ પડેલો.'
સૌભાગ્યભાઈની પ્રભાવના માટે વિનંતી. શ્રી. સૌભાગ્યભાઈને શ્રીજીનું મહાતમ જણાયા પછી, તેમણે શ્રીજીને વીતરાગ માર્ગની પ્રભાવના કરવાની ફરી ફરી વિનંતી કરેલી કે જેથી દુ:ખી થતા જીવો તેનો લાભ લઈ શકે.
મુંબઈમાં ગોડીજીની નજીકની પેઢીમાં-મહાવીર જયંતીનો વરઘોડો જોઈ,
એક દિવસ શ્રીજી બેઠા હતા ત્યાં શ્રી મહાવીર જયંતીનો વરઘોડો જૈનો કાઢતા હતા. તે ધમાલ જોઈ શ્રીજીને એવી કરૂણા ફુરી કે તેમણે “બીજા મહાવીરનો” પત્ર (૬૮૭) લખી કાઢયો. તેઓશ્રીની કરૂણાનું શું ફળ આવશે તે પણ પત્રમાં જણાવ્યું, પણ તે પત્ર અંગત રાખ્યો, કારણ કે જ્ઞાનીઓ નગદ ધર્મ આપે છે વાચાજ્ઞાનીઓની માફક ઉધારીઓ ધર્મ આપતા નથી.
તેઓશ્રી મુંબઈથી રાળજ આવ્યા. ત્યાંથી શ્રીને મંત્ર મોકલાવ્યો. પછી આણંદ આવી “મૂળ માર્ગ” આપ્યો અને નડિયાદ જઈ પોતાને જે સ્વરૂપનો અનુભવ હતો તે “શ્રી આત્મસિદ્ધિ તેના અધિકારી માટે જ લખી. તેત્રણને જ શ્રી સૌભાગ્યભાઈ, શ્રી અંબાલાલભાઈ અને શ્રીને આપી; તેમને સ્વરૂપ પ્રાપ્તિ કરાવી. એટલે તેઓશ્રીની પાસે જે હતું તે તેના અધિકારીઓને આપ્યું. આજ
૧. પત્ર ૩૯૮ (પૃ.૩૪૬); પત્ર ૩૮૪ (પૃ.૩૩૬) દુષમકાળમાં બીજા શ્રી રામ; પત્ર ૪૩૩ (પૃ.૩૬૫) હુંડા અવસર્પિણી કાળ; પત્ર ૩૦૮ (પૃ. ૧૭); પત્ર ૭૧૩ (પૃ. પર૧) મૂળ માર્ગ બીજાના લક્ષમાં નથી મહાવીર જેવો વખત; (પૃ.૮૨૨) (૧૪) હાલની સ્થિતિ; પત્રર૮ર (પૃ.૩૦૧) વ્યાસયુગ-કળિયુગ; પત્ર૭૫૪ (પૃ.૫૭૫) શાસન સ્થિતિ.
Page #19
--------------------------------------------------------------------------
________________
(vi)
પ્રભાવના હતી.
વસોમાં શ્રીને શ્રીજીની પ્રત્યક્ષ સન્દુરુષ તરીકેની ઓળખાણ થઈ.
પ્રત્યક્ષ સત્પરુષની તેમને ઓળખાણ થઈ પછી શ્રીજી પોતે પ્રત્યક્ષ સપુરુષ છે તે વાત ઉત્તરસંડામાં પ્રગટ કરી. શ્રી મહાવીર સ્વામી પછી શ્રીજી પોતે “પ્રત્યક્ષ સત્પરુષ” છે તે જણાવી દુનિયા ઉપર અપાર ઉપકાર કર્યો છે. આત્મસિદ્ધિનું મૂળ પ્રત્યક્ષ સદ્ગુરૂની પ્રાણી છે. તે પ્રાસી પછી જ આત્મવિચાર ઊગે છે. આત્મવિચારની શરૂઆત થાય છે ત્યારથી જે તેની ઈચ્છા તે પ્રાપ્ત કરવા તરફ જ હોય છે ને પ્રત્યક્ષ સત્પરુષના અવલંબને સ્વચ્છંદરોકાતો જાય છે અને છેવટે તેને તે આધારે મોક્ષ થાય છે. બીજા ઉપાયથી તો સ્વછંદ વધે જ જાય છે..
ઈડર-અમદાવાદ શ્રીજીએ બધામુનિઓને ઈડરમાં સમાગમ કરાવ્યો અને પોતાની અદ્ભુત શક્તિ વડે સિદ્ધરૂપે દર્શન કરાવ્યું અને સિદ્ધશીલાનું દર્શન કરાવ્યું કે જેથી બીજા અવલંબનની જરૂર ન રહે. તેમ છતાં શ્રીને શ્રીજી ઉપર દ્રષ્ટિરાગ હતો તે અમદાવાદમાં દૂર કરાવી પોતે વીતરાગરૂપે સ્થિર થઈ ગયા.
શ્રી ગૌતમસ્વામીને શ્રી મહાવીર પ્રત્યે દ્રષ્ટિરાગ હતો તેથી વીતરાગપદ શ્રી મહાવીર સ્વામી તેમને પ્રાપ્ત કરાવી શકેલા નહીં. પણ શ્રીજીની હયાતીમાં શ્રીનો શ્રીજી પ્રત્યે દ્રષ્ટિરાગ હતો તે નાશ કરાવેલો તેથી શ્રીને વીતરાગપદ પ્રાપ્ત કરાવ્યું તે આ કાળમાં એક અદ્દભુત બનાવ બન્યો. તેથી કહી શકાય કે શ્રી સૌભાગભાઈની માર્ગની પ્રભાવના કરવાની વિનંતી હતી તે આ જગતના ઉદ્ધાર માટે મોટામાં મોટો બનાવ હતો. - શ્રીજીએ શ્રીને ઈડરમાં શ્રી અંબાલાલભાઈની દશા જણાવતા કહેલું કે હાલ તેમની વૃત્તિ શિથિલ થઈ છે. તે સાંભળી શ્રીને વિકલ્પ થયેલો કે “શું તે એમને એમ જ રહેશે?” તેનું સમાધાન કરવા શ્રીજીએ કહેલું કે “મુનિ, ખેદ કરશો નહીં. તેનો પ્રમાદ અમારા બોધથી દૂર થશે અને પરમપદને પામશે.” શ્રી અંબાલાલભાઈને
Page #20
--------------------------------------------------------------------------
________________
(ix)
બોધ થશે ને પરમપદને પામશે તે વાત શ્રીને યાદ રહેલી. પછી ૧૯૫૭માં શ્રીજી અમદાવાદ હતા ત્યારે શ્રી અંબાલાલભાઈને રાત્રે બોધ કર્યો ને મુનિઓ પાસે જવા આજ્ઞા કરી. તેઓ રાત્રે બાર વાગ્યા પછી મુનિઓ પાસે ગયા ને પોતાને બોધ થએલો તે શ્રીને જણાવ્યો ને કહ્યું : -‘‘મારો જે પ્રમાદ હતો તે આજે નષ્ટ કર્યો છે’’ અને મૂળ માર્ગ કેવો જોઈએ તે સંબંધી વ્યવહાર અને પરમાર્થનું પોષણ થાય તેવા સર્વ્યવહારનું સ્વરૂપ શ્રીજીએ કહેલું તે જણાવ્યું.
શ્રી અંબાલાલભાઈને બોધ કરેલો તે શ્રીને માટે પણ હતો. તે પછી શ્રીજી મુનિઓને મળવા ગયેલા ત્યારે શ્રી તેમની પાછળ પડયા છે, જ્યાં જાય ત્યાં દોડયા આવે છે, તેમનો કેડો મૂકતા નથી એમ કહી ઠપકો આપ્યો. તે સાંભળી મુનિઓના મનમાં થયું કે ‘‘આપણો રાગ છોડાવવા આ શિખામણ આપી છે.’’ એટલે તેમનો રાગ હતો તે છૂટી ગયો. કારણ કે મૂળ માર્ગ કેવો હોય તે શ્રી અંબાલાલભાઈ પાસેથી સાંભળેલું હતું. રાગ છોડવાની વાત શ્રીની સમજમાં આવી ગઈ અને રાગ છોડયો. તેના બીજે જ દિવસે શ્રી તથી શ્રી દેવકરણજી મુનિને બોલાવ્યા અને શ્રીજીએ કહ્યું :
-
અમદાવાદ
આગાખાનના બંગલામાં
‘હવે એક વીતરાગતા સિવાય અમને બીજું કંઈ વેદન નથી. અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહી.’’ (આવું જ શ્રીજીએ ખંભાતવાળાને પણ કહેલું :- ‘‘ફરી મળીએ કે ન મળીએ, સમાગમ થાય કે ન થાય પણ અમારા પ્રત્યે અખંડ વિશ્વાસ રાખજો, અમારામાં અને શ્રી મહાવીરદેવમાં કંઈ પણ ફેર નથી. ફક્ત આ પહેરણનો ફેર છે.’’)
-
પછી શ્રીને નીચે મુજબ આજ્ઞા કરી :
(૧) તમારે કોઈની પાસે જવું નહીં. બીજા તમારી પાસે આવશે.
(૨) દુ:ષમકાળ છે માટે જડભરત જેવા થઈને વિચરજો. (ઉ.રૃ.પૃ.૨૭૫. કૃ. દેવનું વચન છે, હૃદયમાં લખી રાખ્યું છે : ‘મુનિ, જડભરત થઈને ફરજો.’) (૩) રિદ્ધિ સિદ્ધિ પ્રગટશે તેને ઓળંગી જજો.
Page #21
--------------------------------------------------------------------------
________________
(૪) આ કાળના જીવો પાકા ચીભડા જેવા છે, કકડાશ સહન કરી શકે તેમ
નથી; તેથી લઘુતા ધારી કલ્યાણમૂર્તિ બનશો તો ઘણા જીવોનું કલ્યાણ તમારા દ્વારા થશે.
મુમુક્ષુઓને ભલામણ બીજા મુમુક્ષુઓને પણ શ્રીનો સમાગમ બે બે માસે કરવા ભલામણ શ્રીજીએ કરી હતી. આ આજ્ઞા પ્રમાણે જ શ્રી વિચરતા હતા. કોઈ પરિચયમાં આવે તેને “શ્રી કલ્યાણમૂર્તિ છે તેવો ભાસ થતો પણ કોઈ જીવ પૂર્વના સંસ્કારને લીધે તેમના પરિચયમાં આવતા ત્યારે “શ્રી પોતે પૂર્ણ વીતરાગ છે-સાક્ષાત્ ભગવાન સ્વરૂપ છે એમ ઓળખી જતાં. પણ સ્વચ્છેદે કંઈ પણ માની લેવામાં કલ્યાણ નથી પણ શ્રીનું કહેવું માનવામાં જ કલ્યાણ છે એવો દઢ નિશ્ચય રહેતો હોવાથી શ્રીની આજ્ઞાનુસાર શ્રીજીની શ્રદ્ધા રાખી શ્રીજીની આજ્ઞા માન્ય રાખી પરમાર્થ માર્ગે વીતરાગની ઉપાસના કરતા હતા.
શ્રીજીને કોઈ મુમુક્ષુ પૂછતાકે તેમની ગેરહાજરીમાં તેમને કોનું અવલંબન લેવું? ત્યારે શ્રીજી, શ્રી તથા મુનિ દેવકરણજીના નામ જણાવી જણાવતા કે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી ચોથા આરાના મુનિ સમાન છે અને મુમુક્ષુ વર્ગને તેમનો સમાગમ બે બે મહિને કરવા ભલામણ કરેલી. શ્રીજીના નિર્વાણ પછી આજ્ઞાનું માહાભ્ય રહ્યું નહિ અને ફરી અંધકાર વ્યાપ્યા જેવું થયું.
શ્રીને વીતરાગ માર્ગ પ્રગટ કરવાનું નિમિત્ત શ્રીજીના નિર્વાણ પછી શ્રી વીતરાગભાવે વિચરતા હતા. કાળના પ્રભાવ પ્રમાણે દરેક જ્ઞાનીને પરિસહ અને ઉપસર્ગો આવે છે. તેવા પ્રસંગો શ્રી વીતરાગભાવે સહન કરી રહ્યા હતા. શ્રી રણછોડભાઈએ તેમના પૂર્વના સંસ્કારને લીધે શ્રીના દર્શન થતાંની સાથે શ્રી પાસે મોક્ષની માગણી કરી અને શ્રીએ તેમને ખાત્રી કરાવી કે તેઓ મોક્ષ આપી શકે છે. શ્રી રણછોડભાઈને ખાત્રી થઈ હતી કે તેમને મોક્ષદાતા મળી ગયા છે. તેથી વીતરાગ માર્ગ પ્રગટ કરવાની જૂનાગઢ્યાં ૧. મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
(xi)
આગ્રહપૂર્વક વિનંતી કરી તેથી શ્રીએ ગુજરાતમાં પાછા આવવા કબૂલ કર્યું અને સં.૧૯૭૪માં આવ્યા; અને ત્યારથી મુમુક્ષુઓની સંખ્યા વધવા માંડી અને ‘‘ભક્તિયુગ’’ શરૂ થયો હોય તેવી રીતે લોકોનો ભક્તિમાં અપૂર્વ ઉત્સાહ ફેલાવા માંડયો. નાર, સીમરડા, કાવીઠા, સંદેસરમાં એવા ભક્તિના પ્રસંગો બનેલાં કે જેઓ તે ભક્તિમાં હાજર હતાં તેમની પાસેથી વર્ણન સાંભળીને અજાયબ પામી જવાય તેવો પ્રસંગ બન્યો છે તેવું લાગ્યા વિના રહે નહી.
પૂનાથી માર્ગ પ્રગટ
પછી શ્રી પૂના પધાર્યાં. શ્રીજીના નિર્વાણ પછી પૂના પધાર્યા ત્યાં સુધી ‘‘વીતરાગ માર્ગ પ્રગટ કરવાનું’’ જે યોગબળ ભરી રાખેલું તેનો ઉપયોગ શ્રીએ પૂનામાં કર્યો અને એક જ સૂત્રથી વીતરાગ ધર્મની પરંપરા અનુસાર ‘‘સંતના કહેવાથી મારે પ. રૃ. દેવની આજ્ઞા માન્ય છે’’ વીતરાગ માર્ગ ખરા સ્વરૂપમાં પ્રગટ કર્યો. આ માર્ગ આ કાળમાં એવી રીતે શ્રીએ પ્રગટ કર્યો છે કે આરાધકને મોક્ષમાર્ગના દરવાજાં ઉઘાડાં થયાં છે તેવું લાગ્યા વિના રહે નહિ અને ઓઘે પણ આ પ્રતિજ્ઞા લે તો તેને માટે મનુષ્ય અને દેવગતિ સિવાય બીજી ગતિ બંધ થયા જેવું છે.
સ્વરૂપ પ્રાપ્તિ માટે આ પ્રતિજ્ઞા કરવાની છે.
શ્રીએ પૂનામાં જણાવેલું કે :- પ.કૃ.દેવની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે; અને પછી પ્રતિજ્ઞા લેવડાવેલી “સંતના કહેવાથી મારે પ.કૃ.દેવની આજ્ઞા માન્ય છે.’’
આખો વીતરાગ માર્ગ સ્વરૂપ પ્રાપ્તિ માટે છે. તે સ્વરૂપ પ્રાપ્તિ “સંતના કહેવાથી મારે પ.કૃ.દેવની આજ્ઞા માન્ય છે” તેટલી પ્રતિજ્ઞામાં આવી જાય છે અને પછી છેલ્લા શ્વાસોશ્વાસ સુધી આ જ માર્ગની પ્રભાવના છેવટે બોલાતું નહિ ત્યારે હાથના ઈશારાથી પણ કરી છે.
1
Page #23
--------------------------------------------------------------------------
________________
(xii)
મૂર્તિમાન મોક્ષ શ્રીજીએ શ્રી ધારસીભાઈને કહેલું કે “શ્રીને આત્મસ્વરૂપ પ્રગટ થયું છે” શ્રી આત્મસ્વરૂપ થઈને કહે છે કે “મારા કહેવાથી તમે શ્રીજી આત્મસ્વરૂપ છે તેવું માનો” અને તે આત્મસ્વરૂપ કેવું છે તે જાણવા માટે “એણે કહ્યું તે સાચું છે, તે જ સ્વરૂપ હું છું.” તેવું માનો તો પહેલે મોડે આવરણ ટળે તમે તે રૂપ થશો. બાકી બીજી રીતે કલ્પનાથી માનવા જશો તો કદી નિશ્ચય થશે નહિ. આટલું જ દઢ થઈ જાય તો “મૂર્તિમાન મોક્ષ” મલ્યા જેવું છે.
પ્રત્યક્ષ સન્દુરુષ પ્રત્યક્ષ સન્દુરુષ શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી “પ્રત્યક્ષ સત્પરષ” નો જોગ નહીં હતો તે જોગ શ્રીજીના આવાગમનથી બની આવ્યો. "શ્રીજી પ્રગટ દવારૂપે હતા-પ્રગટ આત્મા હતા. પ્રત્યક્ષ જ્ઞાની હતા; તેથી પુણ્ય પ્રગટ કરવાનો એવો પ્રગટ માર્ગ કહી શક્યા કે “કોઈને એક અંશ શાતાથી માંડી પૂર્ણ કામના સુધીની સર્વ સમાધિ” જોઈતી હોય તો તેનું કારણ “પ્રત્યક્ષ સત્પષ જ છે.” આ બધી મર્મની વાત શ્રીએ જીવનમાં ઉતારી તે મર્મનો ભેદ ઉઘાડી રીતે સમજાવ્યો છે.
શ્રીજીએ મોક્ષમાર્ગ બહુ લોપ થયેલો જોયો અને આત્માર્થી થઈને વિચાર કરે તે માટે તે માર્ગ ગોપવ્યા વિના તેમણે પ્રગટ કહ્યો અને તે માર્ગનો મર્મ સમજી, સિદ્ધ કરી, તે માર્ગ શ્રીએ પ્રગટ કહી સંભળાવ્યો. શ્રી કોઈ અદ્ભુત શૈલીથી કહેતા કે “અમે બધે આત્મા જોઈએ છીએ અને આત્માને વાત કરીએ છીએ” એટલે જે કોઈ તેમનું વચન સાંભળે તે આત્મારૂપે થયા પછી સાંભળે તો આત્મવિચાર ઉગ્યા વિના રહે નહીં, આત્મવિચાર ઊગે તો સ્વચ્છંદ રોકાયા વિના રહે નહીં અને સ્વચ્છંદ રોકાય તો અનંતા જીવો જે માર્ગે મોક્ષ ગયા છે તેને માર્ગ તે આ કાળમાં મળી આવે. આ બધાનું (૧) ધામણવાળાશ્રી કાળાભાઈને ગાંધીજીએ કહેલું - હિંદુસ્તાનમાં સૂર્ય ઊગ્યો છે, એટલે કે શ્રીજી. તેથી તેઓ હિંદુસ્તાનમાં આવ્યા.
Page #24
--------------------------------------------------------------------------
________________
(xii) મૂળ કારણ “પ્રત્યક્ષ સત્પષ” છે અને શ્રીજી જન્મથી જ જ્ઞાની હતા પણ શ્રીજી પોતે “પ્રત્યક્ષ સત્પરુષ” છે તે વાત માત્ર ત્રણને જ ખબર હતી;
તેથી શ્રીજીએ “શ્રી આત્મસિદ્ધિ ત્રણને જ આપેલી. પણ વસોમાં શ્રીને ક્ષાયિક સમકિત કરાવ્યા પછી પોતે પ્રત્યક્ષ સન્દુરુષ છે તે વાત ઉત્તરસંડામાં ઉઘાડી પાડેલી. શ્રી મહાવીર સ્વામી પછી “પ્રત્યક્ષ સપુરુષ” તરીકે કોઈ થયેલું નહી, તેથી “પ્રત્યક્ષ સન્દુરુષનો” અર્થ અને મર્મ સમજાય તેવું રહેલું નહીં અને મતિ કલ્પનાથી લોકો અર્થ કરતા હતા. શ્રીએ આનો મર્મ તથા અર્થ ઉઘાડી રીતે કહેલો; પણ તે મર્મ ઘણાંની સમજમાં આવેલો નથી તે હાલ જુદી જુદી રીતે તેનો અર્થ થાય છે તે ઉપરથી દેખાય છે. કેટલાક શબ્દોનો અર્થ થઈ શકે તેમ નથી તેવો આ શબ્દ છે. અને તેનો મર્મ આત્મવ્યક્તિએ સમજાય તેવો છે. તેથી તેનું વિવેચન કર્યું નથી. શ્રીજી પ્રત્યક્ષ સત્પરુષ” છે અને શ્રી આના સાક્ષી છે.
શ્રી પૂનાથી હુબલી, શ્રવણબેલગુલા, માઈસોર થઈ બેંગલોર આવ્યા હતા. શ્રવણબેલગુલામાં શ્રીએ કહેલું :- દેવવંદન કરવું. ભગવાન હાજર થાય છે. હજારો દેવો આવે છે.” દેવવંદનની શ્રીની આજ્ઞા હોવાથી દેવવંદન માટે માત્ર બે ત્રણ મુમુક્ષુઓ પા કલાક માટે મળતા છતાં તે વખતે “સનાતન જૈન મંડળ” નામ રાખેલું કારણ કે “જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ તપ” એ સિદ્ધાંત તેમની શ્રદ્ધામાં દઢ થયેલો. એટલે જે કોઈ આજ્ઞા આરાધન માટે આવે તે મંડળના સભ્ય છે એવું ગણવાની પ્રથા શરૂઆતથી જ પાડી દીધી હતી. “જિનેશ્વરની આજ્ઞાનુસાર જે જે કરવામાં આવે છે તે સર્વે મોક્ષના કારણરૂપ છે; તે સિવાય અન્ય સુંદર દેખાતું છતાં પણ પોતાની બુદ્ધિએ-સ્વમતિ કલ્પનાએ જે કરવામાં આવે છે તે સર્વ સંસાર વધારનાર છે." એ સિદ્ધાંત અનુસાર પોતે જે કંઈ આજ્ઞા આરાધે છે તે સર્વે મોક્ષના કારણરૂપ છે એવું સમજનારા થતા ગયા તેમ તેમ મંડળની સંખ્યામાં વધારો થતો ગયો.
“આત્મા ધર્મ-આજ્ઞા એ ધર્મ–૫. ક. દેવની આજ્ઞા” એમ જણાવી
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રીએ બીજું કંઈ શોધવું ન પડે તેવો સર્વ ભાવ અર્પણ કરવાનો સપુરુષનો યોગ થાય તેવો માર્ગ આપી દીધો.
જેના વિના કોઈ કાળે છૂટકો થાય નહીં એવું અનુભવ પ્રવચન શ્રીએ જણાવ્યું અને તે સિવાય મોક્ષ માટે બીજું કંઈ શોધવાનું રહેતું નથી. શ્રીએ જણાવેલું-“આત્મા ધર્મ-આજ્ઞા એ ધર્મ-કૃ. દેવની આજ્ઞા.” તે વચનના આધારે અમને શ્રીએ દિવ્ય ચક્ષુ આપનારની શ્રદ્ધા કરાવી અને મોક્ષની બધી સામગ્રી આપી દીધી તેવો પરમ ઉપકાર તેમણે કર્યો છે. તે દ્રષ્ટિ સમક્ષ રહ્યાં કરે તે માટે કેટલાક પત્રોનો ઉતારો શરૂઆતમાં આપેલ છે.
શ્રીએ જાગ્રતી (ચેતવણી) માટે ઘણું કહેવું છે તેમાંના કેટલાક સારરૂપ
વચનો છે કે :“બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી એવો દઢ નિશ્ચય કરી, જે જીવને કરવાનું છે તે એક દઢ શ્રદ્ધા છે. તે વિષે સત્સંગ, સમાગમે સાંભળી, જાણી એક તેનું જ આરાધના કરવામાં આવશે તો ઘણાં ભવનું સાટું વળી રહેશે. તે પણ કર્યા વિના થાય તેમ નથી.”
“મનુષ્યભવ દુર્લભ કહ્યો છે. ધારે તો થોડા કાળમાં મોક્ષ થાય તેવું છે, છતા સ્વર્ગસુખ પામે તેમ છે. છતાં આ જીવ પોતાના સ્વચ્છેદે પોતાની ઈચ્છાએ, પોતાની સમજણે વર્તન કરી આ જીવને જે મહા દુર્ગતિ, દુઃખનું કારણ થઈ પડશે તે વખતે કોણ છોડાવવા સમર્થ છે? ફરીને આવો જોગ ક્યાં મળશે ? આ ચિંતામણી સમાન અવસર જતો રહ્યો તો પછી પૃથ્વી, પાણી, નિગોદમાં અનંતકાળ જતાં તેની દયા ખાવાનો આ અવસર છે કે કેમ ? જે જીવ શ્રદ્ધા રાખી, જીવના હિત કલ્યાણને માટે જે નહિ ચેતે તો પછી તેનું પરિણામ ખોટું આવે છે. હજુ ચેતવા જેવું છે. માટે જેમ બને તેમ આટોપી લેવાય અને ચેતાય અને આત્માની દયા ખાવી એ કર્તવ્ય છે. જે કાળ જાય છે તે પાછો આવતો નથી. ક્ષણ લાખેણી જાય છે. “સમય ગોયમ મા પમાએ” એ ઉડો વિચારવા
Page #26
--------------------------------------------------------------------------
________________
(w)
જેવો અર્થ છે.”
તે લક્ષ બહાર ન રહે તે માટે અમે ભક્તિની શરૂઆતમાં ન.આ. પત્રાંક નં. ૭૨૫-૯૩૫-૯૩૬ -૬૨ બોલવાનું રાખેલું. આ પત્રો આ પુસ્તકના પૃષ્ઠ ૧૦૧-૧૦૨ ઉપર છપાયા છે. આથી “વિનય + ઉપાસના” નું મહાતમ રોજ સાંભળવામાં આવતું તેથી આ પુસ્તકનું નામ વિનયોપાસના” રાખેલું છે.
જેમ જેમ મુમુક્ષુઓની સંખ્યા વધતી ગઈ અને જેમ જેમ ભક્તિમાં રસ વધતો ગયો તેમ તેમ બીજા સાંસરિક કામોમાંથી વખત બચાવી મુમુક્ષુઓ પા કલાકને બદલે વધારે વખત ગાળવા લાગ્યા અને ભક્તિના ક્રમમાં વધારો થતો ગયો. તે ક્રમ બધા મુખપાઠ કરી લેતા કે પોતાની સ્વાધ્યાયની નોટમાં લખી રાખતા પણ બાળકો અને બહેનોને સગવડ માટે તે ક્રમ છપાવવાની બધાની ઈચ્છા થવાથી આ પુસ્તક છપાયું છે. આ પુસ્તકમાં જે જે કાવ્યો કે પત્રો છપાયા છે તેનું રહસ્ય સમજીને જ બધા આરાધના કરે છે તેથી તેના અર્થ જણાવવાની જરૂર રહેતી નથી, તેમ જ તેનો અર્થ થાય તેવું પણ નથી. છતાં પણ અમે જે રહસ્ય સમજી અને લક્ષમાં રાખી આરાધના કરીએ છીએ તેની સારરૂપ નોંધ અત્રે આપી છે. પણ અમારી સર્વેને વિનંતી છે કે વિસ્તારથી પરમાર્થ સમજવાની જિજ્ઞાસા રાખી, પોતાને પરમાર્થ સમજાય તે વિચારોની આપ લે કરી, પરમાર્થ વૃદ્ધિ થાય તેવું કરી, અન્યોન્યને સહાયકરૂપ થવું.
ધર્મનો મર્મ” લક્ષમાં રાખી, મતાર્થીપણું મૂકી, આત્માર્થી થઈ જે કોઈ ઉપાસના કરે છે તેને પરમાર્થે કેટલો લાભ અને ઉલ્લાસ રહે છે તેને માટે મંડળના મુમુક્ષુઓમાંથી દાખલા મળી રહેશે.
કૃપાનું મહાતમ શ્રીએ પુરુષની કૃપાનું, તેના વચનનું મહતમ જણાવ્યું છે અને આશીર્વાદરૂપે જણાવ્યું છે કે - “જેની કૃપાથી જીવ અનંત સંસાર ઓળંગી
Page #27
--------------------------------------------------------------------------
________________
સ
:
(vi) પરિતસંસારી કે સમીપ મુક્તિગામી થાય છે, જેના વચનને અંગીકાર કરવાથી સહજ શુદ્ધ આત્મસ્વરૂપ સહજ માત્રમાં પ્રગટે છે અને જેના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે એવા પ્રત્યક્ષ સત્પરુષની કૃપાપ્રસાદી જરાતનું કલ્યાણ કરો'. તે આશીર્વાદ સફળ થવા માટે અને જગતનું કલ્યાણ થવા માટે પુરુષની કૃપાપ્રસાદીની આપણામાં યોગ્યતા આવે તે માટે આપણો પુરુષાર્થ રહ્યા કરે અને આપણે અન્યોન્ય સહાયકરૂપ થઈ મંડળનો ધ્યેય સફળ કરીએ તે માટે નમ્ર પ્રાર્થના કરીએ છીએ.
“સાચા પુરુષની શ્રદ્ધા – પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા – તે જ સનાતન ધર્મ છે –” આજ્ઞા આરાધનમાં જ ધર્મ છે. ધર્મ છે તે આત્મા છે એટલે જેની આજ્ઞા આરાધવાની છે તે પુરુષની શ્રદ્ધા થઈ અને નાનામાં નાની આજ્ઞા આરાધે તો પણ તે ધર્મની આરાધના છે, આત્માની આરાધના છે. પ્રત્યક્ષ સત્પષની આજ્ઞા તે જ આત્મા છે. તે જ સુખનું સાધન છે કારણ કે પ્રત્યક્ષ સપુરુષની આજ્ઞા તે પ્રત્યક્ષ કરે છે તે જ તેનું બળ છે. પરોક્ષ હતું તે પ્રત્યક્ષ થાય છે. સાચા પુરુષની શ્રદ્ધા તેમાં બધું આવી જાય છે. એક શબ્દમાં અનંત આગમ છે તે દઢ થાય છે અને ખાત્રી થાય છે કે :
“એક શબ્દ સદગુરૂ તણો, ધારે હૃદય મોઝાર,
તે સત્પાત્ર શનૈઃ શનૈઃ પામે ભવજળ પાર” –
બધાનો સાર એ આવે છે કે સદ્ગુરૂ મળે ને એક શબ્દ મળે તો આત્મા મળ્યો, અનંત આગમનું જ્ઞાન મળ્યું. સુખનું ધામ મળ્યું. આવી શ્રદ્ધાવાળો એક હોય કે દસ લાખ હોય તે “સનાતન જૈન મંડળ છે.” એક હોય તો તે અનંત છે, અનંત હોય તો તે એક છે. આ અર્થમાં મંડળ શબ્દ વાપર્યો છે.
- પછી એને આર્યધર્મ કહો કે સનાતન ધર્મ કહો કે સનાતન જૈન ધર્મ કહો. છતાં તે સમજમાં રહે તે માટે શ્રીજીએ વ્યાખ્યા કરી છે તે તેમના જ શબ્દોમાં નીચે પ્રમાણે છે :
Page #28
--------------------------------------------------------------------------
________________
(vi)
આર્યધર્મ (પત્ર પ૩૦) આર્યધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પોતાના પક્ષને આર્યધર્મ કહેવા ઈચ્છે છે. જૈન જૈનને, બૌદ્ધ બૌદ્ધને, વેદાંતી વેદાંતને આર્યધર્મ કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાની પુરુષો તો જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે આર્ય (ઉત્તમ) માર્ગ તેને આર્યધર્મ કહે છે અને એમ જ યોગ્ય છે.
આર્ય આચાર અને આર્ય વિચાર (પત્ર ૭૧૭) આર્ય આચાર એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણોનું આચરવું તે.
- આર્ય વિચાર એટલે મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાનકાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અભાનના કારણો, તે કારણોની નિવૃત્તિ અને તેમ થઈ અવ્યાબાધ આનંદસ્વરૂપ અભાન એવા નિજ સ્વરૂપ વિષે સ્વાભાવિક સ્થિતિ થવી તે.
ભક્તિ” એટલે શ્રદ્ધા-તે હોય તો પછી ભણેલો હોય કે અભણ હોય તે મોક્ષ મેળવી શકે છે. તે “સત્પાત્ર” થાય છે.
મોક્ષને માટે કોની અને કેવી રીતે આજ્ઞા ઉપાસાવી
“જીવને રાગદ્વેષ અજ્ઞાનનો અભાવ અર્થાત્ તેથી છૂટવું તે મોક્ષ છે. તે જેના ઉપદેશે થઈ શકે તેને માનીને અને તેનું પરમાર્થ સ્વરૂપ વિચારીને સ્વાત્માને વિષે પણ તેવી જ નિષ્ઠા થઈ, તે જ મહાત્માના આત્માના આકારે (સ્વરૂપે) પ્રતિષ્ઠાન થાય ત્યારે મોક્ષ થવો સંભવે છે.” બાકી બીજી ઉપાસના કેવળ મોક્ષનો હેતુ નથી. તેના સાધનનો હેતુ થાય છે, તે પણ નિશ્ચય થાય જ એમ કહેવા યોગ્ય નથી.
તેમને” માનીને મોક્ષ કેવી રીતે મળે છે તેનો ક્રમ નીચેના શબ્દોમાં આવી જાય છે. તે ક્રમ અનુભવમાં આવે છે. શબ્દોમાં લખી શકાય તેવું નથી.
Page #29
--------------------------------------------------------------------------
________________
(xviii) પૂણ્યનો ઉદય હોય છે ત્યારે સંત મળે છે – એટલે કે – શ્રીનો જોગ થાય છે. સંત પોતે પરમાત્મરૂપ છે પણ સાક્ષીરૂપે રહી પ્રત્યક્ષ સત્પષ એટલે પરમાત્માની ઓળખાણ કરાવે છે. તેથી તેના પરમાર્થસ્વરૂપનો વિચાર આવે છે; તેવું જ પોતાનું સ્વરૂપ છે તેવી નિષ્ઠા થાય છે. (જેમ બકરાંના ટોળામાં ભળેલો સિંહ પોતાને બકરું માને છે. પણ સિંહને સિંહ જોઈ પોતે સિંહ છે તેવું માને છે.) પછી સત્પરુષના સ્વરૂપમાં ને પોતાના સ્વરૂપમાં ભેદ નથી તેવું સમજમાં આવે છે. ત્યારે તેના આકારે જ પ્રતિષ્ઠાન થાય છે. તેથી પોતે મોક્ષ સ્વરૂપ છે તેવી ખાત્રી થાય છે. ત્યારે મોક્ષ થવો સંભવે છે. ત્યારે તે બોલી ઊઠે છે કે :
“સદગુરૂના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, - નિજપદ નિજમાંહિ લઘું દૂર થયું અજ્ઞાન” બીજી ઉપાસનાથી આ પરિણામ આવતું નથી.
આજ્ઞા ઉપાસવાનું ફળ :- “ત્રણ લોકનું તત્ત્વ અને ત્રણ લોકનું કલ્પવૃક્ષ તે તો સાક્ષાત્ સજીવન મૂર્તિ સહજાન્મસ્વરૂપ પામેલ એવા સદ્દગુરૂના ચરણકમળ છે. અને તે ચરણકમળની સેવા જેને પ્રાપ્ત થઈ એટલે જેનો આત્મા સરળતાથી તે સગુરૂની આજ્ઞા ઉપાસે છે તેને તો ત્રણેય લોકનું તત્ત્વ અને ત્રણ લોકનું કલ્પવૃક્ષ પ્રાપ્ત થઈ ચૂક્યું છે અને અનાદિ કાળથી યાચકપણું હતું તે મટી અયાચકપણું પ્રાપ્ત થયું છે.”
આજ્ઞા કેવી રીતે ઉપાસવી ? :- “અંતર આત્માથી પરમાત્માને ભજાય છે. માટે અંતર થી (અંતર આત્મા થઈ પરમાત્મામાં જેને દઢ સત્ય શ્રદ્ધા છે તે અંતર આત્મા છે) દઢ શ્રદ્ધા રાખીને આજ્ઞા ઉપાસવી.”
આરાધના-ઉપાસના માટે ખરું વ્રત - “આત્મામાં ઉપયોગ, તેની ઉપાસના એ જ ખરું વ્રત આરાધવા યોગ્ય છે. અનંતા શાની થઈ ગયા છે. તેનો બધાંનો આ જ માર્ગ છે. આ જ આજ્ઞા છે અને તે જ પ્રત્યક્ષપણે પરમકૃપાળુદેવે જણાવી છે માટે પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધતાં સર્વ જ્ઞાનીની ઉપાસના આવી જાય છે.”
Page #30
--------------------------------------------------------------------------
________________
(xix) ખરો યોગી :- “એકાકી આત્માને માનીને તેનું ચિંતવન, ધ્યાન કરવાથી તું પણ યોગી થઈ શકે છે. યોગી બનવાથી તને પણ તે પરમાત્મપદની પ્રાપ્તિ થશે અને ત્યારે તે પદનો પૂરો આનંદ તને અનુભવગોચર થશે; આ યોગ ગમ્ય પરમાત્મપદની પ્રાપ્તિનું રહસ્ય તને કહ્યું.”
આજ્ઞા આરાધવાની શરૂઆતથી જ સત્પાત્રતા થતી જાય છે અને ગુરૂકૃપાથી મોક્ષનું મૂળ લક્ષમાં આવતું જાય છે. તેથી બધી ઉપાસના, બધા સાધન એક શ્લોકમાં શ્રીએ જણાવી દીધાં છે :
“ધ્યાનમૂલં ગુરુમૂર્તિ, પુજામૂલં ગુરુપદ,
મંત્રમૂલં ગુરુવાક્ય, મોક્ષ મૂલં ગુરુકૃપા . ને જેમ જેમ પુણ્યની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ આ બધું સમજાતું જાય છે. તેથી “એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જામ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે.” (પત્ર ૪૪૯)
અને તે નિશ્ચય થયા પછી – “સંતના કહેવાથી ભારે ૫.કૃ દેવની આજ્ઞા માન્ય છે.” તેવી પ્રતિજ્ઞા કર્યા પછી, કલ્યાણને માટે અખંડ નિશ્ચય રાખવાનો છે કે :- “પ્રત્યક્ષ પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ એ પરમોપકાર ર્યો નથી. એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ અને આત્માને સત્પષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે.” (પત્ર ૭૧૯)
- લૌકિક દ્રષ્ટિથી જ્ઞાનીની અંતર દશાની વાત સમજી શકાય તેવી નથી અને તેથી જ્ઞાનીઓ તેમની દશાની વાત બહાર પાડતા નથી. પણ પૂર્વના સંસ્કારને લીધે શ્રી સૌભાગ્યભાઈ, શ્રી, શ્રી અંબાલાલભાઈ અને શ્રી જૂઠાભાઈને શ્રીજી પ્રત્યે અપૂર્વભાવ આવેલો અને શ્રીજી જ્ઞાની છે તેવી ખાત્રી
Page #31
--------------------------------------------------------------------------
________________
(૪)
થયેલી; તેથી શ્રીજીની અંતરની આત્મદશાની વાત તેઓ જ સમજી શકે તેવા હતા એટલે તે સંબંધી વાત તેમના ઉપરના જ પત્રોમાં તેમને જ માટે જણાવેલી છે; અને વખત જતા છેવટે શ્રીજી સંબંધી જે કંઈ મહતમ જાણવામાં આવ્યું તે તેમના અંગત અનુભવની સાક્ષીએ જ જાણવામાં આવ્યું છે. જ્ઞાનની દશાની વાત દશા આવ્યે જ સમજાય તેવું છે. છતાં તેમના ગુણગ્રામ આપણી આત્મજાગૃતિ માટે આશ્ચર્યકારી અવલંબન હોવાથી તે લક્ષ રહ્યા કરે તે માટે કેટલાક વચનામૃતોનો ઉતારો પ્રસ્તાવનામાં આપ્યો છે. જ્ઞાની અજ્ઞાનીની પરીક્ષા ક્ષયોપશમથી-બુદ્ધિથી થઈ શકે તેમ નથી. કલ્પનાથી જ્ઞાનીને અજ્ઞાની અને અજ્ઞાનીને જ્ઞાની માનવા તે મોટામાં મોટી ભૂલ છે. મહામોહનિયનું કારણ છે. શ્રી મહાવીર પછી “પ્રત્યક્ષ જ્ઞાનીનો” જોગ આજ સુધી બન્યો નથી તેથી શ્રીજી જેવા પ્રત્યક્ષ જ્ઞાનીનો જોગ આ કાળ માટે અપૂર્વ બનાવ છે અને હવે પછીના કાળમાં પ્રત્યક્ષ જ્ઞાનીનો જોગ
ક્યારે બનશે તે કલ્પના થઈ શકે તેમ નથી. તે શ્રીના જાણવામાં હતું તેથી તેઓ દુનિયાના કલ્યાણ માટે પાંચમાં આરાના અંત સુધી વીતરાગ માર્ગ મળી શકે તેવો માર્ગ મૂકી જઈ અનંત ઉપકાર કર્યો છે. આ બધું શ્રદ્ધાનો વિષય છે. મંડળની આ માન્યતા છે. આ વાદવિવાદ કે મતમતાંતરનો વિષય જ નથી. તેથી આ પુસ્તક અને તેની પ્રસ્તાવનામાં જે કાંઈ લખાણ છે તે મંડળના મુમુક્ષુઓ માટે જ છે. જે શ્રદ્ધા છે, જે લક્ષ છે, તે વધારે દૃઢ થવા માટે છે એટલું નમ્રતાથી જણાવી દઈએ છીએ.
અંતમાં એ જ પ્રાર્થના કરીએ છીએ કે પ્રત્યક્ષ સન્દુરુષ પરમકૃપાળુદેવનું યોગબળ પ્રવર્તી રહ્યું છે તેનો પરમાર્થ લાભ આપણે બધાંને મળી રહો ! વૈશાખ સુદ ૮, શનિવાર
સનાતન જૈન મંડળ સં. ૨૦૧૫ ૧. પ્રત્યક્ષ આશ્રયમાર્ગ નહિંપ્રકાશેલો તેનો ખુલાસો પત્ર પર૧-પરર. સત્પષને વિષે પ્રીતિ-ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર ઉદય આવતો નથી. અનંતાનુબંધીનું સ્વરૂપ જાણી-પ્રાસ જોગ અફળ ન જાય તે માટે પુરુષાર્થ કરવો. પત્ર પર૩-પ્રભાવના નથી કરી તે માટે ખુલાસો.
| |
Page #32
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
૪.
પાઠ
છે
|| - જે
નું x
= $
$ 9,
૧૧.
૧૨.
પ્રતિજ્ઞા પ્રાતઃકાળ મંગલાચરણ શ્રી ચૈત્યવંદન પ્રથમ નમું ગુરુ રાજને શ્રી સદગુરુ પદ વંદન શિષ્ય બોધ બીજ પ્રાપ્તિ પ્રણિપાત સ્તુતિ જિનેંદ્ર પંચકલ્યાણક (પાંચ ગાથા) બાર ભાવના સહજા-રૂપી સેવ્ય ગુરુને વંદના શ્રી ગુરુરાજને પ્રાર્થના અહો ! રાજચંદ્ર દેવ પ્રભુ પ્રાર્થના - જળહળ જ્યોતિ સ્વરૂપ તું... જિનવર કહે છે..... “વૃત્તિ રોકવી” – જડ ભાવે જડ પરિણમે.. ભેદ જ્ઞાન - જડને ચૈતન્ય બન્ને... છ દ્રવ્યના સામાન્ય ધર્મ સામાન્ય ગુણના છ બોલ જડ ચેતનની વ્યાખ્યા ગુરુગમ - બિના નયન પાવે નહીં. અપૂર્વ વાણી રામનવમીનો અંતિમ ઉપદેશ - ઈચ્છે છે જે જોગીજન અપૂર્વ અવસર પરમગુરુ કોણ ? સહજાન્મસ્વરૂપ પ્રભુ પ્રત્યે યાચના વ.મ.પૃ.૮૩૨ - રુમેવ નિર્છા..
૧૮.
૨૬.
Page #33
--------------------------------------------------------------------------
________________
-
પાઠ.
8
8 8 8 ૮
$ $ $
•
$ 9 9 8 8
મંગળાચરણ જિનેશ્વરની વાણી ભક્તિનો ઉપદેશ – શુભ શીતળતામય અમૂલ્ય તત્ત્વવિચાર - બહુ પુણ્યકેરા મૂળ માર્ગ વિરહ રામનવમીનો બોધ જૂનાગઢ પત્ર ચૈત્ર વદ ૫(૧૯૯૨)નો બોધ વીસ દોહરા મહાતમ પત્ર નં. ૫૩૪ માંથી મહામંત્ર - હે પ્રભુ! હે પ્રભુ ! .. યમ નીયમ સંજમ ક્ષમાપના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું મહાતમ આત્માનાં છ પદ જ્ઞાનભાવ – જીવની દોડ મટી જાય તો.. પત્ર ૭૧૯ માંથી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રણિપાત સ્તુતિ હે કામ ! હે માન !.... વીતરાગ ધર્મ દુષમ કાળનો મહાવીર અથવા કળિયુગનો કેવળી સાયંકાળ દેવવંદન સ્વરૂપ ચિંતવન - સંત નિરંતર. આરતી મંગલ દીવો
8 8
8 8 8 8
8 8 8 9 $ $ $ $
Page #34
--------------------------------------------------------------------------
________________
પાઠ
પૂ.ક.
૫૪.
૧૦૦
૫૫.
૧૦૧
૫૬.
૧૦૧
૫૭.
૧૦૩
૧૦૪
પ
૧૦૫ ૧૦૫
૬
)
'
૧૦૬
૧
૧૦૭
૧૦૮ ૧૦૮
પાંચ બોલ - મારગ સાચા... મરણ આવે ત્યારે શું કરવું ? પત્રાંક ૭૨૫-૭૦૩-૯૩૫-૯૩૬-૬૨-૪૯૧ ઉદય જોઈ ઉદાસપણું ભજશો નહીં પત્રાંક ૬૯૨ - દુર્લભ એવો મનુષ્યદેહ... સિદ્ધ શિલા (ઈડરમાં) - હું કોણ છું ? શ્રવણબેલગુલામાં વનક્ષેત્રમાં – ઉષ્ણ ઉદક જેવો રે... શ્રીમદ્ રાજચંદ્ર કૃત ભક્તિ પદો ૧) ગ્રંથારંભ ૨) નાભિનંદનનાથ.. ૩) સંસારમાં મન ૪) મૂનિને પ્રણામ ૫) કાળ કોઈને નહીં મૂકે ૬) ધર્મ વિષે – સાહ્યબી સુખદ હોય ૭) સર્વમાન્ય ધર્મ – ધર્મતત્વ જો પૂછ્યું મને ૮) શ્રી શાંતિનાથ ભગવાન સ્તુતિ ૯) નીરખીને નવયૌવના ૧૦) સામાન્ય મનોરથ - મોહિનીભાવ વિચાર ૧૧) તૃષ્ણાની વિચિત્રતા - હતી દીનતાઈ ત્યારે ૧૨) પૂર્ણકાલિકા મંગલ – તપોપધ્યાને. ૧૩) સુખકી સહેલી હે..... ૧૪) ભિન્ન ભિન્ન મત દેખીએ ૧૫) લોક પુરુષસંસ્થાને કહ્યો ૧૬) આજ મને ઉછરંગ અનુપમ ૧૭) હોત આસવા પરિસવા ૧૮) મારગ સાચા મિલ ગયા
૧૦૯
૧૧૦
૧૧૩
૧૧૪
૧૧૫
૧૧૬
૧૧૭
૧૧૮
૧૧૯
૧૧૯
૧૨૦
૧૨૨
૧૨૩
૧૨૩
Page #35
--------------------------------------------------------------------------
________________
..
૬૩.
૬૪.
૬૫.
૬૬.
૬૭.
૬૮.
છું છું ૐ #
૭૩.
૪.
૭૫.
૭૬.
૭૭.
૭૮.
૭૯.
૮૦.
૮૧.
૮.
૮૩.
૮૪
૮૫.
૮૬.
૮૭.
પાઠ
૧૯) બીજાં સાધન બહુ કર્યાં ૨૦) પંથ પરમપદ બોધ્યો
૨૧)
ધન્ય રે દિવસ આ અહો
“આ જેવી તેવી ચેતવણી નથી’'
ચૈત્યવંદન સૂત્રો
ચૈત્યવંદન સૂત્રોના અર્થ
આલોચના પાઠ
સામાયિક પાઠ
મેરી ભાવના
ભવ અંતનો અચૂક ઉપાય
શ્રી પદ્મનંદિ આલોચના અધિકાર
જિવેંદ્ર પંચકલ્યાણક
આઠ યોગ દૃષ્ટિની સજ્ઝાય પ્રીતમદાસનો કક્કો
શ્રી સર્વાનુભૂતિજિન સ્તવન
શ્રી અરનાથસ્વામી સ્તવન
શ્રી મલ્લિનાથજિન સ્તવન
શ્રી વિમલનાથસ્વામી સ્તવન
શ્રી અનંતનાથસ્વામી સ્તવન
શ્રી વજ્રધરજિન સ્તવન
શ્રી વીરસેનજિન સ્તવન
સદ્ગુરુ શ્રોત્રીય...
શ્રી ઋષભદેવસ્વામી સ્તવન (શ્રી મોહનવિજયજી કૃત) શ્રી ઋષભદેવસ્વામી સ્તવન (શ્રી આનંદઘનજી કૃત)
શ્રી સ્વયંપ્રભજિન સ્તવન
શ્રી મહાવીરસ્વામી સ્તવન
ધૂન
આત્માનુશાસ્તિ
ઇષ્ટોપદેશ
પૃ.ક્ર.
૧૨૪
૧૨૫
૧૨૬
૧૨૭
૧૨૯
૧૩૭
૧૪૬
૧૪૯
૧૫૫
૧૫૭
૧૫૮
૧૭૦
૧૮૦
૧૯૩
૧૯૯
૨૦૦
૨૦૧
૨૦૩
२०४
૨૦૫
२०७
२०८
૨૦૯
૨૧૦
૨૧૧
૨૧૨
૨૧૩
૨૧૬
Page #36
--------------------------------------------------------------------------
________________
પાઠ
છે છે છે કે શું શું છે ? શું
દિવાળીનો બોધ - સંતનુ હૃદય દિવાળી બોધ – પદ્ય – મહામાર્ગ શ્રી પદ્મનંદિ પંચવિંશતિમાંથી – જિનવર દર્શન સ્તુતિ અષ્ટક ભક્તિ વિષે જીવ્યું ધન્ય તેહનું પરિનામની વિચિત્રતા જીવની ત્રણ પ્રકારની પરિણતી શ્રી સમકિતની સજ્ઝાય જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહીં.. એક તું એક તું.. ગઝલ પ્રભુ ઉપકાર – કૌન ઉતારે પાર સિકંદરના ચાર ફરમાન પરમ કૃપાળુ દીન દયાળુ... ઉપાસનાનું નિવેદન બોધ મોક્ષનું દ્વાર પ્રત્યક્ષ સપુરુષનું મહાભ્ય – ઉદ્દેશ કલ્પના ટાળવાનો ઉપાય પુનાની પ્રતિજ્ઞા સપુરૂષ પાસેથી આત્માની ઓળખાણ કરી લેવી સમજણ એ જ સુખ, અણસમજણ એ જ દુઃખ આત્માને નિઃશલ્ય કરવાનો બોધ રામબાણ બોધ હવે શું છે ? મૂળ માર્ગ જેવો – પેરીસ પત્ર પૂના બોધ
૨૨૫ ૨૨૭ ર૩૧ ૨૩૫ ૨૩૭ ૨૩૯ ૨૪૨ ૨૪૩ ૨૪૪. ર૪૫ ર૪૬ ૨૪૭ ૨૪૮ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫૩ ૨૫૫ ૨૫૭ ર૬૦
૧૦. ૧૦૧. ૧૦૨. ૧૦૩. ૧૦૪. ૧૦૫. ૧૦૬. ૧૦૭. ૧૦૮. ૧૦૯. ૧૧૦. ૧૧૧. ૧૧૨. ૧૧૩.
૨૬૧
૨૬૪
૨૬૭
૨૭૨
૨૭૬
૨૯ ૨૮૩
૧૧૪.
૧૧૫.
૨૮૪
Page #37
--------------------------------------------------------------------------
________________
ક્ર.
પાઠ
૨૮૫
૧૧૬. ૧૧૭. ૧૧૮. ૧૧૯. ૧૨૦
૨૮૭ ૨૮૮
૨૮૯
૨૯૩
૧૨૧.
રહ્યું
ર૬
૧૨૨. ૧૨૩.
૩)
૧૨૪. ૧૨૫.
૩૦૪. ૩૦૫
૧૨૬.
૩૦૭
૧૨૭.
૩૦૮
૩૧૧
અગાસ બોધ આબુ બોધ સનાતન ધર્મ વજની ભીંત સાચો પુરુષાર્થ – આટલું હોય તો બસ છે સાચી શ્રદ્ધા સમાધિમરણ માટે અત્યારથી તૈયારી ૫.ઉ.પ્રભુશ્રીએ સમાધિમરણની આરાધના માટે ઘણીજ ભલામણ કરેલો પત્ર અઢાર બોલ કલકત્તા નિવાસી ઉપર પ્રભુશ્રીનો પત્ર મૂળ લક્ષ વૈશાખની અમૃત વર્ષા એકનો નિશ્ચય માટે બોધ ગહન વાત – સિદ્ધાંતનો સાર જિનશાસનનું રહસ્ય વૃત્તિઓને રોકવી ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનપણું સમ્યત્વની સુલભતા ઉપયોગ વીમો ઉતારી લો જ્ઞાન-ભક્તિ-ક્રિયા ગુરુગમ સંબંધી શરણ ભાવના આજ્ઞા ઉપાસવાનું ફળ સંતનો પોકાર પરમકૃપાળુદેવના શરણનું ફળ ત્રણ બોલ
૩૧૨
૧૨૮. ૧૨૯. ૧૩૦. ૧૩૧. ૧૩૨.
૩૧૩
૩૨૧
wriનક કાગમજાવકાર, *સરાષ્ટ્ર
૩૨૧ ૩૨૨
૧૩૩.
૩૨૪ ૩૨૪
૩૨૫
- : , મામા ના
૩૨૫
૧૩૪. ૧૩૫. ૧૩૬. ૧૩૭. ૧૩૮. ૧૩૯. ૧૪૦. ૧૪૧. ૧૪૨.
૩૨૬
૩૨૮ ૩ર૮ ૩ર૮ ૩૨૯
Page #38
--------------------------------------------------------------------------
________________
૬.
પાઠ
પૂ
.
૧૪૩.
૩૨૯
૧૪૪.
૩૩૩
૩૩૯
૩૪૦
૩૪૧
૩૪૨
૩૪૩
૩૪૫
૩૪૮
૩૪૭
૩૪૮
૩૪૯ ૩૫૦
સપુરુષ વિના ભાવ આવતા જ નથી પ્રભુશ્રીજીના પ્રેરક પ્રસંગો શ્રીમદ્ રાજચંદ્ર (મોટા ગ્રંથમાંથી) પ.ક.દેવનાં વચનામૃત સહજ પ્રકૃતિ (પત્ર નં. ૮) મહાનીતિમાંથી વાક્યો (પત્ર નં. ૧૯) વચનામૃત (પત્ર નં. ૨૧) પત્ર નં. ૨૫ પત્ર નં. ૩૭ પત્ર નં. ૭૬ પત્ર નં. ૮૪ પત્ર નં. ૧૦૩ પત્ર નં. ૧૩૫ પત્ર નં. ૧૪૩ પત્ર નં. ૧૪૮ પત્ર નં. ૧૬૬ પત્ર નં. ૧૭૨ પત્ર નં. ૧૯૪ પત્ર નં. ૨૦૦ - વચનાવાળી પત્ર નં. ૨૧૧ પત્ર નં. ૨૧૩ પત્ર નં. ૨૪૯ પત્ર નં. ૨૫૪ પત્ર નં. ૩૨૨ પત્ર નં. ૩૭૩ પત્ર નં. ૩૭૫ પત્ર નં. ૩૯૬ પત્ર નં. ૪૦૩ પત્ર નં. ૪૧૬
૧૫. ૧૪૬. ૧૪૭. ૧૪૮. ૧૪૯. ૧૫૦. ૧૫૧. ૧૫ર. ૧૫૩. ૧૫૪. ૧૫૫. ૧૫૬. ૧૫૭. ૧૫૮. ૧૫૯. ૧૬૦. ૧૬૧. ૧૬૨. ૧૬૩. ૧૬૪. ૧૬૫. ૧૬૬. ૧૬૭. ૧૬૮. ૧૬૯.
૩૫૦
૩૫૧
૩૫૩ ૩૫૫ ૩૫૬ ૩૫૭ ૩૫૭ ૩૫૯
૩૬૧
૩૬૩
૩૬૪ ૩૬૭
૩૬૮
૩૬૯
Page #39
--------------------------------------------------------------------------
________________
..
૧૭૦.
૧૭૧.
૧૭૨.
૧૩૩.
૧૭૪.
૧૭૫.
૧૭૬.
૧૭૭.
૧૭.
૧૭૯.
૧૮૦.
૧૮૧.
૧૮૨.
૧૮૩.
૧૮૪.
૧૮૫.
૧૮૬.
૧૮૭.
૧૮૮.
૧૯.
૧૯૦.
૧૯૧.
૧૯૨.
૧૯૩.
૧૯૪.
૧૯૫.
૧૯૬.
પાઠ
પુત્ર નં. ૪૩૬
પત્ર નં. ૪૩૮
પત્ર નં. ૪૫૦
પત્ર નં. ૪૬૦
પત્ર નં. ૪૭૭
પત્ર નં. ૫૩૭
પત્ર નં. ૫૩૯
પત્ર નં. ૬૦૯
પત્ર નં. ૬૩૧
પત્ર નં. ૬૫૧
પત્ર નં. ૭૦૬
પત્ર નં. ૭૧૦
પુત્ર નં. ૭૧૯
પત્ર નં. ૭૫૧
પત્ર નં. ૭૭૧
પત્ર નં. ૭૮૧
પત્ર નં. ૮૩૨
પત્ર નં. ૮૩૩
પત્ર નં. ૮૪૩
પત્ર નં. ૮૪૬
પત્ર નં. ૮૬૬
પત્ર નં. ૯૦૧
પત્ર નં. ૯૧૩
ઉપદેશ નોંધ ૩૧
સાત વ્યસન
ઉપદેશ નોંધ ૩૭
અસ્તિત્વ
-
આસ્થા તથા શ્રી
પૃ.ક્ર.
300
૩૧
૩૭૩
૩૭૫
૩૭૬
૩૭૭
300
૩૭૮
૩૮૧
૩૮૨
૩૮૩
૩૫
૩૮૭
૩૯
૩૮૯
૩૯૧
૩૯૨
૩૯૩
૨૯૫
૩૯૬
૩૭
૩૯૯
૪૦૧
૪૦૨
૪૦૨
૪૦૪
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૯.
૪૦૪
૪૦૬
૪૦૭
૧૯૮. ૧૯. ૨૦. ૨૦૧. ૨૦૨. ૨૦૩. ૨૦૪.
૪૦૦ ૪૧૪
૪૧૭ ૪૧૯
શ્રીએ બગસરામાં એક ભાઈને સમાધિમરણ માટે આપેલા બોલ આત્મસાધન શ્રી પર્યુષણ આરાધના – પત્રાંક ૯૪૫ પર્યુષણનો અપૂર્વ બોધ અમે તો ખપાવીએ છીએ, ને તું સ્વપ્ન દશામાં છે ! આલોચના પદો પ્રાર્થના ક્ષમાપનાના પત્રો ૧) પત્ર ૧૨૮ ૨) પત્ર ૪૦ર ૩) પત્ર ૪૦૪ ૪) પત્ર ૪૦૫ ૫) પત્ર ૮૦૧ ક્ષમાપના પાઠનું પદ્ય શ્રી બૃહદ્ આલોચના સંથારા પોરિસીમાંથી ગાથાઓ મંગળ કળશ ગ્રંથ સમાપ્તિ
૪૨૧
૪૨૩
૪૨૩
૪૨૪
४२४
૪૨૫.
૪૨૭
૨૦૫. ૨૦૬. ર૦૭. ૨૮.
४४३
૪૪૬
૨૯.
૪૪૭
Page #41
--------------------------------------------------------------------------
________________
3ૐ સર્વજ્ઞાય નમઃ
સસ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમ:
પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર.
અનન્ય શરણના આપનાર એવા શ્રી સરૂદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર.
અહો ! જ્ઞાની પુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ ! અહો ! અહો ! વારંવાર અહો !
Page #42
--------------------------------------------------------------------------
Page #43
--------------------------------------------------------------------------
________________
www
Page #44
--------------------------------------------------------------------------
________________
YAAAAADAY
AWWWWWWW
Page #45
--------------------------------------------------------------------------
________________
ખળાના જાનવ ઝબ લો કેવળજ્ઞાન.
(નન્ મ સહનતા સ્વરૂપ -પર||૩૩
Page #46
--------------------------------------------------------------------------
________________
પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ પૂનામાં કહેલું
:
સનાતન ધર્મ :
-
વચનાવલી વાંચતા :
કલ્યાણનો માર્ગ :
પ્રતિજ્ઞા :
ઉપાસનાનું નિવેદન
પ્રશ્ન :
શ્રી નો જવાબ :
‘‘સાચા પુરુષની શ્રદ્ધા-પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એ જ સનાતન ધર્મ છે.’’
“મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.’’
‘‘અમારા કહેવાથી પ.કૃ.દેવની શ્રદ્ધા કરશે તેનું કલ્યાણ થશે.’’
“સંતના કહેવાથી મારે પ.કૃ. દેવની આજ્ઞા માન્ય છે.’’
તેની આજ્ઞા શું છે ?
તું આત્મા છે. જ્ઞાનીએ જોયો તેવો છે. તું સિદ્ધ સ્વરૂપ
છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રતિજ્ઞા
“સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે.”
સહજાત્મસ્વરૂપ પરમગુરૂ”
“જિણાણાય કુણંતાણં સલૅપિ મોકખકારણે
સુંદરંપિ સબુદ્ધિએ સવ્વ ભવણિબંધણ” જીનેશ્વરની આજ્ઞાનુસાર જે જે કરવામાં આવે છે તે સર્વે મોક્ષના કારણરૂપ છે. તે સિવાય અન્ય સુંદર દેખાતું છતાં પણ પોતાની બુદ્ધિએ-સ્વમતિ કલ્પનાએ જે જે કરવામાં આવે છે તે સર્વ સંસાર વધારનાર છે.
મહાદિવ્યાકુ ક્ષિરત્ન શબ્દજિતરવાત્મજં, રાજ્યચંદ્રમહં વંદે, તત્ત્વલોચનદાયકં. આત્મા છે. પ્રગટ પુરુષોત્તમ પુરુષને નમસ્કાર નમસ્કાર.
પરમ પુરુષ પ્રભુ સદ્ગ, પરમજ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.
૧. જા, બધું કહી દીધું. તે માની લે. બીજું કંઈ છે નહીં. આ વાત જ્ઞાનીની છે, આત્માની છે. હવે તે રજીસ્ટર થઈ ગયું. (એટલે આ વાત જે સાંભળી છે તે સાચી છે, રામબાણ છે, અનુભવની છે, તેમાં શંકા લાવવા જેવું નથી.) તું તેણે કહ્યું તેવો છે. બીજુ બધું માયા છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
(૨)
શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપીયો, વર્તુ ચરણાધીન,
છીએ.
પડી પડી તુજ પદ પંકજે, ફરી ફી માગું એજ; સદગુરૂ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દેજ.
*
કોઈ સંતના કહેવાથી મારી મતિ કલ્પનાનો ત્યાગ કરી હું તે શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્માને સાચો મોક્ષમાર્ગ બતાવનાર ને અનન્ય શરણના આપનાર ગણી તેનું શરણ ગ્રહું છું.
જુ
મેં તો આત્મા જાણ્યો નથી. પરંતુ યથાતથ્ય જ્ઞાનીએ (પરમકૃપાળુદેવે અને અનંતા જ્ઞાનીએ) એ જાણ્યો છે. તેવો મારો આત્મા છે. જ્ઞાનીએ (પરમકૃપાળુદેવે) જે આત્મા દીઠો છે તે જ મારે માન્ય છે. તે પ્રાપ્ત કરવા તેમનું જ મારે શરણ માન્ય છે. આટલો ભવ મારે તો એ જ કરવું છે, એ જ માનવું છે કે પરમકૃપાળુએ જે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો, તેવો મારો આત્મા શુદ્ધ, સિદ્ધસમાન છે. તે મેં જાણ્યો નથી પણ માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ, રોમરોમ એ જ કરવી છે. આટલો ભવ એટલી જો શ્રદ્ધા થઈ ગઈ તો મારું અહોભાગ્ય.
*
સમ્યપ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનુંળ નિશ્ચયે મુક્તપણું છે.
*
એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રાતઃકાળ મંગલાચરણ
કુક્ષિરત્ને શબ્દજિતરવાત્મજમ્, તત્ત્વલોચનદાયકમ્.
વંદે
મહાદેવ્યા: રાજચન્દ્રમહં
જય ગુરુદેવ ! સહાત્મસ્વરૂપ
ૐકાર બિંદુસંયુક્ત, નિત્યં ધ્યાયંતિ યોગિનઃ કામમાં મોક્ષદં ચૈવ, ૐકારાય નમોનમઃ
મંગલમય મંગલકરણ, નમો તાહિ જાતે ભયે,
પરમગુરુ શુક્ર ચૈતન્યસ્વામિ
વિશ્વભાવ વ્યાપિ તદપિ, જ્ઞાનાનંદ મહેશ્વરા,
વીતરાગ વિજ્ઞાન; અરિહન્નાદિ મહાન.
એક વિમલ ચિદ્રૂપ; જયવંતો જિન ભૂપ.
મહત્તત્વ મહનીય મહઃ મહાધામ ગુણધામ; ચિદાનંદુ પરમાત્મા, વંદૌ રમતારામ.
તીન ભુવન ચૂડારતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય.
નમું ભક્તિ ભાવે, ઋષભ જિન શાંતિ અઘ હરો, તથા નેમિ પાર્શ્વ, પ્રભુ મમ સદા મંગલ કરો; મહાવીરસ્વામી ભુવનપતિ કાપો કુમતિને, જિના સ્હેજા સ્હેજે સકલ મુજ આપો સુમતિને.
અર્હતો ભગવંત ઇંદ્રમહિતા સિદ્ધાર્થી સિદ્ધિસ્થિતાઃ આચાર્યા જિનશાસનોન્નતિકરાઃ પૂજ્યાઉપાધ્યાયકાઃ
૧
૨
૩
૪
૫
૬
૭
નવમી
Page #50
--------------------------------------------------------------------------
________________
(૪)
શ્રી સિદ્ધાન્તસુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિન પ્રતિદિનં કુર્યન્તુ વો મંગલમ્.
ભક્તામરપ્રણતમૌલિમણિપ્રભાણામુદ્યોતકં દલિતપાપતમો વિતાનમ્ સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગં યુગાદાવાલંબનં ભવજલે પતતાં જનાનામ્. યઃ સંસ્તુતઃસકલવાઙમયતત્ત્વબોધાદુદ્દભૂતબુદ્ધિપદ્ગભિઃ સુરલોકનાથૈ: સ્તોત્રૈજંગÇત્રિતયચિત્તહરૈરુદારે: સ્તોગ્યે કિલાહમપિ તં પ્રથમં જિનેન્દ્રમ્. દર્શનં દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્; દર્શનં સ્વર્ગસોપાનં, દર્શનં મોક્ષસાધનમ્.
દર્શનાર્ દુરિતધ્વસિ, વંદનાદ્ વાંચ્છિતપ્રદ: પૂજનાત્ પૂરક: શ્રીણાં, જિન: સાક્ષાત્ સુરદ્ગમ: પ્રભુ દર્શન સુખ સંપદા, પ્રભુ દર્શન નવ નિધિ; પ્રભુ દર્શનથી પામિયે સકલ મનોરથ સિદ્ધિ જીવડા જિનવર પૂજિયે, પૂજ્યાનાં ફળ હોય; આણ ન લોપે કોય.
રાજ નમે પ્રજા નમે,
કુંભે બાંધ્યું જળ રહે, જ્ઞાને બાંધ્યું મન રહે
જળ વિણ કુંભ ન હોય; ગુરુવિણ જ્ઞાન ન હોય.
ગુરુ
દીવો
ગુરુ દેવતા,ગુરૂ રવિ શશિ કિરણ હજાર; જે ગુરુવાણી વેગળા, રડવડીઆ સંસાર.
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
-૧૫
૧૬
Page #51
--------------------------------------------------------------------------
________________
(૫)
તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુ:ખ; કર્મ રોગ પાતિક ઝરે, નિરખત સદગુરુ મુખ.
દરખતસે, લ ગિર પડયા, બુઝી ન મનકી પ્યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભાવાસ.
દાન;
ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવલજ્ઞાન.
ત્ર્યં માતા ં પિતા શૈવ, ત્ર્યં ગુરુĒ હિ બાંધવઃ ત્વમેક: શરણં સ્વામિન્, જીવિત છવિતેશ્વરઃ
૧૭
યત્સ્વર્ગાવતરોત્સવે, યદ્ ભવજ્જન્માભિષેકોત્સવે; યદ્દીક્ષાગ્રહણોત્સવે યદખિલજ્ઞાનપ્રકાશોત્સવે; યન્નિર્વાણગમોત્સવે જિનપતે પૂજાદ્ભુતં તદ્ભવૈ: સંગીતસ્તુતિમંગલૈ પ્રસરતાં મે સુપ્રભાતોત્સવઃ
૧૮
૧૯
૨૦
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ; ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવદેવ. ૨૧
૨૨
જિનેભક્તિ જિનેર્ભક્તિ જિનેર્ભક્તિ દિનેદિને; સદા મેડસ્તુ સદા મેડસ્તુ સદા મેડસ્તુ ભવે ભવે. નહિ ત્રાતા નહિ ત્રાતા, નહિ ત્રાતા જગયે; વીતરાગાત્ પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. નમસ્કાર સમો મંત્ર: શત્રુંજય સમો ગિરિ વીતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. ૨૫
*
૨૩
૨૪
નોની ના અ
Page #52
--------------------------------------------------------------------------
________________
૧
૨
શ્રી ચૈત્યવંદન
(વિનયવંદન) પરમ કૃપાળુ દેવ પ્રતિ, વિનય વિનંતિ એહ; ત્રય તત્ત્વ ત્રણ રત્ન મુજ, આપો અવિચલ સ્નેહ. તત્ત્વોપદેષ્ટા તુમ તણા, માર્ગ તણે અનુસાર; લક્ષ લક્ષણ રહો સદા, ખરેખરો એક તાર. મિથ્યાતમને ફેડવા, ચંદ્ર સૂર્ય તુમ જ્ઞાન; દર્શનની સુવિશુદ્ધિથી, ભાવ ચરણ મલ હાન. ઈચ્છા વર્તે અંતરે, . નિશ્ચય દઢ સંકલ્પ; મરણ સમાધિ સંપજો,ન રહો કાંઈ કુવિકલ્પ. કામિત દાયક પદ શરણ, મન સ્થિર કર પ્રભુ ધ્યાન; નામ સ્મરણ ગુરુ રાજનું, પ્રગટ કલ્યાણ નિદાન. ભુવન જન હિતકર સદા, કૃપાળુ કૃપા નિધાન; પાવન કરતા પતિતને, સ્થિર ગુણનું દઈ દાન. સર્વજ્ઞ સદ્ગુરુ પ્રતિ, ફરિ ફરિ અરજ એ નેક; લક્ષ રહો પ્રભુ સ્વરૂપમાં, હો રત્નત્રય એક.
૪
૫
૬
૭
અનંત ચોવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ; જે મુનિવર મુક્ત ગયા, વંદુ બે કર જોડ.
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રથમ નમું ગુરૂ રાજને
પ્રથમ નમું ગુરુ રાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન. ૧ તે કારણ ગુરુ રાજને, પ્રણમું વારંવાર; કૃપા કરી મુજ ઉપરે, રાખો ચરણ મોઝાર. ૨ પંચમ કાળે તું મલ્યો, આત્મ રત્ન દાતાર; કારજ સાર્યા માહરાં, ભવ્ય જીવ હિતકાર, ૩ અહો ! ઉપકાર તુમારડો, સંભારું દિન રાત; આવે નયણે નીર બહુ, સાંભળતા અવદાત, ૪ અનંત કાળ હું આથડયો,ન મલ્યા ગુરુ શુદ્ધ સંત; દુષમ કાળે તું મલ્યો, રાજ નામ ભગવંત. ૫ રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ છે, તે કરશે ભવ છેદ. ૬ અપૂર્વ વાણી તાહરી, અમૃત સરખી સાર; વળી તુજ મુદ્રા અપૂર્વ છે, ગુણગણ રત્ન ભંડાર. ૭ તુજ મુદ્રા તુજ વાણીને, આદરે સમ્યક વંત; નહીં બીજાનો આશરો, એ ગુહ્ય જાણે સંત. ૮ બાહ્યાચરણ સુસંતના, ટાળે જનનાં પાપ; અંતર ચારિત્ર ગુરુરાજનું, ભાંગે ભવ સંતાપ. ૯
Page #54
--------------------------------------------------------------------------
________________
| (૮) શરણ ભાવના શ્રી સદ્ગુરુ પદ વંદન
સદ્ગ પદમેં સમાત હૈ, અતાદિ પદ સર્વ તાતે સદ્દગુરૂ ચરણકું, ઉપાસો તજી ગર્વ.
સદગુરુ ચરણે અશરણ શરણં, ભ્રમ આતાહર રવિશશિ કિરણ; જયવંત યુગલ પદ જયકરણ,મમ સદ્ગુરુ ચરણ સદા શરણં. ૧ પદ સકલ કુશલવલ્લી સમ ધ્યાવો,પુષ્કર સંવત મેઘ ભાવો; સુરગોસમ પંચામૃત ઝરણું, મમ સદ્ગુરુ ચરણ સદા શરણં. પદ કલ્પ-કુંભ કામિત દાતા,ચિત્રાવલી ચિંતામણી ખ્યાતા; પદ સંજીવિની હરે જરમરણ, મમ સદ્ગુરુ ચરણ સદા શરણં ૩ પદ મંગલ કમલા આવાસ, હરે દાસનાં આશ પાશ ત્રાસં; ચંદન ચરણ ચિત્તવૃત્તિ ઠરણ,મામ સદ્ગુરુ ચરણ સદા શરણે. ૪ દુસ્તર ભવતરણ કાજ સાજે, પદ સફરી જહાજ અથવા પાજં; મહી મહીધરવત્ અભરાભરણ,મમ સગુરુ ચરણ સદા શરણે. ૫ સંસાર કાંતાર પાર કરવા, પદ સાર્થવાહ સમ ગુણ ગરવા; આશ્રિત શરણાપન્ન ઉદ્ધરણ, મમ સદ્ગુરુ ચરણ સદા શરણં. ૬ શ્રીમદ સદ્ગુરુ પદ પુનિત, મુમુક્ષુ જનમન અમિત વિત્ત ગંગાજલવત્ મનમળ હરણ, મમ સદ્ગુરુ ચરણ સદા શરણં. ૭ પદ કમળ અમળ મમ દિલ કમળ,સંસ્થાપિત રહો અખંડ અચળ; રત્નત્રય હરે સર્વાવરણ, મમ સગુરુ ચરણ સદા શરણે. ૮
Page #55
--------------------------------------------------------------------------
________________
i
(૯)
શિષ્ય બોધ બીજ પ્રાપ્તિ શ્રીમદ્ સદ્ગુરૂવે નમોનમઃ
અહો ! અહો ! શ્રીસદ્ગુરુ કરૂણાસિંધુ અપાર આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર.
શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપીઓ, વર્તુ ચરણાધીન.
આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન.
ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપે.
જે સ્વરૂપ સમજ્યા વિના, સમજાવ્યું તે પદ નમું,
પામ્યો દુ:ખ અનંત; શ્રી સદ્ગુરુ ભગવંત.
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.
દેહ છતાં જેની દશા, તે જ્ઞાનીનાં ચરણમાં, હો
વર્તે દેહાતીત; વંદન અગણિત.
૧
૩
F.
[の]
his
Page #56
--------------------------------------------------------------------------
________________
(૧૦)
પ્રણિપાત સ્તુતિ
હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા મરણાદિ સર્વ દુ:ખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળમાર્ગ આપ શ્રીમદ્દે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષ ભવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફળ થાઓ.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
*
જિવેંદ્ર પંચકલ્યાણક
મંગલગીત યા પંચમંગલ
(પાંચ ગાથા)
પણિવવિશ્વ પંચ પરમગુરુ, ગુરૂ' જિનસાસનો, સકલસિદ્ધિદાતાર, સુ વિઘનવિનાસનો; સારદ અરૂ ગુરૂ ગૌતમ, સુમતિ પ્રકાસનો, મંગલક૨ ચસંઘહિ, પાપ પણાસનો.
પાપહિ પણાસન ગુણહિં ગરૂવા, દોષ અષ્ટાદશ-રહિ, ધરિ ધ્યાન કરમ વિનાસિ, કેવલ, જ્ઞાન અવિચલ જિન લહિઉ, પ્રભુ પંચકલ્યાણક-વિરાજિત, સકલ સુર નર ધ્યાવહીં, ત્રૈલોકનાથ સુદેવ જિનવર, જગત મંગલ ગાવહીં :
૧
(૧) નમસ્કાર કરૂં છું, (૨) મહાન-મોટા (૩) રહિત
Page #57
--------------------------------------------------------------------------
________________
(૧૧)
ભવતન’-ભોગ-વિરત્ત, કદાચિત ચિંતએ, ધન જોબન પિય પુત્ત, કલત્ત અનિત્ત એ; કોઉ ન સરન મરનદિન, દુ:ખ ચડુંગતિ ભર્યો, સુખદુ:ખ એકહી ભોગત, જિય વિધિવસ પર્યો પર્યો વિધિવસ આન° ચેતન, આન જડ જુ કલેવરો,, તન અસુચિ, પરતે હોય આસ્રવ, પરિહરેતેં॰ સંવરો; નિરજરા તપબલ' હોય, સમકિત વિન સદા ત્રિભુવન ભમ્યો, દુર્લભ વિવેક વિના ન કબહૂં, પરમ ધરમ વિર્ષે રમ્યો ૧૨
છુધા તૃષા ગુરૂ રાગ, દ્વેષ અસુહાવને, જનમ જરા અરૂ મરણ, ત્રિદોષ ભયાવને; રોગ સોગ ભય વિસ્મય, અરૂ નિદ્રા ઘણી, ખેદ સ્વેદ મદ મોહ, અરતિ ચિન્તા ગણી.
ગણિએ અઠારહ દોષ તિનકરિ, રહિત દેવ નિરંજનો, નવ પરમ કેવલલબ્ધિમંડિત, સિવરમનિ-મનરંજનો, શ્રી જ્ઞાનકલ્યાણક સુમહિમા સુનત સબ સુખ પાવહીં, જન ‘રૂપચંદ’ સુદેવ જિનવર, જગત મંગલ ગાવહીં. – ૨૧
કેવલષ્ટિ ચરાચર, દેખ્યો નરિસો, ભવ્યનિપ્રતિ ઉપદેસ્યો, જિનવર તારિસો, ભવભયભીત મહાજન, સરણૈ આઈયા, રત્નત્રય લચ્છન, સિવપંથનિ લાઈયા.
૧૩
(૪) સંસાર શરીર અને ભોગોથી વિરક્ત બની. (૫) ચિંતન કર્યું (૬) કર્મોને વશ. (૭) અન્ય (૮) શરીર (૯) પર અર્થાત પુદગલાદિ પર પદાર્થોમાં રાગદ્વેષ થવાથી. (૧૦) ત્યાગવાથી સંવર હોય છે. (૧૧) તપથી નિર્જરા હોય છે. (૧૨) યાદસ :- - જેવું. (૧૩) તાદશ : તેવું.
Page #58
--------------------------------------------------------------------------
________________
(૧૨) લાઈયા પથ જુ ભવ્ય પુનિ પ્રભુ, તૃતીય સુકલ જુ પૂરિયો, તજિ તેરહું ગુણથાન જોગ, અજગપથ પગ ધારિયો; પુનિ ચૌદ હૈ ચૌથે સુકલબલ, બહત્તર તેરહ હતી, ઈમિ ઘાતિ વસુ વિધિ કર્મ પહુંચ્યો, સમયમેં પંચમગતિ ૨૨
મેં મતિહીન ભગતિવસ, ભાવન ભાઈયા, મંગલગીત પ્રબંધ સુ, જિનગુણ ગાઈયા; જે નર સુનહિં બખાનહિ સુર ધરિ ગાવહીં,
મનવાંછિત ફલ સો નર, નિર્ચે પાવહીં. પાવહીં આઠી સિદ્ધિ નવનિધિ, મન પ્રતીત જુ લાવહીં, ભ્રમભાવ છૂ ટઈ સકલ મનકે, જિન સ્વરૂપ લખાવહી; પુનિ હરહિં પાતક ટરહિં વિઘન, સુ હોહિં મંગલ નિત નયે, ભણિ રૂપચંદ ત્રિલોકપતિ જિન-દેવ ચઉસંઘહિ જયે ૨૫
Page #59
--------------------------------------------------------------------------
________________
૧.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
(૧૩)
બાર ભાવના
(વ.મૃ.પૃ.૩૫) અનિત્યભાવના :- શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે; એમ ચિંતવવું તે પહેલી અનિત્યભાવના.
અશરણભાવના :- સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે, એમ ચિંતવવું તે બીજી અશરણભાવના.
સંસારભાવના :- આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ ? એ સંસાર મારો નથી; હું મોક્ષમયી છું; એમ ચિંતવવું તે ત્રીજી સંસારભાવના. એકત્વભાવના :- આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે, પોતાનાં કરેલા કર્મ એકલો ભોગવશે, અંતઃકરણથી એમ ચિંતવવું તે ચોથી એકત્વભાવના.
અન્યત્વભાવના :- આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી અન્યત્વભાવના.
અશુચિભાવના :- આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રોગ જરાનું નિવાસધામ છે, એ શરીરથી હું ન્યારો છું; એમ ચિંતવવું તે છઠ્ઠી અશુચિભાવના.
આશ્રવભાવના :- રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઈત્યાદિક સર્વ આશ્રવ છે એમ ચિંતવવું તે સાતમી આશ્રવભાવના.
સંવરભાવના :- જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવાં કર્મ બાંધે નહીં તે આઠમી સંવરભાવના.
Page #60
--------------------------------------------------------------------------
________________
(૧૪) નિર્જરાભાવના :- જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિંતવવું તે નવમી નિર્જરાભાવના. લોકસ્વરૂપભાવના :- ચૌદરાજ લોકનું સ્વરૂપ વિચારવું તે દશમી
લોકસ્વરૂપભાવના. ૧૧. બોધદુર્લભભાવના :- સંસારમાં ભમતાં આત્માને સમ્યકજ્ઞાનની
પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સમ્યકજ્ઞાન પામ્યો તો ચારિત્ર સર્વવિરતિપરિણામરૂપ ધર્મ પામવો દુર્લભ છે એમ ચિંતવવું તે અગિયારમી બોધદુર્લભભાવના. ધર્મદુર્લભભાવના :- ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે બારમી ધર્મદુર્લભભાવના
૧૨.
અનિત્યભાવના
(ઉપજાતિ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ-રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ .
અશરણભાવના
(ઉપજાતિ). સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય સ્વાશે.
*
*
Page #61
--------------------------------------------------------------------------
________________
(૧૫) એકત્વભાવના
(ઉપજાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ-આત્મ પોતે; એકત્વ એથી નયસુજ્ઞ ગોતે.
(શાર્દૂલવિક્રીડિત) રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી; બૂઝયો ત્યાં કકળાટ કંકણતણો શ્રોતી નમિ ભૂપતિ; સંવાદે પણ ઇંદ્રથી દઢ રહ્યો, એકત્વ સાચું કર્યું; એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું.
અન્યત્વભાવના
(શાર્દૂલવિક્રીડિત) ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં મૃત સ્નેહીયો સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતિ ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના; રે ! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના,
દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા; છાંડી રાજ સમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા; જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્યભાવે યથા
Page #62
--------------------------------------------------------------------------
________________
ક,
કામ
કાજ બાલાર તો
(૧૬) અશુચિભાવના
(ગીતિવૃત્ત) ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.
કેe A, AdhikidatiNeartilisativu re tari
નિવૃત્તિ બોધ
(નારાજ છંદ) અનંત સૌખ્ય નામ દુ:ખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુ:ખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા ! ! ઉઘાડ ન્યાય-નેત્રને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
માનવામાયામ કાજ # withink"
જાગMaોકો તમામiluMkkuEastrol alondre
૧
૨.
(દોહરા) જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર. જ્ઞાની કે અજ્ઞાનીજન, સુખદુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોય. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગવાણી વિના, અવર ન કોઈ ઉપાય. જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ કારણ તેનાં બે કહ્યાં, રાગ-દ્વેષ અણહતુ. વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસમૂળ; ઔષધ જે ભવ રોગનાં, કાયરને પ્રતિકૂળ.
૩
મારા પતિને કે' win “બા .
૫
Page #63
--------------------------------------------------------------------------
________________
૨
(૧૭) સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના જય જગત ત્રાતા, જગત ભ્રાતા, જન્મ હર જગદીશ્વરા; સુખ સર્વ કારણ, ધર્મ ધારણ, ધીર વીર મહેશ્વરા; અતિ કર્મ કંદન, ચિત્ત ચંદન, ચરણકમળ ચિત્ત ધરું; સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. આનંદસાગર, ચંદ્રનાગર, વૃંદ શ્રી સુખકંદ છો; ભવ ફંદ હારક, છંદ ધારક, સર્વ સદ્દગુણ ચંદ્ર છો; સુખકાર છો ભવપાર નહીં, કાંઈ સાર ચિત્તમાં હું ધરું; સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. વિકરાળ આ કળિકાળ કેરી, ફાળથી ભય પામતો; ગુરુ ચરણ કેરાં શરણ આવ્યો, ચિત્તમાં વિશ્રામતો; ગુરુ પૂરણ પ્રેમી કર ધરે, શીર એમ આશા આચરું, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. કરી કોપ ચાર કષાય બાંધે, બંધ આશા પાસનો; અતિ માર મારે માર તેમાં, કામની અભિલાષનો; છો નિર્વિકારી પાસ રાખો, ભક્તિ હું દિલમાં ધરું; સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. નિજ ધામ ચંચળ, વિત્ત ચંચળ, ચિત્ત ચંચળ સર્વથી; હિત મિત્રને સુકલત્ર ચંચળ, જાય શું મુખથી કથી; સ્થિર એક સદગુરુ દેવ છો, એ ટેક અંતર આદરું; સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદન વિધિએ કરું. ભવ મંડપે કરી પ્રીત, માયા સેજ સુન્દર પાથરી; ત્યાં નિત્ય સૂતો ગાઢ નિદ્રા, મોહની અતિ આચરી; જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે, બોધદાન કર્યું શરૂ; સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું.
૪
૫
૬
Page #64
--------------------------------------------------------------------------
________________
(૧૮) જયકાર શ્રી ગુરુદેવનો જન જગતમાંહિ ગજાવજો; શુભ ભક્તના જે ધર્મ, તે અતિપ્રેમ સાથે બજાવજો; ગુરુ ધર્મધારક, કર્મવારક, ધ્યાનમાં નિત્યે ધરું; સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું.
૭
શ્રી ગુરુરાજને પ્રાર્થના
દયાળુ દીનાનાથ અજ્ઞાનહારી, ખરા ચિત્તથી ધ્યાનમાંહિ વિહારી; ઘણા શિષ્યના આપ સંતાપહારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૧ કર્યો ક્રોધ તો ક્રોધને મારવાને; ધર્યો લોભ તો ધ્યાનને ધારવાને; મહા મોહહારી નિજાનંદધારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. સદા નિર્વિકારી મહા બ્રહ્મચારી, ન પહોંચે સ્તુતિમાં મતિ કાંઈ મારી; નિરાધાર આ બાલ માટે વિચારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૩ કદી નાથ સામું ન જોશો અમારા, તથાપિ અમે છીએ સદાએ તમારા; હવે આપ ઓ બાપ ! તારો વિચારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૪
Page #65
--------------------------------------------------------------------------
________________
(૧૯)
ઔદાર્યના દીનના
જન્મસિંધુ, બંધુ;
આપ
શક્તિ કા કામમાંહિ અમારી,
રાજચંદ્ર
ગ્રહો બાંહ્ય મારી.
ક્ષમા, ધૈર્ય,
સદા લોકથી
ન
ગુરુ
ગુણી જ્ઞાનવંતા વિવેકી વિચારો,
મને આશરો એક ભાવે
તમારો;
દયાળુ હવે પ્રાર્થના લ્યો રાજચંદ્ર
ગુરુ
અમારી,
ગ્રહો બાંહ્ય મારી.
નથી જપ તપ સાધન કાંઈ કર્યું,
નથી ચરણકમળમાં ચિત્ત ધર્યું,
મન રેંટ તણી પેરે જાય ફર્યું. અહો ! રાજ. ૨
૫
અહો ! રાજચંદ્ર દેવ
અહો ! રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું,
તુમે પતિતપાવન છો સ્વામી,
હું તો લોભી લંપટ ને કામી,
તે તો જાણો છો અંતરજામી. અહો ! રાજ. ૧
૬
અહો ! ભાનુ સમાન પ્રગટ મણિ,
મારા અનંત દોષ કાઢો ધણી,
ક્ષણ દૃષ્ટિ કરો મુજ રંક ભણી. અહો ! રાજ. ૪
મને મોહકટક લાગ્યું સૂંઠે, નિત્ય ઘેરીને મુજને
લૂંટે,
તમે છોડાવો પ્રભુ તો છૂટે . અહો ! રાજ. ૩
Page #66
--------------------------------------------------------------------------
________________
(૨૦)
પ્રભુ કરુણાસાગર આપ અહો ! મુજ પામરની પ્રભુ બાંહ્ય ગ્રહો, “
તુજ સેવા મુને સદાય રહો. અહો ! રાજ.૫ જ્ઞાન દર્શન ચરણ ક્ષાયક જાણી, પ્રભુ સહજ સ્વભાવ પ્રગટમણિ, આપો મને દેવ હો રંક ગણી. અહો રાજ.૬
દિવ્ય જ્ઞાન કળા પ્રભુ અકળ અહો!
મુજ પામરથી ન કળાય અહો! I તુમ મુદ્રા દેખી પ્રતીત ભયો. અહો! રાજ.૭ તમે મોક્ષમાર્ગ ઉજ્જવળ ક્યિો, કુળ મતાગ્રહાદિ છેદ દિયો, અહો ! ભવ્યને કારણ દેહ લિયો. અહો ! રાજ.૮
અહો ! વિષય કષાય અભાવ કિયો, પ્રભુ સહજ સ્વભાવે ધર્મ લિયો,
નિરઉપાધિપદ સહજ ગ્રહ્યો. અહો ! રાજ.૯ પરમ શીતળ અનંત દયા તુમમેં, પ્રભુ સ્યાદ્વાદશૈલી તુમ ઘટમેં, તુજ ચરણકમળ સેવા દ્યો મુજને. અહો! રાજ.૧૦
તુમ જ્ઞાનકળા અખંડ પ્રગટી, હું પામર ગુણ શું કહું કથી ?
જૈન શૈલી પામું હું તમ થકી. અહો ! રાજ.૧૧ પ્રભુ ચાર ગતિમાં હું ભટક્યો, હવે સ્વામી તુજ ચરણે આવ્યો, મુનદાસ ગુલામ છે તુમ જાયો. અહો ! રાજ.૧૨
Page #67
--------------------------------------------------------------------------
________________
(૨૧)
પ્રભુ પ્રાર્થના (દોહરા)
જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગંજ ગુમાન; અભિવંદન અભિવંદના, ભયભંજન ભગવાન.
ભયભંજન ભગવાન. ૧
ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન; વિઘ્નહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ભદ્રભરણ ભીતિહરણ, સુધાઝરણ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન. અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું,ભયભંજન ભગવાન. આનંદી અપવર્ગી તું, અકળ ગતિ અનુમાન; આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિના સર્વેશ્વરા, ભયભંજન ભગવાન.
સંકટ શોક સકળ હરણ,
નૌતમ જ્ઞાન નિદાન;
ઈચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન.
૨
૩
४
૫
૬
૭
८
2
આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન;
કરુણાનુઁ કરુણા કરો, ભયભંજન ભગવાન. ૧૦
PART-1 TO 5 G555 +
એક પાન કાન એ ??
Page #68
--------------------------------------------------------------------------
________________
(૨૨) .
કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે સ્નેહ હરો, ભયભંજન ભગવાન. ૧૧ શક્તિ શિશુને આપશો, ભક્તિ મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૨ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. ૧૩ દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ મર્મ મનધ્યાન; સંપ જંપ વણ કંપ દે, ભયભંજન ભગવાન. ૧૪ હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. ૧૫ તન મન ધન ને અન્નનું, દે સુખ સુધાસમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૬ વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી ધ્યાન માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૭
Page #69
--------------------------------------------------------------------------
________________
(૨૩)
જિનવર કહે છે (હરિગીત)
જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે. જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.
નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જિનવર કહે છે. જ્ઞાન તેને,
રાળજ, ભાદ્રપદ, ૧૯૪૭
આ જીવ ને આ દેહ એવો, પચખાણ કીધાં ત્યાં સુધી, એ પાંચમે અંગે કહ્યો, જિનવર કહે છે જ્ઞાન તેને,
જ્ઞાન નહિ કવિચાતુરી, જ્ઞાન નહિ ભાષા ઠરી; જ્ઞાન જ્ઞાનીમાં કળો, સર્વ ભવ્યો સાંભળો.
ભેદ જો ભાસ્યો નહીં, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; ઉપદેશ કેવળ નિર્મળો, સર્વ ભવ્યો સાંભળો.
કેવળ નહીં બ્રહ્મચર્યથી,. કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.
શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.
૧
૩
૪
૫
#33/3165/7/
5 કે
1
Page #70
--------------------------------------------------------------------------
________________
(૨૪)
આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.
૬
ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રીનંદીસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.
૭
વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈ નો. મહાપદ્મ તીર્થકર થશે, શ્રેણિક ઠારંગ જોઈ લ્યો; છેદ્યો અનંતા ......... .... .....
“વૃત્તિ રોકવી” જડ ભાવે જડ પરિણમે” તે પદ વિચારવું
રાળજ.ભા.શુ.૮, ૧૯૪૭. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. ૧ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ? ૨ જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મોક્ષ તો નહીં ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ હોય. ૩ બંધ મોક્ષ સંયોગથી, જ્યાં લગ આત્મ અભાન; પણ નહીં ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન.
X
,
,
Page #71
--------------------------------------------------------------------------
________________
' (૨૫) વર્તે બંધ પ્રસંગમાં, તે નિજપદ અજ્ઞાન; પણ જડતા નહીં આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ ૫ ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; . જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત ૬ પ્રથમ દેહ દષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ, હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. ૭. જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત. ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯ હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જે. ૧૦
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.
Page #72
--------------------------------------------------------------------------
________________
(૨૬) ભેદ જ્ઞાન
મુંબઈ. કા. વદ ૧૧ ૧૯૫૬.
જડને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે.
સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર,
અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે. ૧ એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.
કાયાની વિસારી માયા,સ્વરૂપે શમાયા એવા; - નિર્ગથનો પંથ ભવ અંતનો ઉપાય છે. ૨
દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે.
જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ,
દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે. ૧ એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ; જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે.
ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન; બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ૨
Page #73
--------------------------------------------------------------------------
________________
(૨૭) - છ દ્રવ્યના સામાન્ય ધર્મ
છ દ્રવ્યના સામાન્ય ધર્મ તે મુખપાઠ કરી રાખવા. (૧) અસ્તિત્વ – ત્રણે કાળ હોવાપણું યા નાશ નહીં તે. (૨) વસ્તુત્વ - કંઈ વસ્તુપણું અથવા પદાર્થપણું તે. (૩) દ્રવ્યત્વ – પોતપોતાના ગુણ પર્યાયને પૂરવાપણું તે. (૪) પ્રમેય - કોઈ પણ પ્રકારે માપપણું અથવા પ્રમાણ થવું તે. (૫) અગુરુલઘુત્વ – તે તે પદાર્થ યા તેના ગુણપર્યાયનું કમપેશ ન થવું
અથવા જેમ છે તેમ કાયમ હોવાપણું તે. (૬) પ્રદેશત્વ - જે શક્તિના નિમિત્તથી દ્રવ્યમાં વિશેષ આકાર થાય છે તે.
સામાન્ય ગુણના છ બોલ
(ઉપદેશામૃત પૃ. ૩૩૩) સામાન્ય ગુણના છ બોલ છે તે મુખપાઠ કરી રાખવા.
(૧) અસ્તિત્વ, (૨) વસ્તુત્વ, (૩) દ્રવ્યત્વ, (૪) પ્રમેયત્વ, (૫) અગુરુ લઘુત્વ (૬) પ્રદેશત્ત્વ-એ અનુપૂર્વી અને (૬) પ્રદેશq, (૫) અગુરુલઘુત્વ, (૪) પ્રમેયત્વ, (૩) દ્રવ્યત્વ, (૨) વસ્તૃત્વ, (૧) અસ્તિત્વ - એ ‘પચ્છાનુપૂર્વી એમ બોલાય છે.
ઊંઘમાં પણ કડકડ બોલી જવાય તેવા એ છ બોલ મુખપાઠ કરી દેવા. બીજું કંઈ ન સમજાય તો “હે ભગવાન, તારી ગતિ તું જાણે હો દેવ, એમ મોટા પુરુષ પણ કહી ગયા છે તો મારું શું ગજું? પણ તેં જે આત્મસ્વરૂપ જાણ્યું છે તે માટે માન્ય છે; અને મને જે આ દેખાય છે, ઈષ્ટ-અનિષ્ટપણું ઘડીઘડીમાં લાગે છે, તે હવે હું નહીં માનું. હે પ્રભુ, તારું સંમત કરેલું મને પ્રાપ્ત થાઓ;
Page #74
--------------------------------------------------------------------------
________________
(૨૮)
મને કાંઈ સમજ પડતી નથી, પણ તેં જાણ્યું છે તે સત્ છે’ – એવો આશ્રયભાવ રાખવો. આ સમકિતનું કારણ છે.
પહેલાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અગુરુલઘુ, ગુણ-ગુણી, અવ્યાબાધ એવા બોલ અમે મોઢે કરેલા, પણ કંઈ સમજાય નહીં. પણ તે આત્માના ગુણ છે, બીજરૂપ છે. સદ્ગુરુશરણાથી જેમ કાળ ગયો તેમ તેમ તેના વિચાર થતા ગયા ! તેમ દ્રવ્યત્વ શું ? અગુરુલઘુત્વ કોને કહીએ ? તેના ભેદ ? તે ન માનીએ તો શું ? એવા કંઈ કંઈ વિચાર તે ઉપરથી આવે અને ભવસ્થિતિ આદિ કારણ પ્રાપ્ત થઈ સમ્યકત્વનું કારણ થાય. માટે આ બોલ મુખપાઠે કરી રાખવા અને એની વિચારણામાં રહેવાનું કરવું.
આ વિચારો લખી લેવા જેવા છે; કારણ કે તે આત્માના ઘરના છે. આત્મહિતકારક છે. હવે એ વસ્તુની ખોજમાં, વિચારમાં રહેવું. મર ! કર્મના ઉદયે ચિત્તવૃત્તિ સ્થિર ન રહે અને ખસી જાય તો પણ પાછી તેમાં લાવવી. અને ભાવના એ જ રાખવી. ભાવના મોટી વસ્તુ છે. જાગૃત રહેવાની જરૂર છે. લોભ છોડવાની વૃત્તિ થઈ તો આ પુદ્ગલ કાનમાં પડયાં.
*
3
Page #75
--------------------------------------------------------------------------
________________
જડ
-
શ્રી જ્ઞાનીએ જડ અને ચૈતન્યની વ્યાખ્યા આમ કરી છે :‘“જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ’’
આત્મા
(૨૯)
જડ ચેતનની વ્યાખ્યા (ઉ. મૃ. પૃ. ૧૫૨)
સુરત :
(આમાં જડ ચૈતન્યની ઓળખાણ કરાવી છે.)
– એ પુદ્ગલ છે. તેના પરમાણું છે. તેના પર્યાય છે. તે જ્ઞાની જાણે છે. કર્મ છે તે જડ છે. તે સુખ દુ:ખ જાણે નહીં. દ્રવ્ય, ગુણ, પર્યાય જડના પણ છે.
:- આત્મા તેને જીવ કહેવાય છે. ચૈતન્ય શક્તિ કહેવાય છે; તે ચેતન કહેવાય છે. કંઈ કરતો નથી; તે જાણે છે, દેખે છે, તે જ્ઞાનસ્વરૂપ આત્મા છે.
દ્રવ્ય, ગુણ, પર્યાય આત્માના પણ છે.
તેને જાણ્યે ભેદજ્ઞાન થાય છે. જડને જડ જાણે, ચેતનને ચેતન જાણે. એ ભેદજ્ઞાન - (ઓળખાણ થઈ નથી; ઓળખાણ કરી લેવી જોઈએ). જડ ચેતનની ઓળખાણ થયે સમકિત કહ્યું છે. નવે તત્ત્વ જડ ચેતનમાં સમાય છે. આ વાત મોઢે કરવી. લક્ષમાં રાખશો તો જડ ચેતનની ઓળખાણ થશે.
શ્રેણિક રાજાને અનાથ મુનિની વાત મનાઈ ગઈ. શુકદેવજીને બધી ખબર હતી. જનક વિદેહીના કહેવાથી નિશ્ચય થયો.
Page #76
--------------------------------------------------------------------------
________________
(૩૦)
નામ
. જય મ પ..નવા નાના નાના નાના નાના કર 'જય+ "
ચૂ. એ શ્રીને કહેલું :“અમને આપવાનું હોય તે આપી દો.”
ત્યારે શ્રી એ કહેલું :(૧) “આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત.”
(આસિ.ગાથા. ૧૦૧) (૨) લો, અમે બધું આજે આપી દઈએ છીએ.
બધું આપી દીધું.
સરક,
11 = humજનનનન
પ્રભુશ્રીએ લખાવેલું:સપુરુષની સાચી શ્રદ્ધા આવી ક્યારે સમજાય ? અંતર આત્મા થવાથી. અંતર આત્મા શાથી થવાય ? સત્પષની દષ્ટિએ એની માને માન ગણી વર્તાય ત્યારે. સપુરુષની દષ્ટિએ શાથી રહેવાય? સપુરુષના બોધે. પોતાને પોતાનો બોધ થવાથી પોતાને પોતામાં સમાઈ જવું – ભાવથી અને વિચારથી - બીજા વિકલ્પો મૂકીને - આ વિચાર સમાધિને આપે છે. . સ્વચ્છંદ, પ્રમાદ મૂકીને જાગૃત થા – જાગૃત થા. સત્સંગ સપુરુષના બોધે વિચાર કર્તવ્ય છે. બોધ હોય તે પ્રમાણે ભાવ કરવો તે પુરુષાર્થ – પરિણમશે. એકલો પુરુષાર્થ નકામો છે, સત્ પુરુષાર્થ કરવો. નિમિત્ત જોઈશે:
બોધ પ્રમાણે ભાવ - ભાવ તે ભક્તિ છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
(૩૧)
ગુરૂગમ
મુંબઈ, અષાઢ ૧૯૪૭ બિના નયન પાવે નહીં બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સો પાવે સાક્ષાત; ૧ બૂઝી ચહત જે પ્યાસકો, હું બૂઝની રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. એહિ નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબર્સે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ ૪ જપ, તપ, ઔર વ્રતાદિ સબ,તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદન કો છોડ; પિછે લાગ સત્પષકે, તો સબ બંધન તોડ. ૬
શ્રીના બોધમાંથી નોંધ. - બિના નયનનું પદ શ્રદ્ધાવિનાવાળાને કહેવાય નહી, શ્રદ્ધા હોય) તેને જ કહેવું. આ જેવું તેવું નથી. ૧૪ પૂર્વનું અહીં છે. જેવી શ્રદ્ધા તેવા ભાવતે જ આત્મા.
અહીં શું મલે છે? ભાવ, તે તારા હાથમાં છે. મોમાં કોળિયો મૂકવા જેવું છે. ચાવવાની વાર છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
કે, 1 પામતા ધ રાકી .
(૩૨) અપૂર્વ વાણી
નડિયાદ, આસો વદ ૨, ૧૯૫૨ સગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. ૧ પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજે જિન સ્વભાવ તો, આત્મભાનનો ગુંજ્ય. ૨ સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ; અપૂર્વ વાણી પરમથુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય ૩
? ' , '; ''81 ટકાય !! -
; કામ
A ke + કારના માસી 1 tri,
રામનવમીનો અંતિમ ઉપદેશ
રાજકોટ, ચૈત્ર સુદ ૯, ૧૯૫૭
, "
ક " '
.. : 9
વલબન આધાર:
* * * * TY . ! ' કા કે ન કરે
શ્રી જિન પરમાત્માને નમઃ ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિન સ્વરૂપ. આતમસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. જિનપદ નિજપદ ઐક્યતા ભેદ ભાવ નહી કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિ માન; અવલંબન શ્રીસદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ઉપાસના જિન ચરણની,અતિશય ભક્તિ સહીત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટીત.
/5* *
*T,
'''' S S ''''*
૫
''''
''
જ
Page #79
--------------------------------------------------------------------------
________________
(૨)
(૩)
(૩૩)
ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ. પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઉલ્લુસી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ.
વિષય વિકાર સહીત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ્ય.
મંદ વિષય ને સરળતા,સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી,મધ્ય પાત્ર મહાભાગ્ય. તૃષ્ણા નહીં જીવ્યાતણી, મરણ યોગ નહીં ક્ષોભ; મહા પાત્ર તે માર્ગના, પરમ યોગ જિત લોભ.
આવ્યે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.
સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તથ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.
૬
ง
८
૯
૧૦
૧૧
૨
Page #80
--------------------------------------------------------------------------
________________
(૩૪) અપૂર્વ અવસર
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ છે ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને—પંથ જો? અપૂર્વ.૧ સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતું હોય ; અન્ય કારણે અન્ય કશું કર્ભે નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જ. અપૂર્વ.૨ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ.૩ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જે. અપૂર્વ.૪ સંયમના હેતુથી યોગપ્રવર્તના,સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જે; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ.૫
*
*
*
*
*
*
*
*
Page #81
--------------------------------------------------------------------------
________________
(૩૫) પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અપૂર્વ૬ ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ.૭ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જે; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જે. અપૂર્વ.૮
, પાકમiામૃણા 1} arrot,kit. is veils & bet.Page #82
--------------------------------------------------------------------------
________________
વાત
* 2'.5, ' " ig. Qાની તમારી
(૩૬) ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ છે. અપૂર્વ.૧૨ એમ પરાજય કરીને ચારિત્રમોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ છે. અપૂર્વ.૧૩ મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણસ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. અપૂર્વ.૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ જે; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે. અપૂર્વ.૧૫ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર છે. અપૂર્વ.૧૬ મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુલ સંબંધ છે; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ.૧૭
Page #83
--------------------------------------------------------------------------
________________
• (૩૭) -
એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જે; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ છે. અપૂર્વ.૧૮ પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત ; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ.૧૯ જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. અપૂર્વ.૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ.૨૧
પરમગુરુ કોણ ?
સહજાન્મસ્વરૂપ” તે જ પરમગુરુ છે. તેનું જ જ્ઞાની ધ્યાન કરે છે, તે જ તું છે. તે જ વિકલ્પ કરી તારી માન્યતા બીજામાં કરી છે. આઘો ગયો છે ત્યાંથી પાછો વળી જા. તારી સમજણ મૂકી દે. સ્વછંદ રોકી દે.
Page #84
--------------------------------------------------------------------------
________________
(૩૮)
સહજાન્મસ્વરૂપ પ્રભુ પ્રત્યે યાચના
સહજાન્મસ્વરૂપ ટાળો ભવકૂપ, અખિલ અનુપમ બહુનામી; પ્રભુ નિષ્કામી, અંતરજામી, અવિચળધામી હે સ્વામી; જય જય જિનેન્દ્ર અખિલ અજેન્દ્ર, જય જિનચંદ્ર હે દેવા; હું શરણ તમારે આવ્યો દ્વારે, ચઢો વહારે કશું સેવા; સુખશાંતિદાતા, પ્રભુ પ્રખ્યાતા, દિલના દાતા હે સ્વામી;
' સહજાભસ્વરૂપ.૧ જય મંગળકારી બહુ ઉપકારી, આશ તમારી દિલ ધરીએ; અભયપદ ચહું છું, કરગરી કહું છું, શરણે રહું છું, સ્તુતિ કરીએ; આ લક્ષ ચોરાસી, ખાણ જ ખાસી, જઉં છું ત્રાસી હે સ્વામી;
સહજત્મસ્વરૂપ.૨ નવ જોશો કદાપિ, દોષો તથાપિ, કુમતિ કાપી, હે ભ્રાતા; મુક્તિપદ દાતા, પ્રમુખ મનાતા, સન્મતિદાતા, હે ત્રાતા; કૃતિઓ નવ જોશો, અતિશય દોષો, સઘળા ખોશો, હે સ્વામી,
સહજાન્મસ્વરૂપ.૩ હું પામર પ્રાણીનું દુ:ખ જાણી, અંતર આણીને તારો; ઘર ધંધાધાણી શીર લઈ તાણી, ભટક્યો ખાણી ભવખારો; મને રસ્તે ચઢાવો, કદી ન ડગાવો ચિત્ત રખાવો, દુઃખવામી;
સહજાત્મસ્વરૂપ.૪ ઉત્તમ ગતિ આપો, સધર્મ સ્થાપો, કિલ્વેિષ કાપો હાથ ગ્રહી; પ્રકાશ પ્રતાપો, અખિલ અમાપો, ભવદુઃખ કાપો નાથ સહી; અવનીમાં તમારો સૌથી સારો જે શુભ ધારો સુખધામ;
સહજાન્મસ્વરૂપ.૫
Page #85
--------------------------------------------------------------------------
________________
(૩૯)
વ.મ.પૃ.૮૩ર इणमेव निगंथ्थं पावयणं सच्चं अणुत्तरं केवलियं पडिपुणसंसुद्धं णेयाउयं सल्लकत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं विज्जाणमग्गं निव्वाणमग्गं अवितहमसंदिठं सव्वदुख्खपहीणमग्गं । एथ्थं ठिया जीवा सिझंति बुझंति मुच्चंति परिणिव्वायंति सव्व दुख्खाणमंतं करंति तहा तंमाणाए तहा गच्छमो तहा चिठ्ठामो । तहा णिसियामो तहा सुयट्ठामो तहा भुंजामो तहा भासामो तहा अभ्भुलामो तहा उठाए उठेमोत्ति पाणाणं भूयाणं जीवाणं सत्ताणं संजमेणं संजमामोत्ती ।।
(સૂત્રકૃતાંગ ભૃ. ૧-૭-૧૫) ઈમેવ નિગંથ્ય પાવયણે સચ્ચે - નિગ્રંથ પુરુષે પ્રરૂપેલું આ જ વચન સત્ય છે. અણુત્તર – ઉત્તમોત્તમ છે. કેવલિય – કેવલભાષિત છે, અદ્વિતીય છે. પડિપુણ – સંપૂર્ણ છે. સસુદ્ધ – સર્વ પ્રકારે શુદ્ધ છે. Pયાયં - ન્યાય સંપન્ન છે. (ન્યાય યુક્ત છે, ન્યાય સંગત છે.) . સલકત્ત – શલ્યોને-આત્માના ઘાત કરનારા દોષોને કાપનારું છે. સિદ્ધિમષ્મ – સિદ્ધિના માર્ગરૂપ છે. મુત્તિમમ્મુ – મુક્તિના માર્ગરૂપ છે. વિજાણમષ્મ – (આવાગમન રહિત થવાના માર્ગરૂપ છે, આ જ માર્ગરૂપ છે.) જવાના માર્ગરૂપ છે. નિવ્વાણમÄ – નિર્વાણના માર્ગરૂપ છે. અવિતહમ સંઠિ સવ્વદુખપહાણમĪ - વિતથા – જૂઠાપણું (યથાર્થ,
Page #86
--------------------------------------------------------------------------
________________
(૪૦) અસંદિગ્ધ, અસંદષ્ટ, ન જોયેલું, અપૂર્વ) તમામ દુખોને સર્વથા (હીણાં) - ક્ષય કરવાના માર્ગરૂપ છે. એä ઠિયાવા- એમાં રહેલા જીવો, (એને શરણે ગએલા જીવો, એ માર્ગમાં સ્થિત જીવો.) સિઝંતિ - સિદ્ધ થાય છે. બુક્ઝતિ - (બોધ સહિત જ્ઞાન સહિત) બુદ્ધ થાય છે. મુવ્યંતિ – મુક્ત થાય છે. (સર્વ કર્મ રહિત થાય છે. તેમ થવાથી ફરી જન્મ ન ધારણ કરે) પરિણિવ્યાયંતિ - પરિનિર્વાણ પામે છે. (સહજ સ્વાભાવિક સુખ આનંદ અનુભવે
છે).
સવ્ય દુખ્ખાણમાં કરંતિ – સર્વ દુઃખનો અંત કરે છે, (તેમને દુઃખનો સર્વથા અભાવ થાય છે ) તંમાણાએ – (તો આજ્ઞા વડે) - તેની આજ્ઞા વડે. તહા ગચ્છામો – તે પ્રકારે ચાલિયે. તહા ચિટ્ટામો – તે પ્રકારે સ્થિતિ કરીયે. તહા શિસિયામો – તે પ્રકારે બેસીયે. તહા સુયટ્ટામો – તે પ્રકારે (પડખાં ફેરવીએ - પથારીમાં આળોટીયે) સૂઈ રહીએ. તહા ભેજામો – તે પ્રકારે (ભોજન કરીયે) – ભોગવીયે. તહા ભાસામો – તે પ્રકારે બોલિયે તહા અભુટ્ટામો – તે પ્રકારે (સાવધાનીથી પ્રવૃત્તિ કરીય) સન્મુખ થઈએ. તહા ઉઠ્ઠાએ – તે પ્રકારે ઉઠીને ઉભા થઈએ,) ઉદ્યમ કરીએ. ઉઠઠેમોત્તિ - તથા એ પ્રમાણે ઉઠીને. પાણાણે, ભૂયાણ, જીવાણું, સત્તાણું, સંજમેણં-સંજમામોત્તિ- જેથી* પ્રાણો, ભૂતો જીવો અને સત્ત્વોની સાથે સંયમપૂર્વક સંયમથી વર્તીએ. *પ્રાણો એટલે વિકલેન્દ્રિય જીવો, ભૂતો એટલે વનસ્પતિના જીવો; જીવો એટલે પંચેન્દ્રિય પ્રાણીઓ અને સત્ત્વો એટલે પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિના જીવો.
Page #87
--------------------------------------------------------------------------
________________
-
(૪૧)
, - -
+ + '
રે , "
મામા મારા ક » કુ, કે
+ , , , , , કામ ક મા કાન
વિ.મ.પૃ. ૬૭૯ સિદ્ઘતિ - પછી બુઝંતિ - પછી અચંતિ - પછી પરિણિબાયંતિ પછી સવ્ય દુખાણમંત કરંતિ એ શબ્દોના રહસ્યાર્થી વિચારવા યોગ્ય છે.
સિઝંતિ – અર્થાત્ સિદ્ધ થાય. તે પછી બુઝંતિ-બોધ સહિત જ્ઞાન સહિત હોય એમ સૂચવ્યું. સિદ્ધ થયા પછી શૂન્ય (જ્ઞાન રહિત) દશા આત્માની કોઈ માને છે તેનો નિષેધ “બુઝંતિથી સૂચવ્યો. એમ સિદ્ધ થાય, બુદ્ધ થાય, તે પાછા મુઐતિ એટલે સર્વ કર્મથી રહિત થાય અને તેથી પાછા “પરિણિધ્વાયંતિ” અર્થાત્ નિર્વાણ પામે. કર્મ રહિત થયા હોવાથી ફરી જન્મ, અવતાર ધારણ ન કરે. મુક્ત જીવ કારણ વિશેષ અવતાર ધારણ કરે તે મતનો “પરિણિવ્યાયંતિ” કરી નિષેધ સૂચવ્યો. ભવનું કારણ કર્મ, તેથી સર્વથા જે મૂકાયા છે તે ફરી ભવ ધારણ ન કરે. કારણ વિના કાર્ય ન નિપજે. આમ નિર્વાણ પામેલા “સબૂ દુખાણમાં કરંતિ” અર્થાત્ સર્વ દુખનો અંત કરે, તેમને દુઃખનો સર્વથા અભાવ થાય, તે સહજ સ્વાભાવિક સુખ આનંદ અનુભવે. આમ કહી મુક્ત આત્માઓને શૂન્યતા છે, આનંદ નથી એ મતનો નિષેધ સૂચવ્યો.
- Tw:' - '= : 5' 5,Fir','117: * 1W+ +;
નંખન-ન્યા +131* **' ''1''
ના નામ છે
Page #88
--------------------------------------------------------------------------
________________
(૪૨)
æ
શ્રીસદ્ગુરુભ્યો નમ:
મંગળાચરણ
સદ્ગુરુ વંદન
અહો શ્રી સત્પુરુષકે વચનામૃત જગહિતકરમ્, મુદ્રા અરુ સત્ સમાગમ સુતિ ચેતના જાગૃતકરમ્; ગિરતિ વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસે નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક સકલ સદ્ગુણ કોષ હૈ.
સ્વસ્વરૂપકી પ્રતીતિ અપ્રમત્ત સંયમં ધારણમ્, પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતાકે કારણમ્: અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ.
સહાત્મ સહજાનંદ આનંદઘન નામ અપાર હૈ, સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ; ગુરુ ભક્તિસેં લહો તીર્થપતિપદ શાસ્ત્રમેં વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તો શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ.
એમ પ્રણમી શ્રી ગુરુરાજકે પદ આપ પરહિત કારણમ્, જયવંત શ્રી જિનરાજ વાણી કરું તાસ ઉચ્ચારણમ્; ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સહે, શ્રી રત્નત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ લહે.
Page #89
--------------------------------------------------------------------------
________________
(૪૩) જિનેશ્વરની વાણી
અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિત કારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો ! રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.
ભક્તિનો ઉપદેશ
તોટક છંદ શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળ પંકિત કહી; જિન ભક્તિ ગ્રહો, તકલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લો. નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે ; અતિ નિર્જરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લો. સમભાવી સદા પરિણામ થશે. જડ મંદ અધોગતિ જન્મ જ શે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો.
o
Page #90
--------------------------------------------------------------------------
________________
, આરોપો લitiધnts
(૪૪)
, 9- 1 * * *---- Flicજક, કાન
શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો. કરશો ક્ષય કેવલ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દાહો ભજીને ભગવંત ભવંત લહો.
* જ. 11* *;" . " "+૧ ,'
અમૂલ્ય તત્ત્વવિચાર
૧
હરિગીત છંદ બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો; તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એકે ટળ્યો: સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો; ક્ષણ ક્ષણ ભયંકર ભાવ-મરણે કાં અહો રાચી રહો ? લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો, વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો! એક પળ તમને હવો ! નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માન જેથી જંજિરેથી નીકળે, પરવસ્તુમાં નહિં મુંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં.
૨
૩
Page #91
--------------------------------------------------------------------------
________________
(૪૫)
હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરિહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. ૫
મૂળ.
મૂળ માર્ગ શ્રી સદ્ગુરુચરણાય નમઃ મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ ; નો'ય પૂજાદિની (કાશી) કામના રે, નોય વહાલું અંતર ભવદુઃખ કરી જે જે વચનની તુલના રે, જો જે શોધીને જિનસિદ્ધાંત; માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરૂદ્ધ;
મૂળ.૧
મૂળ
મૂળ૨
મૂળ.
Page #92
--------------------------------------------------------------------------
________________
'
ક
મૂળ.૩
લિંક
મા ાં
મૂળ.
મ
* *
*
મૂળ.૪
*
મૂળ.
*
મા કે કે
, કયા +
મૂળ.૫
,
(૪૬) જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ. લિંગ અને ભેદો જે વૃત્તના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ હવે જ્ઞાનદર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ; તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. છે કે હાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે; કહ્યું “જ્ઞાન” તેનું નામ ખાસ. જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ.
,
મૂળ.
, કફ
મૂળ.૬
મૂળ
મૂળ.૭
મૂળ.
મૂળ.૮
Page #93
--------------------------------------------------------------------------
________________
. (૪૭) તે ત્રણે અભેદ પરિણામથી રે,
જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂળ. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ. મૂળ.૯ એવાં મૂળ જ્ઞાનાદી પામવા રે, અને જવા અનાદિ બંધ; મૂળ. ઉપદેશ સદ્દગુરુનો પામવા રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂળ.૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ; મૂળ. ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ.૧૧
Page #94
--------------------------------------------------------------------------
________________
(૪૮)
*rmismiseasm અજavratri
“અચળરૂપ આશક્તિ નહિ, નહિ વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ.”
વિરહ
વિરહ વિશેષ કલ્યાણકર્તા છે. વિરહમાં જ અસંગતા, નિર્ભયતા, નિઃશંક આત્મસ્વરૂપની પ્રાપ્તિનું કારણ થાય છે, કારણ
જ્યાં સદ્વિચાર પ્રગટ થાય છે ત્યાં આત્મસ્વરૂપનો નિર્ણય થાય છે અને તે સદ્વિચારનું કારણ વિશેષ વૈરાગ્ય, અભ્યાસ, તિતિક્ષા આદિની અવશ્ય જરૂર છે; (તિતિક્ષા = સુખ દુઃખનું સહન કરવું) અને નિવૃત્તિસ્થળે નિર્જન ભૂમિકામાં તે ગુણો સહેજે પ્રગટ થવાનું નિમિત્ત છે, પણ તીવ્ર જિજ્ઞાસા તથા તીવ્ર મુમુક્ષતા હોય તો જ તેવા ગુણો આત્મા ધારણ કરી શકે, નહિ તો આર્તધ્યાન કરી વિશેષ મોહની કર્મ ઉપાર્જન કરે છે, માટે પુરુષના વિરહ વિશેષ પુરુષાર્થ કરી વચનામૃતનું અવલંબન લઈ આત્માને નિર્ભય, નિઃશંક, જન્મજરામરણરહિત, દેહથી જુદો જ્ઞાનસ્વરૂપ, એવી પ્રતીતિ કરવી.
(શ્રી લઘુરાજ સ્વામી)
Page #95
--------------------------------------------------------------------------
________________
(૪૯)
રામનવમીનો બોધ ચૈત્ર સુદ ૯ મંગળવાર ૧૯૯૨.
મૂળમાર્ગ વીતરાગ માર્ગ છે. કર્મ છે, આત્મા છે; બન્નેને જ્ઞાની જાણે છે. આત્મા જ્ઞાનીએ યથાતથ્ય દીઠો છે એમ કહેવાશે. છોકરાં હૈયાં, પૈસો એ આદિ પુગલ-કર્મ છે. કર્મ તો મૂકાય છે; અનંત કાળથી મૂકાતાં આવ્યાં છે, કોઈને ય મૂકાયા વગર રહ્યા છે? પણ આત્માની ઓળખાણ થઈ નથી. આ બધો વહેવાર કર્મ-સંજોગ સંબંધને લઈને કરવો પડે છે. આત્માની ભાવના તો કોઈ જ્ઞાનીએ ભાવી; તે પરિચય કરવો છે; તે પરિચય જ્ઞાની જ જાણે છે.
ક્ષેત્રફરસના નાસિકની તે જવું થયું. કર્મ-પુદગલ જે દિવસ તે દિવસ તો મૂકવાનો છે. મૂકાશે, અનંતા ભવથી મૂકતો આવ્યો છે, છતાં આત્મા તો છે તેવો જ છે. તેને કંઈ થયું છે? મનુષ્યભવ દુર્લભ છે, તેમાં એક સત્સંગ અને સત્પરુષનો બોધ એ બે જોઈએ; તો કંઈ ફિકર નહિ.
ફિકરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર. આત્મા શું છે ? આત્મા કેવો છે ? હવે કંઈ ફીકર છે નહિ !
દિવસ પણ થયા. અવસ્થા પણ થઈ. જન્મ-મરણ એ વિકલ્પ જ ન કરવો. જન્મ-મરણ તો વહેવાર છે. આ ઠેકાણે દેહ છૂટે તો સારું કે ફલાણે ઠેકાણે દેહ છૂટે તે સારું, તેવું કંઈ નહિ. જન્મ-મરણ હોય તોય શું? ના હોય તોય શું ? એ તો કર્મ છે. આત્માને શું ? આત્મા તો જુદો છે, નિશ્ચયથી આત્મા જેમ છે તેમ છે. તેમાં કંઈ ભેદ પડ્યો છે ? આવું છે તો પછી શું? કંઈ નહિ.
મળ્યા હોય તે સાંભરે ! ક્ષેત્રફરસના! આ જગ્યા મળી તો આ નાશિક તો નાશિક. હે પ્રભુ! મુંબઈ એ તો તોબા જુલમ કર્યો છે. કોણ જાણે ક્યાંથી એટલાં બધાં માણસો આવ્યાં હશે. (સ્ટેશન ઉપર) ? પણ બધાને સમજણ
Page #96
--------------------------------------------------------------------------
________________
..
T
E T
HT
A
T
Te
t કિ '
'1* *
* *
* * * * * * * * *I # -4 * ** *** * * * *
* કે * * *
* * * * હાથ', '
કે '
' કાકા
-
(૫૦) ક્યાં? સમજણમાં હોય તે હોય. સમજણ જ કામ કરે છે. સમજી લેવાનું છે. હે ભગવાન! શું કરું ? હું તો થાક્યો, હું કંઈ જ જાણતો નથી, ગુરુનો જ પ્રતાપ છે. તેથી કદાચ દુઃખ હોય તોય શું? તે ન હોય તોય શું? સમજણ જોઈએ. હે ભગવાન! હું કંઈ જાણતો નથી.
એક વિઠ્ઠલ વરને વરીએ” બસ થઈ રહ્યું. તે જે છે તે છે. આત્મા સિવાય તે બીજાને કહેવાય ? આત્મા સિવાય તે બીજાને મનાય ? સમજણ જેટલી હોય તે ખરી. આત્માને જ કહેવાય. બીજાને કહેવાય કે મનાય ? ક્ષયોપશમ હોય પણ તેમાં ભેદ. ક્ષયોપશમથી ખબર પડે, ક્ષયોપશમ તે આત્મા ન હોય. તેને આત્મા માની બેઠો છે. તે તો બધા સંજોગો. આત્મા ન હોય ઢીંગલા ઢગલાની રમત.
ત્યારે સંકલ્પ-વિકલ્પ કેમ આવે છે? સંકલ્પ વિકલ્પ તો આવે. કર્મ હોય ત્યાં સુધી આવે-તે કર્મના, આત્માના નહિ. કર્મ ન હોય તો કંઈ નહિ. કર્મ હોય તો હોય. બધાંનેય વેદવાં પડે. કર્મ હોય તે બધાને વેદવાં પડે. જેટલી લેવડ દેવડ કરવાની હોય તે કરવી પડશે. છપ્પન કોટિ જાદવ ! તેમણે પણ ચિત્રવિચિત્ર જોયું, વેધું તે તરફ જેવું નહિ. એક આત્મા જ જોવો. ને બીજું તો થાવું હોય તે થાજો. રૂડા રાજને ભજીએ.
શાતા-અશાતા તો બાંધી છે, તે જીવને આવ્યા કરે; દિવસ અને રાત આવ્યા કરે છે તેમ. જેમ દિવસ તે દિવસ છે, દિવસ તે રાત નહિ ને રાત તે દિવસ નહિ તેમ શાતા-અશાતા તે આત્મા નહિ, ને આત્મા તે શાતાઅશાતા નહિ. કર્મનો ભોગવટો કહેવાય. જીવ તેને પોતાનો માની બેઠો છે. કોઈ એક સદ્ગુરુ મળે ને બાણથી વિંધીને મારે તો સોસરૂં ઉતરી જાય.
- एगोहं नत्यि मे कोइ एगो मे सासवो अप्पा
આત્મા શાશ્વત છે. એનું આ કોઈ નથી એમ નિશ્ચય જાણો. એ આત્મા તો સમ્યગદષ્ટિ જ્ઞાની પુરૂષોએ જાણ્યો. તે જ્ઞાની પુરૂષે જે દર્શાવ્યું છે, દેખાડ્યું છે તે સાચું છે જડ તે જડ ને ચેતન તે ચેતન. જડ ને ચેતન નહિ થાય ને ચેતન તે જડ નહિ થાય એ નક્કી જાણજો.
Yર *િ *R* -
* *
*
*
* * * *
*વાળr
:
માના નામ
Page #97
--------------------------------------------------------------------------
________________
(૫૧)
બધાય દહાડા કાઢે છે. આટલા વરસ ગયાં ને જાય છે. આત્મા છે તેવો જ છે. આત્મામાંથી શું વડું ઓછું થયું ? એક વાર કેટલી ? સમજણ જોઈએ.
સદ્ગુરુના ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ
સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ. સમજણ તો જોઈએ જ. આ અમારું કાલું બોબડું બોલવું પણ તેમાં ફેરફાર ન જાણશો. ગુરુકૃપાથી શરણથી સમજણમાં આવે છે.
તમારો પ્રશ્ન - ગુરુગમ શુ? સાંભરે છે. એનો અર્થ સમજ્યા વગર શું ખબર પડે? એ સમજણ સદ્ગુરુના બોધના શ્રવણે આવે. બોધ સાંભળે એને થાય, યોગ્યતા પ્રમાણે તે સમજી જાય છે. યોગ્યતાએ સમજાય છે, બીજાને નહિ. જીવની યોગ્યતા હોય તેટલું સમજાઈ જાય છે. યોગ્યતા જોઈએ.
સૌથી મોટી વાત એ છે કે સત્સંગ ને બોધ એ બે રાખજે. ગમે તેમ ગમે ત્યાંથી એ બે લેવાં, આ જ મુખ્ય કામ છે. એમાં જ બધું છે, તો જ સમજાય. આત્મા છે – આત્માની સત્તા છે તો આ જણાય-દેખાય.
દુઃખ થાય તે કર્મ છે; કર્મ તો જાય છે; મુકાય છે. તે આત્મા નથી, પણ સમજાતું નથી, કારણ ખામી છે. બોધને સમજણની જરૂર છે. બોધ જોઈએ.
एगं जाणइ सो सव्वं जाणइ એક સદગુરુથી આત્માને જાણ્યો તો બસ, બધું જાણું, આત્માને જાણી લેવો.
આ બધો તો સંજોગ છે. બાંધેલો છે. વીતરાગ માર્ગ સૌથી મોટો છે. કર્મ તો જવાનાં, જાય છે. એનો સ્વભાવ એ જ છે. આત્મા તો શાશ્વત છે. એ આત્મા જાય નહિ. બનવા કાળ તે આટલું બોલાયું. વાત સંભળાવી. અશક્તિ એટલી છે કે બોલી શકાય નહિ.
Page #98
--------------------------------------------------------------------------
________________
'' ''
:
કાકા
ને
it
iટી
= '';
શામ :-::
(૫૨) આયુષ્યની દોરી હોય તો બચે. કશુંય પાંસરું નહિ. દેહ તો છૂટી જાય. આત્મા શાશ્વત છે. આમારે તો એક સગુરુનું શરણુ છે. તેથી આત્માની વાત કરીએ તે પાછી ફરે નહિ.
___आणाए धम्मो आणाए तव्वो સદ્દગુરુનાં વચન છે. પરમકૃપાળુદેવનાં વચનામૃતો તે જ આધાર છે. તે જ વાંચવાં, વિચારવાં ને હૃદયમાં ઉતારી દેવાં. આત્મા થઈને આત્મા બોલ્યો.આરાધ્યો તો બસ. કહેવું કોને ? અધિકારીને કહેવાય. તમે દષ્ટિવાળા છો તે માનશો-માન થશે. એક પરમકૃપાળુદેવની જ શ્રદ્ધા પકડ કરી લેવી. તે જ એક કર્તવ્ય છે. તે ભૂલશો નહિ. તે જ પકડ કરી લેવાની. ડાહ્યા થયા વગર. “હું કંઈ જ ન જાણું. હું કંઈ જ ન સમજું. એણે કહ્યું તે સાચું.” એમ પકડ કરી લ્યો. આ આવે અને પરિણમી જાય તો થાય. બસ એ જે. પરમકૃપાળુદેવની શ્રદ્ધાની પકડ કરી લ્યો. બીજું માનશો નહિ. બીજું તો પર છે-કર્મ છે-પર્યાય છે. આત્મા નથી. બધું મુકાશે. આ છોડશો નહિ.
- kliદં , "
* * *
*
* * *
*r*** 1$ 'f 15, Vor=
"144 1
4
-1
* * !K*T: _', કan Arunable
-
Art Their ,
જૂનાગઢ પત્ર “અત્રે સુખશાતા ગુરુપ્રતાપે છેજ. (જબ જાગેગી આત્મા તબ લાગેગી રંગ.) ઘણા દિવસથી વૃત્તિ હતી, એકાંત નિવૃત્તિ લેવી, તે જોગ ગુરુપ્રતાપે બની આવ્યો છેજ. જો કે સત્સંગ એ એક ઠીક છે, પણ જ્યારે પોતીકો આત્મા આત્મવિચારમાં આવે ત્યારે જ કલ્યાણ થશે. નહિતર હજાર, લાખ સત્સંગ કરે, પ્રત્યક્ષ સગુરુ પાસે પડ્યો રહે પણ કલ્યાણ ન થાય.
અત્રેની કોઈ અદ્ભુત વિચારે અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, એક જ શ્રદ્ધાથી – કહ્યું લખ્યું જાતું નથી. આપના જીવને શાંતિ થવા હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી.”
(જૂનાગઢ, ભાદરવા વદ ૮, મંગળ ૧૯૭૨)
"
' એEf+A" * *
*
*
*
*
* * * *Attr'
:
' at R
s
- - -
Page #99
--------------------------------------------------------------------------
________________
(૫૩)
ચૈત્ર વદ ૫ (૧૯૯૨) નો બોધ
તા. ૧૨-૪-૩૬
મુખ્ય માર્ગ છે ભક્તિ. જે કરશે એ ઊગી નીકળશે. કર્તવ્ય છે. ભક્તિનું ફળ મળશે. પોતાનું કર્તવ્ય છે, આખર બીજાનું કામ નથી.
ઓળખાણ જ્ઞાની પુરુષની યથાતથ્ય તે માન્ય. મારી કલ્પના ખોટી; મારે તો શ્રી સદ્ગુરુદેવ પરમકૃપાળુદેવે આત્મા યથાતથ્ય જાણ્યો છે તે માન્ય
છે.
તે આત્મા જાણ્યો છે તે કોઈની કૃપાદૃષ્ટિ તેણે જણાવ્યો, તે જાણ્યો, યથાતથ્ય છે. તે વગર બીજું છે નહિ.
મૂળ વસ્તુ આતમભાવના.
જેમ બને તેમ રાગદ્વેષ કર્તવ્ય નથી.
જીવ બધા રૂડા છે. સ્મૃતિ વિસરી જવાય છે.
પુદ્ગલ છે તે આત્મા નોય, આત્મા આત્મા છે. જ્ઞાનીએ જ આત્મા જાણ્યો છે. જ્ઞાની વગર કોઈ કહેશે જાણ્યો છે તે મિથ્યા છે. યાદ રાખવા લાયક છે. એક ભક્તિમાત્ર જ કર્તવ્ય છે.
મનુષ્યભવ દુર્લભ. આત્મજ્ઞાની હોય તે આત્મા જાણવો. પકડવા લાયક છે. એક વિશ્વાસ, પ્રતીતિ અવશ્ય ત્યાં કલ્યાણ. ડાહ્યા ન થવું.
વીસ ભક્તિના દોહા મહામંત્ર છે. યમ નિયમ ક્ષમાપનાનો પાઠ, ત્રણ વસ્તુ સ્મરણ કરવા, ધ્યાન, લક્ષ-ખ્યાલમાં રાખવા.
આત્મા જોવો. આત્મા છે. જેમ છે તેમ જ્ઞાનીએ જાણ્યો છે. જ્ઞાની જોયો તે આત્મા. પ્રત્યક્ષ જ્ઞાની કૃપાળુદેવ. ચાંદ જેને ચોડયો છે. આત્મહિત થવાનું છે.
સ્મૃતિ કરવી :- આત્મા છે, ‘‘આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે’’ તે સર્વ જ્ઞાનીએ જાણ્યા તે યથાતથ્ય સત્ય
Page #100
--------------------------------------------------------------------------
________________
છે. તે મંત્ર બહુ જબરો છે. આત્માને લક્ષ રાખવા યોગ્ય છે.
ડૉક્ટર છે, નિમિત્ત છે. કર્મ ભભક્યાં છે તે કર્મ જાણો. વહેવારે કરવાનું, છે, નિશ્ચયે નહિ. પ્રકૃતિ છે. સહુ સાધન બંધન થયાં છે.
મનુષ્યભવ દુર્લભ છે. પુરુષ ઉપરની શ્રદ્ધા. કાલા ઘેલાની વાત છે. કહેવાશે હા હા ગોટીલા. સત્ તે આત્મા સત્ છે. તેનું કલ્યાણ છે.
મુદ્દે રકમ શ્રદ્ધા. શ્રદ્ધા પરમ દુલ્લા. ૧૩-૪-૩૬ (સવારે)
આત્માને મૃત્યુ મહોત્સવ છે. એક મૃત્યુ મહોત્સવ છે. (આંગળીના ઈશારાથી જણાવ્યું).
વિશ્વભાવ વ્યાપી, તદપિ એક વિમળ ચિટૂપ
જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતો જિન ભૂપ. એક આત્મા બીજું કોઈ નહિ, તેનો મહોત્સવ, મૃત્યુ મહોત્સવ. આત્મા ધર્મ. આશા એ ધર્મ. કૃપાળુદેવની આજ્ઞા.
સહુની નજરમાં આવે તે પ્રવર્તન. આજ્ઞા કૃપાળુદેવની-જે આજ્ઞા છે તે. “આણાએ ધમ્મો, આણાએ તવ્યો.”
-
તે વિશ્વ
પરમકૃપાળુદેવનું શરણું છે તે માન્ય છે. મતમતાંતર, ભેદભેદ, પક્ષપાત નથી. વાત છે માન્યાની. પરમકૃપાળુદેવે મને કહ્યું છે એ વગર વાત નથી.
ગુરુદેવ, સહજાન્મસ્વરૂપ, રાજચંદ્રજી, કૃપાળુદેવ છે. આત્મા છે, જેમ છે તેમ જ્ઞાનીએ જાણ્યો છે.
આત્મા કોને કહીએ ? જ્ઞાનીએ આત્મા જોયો છે, એમણે જેને જણાવ્યો તે માન્ય કરવો. એ વગર નહિ.
એક મૃત્યુ મહોત્સવ છે, બીજે કોઈ ઠેકાણે મળે એમ નથી, એક મૃત્યુ
" "
, laim
i
s
:
Page #101
--------------------------------------------------------------------------
________________
(૫૫)
મહોત્સવ છે. ‘‘ધીંગધણી માથે કીયો,કુણ ગંજે નરખેટ.’’ બીજો હવે નથી. એ વસ્તુ જેમ છે તેમ છે. તે તો તે જ જાણે છે. એની શ્રદ્ધા અને પ્રતીતિ. બસ-‘“આણાએ ધમ્મો, આણાએ તવ્યો.'' મુદ્દો એ જ વાત. એ જ છે. બીજી લીધી નથી. દૃષ્ટિની ભૂલ નથી. જે છે તે છે. સૂજે એમ કહેજો. એક પરમકૃપાળુદેવ. ‘‘થાવું હોયે તે થાજો, રૂડા રાજને ભજીએ.’’ એ જ.
(શરીર) આ પુદ્ગલ છે, આત્મા નથી, સંજોગ છે. સંજોગનો નાશ છે.
વિરામ પામું છું, વિરામ પામું છું, ખમાવું છું.
એક આત્મા સિવાય બીજી વાત નથી. (બધા દર્શન કરી બહાર ગયા. ત્રિભોવનદાસ તથા ખંભાતવાળા હતા તે વખતે કહ્યું) :
પરમકૃપાળુદેવે કહ્યું હતું-‘મુનિઓ, આ જીવને (શ્રીને પોતાને) સમાધિમરણ સોભાગભાઈની પેઠે થશે ને સોભાગભાઈને ધ્યાન હતું તે જ છે. બીજું કોઈ (અગર કાંઈ) માન્યું નથી. બીજું કાંઈ સમજીએ નહિ પણ પરમકૃપાળુદેવ માન્ય છે.’’
પ્રકૃતિની અથડામણ. રાખનાં પડીકાં, નાખી દેવા યોગ્ય છે.
બધાય પરમકૃપાળુદેવની દષ્ટિવાળાનું કલ્યાણ છે. ભાવના છે તે મોટી વાત છે. ફૂલ નહિ ને ફૂલની પાંખડી. કૃપાળુદેવની દૃષ્ટિ ઉપર બધા આવે છે, સૌનું કામ થઈ જશે. બીજા લાખો હોય તોય શું ?
આટલી સામગ્રી (શરીર) પુદ્ગલની છે, આત્મા નહિ. આત્મા જે છે
તે છે.
“આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે’ – ચમત્કારી વચન છે. દયા કરી છે. ઘણા જીવોનું હિત થશે, ઘણાનું જે પોતાનું છે. સૌ સારું હો.
આ તો માયા છે, પુદ્ગલ છે. એ ન હોય.
આત્મા છે. જ્ઞાનીએ જાણ્યો છે. યથાતથ્ય જ્ઞાનીએ જાણ્યો છે તે
AHWETAMBHA
Page #102
--------------------------------------------------------------------------
________________
(૫૬)
માન્ય છે. છેલ્લો સવાલ કીધો. જબરામાં જબરી વાત, તેવી બીજી કોઈ ના
મળે.
ખબર નથી, પકડ છે, શ્રદ્ધા છે તેનું કલ્યાણ છે. માયા છે, પુદ્ગલ છે. એક આત્મા છે, સત્સંગ છે. હું તો રાંકમાં રાંક, એના દાસનો દાસ છું. બહુ સારૂં થયું. મારે લેવું દેવું નથી. સમ છે. મારો કોઈ નથી. ધીંગધણી માથે કીયો.
૧૩-૪-૩૬. (સાંજે)
આત્મા સિવાય બીજું કંઈ જોવું નથી. છે તે છે. કાઢયો જાય તેમ નથી. સમ વિના બીજી વાત નથી. ફક્ત એક છે તે હથિયાર. સમ એક હથિયાર છે. કોઈ ખસેડે તેમ નથી, હઠે તેમ નથી, કપાય તેમ નથી, છેદાય તેમ નથી. એક પરમકૃપાળુદેવની શ્રદ્ધા કરવા યોગ્ય છે. સમ જગ્યા છે, બીજી નથી.
સમ છે. આત્મા છે. આત્મા જોવો, બીજું કંઈ જોવું નહિ, પરમકૃપાળુદેવ માન્ય છે તે સ્થંભ છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
(૫૭) વીસ દોહરા મહાતમ
આત્માએ સુખદુ:ખ કર્યું છે – હવે આત્માનું અવલંબન લે, શરણુ લે તો સુખદુ:ખ રહેશે નહીં-વીસ દોહા આત્માનું અવલંબન કરાવવા માટે છે.
“એને”
ભૂલીને વિચાર ન કર. “એને” - ભૂલવું તે જ ભૂલ છે.
ઉ.મૃ.પૃ. ૪૬૭
વીસ દોહા ચિંતામણિ છે. જેમ વહેવારમાં પરસાદી વહેંચવામાં આવે છે તેમ પરસાદી છે. ઉઘાડું પાડીને અંદર કહ્યું છે. કોઈ એવી દવા હોય છે કે માંદો ખાય તોપણ ગુણ કરે અને સાજો ખાય તોપણ ગુણ કરે; તેવી આ ઉદ્ધાર થવા માટે દવા છે. દવા માટે દૂધ પાણીની જરૂર પડે છે તેમ આને માટે શું જરૂરનું છે ?
(ચર્ચા થયા પછી) બધાની વાત સાચી છે. પણ કોઈએ ગાળ દીધી હોય તો વારે ઘડીએ સાંભર્યા કરે; તેમ તમે બધા જાણો છો છતાં ભાર દઈને કહેવાનું કે “ભાવ” જોઈએ. આ ખાસ લક્ષમાં રાખજે. બધા સામાયિક કરે છે. પણ પૂણિયા શ્રાવકનું જ સામાયિક વખણાયું. તેમ ભાવ ભાવમાં ફેર છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
કરવા .
સાકાર નતાશા
(૫૮)
સાધુને હંમેશાં સમતા હોય’ – આનું નામ ચારિત્ર, સમભાવ. સાધુ બધે આત્મા જુએ, સિદ્ધ સમાન જુએ. થઈ રહ્યું-આટલું સમજાય તો થઈ રહ્યું!
ભક્તામર’ વગેરે સ્તોત્ર છે. પણ વીસ દોહા બધાનો સાર છે. કોણે આપ્યા છે ?
ઉ.મૃ.પૃ.૧૮૭ આત્મા કરવા જ આવ્યો છે; પણ કર્મ, કર્મને કર્મ કરે છે તે બંધન છે. કૃપાળુદેવનાં વચન-વીસ દોહા અપૂર્વ છે ! પણ જીવે સામાન્ય કરી નાખ્યા. અલૌકિક દૃષ્ટિથી વિચાર નથી કર્યો. આવું ચિંતામણિ રત્ન તે કાંકરાની માફક જાણ્યું. આ વચન ! કૃપાળુદેવની કૃપાથી મળેલા વીસ દોહા આત્મભાવથી બોલવાના છે. અને ઉપયોગમાં રહે તો કર્મની કોડ ખપે છે.
“પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય ?'
આ સવાલ નીકળ્યો. તેમાં ઉપયોગ આવી જાય તો કોટિ કર્મ ખપી જાય. આ ભાવના, ઈચ્છા કરે તો બીજી માઠી ગતિનો નાશ થઈ દેવની ગતિ થાય. આવું છે; તે સામાન્યમાં અને લૌકિકમાં કાઢી નાખ્યું. આ સંભળાતું હશે?
Page #105
--------------------------------------------------------------------------
________________
જઇ રાજ
: '' '
(૫૯) પત્ર નં. ૫૩૪ માંથી
આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્થદષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થનો દઢાગ્રહ થયો છે; અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ ફુરતો નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે હે નાથ ! હવે મારી કોઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદ્દગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.” એવા ભાવના વીશ દોહરા કે જેમાં પ્રથમ વાક્ય “હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું ? દીનાનાથ દયાળ' છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે.
બીજા આઠ ત્રાટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કહ્યો છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ
9
/
Page #106
--------------------------------------------------------------------------
________________
(૬૦)
મહામંત્ર
શ્રી સદ્ગુરુભક્તિરહસ્ય પ્રભુ પ્રત્યે દીનત્વ
દોહરા
|૧||
|૩||
II૪II
હે પ્રભુ! હે પ્રભુશું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ ? નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ; આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાંહિ. જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. હું પામર શું કરી શકું,” એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. અચિંત્ય તુજ મહાભ્યનો, નથી પ્રલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. અચલરૂપ આશક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહિ ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ધર્મ; તોય નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ.
//૫ll
I૬ાા
||ળા
/૮
III
Page #107
--------------------------------------------------------------------------
________________
સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ||૧ળી. તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નહિ. નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહિ. ||૧૧|| અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાંહિ; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨ાા એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સગુણ પણ, મુખ બતાવું શું ? ll૧૩ કેવલ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ll૧૪/l, અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિં અભિમાન. ૧૫ સંતચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક, પાર ન તેથી પામિયો, ઉગ્યો ન અંશ વિવેક. ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય, સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? I૧ળા પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય? I/૧૮ અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય? I૧૯ll પડી પડી તુજ પદ પંકજે, ફરિ ફરિ માગું એજ; સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરિ દેજ. |રવા
Page #108
--------------------------------------------------------------------------
________________
રાળજ. ભા. સુદ ૮. ૧૯૪૭ શું સાધન બાકી રહ્યું? કૈવલ્ય બીજ શું? ,
(તોટક છંદ) યમ નીયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો, વનવાસ લયો મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્મ લગાય દિયો. [૧] મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુ તાર ભયો, જપ ભેદ જપ તપ ત્યૌહિ તપે, ઉરસેંહિ ઉદાસિ લહી સબપે. રા સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજૂ ન પર્યો. lણા અબ ક્યોં ન બિચારતા હે મનમેં, કછુ ઔર રહા ઉન સાધનસું ? બિન સદ્દગુરુ કોય ન ભેદ લહે, મુખ આગળ હૈ કહ બાત કહે ? ||૪|| કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી, પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે. પા
Page #109
--------------------------------------------------------------------------
________________
(૬૩)
સ્વઆત્મ બસેં,
તનર્સે મનમેં, ધનસેં સબસેં, ગુરુદેવકી આન તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ઘનો.
વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હે દગસે મિલહે,
રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગોજુગ સો
જીવહી.
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુરોં, સબ આગમ ભેદ સુઊર બસેં, વહ કેવલ કો બિજ ગ્યાનિ કહે, નિકો અનુભૌ બતલાઈ દિયે.
*
||૬||
11911
!!!
Page #110
--------------------------------------------------------------------------
________________
(૬૪)
tiliી મળી
ક્ષમાપના
કમ
!
દો.
*
*
* * *
*
* * *
* * * *
* *
હે ભગવન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. મેં તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારા કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા ! હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા
સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #111
--------------------------------------------------------------------------
________________
(૬૫) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું મહાતમ
રાંકને હાથ રતન શ્રીએ આત્મસિદ્ધિ શાસ્ત્રનું મહતમ વારંવાર જણાવેલું તેમાંના કેટલાક પ્રસંગોની સારરૂપ નોંધ :
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર અને છ પદનો પત્ર એ ચમત્કારી છે. લબ્ધિઓ પ્રગટે તેવું છે.
રોજ ફેરવે તોપણ કર્મની કોડ ખપે તેવું છે.
નવે નિધિ અને અષ્ટસિદ્ધિ એમાં રહેલ છે. રાંકને હાથ રતન અને બાળકને હાથ સોનામહોર હોય અને કાંકરો હોય તે બેય સરખાં છે, તેમ યોગ્યતા વિના, અધિકારીપણા વિના, જીવોને તેનું મહતમ સમજાતું નથી.
અલૌકિક ભાવે, અલૌકિક દૃષ્ટિએ જોવું જોઈએ તે જેવાતું નથી.
પ.કૃ.દેવે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રથમ ચાર જણને આપી હતી. બીજા કોઈને વંચાવવાની, સંભળાવવાની, મુખપાઠ કરવા આપવાની મનાઈ હતી. માત્ર સોભાગભાઈએ એનું મહાતમ જાણ્યું હતું. યોગ્યતા વિના અલૌકિક મહાતમ લાગતું નથી.
પાંચસો પાંચસો ગાથાના સ્વાધ્યાય કરે તેનાં કરતાં આ સ્વાધ્યાય અલૌકિક છે.
ઝવેરીને જ નંગની કિંમત હોય, બાળકને કિંમત હોય નહિ. આજે જેને હોય તેને મુખપાઠ કરવાની આજ્ઞા મળી છે કારણ કે કાળ કઠણ છે.
યોગ્યતા આવે તો કામ થાય. જિજ્ઞાસા વધારો, ખામી દૂર કરો – જિજ્ઞાસા જોઈએ તેવી નથી. એનો જ ખપી હોય તો એક ગાથામાં ચમત્કાર * છે. તેનું મહતમ સમજાય. (આબુ, ૨-૪-૧૯૭૫) " શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અનંત આગમ સમાએલાં છે. ચમત્કાર છે.
(અગાસ, ૧૧-૧૧-૧૯૫)
Page #112
--------------------------------------------------------------------------
________________
(૬૬)
છ પદનો પત્ર, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર બોલ્યા કરવું. ન બોલાય તો કર્મનો વાંક. બીજું કંઈ નથી. આત્મા જોવાની કલ્પના કરવી નહિ. જ્ઞાનીએ આત્મા જોયો છે તે મારે માન્ય છે. યથાતથ્ય જ્ઞાનીએ આત્મા જોયો છે તેવો ભાવ રાખવો. (નાશીક, ૨૮-૩-૩૬)
સ્મૃતિ કરવી :- આત્મા છે; ‘‘આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે.’’ તે સર્વ જ્ઞાનીએ જાણ્યા તે યથાતથ્ય સત્ય છે. તે મંત્ર બહુ જબરો છે. આત્માને લક્ષ રાખવા યોગ્ય છે.
(અગાસ, ૧૨-૪-૧૯૩૬) “આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે” – ચમત્કારી વચન છે. દયા કરી છે. ઘણા જીવોનું હિત થશે, ઘણાનું જે પોતાનું છે. સૌ સારું હો.
-
આત્મા છે, જ્ઞાનીએ જાણ્યો છે, યથાતથ્ય જ્ઞાનીએ જાણ્યો છે તે માન્ય છે. છેલ્લો સવાલ કીધો. જબરામાં જબરી વાત, તેવી બીજી કોઈ ના મળે.
ખબર નથી, પકડ છે, શ્રદ્ધા છે, તેનું કલ્યાણ છે.
(અગાસ, ૧૩-૪-૧૯૩૬)
(પુના. તા. ૧૯-૧૨-૨૪) “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ’
અહંભાવ અને મમત્વભાવ, અહંભાવ અને મમત્વભાવ! બસ, આમાં બધું આવી ગયું – પશુ પંખી, ઝાડ-પહાડ, ઇંદ્ર-ચંદ્ર વગેરે. મેં જાણ્યું, મેં ખાધું, મેં પીધું, બધામાં ‘હું’ ને ‘મારું’–એ મિથ્યાત્વનું મૂળ છે.
છ પદનો પત્ર અમૃતવાણી છે. પત્રો તો બધાય સારા છે, પણ આ તો
Page #113
--------------------------------------------------------------------------
________________
(૬૭) લબ્ધિવાક્ય જેવો છે! છ માસ સુધી એને ફેરવે તો પ્રભુ, કંઈનું કંઈ થઈ જાય! ગમે તે અડચણ, વિપ્ન આવે, તે હડસેલી મૂકવું. એક દિવસ પ્રત્યે એક વખત વિચારી જવાનો રાખ્યો તો પછી જોઈ લો. સમક્તિનું કારણ છે.
“તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યદર્શનને પ્રાપ્ત થાય. સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.”
આ મોક્ષ માર્ગ ! હવે, બીજું મારે ક્યાં માન્ય છે ? એવી પકડ થઈ ગઈ એટલે વહેલું મોડું એ રૂપ થયે જ છૂટકો.
જન્મ, જરા, મરણ, રોગ આદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે.”
કંઈ બાકી રહ્યું ? જન્મ, ઓછું દુઃખ ? જરા, આ ઘડપણનાં (પોતા તરફ આંગળી કરી) દુઃખ ઓછાં ન જાણશો-હરાય ફરાય નહિ; ખાવું પીવું ગમે નહીં અને રોગ, દુઃખ ને દુઃખ, હલાય નહિ, બોલાય નહિ, ગમતું થાય નહિ, ગમત ચેન ન પડે-એ સર્વ બાધા-પીડાથી રહિત, બાદ કરતાં “સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ', હાશ! બીજું મને ગમે તે થાઓ, પણ એમાં ક્યાં બીજું થવાનું છે ?
' “જે જે પુરુષોને એ છ પદ પ્રમાણ એવા પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ વ્યાધિ ઉપાધિ સર્વ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.”
છાપ મારી છે છાપ ! શ્રદ્ધાની જરૂર છે, નિશ્ચયની જરૂર છે. “શ્રદ્ધા પરમ દુલ્લા” કહી છે, પ્રભુ!
Page #114
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની પુરુષોએ પ્રકાશેલી છ પદની દેશના
1y' RAMAE1
આત્માનાં છ પદ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગરદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર
અપમાતાના શnd ext-2 -8, 18, , %'
શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.
પ્રથમ પદ : “આત્મા છે” જેમ ઘટપટાદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે. તેમ સ્વપરપ્રકાશક એવી ચૈિતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે.
પ્રમાણમા કે જd vs reaમr:Aas.કાકavજ+++iાકમારા errow.krદાકાત કામદાર+કસરઢ જિલદ
બીજું પદ :- “આત્મા નિત્ય છે” ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તિ છે. આત્મા ત્રિકાળવર્તિ છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમકે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી, કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં.
મરામરિયમ
દેકta ,ધવામwવાર જાવા
ar trive ખાતા
ત્રીજું પદ :- “આત્મા કર્તા છે” સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય
ભરડામાતાજકcon નજરાણક દt ag
:.
E
Page #115
--------------------------------------------------------------------------
________________
વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે.
ચોથું પદ :- “આત્મા ભોક્તા છે” જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે.
પાંચમું પદ - “મોક્ષપદ છે” જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું તે કર્મનું ટળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે; ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.
- છઠું પદ :- “તે મોક્ષનો ઉપાય છે” જે કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ
.fમને * Is drew s : 4:
11
Page #116
--------------------------------------------------------------------------
________________
)
પ
(૭૦)
ક લામ : htીના
:
પાકમાં
: કે.
; રાજ , 1.! કે4 *, જા. 11
aw,
મ- એ# iા છે અhwari ન ક ક કલાક ૫ : *
શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષ પદના ઉપાય છે.
શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યગુદર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અને સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છે પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગ્રત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ, સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઈષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધા રહિત સંપૂર્ણ મહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.
જે સત્પરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ
Page #117
--------------------------------------------------------------------------
________________
(૭૧)
આત્મસ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો, તેનાં ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો !
જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેના વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે; કેમકે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઈચ્છયા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરીફરી નમસ્કાર હો !
જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ, માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરીફરી ત્રિકાળ નમસ્કાર હો !
જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !!
Page #118
--------------------------------------------------------------------------
________________
(૭૨)
જ્ઞાનભાવ - જીવની દોડ મટી જાય તો....
અંધારામાં દીવો આવે પછી અંધારૂં રહે નહીં, તેમ જ્ઞાનભાવ છે. સમકિત વિના તે બનતું નથી. તે તુરત થાય છે. જીવ અજ્ઞાનને લઈને જ્યાં ત્યાં ભરાઈ જાય છે. દેહમાં આવ્યો તો પોતાને તે રૂપ માનવા લાગે છે. દષ્ટી ફેરવવાની જરૂર છે.
છ પદની વિસ્તારથી વાત કહી – પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે.’વાત આમ છે છતાં જીવ દોડ કરી દોડી જાય છે જેમ કોઈ દોડતો થાકી જાય અને જે બેસી રહ્યો હોય તે થાકે નહીં, તેમ જીવની દોડ મટી જાય તો મોક્ષ છે. આ છ પદ સમકિત આપે એવાં છે.
દોડ મૂકવી જોઈએ-દષ્ટી ફેરવવી જોઈએ.
શ્રીના બોધની નોંધમાંથી.
પત્ર ૭૧૯ માંથી
‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ શ્રી દેવકરણજીએ આગળપર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે; તોપણ જો દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો, પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું
તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો
દોષ કર્યો એમ જ જાણીશ અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો, ભિન્નભાવરહિત, લોકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે.
*
Page #119
--------------------------------------------------------------------------
________________
(૩)
આત્મસિદ્ધિ
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૧ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ, વિચારવાં આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨ કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને મારગ મોક્ષનો, કરૂણા ઉપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર ભેદ ન કોઈ, જ્ઞાન માર્ગ નષેધતા, તેહ ક્રિયાજડ આઈ. ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહિ, વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહિ. ૫ વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન, તેમ જ આતમજ્ઞાનની, પ્રાહિતણાં નિદાન. ૬ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮ સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ. ૯
Page #120
--------------------------------------------------------------------------
________________
ISા રાજારા રાજ :
(૭૪)
1. રા '
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ. અપૂર્વ વાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧૦ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ થયા વિના, ઉગે ન આત્મવિચાર. ૧૧
સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ, સમજ્યા વણ ઉપકાર શો,સમયે જિન સ્વરૂપ. ૧૨ આત્માદી અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩ અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ, તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ પ્રત્યક્ષ સદ્દગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬ સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ, સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭
માનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય, જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ જે સદગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ એવો માર્ગ વિનયતણો, ભાખ્યો શ્રી વીતરાગ, મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦
Page #121
--------------------------------------------------------------------------
________________
(૭૫) અસગુરુ એ વિનયનો, લાભ લહે જે કાંઈ, મહામોહનીય કર્મથી, બુડે ભવજળ માંહિ. ૨૧ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨
હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ, તેહ મતાથ લક્ષણો, અહીં કહ્યા નિપેક્ષ. ૨૩
મતાર્થી લક્ષણ બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય, . અથવા નિજકુળ ધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જે જિન દેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ, વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દષ્ટિ વિમૂખ, અસગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ દેવાદી ગતિભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજમત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન. ૨૭ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય, લોએ સવ્યવહારને, સાધન રહિત થાય. ર૯ જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાંઈ, પામે તેનો સંગ છે, તે બુડે ભવ માંહિ. ૩૦
Page #122
--------------------------------------------------------------------------
________________
કેટલાક
કરી લist. Si!jit its://i> . કે * * * * * *
(૭૬) એ પણ જીવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ પામે નહિ પરમાર્થને, અઅધિકારીમાં જ ૩૧ નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથ દુર્ભાગ્ય. ૩૨ લક્ષણ કહ્યાં મતાથના, મતાર્થ જવા કાજ, હવે કહું આત્માર્થીના, આત્મ અર્થ સુખસાજ. ૩૩
SET/ L!*
*** 1/'/'' 'B' 'ht i ?''' , tir); * We a risk
આત્માર્થી લક્ષણ
1 :
us towarneartheles૯ -w what did:dik #Inછે
. "R /
ડિટર
આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪ પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬ એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ, કામ એક આત્માર્થનું, બીજે નહિ મન રોગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ્ય; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯
એમનો
માન* *જાનWikivine '}} '''ka.ki, fr'#
બકા.ta.swastik, Hit:+x::::dw, rashi, Thinki
ng
મકા
Page #123
--------------------------------------------------------------------------
________________
(૭૭)
આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય, તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.
ઉપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમાય, ગુરુ શિષ્ય સંવાદથી, ભાખું ષટ્ પદ આંહિ. આત્મા છે તે નિત્ય છે, છે ભોક્તા વળિ મોક્ષ છે,
ષટ્ સ્થાનક સંક્ષેપમાં, સમજાવા પરમાર્થને,
અથવા દેહ જ આતમા,
મિથ્યા જૂદો માનવો,
છે કર્તા નિજ કર્મ, મોક્ષ ઉપાય સુધર્મ.
વળિ જો આત્મા હોય તો, જણાય જો તે હોય તો,
માટે છે નહિ આતમા, એ અંતર શંકા તણો,
ષટ્
કહ્યાં
શંકા
શિષ્ય ઉવાચ
નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ,
બીજો પણ અનુભવ નહીં,
તેથી ન જીવસ્વરૂપ.
દર્શન પણ તેહ, જ્ઞાનિયે એહ.
અથવા ઇંદ્રિય પ્રાણ, નહિં જૂદું એંધાણ, જણાય તે નહિં કેમ? ઘટ પટ આદી જેમ.
મિથ્યા મોક્ષ ઉપાય,
સમજાવો સદુપાય.
४०
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
૪૬
૪૭
૪૮
Page #124
--------------------------------------------------------------------------
________________
|
મારા
(૭૮)
NEWYEsse EMER: P V * * પીક ', - " કે.
*'"
1'Le Medicinehearsinhri. 'Aજજતક este
*
.1,4;tiાત્રામા, --કaniા ,
સમાધાન
સદ્ગુરુ ઉવાચ. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦ જે દ્રષ્ટા છે દષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇંદ્રિના વિષયનું, પણ આત્માને ભાન પર દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રિ પ્રાણ, આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. ૫૩ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય, પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪ ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન, જાણનાર તે માન નહિ, કહિએ કેવું જ્ઞાન ? ૫૫ પરમબુદ્ધિ કૃષ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ, દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. ૫૬ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્રયભાવ. ૫૭ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. ૫૮
***.
Page #125
--------------------------------------------------------------------------
________________
(૭૯)
શંકા
શિષ્ય ઉવાચ આત્માનાં અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર, સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ, દેહ યોગથી ઉપજે, દેહ વિયોગે નાશ. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય ૬૧
સમાધાન
સદ્ગુરુ ઉવાચ
દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય, ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? ૬ર જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન, તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩ જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દ્રશ્ય, ઉપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ૬૫ કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પતિ થાય, નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬
Page #126
--------------------------------------------------------------------------
________________
(૮૦)
ક્રોધાદી તરતમ્યતા સર્પાદિકની માંય, પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદી વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર, વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર.
ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ, ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ.
શકા
શિષ્ય ઉવાચ
કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ.
આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ, અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ.
માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય, કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય.
૬૭
૬૮
૬૯
૭૦
૭૧
૭૨
૭૩
Page #127
--------------------------------------------------------------------------
________________
(૮૧)
સમાધાન
સદગુરુ વાચ
હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ, જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ.
જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહિ,તેમ જ નહિ જીવધર્મ. ૭૫
કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ.
કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગણ્યે, ઈશ્વર દોષ પ્રભાવ. ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ, વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.
શકા
શિષ્ય ઉવાચ
૭૪
જાય.
ફળદાતા ઈશ્વર ગણ્ય, ભોક્તાપણું સધાય, એમ કહે ઈશ્વરતણું, ઈશ્વરપણું જ ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય, પછી શુભાશુભ કર્મનાં, ભોગ્ય સ્થાન નહિ કોય.
*
૭૬
૭૭
જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય, શું સમજે જડ કર્મ કે, ફ્ળપરિણામી હોય. ૭૯
७८
८०
૮૧
Page #128
--------------------------------------------------------------------------
________________
મકાન
' (૮૨)
સમાધાન સદ્ગુરુ ઉવાચ
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ, જીવ વીર્યની સ્કુરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨ ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય, એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩ એક રાંક ને એક નૃપ, એ આદી જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ ૮૪ ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર, કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. ૮૫ તે તે ભોગ્ય વિશેષના, સ્થાનક દ્રવ્ય સ્વભાવ, ગહન વાત છે શિષ્ય આ, કહિ સંક્ષેપે સાવ. ૮૬
શંકા શિષ્ય ઉવાચ
કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ, વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય, અશુભ કરે નર્યાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. ૮૮
Page #129
--------------------------------------------------------------------------
________________
(૮૩)
સમાધાન
સદ્ગુરુ ઉવાચ જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફ્ળ પ્રમાણ, તેમ નિવૃત્તિ સફ્ળતા, માટે મોક્ષ સુજાણ.
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ.
*
શંકા
શિષ્ય ઉવાચ
હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય, કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ?
અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક.
કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ.
તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય, જીવાદી જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ?
૮૯
૯૦
૯૧
૯૨
૯૩
૯૪
૯૫
પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ, સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬
Page #130
--------------------------------------------------------------------------
________________
(૮૪)
સમાધાન
સદ્ગુરુ ઉવાચ પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત, થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાનસમ, નાશે જ્ઞાન પ્રકાશ. ૯૮ જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા, મોક્ષ -પંથ ભવ અંત. ૯૯ રાગ, દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦ આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહીત, જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. ૧૦૧ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખે મોહિનિય, હણાય તે કહું પાઠ. ૧૦૨ કર્મ મોહિનિય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ, પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? ૧૦૪ છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫ પટું પદનાં પર્ પ્રશ્ન તે, પૂછ્યાં કરી વિચાર, તે પદની સવાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬ જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જે હોય, સાધે તે મુક્તી લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ, તો પામે સમકતને, વર્તે અંતર શોધ. ૧૦૯ મતદર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ, લહે શુદ્ધ સમકીત તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકત. ૧૧૧ વર્ધમાન સમકીત થઈ, ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો, વીતરાગપર વાસ. ૧૧૨ કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન, કહિયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહિયે કેટલું, કર વિચાર તો પામ. ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર શમાય, ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માય. ૧૧૮
Page #132
--------------------------------------------------------------------------
________________
માનક! જેની , tat,
'' ના rt -1 કારખાનાનાથnucxryય Itvaniા
IR THAT
i' Arasur Ni Ahirn Instfung GT
" (૮૬)
શિષ્ય બોધબીજ પ્રાપ્તિ સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશિ ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય, વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧ અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ, કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગથ. ૧૨૩ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો,અહો ! અહો ! ઉપકાર. ૧૨૪ શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ૧૨૫ આ દેહાદી, આજથી, વર્તે પ્રભુ આધીન, દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૧૨૬ પટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ, મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ૧૨૭ શ્રી સુભાગ્યને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ, તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ.
H
ntry "try In
S E
1 TIT'
** **
Page #133
--------------------------------------------------------------------------
________________
It's
/
* * *
(૮૭)
. કે કોઇ ટેકસ
.
+કા ,
*1 * --'1';* * *નન+
*****
**
**
ઉપસંહાર દર્શન પટે શમાય છે, આ ષ સ્થાનક માંહિ, વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદી નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦ નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નોય, નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૨ ગચ્છ મતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહિ કોય. ૧૩૪ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત, પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત. ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતર છુટયો ન મોહ, તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનિનો દ્રોહ. ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮
*********
* * -- B+
*
, *
atવદ :
vip:: truth. કિnો
:
r s
પાક વખ,
ઝ
s:1-::
"
કનરાજ
:
-
-
-
Page #134
--------------------------------------------------------------------------
________________
1ષાના
(૮૮)
કામો ' કે આ
. .* *
* *
મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત, તે કહિયે જ્ઞાની દશા, બાકી કહિયે ભ્રાંત. ૧૩૯ સકળ જગત તે એંઠવત્, અથવા સ્વપ્ન સમાન, તે કહિએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. ૧૪૦ સ્થાનક પાંચ વિચારિને, છઠે વર્તે જેહ, પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીનાં ચરણમાં, હો ! વંદન અગણીત. ૧૪૨ સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ, પટું દર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ
* yktf
- 1 view |leshwa
E કી.મી.મrid મારફ
તિના મw
.
wi:!: * 1
નu khletters TE' કઈ - રમત
પ્રણિપાત સ્તુતિ હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળમાર્ગ આપ શ્રીમદે અનંતકૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહો એટલું માગું તે સફળ થાઓ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
:
-18
. Rahik -
- #friાં નિ .
.. VR A Fકિમhild
'
''+'
? iK."+L 1
1 *
Page #135
--------------------------------------------------------------------------
________________
(૮૯)
હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો ? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાવ ! અનુકૂળ થાવ !
વીતરાગ ધર્મ
વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અધિકારીપણાને લીધે તથા સત્પુરુષના જોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એમ વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે; તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો ! અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ! હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા!! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચયે
ઉપાસવા યોગ્ય છે.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
*
Page #136
--------------------------------------------------------------------------
________________
--- ftvar see.fkExTMાન વિકાસ થાય
(૯૦) દુષમ કાળનો મહાવીર
અથવા કળિયુગનો કેવળી
ગામ
જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે
સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ !
તું તુટમાન થઈને પણ બીજું શું આપવાનો
હતો ? હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા હૈયે અને એ જ અમારો પરમાનંદ છે.
કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરવા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે.
વર્તમાન વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય ?
ઓ દુષમકાળના દુર્ભાગી જીવો! ભૂતકાળની ભ્રમણા છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે.
. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થપ્રેમી જીજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે
મમ 1 મા
માં HERE WEા
Page #137
--------------------------------------------------------------------------
________________
(૯૧) અમૃતસાગર હૈયે.
મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ જૈયે.
વધારે શું કહેવું? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીરજ હૈયે, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા હૈયે.
આ અંતરઅનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્દભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરૂણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે.
સંવત્ ૧૯૫૨ના ચૈત્ર સુદ ૧૩ રવી. મુંબઈ
| 3 શ્રી મહાવીર
(અંગત)
Page #138
--------------------------------------------------------------------------
________________
મહાદેવ્યાઃ
રાજચન્દ્રમહં
(૯૨)
સાયંકાળ દેવવંદન
મહત્તત્ત્વ
ચિદાનંદ
કુક્ષિરત્ને શબ્દજિતરવાત્મજમ્ વંદે તત્ત્વલોચનદાયકમ્
જય ગુરુદેવ ! સહાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ
ચૈતન્યસ્વામિૐકાર બિંદુસંયુક્ત, નિત્યં ધ્યાયંતિ યોગિનઃ કામમાં મોક્ષમાં ચૈવ, કારાય નમો નમઃ મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભર્યુ, અરિહન્નાદિ મહાન્ વિશ્વભાવ વ્યાપિ, તદપિ, એક વિમલ ચિદ્રૂપ જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતો જિન ભૂપ
મહનીય મહ:, મહાધામ ગુણધામ પરમાત્મા, વંદૌ રમતારામ
ચૂડા રતન, સમ શ્રી જિનકે પાય સબ વિધિ બંધ નશાય દર્શનમ્ પાપનાશનમ્ દર્શનમ્ મોક્ષસાધનમ્
તીન ભુવન નમત પાઈયે આપ પદ,
દર્શનમ્ દેવદેવસ્ય, દર્શનમ્ સ્વર્ગસોપાનં,
દર્શનાર્ દુરિતધ્વંસી, પૂજનાત્ પૂરકઃ શ્રીણાં,
વંદના વાંછિતપ્રદ: જિન: સાક્ષાત્ સુરદ્નમ:
પ્રભુ
દર્શન નવનિધિ
પ્રભુ દર્શન સુખ સંપદા, પ્રભુ દર્શનથી પામિયે, સકલ મનોરથ સિદ્ધિ
૧
૨
૩
૬
૭
E
આ દેવવંદન તો પ્રતિક્રમણ જેવું છે.જીવને ખબર નથી. આવું ક્યાંથી મળે ? (ઉપદેશામૃત પૃ.૧૮૬)
શ્રી લઘુરાજ સ્વામી
૧આત્મા ને પરમાત્મા એક છે તે ૐ –
Page #139
--------------------------------------------------------------------------
________________
(૯૩)
બ્રહ્માનંદ પરમસુખદ દ્વંદ્વાતીતં ગગનસદર્શ,
કેવલ જ્ઞાનમૂર્તિમ્ તત્ત્વમસ્યાદિ લક્ષ્યમ્ ૧૦
એક નિત્યં વિમલમચલં, સર્વદા સાક્ષીભૂત ભાવાતીતં ત્રિગુણરહિત, સદ્ગુરું તં નમામિ આનંદમાનંદકરે પ્રસન્ન, જ્ઞાનસ્વરૂપે નિજબોધરૂપ યોર્ગીદ્રમીડયં ભવરોગવૈદ્ય, શ્રીમદ્ગુરુ નિત્યમહં નમામિ
૧૧
૧૨
શ્રીમદ્ પરબ્રહ્મગુરુ વદામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું નમામિ શ્રીમદ્ પરબ્રહ્મગુરું ભજામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરુ
સ્મરામિ ૧૩
ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરવે નમઃ ધ્યાનમૂલં ગુરોમૂર્તિ:, પૂજામૂલં ગુરોઃ પદમ્ મંત્રમૂલ ગુરોર્વાક્ય, મોક્ષમૂલં ગુરોઃ કૃપા અખંડમંડલાકાર, વ્યાસં ચેન ચરાચરમ્ તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમ: અજ્ઞાનતિમિરાંધાનાં, જ્ઞાનાંજનશલાક્યા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ધ્યાનધૂપ મન: પુષ્પ, પંચેંદ્રિય હુતાશનમ્ ક્ષમાાપ સંતોષપૂજા, પૂજ્યો દેવો નિરંજન: ૧૮ દેવેષુદેવોસ્તુ નિરંજનો મે, ગુરુર્ગુરુધ્વસ્તુ દમીશમી મે ધર્મેષુધર્મોસ્તુ દયા પરો મે, ત્રીજ્યેવ તત્ત્વાનિ ભવે
ભવે મે
૧૪
૧૫
૧૬
૧૭
૧૯
Page #140
--------------------------------------------------------------------------
________________
પરાત્પરગુરવે નમઃ, પરમ ગુરવે નમ:,
(૯૪)
પરંપરાચાર્યગુરવે નમઃ સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરવે
નમોનમઃ
અહો ! અહો ! શ્રી સદ્ગુરુ ! કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર.
* (જુઓ ઉપદેશામૃત પૃ.૨૧)
શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપીઓ, વર્તુ ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. *જિન શુધ્ધાતમ નિમિત્તશું, પામી જે નિજ જ્ઞાન; તીન સંજીવન મૂર્તિકું, માનું ગુરુ ભગવાન. જંગમ મૂર્તિ મુખ્ય હૈ, સ્થાવર ગૌણ પ્રધાન; સ્વાનુભવી સત્પુરુષકે, વચન પ્રવચન જાણ. શાસન રહે જિનઆણશું, આજ્ઞાએ વે'વાર; નિજમત કલ્પિત જે કહે, તે ન લહે ભવપાર. ભેખધારીકું ગુરુ કહે, પુણ્યવંતકું દેવ; ધર્મ કહે કુળરીતકું, એ મિથ્યામતિ ટેવ. સાતમ સદ્ગુરુ કહે, નિર્દેષણ સત્ દેવ; ધર્મ કહે આત્મસ્વભાવકું, એ સત્ મતકી ટેવ. ગુરુ નમીએ ગુરુતાભણી,ગુરુવિણ ગુરુતા ન હોય; ગુરુ જનને પ્રગટ કરે, લોક ત્રિલોકની માંય.
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
Page #141
--------------------------------------------------------------------------
________________
મ
,
(૫) ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ રવિ શશી કિરણ હજાર; જે ગુરુવાણી વેગળા, રડવડિયા સંસાર. ૩૧ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુ:ખ; કર્મરોગ પાતિક ઝરે, નિરખત સદ્ગુરુ મુખ. ૩૨ દરખતમેં ફલ ગિર પડા, બુઝી ન મનકી પ્યાસ;. ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભાવાસ. ૩૩ ગુરુ ગોવિંદ દોનું ખડે, કિસકું લાગું પાય ! બલિહારી ગુરુદેવકી, જિને ગોવિંદ દિયા બતલાય. ૩૪ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. ૩૫
નમસ્કાર જય જય ગુરુદેવ ! સહજાન્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યસ્વામી અંતરજામી ભગવાન, ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મત્થણ વંદામિ.
કનક નાના નાનકડા
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૩૬
નમસ્કાર
જય જય ગુરુદેવ ! સહજાન્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યસ્વામી અંતરજામી ભગવાન, ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મયૂએણ વંદામિ.
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૩૭
Page #142
--------------------------------------------------------------------------
________________
NET
I
(૯૬)
-
નમસ્કાર
નt
મr.
+ +r+ા, મન
ઋતક
રકમ રદ
જ
જય જય ગુરુદેવ ! સહજત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યસ્વામી અંતરજામી ભગવાન, ઈચ્છામિ ખમાસમણો ! વદિઉં જાવણિજાએ નિસાહિઆએ મQએણ વંદામિ.
નમોસ્તુ, નમોસ્તુ, નમોસ્તુ, શરણું, શરણું, શરણં, ત્રિકાળ શરણં, ભવોભવ શરણં, સદગુરુ શરણં, સદા સર્વદા ત્રિવિધ ત્રિવિધ ભાવ વંદન હો, વિનય વંદન હો, સમયાત્મક વંદન હો. ૐ નમોસ્તુ જય ગુરુદેવ શાંતિઃ પરમ તારુ, પરમ સજન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણી સુરસાળ, અતિ સુકુમાળ, જીવદયા પ્રતિપાળ, કર્મ શત્રુના કાળ, ‘મા હણો મા હણો’ શબ્દના કરનાર, આપકા ચરણકમળમેં મેરા મસ્તક, આપકા ચરણકમળ મેરા હૃદયકમળમેં અખંડપણે, સંસ્થાપિત રહો! સંસ્થાપિત રહો! સપુરુષો કે સસ્વરૂપ, મેરા ચિત્તસ્મૃતિકે પટ પર ટંકોત્કીર્ણવત્ સદોદિત, જયવંત રહો ! જયવંત રહો !
આનંદમાનંદકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ્ યોગીન્દ્રમીયં ભવરોગવૈદ્ય શ્રીમદ્ભરું નિત્યમહું
નમામિ ૩૮
પડી પડી તુજ પદપંકજે, ફરિફરી માગું એજ, સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ,એ દઢતા કરી દેજ. ૩૯ વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિટૂપ; જ્ઞાનાનંદ મહેશ્વરા જયવંતો જિન ભૂપ. ૪૦
Page #143
--------------------------------------------------------------------------
________________
અને
(૯૭)
કરતા ના કાકા
કામા મા કા કા
* * * * * * * * * * ,
* *
* *
; 11 કિ’.'.k1ufકf y! + દે'ની 11ો ','
*#" " ,
*
સ્વરૂપ ચિંતવન સંત નિરંતર ચિંતત ઐસે,
આતમરૂપ અબાધિત જ્ઞાની; ટેક. રોગાદિક તો દેહાશ્રિત હૈ,
ઈનતે હોત ન મેરી હાની, દહન દહત જ્યોં દહત ન તદ્ગત,
ગગન દહત તાકી વિધિ હાની. ૧ વરણાદિક વિકાર પુદ્ગલકે,
ઈનમેં નહિ ચેતન નિશાની; યદ્યપિ એક ક્ષેત્ર અવગહિ,
તદપિ લક્ષણ ભિન્ન પિછાની. ૨ મેં સોંગ પૂર્ણ જ્ઞાયક રસ,
લવણ ખિલવ, લીલા ઠાની; મિલૌ નિરાકુલ સ્વાદ ન યાવતું,
તાવત્ પર પરિણતિ હિત માની. ૩ ભાગચંદ્ર નિરઢંદ્ર નિરામય,
મુરતિ નિશ્ચય સિદ્ધ સમાની; નિત્ય અકલંક અલંક શંકાવિન,
નિર્મલ પંક વિના જિમ પાની. ૪
કાજht Error me 3: Ak, exes-12-*
,1150ft
/ref=ીક
T
src="HREFER
તફરકામક, હળવા શ્વાન કાકા : tr" ના
- અનામત
Page #144
--------------------------------------------------------------------------
________________
SUNRELE$10 to Jo
(૯૮)
આરતી
જય જય આરતી સદ્ગુરુ રાયા, શ્રીમદ્ રાજચંદ્રે નમું પાયા.
પહેલી આરતી મિથ્યા ટાળે, સભ્યજ્ઞાન પ્રકાશ નિહાળે.
બીજી આરતી બીજ ઉગાડે, દ્વંદ્વાતીતપણાને
જય જય ૧
જય જય ર
પમાડે. જય જય. ૩
ચોથી આરતી અનંત ચતુષ્ટય, પરિણામે આપે ૫૬ અવ્યય.
ત્રીજી આરતી ત્રિકરણ શુદ્ધિ, થાએ સહેજે નિર્મળ બુદ્ધિ. જય જય. ૪
જય જય. ૫
પંચમી આરતી પંચ સંવરથી, શુદ્ધ સ્વભાવ સહજ લહે અરથી. જય જય. ૬
શ્રીમદ્ સદ્ગુરુ રાજ કૃપાએ, સત્ય મુમુક્ષુપણું પ્રગટાએ. જય જય. ૭
Page #145
--------------------------------------------------------------------------
________________
(૯૯)
મંગલ દીવો
દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો. શ્રીમદ્ સદ્ગુરુ શાશ્વત જીવો. સમ્યગ્દર્શન નયન અજવાળે, કેવલજ્ઞાન પ્રકાશ નિહાળે.
ભવ ભ્રમ તિમિરનું મૂળ નસાવે, મોહ પતંગની ભસ્મ બનાવે. પાત્ર મુમુક્ષુ ન નીચે રાખે, તપવે નહીં એ અચરિજ દાખે.
કલિ મલ મલ ઉત્પત્તિ જાએ, શ્રીમદ્ સદ્ગુરુ સદાય વરાયે. વક્તા ભક્ત સકલમેં,
શ્રોતા શિવકર વૃદ્ધિ શ્રીમદ્ સેવક ભાવ પ્રભાવે, સેવક સેવ્ય અભેદ સ્વભાવે.
દીવો.
દીવો.
દીવો.
દીવો.
દીવો.
કરે મંગલમેં. દીવો.
દીવો.
૧
૩
४
૫
Page #146
--------------------------------------------------------------------------
________________
(૧૭)
ની
બેટમેન
“પાંચ બોલ”
માણાવદ ૧. ૧૯૮૮ (૨૨.૨.૩૨)
* * *
મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ, હોતા સો તો જલ ગયા, ભિન્ન કીયા નિજ દેહ.
*
* * * *
*
*
*
૧૧ +
' +
= કે છ { +
+ +, - કે,'t fe* *
*
* * * 4
a
rea *.કે ને.,
સહજાન્મસ્વરૂપ પરમગુરૂ (૧) સનાતન ઉપયોગ એવો મારો શાશ્વત ધર્મને મૂકીને હવે જોગને વિષે એટલે દેહને વિષે આત્મબુદ્ધિ નહીં કરું અર્થાત્ જોગને એટલે દેહને આત્મસ્વરૂપ નહીં માનું
(૨) સદ્દગુરુએ અનંત દયા કરીને આપેલા “સહાત્મસ્વરૂપ” ને મૂકીને, ભ્રાંતિથી અછતી વસ્તુને એટલે પુદ્ગલાદિકને સાક્ષાત્ જેવી વસ્તુ કલ્પીને, હવે એમાં ભરમાઈશ નહીં અર્થાત્ તેવી ભ્રાંતિમાં પડીશ નહિ અને સહજાન્મસ્વરૂપ”માં જ ત્રિકાળવાસ કરીને રહીશ.
(૩) અનાદિ, અરૂપી અને અમૂર્તિક એવું જે મારું શાશ્વત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, તેને મૂકીને, રૂપી અને મૂર્તિક એવો જે દેહ તેને સ્વસ્વરૂપ નહી
* #sue;
.': t:- += 3k . : "... #EintતોએFile ho
k
માનું
a
i
Akf Mkwfie
#
# ' , " * * * *
(૪) શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને, બાહ્યદષ્ટિએ એટલે ચર્મચક્ષુ વડે ચામડાને નહી જોઉં. તે તો ચમારની દષ્ટિ ગણાય. જે ચમાર હોય તે જ ચામડાને વિશે રંજન થાય. હું તો દિવ્ય નેત્રવાળો દેવ છું એટલે જ્ઞાનમૂર્તિ શુદ્ધ ચૈતન્યને જોઈશ-ગુરૂગમે.
(૫) ત્રણે કાળ એકસ્વરૂપે રહેનારું એવું જે સમતારૂપી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ્ઞાનમૂર્તિને મુકીને, જડ અજીવમાં નહી પરિણમું અર્થાત્ અવને સ્વસ્વરૂપ નહી માનું. જીવરાશિ-જ્ઞાન, દર્શન મૂળ સ્વરૂપે જીવનારો જીવ તે જ મારું સહજાભસ્વરૂપ” છે એટલે ત્રિકાળ તેમાં જ નિવાસ કરીને રહીશ.
*
* * * *
*
* *
* * *
*
* *
*
*
Page #147
--------------------------------------------------------------------------
________________
(૧૦૧)
મરણ આવે ત્યારે શું કરવું ?
બધાએ જવાબ આપ્યા પછી શ્રીએ કહ્યું-‘આ વાત બહુ ગહન છે. સાંભળેલું સંભળાવું છું. આ જીવ સમયે સમયે મરી રહ્યો છે. માટે સમયે સમયે જાગૃતિ રાખવી–એક સમયનો પ્રમાદ ન કરવો. દહાડામાં મૃત્યુ સંભારવું. એટલે મમત્વભાવ નહિ થાય. પ્રમાદ જેવો એકે દોષ નથી, જે હાથમાં આવેલ રત્નચિંતામણી હરી લે છે.’’
પ્રમાદ=આત્માને પરમાં માનવો, આત્માને ભૂલી જવો.
પત્ર (૭૨૫)
જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ માહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જો દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિ:સંદેહ દેખાય છે.
પત્ર (૭૦૩)
.મોક્ષસાધનના કારણરૂપ હોવાથી તેને ચિંતામણી જેવો કહ્યો છે, તે સત્ય છે. પણ જો તેથી મોક્ષસાધન કર્યું તો જ તેનું એ માહાત્મ્ય છે, નહીં તો પશુના દેહ જેટલી યે વાસ્તવિક દ્રષ્ટિથી તેની કિંમત દેખાતી નથી.
પત્ર (૯૩૫)
ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો !
જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમ પદનો જય કર્યો.
*
Page #148
--------------------------------------------------------------------------
________________
(૧૦૦)
પત્ર (૯૩૬) ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે. એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યોગમાં, આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે.
અચિંત્ય જેનું માહાત્મ છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.
પત્ર (૬૨) પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાવન આત્મા સપુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.
...શ્વાસનો જય કરતાં છતાં પુરુષની આજ્ઞાથી પરાગમુખતા છે, તો તે શ્વાસજય પરિણામે સંસાર જ વધારે છે.
શ્વાસનો જય ત્યાં છે કે જ્યાં વાસનાનો જ છે.
* * : * i, fજ-*
*
, **,* * Ty. HR : 2 કે 3-wihanad
s
td
પત્ર (૪૯૧). “સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગજવો, અને આત્મા ગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગજવો; તેમ જ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા
ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞા ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.”
(દ્વાદશાંગીનું સળંગ સૂત્ર)
128. dol.filinકા ' #
1W+ા ઈ ! ! '' - Faces, Al
er 'એ't that tie
Page #149
--------------------------------------------------------------------------
________________
(૧૦૩)
ઉદય જોઈ ઉદાસપણું ભજશો નહીં
ઉદય-વર્તમાનકાળમાં જે વેદનપણું વેદાતું હોય તે. (જે કર્મ પૂર્વે બાંધેલ છે ને જે કર્મો ભોગવાય છે તે.) તે પૂર્વે બાંધેલ કર્મ વર્તમાનકાળે ભોગવાય છે. ઉદયને સમભાવે તથા શાંતિથી ભોગવી લે અને નવાં કર્મ ન બંધાય તેમ ધ્યાન રાખ
એટલે પૂર્વે બંધાયેલા કર્મ ભોગવાઈ પૂરાં
થયે કર્મથી છૂટો થશે; અને કર્મથી છૂટાય એટલે મુક્તિ જ છે. માટે ઉદય જોઈને ઉદાસપણું ભજવાનું નથી પણ ઉદાસીનતા ભજવાની છે એટલે સમભાવ અને શાંતિ ભજવાની છે.
-
*
Page #150
--------------------------------------------------------------------------
________________
(૧૦૮). મનુષ્ય દેહની દુર્લભતા
અને
સફળ બનાવવાનો યથાસંભવ ઉપાય
પત્ર ૬૯૨ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિનો નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે. પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવતે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
(૨) તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો. બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિ યથાશક્તિ ધારવાની તેમને સંભાવના દેખાય તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી.
* (૩) શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી; શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.
* આત્મભાવનારૂપ આરાધના મંત્ર.
Page #151
--------------------------------------------------------------------------
________________
1
"
-
(૧૦૫) સિદ્ધ શિલા (ઈડરમાં) હું કોણ છું ? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિકજ્ઞાનના સિદ્ધાંતતત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું, રે! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો.
જહાં રાગ અને વળી દ્વેષ તહાં સર્વદા માનો ક્લેશ, ઉદાસીનતાનો જ્યાં વાસ, સકલ દુ:ખનો છે ત્યાં નાશ સર્વકાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ, ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.
શ્રવણબેલગુલામાં જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ . એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે. અપૂર્વ .
રામનાથ;!જ કawif+ + very જાજરમાન કરવાનું
Page #152
--------------------------------------------------------------------------
________________
મ
k
: !. rJ+
-
(૧૦૬) અબ્બો આણાએ ચકખુ દીવાણું
સંતિ જીયાએ આણાએ આણાએ” આજ્ઞા ઉપાસવા ઊભો થયેલો દિવ્ય ચક્ષુવાળો જીવ જેમ જેમ આજ્ઞા ઉપાસે છે તેમ તેમ શાંતિ-મોક્ષ પ્રત્યે જાય છે.
વનક્ષેત્રમાં : “ઉષ્ણ ઉદક જેવો રે, આ સંસાર છે, તેમાં એક તત્ત્વ મોટું રે સમજણ સાર છે.”
કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથનો પંથ, ભવ અંતનો ઉપાય છે.”
“શુદ્ધતા વિચારે ધ્યાવૈ, શુદ્ધતામેં કેલિ કરે, શુદ્ધતા મેં સ્થિર હૈ અમૃતધારા બરસે.”
નનક્સ-ar,
સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ્ ધ્યાનમહીં પરશાન્તિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જાય તે
1:#Fermafrid - r ===+
: , મ ર
- user=sR: ઇ
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૦૭)
શ્રીમદ્ રાજચંદ્ર કૃત ભક્તિ પદો
(૧)
પ્રથમ શતક
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત)
ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરું કામના; બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા,
અન્યથા કામ ના;
ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે કશું કામના; એમાં તત્ત્વ-વિચાર સત્ત્વ સુખદા, પ્રેરો પ્રભુ કામ ના.
૧
(૨) (છપ્પય)
નાભિનંદનનાથ, વિશ્વવંદન વિજ્ઞાની;
ભવબંધનના ફંદ, કરણ ખંડન સુખદાની;
ગ્રંથ પંથ આદ્યંત, ખંત પ્રેરક ભગવંતા;
અખંડિત અરિહંત, તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણતરણ વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે.
*
૨
Page #154
--------------------------------------------------------------------------
________________
(૧૦૮)
(૩)
(વસંતતિલકા વૃત્ત)
સંસારમાં મન અરે કયમ મોહ પામે ? વૈરાગ્યમાં ઝટ પડયે ગતિ એ જ જામે ; માયા અહો ગણી લહે દિલ આપ આવી; “આકાશ-પુષ્પ થકી વંધ્યસુતા વધાવી.''
(૪)
મુનિને પ્રણામ (મનહરપદ)
શાંતિકે સાગર અરુ, નીતિકે નાગર નેક, દયાકે આગર જ્ઞાન, ધ્યાન કે નિધાન હો; શુદ્ધબુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી; સબનકે હિતકારી, ધર્મ કે ઉદ્યાન હો. રાગદ્વેષસેં રહિત, પરમ પુનિત નિત્ય, ગુનર્સે ખચિત ચિત્ત, સજ્જન સમાન હો; રાયચંદ ધૈર્યપાલ, ધર્મઢાલ ક્રોધકાલ. મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો.
(શાર્દૂલવિક્રીડિત)
માયા માન મનોજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ, ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ ધૈર્ય ધૂની;
છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ રાય દયા-ક્ષમાધર મુનિ, કોટી કરું વંદના
વર્ષ ૧૭ મું.
Page #155
--------------------------------------------------------------------------
________________
કાકા:
(૧૦૯)
(૫)
કાળ કોઈને નહીં મૂકે
(હરિગીત)
મોતીતણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાતણા શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૧ મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા. પળમાં પડયા પૃથ્વીપતિ એ, ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૨
દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિક્યથી, જે પરમ પ્રેમે પે'રતા પોંચી કળા બારીકથી, એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૩ મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હરકોઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છટક્યા તજી સહુ સોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૪
છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા; એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને, ૫
Page #156
--------------------------------------------------------------------------
________________
.
(૧૧૦)
જે રાજનીતિનિપુણતામાં ન્યાયવંતા નીવડ્યા, અવળા જેના બધા સવળા સદા પાસા પડ્યા; એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૬
તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેસરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭
(૬)
ધર્મ વિષે (કવિત)
સાહ્યબી સુખદ હોય, માનતણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય; દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો,બેએ જ બદામનું ૧
Page #157
--------------------------------------------------------------------------
________________
(૧૧૧)
મોહ માન મોડવાને, ફેલપણું ફોડવાને, જાળફેદ તોડવાને, હેતે નિજ હાથથી; કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકળ સિદ્ધાંતથી; મહા મોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને,વળી ભલી ભાતથી; અલૌકિક અનુપમ, સુખ અનુભવવાને, ધર્મ ધારણાને ધારો, ખરેખરી ખાંતથી. દિનકર વિના જેવો, દિનનો દેખાવ દીસે, શશી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે; પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખો, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શોભા અને, ભત્તર વિહીન જેવી, ભામિની ભળાય છે; વદે રાયચંદ વીર, સદ્ધર્મને ધાર્યા વિના, માનવી મહાન તેમ, કુકમી કળાય છે. ચાતુરો ચોંપેથી ચાહી,ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે, પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી, કલ્પતરુ કથે જેને, સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી, આત્મના ઉદ્ધારને, ઉમંગથી અનુસરો જો, નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું ધર્મરૂપ જાણી, “ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો ન વે’મથી.”-
૩
૪
Page #158
--------------------------------------------------------------------------
________________
stવાર
'
'
"'"* * * * * * * * * * * * *
* * મન--રે પાક
(૧૧૨) ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં, ધર્મ વિના હિત નહીં, કથું જન કામનું, ધર્મ વિના ટેક નહીં, ધર્મ વિના નેક નહીં, ધર્મ વિના ઐકય નહીં, ધર્મ ધામ રામનું, ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં, ધર્મ વિના ભાન નહીં, જીવ્યું કોના કામનું ? ધર્મ વિના તાન નહીં, ધર્મ વિના સાન નહીં, ધર્મ વિના ગાન નહીં, વચન તમામનું ૫ ધર્મ વિના ધન ધામ, ધાન્ય ધૂળધાણી ધારો, ધર્મ વિના ધરણીમાં, ધિક્કતા ધરાય છે; ધર્મ વિના ધીમંતની, ધારણાઓ ધોખો ધરે, ધર્મ વિના ધાર્યું વૈર્ય ધૂમ્ર થઈ ધમાય છે; ધર્મ વિના ધરાધર, ધુતાશે, ન ધામધૂમે, ધર્મ વિના ધ્યાની ધ્યાન, ઢોંગ ઢંગે ધાય છે; ધારો, ધારો ધવળ, સુધર્મની ધુરંધરતા, ધન્ય ! ધન્ય ! ધામે, ધામે,ધર્મથી ધરાય છે. ૬
ધિ કા કે તમે આ
પર કામ ક ા ાન કરવાનn iા ન ર જાના
વિ.સં.૧૯૪૧
Page #159
--------------------------------------------------------------------------
________________
(૧૧૩)
(૭)
સર્વમાન્ય ધર્મ
(ચોપાઈ)
ધર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને;
જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર.
ભાગ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; સાથે સંતોષ,
અભયદાન
દ્યો પ્રાણીને, દળવા દોષ;
સત્ય શીળ ને સઘળાં દાન,
દયા હોઈ ને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ.
પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.
સર્વ દર્શને એ ઉપદેશ,
એ એકાંતે, નહીં વિશેષ, સર્વ પ્રકારે જિનનો બોધ,
દયા દયા નિર્મળ અવિરોધ !
૩
Page #160
--------------------------------------------------------------------------
________________
(૧૧૪)
જીજી પ
ધ
” પf1 f***** *
*
એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ ધર્મ સકળનું એ શુભ મૂળ, એ પણ ધર્મ સદા પ્રતિકૂળ. તત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ.
વિ.સં.૧૯૪૧.
(૮)
-
છે.
ના કરાય
ને ભારત ના રાજા
શ્રી શાંતિનાથ ભગવાન
સ્તુતિ પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને; નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. દઉં ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્ત્વ તારું; છતાં બાળરૂપે રહ્યો શિર નામી, સ્વીકારો ઘણી શુદ્ધિએ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મહા શાંતિ આનંદ ધામે.
જનક નાનr ve
....(અપૂર્ણ)
મન મનામા.સવાલના
છે મારા
Page #161
--------------------------------------------------------------------------
________________
(૧૧૫)
(૯)
બ્રહ્મચર્ય વિષે સુભાષિત (દોહરા)
નીરખીને નવયૌવના,લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન.
આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી ત્યાગ્યું બધું, કેવળ શોકસ્વરૂપ,
એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં ઋતિયે, દળ, પુર ને અધિકાર.
વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન.
જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ.
સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.
૧
ર
૩
૫
૬
૭
વિ.સં. ૧૯૪૧
Page #162
--------------------------------------------------------------------------
________________
(૧૧૬)
(૧૦)
સામાન્ય મનોરથ (સવૈયા)
મોહિનીભાવ વિચાર અધીન થઈ, ના નીરખું નયને પરનારી; પથ્થરતુલ્ય ગણું પરવૈભવ, નિર્મળ તાત્ત્વિક લોભ સમારી !
દ્વાદશવ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી.
તે ત્રિશલાતનયે મન ચિંતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશોધ કરી નવ તત્ત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું.
સંશયબીજ ઊગે નહિ અંદર, જે જિનનાં કથનો અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, થશે અપવર્ગઉતારુ.
ધાર,
૧
૨
૪
વિ.સં.૧૯૪૧
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧૧૭)
(૧૧)
તૃષ્ણાની વિચિત્રતા
(મનહર છંદ) (એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણા) હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી, વધે તૃષનાઈ તોય જાય ન ભરાઈને. કરોચલી પડી દાઢી ડાચાં તણો દાટ વળ્યો; કાળી કેશપટી વિષે, શ્વેતતા છવાઈ ગઈ; સૂંઘવું, સાંભળવું, ને દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત-આવલી તે, ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયો, ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ; અરે ! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ, મમતા મરાઈ ગઈ. કરોડોના કરજના, શિર પર ડંકા વાગે, રોગથી રંધાઈ ગયું, શરીર સૂકાઈને; પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યો, પેટ તણી વેઠ પણ, શકે ન પુરાઈને; પિતૃ અને પરણી તે, મચાવે અનેક ધંધ, પુત્ર, પુત્રી ભાખે ખાઉં ખાઉં દુઃખદાઈને;
૨
,
છે
વિ ા
Page #164
--------------------------------------------------------------------------
________________
(૧૧૮)
અરે ! રાજચંદ્ર તો ય, જીવ ઝાવા દાવા કરે, જંજાળ છંડાય નહીં,
તૃષનાઈને.
GP
થઈ ક્ષીણ નાડી, અવાચક જેવો રહ્યો પડી, જીવન દીપક પામ્યો કેવળ ઝંખાઈને; છેલ્લી ઇસે પડયો ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તો તો ઠીક ભાઈને. હાથને હલાવી ત્યાં તો ખીજી બુદ્ધે સૂચવ્યું એ, બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને ! આશાપાશ કેવો ? મમતા મરાઈને !
અરે ! રાજચંદ્ર દેખો દેખો જતાં ગઈ નહીં ડોશે
(૧૨)
પૂર્ણમાલિકા મંગલ (ઉપજાતિ)
તપોપધ્યાને
વિપ થાય,
એ
સાધીને સોમ રહી સુહાય; મહાન તે મંગળ પંક્તિ પામે, આવે પછી તે બુધના પ્રણામે.
નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિદાતા, કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધે વિચારી વિરામે.
૧
૩
૪
વિ.સં. ૧૯૪૧
વિ.સં. ૧૯૪૧
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૧૯)
(૧૩) “સુખકી સહેલી હે, અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ, એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ ?
૧
જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ?
૨
જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોતઃ તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર જ્યોત.
૩
કરી કલ્પના દઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર.
૪
આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ.
૫
વિ.સં.૧૯૪૧
(૧૪).
ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. ૧
૨
તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર.
-
૩
RE
Page #166
--------------------------------------------------------------------------
________________
(૧૨૦) ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ૪ બાહ્ય તેમ અત્યંતર, ગ્રંથ ગ્રંથિ નહીં હોય; પરમ પુરુષ તેને કહો, સરળ દષ્ટિથી જોય. ૫ બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ; સ્વભાવથી પ્રતિકૂળતા......
બાહ્ય
(૧૫)
(ચોપાઈ)
૧.
લોક પુરુષસંસ્થાને કહ્યો, એનો ભેદ તમે કંઈ લહ્યો ? એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ ? ૧ શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ; જેમ જણાવો સુણીએ તેમ, કાં તો લઈએ દઈએ ક્ષેમ. ર શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુઃખી ? પોતે શું? ક્યાંથી છે આપ ? એનો માગો શીધ્ર જાપ. ૧
૨.
Page #167
--------------------------------------------------------------------------
________________
''
ક
w a
Ek
- with
'A' '
'
૩.
જ ' ***** 1W #Feli
*-મિ
દ્વ
" "
વાદ
(૧૨૧) જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન ૧ ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ. ૨ જે ગાયો તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. ૧ મૂળ સ્થિતિ જે પૂછો મને, તો સોંપી દઉં યોગી કને; પ્રથમ અંત ને મધ્ય એક, લોકરૂપ અલોકે દેખ. ૨ જીવાજીવ સ્થિતિને જોઈ, ટળ્યો ઓરતો શંકા ખોઈ એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય, “ઉપાય કાં નહીં ?” શંકા જાય. ૩ એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ; સમજે બંધમુક્તિયુત જીવ, નીરખી ટાળે શોક સદીવ. ૪
-
-
-
-
રવાના
ન ક
Page #168
--------------------------------------------------------------------------
________________
૫
(૧૨૨)
જીવ કર્મ સહિત,
બંધયુક્ત પુદ્ગલ રચના કર્મ ખચીત; પુદ્ગલજ્ઞાન પ્રથમ લે જાણ, નરદેહે પછી પામે ધ્યાન,
છેહ;
જો કે પુદ્ગલનો એ દેહ, તોપણ ઓર સ્થિતિ ત્યાં સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ.
દ્વેષ,
ક્લેશ;
જહાં રાગ અને વળી
તહાં સર્વદા
માનો
જ્યાં વાસ,
ઉદાસીનતાનો સકળ દુ:ખનો છે ત્યાં નાશ.
સર્વ કાલનું છે ત્યાં
દેહ છતાં ત્યાં છે ભવ છેવટની છે એ રામધામ આવીને
જ્ઞાન,
નિર્વાણ;
દશા,
વસ્યા.
૫
(૧૬)
આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોગ જણાયો; વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો.
૬
૧
૨
મું.ફા.વદ ૧, ૧૯૪૬
મું, વૈ. વદ ૫, ગુરુ,૰૧૯૪૬.
Page #169
--------------------------------------------------------------------------
________________
(૧૨૩)
નગ્ધ, કાન A A A 11]=ા; 34 કારતક
(૧૭) હોત આસવા પરિવા, નહિ ઈનમેં સંદેહ; માત્ર દષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિન કાલ; ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. જિન સો હી હૈ આતમા, અન્ય હોઈ સો કર્મ; કર્મ કરે સો જિનવચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ. જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક. એહિ દિશાકી મૂઢતા, હૈ નહિ જિનપે ભાવ; જિનસે ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુ:ખદાવ. વ્યવહારસે દેવ જિન, નિચેસે હૈ આપ; એહિ બચનસે સમજ લે, જિન પ્રવચનકી છાપ. એહી નહીં હૈ કલ્પના, એહિ નહીં વિભંગ; જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ.
મુ.વૈ.વંદ.૪ ગુરુ, ૧૯૪૫
(૧૮) મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદે હ; હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. સમજ પિછે સબ સરલ હૈ, બિનૂ સમજ મુશકીલ. યે મુશકીલી ક્યા કહું ? ... ... ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; વેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ.... આપ આપકું ભુલ ગયા, ઈનસે ક્યા અંધેર ?
કરે
છે
,
Page #170
--------------------------------------------------------------------------
________________
૧.
૨.
૩.
(૧૨૪)
સમર સમર અબ હસત હૈં, નહિ ભૂલેંગે ફેર. જહાં કલપના-જલપના, તહાં માનું દુ:ખ છાંઈ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ. હે જીવ, ક્યા ઈચ્છત હવે ? હે ઈચ્છા દુઃખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ મિટે અનાદિ ભૂલ. ઐસી કહાંસે મતિ ભઈ, આપ આપ હૈ નાહિ; આપનકુંજબ ભૂલ ગયે, અવર કહાઁસે લાઈ. આપ આપ એ શોધસે, આપ આપ મિલ જાય; આપ મિલન નય બાપકો,....
(૧૯)
ૐ નમઃ
મું.વૈ.વદ ૪, ગુરુ, ૧૯૪૬ .
બીજાં સાધન બહુ કર્યાં, કરી કલ્પના આપ, અથવા અસદ્ગુરુ થકી, ઊલટો વધ્યો ઉતાપ.
પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ, વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ
નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.
મોરબી, આસો, ૧૯૪૬.
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૨૫) (૨૦)
All Ahir Wકીધા.30 વાપર:Main Mાજ કેમ
(ગીત)
વિધા
પંથ પરમપદ બોધ્યો, જેહ પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિરાગે મૂળ પરમપદ કારણ, સમ્યફદર્શન જ્ઞાનચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. જે ચેતન જડ ભાવો, અવલોક્યા છે મુની સર્વશે; તેવી અંતર આસ્થા, પ્રગટયે દર્શન કહ્યું છે તત્ત્વશે. સમ્યગુ પ્રમાણ પૂર્વક, તે તે ભાવો જ્ઞાન વિષે ભાસે; સમ્યજ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મોહ ત્યાં નાશ્ય. વિષયારંભ નિવૃત્તિ, રાગદ્વેષનો અભાવ જ્યાં થાય; સહિત સમ્યગ્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદ પ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૬ જીવ, અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આશ્રવ તથા બંધ; સંવર, નિર્જરા, મોક્ષ, તત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. ૭ જીવ, અજીવ વિષે તે, નવ તત્ત્વનો સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. ૮
LડમHકે જેના કારણે આમ કેમ
વવા. કા. ૧૯૫૩
Page #172
--------------------------------------------------------------------------
________________
અમારા
Sી
,
પર
ધન્ય.૧
ધન્ય.૨
(૧૨૬)
(૨૧) ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઉલસી, મટયો ઉદયકર્મનો ગર્વ રે. ઓગણીસર્સે ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસમેં ને બેતાલીસે, અદ્દભુત વૈરાગ્યધાર રે. ઓગણીસસેં ને સુડતાલીસ, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે.
ત્યાં આવ્યો રે ઉદયકારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચરે. વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને રે તે જશે, એમ ભાસે મનમાંહી રે. યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે.
ધન્ય.૩
ધન્ય.૪.
ધન્ય. ૫
ધન્ય. ૬
Page #173
--------------------------------------------------------------------------
________________
(૧૨૭)
ધન્ય.
આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.
ધન્ય.૮
વવા. ફા. વદ ૧૨, ૧૯૫૩
“આ જેવી તેવી ચેતવણી નથી.” આ એક વચન અવશ્ય સ્મરણમાં રાખશો કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી – મર્મ તો સત્પષના અંતરાત્મામાં રહ્યો છે.”
“પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે પણ તે ધ્યાન આત્મા સપુરુષના ચરણ કમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.”
(‘પરમાત્મપ્રકાશ' જેવા પુસ્તક) આવાં પુસ્તક વાંચતા જીવ ક્યાંની ક્યાં ભૂલ કરે છે – નહીં માની બેસવાનું માની–અર્થ કરે છે. સમજ્યો ન હોય તે સમજ્યો છે એવું બોલતાં શીખી જાય છે-માટે
નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવા નોય;
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવા સોય. મુનિ દેવકરણજી આત્મા સંબંધી વાત કરવા ગયાં ત્યારે શ્રીજીએ કહેવડાવેલું કે:-સર્વજીવ સિદ્ધ સમ છે- નિગોદમાં રહેલો જીવ પણ સિદ્ધ સમ છે તો પછી દેવકરણજીનો જીવ કેમ ન હોય ? શક્તિપણે સર્વ જીવ સરખા છે
Page #174
--------------------------------------------------------------------------
________________
(૧૨૮)
શક્તિ પ્રગટ થાય ત્યારે સિદ્ધ કહેવાય.
–
નિશ્ચય વાણી અગ્નિ જેવી છે – કોઈ હાથથી અગ્નિ પકડવા જાય તો બળી જાય – તેને પકડવા માટે સાંડસી જેવું નિમિત્ત જોઈએ - તે નિમિત્ત ગુરુ પાસે છે.
લખેલું બધું સાચું છે પણ તેનું ભાન જ્ઞાનીને છે. તું તો બીજે પરિણમી રહ્યો છે એટલે તને કંઈ ભાન નથી તેથી તું તો તેની પ્રાપ્તિનો ભાવ રાખ તેવો ભાવ રાખવાનું ફળ કહ્યું જાય તેમ નથી. કેટલાક લોકો જ્ઞાનીના વચન બોલી જાય છે પણ તેવું બોલતાં જ્ઞાન હોતું નથી, પણ અહંભાવ હોય છે – આ જેવી તેવી ચેતવણી નથી-જ્ઞાનીના વચન બોલી જાય છે પણ ગમ નથી. જ્ઞાનીના વચન બોલવા પણ તેમાં પરિણમવું નહીં તે જ ગચ્છમત છે. ગચ્છમત બીજા નહીં સમજવા.
હાથીની જેમ દોડ ન કર નામ ઉપર લક્ષ ન રાખ. નામથી તો કોઈ લક્ષ્મી, કોઈ પ્રભુ, કોઈ જૂઠો કહેવાય છે. તને કંઈ થાય છે તો તું તરત રા’ડ પાડે છે. રા'ડ પાડતો હોય ત્યાં સરત રાખ- તું સન્મુખ દષ્ટિ રાખ.
તારાથી ક્રિયા થતી નથી તેને માટે ઉદાસીનતા અને ખેદ રાખ. આ જ કરવા જેવું છે.
કોઈ કહેશે ‘પાટલે બેસી નાયો' તો સારું લાગે અને જરી બીજું કહે કે ખોટું લાગે. અંતરક્રિયાનું ભાન નથી તારે તો ખેદ, ખેદ, ને ઉદાસીનતા રાખવી એટલે એની મેળે હલકો થતો જઈશ. દૃષ્ટિ સન્મુખ રાખજે.
ઘણાં શાસ્ત્ર વાંચ્યા છે પણ હવે એટલામાંથી લક્ષ લે. દરિયાનું ખારું પાણી શું કરવાનું ? મીઠા પાણીનો એક ઘડો હોય તો તરસ છીપે. માટે વાંચેલામાંથી લક્ષ લે.
પુસ્તકમાં ‘જે છે’ તે લખ્યું છે - તું સિદ્ધ છે પણ તારા ભાવ
પરિણામ જો.
શ્રીજીએ શ્રીને કહેવડાવેલું :- ‘‘વૃત્તિ રોકે.’’
-
Page #175
--------------------------------------------------------------------------
________________
(૧૨૯) તારે તો ખેદ, ખેદ ને દીનતા કરવી - હું તો અનંત દોષનું ભાન છું. ભાવ કર્યો એટલે માન્ય કર્યું – ભાવનું ફળ – જ્ઞાનીએ ઉપસર્ગ તે વિપાક જોયા. - જ્યાં સુધી તું સંબંધમાં છે ત્યાં સુધી દોષ છે- કંઈ પણ બોલવું તે બોધરૂપે નહીં પણ સઝાય સ્વાધ્યાયરૂપે બોલવું.
| નિશાળમાં પરીક્ષા થતી હોય તે વખતે, બીજા વખતે વાત જુદી અને પોતાની પરીક્ષા થાય તે વાત જુદી; પોતાના ઉપર આવ્યું પરીક્ષા - બધાના ખાતાં હોય પણ પોતાનું ખાતું જોવું - તેમ પોતાના ઉપર આવી જવું તે પ્રાયશ્ચિત છે.
જ્ઞાનીના વચનનો આશય ક્યારે સમજ્યા કહેવાય ? અસંગભાવ હોય ત્યારે.
|
ચૈત્યવંદન સૂત્રો.
શ્રી નવકારમંત્ર. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિઆણં નમો ઉવક્ઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણે એસો પંચ નમુક્કારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ.
૭ ૮ ૯
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૩૦)
શ્રી પ્રણિપાત અર્થાત્ ખમાસમણ.
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ મર્ત્યએણ
વંદામિ
*
ઇરિયાવહિય
૧. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ. ઈચ્છું.
૨. ઈચ્છામિ પડિક્કમિઉં ઈરિયાવહિયાએ વિરાહણાએ
૩. ગમણાગમણે.
૪. પાણ-ક્રમણે. બીય-મણે, હરિય-ક્રમણે, ઓસા-ઉનિંગપણગ-દગમટ્ટી-મક્કડાં-સંતાણા-સંકમણે.
૫. જે મે જીવા વિરાહિયા.
૬. એગિંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા
૭. અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા પરિયાવિયા, કિલામિયા, ઉદ્વિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડં
તસ્સ ઉત્તરીસૂત્ર
તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહિ–કરણેણં વિસલ્લી-કરણેણં,
પાવાણું કમ્માણ નિગ્ધાયણઠ્ઠાએ, ઠામિ કાઉસ્સગ્ગ
Page #177
--------------------------------------------------------------------------
________________
1 we+:1:8 ,
34; કકકરના
T-+wA+
(૧૩૧)
અન્નત્થ ઊસસિએણે સૂત્ર અન્નત્થ ઊસસિએણે નીસસિએણે ખાસિએણે છીએણે જંભાઈએણે ઉડુએણે વાય-નિસગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ, સુહમેહિં, અંગસંચાલેહિં, સુહમેહિં ખેલ સંચાલેહિં, સુહમેહિં દિઠિ-સંચાલેહિં, એવભાઈ એહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ હુજ્જ મે કાઉસ્સગ્ગો
જવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ તાવ કાર્ય ઠાણેણે મોણેણં ઝાણેણં અપ્પાણે વોસિરામિ.
જા - ક ત
જા
નામ રકમ જમ જ. મા જા જા
૧
૨
લોગસ્સ-નામસ્તવ સૂત્ર લોગસ્સ ઉજmઅગરે, ધમ્મતિર્થીયરે જિશે. અરિહંતે કિન્નઈમ્સ, ચઉવીસ પિ કેવલી - ઉસભમજિએ જ વંદે સંભવમભિસંદણં ચ સુમઈ ચ પઉમપતું સુપાસ, જિર્ણ ચ ચંદપૂછું વંદે સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ-સિર્જસ વાસુપુજ્જ ચ વિમલમહંત ચ જિર્ણ, ઘમ્મ સંતિ ચ વંદામિ કુંથું અર ચ મહ્નિ, વંદે મુણિસુવ્યય નમિનિણં ચ વંદામિ રિઠનેમિં પાસ તહ વદ્ધમાણં ચ એવં મએ અભિથુઆ, વિદ્ય-રય-મલા પહિણ-જર-મરણા ચઉવીસ પિ જિણવરા તિસ્થયરા મે પસીયંતુ કિરિય વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા આગ્ન-બોહિ-લાભ, સમાવિરમુત્તમ દિંતુ ચંદેહિ નિમલયરા, આઈએસુ અહિયં પયાસયરા સાગરવરગંભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ
૪
૭
Page #178
--------------------------------------------------------------------------
________________
(૧૩૨) જગચિંતામણિ ચૈત્યવંદન
ઈચ્છા કારેણ સંદિસહ ભગવાન ! ચેઈયવંદણ
કરોમિ ઈચ્છે.
રોલા છંદ જગ-ચિંતામણિ ! જગહ-નાહ ! જગ-ગુરુ ! જગ-રકખણ ! જગ-બંધવ ! જગ-સત્યવાહ જગ-ભાવ-વિઅકખણ !. અાવય-સંવિઅ-રૂવ ! કમ્મટ્ટ - વિણાસણ ! ચઉવીસ વિ જિણવર ! જયંતુ અપડિહય-સાસણ : ૧
વસ્તુ છંદ
કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં પઢમસંઘણિ, ઉક્કોસ સત્તરિય, જિણવરણ વિહરંત લબ્બઈ; નવકોડિહિં કેવલીણ, કોડિસહસ્સ નવ સાહુ ગમ્મઈ, સંપઈ જિણવર વીસ, મુણિ બિહું કોડિહિં વરનાણિ, સમણહ કોડિ-સહસ્સ-દુઈ થુણિજ્જઈનિચ્ચ વિહાણિ ૨
વસ્તુ છંદ
જયઉ-સામિય ! જયઉ-સામિય! રિસહ ! સત્તેજિ, ઉજિંજતિ પહુ-નેમિજિણ ! જયઉ વીર ! સચ્ચઉર-મંડણ ભરુઅચ્છહિં મુણિસુવ્રયા મહુરિ પાસ! દુહ-દુરિઅખંડણ ! વર વિદેહિ તિસ્થયરા ચિહું દિસિ વિદિસિ જિ કે વિ તીઆણાગય-સંપDય વંદ ૬ જિણ સવ્વ વિ. ૩
Page #179
--------------------------------------------------------------------------
________________
(૧૩૩)
જેં કિંચિ નામ તિર્થં, જિણબિંબાઈ;
ad
(ગાથા)
સત્તાણવઈ-સહસ્સા, લકખા બત્તીસ –સય બાસીઆઇ, પન્નરસ કોડિ–સયાઇં કોડી છત્તીસ સહસ અસીઇં,
છપ્પન્ન અટકોડીઓ ! તિઅલોએ ચેઈએ વંદે.
બાયાલ લકખ અડવત્રા !
સાસય-બિંબાઈ પણમામિ.
*
‘♥ કિંચિ’ સૂત્ર
સન્ગે પાયાલિ માણુસેલોએ; સવ્વાò
તાઇ
વન્દામિ.
‘નમોસ્ફુર્ણ’ શકસ્તવ સૂત્ર
હોણું અરિહંતાણં ભગવંતાણં
આઈગરાણં તિત્શયરાણં સયં-સંબુદ્ધાણં
પુરિસુત્તમાણે પુરિસ-સીહાણ પુરિસ-વરપુંડરીઆણં પુરિસ-વરગંધહત્થીણું
લોગુત્તમાણં લોગ-નાહાણું લોગ-હિઆણં લોગપઈવાણું લોગ-પોઅગરાણં
અભય-દયાણું ચકખુ-દયાણં મગ્ન-દયાણં સરણ-દયાણં જીવ-દયાણં બોહિ-યાણં
ધમ્મ દયાણં ધમ્મ-દેસયાણં ધમ્મ નાયગાણું ધમ્મ-સારહીણું ધમ્મ-વર-ચાઉદંત-ચક્કવટ્ટીણું દીવાણું તાણાણં શરણં ગઈણ પઈઠાણું
૧.
૨
૪
૩
૫
૪
૬
૧
Page #180
--------------------------------------------------------------------------
________________
નાની નાપાક હરકતા જાતા હવામાન મામા-liા ઐયર મોરી
(૧૩૪) અપ્પડિશ્ય-વર-નાણ-દંસણ-ધરાણે વિયટ્ટ-છઉમાણે જિણાણું જાવયાણ તિજ્ઞાણ તારયાણં બુદ્ધાણં બોહિયાણ મુત્તાણં મોઅગાણું સવ્યગૂર્ણ સવ્વ-દરિસીણં સિવમયલમયમસંતમકખયમવ્યા બાહમપુણરાવિત્તિ-સિદ્ધિગઈનામધેયં ઠાણે સંપતાણું, નમો જિણાë જિઅ-ભયાણ જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએ કાલે સંપઈ અ વટ્ટમાણા, સવ્વ-તિવિહેણ વંદામિ
૧૦
જાવંતિ ચેઈયાઈ સૂત્ર જાવંતિ ચેઈયાઈ ઉ અ અહે અ તિરિઅલોએ આ સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ
૧
‘જાવંત કે વિ સાહૂ, સૂત્ર જાવંત કે વિ સાહુ, ભરફેરવય –મહાવિદેહે આ સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણ
૧
‘નમોહત્ નમોહ-સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુભ્ય:
૧
ર
Page #181
--------------------------------------------------------------------------
________________
(૧૩૫) ઉવસગ્ગહરં સ્તોત્ર
ઉવસગ્ગહરં પાસ, પાસે વંદામિ કમ્મુ-ઘણ-મુક્ક વિસહર- વિસ - નિન્ના મંગલ - કલ્લાણ આવાસં ૧ વિસહર-ફૂલિગ-મંત, કંઠ ધારેઈ જે સયા મણુઓ. તસ્સ ગહ રોગ-મારી-દુઠજરા જંતિ ઉવસામં ૨ ચિઠઉ દૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ નર-તિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખ દોગચ્ચે ૩ તુહ સમ્મતે લદ્ધ, ચિંતામણિ- કપુપાયવ-ભૂહિએ પાવંતિ અવિષેણ, જીવા અયરામરં ઠાણે ૪ ઈઅ સંયુઓ મહાયસ ! ભત્તિ-ભર નિમ્બરેણ હિઅએણ. તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચન્દ ૫
“જય વયરાય’ સૂત્ર
જ વીયરાય ! જગ-ગુરુ ! હોઉ મમતુહ પભાવ ભયd ભવ-નિબૅઓ મગ્ગાણુસારિઆ ઈઠફલ-સિદ્ધિ ૧ લોગવિરૂદ્ધ-ચ્ચાઓ, ગુરુજણ-પૂઆ પરત્થકરણ ચ સુહગુરુ-જોગો તથ્વયણ-સેવણા આભવમખંડા ૨ વારિજ્જઈ જઈવિ નિયાણ-બંધણું વીયરાય ! તુહ સમયે તહ વિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુહ ચલણાણ ૩ દુકખ-ખઓ કમ-ખઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ. સંપન્જઉ મહ એએ, તુહ નાહ! પણામ-કરણેણે ૪
Page #182
--------------------------------------------------------------------------
________________
(૧૩૬)
સર્વમંગલમાંગલ્યું, સર્વકલ્યાણકારÄ પ્રધાનં સર્વધર્માણાં, જૈનં જયતિ શાસન
‘અરિહંત ચેઈયાણં’ વા ‘ચેત્યસ્તવ’
અરિહંત-ચેઈયાણં કરેમિ કાઉસ્સગં વંદણ-વત્તિયાએ પૂઅણ-વત્તિયાએ સક્કાર-વત્તિયાએ સમ્માણ-વત્તિયાએ બોહિલાભ વત્તિયાએ નિસગ્ગ વત્તિયાએ, સદ્ધાએ મેહાએ ધિઈએ ધારણાએ અણુપ્તેહાએ વર્ડ્સમાણીએ, ઠામિ કાઉસ્સગ
‘કહ્યાણ કંદ’ થઈ
કલાણ કંદ પઢમં જિણિદું, સંર્તિ તઓ નેમિજિણું મુર્ણિદં પાસં પયાસં સુગુણિઠાણું ભત્તીઈ વંદે સિરિવન્દ્વ (ડૂઢ) માણં
‘સંસારદાવાનલ’ થઈ સંસાર-દાવાનલ-દાહ - નીરં સંમોહ- ધૂલી- હરણે સમીર માયા-રસા-દારણ-સાર-સીરં,
નમામિ વીરં ગિરિ-સાર-ધીર
*
૧
૧
૫
Page #183
--------------------------------------------------------------------------
________________
Eા
ના મre alkara
(૧૩૭) ચૈત્યવંદન સૂત્રોના અર્થ
u: ki મિwhile અધમ કામના
સમય મા કમકમ
શ્રી નવકાર મંત્ર (૧) શ્રી અરિહંત ભગવંતોને નમસ્કાર હો. (૨) શ્રી સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો. (૩) શ્રી આચાર્ય મહારાજોને નમસ્કાર હો. (૪) શ્રી ઉપાધ્યાયજી મહારાજને નમસ્કાર હો. (૫) શ્રી મનુષ્યલોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો. આ પંચપરમેષ્ઠીને કરેલો નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે.
તથા લૌકિક અને લોકોત્તર સર્વ પ્રકારના મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે.
“ખમાસમણ’ સૂત્ર હે ક્ષમાશ્રમણ ! હું સર્વ પાપવ્યાપારનો ત્યાગ કરી, શરીરની શક્તિ પ્રમાણે વંદના કરવા ઈચ્છું છું અને તે પ્રમાણે મસ્તક નમાવીને આપને વાદું
"ઈરિયાવહિયં સૂત્ર હે ભગવંત ! આપની ઈચ્છાએ કરીને મને આજ્ઞા આપો કે જેથી માર્ગમાં ચાલતાં જે પાપ લાગ્યું તેનાથી નિવતું આપની આજ્ઞા પ્રમાણ છે. (આપની એ આજ્ઞા સ્વીકારું છું.)
જતાં-આવતાં મારા વડે-ત્રસ્ત જીવ, બીયાં, લીલોતરી, ઝાકળનું
Page #184
--------------------------------------------------------------------------
________________
(૧૩૮)
પાણી, કીડીનાં દર, સેવાળ, કાચુ પાણી, માટી કે કરોળિયાની જાળ વગેરે ચંપાયા હોય,
જતાં આવતાં મારા વડે જે કોઈ એકેંદ્રિય, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચતુરિંદ્રિય કે પંચેંદ્રિય જીવોની વિરાધના થઈ હોય,
જતાં આવતાં મારા વડે જીવો ઠોકરે મરાયા હોય, ધૂળે કરીને ઢંકાયા હોય, ભોંય સાથે ઘસાયા હોય, અરસ-પરસ શરીરો વડે અફળાવાયા હોય, થોડા સ્પર્શાયા હોય, દુ:ખ ઉપજાવાયા હોય, ખેદ પમાડાયા હોય,બીવરાવાયા હોય, એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવાયા હોય કે પ્રાણથી છૂટા કરાયા હોય અને તેથી જે કંઈ પાપ લાગ્યું હોય તે મારું પાપ નિષ્ફળ થાઓ
*
‘ઉત્તરકરણ-સુત્ત-તસ્સ ઉતરી' સૂત્ર
તે ઐર્યાપથિકી વિરાધનાના પરિણામે ઉત્પન્ન થયેલાં પાપ કર્મોનો સંપૂર્ણ ઉચ્છેદ, પ્રાયશ્ચિત, પરિણામની શુદ્ધિ અને માયાદિક ત્રણ શલ્યના, ત્યાગરૂપ ઉત્તરક્રિયા વડે કરવા માટે હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું,
*
‘‘અન્નત્ય ઉસસિએણં’’ સૂત્ર
શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વા-છૂટ થવાથી, ભ્રમરી આવવાથી, પિત્તને લીધે મૂર્છા આવવાથી, શરીરનું સૂક્ષ્મ રીતે સ્ફુરણ થવાથી, શરીરમાં કફ વગેરેનો સૂક્ષ્મ રીતે સંચાર થવાથી, સ્થિર રાખેલી દૃષ્ટિ સૂક્ષ્મ રીતે ફરકી જવાથી, તથા અગ્નિ-સ્પર્શ, શરીર છેદન અથવા સન્મુખ થતો પંચેંદ્રિયવધ, ચોર કે રાજાની દખલગીરી અને સર્પ-દંશ એ કારણો ઉપસ્થિત થવાથી જે કાય-વ્યાપાર થાય, તેનાથી મારો કાયોત્સર્ગ ભાંગે નહિ કે વિરાધિત થાય નહિ એવી સમજ સાથે હું ઊભો રહીને મૌન ધારણ કરું છું તથા ચિત્તને
Page #185
--------------------------------------------------------------------------
________________
(૧૩૯)
ધ્યાનમાં જોડું છું અને જ્યાં સુધી ‘‘નમો અરિહન્નાણું” એ પદ બોલીને કાયોત્સર્ગ પારું નહિ ત્યાં સુધી મારા શરીરનો સંપૂર્ણ ત્યાગ કરું છું.
*
“લોગસ્સ-નામસ્તવ” સૂત્ર
૧. ચૌદ રાજલોકમાં રહેલી સર્વ વસ્તુઓનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રકાશનારા, ધર્મરૂપી તીર્થને પ્રવર્તાવનારા, રાગ-દ્વેષના વિજેતા અને કેવલ દ્વારા પૂર્ણતાને પ્રાપ્ત કરનારા ચોવીસનું તથા અન્ય તીર્થંકરોનું પણ હું કીર્તન કરીશ.
૨. શ્રી ઋષભદેવ, અજીતનાથ, સંભવનાથ, અભિનંદનસ્વામિ, સુમતિનાથ, પ્રશ્નપ્રભ, સુપાર્શ્વનાથ, અને ચન્દ્રપ્રભને વંદન કરું છું.
૩. શ્રી સુવિધિનાથ, (યા પુષ્પદંત) શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, તથા શાંતિનાથને હું વંદન કરું
છું.
૪. શ્રી કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, મિનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ તથા વર્ધમાન સ્વામી (એટલે શ્રી મહાવીરસ્વામી)ને હું વંદન કરું છું.
૫. એવી રીતે મારા વડે સ્તવાયેલા, કર્મરૂપી કચરાથી મુક્ત અને ફરી અવતાર નહિ લેનારા ચોવીસ તથા અન્ય જિનવર તીર્થંકરો મારા પર પ્રસન્ન થાઓ.
૬. જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ છે અને જેઓ લોકો વડે કીર્તન કરાયેલા,વંદન કરાયેલા અને પૂજાયેલા છે, તેઓ મને આરોગ્ય, બોધિ અને સમાધિની ઉત્તરોત્તર વિકાસ પામતી સ્થિતિ આપો.
૭. ચંદ્રો કરતાં વધારે નિર્મળ, સર્વે સૂર્યોથી વધારે પ્રકાશ કરનારા તથા સ્વયંભૂરમણ સમુદ્ર કરતા વધારે ગંભીર એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો.
*
Page #186
--------------------------------------------------------------------------
________________
(૧૪૦)
જગચિન્તામણિ ચૈત્યવંદન
૧. જગતમાં ચિન્તામણિરત્ન સમાન, જગતના નાથ, જગતના રક્ષક, જગતના નિષ્કારણ બંધુ, જગતના ઉત્તમ સાર્થવાહ, જગતના તમામ પદાર્થોને જાણવામાં વિચક્ષણ, અષ્ટાપદ પર્વત પર સ્થપાયેલી પ્રતિમાવાલા, આઠે કર્મોનો નાશ કરનારા, તથા અબાધિત ઉપદેશ દેનારા, હે ઋષભાદિ ચોવીસે તીર્થંકરો ! આપ જયવંત વર્તો.
૨. કર્મભૂમિઓમાં ઉત્કૃષ્ટકાળે વાઋષભનારાચ સંઘયણવાલા જિનોની સંખ્યા વધારેમાં વધારે ૧૭૦ ની હોય છે. સામાન્ય કેવલીઓની સંખ્યા વધારેમાં–વધારે નવ કરોડની હોય છે અને સાધુઓની સંખ્યા વધારેમાં વધારે નેવું અબજ હોય છે.
વર્તમાનકાળમાં તીર્થંકરો ૨૦ છે, કેવલજ્ઞાની મુનિઓ બે કરોડ છે અને શ્રમણો વીસ અબજ છે કે જેમનું નિત્ય પ્રાતઃકાળમાં સ્મરણ કરાય છે.
૩. શત્રુંજય પર્વત પર રહેલાં, હે શ્રી ઋષભદેવપ્રભુ! તમે જય પામો. શ્રી ગિરનાર પર્વત પર રહેલા હે શ્રી નેમિનાથ પ્રભુ ! તમે જય પામો. સત્યપુરી નગરી એટલે સાચોર નગરના આભૂષણરૂપ હે શ્રી મહાવીરસ્વામી ! તમે જય પામો. ભરૂચમાં રહેલા હે શ્રી મુનિસુવ્રતસ્વામી ! તમે જય પામો. મથુરામાં વિરાજતા, હે શ્રી પાર્શ્વનાથ ! તમે જય પામો (મહુરી=મથુરામાં વિરાજતાં)
આ પાંચે જીનેશ્વરો દુ:ખ અને પાપનો નાશ કરનાર છે, તથા પાંચે મહાવિદેહને વિષે રહેલા જે તીર્થંકરો છે તથા ચાર દિશાઓ અને ચાર વિદિશાઓમાં જે કોઈ તીર્થંકરો ભુતકાલમાં થઈ ગયા હોય, વર્તમાનકાળમાં વિચરતા હોય અને ભવિષ્યમાં હવે પછી થનારા હોય તે સર્વને પણ હું વંદું છું.
ત્રણ લોકમાં રહેલા આઠ કરોડ સત્તાવન લાખ બસોને બ્યાસી શાશ્વત ચૈત્યોને હું વંદન કરું છું. (૮,૫૭,૦૦,૨૮૨)
ત્રણ લોકમાં રહેલા પંદર અબજ, બેતાલીસ કરોડ અઠાવન લાખ છત્રીસ હજાર ને એંસી શાશ્વત બિંબોને હું પ્રણામ કરું છું. (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦)
1
Page #187
--------------------------------------------------------------------------
________________
(૧૪૧)
જે કિંચિ' સૂત્ર સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં જે કોઈ પણ તીર્થ હોય અને ત્યાં જેટલા જિનબિંબો હોય તે સર્વને હું વંદન કરું .
“નમુત્યુર્ણ શકસ્તવ” સૂત્ર ૧. અરિહંત ભગવંતોને મારા નમસ્કાર હો.
૨. તે ભગવન્તો-તીર્થની-ધર્મની આદિ કરનારા છે, તીર્થની સ્થાપના કરનારા છે, પોતાની મેળે બોધ પામેલા છે.
૩. પુરુષોમાં પરોપકારાદિ ગુણો વડે ઉત્તમ છે, શૌર્યાદિ ગુણો વડે સિંહ સમાન છે, નિર્લેપતામાં પુંડરીક કમળ સમાન છે, કર્મ વૈરીને નસાડવામાં પુરુષોને વિષે ગંધહસ્તી સમાન છે.
૪. ત્રણ લોકમાં ઉત્તમ છે, ત્રણ લોકના નાથ છે, ત્રણ લોકના જીવોનું હિત કરનારા છે, જગતના અંધકારને દૂર કરવામાં દીવા સમાન છે, પોતાના સંપૂર્ણ જ્ઞાન કરીને ત્રણ લોકને વિષે સૂર્યની જેમ ઉદ્યોત કરનારા છે.
૫. સંસારના સર્વ જીવોને અભયદાન આપનારા છે. જ્ઞાનરૂપી (શ્રદ્ધારૂપી) ચક્ષુને આપનારા છે, મોક્ષમાર્ગને દેખાડનારા છે, રાગ અને દ્વેષથી પરાભવ પામેલા પ્રાણીઓને શરણ આપનારા છે, જીવ આપનારા છે (જીવ દયાણું), મોક્ષવૃક્ષના મૂળરૂપ બોધબીજનો લાભ આપનારા છે.
૬. ધર્મને આપનારા છે (જેઓ ચારિત્ર ધર્મને સમજાવનારા છે) પાંત્રીસ ગુણોથી યુક્ત વાણી વડે ધર્મદેશના આપનારા છે, ધર્મના નાયક છે (ધર્મના સાચા સ્વામી છે), ધર્મરૂપી રથને ચલાવવામાં નિષ્ણાત સારથી છે, ધર્મરૂપી શ્રેષ્ટ ચતુર્ગતિ વિનાશક ચક્રને ધારણ કરનારા ચક્રવર્તિ છે.
સંસાર સમુદ્રમાં બેટરૂપ (અથવા અંધકારમાં પ્રકાશ આપનાર-દીવાણું) રક્ષણરૂપ (તાણાણું) શરણરૂપ (શરણે) ગતિરૂપ (ગઈણ) પ્રતિષ્ઠા-સ્થિરતારૂપ (પઈઠાણું).
E
Page #188
--------------------------------------------------------------------------
________________
દ્વારા તાર
(૧૪૨) ૭. કોઈથી હણાય નહીં એવા શ્રેષ્ઠજ્ઞાન અને દર્શનને ધારણ કરનારા છે, છસ્થ અવસ્થા તેમની દૂર છે એટલે ઘાતિ કર્મનો નાશ થયો છે.
૮. જેઓ રાગ અને દ્વેષનો જય કરવાથી સ્વયં જિન બનેલા છે, તથા ઉપદેશ વડે બીજાઓને પણ જિન બનાવનારા છે, પોતે સંસાર સમુદ્રને તરી ગયા છે અને બીજાને તારે છે, પોતે બોધ પામેલા છે અને બીજાને બોધ પમાડનારા છે, પોતે કર્મથી મુક્ત થયા છે અને બીજાને તેથી મુક્ત કરનારા છે, તથા ઉપદ્રવરહિત (શિવ) નિશ્ચલ (સ્થિર), વ્યાધિ અને વેદનારહિત, અંતરહિત, ક્ષયરહિત બાધાપીડારહિત, અને જ્યાંથી પાછું કોઈ વખત આવવાનું નથી એવા “સિદ્ધગતિ” નામના સ્થાન પામેલા છે, સર્વ ભયને જીતનારા છે એવા જિનેશ્વરોને નમસ્કાર કરું છું.
જેઓ અતીતકાળમાં સિદ્ધ થયા છે, જેઓ ભવિષ્યકાળમાં સિદ્ધ થનારા છે, અને જેઓ વર્તમાનકાળમાં અરિહન્તરૂપે વિદ્યમાન છે, તે સર્વને મન, વચન અને કાયા વડે ત્રિવિધ વંદન કરું છું.
અથ જાવંતિ ચેઈઆઈ' સૂત્ર ઊર્ધ્વલોક, અધોલોક અને મનુષ્યલોકમાં જેટલાં પણ ચૈત્યોજિનબિંબો હોય તે સર્વને અહીં રહ્યો છતાં હું વંદન કરું છું.
જાવંત કે વિ સાહુ સૂત્ર ભરત, એરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા જે કોઈ સાધુ મન, વચન અને કાયાથી સપાપ પ્રવૃત્તિ કરતા નથી, કરાવતા નથી તેમ જ કરતાને અનુમોદન આપતા નથી, તેમને હું વંદું છું.
Page #189
--------------------------------------------------------------------------
________________
કપ
- 1
!
! જ કામ નામના એક
(૧૪૩)
“નમોહત” સૂત્ર નમસ્કાર હો અરહંતોને નમસ્કાર હો સિદ્ધોને નમસ્કાર હો આચાર્યોને નમસ્કાર હો ઉપાધ્યાયોને તથા નમસ્કાર હો સર્વ સાધુઓને
“ઉવસગ્ગહર” સ્તોત્ર જેઓ સઘળા ઉપદ્રવોને દૂર કરનારા છે, ભક્તજનોને સમીપ છે, ચારે ઘાતી કર્મથી મુક્ત થયેલા છે, જેમના નામ સ્મરણથી સર્પના વિષનો નાશ થાય છે તથા જેઓ મિથ્યાત્વાદિ દોષોને દૂર કરે છે અને જેઓ મંગલ તથા કલ્યાણના ધામરૂપ છે (મંગલ અને કલ્યાણનું સ્થાન આધાર છે) તેવા શ્રી પાર્શ્વનાથને હું વંદન કરું છું.
પાર્શ્વનાથ પ્રભુના નામથી યુક્ત) વિસહરફુલિંગ નામના મંત્રનું જે મનુષ્ય એકાગ્ર મનથી રટણ કરે છે તેના દુષ્ટ ગ્રહો, અનેકવિધ રોગો, મરકી અને દુષ્ટ વિષમ જવરો શાંત થઈ જાય છે.
તે મંત્રની વાત બાજુ રાખીએ તોપણ હે પાર્શ્વનાથ ! તમને કરેલો પ્રણામ પણ બહુફળ આપનારો થાય છે કારણ કે તમને માત્ર પ્રણામ કરનારા જીવો પણ મનુષ્ય અને તિર્યંચ ગતિને વિષે દુ:ખ તથા દુર્દશા અનુભવતા નથી.
ચિંતામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક શક્તિ ધરાવનારું તમારું સમ્યકત્વ પામવાથી જીવો સહેલાઈથી મુક્તિપદને પામે છે.
હે મહાયશસ્વી પ્રભુ! મેં તમારી સ્તવના ભક્તિથી ભરપૂર હૃદય વડે કરી છે તો ભવોભવમાં મને તમારું સમ્યકત્વ મળજો (આપજો)-એટલે દરેક ભવમાં બોધિ અને સમક્તિ આપો-એટલું હું માનું છું.
Page #190
--------------------------------------------------------------------------
________________
(૧૪૪) ‘‘જય વીયરાય’” સૂત્ર.
૧. હે વીતરાગ પ્રભુ ! હે જગતગુરુ ! તમે જયવંત વર્તો. હે ભગવાન ! તમારા પ્રભાવથી મને સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટો, મોક્ષમાર્ગે ચાલવાની શક્તિ પ્રાપ્ત થાઓ અને વાંછિત ફળ-શુદ્ધ આત્મધર્મની સિદ્ધિ થાઓ.
૨. હે પ્રભુ ! આપના પ્રભાવથી મને એવું સામર્થ્ય પ્રાપ્ત થાઓ કે જેથી મારું મન સર્વ જનનિંદિત એવું કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરાય નહિ, ગુરુજનો પ્રત્યે આદરભાવ અનુભવે અને અન્યનું હિત કરવા માટે ઉજમાળ બને. વળી હે પ્રભુ ! મને સદ્ગુરુનો યોગ સાંપડજો તથા તેમના વચનો પ્રમાણે ચાલવાની શક્તિ પ્રાપ્ત થો. આ બધું જ્યાં સુધી મારે સંસારનો ફેરો કરવો પડે ત્યાં સુધી અખંડ રીતે પ્રાપ્ત થજો.
૩. હે વીતરાગ ! તમારા શાસનમાં જો કે નિયાણું બાંધવાની એટલે તપ-જપના ફળની વાસના રાખવાની મનાઈ ફરમાવી છે તેમ છતાં હું તો એવી અભિલાષા કરું છું કે દરેક ભવમાં તમારા ચરણોની સેવા કરવાનો જોગ મને પ્રાપ્ત થો.
૪. હે નાથ ! આપને પ્રણામ કરવાથી દુ:ખનો નાશ થાય, કર્મનો ક્ષય થાય, સમકિતની સ્પર્શના થાય અને સમાધિમરણ થાય તથા અંત સમયની આરાધના બરાબર થાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થો.
૫. જિનેશ્વરનું શાસન જયવંત વર્તે છે એટલે શાશ્વતું છે કેમકે તે લૌકિક અને લોકોત્તર સર્વ મંગલોનું પણ મંગલરૂપ છે, સ્વર્ગ મોક્ષાદિક સર્વ કલ્યાણોનું મૂળ કારણ છે અને સર્વ ધર્મોને મધ્યે ઉત્કૃષ્ટ છે.
“અરિહંત ચેઈયાણં વા ચૈત્યસ્તવ”
અરિહંતની પ્રતિમાને વંદના કરવા માટે હું કાયોત્સર્ગ કરું છું (અદ્ભુતચૈત્યોનું આરાધન કરવા હું કાયોત્સર્ગ કરવાને ઈચ્છું છું).
Page #191
--------------------------------------------------------------------------
________________
. (૧૪૫) વૃદ્ધિ પામતી શુદ્ધ શ્રદ્ધા વડે, નિર્મળ બુદ્ધિ વડે, ધીરજ-શાંત ચિત્ત વડે, ધારણા એટલે જિનેશ્વરના ગુણોને હૃદયમાં ધારણ કરવા વડે તથા તેમના ગુણોનો વારંવાર વિચાર કરવા વડે, વંદનની ભાવના વડે, પૂજનની ભાવના વડે, સત્કારની ભાવના વડે, સન્માનની ભાવના વડે, બોધિ લાભની ભાવના વડે, ઉપસર્ગ રહિત મોક્ષની ભાવના વડે, હું કાયોત્સર્ગમાં સ્થિર થાઊં છું.
કલ્યાણ કંદ થઈ” કલ્યાણના કારણરૂપ પ્રથમ તીર્થકર શ્રી ષભદેવને, શ્રી શાંતિનાથને, મુનિઓમાં શ્રેષ્ઠ એવા શ્રી નેમીનાથને, પ્રકાશ સ્વરૂપ તથા સર્વ ગુણોના સ્થાનરૂપ શ્રી પાર્શ્વનાથને તથા પરમ પૂજ્ય શ્રી મહાવીર સ્વામીને અનન્ય ભક્તિથી હું વંદન કરું છું.
સંસારદાવાનલ” થઈ શ્રી મહાવીર સ્વામીને હું નમસ્કાર કરું છું.
જળ જે પ્રકારે દાવાનલ અગ્નિને શાંત કરે છે તે જ પ્રકારે તેઓ સંતાપરૂપ અગ્નિને શાંત કરે છે.
પવન જે રીતે ધૂળને ઉડાડી દે છે તે જ રીતે તેઓ અજ્ઞાનને દૂર કરી
દે છે.
તીક્ષ્ણ હળ જેવી રીતે પૃથ્વીને ખોદી કાઢે છે તેવી જ રીતે તેઓ માયાને ઉખેડીને ફેંકી દે છે.
અને જે રીતે મેરુ પર્વત ચલાયમાન થતો નથી તે રીતે અત્યંત વૈર્યને લીધે ચલાયમાન થતા નથી - તે શ્રી મહાવીર સ્વામીને હું નમસ્કાર કરું છું.
Page #192
--------------------------------------------------------------------------
________________
(૧૪૬) આલોચના પાઠ
- ધન,
દોહા
વંદો પાંચો પરમગુરુ, ચૌવીસૌ જિનરાજ; કહું શુદ્ધ આલોચના, શુદ્ધ કરનકે કાજ.
૧
સખી છંદ (૧૪ માત્રા) સુનિયે જિન અરજ હમારી, હમ દોષ કિયે અતિ ભારી; તિનકી અબ નિવૃત્તિ કાજા, તુમ શરણ લહી જિનરાજ. ૨ ઈક બે તે ચઉ ઈન્દ્રી વા, મન-રહિત-સહિત જે જીવા; તિનકી નહિ કરૂના ધારી,નિરદઈ હૈ ઘાત વિચારી. ૩ સમરંભ સમારંભ આરંભ, મન વચ તન કીને પ્રારંભ; કૃત કારિત મોદન કરિ ૐ, ક્રોધાદિ ચતુષ્ટય ધરિઠે. ૪ શત આઠ જ ઈમ ભેદનĂ, અઘ કીને પર છેદનનેં; તિનકી કહું કોલ કહાની, તુમ જાનત કેવલજ્ઞાની. વિપરીત એકાંત વિનયકે, સંશય અજ્ઞાન કુનયકે; વશ હોય ઘોર અઘ કીને,વચૌં નહિ જાત કહીને. કુગુરુનકી સેવ જી કીની, કેવલ અદાકર ભીની; યા વિધિ મિથ્યાત ભ્રમાયો,ચડુંગતિમધિ દોષ ઉપાયો. ૭ હિંસા પુનિ જૂઠ જ ચોરી, પરવનિતાસો દગ જોરી; આરંભ પરિગ્રહ ભીનો,પને પાપ જ યા વિધિ કનો. ૮ સપરસ રસના ઘાનનકો, ચખ કાન વિષય સેવનકો; બહુ કરમ કિયે મનમાને કછુ ન્યાય અન્યાય ન જાને. ૯ ફલ પંચ ઉદંબર ખાયે, મધુ માંસ મદ્ય ચિત ચાહે; નહિ અષ્ટ મૂલગુણધારી,વિસન જુ સેયે દુઃખકારી. ૧૦
-
-
--
-
E
A
LE
-
e
મામા .
Page #193
--------------------------------------------------------------------------
________________
(૧૪૭)
દુઈબીસ અભખ જિન ગાયે, સો ભી નિશદિન ભુંજાયે; કછુ ભેદાભેદ ન પાયો, જ્યોં ત્યાં કર ઉદર ભરાયો. અનંતાન જુ બઁધી જાનો, પ્રત્યાખ્યાન સંજ્વલન ચૌકરી ગુનિયે, સબ ભેદ
જુ
અપ્રત્યાખ્યાનો; ષોડશ મુનિયે.
ભય ગ્લાનિ તિવેદ સંજોગ; ઈનકે વશ પાપ કિયે હમ.
પરિહાસ અતિ રતિ શોગ, પનવીસ જુ ભેદ ભયે ઈમ, શયન કરાઈ,
નિદ્રાવ
સુપનેમધિ દોષ લગાઈ; ફિર જાગિ વિષય-વન ધાયો, નાનાવિધ વિષલ ખાયો.
કિયે આહાર નિહાર વિહારા, ઈનમેં નહિ જતન વિચારા; બિન દેખી ધરી ઉઠાઈ, બિન શોધી ભોજન ખાઈ. તબ હી પરમાદ સતાયો, બહુવિધ વિકલપ ઉપાયો; કછુ સુધિ બુધિ નાહિં રહી હૈ, મિથ્યામતિ છાય ગઈ હૈ. મરજાદા તુમ ઢિંગલીની, તાહુમેં દોષ જુ કીની; ભિન ભિન અબ કૈસેં કહિયે, તુમ જ્ઞાનવિષઁ સબ પઈએ. હા ! હા મૈં દુઠ અપરાધી, ત્રસજીવનરાશિ વિરાધી, થાવરકી જતન ન કીની, ઉરમેં કરુણા નહિ લીની. પૃથિવી બહુ ખોદ કરાઈ, મહલાદિક જગાં ચિનાઈ; બિનગાલ્યો પુનિ જલ ઢોલ્યો, પંખાતે પવન વિલોલ્યો.
હા ! હા ! મૈ અયાચારી, બહુ હરિત જુ કાય વિદારી; યા મધિ જીવનકે ખંદા, હમ ખાયે ધરિ આનંદા. હા ! મૈં પરમાદ બસાઈ, બિન દેખે અગનિ જલાઈ; તા મધ્ય જીવ જે આયે, તે હુ પરલોક સિધાયે. વિંધો અન્ન રાતિ પિસાયો, ઇંધન બિનસોધિ જલાયો; ઝાડૂ લે જગાં બુહારી, ચિંટિ આદિક જીવ વિદારી.
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
Page #194
--------------------------------------------------------------------------
________________
(૧૪૮) જલ છાનિ જવાની કીની, સોહૂ પુનિ ડારિ જુ દીની, નહિં જલ થાનક પહુંચાઈ, કિરિયા બિન પાપ ઉપાઈ. ૨૩ જલ મલ મોરિનમેં ગિરાયો, કૃમિકુલ બહુ ઘાત કરાયો; નદિયનિ બિચ ચીર ધુવાય, કોસનકે જીવ મરાય. ૨૪ અન્નાદિક શોધ કરાઈ, તામેં જુ જીવ નિસરાઈ; તિનકા નહિં જતન કરાયા, ગરિયારે ધૂપ ડરાયા. ૨૫ પુનિ દ્રવ્ય કમાવન કાજે, બહુ આરૅભહિંસા સાજે; કિયે તિઓનાવશ ભારી, કરૂના નહિ પંચ વિચારી. ર૬ ઈત્યાદિક પાપ અનંતા, હમ કીને શ્રી ભગવંતા; સંતતિ ચિરકાલ ઉપાઈ, વાનીૌં કહિય ન જાઈ. ૨૭ તાકો જુ ઉદય જબ આયો, નાનાવિધિ મોહિ સતાયો, ફલ ભુંજત જિય દુઃખ પાવૈ, વચૌં કૈસે કરિ ગાવે. ૨૮ તુમ જાનત કેવલજ્ઞાની, દુઃખ દૂર કરો શિવથાની; હમ તૌ તુમ શરન લહી હૈ, જિન તારન બિરદ સહી હૈ. ૨૯ જો ગાંવપતિ ઈક હોવે, સો ભી દુઃખિયા દુઃખ ખો; તુમ તીન ભુવનકે સ્વામી, દુઃખ મેટો અંતરજામી. ૩૦ દ્રોપદીકો ચીર બઢાયો, સીતા પ્રતિ કમલ રચાયો; અંજનસે કિયે અકામી, દુઃખ મેટો અંતરજામી. મેરે અવગુણ ન ચિતારો, પ્રભુ અપનો બિરદ નિહારો; સબ દોષરહિત કરિ સ્વામી, દુઃખ મેટહુ અંતરજામી. ૩૨ ઈંદ્રાદિક પદવી ન ચાહું વિષયનિમેં નાહિં લુભાઊં; રાગાદિક દોષ હરીજે, પરમાતમ નિજ પદ દીજે. ૩૩
Page #195
--------------------------------------------------------------------------
________________
(૧૪૯)
દોહા
૩૪
દોષ રહિત જિનદેવજી, નિજપદ દીક્યો મોય; સબ જીવનમેં સુખ બહૈ, . આનંદ મંગલ હોય. અનુભવ માણિક પારખી, જૌહરી આપ જિનંદ, યેહિ વર મોહિ દીજીયે, ચરન શરન આનંદ
૩૫
આલોચના પાઠ સમાપ્ત
નાના-નાના નાના કથાકાર, રમજાજના જમાના નાના નાના-
નાના
સામાયિક-પાઠ ભાષા
૧. પ્રતિક્રમણ કર્મ કાલ અનંત ભ્રમ્યો જગમેં સહિયે દુઃખ ભારી, જન્મ મરણ નિત કિયે પાપકો હૈં અધિકારી; કોડિ ભવાંતર માહિં મિલન દુર્લભ સામાયિક, ધન્ય આજ મેં ભયો જોગ મિલિયો સુખદાયક. હે સર્વજ્ઞ જિનેશ! કિયે જે પાપ જ મેં અબ, તે સબ મન વચન કાયયોગકી ગુમિ બિના લાભ; આપ સમીપ હજૂરમાંહિ મેં ખડો ખડો સબ, દોષ કહું તો સુનો કરો નઇ દુઃખ દેહિં જબ. ક્રોધ માન મદ લોભ મોહ, માયાવશ પ્રાની, દુઃખ સહિત જે કિયે દયા તિનકી નાહિં આની; બિના પ્રયોજન એકઈન્દ્રિબિ તિ ચઉ પંચંદ્રિય; આપ પ્રસાદહિં મિટૈ દોષ જો લગ્યો મોહિ જિય.
૩
૩
Page #196
--------------------------------------------------------------------------
________________
'કટી દરકાર કરવાના નાના સ્નાયત-ધ
(૧૫૦) આપસમેં ઈક ઠૌર થાપિકરિ જે દુઃખ દીને; પેલિ દિયે પગલે દાબિકરિ પ્રાણ હરિને; આપ જગતકે જીવ જિતે તિન સબકે નાયક, અરજ કરું મેં સુનો દોષ મેટો દુઃખદાયક. અંજન આદિક ચોર મહા ઘનઘોર પાપમય, તિનકે જે અપરાધ ભયે તે ક્ષમા ક્ષમા કિય; મેરે જે અબ દોષ ભયે તે ક્ષમહુ દયાનિધિ, યહ પડિકોણો કિયો આદિ ષટકર્મમાહિં વિધિ.
૨ પ્રત્યાખ્યાન કર્મ જે પ્રમાદ વશ હોય વિરાધે જીવ ઘનેરે, તિનકો જો અપરાધ ભયો મેરે અઘ ઢેરે; સો સબ જૂઠો હોહુ જગતપતિકે પરસાદે, જો પ્રસાદૌં મિલે સર્વ સુ:ખ, દુ:ખ ન લાધે. મેં પાપી નિર્લજજ દયાકરિ હીન મહાશઠ, કિયે પાપ અતિ ઘોર પાપમતિ હોય ચિત્તદુઠ; નિંદું છું મેં બારબાર નિજ જિયકો ગરહું, સબ વિધિ ધર્મ ઉપાય પાય ફિરિ પાપહિ કરહું. દુર્લભ હે નરજન્મ તથા શ્રાવકકુલ ભારી, સત્સંગતિ સંયોગ ધર્મ જિન શ્રદ્ધા ધારી; જિન વચનામૃત ધાર સમાવર્તી જિનવાની, તો હૂ જીવ સંહારે ધિક્ ધિક્ ધિક હમ જાની ઇંદ્રિયલંપટ હોય ખોય નિજ જ્ઞાનજમા સબ, અજ્ઞાની જિમ કરે તિસી વિધિ હિંસક હૈ અબ, ગમનાગમન કરતો જીવ વિરાધે ભોલે, તે સબ દોષ કિયે નિંદૂ અબ મનવચતોલે.
Page #197
--------------------------------------------------------------------------
________________
નrrent ,
etwતf)
, 12.
t કાન, wr,કા
(૧૫૧) આલોચનવિધિ થકી દોષ લાગે જુ ઘનેરે, તે સબ દોષ વિનાશ હોઉ તુમલૈ જિન મેરે; બારબાર ઈસ ભાંતિ મોહ મદ દોષકુટિલતા, ઈર્ષાદિકર્તી ભયે નિંદિયે જે ભયભીતા.
૧૦
- જો કે મમ
૧૧
૧૨
૩. સામાયિક કર્મ. સબ જીવનમેં મેરે સમતાભાવ જગ્યો હૈ, સબ જિય મોસમ સમતા રાખો ભાવ લગ્યો હૈ, આર્ત રૌદ્ર દ્વય ધ્યાન છાંડિ કરિહું સામાયિક, સંયમ મો કબ શુદ્ધ હોય યહ ભાવબધાયિકા પૃથિવી જલ અર અગ્નિ વાયુ ચઉ કાય વનસ્પતિ, પંચહિ થાવરમાંહિ તથા ત્રસ જીવ બર્સે જિત; બે ઈન્દ્રિય તિય ચઉ પંચેંદ્રિયમાહિં જીવ સબ, તિનર્સે ક્ષમા કરાઊં મુઝપર ક્ષમા કરો અબ. ઈસ અવસરમેં મેરે સબ સમ કંચન અરૂ ત્રણ, મહલ મસાન સમાન શત્રુ અર મિત્રહ સમ ગણ; જન્મન મરન સમાન જાન હમ સમતા કીની, સામાયિકકા કાલ જિલૈ યહ ભાવ નવીની. મેરો હૈ ઈક આતમ તામ્ મમત કીનો, ઔર સબૈ મમ ભિન્ન જાનિ સમતારસ ભીનો; માત પિતા સુત બંધુ મિત્ર તિય આદિ સર્જે યહ, મોતૈ ન્યારે જાનિ યથારથ રૂપ કર્યો ગહ. મેં અનાદિ જગજાલમાહિ ફેંસિ રૂપ ન જાણ્યો; એકેંદ્રિય દે આદિ જંતુકો પ્રાણ હરાણ્યો; તે અબ જીવસમૂહ સુનો મેરી યહ અરજી, ભવભવકો અપરાધ ક્ષમા કીજ્યો કરિ મરજી.
૧૩
૧૪
૧૫
Page #198
--------------------------------------------------------------------------
________________
(૧૫૨)
૪ સ્તવન કર્મ
નૌ રિષભ જિનદેવ અજિત જિન જીતિ કર્મકો, સંભવ ભવ દુઃખહરન કરન અભિનંદ શર્મકો; સુમતિ સુમતિદાતાર તાર ભવસિંધુ પાર કર, પદ્મપ્રભ પદ્માભ ભાનિ ભવભીતિ પ્રીતિ ધર.
શ્રી સુપાર્શ્વ કૃતપાશ નારા ભવ જાસ શુદ્ધકર, શ્રી ચંદ્રપ્રભ ચંદ્રકાંતિસમ દેહ કાંતિધર; પુષ્પદંત દમિ દોષકોષ વિ પોષ રોષહર, શીતલ શીતલ કરન હરન ભવતાપ દોષહર. શ્રેયરૂપ જિનશ્રેય ધેય નિત સેય ભવ્યજન, વાસુપૂજ્ય શત પૂજ્ય વાસવાદિક ભવભય હન; વિમલ વિમલમતિ દેન અંતગત હૈ અનંત જિન, ધર્મ શર્મ શિવકરન શાંતિ જિન શાંતિ વિધાયિન. કુંથુ કુંથુમુખ જીવપાલ અરનાથ જાલહર, મલ્લિ માસમ મોહમક્ષ મારન પ્રચારધર; મુનિસુવ્રત વ્રત કરન નમત સુરસંઘહિ નમિ જિન, નેમિનાથ જિન નેમિ ધર્મરથમાંહિ જ્ઞાનઘન.
પાર્શ્વનાથ જિન પાર્શ્વઉપલ સમ મોક્ષરમાપતિ, વર્તુમાન જિન નૌં વર્ષોં ભવદુઃખ કર્મકૃત; યા વિધિ મૈં જિનસંઘરૂપ ચવીસ સંખ્યધર, સ્તઊં નમું હૂં બારબાર શિવસુખકર.
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
Page #199
--------------------------------------------------------------------------
________________
(૧૫૩) ૫ વન્દના કર્મ
બંદૂ મૈં જિનવીર ધીર મહાવીર સુ સન્મતિ, વર્તુમાન અતિવીર બંદિ હૌ નવચતનકૃત; ત્રિશલાતનુજ મહેશ ધીશ વિદ્યાપતિ વંર્દૂ, બંદૂ નિત પ્રતિ કનકપતનુ પાપ નિર્દૂ.
સિદ્ધારથ નૃપનંદ નંદ દુ:ખ દોષ મિટાવન, દુરિત દવાનલ જ્વલિત જ્વાલ જગજીવ ઉધારન; કુંડલપુર કરિ જન્મ જગત જિય આનંદકારન, વર્ષ બહત્તરિ આયુ પાય સબહી દુ:ખ ટારન.
સપ્ત હસ્ત તનુ તુંગ ભંગ કૃત જન્મમરનભય, બાલ બ્રહ્મમય જ્ઞેય હેય આઠેય જ્ઞાનમય; દે ઉપદેશ ઉધારિ તારિ ભવસિંધુ જીવઘન, આપ બસે શિવમાહિતાહિ બંદીઁમનવચતન. જાકે ચંદનથકી દોષ દુ:ખ દૂરહિ જાવે, જાકે વંદનથકી મુક્તિતિય સન્મુખ આવૈ; જાકે વંદનથકી વંદ્ય હોર્વે સુરગનકે, ઐસે વીર જિનેશ વંદિÑ ક્રમયુગ તિનકે. સામાયિક ષટ્કર્મમહિં વંદન યહ પંચમ, વંદે વીર જિવેંદ્ર ઇંદ્રશતબંધ બંધ જન્મમરણ ભય હરો કરો અઘશાંતિ શાંતિમય, મૈં અઘકોશ સુપોષ દોષકો દોષ વિનાશય.
મમ;
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
Page #200
--------------------------------------------------------------------------
________________
(૧૫૪) ૬ કાયોત્સર્ગ કર્મ
કાયોત્સર્ગવિધાન કરું અંતિમ સુખદાઈ; કાય ત્યજનમય હોય કાય સબકો દુ: ખદાઈ, પૂરવ દક્ષિણ નમું દિશા પશ્ચિમ ઉત્તર મૈં, જિનગૃહ વંદન કરું છું ભવપાપતિમિર મૈં. શિરોનતી મૈં કરું નથૂં મસ્તક કર ધરિૐ, આવર્તાદિક ક્રિયા કરું મનવચમદહરિૐ; તીનલોક જિનભવનમાહિં જિન હૈં જુ અકૃત્રિમ, કૃત્રિમ હૈ યઅદ્વંદ્વીપમાહિં વંદૌ જિમ. આઠકોડિપરિ છપ્પન લાખ જુ સસ સત્યાણું, ચ્યારી શતક પરિ અસી એક જિનમંદિર જાણું; વ્યંતર જ્યોતિષિમાહિં સંખ્યરહિતે જિનમંદિર, જિનગૃહ વંદન કરું હરહુ મમ પાપ સંઘકર, સામાયિક સમ નાહિં ઓર કોઉ વૈર મિટાયક, સામાયિક સમ નાહિં ઓર કોઉ મૈત્રીદાયક; શ્રાવક અણુવ્રત આદિ અંત સક્ષમ ગુણથાનક, યહ આવશ્યક કિયે હોય નિશ્ચય દુ:ખહાનક. ધારી,
જે ભિવ આતમકાજકરણ ઉદ્યમકે તે સબ કાજ વિહાય કરો સામાયિક સારી; રાગ દોષ મદ મોહ ક્રોધ લોભાદિક જે સબ, બુધ ‘મહાચંદ્ર’ બિલાય જાય તાતેં કીજ્યો અબ.
સામાયિક પાઠ સમાસ.
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
h
Page #201
--------------------------------------------------------------------------
________________
1'' , '
'
(૧૫૫) 'મેરી ભાવના
સદ્દગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ, સેવાથી શુદ્ધ જ્ઞાન થશે; અવર ઉપાસન કોટી કરો પણ, શ્રીહરિથી નહિ હેત થશે.
(એ દેશી) જિ સને રાગદ્વેષકામાદિક જીતે, સબ જગ જાન લિયા, સબ જીવોંકો મોક્ષમાર્ગકા નિસ્પૃહ હો ઉપદેશ દિયા; બુદ્ધ વીર જિન હરિ હર બ્રહ્મા, યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિ ભાવસેં પ્રેરિત હો યહ, ચિત્ત ઉસમેં લીન રહો. ૧ વિષયોંકી આશા નહિ જિનકે, સામ્ય ભાવ ધન રખતે હૈં, નિજ પરકે હિત સાધનમેં જો, નિશદિન તત્પર રહતે હૈ,
સ્વાર્થત્યાગકી કઠિન તપસ્યા, બિના ખેદ જે કરતે હૈ, ઐસે જ્ઞાની સાધુ જગતકે, દુ:ખસમૂહકો હરતે હૈ. ૨ રહે સદા સત્સંગ ઉન્હીંકા, ધ્યાન ઉન્હીંના નિત્ય રહે, ઉનહી જૈસી ચર્યામેં યહ, ચિત્ત સદા અનુરક્ત રહે; નહીં સતાઊં કીસી જીવકો, જૂઠ કભી નહિ કહા કરું, પરધન વનિતા પર ન ઉભાઉં, સંતોષામૃત પિયા કરું. ૩ અહંકારકા, ભાવ ન રકખું, નહીં કિસી પર ક્રોધ કરું, દેખ દૂસરોંકી બઢતીકો, કભી ન ઈર્ષા-ભાવ ધરું; રહે ભાવના ઐસી મેરી, સરલ સત્ય વ્યવહાર કરું, બને જહાંતક ઈસ જીવનમેં, ઔરૌકા ઉપકાર કરું. ૪ મૈત્રીભાવ જગતમેં મેરા, સબ જીવોંસે નિત્ય રહે, દીન-દુ:ખી જીવોંડર મેરે, ઉરસે કરુણાસ્ત્રોત બહે; દુર્જન-ક્રૂર-કુમાર્ગરતો પર, ક્ષોભ નહીં મુઝકો આવે, સામ્યભાવ રકખું મેં ઉનપર, ઐસી પરિણતિ હો જાવે. ૫
Page #202
--------------------------------------------------------------------------
________________
(૧૫૬)
ગુણીજનોકો દેખ હૃદયમેં, મેરે પ્રેમ ઉમડ આવે, બને જહાંતક ઉનકી સેવા, કરકે યહ મન સુખ પાવે; હોઊં નહી કતજ્ઞ કભી મેં, દ્રોહ ન મેરે ઉર આવે, ગુણ ગ્રહણકા ભાવ રહે નિત, દષ્ટિ ન દોષો પર જાવે. ૬ કોઈ બુરા કહો યા અચ્છા, લક્ષ્મી આવે યા જાવે, લાખો વર્ષો તક જીઊં યા, મૃત્યુ આજ હી આ જાવે; અથવા કોઈ કૈસા હી ભય, યા લાલચ દેને આવે, તો ભી ન્યાયમાર્ગસેં મેરા કભી ન પદ ડિગને પાવે. ૭ હોકર સુખમેં મગ્ન ન ફલે; દુઃખમેં કભી ન ઘભરાવે, પર્વત નદી સ્મશાન ભયાનક અટવીસે નહિં ભય ખાવે; રહે અડોલ-અર્કેપ નિરંતર, યહ મન દઢતર બન જાવે, ઈષ્ટ વિયોગ-અનિષ્ટયોગમેં, સહનશીલતા દિખલાવે. ૮ સુખી રહે સબ જીવ જગતકે, કોઈ કભી ન ઘભરાવે, વૈર પાપ-અભિમાન છોડ જગ, નિત્ય નયે મંગલ ગાવે; ઘરઘર ચર્ચા રહે ધર્મકી, દુષ્કત દુષ્કર હો જાવે, જ્ઞાન ચરિત ઉન્નત કર અપના, મનુજ જન્મફલ સબ પાવે. ૯ ઈતિ-ભીતિ વ્યાપે નહિ જગમેં, વૃષ્ટિ સમય પર હુઆ કરે, ધર્મનિષ્ઠ હોકર રાજા ભી, ન્યાય પ્રજાકા કિયા કરે; રોગ-મરી-દુર્મિક્ષ ન ફેલે, પ્રજા શાતિસે જિયા કરે, પરમ અહિંસા-ધર્મ જગતમેં, ફેલ સર્વ હિત કિયા કરે. ૧૦ ફેલે પ્રેમ પરસ્પર જગમેં મોહ દુર પર રહા કરે, અપ્રિય-કર્ક-કઠોર-શબ્દ નહિ કોઈ મુખસે કહા કરે; બનકર સબ “યુગ-વીર’ હૃદયસે, દેશોન્નતિરત રહા કરે, વિસ્તૃસ્વરૂપ વિચાર ખુશીસે, સબ દુઃખ-સંકટ સહી કરે. ૧૧
Page #203
--------------------------------------------------------------------------
________________
-
ની માહિal rail
: **
:-+++
નનન
(૧૫૭)
ભવ અંતનો અચૂક ઉપાય સદગુરુ શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે; અવર ઉપાસન કોટિ કરો પણ શ્રી હરિથી નહિ હેત થશે. ૧ સાધન કંઈક કંઈક કરી થાક્યા પણ ભવનો નહિ અંત લહ્યો; તત્ત્વજ્ઞાની ગુરુ જેને મલિયા, ભવબંધનથી મુક્ત થયો. ૨ પુરાણ રચતાં વ્યાસ મુનિને મુનિ નારદ મલિયા જ્યારે, અભય કરી અમૃત સુખ આપ્યું, નિજપદ જ્ઞાન થયું ત્યારે. ૩ સમ દમ સાધન સહિત જનક નૃપને ગુરુ અષ્ટાવક્ર મળ્યા; આત્મજ્ઞાનનો ઉદય જ થાતાં, જીવ બ્રહ્મના ભેદ ટળ્યા. ૪ ભૂપ પરિક્ષિત ત્રિવિધ તાપથી, તપતો કોઈ થકી ન તર્યો; સત્યજ્ઞાન આપી શુકદેવે, સાત દિવસમાં મુક્ત કર્યો. પ સતી પાર્વતી પામ્યાં રૂડું જ્ઞાન પ્રતાપ શ્રી શંકરથી; રામાયણ અધ્યાત્મતણો ઉપદેશ કર્યો પ્રભુએ મુખથી. ૬
ઓધવને અર્જુન જેવા અધિકારી પણ ગુરુ શરણ ગયા; કૃપાવંત શ્રી કૃષ્ણ પ્રભુએ બ્રહ્મજ્ઞાન દઈ શાંત કર્યા. ૭ શાંતિથી સંતાપ વિરામ્યા, વિષય વાસના દૂર થઈ; અશ્રુતના અદ્વૈત પ્રસાદે, વૃત્તિ બ્રહ્માકાર થઈ. ૮ રઘુકુળ દીપક રામચંદ્ર ગુરુ વષિષ્ટને શરણે જતાં; મુક્ત થયા સંશય સર્વેથી, જ્ઞાનતણી ગંગે હતાં. ૯ અખંડ બ્રહ્માનંદ તણો, અનહદ ઉપદેશ સફળ કીધો; જેનો જગજાહેર દાખલો, યોગવષિષ્ટ વિષે લીધો. ૧૦ પમાડવા અવિનાશી પદ, સદ્ગુરુ વિણ કોઈ સમર્થ નથી; ભવનો લવ જે અંત ચહો તો, સેવા સદ્ગુરુ તનમનથી. ૧૧
Page #204
--------------------------------------------------------------------------
________________
(૧૫૮)
می
શ્રી પદ્મનંદિમુનિ વિરચિત
પદ્મનંદિ પંચવિંશતિ માંથી
આલોચના અધિકાર
ગુજરાતી અવતરણ (હરિગીત)
પ્રસ્તાવિક પદ્ય
બહિરાત્મભાવે હે ! પ્રભુ, થયું ભ્રમણ ભ્રાંતિમાં ઘણું, ઇન્દ્રિય ખાડીમાં ખુંચ્યો, જળ ડહોળું જ્યાં વિષયોતણું; કાદવ કષાય ગળા સુધી-કંટાળતાં પણ ના ટળે, સ્વચ્છંદ સાથી મોહનો પુરુષાર્થ-પ્રેરક પણ કળે. પરિગ્રહતણાં ધરી પોટલાં, માથે ડુબ્યા બહુ બાપડા, તારાતણું અભિમાન ધરનારા અહિં બહુ આથડયા; તરવા જતાં તળીએ જતા, પાણી પીતા ને ડુબતા, વળી તારવા પડનાર અજ્ઞાની ઘણા ખાતા ખતા.
તેથી
આગ્રહ-ગ્રાહ કને જતાં, મુશ્કેલ છૂટવું, મતમતાંતર-મચ્છનું જ્યાં ગચ્છ-પુચ્છે ગર્જવું; પેઠા પછી જો નીકળે બળવાન તે કળિમાં કહું, મિથ્યાત્વથી જ્યાં મોજ માણે પુણ્યકાળે જન સહુ.
સંસાર દરિયો દુ:ખનો, પણ મોહ ભૂલવી રીઝવે, કારણ ઉપાસે દુ:ખનાં તો દુ:ખ આખર મુંઝવે;
સંસાર શોભા ઝેર તોયે, ઈચ્છા કરી
ઉપાસતાં,
૧
૨
૩
જીવ અમૃત જો ગણે, પરિણામ પામે વિષપણે ૪
Page #205
--------------------------------------------------------------------------
________________
(૧૫૯)
આ મોહ ને અજ્ઞાનથી, મૂકાવનારા આપ છો,
શત્રુ-શિરો કાપજો; કરું એ યાચના, ઉચ્ચરૂં આલોચના.
કરુણા કરી સદ્બોધ ખડ્ગ, અમૃત વાણી આપની, પીધા
વળી આપના ચરણે વસીને
૧ મંગલ પ્રાર્થના
હે ગુરુરાજ ! તમે જાણો છો સઘળું, છોરુ અમે તો તમારાં, બાંહ્ય ગ્રહી હવે શરણે રાખો, પાપ પ્રજાળો અમારાં; શક્તિ નહીં કંઈ કરી શકવાની, જ્ઞાન નથી બળવાળું, આ કળિકાળમાં નામ તમારું, કલ્યાણ કરો અમારું. હે ! ગુરુરાજ.
૨ પ્રભુ સ્મરણનો પ્રભાવ
આનંદસાગર પ્રભુ, આપ અનુપમ, તત્ત્વ સ્વરૂપ તમારું, સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રે, ચિત્ત વહે જો અમારું; આપના નામની સ્મૃતિરૂપી જે, મંત્ર અનંત પ્રભાવી, _હોયે સજ્જનના વિમલ હૈયે તો વિઘ્ન શકે કેમ આવી ?
હે ! ગુરુરાજ.
૩ સંતનો આદર્શ
સંગ તજી, રાગ તજી, સમતા સજી, પ્રભુ કર્મોનો નાશ કરીને, જ્ઞાતા દૃષ્ટા થયા વિશ્વ સકળના સુખ વીર્ય અનંત વરીને, સંસાર ત્યાગ કર્યો આવા ક્રમે તમે, શુદ્ધ સ્વભાવી બનીને, તેથી તવ ચરણકમળની સેવા સંતોએ પ્રિય ગણી છે. હે ! ગુરુરાજ.
પ્
Page #206
--------------------------------------------------------------------------
________________
(૧૬૦) ૪ સેવાનું ફળ - ત્રિલોકનાથ ! તુમ સેવનાથી' નિશ્ચ, નિશ્ચળ સ્થિતિ અમારી, બળવાન સંસારશત્રુ હવે કે મ, જીતે-અમે બ્રહ્મચારી; શીતળ જળ-અમી વર્ષે ફુવારા-ગ્રીષ્મગૃહ રહે કોઈ, તો તહિં તાપ મધ્યાન્હ તણો શો, ખરા ઉનાળાની માંહિ ?
હ! ગુરુરાજ. ૫ આશ્રયનું ફળ - નિર્મળ બુદ્ધિથી ઊંડું વિચારે, સાર અસાર જો કોય, તો ત્રણ જ ગના સર્વ પદાર્થમાં, સારરૂપે પ્રભુ હોય; તેમ તમારા આશ્રયે અમને લાગ્યો સંસાર અકારો, શાંતિ મહા મળી આપને શરણે, અમને નાથ ઉદ્ધારો !
હે ગુરુરાજ. ૬ પરમાર્થ દર્શન એ જ સર્વસ્વ - કે વળ દર્શન-શાન સ્વરૂપી, વીર્ય અનંત સુખધામી, રૂપ અનુપમ "નિર્મળ પ્રભુતા, ગુણ અનંતના સ્વામી; જે જિનને યોગદષ્ટિ થી દેખે, સદાય સમ્યક યોગી, તો તેને બાકી રહ્યું શું જોવું ? સર્વ જાણી લીધું ભોગી.
હે ! ગુરુરાજ. ૭ અનન્ય શરણ – માનું તને એક જગનાથ સ્વામી, સૌ કર્મ-અરિ હણનારો, માત્ર તને નમું, હૃદયે ધરું નિત્ય, તુજ સેવા સ્તુતિ કરનારો;
૧. નિશ્ચયથી આપની સેવામાં દઢતા હોયતે, ૨. આપનાથી ભિન્ન સમસ્ત પદાર્થઅસારરૂપ જણાય છે., ૩. તેથી આપનાઆશ્રયથી જ મને સંતોષ થયો છે. ૪. સમસ્ત લોકાલોકને એક સાથે જાણે તેવું આપનું દર્શન, જ્ઞાન, ૫. આપની ઈશ્વરતા પણ અતિ નિર્મળ છે. ૬. સમ્યક્ટ્રોગ રૂપી નેત્રવડે આપને પ્રાપ્ત કરી લીધા.
Page #207
--------------------------------------------------------------------------
________________
---
-
જનક+ ovie
(૧૬૧)
nકત ૧૪. કas 4 5 ,www
તારું એક જ શરણું ગ્રહી રહું છું, હવે કહું શું બહુ હું ? તુજ વિણ કોઈની સાથે પ્રયોજન, ભવમાં ન હોશો એ યાચું.
હે! ગુરુરાજ. ૮ નવ પ્રકારનાં પાપની નિંદા - પાપ કરાવ્યું, ક, ભલું માન્યું, મન-વચને વળી કાયે, . વર્તમાન, ભૂત, ભાવિ કાળે મેં, એવા ભેદો નવ થાય; હે જિનરાજ ! હું પામર, પાપી, આત્મનિંદા કરું આજે, આપ સમક્ષ ઊભો ઊભો યાચું, સૌ પાપ અફળ થવા કાજે.
હ! ગુરુરાજ. ૯ આલોચનાનો હેતુહે જિનરાજ તું જાણે છે સઘળું, ત્રિકાળનું એક કાળે, અનંત ભેદે લોક અલોકના, પર્યાય સર્વ નિહાળે; તો તમે નાથ, શું જાણો નહિ કંઈ, આ ભવનાં મુજ પાપો ! તો પણ કહું તુમ આગળ તે શુદ્ધ થવા સપશ્ચાત્તાપો.
હે! ગુરુરાજ. ૧૦ નિઃશલ્યતા –
વ્યવહાર નથી મૂલ-ઉત્તર ગુણ-ધારી મુનિ-ધર્મમાં જે, દોષો થયેલા યાદ રહ્યા છે, તે દૂર કરવાને કાજે; પ્રભુ તમારી આગે આલોચું, માયા મિથ્યાદિ વૃથા હો, નિઃશલ્ય હૈયું કરે સમજુ જન, સર્વથા સંત પ્રથા જો.
હે! ગુરુરાજ.
૧. ગુણોને ધારણ કરનારો એવો હું મુની ૨. માયા, મિથ્યા, નિદાન એ ત્રણ શલ્યોથી.
Page #208
--------------------------------------------------------------------------
________________
(૧૬૨)
૧૧ સદ્દગુરૂનો સહવાસ એ પરમ પ્રાયશ્ચિત - વ્યકત અવ્યક્ત વિકલ્પનાં જાળાં, લોક પ્રમાણ અસંખ્ય, ગુંથી ઘુંચાયો દોષ અસંખ્ય, જીવ એ વાત નિઃશંક; સર્વ વિકલ્પ જનિત દૂષણનાં પ્રાયશ્ચિતો નથી શાà, તો તે દોષો નિવારણ થાયે, સદ્ ગુરુ ના સહવાસે.'
હે! ગુરુરાજ. ૧૨ સદ્દગુરૂના સહવાસ માટે યોગ્યતા - સંગ તજી, સત્કૃત-સાર ગ્રહીને, શાંત બનીને એકાંતે, બાહ્ય પદાર્થથી મુક્ત કરી મન ઇંદ્રિય ને ઈચ્છાને; વિધિથી સમ્યક જ્ઞાનમૂર્તિ નિત્ય, આપની ઉરે ધરે જે, તે ભવ્ય તુજ સહવાસ લહે છે, ધન્ય ધન્ય તે નિશ્ચ છે.
હે ! ગુરુરાજ. ૧૩ સદ્ગુરુ યોગમાં વિઘ્નજે પદ દુર્લભ બ્રહ્માદિને પણ, નિચે મળે પ્રભુ પામી, પૂર્વ ભવોમાં કષ્ટ કરેલાં, પુણ્ય પમાડે સ્વામી; અહજિજનેંદ્ર ! ઉપાય બતાવો-તુમ સહવાસ ચહું હું, ચિત્ત ચરણમાં ધરવા જતાં તો બાહ્ય દોડે હું કરું શું ?
હે! ગુરુરાજ. ૧૪ મનની ચંચળતા - સંસાર તો બહુ દુ:ખદાયી નક્કી, સુખદાયી શિવપદ સાચું, મોક્ષ માટે ઘરબાર તજી સૌ, વને વસું, નહિ યાચું;
૧. વિકલ્પોની શુદ્ધિ આપની સમીપમાં જ થાય છે. ૨. અખંડ અને નિર્મળ સામ્યકજ્ઞાનની મૂર્તિરૂપ ઓપમાં મન સ્થિર કરીને આપને દેખે છે તે આપની સમીપતા પામે છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
(૧૬૩)
દુષ્કર વ્રતો પણ વિધિથી પાળું, સંશય સર્વે ટાળું, તોય પીંપળ-પાન સમ મન ચંચળ, તેથી ન સિદ્ધિ ભાળું.
હે! ગુરુરાજ. ૧૫ કલ્યાણ કેમ નથી થતું - બાહ્ય પદાર્થો ઈચ્છી ભટકતું, દોદશ ઝાંવાં મારે, આકુળ વ્યાકુળ નિત્ય કરે નકામું, જ્ઞાન સ્વરૂપ આત્માને; સંસાર-વર્ધક કર્મ'- સખા મન, ઈન્દ્રિય ગામ વસાવે, જીવે એવું મને ત્યાં સુધી ક્યાંથી, સંયમી, કલ્યાણ પાવે.
હે! ગુરુરાજ. ૧૬ મન મરે શાથી? - શુદ્ધ જ્ઞાની પ્રભુ, આપ સમીપે, આવતાં મનડું મરે, વિવિધ વિકલ્પોભર્યું સદા દૂર, બાહેર આપથી ફરે; મોહવશે કોણ ડરે ન મોતે ? મોહ અહિત કરનારો, યાચના એટલી સ્વામી અમારી, મોહ અમારો મારો.
હે ! ગુરુરાજ. ૧૭ મરણના ભયનું કારણમોહ બહુ બળવાન સર્વે કર્મોમાં, ડર મરવાનો એના પ્રભાવે, ચંચળતા મનની પણ તેથી, દોદ ભટકે વિભાવે; મોહ વિના નહિ આવે મરે કો, જોઈ પર્યાયથી જગલીલા, દ્રવ્ય દૃષ્ટિથી ન નાશ ઉત્પત્તિ, નાથ નિત્યતા સંગ રસીલા,
હે! ગુરુરાજ.
૧.કર્મોનો પરમ મિત્ર. ૨. આ જગતના અનેક પ્રકારો તે પર્યાયનયની અપેક્ષાએ છે. ૩. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ. હે ભગવાન! આ મારા મોહનો સર્વથા નાશ કરો.
Page #210
--------------------------------------------------------------------------
________________
(૧૬૪)
અનિત્ય ભાવનાથી નિત્યમાં વાસ -
૧૮
વાયુથી જલધિના જલમાં ઉછળતા, ક્ષણભંગુર મોજાં પ્રમાણે, ક્ષણ-ભંગુરું આ વિશ્વ સદાયે, સર્વત્ર મુજ મન માને;' સંસાર-વર્ધક સર્વ પ્રવૃત્તિથી, ઉદાસ થઈ મન ઈચ્છે, વિકારવિણ પરમાનંદ બ્રહ્મમાં, રહેવા આપ સમીપે. હૈ ! ગુરુરાજ.
૧૯ શુભાશુભ ભાવરૂપ સંસાર અને શુદ્ધ ભાવરૂપ પરમાત્મા - પાપ અશુભ ઉપયોગથી થાતાં, દુ:ખ પામે જન તેથી, શુભ ઉપયોગે ધર્મ થતાં કંઈ, આવી મળે સુખ એથી; પાપ પુણ્યનાં દ્વંદ્વરૂપે આ, સંસારમાં સહુ બને, નિત્યાનંદ મળ્યું પદ તમને, શુદ્ઘ ઉપયોગે હો મને હે ! ગુરુરાજ.
૨૦ અસંગ, શુદ્ધસ્વરૂપ
જે નથી સ્થિત અંદર કે બાહેર, નહિ સ્થૂલ, સૂક્ષ્મ, દિશામાં, ભારે નથી, હલકી નથી, કે ના-સ્ત્રી, નર કે નપુંસકમાં; જેને નથી કર્મ, સ્પર્શ, શરીર રૂપ, ગંધ, સંખ્યા, વ્યવહાર, નિર્મળ સમ્યજ્ઞાન-દર્શનરૂપ જ્યોતિ હું આત્માકાર. હે ! ગુરુરાજ.
2.
૧. બરાબર વિચાર કરીને. ૨. આપ એ પદમાં નિવાસ કરી રહ્યા છો. હું પણ એ પદમાં નિવાસ કરું એ ભાવના છે. ૩. તે તો સમ્યજ્ઞાન, સમ્યક્દર્શનની મૂર્તિરૂપ ઉત્કૃષ્ટ નિર્મળ છે. એ આત્મરૂપ જ્યોતીથી ભીન્ન હું નથી પરંતુ તદાકાર તન્મય છું.
Page #211
--------------------------------------------------------------------------
________________
(૧૬૫)
૨૧ કર્મશત્રુથી બચવા પ્રાર્થના - ચૈતન્યની ઉન્નતિ-ક્ષય કરતો, શાશ્વત્ શત્રુ તો કર્મ, નિષ્કર્મ નાથ, અવસ્થા આપણી, એક જ જે શુદ્ધ ધર્મ, કર્મ દુષ્ટ બિનકારણ વૈરી, ભેદી કરો દૂર છે દીસંતની રક્ષા ને દુષ્ટ-શિક્ષા-ધર્મ, ન્યાયી પ્રભુનો અનાદિ
હે! ગુરુરાજ. ૨૨ ભેદવિજ્ઞાનથી નિર્વિકાર ભાવના - આધિ, વ્યાધિ, જરા મૃત્યુ આદિ તો, શરીર કેરાં સંબંધી, એ જડ શું કરી શકે કહો મને ? ભગવાન ભિન્ન હું એથી; મેઘ અનેક આકારે વિકારો, કરી ફરે નભમાંહિ, તો પણ નભસ્વરૂપ ફરે ના, અરૂપીને નડે ન કાંઈ.
હે! ગુરુરાજ. ૨૩ સંતાપ અને શાંતિનાં નિમિત્ત -
સ્થળ પર તરફડે માછલી તેમ જ, ભવ-દાવાનળ બાળે, ત્રિવિધ તાપનો દાહ સહું હું, નાથ સદા સંસારે; સુખી પરમ રહું જ્યાં લગી લીન છે, હૃદય સમર્પિત મારું, કરુણા-જલના સંગે શીતળ, પદપંકજ જ્યાં તમારું
હે! ગુરુરાજ.
૧. ચૈતન્યની ઉન્નતીનો નાશ કરનાર વિના કારણ સદાના વૈરી એવા દુષ્ટ કર્મોએ મારામાં તથા આપમાં ભેદ પાડ્યો છે. ૨. પ્રભુનો એ ધર્મ છે કે સજ્જનોની રક્ષા કરવી અને દુષ્ટોનો નાશ કરવો. ૩. કરુણારૂપી જળના સંગથી અત્યંત શીતળ આપના ચરણ કમળમાં મારું મન લાગી રહે ત્યાં સુધી હું અત્યંત સુખી રહું છું.
Page #212
--------------------------------------------------------------------------
________________
(૧૬૬) ૨૪ કર્મબંધનથી બચવાના ઉપાયબાહ્ય પદાર્થોનો સંગ કરે છે, ઈન્દ્રિયો ને મન તેથીકર્મ બંધાય છે તેથી હું ભિન્ન હું, સદા સર્વથા નિશ્ચયથી; શુદ્ધ ચૈતન્ય તમે પ્રભુ ભિન્ન છો, નિર્લેપ છો કમ મળથી, તે કારણ થકી તુમ ચરણે હું, વસું છું નિશ્ચય બળથી.
હે! ગુરુરાજ. ૨૫ પરને પોતાનાં માનવાની ભૂલથી બંધનહે ! શુદ્ધ આત્મા, શું કામ તારે, લોક કે દ્રવ્ય આશ્રયનું, ઈન્દ્રિય, પ્રાણ કે વાણી કાયાનું, વિકલ્પ પુદ્ગલમયનું ? અરે ! એ પુદ્ગલ ભિન્ન તારાથી, ભૂલીને મારાં માને આશ્રય અતિશય કરી પરનો દઢ, વ્યર્થ બંધાય તું શાને ?
હે ગુરુરાજ. ૨૬ ભેદવિજ્ઞાનથી અનાદિની ભૂલ ભાગે છેધર્મ, અધર્મ, નભ, કાલ એ ચારે, અહિત કરે નહિ કાંઈ; ગતિ આદિમાં સહાય કરે સૌ, એક પુદ્ગલ વૈરી આહિ, કર્મ નોકર્મરૂપે રહી પાસે, બંધન હેતુ થાયે, ભેદ વિજ્ઞાનરૂપી તરવારે; હવે મુજ વૈરી હણાયે.
હે! ગુરુરાજ.
૧. એ ચૈતન્યથી કર્મોને ભીન્ન કરવામાં આપ જ કારણ છો તેથી શુદ્ધ આત્મા, નિશ્ચયથી મારી સ્થિતિ આપમાં જ છે. ૨. એમને પોતાનામાની તેમનો આશ્રય કરે છે તો શું તને દઢ બંધન નહી થાય ? ૩. સમીપમાં રહેનાર અને બંધ કરનાર તો કર્મ અને નોકર્મરૂપ એક પુગલજ મારો વૈરી છે ભેદ વિજ્ઞાનથી કટકા કરી ઉડાવી દીધા છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
(૧૬૭) ૨૭ સમજુ. જન રાગ-દ્વેષ દૂર કરે - જેવી રીતે રાગ દ્વેષ રૂપાંતરે, પુદ્ગલનાં પરિણામો, તેવાં કરે નહિ ચારે અરૂપી, નભાદિ વિભાવિક કામો; કર્મબંધન રાગદ્વેષે નિરંતર, ભવે ભ્રમણ ગણ તેથી, દુ:ખ પરંપરા ભવથી, તો યત્ન, સુજ્ઞ રહે દૂર બેથી.
હે ગુરુરાજ. ૨૮ વિકલ્પ તજવા ને મોક્ષ મેળવવા પ્રેરણા - શાને કરે બહુ વૃથા વિકલ્પો, મન ધરી બાહ્ય પદાર્થો ? કર્મ અશુભ દુ:ખદાઈ તું બાંધે, રાગાદિ કરી પર અર્થે; શુદ્ધ આત્મિક સુખ ભેદવિજ્ઞાને, પામીશ નિશ્ચ વિશાળ, તેથી આનંદ-જલ-સાગરમાં વસી, ધ્યાને નિર્વાણ નિહાળ.
હે! ગુરુરાજ. ૨૯ કર્મશત્રુ સામે ફરિયાદ હે ! જિન, તુમ પદ પ્રસાદથી એમ, વિચારી જન સ્થિર ચિત્તે અધ્યાત્મ પલ્લે એ પગ મૂકે જ્યાં, આત્મવિશુદ્ધિ નિમિત્તે; કે કર્મ અરિ બીજી બાજુ કરે બળ, રૂપ ભયંકર ધારી, દોષો કરાવી ભ્રષ્ટ કરે આ મધ્યસ્થ સાક્ષી તમારી.
હે! ગુરુરાજ. ૩૦ નિર્વાણનો ક્રમસંસાર રાગાદિ ઢેત રૂપે છે, અદ્વૈત નિર્વાણ નિશે, સંક્ષેપથી બંધ-મોક્ષ હેતુ આ, કહ્યા ઉત્કૃષ્ટ સ્થિતિએ; પ્રથમ પક્ષ તજી ધીમે ધીમે, અન્ય આલંબન સહાય, તે બને બ્રહ્માદિ નામ વ્યવહારે, નિશ્ચય અનામિ થાય.
હે! ગુરુરાજ. ૧. આવી દશામાં આપજ મધ્યસ્થ સાક્ષી છો. ૨. જેàતપદ છે-અદ્વૈતપદનું આલંબન કરે.
Page #214
--------------------------------------------------------------------------
________________
(૧૬૮) ૩૧ કળિકાળમાં ભક્તિનું આલંબનકેવળજ્ઞાનીએ કહ્યું ચારિત્ર, મુક્તિ પમાડે જ તેવું, આ કળિકાળે મારા જેવાથી, દુષ્કર પળવું એવું, પૂર્વ પુણ્યના ! જ થી પામ્યો, ભક્તિ આ ભવમાં તારી, સંસાર-સાગર-તારક બનશે, નાવ એ શ્રદ્ધા અમારી.
હે ગુરુરાજ._
૩૨ જીવ શું નથી પામ્યો ?
નાથ નિગોદથી ઈન્દ્ર સુધીની, યોનિ અનેકમાં જાયો, વાર અનંત ભમ્યો ભવમાં પણ, ક્યાંય અપૂર્વ ન પાયો; સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પૂર્ણતા પદવી સાચી, મોક્ષદાયી એ રત્નત્રયી દઈ, કર કૃતાર્થ અયાચી.
, હ! ગુરુરાજ. ૩૩ બોધબીજ આગળ ત્રણલોકનું રાજ્ય તુચ્છ છેપ્રસન્ન મનથી શ્રીવીર દેવે, ઉત્તમ પદ અર્પવાને, બોધ-વચન-ઉત્તમ-બીજ વાવ્યું, જે મુજ ઉર - ઉદ્યાને; તેની આગળ શું રાજ્ય જગતનું ? તુચ્છ ત્રિલોક જણાય ? પ્રિય નથી ક્ષણભંગુર ભોગો, પ્રભુ શ્રીમત્ જિનરાય.
હે ! ગુરુરાજ.
૧. મારી સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર પદવીની ઈચ્છાને પૂર્ણ કરો. ૨. શ્રી ઉપકાર ૩. ઉપદેશ-વચનરૂપ બીજ
Page #215
--------------------------------------------------------------------------
________________
(૧૬૯)
૩૪ આલોચનાનું માહાત્મ્ય
પદ્મનંદિ સૂરિની આ આલોચના, ત્રિકાળ અર્હત આગળ, · શ્રદ્ધાભક્તિથી જે ભવ્ય ભણશે, નિષ્કામ ભાવે નિર્મળ; આનંદધામ ઉત્તમ ધ્રુવપદ તે, પામે બુદ્ધિધન આણે, યોગીન્દ્ર પણ તપ ચિરકાળ તપતાં, જે પદ પામે પરાણે. હે ! ગુરુરાજ.
૩૫ ૧સદ્ગુરૂ બોધે નિશ્ચય અને આશ્રય કર્તવ્ય
મૃગશીર્ષમાં બે શ્યામ શૃગ જેવાં, ગુરુ પૂર્ણચંદ્ર સમીપે, પ્રબોધ-પ્રકાશે પ્રકાશી ઊઠે તેમ, અજ્ઞાન જ્ઞાન બની દીપે; ચારગતિ વિશેષ લખ ચોરાશી રૂપે, યોનિઓ ગણીશ નહિ હું, નિશ્ચય તારો અને આશ્રય તારો, પામ્યા પછીથી રહે શું ! હે ! ગુરુરાજ.
૧. આ ગાથાના પ્રથમ ચરણમાં માગશર વદ ૨ ગુરૂ અને ત્રીજા ચરણમાં ૧૯૮૪ સંવતનો ગર્ભિત નિર્દેશ છે. ૨. સમ્યક્દર્શન જ્ઞાન રૂપી બે સદ્ગુણો પ્રકાશે છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
(૧૭૦)
સ્વર્ગીય કવિવર રૂપચંદ્રજી પાંડે કૃત
જિવેંદ્ર પંચકલ્યાણક
મંગલગીત યા પંચમંગલ
પણવિવિ પંચ પરમગુરુ, ગુરૂ જિનસાસનો, સકલસિદ્ધિદાતાર, સુવિઘનવિનાસનો; સારદ અરૂ ગુરૂ ગૌતમ, સુમતિપ્રકાસનો, મંગલકર ચઉસંઘહિ, પાપ પણાસનો.
પાપહિ પનાસન ગુણહિં ગા, દોષ અષ્ટાદશ - રહિ, ધરિ ધ્યાન કરમ વિનાસિ કેવલ-જ્ઞાન અવિચલ જિન લહિઉ, પ્રભુ પંચકલ્યાણક – વિરાજિત, સકલ સુર નર ધ્યાવહીં, ત્રૈલોકનાથ સુદેવ જિનવર, જગત મંગલ ગાવહીં.
ગર્ભકલ્યાણક :
જાકે ગરભકલ્યાણક, ધનપતિ આઈઓ, અવધિગ્યાન-પરવાન,પ સુ ઈન્દ્ર પઠાઈયો; રિચ નવ બારહ જોજન, નયરિ સુહાવની, કનકરયણમણિમંડિત, મંદિર અતિ બની.
૧
અતિ બની પૌરિ પગાર પરિખા, સુવન ઉપવન સોહએ, નર નારિ સુંદર ચતુરભેખ સુ, દેખ જનમન મોહએ; તહું જનકગૃહ છહ માસ પ્રથમહિં, રતનધારા બરસિયો, પુનિ રૂચિકવાસિનિ જનનિ-સેવા,કર િસબ વિધિ હરસિયો. ૨
૧ પ્રણમામિ-અર્થાત્ નમસ્કાર કરું છું. ૨ મહાન–મોટા ૩ રેંહિત. ૪ કુબેર. ૫ અવધિજ્ઞાનથી જાણીને. ૬. નગરી. ૭. રત્ન.
Page #217
--------------------------------------------------------------------------
________________
(૧૭૧)
કાર કરી
૩
સુરકું જરસમ' કું જર, ધવલ ધુરંધરો, કે સરિ કે સરસોભિત', નખશિખ સુંદરો; કમલા કલસ-હવન, દુઈદામ સુહાવની,
રવિણસિમંડલ મધુર, મીનસુગ પાવની. પાવની કનક ઘટ જુગમ પૂરન, કલકલિત સરોવરો, કલ્લોલમાલાકૂલિત સાગર, સિંહપીઠ- મનોહરો; રમણીક અમરવિમાન ફણિપતિ-ભવન ભુવિ છવિ છાજએ, રૂચિ રતનરાસિ દિપત દહન સુ, તેજપુંજ વિરાજએ.
યે સખિ સોરહ સુપને, સૂતી સયનહીં, દેખે માય મનોહર, પછિ મ9–યનહીં; ઉઠિ પ્રભાત પિય પૂછયો, અવધિ પ્રકાસિયો,
ત્રીભવનપતિ સુત હોસી, ફલ તિહું ભાસિયો. ભાસિયો ફલ તિહિં ચિંતિષ દંપતિ, પરમ આનંદિત ભએ, છહમાસપરિ નવમાસ પુનિ તહું, રયન દિન સુખસૌ ગએ; ગર્ભાવતાર મહંત મહિમા, સુનત સબ સુખ પાવહીં, ભણિ" ‘રૂપચંદ સુદેવ જિનવર જગત મંગલ ગાવહીં
૪
જન્મકલ્યાણક :
મતિ-સુત-અવધિવિરાજિત, જિન જબ જનમિયો, તિહું લોક ભયો છોભિત, સુરગન ભરમિયો: કલ્પવાસિઘર ઘંટ, અનાહદ બજિજયા;
જોતિસિ-ઘર હરિનાદબ્દ, સહજ ગલગજિજયા. ૧. ઐરાવત હાથીના સમાન. ૨. સફેદ. ૩. બલદ. ૪. જેની ગર્દન પર કેસર (અયાલ) શોભિત છે. ૫. બેમાલા. ૬. કમલોસહિત. ૭. લ્હેરોથી ઉછલતો. ૮. સિંહાસન.૯. દેવોનું વિમાન. ૧૦ ધરણંદ્રનું ભુવન. ૧૧. જલતી આગ. ૧૨. શૈય્યા પર ૧૩. પાછલી રાતમાં ૧૪. પુત્ર થશે ૧૫. વિચાર કરી. ૧૬. 'જન' પાઠ પણ છે. ૧૭. શ્રુતજ્ઞાન ૧૮. સિંહનાદ
Page #218
--------------------------------------------------------------------------
________________
-
મોદી : જીરા
a
.
*
(૧૭૨) ગજિયા સહજ હિ સંખ ભાવન-ભુવન સબદ સુહાવને, વિંતરનિલય પટુ પટ બજજહિં, કહત મહિમા કય બને; કંપિત સુરાસન અવધિ બલ જિન-જનમ નિહર્ચ નિયો, ધનરાજ તબ ગજરાજ માયા –મયી નિરમયો આનિયો.૫
જોજન લાખ ગયંદ, વદન-સૌ નિરમએ, વદન વદન વસુ દંત, દંત સર સંઇએ: સર સર સૌ-પનવીસ કમલિની છાજહીં,
કમલિની કમલિનિ કમલ, પચીસ વિરાજહીં. રાજ હિ કમલિની કમલ ઠોતર સૌ મનોહર દલ બને, દલ૦-દલહિં અપછર નઈ નવરસ, હાવભાવ સુહાવને; મણિ કનકકિંકણિ વર વિચિત્ર, સુ અમરમંડપ સોહએ, ગર ઘંટ ચવર પુજા પતાકા, દેખિ ત્રિભુવન મોહએ. ૬
તિહિં કરિ હરિ ચઢિ આયઉ, સુરપરિવારિયો. પુરહિ પ્રદચ્છન દે ત્રય, જિન જયકારિયો; ગુસ જાય જિન-જનનિહિ, સુખ નિદ્રા રચી,
માયાઈ સિસુ રાખિ તૌ, જિનપ આન્યો સચી. આન્યો સચિ જિનરૂપ નિરખત, નયન ત્રિપતિ ન હૂજિયે, તબ પરમહરષિત હૃદયહરના, સહસલ લોચન પૂજિયે; પુનિ કરિ પ્રણામ જુ પ્રથમ ઈંદ્ર, ઉછંગ ધરિ પ્રભુ લીનઉ,
ઈસાન ઈંદ્ર સુ ચંદ્ર છવિસિર છત્ર પ્રભુકે દીનઉ. ૭ ૧. ભવનવાસી દેવોના ઘર પર. ૨. વ્યંતરોના ઘર પર ૩. કુબેર ૪. બનાવી છે. એક સો મુખ. ૬. સંસ્થિત કર્યું-બનાવ્યું. ૭. એકસો પચીસ. ૮. કમલોની વેલો. ૯. અષ્ટાત્તરશતએકસો આઠ. ૧૦. પાનપાન પર. ૧૧. હાથી પર. ૧૨. પરિવારિત = પરિવાર સહિત. ૧૩. જયકારિત = જિનેંદ્ર ભગવાનની જ્યજયકરતા. ૧૪. ભગવાનની માતાને ૧૫. ભગવાનને. ૧૬. ઈંદ્રાણિને લાવી આપ્યો. ૧૭. થાય. ૧૮. હૃદયને હરવાવાલો-મનોહર ૧૯. હજાર નેત્ર. ૨૦. પૂર્ણ કર્યું બનાવ્યું.
Page #219
--------------------------------------------------------------------------
________________
(૧૭૩)
સનતકુમાર મહેન્દ્ર, ચમર દુઈ ઢારહી, સેસ સક્ર૧ જયકાર, સબદ ઉચ્ચારહીં; ઉચ્છવસહિત ચતુરવિધ, સુર હરિખત ભએ, જોજન સહસ નિન્યાનવૈ ગગન ઉલ્લંઘી ગએ. લંઘિ ગયે સુરગિરિ જહું પાંડુક-વન વિચિત્ર વિરાજહી, પાંડુક શિલા તહું અર્ધચંદ્રસમાન મણિ છવિ છાજહી; જોજન પચાસ વિસાલ દુગુણાયામ, વસુ ઊંચી ગની, વર અષ્ટ મંગલ કનક કલનિ, સિંહપીઠ સુહાવની.
રચિ મણિમંડપ સોભિત, મધ્ય સિંહાસનો, થાપ્યો પૂરવ-મુખ તહાં પ્રભુ કમલાસનો; બાજઈ તાલ મૃદંગ, ભેરિ વિણા ઘને, દુંદુભિપ્રમુખમધુરધુનિ, અવર જુ બાજને.” બાજનેં બાજહિં સચી સબ મિલિ,ધવલ મંગલ ગાવહીં, પુનિ કરહિ નૃત્ય સુરાંગના સબ, દેવ કૌતુક ધાવહીં; ભરિ છીરસાગર-જલ જુ હાહ હાથ સુરગન લ્યાવહીં, સૌધર્મ અરૂ ઈસાનઇંદ્ર સુ કલસ લે પ્રભુ ન્યાવહીં.
८
વદન–ઉદર અવગાહ, કલસગત જાનિએ એક ચાર વસુ જોજન, માન પ્રમાનિએ; સહસ–અઠોતર કલસા પ્રભુકે સિર ઢરે, સુનિ સિંગાર પ્રમુખ આ-ચાર સબઈ કરેં. કરિ પ્રગટ પ્રભુ મહિમામહોચ્છવ, આનિ પુનિ માતહિં દયો, ધનપતિહિં સેવા રાખિ સુરપતિ, આપ સુરલોકહિં ગયો; જનમાભિષેક મહંત મહિમા, સુનત સબ સુખ પાવહીં, જન ‘રૂપચંદ’સુદેવ જિનવર, જગત મંગલ ગાવહીં. ૧. ઇંદ્ર. ૨. બે ગણી લાંબી, ૩. દુંદુભી આદિ મીઠા અવાજવાલા. ૪. વાજાં ૫. સ્નાનઅભિષેક કરાવતા હતા. ૬. ફ્લશોના મુખ અને પેટનો વિસ્તાર. ૭. એક હજાર આઠ. ૮. લાવીને
૧૦
Page #220
--------------------------------------------------------------------------
________________
(૧૭૪)
૩ તપકલ્યાણક :
શ્રમજલરહિત સરીર, સદા સબ મલરહિઉ છીર-વરન વર રૂધિર, પ્રથમઆકૃતિ લહિઉ; પ્રથમ સારસંહનન, સરૂપ વિરાજ હીં,
સહજ સુગંધ સુલચ્છન-મંડિત છાજહીં. છાજહિ અતુલ બલ પરમ પ્રીય હિત, મધુર વચન સુહાવને, દસ સહજ અતિશય સુભવ મૂરતિ, બાળલીલ કહાવને; આબાલ કાલ ત્રિલોકપતિ મન, રૂચિત ઉચિત જ નિત નએ, અમરોપનીત પુનીત અનુપમ, સકલ ભોગ વિભાગએ. ૧૧
ભવતન-ભોગ-વિરત્ત, કદાચિત ચિંતએ, ધન જોબન પિય પુત્ત, કલત્ત અનિત્ત એ; કોઉ ન સરન મરનદિન, દુઃખ ચગતિભર્યો,
સુખદુ:ખ એકહિ ભોગત, જિય વિધિવસ પર્યો ૧૦ પર્યો વિધિવસ આન" ચેતન, આન જડ નું કલેવરો', તન અસુચિ, પરતેહોય આસવ, પરિહરેāજ સંવરો; નિરજરા તપબલ હોય, સમકિત વિન સદા ત્રિભુવન ભમ્યો, દુર્લભ વિવેક વિના ન કબહું, પરમ ધરમ વિષે રમ્યો. ૧૨
યે પ્રભુ બારહ પાવન", ભાવન ભાઈયા, લૌકાંતિક વાર દેવ, નિયોગી આઈયા; કુસુમાંજલિ દે ચરન-કમલ સિર નાઈયો,
સ્વયંબુદ્ધ પ્રભુ યુતિ કરિ, તિન સમુઝાઈયો. ૧ પસીના રહિત. ૨ સર્વ પ્રકારના મલથી રહિત. ૩ દૂધના રંગ જેવું રક્ત. ૪ - સમચતુરગ્રસંસ્થાન. પવજવૃષભનારાચસંહનન. ૬ દેવો દ્વારા લાવેલું. સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત બની.૮ ચિંતન કર્યું. અનિત્ય. ૧૦કર્મોને વશ. ૧૧ અન્ય. ૧૨ શરીર ૧૩ પર અર્થાત્ પુદ્ગલાદિ પર પદાર્થોમાં રાગદ્વેષ થવાથી, ૧૪ ત્યાગવાથી સંવર હોય છે, ૧૫ તપથી નિર્જરા હોય છે. ૧૬ પવિત્ર. ૧૭ સ્તુતિ.
Page #221
--------------------------------------------------------------------------
________________
(૧૭૫)
સમુઝાય પ્રભુકો ગયે નિજપદ', પુનિ મહોચ્છવ હરિ કિયો, રૂચિચિર ચિત્ર વિચિત્ર સિબિકા, કર' સુનંદન-બન લિયો; તહં પંચમૂઠી લોચ કીનો, પ્રથમ સિદ્ધનિ નુતિ કરી, મંડિય મહાવ્રત પંચ દુદ્ઘર, સકલ પરિગહ પરિહરી.
મણિમયભાજન કેશ, પરિòિચ સુરપતી, છીર-સમુદ્ર-જલ ખિપકરિ ગયો, અમરાવતી, તપ સંજમબલ પ્રભુકો, મનપરજય ભયો, મૌનસહિત તપ કરત, કાલ કછુ તહં ગયો. ગયો કછુ તહં કાલ તપબલ, રિદ્ધિ વસુ વિધિ સિદ્ધિયા; જસુ ધર્મધ્યાન બલેન॰ ખયગય", સપ્ત પ્રકૃતિ પ્રસિદ્ધિયા; ખિપિ સાતમેં ગુણ જતન વિન તહં, તીન પ્રકૃતિ જુ બુધિ બઢિઉ, કરિ કરણ'' તીન પ્રથમ સુકલબલ, ખિપકસેની પ્રભુ ચઢિઉ.
પ્રકૃતિ છતીસ નÖ - ગુણ, થાન વિનાસિયા. દસર્વે સૂચ્છમલોભ, પ્રકૃતિ તહં નાસિયા; સુકલ ધ્યાન પદ દૂૌ, પુનિ પ્રભુ પૂરિયો, બારહવૈ૧૪-ગુણ સોરહ, પ્રકૃતિ જુ સૂરિયો,
૧૩
૧૪
સૂરિયો દ્રેસઠિ પ્રકૃતિ ઈહવિધ, ઘાતિયા કરમનિતની, તપ કિયો ધ્યાન પ્રયંત બારહ, -વિધ ત્રિલોકસિરોમની; નિ:ક્રમણકલ્યાનક સુપ્ત મહિમા, સુનત સબ સુખ પાવહીં, જન ‘રૂપચંદ’ સુદેવ જિનવર,જગત મંગલ ગાવહીં. ૧૫
૧ પોતાના સ્થાનને. ૨ પોતાની રૂચિને પ્રિય. ૩ સિબિકા-પાલખી. ૪ બનાવી. પ અતિશય આનંદદાયક વનમાં. ૬ નમસ્કાર. ૭ પાત્રમાં. ૮ સ્થાપન કરીને. ૯ સ્વર્ગપુરીમાં. ૧૦ ધર્મ ધ્યાનનાં બલથી.૧૧ ક્ષય ગઈ. ૧૨ સાતમાં ગુણસ્થાનમાં ૧૩ અધૈ:કરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એત્રણ. ૧૪ બારમાં ગુણસ્થાનમાં. ૧૫ તપકલ્યાણની.
Page #222
--------------------------------------------------------------------------
________________
(૧૭૬)
૪ જ્ઞાનકલ્યાણક :
તેરહમૈં ગુણ-થાન, સયોગી જિનેસુરો; અનંતચતુષ્ટયમંડિત, ભયો પરમેસુરો; સમવસરન તબ ધનપતિ, બહુવિધ નિરમયો, આગમજુગતિપ્રમાણ, ગગનતલ પરિઠયો. પરિઠયો ચિત્રવિચિત્ર મણિમય, સભા મંડપ સોહએ, તિહિ મધ્ય બારહ બને કોઠે, બનક સુરનર મોહએ; મુનિકલ્પવાસિનિ અરજિકા પુનિ, જ્યોતિ-ભૌમ-ભુવન તિયા, પુનિ, ભવન વ્યંતર નભગ સુર નર, પસુનિ કોઠે બૈઠિયા. મધ્યપ્રદેસ તીન, મણિપીઠ તહાં બને, ગંધકુંટી સિંહાસન, કમલ સુહાવને; તીન છત્ર સિર સોહત, ત્રિભુવન મોહએ, અંતરીચ્છ કમલાસન, પ્રભુતન સોહએ. સોહએ ચોસઠ ચમરઢરત, અસોકતરૂં તલ છાજએ, પુનિ દિવ્યધુનિ પ્રતિસબદ જુત તહં, દેવ દુંદુભિ બાજએ. સુરપુહપવૃષ્ટિ સુપ્રભામંડલ, કોટિ રવિ છબિ છાજએ, ઈમિ અષ્ટ અનુપમ પ્રાતિહરિજ, વર વિભૂતિ વિરાજએ.
૧
દુઈસૈ જોજન માન, સુભિચ્છ ચહું દિસી, ગગનગમન અર્ પ્રાણી, વધ નહિ અહનિસી; નિરૂપસર્ગ નિરહાર, સદા જગ દીસએ. આનન' ચાર ચહું દિસિ, સોભિત દીસએ. દીસય અસેસ વિસેસ વિદ્યા, વિભવ વરઈસુરપનો, છાયા વિવર્જિત શુદ્ધ ફટિક સમાન તન પ્રભુકો બનો; નહિં નયન પલક પતન કદાચિત, કેસ નખ સમ છાજહી, ઘાતિયાછયજનિત અતિસય, દસ વિચિત્ર વિશજહીં.
યે
૧ નિર્માણ કર્યું-બનાવ્યું ર સુભિક્ષ-સુકાલ. ૩ રાતદિન, નિરંતર. ૪ મુખ.
૧૬
૧૭
૧૮
Page #223
--------------------------------------------------------------------------
________________
(૧૭)
સકલ અરથમય માગધિ ભાષા જાનિયે, સકલ છવગત મૈત્રી-ભાવ બખાનિયે; સકલ રિતુજ ફલ ફૂલ, વનસ્પતિ મન હરે,
દરપનસમ મનિ અવનિ, પવન ગતિ અનુસરે. અનુસરે પરમાનન્દ સબકી, નારિ નર જે સેવતા, જોજન પ્રમાણ ધરા સુમાર્જહિં, જહાં મારુત દેવતા; પુનિ કરહિં મેઘકુમાર, ગંધોદક સુવૃષ્ટિ સુહાવની, પદ કમલતર સુર ખિપઈ કમલ સુ, ધરણિ સસિસોભા બની. ૧૯
અમલ ગગન તલ અરૂ દિસિ તહં અનુહારહીં, ચતુરનિકાય દેવગણ, જય જયકારહીં; ધર્મ ચક્ર ચલે આર્ગે, રવિ જતું લાજહીં,
પુનિ ભંગાર -પ્રમુખ વસુમંગલ રાજહીં. રાજહીં ચૌદહ ચારુ અતિશય, દેવરચિત સુહાવને, જિનરાજ કેવલજ્ઞાનમહિમા, અવર કહત કહા બને; તબ ઈન્દ્ર આન ક્યિો મહોચ્છવ,સભા સોભિત અતિ બની, ધરમોપદે દિયો તહાં ઉચ્છરિય વાણી જિનતની. ૨૦
છુ ધા તૃષા અરૂ રાગ, દ્વેષ અસુહાવને, જનમ જરા અરૂં મરણ, ત્રિદોષ ભયાવને; રોગ સોગ ભય વિસ્મય, અરુ નિદ્રા ઘણી,
ખેદ સ્વેદ મદ મોહ, અરતિ ચિન્તા ગણી. ગણિયે અઠારહ દોષ તિનકરિ, રહિત દેવ નિરંજનો, નવ પરમ કેવલલબ્ધિમંડિત, સિવરમનિ-મનરંજનો; શ્રી જ્ઞાનકલ્યાણક સુમહિમા સુનત સબ સુખ પાવહી, જન રૂપચંદ સુદેવ જિનવર,જગત મંગલ ગાવહી. ૨૧
૧ વાયુકુમારના દેવ. ૨ ઝારી આદિ આઠ મંગલ દ્રવ્ય. ૩ સુંદર. ૪ખરી.
Page #224
--------------------------------------------------------------------------
________________
૫ નિર્વાણકલ્યાણક :
(૧૭૮)
કેવલષ્ટિ ચરાચર, દેખ્યો જારિસો, ભવ્યનિપ્રતિ ઉપદેસ્યો, જિનવર તારિસો; ભવભયભીત મહાજન, સરણૈ આઈયા, રત્નત્રયલચ્છન, સિવપંથનિ લાઈયા.
લાઈયા પથ જુ ભવ્ય પુનિ પ્રભુ, તૃતિય સુકલ જુ પૂરિયો, તજિ તેરહેં ગુણથાન જોગ, અોગપથ પગ ધારિયો; પુનિ ચૌદહૈં ચૌથે સુકલબલ, બહત્તર તેરહ હતી, ઈમિ ઘાતિ વસુ વિધિ કર્મ પહૂંચ્યો, સમયમેં પંચમગતી
લોકસિખર તનુવાત, -વલયમહં સંઠિયો, ધર્મદ્રવ્યવિન ગમન ન, જિહિ આર્ગે કિયો; મચનરહિત મૂષોદર, અંબર' જારિસો'; કિમપિ' હીન નિજ તનુð, ભયો પ્રભુ તારિસો તારિસો પર્જય નિત્ય અવિચલ, અર્થપરિજય છનયી, નિશ્ચયનયેન અનંતગુણ વિવહારનય વસુગુણમયી; વસ્તુ સ્વભાવ વિભાવવિરહિત, શુદ્ધ પરિણતિ પરિણયો, ચિદ્રપ પરમાનંદમંદિર, સિદ્ધ પરમાતમ ભયો.
તનુપરમાણુ દામિની પર, સબ ખિર ગયે, રહેસેસ નખકેસ-રૂપ જે પરિણયે; તબ હરિ પ્રમુખ ચતુરવિધ, સુરગણ સુભ સચ્યો, માયામઈ નખકેસરહિત, જિનતનુ રચ્યો.
૨૨
૨૩
૧ યાદસ:-જેવું. ૨ તાદશઃ-તેવું. ૩ મીણરહિત. ૪ મૂષકયંત્રના ઉદરમાં. ૫ આકાશ. ૬ જેવું છે. ૭ કિંચિત. ૮ કમ-ન્યૂન. ૯ તેવું. ૧૦ નિશ્ચયનયથી.
Page #225
--------------------------------------------------------------------------
________________
(૧૭૯)
રચિ અગર ચંદનપ્રમુખ પરિમલ, દ્રવ્ય જિન જયકારિયો, પદપતિ અગનિકુમારમુકુટાનલ, સુવિધિ સંસ્કારિયો; નિર્વાણકલ્યાણક સુમહિમા, સુન સબ સુખ પાવહી, જન ‘રૂપચંદ’સુદેવ જિનવર, જગત મંગલ ગાવહીં.
મૈં મતિહીન ભગતિવસ, ભાવન ભાઈયા, મંગલગીત પ્રબંધ સુ,જિનગુણ ગાઈયા; જો નર સુનહં બખાનહં સુર ધરિ ગાવહીં; મનવાંછિત ફલ સો નર, નિહૌં પાવહીં.
પાવહીં આૌ સિદ્ધિ નવ નિધિ, મને પ્રતીત જુ લાવહીં, ભ્રમભાવ છૂટઈં સકલ મનકે, જિન સ્વરૂપ લખાવહીં; પુનિ હરહિ પાતક ટરહિં વિઘન, સુ હોહિં મંગલ નિત નયે, ભણિ‘રૂપચંદ’ત્રિલોકપતિ જિન-દેવ ચઉસંઘહિ જયે.
શ્રી મંગલગીત સમાસ
@
Do y
૨૪
૨૫
૧ સુગંધિત. ૨ ચરણોમાં નમસ્કાર કરવા પડેલા અગ્નિકુમાર દેવોના મુકુટની અગ્નિથી ભગવાનના શરીરનો અંતસંસ્કાર કર્યો.
Page #226
--------------------------------------------------------------------------
________________
(પત્ર ૮૧૪)
મુંબઈ, આશો વદ ૧૪, રવિ ૧૯૫૩
શ્રી હરિભદ્રાચાર્યે ‘યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો છે. શ્રી હરિભદ્રકૃત ‘યોગદૃષ્ટિસમુચ્ચય'ની પદ્ધતિએ ગુર્જર ભાષામાં શ્રી યશોવિજયજીએ સ્વાધ્યાયની રચના કરી છે. શુભેચ્છાથી માંડીને નિર્વાણ પર્યંતની ભૂમિકાઓમાં બોધતારતમ્ય તથા ચારિત્રસ્વભાવનું તારતમ્ય મુમુક્ષુ જીવને વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય, અને સ્થિતિ કરવા યોગ્ય આશયથી તે ગ્રંથમાં પ્રકાશ્યું છે. યમથી માંડીને સમાધિ પર્યંત અષ્ટાંગયોગ બે પ્રકારે છે; એક પ્રાણાદિ નિરોધરૂપ, બીજો આત્મસ્વભાવપરિણામરૂપ. ‘યોગદૃષ્ટિસમુચ્ચય’માં આત્મસ્વભાવપરિણામરૂપ યોગનો મુખ્ય વિષય છે. વારંવાર તે વિચારવા યોગ્ય છે.
દૃષ્ટિનું
નામ
૧. મિત્રા
૨. તારા
(૧૮૦)
આઠ યોગ-દૃષ્ટિની સજ્ઝાય
શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય કૃત
૩. બલા
૪. દીમા
પ. સ્થિરા
૬. કાંતા
૭. પ્રભા
૮. પરા
બોધને
ઉપમા
તૃણ અગ્નિ
ગોમય અગ્નિ
કાષ્ટ અગ્નિ
દીપ પ્રભા
રત્ન પ્રભા
તારાષ્ટ્ર પ્રભા
અર્ક પ્રભા
શશિ પ્રભા
યોગનાં
અંગ
યમ
નિયમ
આસન
પ્રાણાયામ
પ્રત્યાહાર
ધારણા
ધ્યાન
સમાધિ
દોષ
ત્યાગ
ખેદ
ઉદ્વેગ
ક્ષેપ
ઉત્થાન
ભ્રાંતિ
અન્યમુદ્
રોગ
આસંગ
ગુણ
પ્રાપ્તિ
અદ્વેષ
જિજ્ઞાસા
શુશ્રૂષા
શ્રવણ
સૂક્ષ્મબોધ
મીમાંસા
પ્રતિપત્તિ
પ્રવૃત્તિ
Page #227
--------------------------------------------------------------------------
________________
(૧૮1)
આઠ યોગ-દષ્ટિની સક્ઝાય
ઢાળ પહેલી
પ્રથમ મિત્રા દષ્ટિ-વિચાર.
શિવ સુખ કારણ ઉપદિશી, યોગતણી અડ દિઠરે; તે ગુણ થણી જિનવીરનો, કરશું ધર્મની પુછીરે.
- વીરજિનેસર દેશના. ૧ સઘન’ અઘન દિનરયણિમાં, બાલવિકલને અનેરારે, અર્થ જુએ જેમ જુજુઆ, તેમ ઓઘ નજરના ફેરારે, વી. ૨ દર્શન જે થયાં જુજુ તે ઓઘ નજરને ફેરેરે, ભેદ થિરાદિક દષ્ટિમાં, સમતિ દષ્ટિને હેરેરે વી. ૩ દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવેરે; હિત કરી જનને સંજીવની, ચારો તે ચરાવેરે. વી. ૪ દષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાજેરે; રયણિ શયન જેમ શ્રમ હરે, સુરનર સુખ તેમ છાજેરે વી. ૫ એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દષ્ટિ હવે કહીએ રે; જિહાં મિત્રા તિહાં બોધ છે, તે તૃણ અગનિસો લહીએરે. વી. ૬ વ્રત પણ યમ ઈહાં સંપજે, ખેદ નહીં શુભ કાજે રે; દ્વેષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજેરે. વી. ૭
૧. પત્ર ૩૧૦ ૨. સત્પરૂષ મળે, વચન ગ્રહણ કરે ત્યારે ઓઘદષ્ટિ ફરીને યોગદષ્ટિ થાય તે સદ્દગુરૂ કેવા હોય? ૩. સદ્દગુરૂનો યોગ થાય ત્યારથી મિત્રા દૃષ્ટિ, સગુરૂ એ જ સાચા મિત્ર છે. ૪. પાંચ.
Page #228
--------------------------------------------------------------------------
________________
નો
.
***
**
(૧૮૨) યોગનાં બીજ ઈહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામોરે; ભાવાચારજ સેવના, ભવ ઉદ્વેગ સુડામોરે વી. દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાનેરે; આદર આગમ આસરી, લિખનાદિક બહુમાનેરે. વી.
૮
૯
લેખન પૂજન આપવું, શ્રુત વાચના ઉદ્ગાહોરે; ભાવ વિસ્તાર સક્ઝાયથી, ચિંતન ભાવને ચાહોરે. વી. ૧૦
5ી
.
બીજ કથા ભલી સાંભળી, રોમાંચિત હવે દેહરે; એહ અવંચક યોગથી, લહીએ ધરમ સનેહરે. વી. ૧૧ સદ્ગુરુ યોગે વંદન ક્રિયા, તેહથી ફળ હોય જેહોરે, યોગ ક્રિયા ફળ ભેદથી, ત્રિવિધ અવંચક એહોરે. વી. ૧૨ ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગીરે; તેમ ભવિ સહજગુણે હોયે, ઉત્તમ નિમિત્ત સંયોગીરે. વી. ૧૩ એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવર, સાધુને સિદ્ધ દશાસણું, બીજનું ચિત્ત પ્રવર્તેરે. વી. ૧૪ કરણ” અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણ ઠાણુરે; મુખ્યપણે તે ઈહાં હોયે, સુયશ વિલાસનું ટાણુંરે. વી. ૧૫
૧. સમકીત પામવાના ત્રણ કારણો, એ ત્રણ યોગનું મુખ્ય બીજ. ૨. પત્ર ૩૧૦. ૩. અવંચક યોગ થાય ત્યારે પ્રથમ દષ્ટિમાં આવ્યો કહેવાય. સાંભળવાથી ઉલ્લાસ, તે પછી અવંચક યોગ, પછી અભિમાન મૂકી ગ્રહણ કરવાની ભાવના રૂપ ધર્મ સ્નેહ પ્રગટે છે. ૪. ધર્મ સ્નેહપછી જ્ઞાનીનો વિનય. ૫. અવંચક યોગનું દષ્ટાંત. ૬. અવંચક યોગથી ભાવમળ દૂર થાય છે. ૭. અપૂર્વકરણની નજીકનું એવું પહેલું ગુણસ્થાનક; અપૂર્વ માટે જે ઉત્સાહ જોઈએ તે આ દષ્ટિમાં હોય છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
(૧૮૩) ઢાળ બીજી.
બીજી તારા દષ્ટિ-વિચાર દર્શન તારા દષ્ટિમાં. મનમોહન મેરે; ગોમય અગ્નિ સમાન; શૌચ સંતોષ ને તપ ભલું, સઝાય ઈશ્વર ધ્યાન.
નિયમ પંચ ઈહાં સંપજે, નહીં કિરિઆ ઉદ્વેગ; જિજ્ઞાસા ગુણતત્ત્વની, પણ નહિ નિજ હઠ ટેગ. એહ દષ્ટિ હોય વરતતાં, યોગકથા બહુ પ્રેમ; અનુચિત તેહ ન આચરે, વાળ્યો વળે જેમ મ.
વિનય અધિક ગુણીનો કરે, દેખે નિજગુણ હાણ; ત્રાસ ધરે ભવભય થકી, ભવ માને દુઃખ ખાણ.
શાસ્ત્ર ઘણાં મતિ થોડલી. શિષ્ટ કહે તે પ્રમાણ; સુયશ લહે એ ભાવથી, ન કરે જૂઠ ડફાણ.
પ.
Page #230
--------------------------------------------------------------------------
________________
(૧૮૪)
ઢાળ ત્રીજી
ત્રીજી બલા દૃષ્ટિ-વિચાર
ત્રીજી દષ્ટિ બલા કહીજી, કાષ્ટ અગ્નિ સમ બોધ; ક્ષેપ નહીં આસન સધેજી, શ્રવણ સમીહા શોધ રે. જિનજી, ધનધન તુજ ઉપદેશ.
તરુણ સુખી સ્ત્રી પરિવર્યોજી, સાંભળવા તેમ તત્ત્વનેજી, એ
જેમ ચાહે સુરગીત; દૃષ્ટિ સુવિનીત રે. જિ.
મન રીઝે તન ઉલ્લુસેજી, રીઝે બુઝે એક તાન; તે ઈચ્છા વિણ ગુણ કથાજી, બહેરા આગલ ગાન રે. જિ.
સરી એ બોધ પ્રવાહનીજી, એ વિણ શ્રુત થલ કૂપ; શ્રવણ સમીહા તે કિસીજી, શયિત સુણે જેમ ભૂપ રે. જિ. ૩
વિઘન ઈહાં પ્રાયે નહીંજી, ધર્મ હેતુમાં કોય; · અનાચાર પરિહારથીજી, સુયશ મહોદય હોય રે. જિ.
*
૧
૨
૪
૫
Page #231
--------------------------------------------------------------------------
________________
(૧૮૫)
ઢાળ ચોથી
ચોથી દીક્ષા દષ્ટિ-વિચાર યોગ દષ્ટિ ચોથી કહીજી, દીમા તિહાં ન ઉત્થાન; પ્રાણાયામ તે ભાવથીજી, દીપ પ્રભાસમ જ્ઞાન.
મનમોહન જિનજી મીઠી તાહરી વાણ.
૧
બાહ્ય ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરી પ્રાણાયામ સ્વભાવ.
મન.
૨
ધર્મ અર્થે બહાં પ્રાણનેજી, છાંડે પણ નહીં ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડેછે, જુઓ એ દષ્ટિનો મર્મ. મન. ૩ તત્ત્વ શ્રવણ મધુરોદકેજી, ઈહાં હોયે બીજ-પ્રરોહ; ખાર ઉદક સમ ભવ ત્યજેસ્ટ, ગુરુભક્તિ અદ્રોહ. મન. ૪ સૂક્ષ્મબોધ તો પણ ઈહાંજી, સમતિ વિણ નવિ હોય; વેદ્ય સંવેદ્ય પદે કહ્યો છે, તે ન અવેધે જોય.
મન. ૫ વેદ્ય “બંધ શિવ’ હેતુ છેજી, સંવેદન તસ નાણ; નયનિક્ષેપે અતિ ભલુંજી, વેદ્ય સંઘ પ્રમાણ. તે પદ ગ્રંથી વિભેદથીજી, વેહલી પાપ પ્રવૃત્તિ, તપ્ત લોહ પદ ધૃતિ સમીજી, તિહાં હોય અંતે નિવૃત્તિ. મન.
મન.
૬
એહ થકી વિપરીત છેજ, પદ તે અવેદ્ય સંવેદ્ય; ભવાભિનંદી જીવનજી, તેહ હોય વજ અભેદ્ય.
મન. ૮
લોભી કૃપણ દયામણોજી, માયી મચ્છર ઠાણ; ભવાભિનંદી ભય ભર્યો, અફલ આરંભ અયાણ,
મન. ૯
Page #232
--------------------------------------------------------------------------
________________
(૧૮૬) એવા અવગુણવંતનુંજી, પદ જે અવેદ્ય કઠોર; સાધુ સંગ આગમતણોજી, તે જીત્યો ધુરંધો. તે જિતે સહજે ટળેજી, વિષમ કુતર્ક પ્રકાર દૂર નિકટ હાથી હણેજી, જેમ એ બઠર વિચાર.
મન. ૧૦
મન. ૧૧
મન. ૧૨
હું પામ્યો સંશય નહીંછ, મુરખ કરે એ વિચાર, આળસુઆ ગુરુ શિષ્યનોજી, તે તો વચન પ્રકાર. ધીજે તે પતિ આવવુંજી, આપ મતે અનુમાન; આગમને અનુમાનથીજી, સાચું લહે સુજ્ઞાન. નહીં સર્વજ્ઞ જજુઆઇ, તેહના જે વળી દાસ; ભક્તિ દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ.
મન. ૧૩.
મન. ૧૪
મન. ૧૫
દેવ સંસારી અનેક છે, તેહની ભક્તિ વિચિત્ર; એક રાગ પર દ્વેષથીજી, એક મુક્તિની અચિત્ર. ઇંદ્રિયાર્થગત બુદ્ધિ છેજી, જ્ઞાન છે આગમ હેત; અસંમોહ શુભ કૃતિ ગુણેજી, તેણે ફળ ભેદ સંકેત. મન. ૧૬ આદર કિરિયા રતિ ઘણીજી, વિઘન ટળે મિલે લચ્છેિ; જિજ્ઞાસા બુદ્ધ સેવનાજી, શુભ કૃતિ ચિહ્ન પ્રત્યચ્છિ. મન. ૧૭ બુદ્ધિ ક્રિયા ભવફળ દીએજી, જ્ઞાન ક્રિયા શિવ અંગ; અસંમોહ કિરિઆ દીએજી, શીધ્ર મુગતિ ફળ ચંગ. મન. ૧૮
પુદગલ રચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન; એક માર્ગ તે શિવ તણોજી, ભેદ લહે જગદીન.
મન. ૧૯
શિષ્ય ભણી જિન દેશનાજી, કહે જન પરિણતિ ભિન્ન; કહે મુનિની નય દેશનાજી, પરમાર્થથી અભિન્ન. મન. ૨૦
Page #233
--------------------------------------------------------------------------
________________
(૧૮૭) - શબ્દ ભેદ ઝગડો કિસ્સોજી, પરમારથ જો એક; કહો ગંગા કહો સુર નદીજ, વસ્તુ ફરે નહીં છેક. - મન. ૨૧ ધર્મ ક્ષમાદિક પણ મટેછે, પ્રગટે ધર્મ સંન્યાસ; તો ઝગડા મોટા તણોજી, મુનિને કવણ અભ્યાસ મન. ૨૨ અભિનિવેશ સઘળો ત્યજીજી, ચાર લહી જેણે દષ્ટિ; તે લેશે હવે પંચમીજી, સુયશ અમૃત ઘનવૃષ્ટિ. મન. ૨૩
ઢાળ-પાંચમી
પાંચમી સ્થિરા દષ્ટિ-વિચાર દષ્ટિ ચિરામાંહે દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણોરે; ભાંતિ નહિ વળી બોધ તે સૂક્ષ્મ, પ્રત્યાહાર વખાણો રે. એ ગુણ વીરતણો ન વિસારું, સંભારું દિનરાતરે; પશુ ટાળી સુરરૂપ કરે જે, સમકિતને અવદાતરે. એ ગુણ. બાલ ધૂલિ ઘર લીલા સરખી, ભવ ચેષ્ટા ઈહાં ભાસેરે; રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહા સિદ્ધિ પાસેરે એ. વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે; કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારોરે. એ. શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનને રે; ધર્મ જનિત પણ ભોગ ઇંહાં તેમ, લાગે અનિષ્ટ તે મનનેરે. એ. અંશે હોય ઈહાં અવિનાશી પુદ્ગલ જાલ તમાસી રે; ચિદાનંદઘન સુયશ વિલાસી, કેમ હોય જગનો આશીરે ? એ.
Page #234
--------------------------------------------------------------------------
________________
(૧૮૮)
ળ છઠ્ઠી
ઢાળ છઠ્ઠી
છઠ્ઠી કાંતા દષ્ટિ-વિચાર અચપલ રોગરહિત નિષ્ફર નહિ,
અલ્પ હોય દોય નીતિ; ગંધ તે સારો રે કાન્તિ પ્રસન્નતા,
સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ.
ધન ધન શાસન શ્રી જિનવરતણું. ૧ ધીર પ્રભાવીરે આગલે યોગથી,
મિત્રાદિક યુત ચિત્ત; લાભ ઈષ્ટનોરે ઠંદ્ર અધૃષ્યતા
જન પ્રિયતા હોય નિત્ય. ધન.૨ નાશ દોષનોરે તૃમિ પરમ લહે,
- સમતા ઉચિત સંયોગ; નાશ વૈરનોરે બુદ્ધિ શતંભરા, એ નિષ્પન્નહ યોગ.
ધન ૩ ચિન્હ યોગનાંરે જે પરગ્રંથમાં, - યોગાચારય દિ; પંચમ દષ્ટિ થકી સવિ જોડીએ, એહવા તેહ ગરિષ્ઠ.
ધન ૪ છઠિ દિદ્વિરે હવે કાંતા કહું,
- તિહાં તારાભ-પ્રકાશ, તત્ત્વમીમાંસારે દઢ હોયે ધારણા. નહીં અન્ય શ્રુત વાસ.
ધન. ૫
Page #235
--------------------------------------------------------------------------
________________
ધન. ૬
(૧૮૯) મને મહિલાનુંરે વાહલા ઉપર
બીજાં કામ કરંત, તેમ મૃતધર્મેરે મન દઢ ધરે,
જ્ઞાનાક્ષેપકવંત. એહવે જ્ઞાનેરે વિઘન નિવારણે,
ભોગ નહિ ભવહેત, નવિ ગુણ દોષ ન વિષય સ્વરૂપથી,
મન ગુણ અવગુણ ખેત. માયા પાણરે જાણી તેહને,
લંઘી જાય અડોલ; સાચું જાણીરે તે બીતો રહે,
ન ચલે ડામાડોલ. ભોગ તત્ત્વરે એમ ભય નવિ ટળે,
જૂઠા જાણેરે ભોગ; તે એ દષ્ટિરે ભવ સાયર તરે.
લહે વળી સુયશ સંયોગ..
ધન.૭
ધન.૮
ધન.૯
Page #236
--------------------------------------------------------------------------
________________
(૧૦) ઢાળ સાતમી
સાતમી પ્રભા દષ્ટિ-વિચાર
અર્ક પ્રભાસમ બોધપ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિઠી; તત્ત્વ તણી પ્રતિપત્તિ ઈહાં વળી, રોગ નહીં સુખ પુછી રે.
ભવિકા વીર વચન ચિત્ત ધરીએ.
સઘળું પરવશ તે દુ:ખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ, એ દ્રષ્ટ આતમ ગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએરે? ભ. નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ કોણ જાણે નરનારીરે ? ભ. એહ દ્રષ્ટિમાં નિર્મળ બોધે, ધ્યાન સદા હોય સાચું; દૂષણ રહિત નિરંતર જ્યોતિ; રત્ન તે દીપે જાચુંરે. ભ.
વિષભાગક્ષય, શાંતવાહિતા, શિવમારગ ધ્રુવનામ; કહે અસંગ ક્રિયા ઈંહાં યોગી, વિમલ સુયશ પરિણામ રે. ભ.
Page #237
--------------------------------------------------------------------------
________________
(૧૯૧) ઢાળ આઠમી
આઠમી પરા દષ્ટિ-વિચાર દષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પર તસ જાણુંછે. આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિરામ બોધ વખાણું છે; નિરતિચાર પદ એહમાં યોગી, કહિયે નહીં અતિચારીજી, આરોહ આરૂઢ ગિરિને, તેમ એની ગતિ ન્યારીજી. ચંદન ગંધ સમાન ક્ષમા ઈહાં, વાસકને ન ગવષેજી, આસંગે વર્જિત વળી એહમાં, કિરિયા નિજ ગુણ લેખે જી; શિક્ષાથી જેમ રતન નિયોજન, દષ્ટિ ભિન્ન તેમ એ હોજી, તાસ નિયોગે કરણ અપૂરવ, લહે મુનિ કેવળ ગેહોજી. ક્ષીણ દોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ- ભોગીજી, પર ઉપકાર કરી શિવસુખ તે, પામે યોગ અયોગીજી; સર્વ શત્રુ ક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીતાજી, સર્વ અરથ યોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજી.
ઉપસંહાર એ અડદિઠ્ઠી કહી સંક્ષેપે, યોગ શાસ્ત્ર સંકે તેજી, કુલયોગીને પ્રવૃત્તચક્ર જે, તેહ તણે હિત હેતેજી; યોગીકુ લે જાયા તસ ધર્મે, અનુગત-તે કુલયોગીજી, અષી ગુરુ - દેવ-દ્વિજ - પ્રિય, દયાવંત ઉપયોગીજી. શુશ્રુષાદિક (અડ) ગુણ સંપૂરણ, પ્રવૃત્તચક્ર તે કહિયે, યમદ્રય લાભી પરદુગ અર્થિ, આદ્ય અવંચક લહિયે; ચાર અહિંસાદિક યમ ઈચ્છા, પ્રવૃત્તિ થિર સિદ્ધિનામે છે, શુદ્ધ રૂચે પાલ્ય અતિચારહ, ટાળે ફળ પરિણામે જી.
Page #238
--------------------------------------------------------------------------
________________
(૧૯૨) કુળયોગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણ શુદ્ધિ પક્ષપાત છે, યોગદષ્ટિ ગ્રંથ હિત હોવે, તેણે કહી એ વાત; શુદ્ધ ભાવને સૂની કિરિયા, બહુમાં અંતર કેતોજી, જલહલતો સૂરજ ને ખજૂઓ; તાસ તેજમાં તેતોજી. ગુહ્ય ભાવ એ તેહને કહિએ, જેહસું અંતર ભાંજે છે, જેહસું ચિત્ત પટંતર હોવે, તેહસું ગુહ્ય ન છાજે છે, યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, કરશે મોટી વાતોજી, ખમશે તે પંડિત પરિષદમાં, મુષ્ટિપ્રહાર ને લાતો જી. સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદી સૂત્રે દિસેજી, તે જાણી એ ગ્રંથ યોગ્યને, કે જે સુગુણ જગશેજી; લોક પૂરો નિજ નિજ ઈચ્છા, યોગ ભાવ ગુણ રયણેજી, શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચક, યશને વયણે જી.
દષ્ટિ સમાસ
Page #239
--------------------------------------------------------------------------
________________
દિન
3
sal 1** * * * *
* *
*
(૧૭) પ્રીતમદાસનો કક્કો
કક્કાનું મહાતમ ઈડરના એક મુમુક્ષુભાઈએ લખાવેલું -
* શ્રીજીએ શ્રીને ઈડરમાં પૂછ્યું હતું કે “કક્કો તમને યાદ છે ?” શ્રી પાસે પુસ્તક હતું નહીં પણ તે મુમુક્ષુ ભાઈ પાસે કાવ્યદોહન હતું તે તેમણે શ્રીને લાવી આપ્યું. આ હકીકત સાંભળીને તે ભાઈ ઘણાને કક્કો વાંચવાનું કહે છે.
કક્કા સંબંધી તે ભાઇને એવું માહાભ્ય રહી ગયું છે કે તે કક્કા સંબંધી ઘણાને પૂછે છે. એક સાધુ બહુ જ્ઞાનની વાત કરતા હતા ત્યારે તે ભાઈએ પૂછ્યું કે તેઓ કક્કો ભણ્યાં છે કે નહી ? સાધુને આ સાંભળી કંઈ ખોટું લાગ્યું. પછી જ્યારે તે ભાઈએ કક્કો વાંચી સંભળાવ્યો ત્યારે સાધુ કહેવાનું સમજી ગયા ને તેમનું લક્ષ ફરી ગયું.
શ્રીએ બોધમાં કક્કા સંબંધી કહેલું :
“શ્રીજીનો બોધ થયા પછી વાદળાં ફાટે ને પ્રકાશ પડે તેમ પછી બધું સમજાયું - આસ્થા થયા પછી પ્રીતમદાસનો કક્કો પણ જ્ઞાનનું સાધન થઈ પડ્યું.”
Page #240
--------------------------------------------------------------------------
________________
(૧૯૪) પ્રીતમદાસનો કક્કો
છપયા છંદ
૧
૨
૩
કક્કા કર સગુરુનો સંગ, હૃદે-કમળમાં લાગે રંગ, અંતરમાં અજવાળું થાય, માયા મનથી દૂર પળાય, લિંગ વાસના હોયે ભંગ, કક્કા કર સદ્ગુરુનો સંગ. ખમ્મા ખરેખરી છે વાત, તે શ્રીમુખે કહી સાક્ષાત, જ્ઞાની મુનિ જોગો જતી, ગુરુકૃપા વિણ સિદ્ધિ નથી, જન્મ મરણની મટશે ઘાત, ખમ્મા ખરેખરી છે વાત. ગગ્ગા ગુરુની સેવા કરો, પરનિંદા પરધન પરહરો. પ્રપંચ તે પડવાનો ઠામ, સાચે રાચે સીતારામ, એ શિખામણ ચિત્તમાં ધરો, ગગ્ગા ગુરુની સેવા કરો. ઘધ્ધા ઘણું કહે શું થાય, ભવ તરવાનો એ ઉપાય, સમજીને સંશય ટાળવા, બાહ્યાભ્યતર હરિ ભાળવા, જોતાં જીવ દશા તે જાય,ઘધ્ધા ઘણું કહે શું થાય. નન્ના નિર્મળ તેની દશા, જેને હરિ હૃદયમાં વસ્યા, પોતાના અવગુણને હણે, પરના તો હૃદયે નવ ગણે, કોના દોષ ન દેખે કશા, નન્ના નિર્મળ તેની દશા. ચચ્ચા ચિત્તમાં ચેતી લે, માથે મરણ તણો છે ભે; કાયા ઉપર તાકે કાળ, મહા પારધીએ માંડી જાળ; તેમાં હરિ રાખે તો રહે, ચચ્ચા ચિત્તમાં ચેતી લે. છચ્છા છે માયા ગુણમયી, બળવંતી પણ દીસે નહીં; દાનવ, માનવ ને દેવતા, આધીન થઈ સૌએ સેવતા; હરિજન આગે હારી રહી, ઇચ્છા છે માયા ગુણમયી.
૪
૫
૬
૭
Page #241
--------------------------------------------------------------------------
________________
* * : મું.
(૧૫) જજ્જા વિરલા જાણે ભેદ, માયપ્રપંચ વિધિ નિષેધ; તે માયાનું તજવું માન, માયાપતિ ભજવા ભગવાન; અંતરમાં ઉપજે નિર્વેદ, જજ્જા વિરલા જાણે ભેદ. ૮ ઝઝા ઝાંખી જેને તેહ, વણ વાદળ જ્યાં વરસે મેહ, વિના સરોવર અંબુજ સાર, વિના ભ્રમર ઉઠ ગુંજાર; વિના અર્ક અજવાળું જેહ, ઝઝા ઝાંખી જોને તેહ. નન્ના નામ નાવ છે સાર, જે બેસે તે ઉતરે પાર; કાળ કર્મ નહિ લાગે લેશ, છે આનંદી હરિનો દેશ; તે પદને પામે નિરધાર, નન્ના નામ નાવ છે સાર. ૧૦ ટટ્ટા ટેક જનમનો ટળે, અંતરજામી ઘટમાં મળે; નાના મોટા હરિના ઘાટ, કાંઈ સૂક્ષ્મ ને કાંઈ વૈરાટ; હરિને ભજતાં હુંપદ ગળે, ટટ્ટા ટેક જનમનો ટળે. ૧૧ ઠઠા ઠેકાણું છે ઠીક, જ્યાં ન મળે બીજાની બીક; નિર્ભય નારાયણનો વાસ, પ્રેમ કરીને રાખો પાસ; સમજુ માની લેને શીખ, ઠઠ્ઠા ઠેકાણું છે ઠીક. ૧૨ ડટ્ટા ડહાપણ મૂકી દે, સદ્ગુરુને શરણે જઈ રહે; વચન તણો રાખી વિશ્વાસ, કુકલ્પનાનો કરજે નાશ; ઉપાધીથી અળગો રહે, ડટ્ટા ડહાપણ મૂકી દે. ૧૩ ઢટ્ટા ઢોલ વગાડી કહ્યું, રૂડા પુરુષને હૃદયે રહ્યું; સમજ્યા તેણે લીધો સાર,ગાફલ નર તો ખાશે માર; જોતામાં જોબન તો ગયું, ઢટ્ટા ઢોલ વગાડી કહ્યું. ૧૪ રેણારણ ચોરાશી તણું, તેનું વ્યાજ વધે છે ઘણું દાણી ગણમાં ડૂલી ગયો, દેવાળું કાઢીને રહ્યો; જમકિંકર કરશે તાપણું, રેણારણ ચોરાશી તણું. ૧૫
Page #242
--------------------------------------------------------------------------
________________
વાહનો માતા ના કાકા
ની રમત દરમિયાન તમારા માતા હી
(૧૯૬) તત્તા તારું આપ તપાસ, ક્યાંથી આવ્યો ક્યાં તું જાશ; ખેપ કરીને ખોળી કાઢ, હરીફ હોય તો લાગે હાથ; મૂરખના મનમાં નહિ ત્રાસ, તત્તા તારું આપ તપાસ. ૧૬ થથ્થા થિર તો રહેવું નથી, કોણ રંક કોણ પૃથ્વીપતિ; આજકાલમાં જાવું સહી, કોટી ઉપાયે રહેવું નહીં; ભાવ ધરી ભજ કમળપતિ, થથ્થા થિર તો રહેવું નથી. ૧૭ દદ્દા દેહ દેવળમાં દેવ, સેવક થઈને કરજે સેવ; પ્રેમ પુષ્પ ને ચંદનહાર, જ્ઞાનદીપક ઘટમાં અજવાળ; અંતરનો ટાળે અહમેવ, દદ્દા દેહ દેવળમાં દેવ. ૧૮ ધધ્ધા ધરજે ધારણ ધીર, વાચ કાછ વશ રાખે વીર; શબ્દ તણી ધરજે સમોર, શત્રુ દળમાં પાડે ભેર; સદ્ગુરુ બખ્તર પહેર શરીર, ધબ્બા ધારણ ધરજે ધીર. ૧૯ નન્ના નિશાન ગુરુનું છેય, ધીર વીર પગ રોપી રેય; કાયર નરનું ત્યાં નહિ કામ, શૂરવીરનો સાચો સંગ્રામ; જીત્યા નિર્ગુણ જગમાં જે, નન્ના નિશાન ગુરુનું છે. ૨૦ પપ્પા પૂરાની જે પ્રીત, મેરૂ ચળે પણ ન ચળે ચિત્ત; ધ્રુવની પેરે અવિચળ રહે, સ્તુતિ નિંદા ને સુખદુઃખ સહે; નારાયણને નિરખે નિત, પપ્પા પૂરાની જે પ્રીત. ૨૧ ફફફ ફોગટ તે કોણ ફરે, સચેત થઈ હરિ સ્મરણ કરે; જન્મ મરણમાં આવે નહિ, જેનું મન વસ્યું હરિ મહીં; જઠરાવાસ ન નિશ્ચ કરે, ફફા ફોગટ તે કોણ ફરે. ૨૨ બબ્બા બોલે તેને જાણ, મૂકી દેને મનની તાણ; હું મારું હૃદયેથી ટાળ, પરમારથમાં પડજ ગાળ; દયા દીનતા મનમાં આણ, બલ્બ બોલે તેને જાણ. ૨૩
ન કર
Page #243
--------------------------------------------------------------------------
________________
(૧૯૭)
ભભ્ભા ભજન થકી ભય ટળે, નિશ્ચય કાળ કરાળ ન ગણે; ભેખ ધરે જો સિદ્ધિ થાય, ભાંડ ભવૈયા વૈકુંઠ જાય; જેવા ભાવ તેવા હરિ ફળે,ભભ્ભા ભજન થકી ભય ટળે. ૨૪ મમ્મા માયા મનની જાણ, મારું તારું ખેંચાતાણ; સઘળે સરખો આતમરામ, સાંધા વાંધા મનનું કામ; માટે મન હરિચરણે આણ, મમ્મા માયા મનની જાણ. ચ્યા જીવપણું જેહને, સંશય શોક સદ્દા તેહને; આતમ બુદ્ધિ ન ઉપજે કદા, આશા તૃષ્ણા બહુ આપદા; દેહદર્શી દેખે દેહને, મ્યા જીવપણું જેહને.
રા રામ ભજનમાં રહે, બીજું બકવું મૂકી દે; વળતો શીદ વદે છે વાત, નીર વલોવે નાવે સ્વાદ; હરિનું હારદ હેતે ગ્રહે, રા રામ ભજનમાં રહે લલ્લા લે તું આતમ લ્હાવ, ફરીફરી નહિ આવે દાવ; જીતી બાજી હારીશ નહિ, સમજુને શિખામણ કહી; હવે ન ચૂકીશ આવ્યો દાવ,લલ્લા લે તું આતમ લ્હાવ.
વવ્યા વેદ વચન નિરધાર, ઊંચ નીચનું અંતર નથી, સંશય સૌ તજવો અહંકાર,
જે પ્રીછે તે પામે પાર; સમજ્યા તે પામ્યા સદ્ગતિ; વા વેદ વચન નિરધાર.
શશા સાધન સર્વે થયું, જેનું ચિત્ત હરિ ચરણે રહ્યું; હરતાં ફરતાં હરિનું ધ્યાન, તપ તીરથ તેને બહુ દાન; કોટિ વિધાન ભય દુષ્કૃત ગયું,શશા સાધન સર્વે થયું.
ખમ્મા ખાંડના બીબાં ભરે, કોયલ કાગડો કુંજર કરે; મીન મગર બહુ જળચર જાત, જેવું બીબું તેવી ભાત; મિસરી જોતાં તો મન ઠરે,ખખ્ખા ખાંડનાં બીબાં ભરે.
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
Page #244
--------------------------------------------------------------------------
________________
(૧૯૮)
સસ્સા સઘળે સુંદર શ્યામ, હરિ વિના નહિ ઠાલો ઠામ; અનેક રૂપે એના નામ, આદિ અંતે એક જ રામ; જો સમજે તો પૂરણ કામ,સસ્સા સઘળે સુંદર શ્યામ. હઠ્ઠા હરિ ભાળો ભરપૂર, દોષ કર્મ તો રહેશે દૂર; રવિને રજની નહિ કો કાળ, તેમ આતમા પૂરણ ભાળ; નિર્મળ નયણે નિરખો નૂર, હઠ્ઠા હરિ ભાળો ભરપૂર. સૌ અક્ષર સંપૂરણ થયા, હરિ ગુરુ સંતે કીધી દયા; અક્ષર અક્ષર આતમબોધ, જો સમજે તો ટળે વિરોધ; સંવત અઢાર બત્રીસની સાલ, ચૈત્ર સુદી સાતમ સોમવાર; સંદેસર સાધુનું ધામ, ઠાકોર કુંજબિહારી નામ; પ્રીતમ પ્રેમે અક્ષર કહ્યા, હરિ ગુરુ સંતે કીધી દયા.
૩૨
૩૩
૩૪
Page #245
--------------------------------------------------------------------------
________________
(૧૯) સ્તવનો
શ્રી સર્વાનુભૂતિજિન સ્તવન
(શ્રી દેવચંદ્રજી કૃત ગતચોવિશી) જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવધારરે; તુજ દરિસણ વિણ હું ભમ્યો,કાળ અનંત અપારરે. જ.૧ સુહમ નિગોદ ભવે વસ્યો, પુદ્ગલ પરિઅટ્ટ અનંતરે; અવ્યવહારપણે ભમ્યો, ક્ષુલ્લક ભવ અત્યંતરે. જ.૨ વ્યવહારે પણ તિરિય ગતે ઈગ વણખંડ અસન્નરે; અસંખ્ય પરાવર્તન થયાં, ભમિયો જીવ અધન્નરે જ.૩. સૂક્ષમ થાવર ચારમેં, કાલહ ચક્ર અસંખ્યરે; જન્મ મરણ બહુલા કર્યા, પુદ્ગલ ભોગને કંખરે. જ.૪
ઓધે બાદર ભાવમેં, બાદર તરૂપણ એમરે; પુલ અઢી લાગેટ વસ્યો, નામ નિગોદે પ્રેમરે. જ.૫
સ્થાવર થૂલ પરિતમેં, સીત્તર કોડાકોડિરે; આયર ભમ્યો પ્રભુ નવિ મિલ્યા મિથ્યા અવિરતિ જોડિરે. જ.૬ વિગલપણે લાગત વસ્યો, સંખિજવાસ હજાર, બાદર ૫જ્જવ વણસ્સઈ, ભૂ જલ વાયૂ મઝારરે, જ.૭ અનલ વિગલ પામે, તસભવ આયુ પ્રમાણરે; શુદ્ધ તત્વ પ્રામિ વિના, ભટક્યો નવ નવ ઠાણરે. સાધિક સાગર સહસદો, ભોગવીઓ તસ ભાવરે; એક સહસ સાધિક દધિ, પંન્દ્રિ પદ દાવેરે. જ.૯ પર પરિણતિ રાગીપણે, પર રસ રંગે રક્તરે; પર ગ્રાહક રક્ષકપણે, પરભોગે આશક્તરે. જ.૧૦ *
'
Page #246
--------------------------------------------------------------------------
________________
(૨૦૦)
શુદ્ધ સ્વજાતિ તત્ત્વને, બહુ માને તલ્લીનરે; તે વિજાતિ રસતા તજી, સ્વસ્વરૂપ રસ પીનરે. જ.૧૧ શ્રી સર્વાનુભૂતિ જિનેશ્વરૂ, તારક લાયક દેવરે; તુજ ચરણ શરણ રહ્યો, ટળે અનાદિ કુટેવરે. જ.૧૨ સબલા સાહિબ ઓલગે, આતમ સબલો થાયરે; બાધક પરિણતિ સવિ ટળે, સાધક સિદ્ધિ કહાયરે જ.૧૩ કારણથી કારજ હુયે, એ પરતીત અનાદિરે; મારા આતમ સિદ્ધિના, નિમિત્ત હેતુ પ્રભુ સાદિ. જ.૧૪ અવિસંવાદન હેતુની, દઢ સેવા અભ્યાસરે; દેવચંદ્ર પદ નીપજે, પૂર્ણાનંદ વિલાસરે જ.૧૫
શ્રી અરનાથસ્વામી સ્તવન
(શ્રી યશોવિજયજી કૃત) શ્રી અરજિન ભવજલનો તારૂ, મુજ મન લાગે ત્યારે, મન મોહન સ્વામી. બાંહ્ય ગ્રહી એ ભવજલ " તારે, આણે શિવપુર આરે રે, મન મોહન. તપ જપ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે, મન મોહન. પણ નવિ ભય મુજ હાથોહાથે, તારે તે છે સાથે રે, મન મોહન.
Page #247
--------------------------------------------------------------------------
________________
iીક 1
+ *** ***.
ઇ.kr'hhu
કમાલ
(૨૦૧૧) ભગતને સ્વર્ગ સ્વર્ગથી અધિકું, જ્ઞાનીને ફલ દેઈરે, મન મોહન. કાયા કષ્ટ વિના ફલ લહીએ, મનમાં ધ્યાન ધરેઈરે, મન મોહન. જે ઉપાય બહુ વિધની રચના, યોગમાયા તે જાણો રે, મન મોહન.
શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય –ધ્યાને, . શિવ દીયે પ્રભુ સારાણો રે, મન મોહન. પ્રભુ પદ વલગ્યા તે રહ્યા તાજા, અલગા અંગ ન સાજા રે, મન મોહન. વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉ રે, મન મોહન.
શ્રી મલ્લિનાથજિન સ્તવન
(શ્રી દેવચન્દ્રજી કૃત) મલ્લિનાથ જગનાથ, ચરણયુગ બાઈએ રે, ચ. શુદ્ધાતમ પ્રાભાવ, પરમ પદ પાઈએ રે, ૫. સાધક કારક ષક, કરે ગુણ સાધના રે, ક. તેહિજ શુદ્ધ સ્વરૂપ, થાયે નિરાબાદના રે, થા. કર્તા આતમ દ્રવ્ય,કારજ નિજ સિદ્ધતા રે, કા. ઉપાદાન પરિણામ, પ્રયુક્ત તે કરણતા રે; પ્ર. આતમ સંપદ્ દાન, તેહ સંપ્રદાનતા રે, તે. દાતા પાત્ર ને દેય, ત્રિભાવ અભેદતા રે; ત્રિ.
૨
Page #248
--------------------------------------------------------------------------
________________
(૨૦૨)
સ્વપર વિવેચન કરણ, તેહ અપાદાનથી રે; તે. સકલ પર્યાય આધાર, સંબંધ આસ્થાનથી રે, સં. બાધક કારક ભાવ, અનાદિ નિવારવા રે, અ. સાધકતા અવલંબી, તેહ સમારવા રે. તે. શુદ્ધ પણે પર્યાય, પ્રવર્તન કાર્યમેં રે, પ્ર. કર્દાદિક પરિણામ, તે આતમ ધર્મમેં રે; તે. ચેતન ચેતન ભાવ, કરે સમવેતમેં રે, ક. સાદિ અનંતો કાલ રહે નિજ ખેતમેં રે, ૨.
પર કર્તવ્ય સ્વભાવ,
કરે તાંલગી કરે રે, ક. શુદ્ધકાર્ય રુચિ ભાસ, થયે નવિ આદરે રે; થ. શુદ્ધાતમ નિજ કાર્ય, રુચિકારક ફિ રે; રુ. તેહિજ મૂલ સ્વભાવ,ગ્રહે નિજ પદ વરે રે, ગ્ર.
કારણ કારજરૃપ, અછે કારક દશારે, અ. વસ્તુ પ્રગટ પર્યાય, એહ મનમેં વશ્યારે; એ. પણ શુદ્ધ સ્વરૂપ ધ્યાન, તે ચેતનતા ગ્રહેરે, તે તવ નિજ સાધક ભાવ,સકલ કારક લહે રે. સ. મારું પૂર્ણાનંદ, પ્રગટ કરવા ભણીરે, પ્ર. પુષ્ટાલંબનરૂપ, સેવ પ્રભુજી તણીરે; સે. દેવચંદ્ર જિનચંદ્ર, ભક્તિ મનમેં ધરોરે, ભ. અવ્યાબાધ અનંત, અક્ષય પદ આદરોરે, અ.
૩
४
ง
Page #249
--------------------------------------------------------------------------
________________
(૨૦૩)
-
બા
(૧-S"
••*
* *
શ્રી વિમલનાથ સ્વામી સ્તવન
(શ્રી આનંદઘનજી કૃત) દુઃખ દોહગ દૂરે ત્યારે, સુખ સંપરશું ભેટ; ધીંગ ધણી માથે કિયારે, કુણ ગંજે નર પેટ, વિમલ જિન, દીઠાં લોયણ આજ, મારાં સિધ્ધાં વાંછિત કાજ. વિમલ જિન દીઠાં. ચરણ કમળ કમલા વસેરે, નિર્મલ થિર પદ દેખ, સમલ અથિર પદ પરિહરીરે, પંકજ પામર પેખ. વિ.દી. ૨ મુજ મન તુજ પદ પંકજેરે, લીનો ગુણ મકરંદ, રંક ગણે મંદીરધરારે, ઇંદ્ર ચંદ્ર નાગિંદ્ર. વિ.દી. ૩ સાહિબ સમરથ તું ધણીરે, પામ્યો પરમ ઉદાર, મન વિશરામી વાલહોરે, આતમચો આધાર. વિ.દિ. ૪ દરિસણ દીઠ જિન તણુરે, સંશય ન રહે વેધ, દિનકર કરભર પસદંતારે, અંધકાર પ્રતિષેધ. વિ.દી. ૫ અભિય ભરી મૂરતિ રચીરે, ઉપમા ન ઘટે કોય, શાંત સુધારસ ઝીલતીરે, નિરખત તૃમિ ન હોય. વિદી. ૬ એક અરજ સેવક તણીરે, અવધારો જિનદેવ, કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ સેવ. વિ.દી. ૭
|
Page #250
--------------------------------------------------------------------------
________________
(૨૦૪)
શ્રી અનંતનાથસ્વામી સ્તવન (શ્રી આનંદઘનજી કૃત)
ધાર તરવારની સોહલી, દોહલી,
ચૌદમા જિનતણી ચરણ સેવા;
ધાર પર નાચતા દેખ બાજીગરા,
સેવના ધાર પર રહે ન દેવા.
એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, લ અનેકાંત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા,
રડવડે ચાર ગતિ માંહિ લેખે.
ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં,
તત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે.
વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો,
વચન સાપેક્ષ વ્યવહાર સાચો, વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આદરી કાંઈ રાચો.
દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે,
કિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણો;
શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી.
છાર પર લીપણું તેહ જાણો.
ધાર. ૧
ધાર. ૨
ધાર. ૩
ધાર. ૪
ધાર.પ
Page #251
--------------------------------------------------------------------------
________________
(૨૦૫)
પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જિશ્યો.
ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરિખો;
સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેનું શુદ્ધ ચારિત્ર પરિખો.
એહ ઉપદેશનો સાર સંક્ષેપથી,
જે નરા ચિત્તમેં નિત્ય ધ્યાવે,
તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે.
ધાર.૬
ધાર.૭
શ્રી વજ્રધરજિન સ્તવન
(શ્રી દેવચંદ્રજી કૃત)
વિહરમાન ભગવાન, સુણો મુજ વિનતિ જગતારક જગનાથ, અછો ત્રિભુવન પતિ, ભાસક લોકાલોક, તિણે જાણો છતિ, તો પણ વિતક વાત, કહું છું તુજ પ્રતિ.
હું સ્વરૂપ નિજ છોડી, રમ્યો પર પુદ્ગલે, ઝીલ્યો ઉલટ આણી, વિષય તૃષ્ણાજલે, આશ્રવ બંધ વિભાવ, કરું રુચિ આપણી, ભૂલ્યો મિથ્યાવાસ, દોષ દઉં પર ભણી.
ર
Page #252
--------------------------------------------------------------------------
________________
(૨૦૬)
અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા, ન તજું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા; દષ્ટિરાગનો પોષ, તેહ સમકિત ગણું,
સ્યાદ્વાદની રીત, ન દેખું નિજપણું. ૩ મન તનું ચપલ સ્વભાવ, વચન એકાંતતા, વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે છતાં; જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભો તહકીકથી. મહાવિદેહ મઝાર કે, તારક જિનવરૂ, શ્રી વજંધર અરિહંત, અનંત ગુણાકર, તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે, મહાવૈદ્ય ગુણયોગ, ભવ રોગ વારો. પ્રભુમુખ ભવ્ય સ્વભાવ, સુણું જે માહરો, તો પામે પ્રમોદ એહ ચેતન ખરો; થાયે શિવપદ આશ, રાશિ સુખવંદની, સહજ સ્વતંત્ર સ્વરૂપ, ખાણ આણંદની. વલગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણા, ધારો ચેતનરામ, એહ થિરવાસના; દેવચંદ્ર જિનચંદ્ર હૃદય સ્થિર થાપજો, જિન આણાયુત ભક્તિ, શક્તિ મુજ આપજો. - ૭ -
Page #253
--------------------------------------------------------------------------
________________
(૨૦૦૭) શ્રી વીરસેન જિન સ્તવન
(શ્રી દેવચંદ્રજી કૃત) વીરસેન જગદીશ, તાહરી પરમ જગીશ; આજ હો દીસેરે, વીરજતા ત્રિભુવનથી ઘણીજી. ૧ અણહારી અશરીર, અક્ષય અજય અતિધીર; આજે હો અવિનાશી અલેરી ધ્રુવ પ્રભુતા બનીછે. ૨ અતિન્દ્રિય ગત કોહ, વિગતમાય મય લોહ; આજ હો સોહે રે, મોહે જગજનતા ભણી. ૩ અમર અખંડ અરૂપ, પૂર્ણાનંદ, સ્વરૂપ; આજે હો ચિટૂપે દીપે, થિર સમતા ઘણીજી. વેદરહિત અકષાય, શુદ્ધ સિદ્ધ અસહાય; આજ હો ધ્યાયક નાયકને ધ્યેયપદે ગ્રહ્યોછે. ૫ દાન લાભ નિજ ભોગ, શુદ્ધસ્વગુણ ઉપભોગ; આજ હો અજોગી કરતા, ભોક્તા પ્રભુ લહ્યો. દરિસણ જ્ઞાન ચારિત્ર, સકલ પ્રદેશ પવિત્ર; આજ છે નિર્મળ નિસ્નેગી, અરિહા વંદિયેજી. ૭ દેવચંદ્ર જિનચંદ્ર, પૂર્ણાનંદનો વૃંદ; આજ હો જિનવરસેવાથી, ચિર આનંદિયેજી. ૮
૧ ક્રોધ. ૨ માયા. ૩ મદ; માન. ૪ લોભ.
Page #254
--------------------------------------------------------------------------
________________
(૨૦૮)
શ્રી ઋષભદેવસ્વામી સ્તવન
(શ્રી મોહનવિજયજી કૃત)
સસનેહી, રમતા
બાળપણે આપણ નવનવ વેષે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે, હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજો. જો તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તો તુમને કેઈ ધ્યાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કોઈ ન મુક્તિ જાવે. હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજો. સિદ્ધનિવાસ લહે ભવિસિદ્ધિ, તેમાં શો પા'ડ તમારો; તો ઉપકાર તમારો લહીએ, અભવ્યસિદ્ધને તારો. હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજો. નાણરયણ પામી એકાંતે, થઈ બેઠા મેવાસી; તે માંહેલો એક અંશ જો આપો, તે વાતે સાબાશી, હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજો, ભવિજનને, સંકીર્ણતા નવિ થાય; સમરથ છો,તો જશ લેતાં શું જાય ? હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજો.
અક્ષય પદ શ્વેતાં શિવપદ દેવા જો
કરો વડભાગી;
ને
સેવાગુણ રંજ્યા ભવિજનને, જો તુમ તો તમે સ્વામી કેમ કહાવો, નિર્મમ નિરાગી, હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજ. નાભિનંદન જગવંદન પ્યારો, જગગુરુ જગ જયકારી; રૂપ વિબુધનો મોહન પભણે, વૃષભ લંછન બલિહારી, હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજ.
૧
૨
૩
૪
૫
૬
૭
Page #255
--------------------------------------------------------------------------
________________
(૨૦૯) શ્રી ઋષભદેવસ્વામી સ્તવન
(શ્રી આનંદઘનજી કૃત સ્તવન) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરોરે, ઓર ન ચાહું રે કંત; રીયો સાહેબ સંગ ન પરિહરેરે, ભાંગે સાદિ અનંત,
ઋષભ.
૨
૩
પ્રીત સગાઈ રે જગમાં સહુ કરેરે,પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહીરે, સોપાધિક ધન ખોય.
ઋષભ. કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરેરે, મિલશું કંતને ધાય; એ મેળો નવિ કહીએ સંભવેરે, મેળો ઠામ ન થાય.
| ઋષભ. કોઈ પતિરંજન અતિઘણું તપ કરે, પતિ રંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યર, રંજન ધાતુ મિલાપ.
ઋષભ. કોઈ કહે લીલારે અલખ અલખ તણીરે,લખ પૂરે મન આશ; દોષ રહિતને લીલા નવિ ઘટેરે, લીલા દોષ વિલાસ.
ઋષભ. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યુંરે, પૂજા અખંડિત એહ, કપટ રહિત થઈ આતમ અરપણારે, આનંદઘન પદ રહ.
ઋષભ.
૪
૫
૬
- (૧) કાર્ટમાં બળી મરે (૨) પ્રકૃતિ, સ્વભાવ.
Page #256
--------------------------------------------------------------------------
________________
(૨૧૦) શ્રી સ્વયંપ્રભજિન સ્તવન
(શ્રી દેવચંદ્રજી કૃત) સ્વામી સ્વયંપ્રભને હો જાઉં ભામણે, હરખેં વાર હજાર; વસ્તુ ધર્મ હો પૂરણ જસુ નીપનો, ભાવ કૃપા કિરતાર. સ્વા. દ્રવ્યધર્મ તે હો જોગ સમારવા, વિષયાદિક પરિહાર; આતમશક્તિ હો સ્વભાવ સુધર્મનો, સાધન હેતુ ઉદાર. સ્વા. ઉપશમ ભાવો મિત્ર સાયિકપણે, જે નિજ ગુણ પ્રાગ્લાવ; પૂર્ણાવસ્થાને નીપજાવતો, સાધન ધર્મ સ્વભાવ. સ્વા. સમકિત ગુણથી હો શૈલેશી લગે, આતમ અનુગતભાવ; સંવર નિર્જરા હો ઉપાદાન હેતુતા, સાધ્યાલંબન દાવ. સ્વા. સકલપ્રદેશે તો કર્મ અભાવતા, પૂર્ણાનંદ સ્વરૂપ; આતમ ગુણની હો જે સંપૂર્ણતા, સિદ્ધ સ્વભાવ અનુપ. સ્વા. અચળ અબાધિત હો જે નિસ્ટંગતા, પરમાતમ ચિટૂપ; આતમભોગી હો રમતા નિજ પદે, સિદ્ધરમણ એ રૂપ. સ્વા. એહવો ધર્મ હો પ્રભુને નિપન્યો, ભાંખ્યો એહવો ધર્મ, જે આદરતાં હો ભવિયણ શુચિ હુવે, ત્રિવિધ વિદારી કર્મ. સ્વા. નામ ધર્મ હો ઠવણ ધર્મ તથા, દ્રવ્યક્ષેત્ર તિમ કાલ; ભાવ ધર્મના હો હેતુપણે ભલા, ભાવ વિના સહુ આલ. સ્વા. શ્રદ્ધા ભાસન હો તત્ત્વ રમણ પણે કરતાં તન્મય ભાવ; દેવચંદ્ર હો જિનવર પદ સેવતાં, પ્રગટે વસ્તુ સ્વભાવ. સ્વા.
Page #257
--------------------------------------------------------------------------
________________
(૨૧૧).
શ્રી મહાવીરસ્વામી સ્તવન (શ્રી આનંદઘનજી કૃત).
- રાગ ધનાશ્રી વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે મિથ્યા મોહતિમિર ભય લાગ્યું, છત નગારૂ વાગ્યું રે. વી.૧ છઉમથ્થ વિર્ય લેશ્યા સંગે અભિસંધિજ મતિ અંગે રે, સૂક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે યોગી થયો ઉમંગે રે. વી.ર અસંખ્ય પ્રદેશવીર્ય અસંખે, યોગ અસંખિત કંખે રે, પુદ્ગલ ગણ તેણે લે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખે રે. વી.૩ ઉત્કૃષ્ટ વીર્ય નિવિસે, યોગ ક્રિયા નવિ પેસે રે, યોગ તણી ધ્રુવતાને લેશે, આતમ શક્તિ ન બેસે રે. વી.૪ કામ વીર્ય વશે જેમ ભોગી તેમ આતમ થયે ભોગી રે, શૂરપણે આતમ ઉપયોગી થાય તેહણે અયોગી રે. વી.૫ વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે ધ્યાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે નિજ ધ્રુવપદ પહિચાણે રે. વી.૬ આલંબન સાધન જે ત્યાગે પર પરિણતી ને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે આનંદઘન પ્રભુ જાગે રે. વી.૭
Page #258
--------------------------------------------------------------------------
________________
ET
(૨૧૨)
ભવ ઉપાધિ ગદ ટાલવા, પ્રભુજી છો વૈદ્ય અમોઘરે; રત્નત્રય ઔષધ કરી, તમો તાર્યા ભવિજન ઓઘરે. (શ્રી દેવચંદ્રજી ગત ચોવીસી ૧૦ શ્રી વિશાલજીન સ્તવન)
દુ:ખ દોહગ દૂરે ટલ્યાંરે સુખ, સંપદશું ભેટ; ધીંગ ધણી માથે કિયારે, કુણ ગંજે નર પેટ. (શ્રી આનંદઘનજી કૃત ૧૩ શ્રી વિમલજીન સ્તવન)
ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ; ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. (શ્રી આનંદઘનજી કૃત-૧૫ શ્રી ધર્મનાથસ્વામી સ્તવન)
સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિશ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી. (શ્રી આનંદઘનજી-૧૯ શ્રી મલ્લિનાથ સ્વામી સ્તવન)
વન વિચરે જો સિંહ તો, બીક ન ગજ તણીરે કે; કર્મ કરે શું જોર, પ્રસન્ન જે જગધણીરે કે. (શ્રી યશોવિજ્યજી બીજી ચોવીસી ૧૫ શ્રી ધર્મનાથજિન સ્તવન)
પંચમ આરે રે તુમ્હ મેલાવડે
રૂડો રાખ્યો રે રંગ, (વાલ્વેસર) ચોથો આરો રે ફિરી આવ્યો ગણું,
વાચક યશ કહે ચંગ. (વા. મલ્લિ:) (શ્રી યશોવિજયજી-બીજી ચોવીસી ૧૯ શ્રી મલ્લિનાથસ્વામી સ્તવન)
Page #259
--------------------------------------------------------------------------
________________
# Parents
- * * *
૧ *
૨
(૨૧૩)
આત્માનુશાસ્તિ વૈરાગ્યે ભરપૂર ગુરુ રાજચંદ્ર ભગવંત; સમકિત રત્ન દીનનાં, ટાળો દુ:ખ અનંત. સંસ્કૃત કે ગુજરાતી નહીં, હિતનું કારણ કોય; પરમ રહસ્ય તે જે વડે, સંવેગ વિરાગજ હોય. આકુળ વ્યાકુળ જગ બધું, બાહ્ય ભમે અહો ! નિત્ય; શું દેખીને દોડતું ? એ મૂઢતા ધિક્ ધિફ. આમ ઘટે નહિ નાચવું, લહી જિનશાસન યોગ; બની પ્રસાદી રૂદન પણ, પુનઃ પુનઃ નહિ યોગ્ય. ઉષા વીતી, સંધ્યા સુધી, ટકવાનો નહિ ખ્યાલ; ગજનિમિલિકા શું કરે ? આત્મહિત સંભાળ. એમ જ પરભવને ભૂલી, અતિ કરતાં આકંદ; મૂઢ પ્રમાદી કૂટશે, મસ્તક તુજ શત ખંડ. ક્રોધ કીધો નથી કોઈ પર, ઠપકો આ મુજ કાજ; બોલું તેય ન જાણું હું, સમજાવું સમાજ ? વાણીમાં વૈરાગ્ય પણ, મન નહિ જો પલટાય; દયામણા આ જીવની, કહો વલે શી થાય ? ક્યાં જઉં ?—કયાં રહું ? શું શુણું ? કેવાં કરૂં કૃત્ય ? ભવ ભયથી ભડકી રહ્યું, વ્યાકુળ મુજ મન નિત્ય. ધ્યાન કરી શું બોલવું ? કે શું રહેવું મૌન ? ભયભીત પણ નિર્ભય અહો, મુજ નટવિદ્યા ગૌણ. નિષ્ફળ ખેદ તજી કરો, સન્દર્ભે પુરુષાર્થ, નહિ છૂટશો પ્રારબ્ધથી, જે ન સમજ્યો આત્માર્થ.
૫
૮
૯
૧૦
૧૧
Page #260
--------------------------------------------------------------------------
________________
કરનારા શ્રદ્ધા ક્રિયા, અનુમોદન નિત્યે કરો,
(૨૧૪)
તજી સંસાર કથા બન્યું, મન જો . આતમરામ; અમોઘ અમૃતધારથી, ભીંજે અંગ તમામ. એમ જ ગુણ સન્મુખ જનો, ધન્ય ! ધ્યાનમાં મગ્ન; વેષ વિષે સંતુષ્ટ તે, દયાપાત્ર કહે સુજ્ઞ. કરવા આત્મા ઉદ્યમી, સ્મરવા ક્ષણ ક્ષણ ધ્યેય; ધ્યાન પરાયણ જન થો, હિત વાંછક સર્વેય. ધર્મ સાધવા જો ચહો, તો શીખ રાખી પ્રીત; “આત્માનુશાસન’’ સૂરી જિનેશ્વર રચિત.
અનિત્ય સંસાર જાણી જે, બળતાં ઘરમાં ઊંઘતાં,
યૌવન વૈભવ નૃપકૃપા, કોટી ધન દઈ કોડી
કોઈ
મન
પૂર્ણચંદ્ર સમ પામીને, ચંદ્રકાંત સમ ઉર ઝરે,
જણાયે ક્યાંય;
વચ કાયે ત્યાય.
રહે નિરાંતે ત્યાંય; સમ નિશ્ચિંત ગણાય.
આદિથી મદ મત્ત;
તેવા સમજ સમસ્ત.
લે,
ગતાનુગતિક થઈ ઊંઘ નહિ, નિરાંતે તું ભાઈ; દેખી અંધ કૂવે પડયો, પડે શું દેખતો ધાઈ ? શરીર શકટ સમજાણીને, બોધ ન પામે કેમ ? યંત્ર અનર્થોથી ભર્યું, ક્ષણ ક્ષણ અટકે જેમ. હા ! ધિક ! મારું જાણવું, ચેતું હજુ નહિ કેમ ? નરક ગતિ બાંધી ગયા શ્રેણિક નરકે જેમ. ભોગ ભોગવી જાણી જિન, નિંદે દઈ ધિક્કાર; જેમ મરણકાળે બને,
આત્મા મહાત્માકાર.
પ્રભુ વચન સાક્ષાત્; સાવ સુધા વિખ્યાત.
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
२०
9
૨૧
૨૨
૨૩
Page #261
--------------------------------------------------------------------------
________________
(૨૧૫)
જીવ પ્રત્યક્ષ પરોક્ષ સૌ, ખમજો ત્રિવિધ ખમાવું અલ્પ પણ, વૈર હો
જે ભાવે મન શુદ્ધિ
બધુંય કહી દીધું, નહિ અયોગ્ય જળો ભૂખી સૂકી
ભલે,
આરસ
રત્નસિંહ
કૃતિ, સંવેગ
સૂરિની ‘“આત્માનુશાસ્તિ’’કહી,
મુજ અપરાધ;
સિદ્ધ સાખ.
ઉપસંહાર
“કંઈ જ નથી હું સદ્ગુરુને શરણે
ન
અમૃતરૂપ; સ્વહિત કાજ અનૂપ.
સેવે . કોય;
ચૂસે નોય.
આ ભાવના, અંતર્મુખ ધરી ભાવ; સહેજે ધરે અલૌકિક
પ્રભાવ.
“હું ડાહ્યો, સમજુ તે મુકા વિણ કોઈ ‘‘સમજુને’’ સમજાવવા, આ નાની નિશાળ; જીવો, પામે હિત
ભણી ઉતરે તે
વિશાળ
ઘણો,'' એ જ ઊંડો છે દોષ; જીવ, પામ્યા નથી જ મોક્ષ.
જાણતો,''દૃઢ કરી એ જ વિચાર; જો, તો તરશો ભવપાર.
(સ્વ. શિક્ષ. બત્રીસી)
*
જ્ઞાનીની આજ્ઞા વિષે, વર્તે તે સુખી થાય; મોક્ષમાર્ગમાં તે ટકે, એ જ અચુક ઉપાય.
રહસ્ય આ મુજ ઉર વસો, એ જ જીવન આધાર; તે પોષવા કારણે, સત્સંગતિ હો સાર.
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૩૨
1
Page #262
--------------------------------------------------------------------------
________________
(૨૧૬)
ઈટોપદેશ
(પૂજ્યપાદસ્વામી કૃત)
(૧) આચાર્યને જે પરમાત્મપદ પ્રાપ્ત કરવું હતું તે પરમાત્માને નમસ્કાર. સ્વયં કર્મ સબ નાશ કર,પ્રગટાયો નિજ ભાવ; પરમાત સર્વજ્ઞકો, વંદુ કર શુભ ભાવ.
૧
(૨) આત્માને સ્વયં-આત્માના આઠ ગુણોની પ્રગટતારૂપ સિદ્ધિપદની પ્રાપ્તિ (અપનેહી દ્વારા-અપનેહી આત્મસ્વરૂપકી અર્થાત્-(૧) સમ્યકત્વ (૨) જ્ઞાન (૩) દર્શન (૪) વીર્ય (૫) સુક્ષ્મત્વ (૬) અવગાહના (૭) અગુરુલઘુ (૮) અવ્યાબાધ ઈન આઠ મુખ્ય ગુણોંકી પ્રાપ્તિ) કેવા ઉપાયથી થશે ? સ્વર્ણ પાષાણ સુહેતુસે, સ્વયં કનક હો જાય; સુદ્રવ્યાદિ ચારોં મિલેં, આપ શુદ્ધતા થાય.
૨
(૩) જ્યારે સુદ્રવ્ય, સુક્ષેત્ર, સુકાળ, સુભાવરૂપ સામગ્રી મળશે ત્યારે આ આત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લેશે તો પછી હમણાં વ્રત વિગેરે કરવા નિરર્થક છે તે પ્રશ્નનું સમાધાન.
મિત્ર રાહ દેખત ખડેં, ઈક છાયા ઈક ધૂપ, વ્રત પાલનસેં દેવપદ, અવ્રત દુર્ગતિ કૂપ.
આત્મભાવ યદિ મોક્ષપ્રદ, સ્વર્ગ હૈ કિતની દૂર, દોય કોશ જો લે ચલે, આધ કોશ સુખપૂર.
૩
(૪) વ્રત વિગેરે પાલનથી અત્યારે સ્વર્ગાદિક સુખ મળશે તો પછી હમણાં આત્માની ભક્તિ કરવાની કંઈ જરૂર નથી. મોક્ષસુખની સામગ્રી મળશે ત્યારે આત્માની ભાવના થઈ રહેશે. હમણાં તેની કોઈ ઉપયોગિતા જણાતી નથી. તેવા પ્રશ્નનું સમાધાન.
૪
(૫) આત્માની ભક્તિ કરવાથી સ્વર્ગ વિગેરે મળે છે, તે સ્વર્ગમાં જવાવાળાને શું ફળ પ્રાપ્ત થશે ?
Page #263
--------------------------------------------------------------------------
________________
(૨૧૭) ઇંદ્રિયજન્ય નિરોગમય, દીર્ધકાળ તક ભોગ્ય,
સ્વર્ગવાસિ દેવાનિકો, સુખ ઉન્હીકે યોગ્ય. (૬) મોક્ષ સિવાય સ્વર્ગમાં પણ ઉત્કૃષ્ટ સુખ મળે છે તો પછી મોક્ષની ઈચ્છા યા પ્રાર્થનાથી શું લાભ ? તેવા પ્રશ્નના સમાધાનમાં આચાર્ય જણાવે છે કે સંસારના સુખો તે બ્રાંતિ છે. || , વિષયી સુખ દુઃખ માનતે હૈ અજ્ઞાન પ્રસાદ,
ભોગ રોગવત્ કષ્ટમેં, તન મન કરત વિષાદ. (૭) જે આ સુખો વાસના માત્ર છે તો પછી શું કારણ છે કે જગતના. લોકોને આ વાતનો અનુભવ થતો નથી ?
મોહ કમેકે ઉદયસે, વસ્તુ સ્વભાવ ન પાત,
મદકારી કોદો ભખે, ઉલ્ટા જગત લખાત. (૮) આ કહેલા અર્થની આચાર્ય સ્પષ્ટતા કરે છે.
પુત્ર મિત્ર ઘર તન તિયા,ધન રિપુ આદિ પદાર્થ;
બિલકુલ નિજસે ભિન્ન હૈ, માનત મૂઢ નિજાર્થ. ૮ (૯) સ્ત્રી પુત્રાદિકના સમૂહને પોતાના ઉપકારી જાણીને તેમને પોતાના માનવા તે અજ્ઞાન છે તેવું આચાર્ય જણાવે છે.
દિશા દેશતે આયકર, પક્ષી વૃક્ષ વસંત;
પ્રાત હોત નિજ કાર્યવશ, ઈચ્છિત દેશ ઉડંત. (૧૦) આ મારા શત્રુ છે તેવો ભાવ શત્રુ તરફ થાય છે તે અજ્ઞાન છે, તે અજ્ઞાન મટાડવા દષ્ટાંત આપી આચાર્ય સમજાવે છે.
અપરાધી જન કર્યો કરે, હન્તા જન પર ક્રોધ;
દો પગ ચાંગુલ ગહિનમેં,આપહિ ગિરત અબોધ. ૧૦ (૧૧) શિષ્ય ફરીથી પ્રશ્ન કરે છે કે સ્ત્રી પુત્રાદિકમાં રાગ અને શત્રુઓ પ્રત્યે દ્વેષ કરવાથી પોતાના આત્માનું શું અહિત થાય છે ?
Page #264
--------------------------------------------------------------------------
________________
(૨૧૮)
મથત દૂધ ડોરીનિતે, દંડ ફિરત બહુવાર,
રાગદ્વેષ અજ્ઞાનતે, જીવ ભ્રમત સંસાર. ૧૧ (૧૨) મોક્ષમાં જીવ સુખી રહે છે, પણ સંસારમાં પણ જે સુખી રહે તો સંસારને દુષ્ટ અગર ત્યાગવાયોગ્ય શા માટે કહેવો ?
જબ તક એક વિપદ ટલે, અન્ય વિપદ બહુ આય;
પદિકા જિમ ઘટિયંત્રમેં, બાર બાર ભરમાય. ૧૨ (૧૩) બધાં પ્રાણી કંઈ વિપત્તિમાં ફસેલા નથી. કોઈ-કોઈ સંપત્તિવાન દેખાય છે તો તેમને સુખી માનવા જોઈએ.
કઠિન પ્રાપ્ય સંરક્ષ્ય યે, નશ્વર ધન પુત્રાદિ;
ઈનસે સુખકી કલ્પના,જિમ વૃતસે જવર વ્યાધિ. ૧૩ (૧૪) ધનાદિ આ લોકમાં દુઃખદાયી છેને પરલોકમાં દુઃખ આપે છે તો મને આશ્ચર્ય થાય છે કે લોકો આ ધનાદિ સંપત્તિઓનો કેમ ત્યાગ કરતા નથી ?
પરકી વિપદા દેખતા, અપની દેખે નાહિ;
જલતે પશુ જા વન વિષે, જડ તરૂપર ઠહરાહિં. ૧૪ (૧૫) એનું શું કારણ કે નિકટ આવેલી આપત્તિઓને પણ મનુષ્ય જોઈ શકતો નથી ? તેનું આચાર્ય સમાધાન કરે છે કે પદાર્થોમાં અતિશય ગુદ્ધતા હોવાથીઆસક્તિ હોવાથી ધની લોક આવવાવાળી આપત્તિને જોઈ શકતા નથી.
આયુ ક્ષય ધન વૃદ્ધિકો, કારણ કાળ પ્રયાન;
ચાહત હૈ ધનવાન ધન, પ્રાણનિ તે અધિકાન. ૧૫ (૧૬) ધન વિના પુણ્યબંધના કારણ-દાન, દેવપૂજા વિગેરે થવા અસંભવ છે. ધન પુણ્યનું સાધન છે તો તેને નિંદ્ય શા માટે માનવું ? તેને તો ઉત્તમ માનવું જોઈએ-કારણ કે તેથી પુણ્ય પેદા કરી શકાય છે.
પુણ્ય હેતુ દાનાદિકો, નિર્ધન ધન સંચય સ્નાન હેતુ નિજ તન કુધી, કીચડસે લિમ્પય. ૧૬
Page #265
--------------------------------------------------------------------------
________________
-
- -
-
(૨૧૯)
(૧૭) ધન પેદા કરવામાં પાપ થાય છે, પાપથી દુઃખ થાય છે. તેથી ધન નિંદ્ય કહી શકાય, પણ ધન વિના સુખના કારણ ભોગ-ઉપભોગની પ્રાપ્તિ અસંભવ છે તેથી ભોગ-ઉપભોગ માટે ધન જોઈએ તો આ કારણથી તે પ્રશસ્ત કહી શકાય. ભોગ-ઉપભોગ માટે પણ તે પ્રશસ્ત નથી તે સમાધાન માટે ભોગ ઉપભોગનું સ્વરૂપ આચાર્ય કહે છે.
ભોગાર્જન દુઃખદ મહા, ભોગત તૃષ્ણા બાઢ;
અંત ત્યજત ગુર કષ્ટ હો,કો બુધ ભોગત ગાઢ. ૧૭ (૧૮) જે શરીરને માટે તું અનેક દુઃખોથી પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે તે શરીરનું સ્વરૂપ કેવું છે તેનો વિચાર કરવાનું આચાર્ય કહે છે.
શુચિ પદાર્થ ભી સંગ તે, મહા અશુચિ હો જાય;
વિધ્ધ કરણ નિત ખાય હિત, ભોગેચ્છા વિફલાય. ૧૮ (૧૯) ધનાદિ સામગ્રી નિરંતર આપત્તિનું મૂળ છે તેથી શરીરનો કંઈ ઉપકાર નથી થઈ શકતો તો ભલે, પણ ધનાદિથી ધર્મનું સાધન થઈ શકશે તેથી આત્માનું ભલું થશે – તેથી આત્માનો ઉપકાર થશે- તે માટે ધન હોવું જોઈએ. આચાર્ય જણાવે છે કે ધનાદિથી આત્માનો ઉપકાર થવો અસંભવ
આતમહિત જે કરત હૈ, સો તનકો અપકાર;
જે તનકા હિત કરત હૈ, સો યિકો અપકાર. ૧૯ (૨૦) વ્યવહારથી ધર્મનું સાધન શરીર કહેવાય છે પણ વાસ્તવ્યમાં શરીરથી વૈરાગ્યભાવ જ ધર્મ છે. -
આલોક પરલોક સંબંધી ફળનું કારણ ધ્યાન છે, ધ્યાનથી બધું મળે છે તો ધ્યાન દ્વારા શરીરનો ઉપકાર નહીં ચિંતવવો જોઈએ.
ઈત ચિંતામણિ મહત્, ઉત ખલ ટુક અસાર;
ધ્યાન ઉભય યતિ દેવ બુધ, કિસકો માનત સાર. ૨૦ (૨૧) ઉપર જણાવેલી સમજથી શિષ્યને અંતરંગમાં આત્મધ્યાનની
રીતે
Page #266
--------------------------------------------------------------------------
________________
(૨૨૦)
જાગૃતિ થઈ તેથી તે પૂછે છે કે-આત્માનું ધ્યાન કરવાનો આપનો ઉપદેશ છે તો તે આત્મા કેવો છે ? તેનું સ્વરૂપ કેવું છે ?
નિજ અનુભવસે પ્રગટ હૈ, નિત્ય શરીર પ્રમાણ;
લોકાલોક નિહારતા, આતમ અતિ સુખવાન. ૨૧ (૨૨) આત્માનું સ્વરૂપ આવું છે તો તેની સેવા કેવી રીતે કરવી ? આત્મસેવાનો ઉપાય શું ?
મનકો કર એકાગ્ર સબઈન્દ્રિય વિષય મિટાય,
આતમજ્ઞાની આત્મમેં, નિજકો નિજસે ધ્યાય. ૨૨ (૨૩) આત્માની સેવાથી શું પ્રયોજન સિદ્ધ થશે ?
અજ્ઞભક્તિ અજ્ઞાનકો, જ્ઞાનભક્તિ કે જ્ઞાન,
લોકોક્તિ જો જો ધરે, કરે સો સેવક દાન. ૨૩ (૨૪) જે યોગીને ધ્યાનની સિદ્ધિ થઈ ગઈ છે તેને આત્મધ્યાનથી બીજું શું ફળ મળે છે ?
પરીષહાદિ અનુભવ વિના,આતમ-ધ્યાન પ્રતાપ;
શીધ્ર સસંવર નિર્જરા, હોત કર્મકી આપ. ૨૪ (૨૫) આત્મધ્યાનમાં આપ જ ધ્યાતા છે, આપ જ ધ્યેય છે, ત્યાં બીજો કોઈ અન્યનો સંબંધ હોતો નથી. તેથી આવી એકાગ્રતાના પ્રભાવથી દ્રવ્યકર્મોની નિર્જરા થાય છે ને નવીન કર્મોનો સંવર થાય છે.
કટકા મેં કર્તાર હું-દો ભિન્ન વસ્તુ સંબંધ
આપ હિ ધ્યાતા ધ્યેય જહં, કેસે ભિન્ન સંબંધ. ૨૫ (૨૬) આત્મધ્યાનથી દ્રવ્યકર્મનો વિયોગ થાય છે તો કર્મનો બંધ કેવી રીતે થાય છે ?
મોહી બાંધત કર્મકો, નિર્મોહી છૂટ જાય; યાતેં ગાઢ પ્રયત્નસે, નિર્મમતા ઉપજાય. ૨૬
Page #267
--------------------------------------------------------------------------
________________
(૨૨૧) (૨૭) નિર્મમતા ચિંતવવાનો ઉપાય શું? તેનો ઉપાય ચાર શ્લોકમાં આચાર્ય આપે છે.
મેં ઈક નિર્મમ શુદ્ધ હું, જ્ઞાની યોગીગમ્ય;
કર્મોદયસે ભાવ સબ, મોતે પૂર્ણ અગમ્ય. ૨૭ (૨૮) દેહઆદિના સંબંધમાં રહેવાથી જે ફળ થાય છે તેનો વિચાર કરી ભાવના કરવાવાળો સ્વયં આ પ્રમાણે સમાધાન કરે છે.
પ્રાણી જા સંયોગ તે, દુ:ખ સમૂહ લહાત,
તાતેં મન વચન કાય યુત, હુંતા સર્વ તજાત. ૨૮ (૨૯) પુદ્ગલના સંબંધથી જ જીવને મરણ અને રોગ આદિ કષ્ટ થાય છે તો ભાવના કરવાવાળો આ પ્રમાણે સમાધાન કરે છે.
મરણ રોગ મોમેં નહીં, તાતે સદા નિઃશંક;
બાલ તરૂણ નહિ વૃદ્ધહૂ-યે સબ પુદ્ગલ અંક. ૨૯ (૩૦) ભાવના કરવાવાળો વિચાર કરે છે કે ચીરકાળનો અભ્યાસ છે તે વસ્તુઓ છોડવાથી કદાચ પશ્ચાતાપ થાય છે કે મેં આ વસ્તુઓ કેમ છોડી દીધી ? તેવું ન બને તે માટે પોતે જ આ પ્રમાણે સમાધાન કરે છે.
સબ પુગલકો મોહસે, ભોગ ભોગ કર ત્યાગ,
મેં જ્ઞાની કરતા નહીં, ઉન ઉચ્છિષ્ટમેં રાગ. ૩૦ (૩૧) કેમ અને કેવા પ્રકારથી જીવ પુદ્ગલ ગ્રહણ કરે છે ?
કર્મ કર્મહિતકાર હે, જીવ જીવહિતકાર,
નિજ પ્રભાવ બલ દેખકર, કો ન સ્વાર્થ કરતાર. ૩૧ (૩૨) ઉપર પ્રમાણે વ્યવસ્થા બતાવ્યા પછી આચાર્ય ઉપદેશ કરે છે કે
પ્રગટ પર દેહાદિકા, મૂઢ કરત ઉપકાર;
સુજનવત્ યા ભૂલકો, તજ કર નિજ ઉપકાર. ૩૨ (૩૩) કેવા ઉપાયથી આત્મા અને પરનો ભેદ જાણ્યો જાય છે ?
Page #268
--------------------------------------------------------------------------
________________
, (૨૨૨)
જાણવાવાળાને કયા ફળની પ્રાપ્તિ થશે ?
ગુરૂઉપદેશ અભ્યાસસે, નિજ અનુભવસે ભેદ,
નિજ પરકા જો અનુભવે, લહે સ્વસુખ બેખેદ. ૩૩ (૩૪) મોક્ષસુખ અનુભવના સંબંધમાં ગુરુ કોણ છે ? આચાર્ય નિશ્ચયનયથી ગુરુનું સ્વરૂપ કહે છે.
આપહિ નિજ હિત ચાહતા, આપહિ જ્ઞાતા હોય;
આપહિ નિજ હિત પ્રેરતા, નિજ ગુરુ આપહિ હોય. ૩૪ (૩૫) આ સાંભળીને શિષ્ય કહે છે :- પોતાનો આત્મા જ ગુરુ છે તો પછી બીજા ધર્માચાર્ય કે ગુરુની સેવા કરવાની આવશ્યકતા નથી.
તેનું સમાધાન આચાર્ય કરે છે કે આવું માનવાથી સિદ્ધાંતના વિરોધનો પ્રસંગ આવશે તેથી કાર્ય થવા માટે નિમિત્તની જરૂર છે તેવું તેઓ જણાવે છે.
મૂર્ખ ન જ્ઞાની હો શકે, જ્ઞાની મૂર્ખ ન હોય;
નિમિત્ત માત્ર પર જાન જિમ ગતી ધર્મ તે હોય. ૩૫ (૩૬) આત્માનો અભ્યાસ કેવી રીતે કરવો ? તેનો જવાબ :
ક્ષોભરહિત એકાંતમેં, તત્ત્વજ્ઞાન થિત લાય,
સાવધાન હો સંયમી, નિજસ્વરૂપકો ભાય. ૩૬ (૩૭) આત્માનો સ્વાનુભવ મારી અંદર છે તે કેવી રીતે ખબર પડે ? તથા તેની ઉન્નતિ થયા કરે છે તે કેવી રીતે ખબર પડે ?
જસ જસ આતમતત્ત્વમ્, અનુભવ આતા જાય;
તસ તસ વિષય સુલભ્ય ભી,તાકો નહીં સુહાય. ૩૭ (૩૮) આત્માનો અનુભવ વધતો જાય છે તેનું ચિહ્ન :
જસ જસ વિષય સુલભ્ય ભી,તાકો નહીં સુહાય;
તસ તસ આતમ તત્ત્વમેં,અનુભવ બઢતા જય. ૩૮ (૩૯) સ્વાનુભવ વધી જાય છે ત્યારનું ચિહ્ન :
Page #269
--------------------------------------------------------------------------
________________
(૨૨૩) ઇંદ્રજાલ સમ દેખ જગ,નિજ અનુભવ રૂચિ લાત,
અન્ય વિષયમેં જાત યદિ, તો મનમેં પછતાત. ૩૯ (૪૦) આત્મઅનુભવના ચિહ્ન :- .
નિર્જનતા આદર કરત, એકાંત સવાસ વિચાર;
નિજ કારજવશ કુછ કહે, ભૂલજાત ઉસ બાર. ૪૦ (૪૧) યોગીની અવસ્થાના બીજા ચિહ્ન :
દેખતભી દેખત નહીં, બોલતા બોલત નાહિં,
દઢ પ્રતીતિ આતમ ભઈ, ચાલતા ચાલત નાહિ. ૪૧ (૪૨) યોગીના બીજા લક્ષણ :
ક્યા કૈસા કિસકા કિસસે, કહાં યહ આતમરામ;
તજ વિકલ્પ નિજ દેહ ન જાને યોગી નિજ વિશ્રામ. ૪૨ (૪૩) આવી અવસ્થા કેવી રીતે થવી સંભવે છે ? તેનું સમાધાન આચાર્ય કરે છે.
જો જામેં વસતા રહે, સો તામેં રૂચિ પાય;
જો જામેં રમ જાત હૈ, સો તા તજ નહિ જાય. ૪૩ (૪૪) યોગીના ભાવ બીજી તરફ પ્રવર્તતા નથી તેથી કેવા પ્રકારના થઈ જાય છે તેનો ખુલાસો.
વસ્તુ વિશેષ વિકલ્પકો-નહિ કરતા મતિમાન;
સ્વાત્મ નિષ્ઠતાસે છુટત, નહિ બંધત ગુણવાન. ૪૪ (૪૫) આવા યોગાભ્યાસની આચાર્ય પ્રેરણા કરે છે.
પર પર તાતેં દુઃખ હો, નિજ નિજ હી સુખદાય;
મહાપુરુષ ઉદ્યમ કિયા, નિજ હિતાર્થ મન લાય. ૪૫ (૪૬) પરદ્રવ્યમાં અનુરાગ કરવાથી કેવા કેવા દોષ થાય છે તે આચાર્ય જણાવે છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
(૨૨૪)
૪૬
પુદ્ગલકો નિજ જાનકર, અજ્ઞાની રમ જાય; ચડુંગતિયેં તા સંગકો, પુદ્ગ નહી તજાય. (૪૭) આત્માના સ્વરૂપમાં લવલીન રહેવાવાળાને શું ફળ પ્રાપ્ત થાય છે તેનો ઉત્તર.
ગ્રહણ ત્યાગરો શૂન્ય જો,નિજ આતમ લવલીન; યોગીકો હો ધ્યાનસે, કોઈ પરમાનંદ નવીન.
૪૭
(૪૮) તે આનંદનો સ્વાદ આવ્યાથી શું કાર્ય અગર ફળ થાય છે તે
જણાવે છે.
નિજાનંદ નિત દહત હૈ,કર્મ કાષ્ઠ બાહ્ય દુ:ખ નહિં વેદતા યોગી
અધિકાય; ખેદ ન પાય.
૪૮
(૪૯) આચાર્યનો ‘‘પરમ ઉપદેશ.’’
૪૯
પૂજ્ય અવિદ્યા દૂર યહ,જ્યોતિ જ્ઞાનમય સાર; મોક્ષાર્થી પૂછો ચહો, અનુભવ કરો વિચાર. (૫૦) શિષ્યને વિસ્તારથી સમજાવ્યા પછી આચાર્ય સંક્ષેપમાં કહે છે. જીવ જુદા પુદ્ગલ જુદા, યહી તત્ત્વકા સાર; અન્ય કછુ વ્યાખ્યાન હૈ, યાહીકા વિસ્તાર. (૫૧) આ શાસ્ત્ર ભણવાનું સાક્ષાત્ તથા પરંપરા ફળ. ઈષ્ટ ઉપદેશ સુગ્રંથકો, પઢે સુબુદ્ધિ ભવ્ય; માન અમાનમેં સામ્યતા, નિજ મનસે કર્તવ્ય.
*
૫૦
આગ્રહ છોડ સ્વગ્રામમેં, વા વનમેં સુ વસેય; ઉપમારહિત સ્વમોક્ષ શ્રી,નિજકર સહજ હિ લેય. ૫૧
Page #271
--------------------------------------------------------------------------
________________
: Eવદર
-
Giri+A
%8 *
*
(૨૨૫) દિવાળીનો બોધ
સંતનું હૃદય ૧૯૯૦ના દિવાળીના દિવસે પ.કૃ.પ્રભુશ્રીએ પોતાનું હૃદય જણાવેલું તેથી તે બધાં શ્રોતાઓને થયેલું કે -
આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય ક્ષણે ક્ષણે સમયે સમયે લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે :
પ.પૂ.પ્રભુશ્રીએ કહેલું તેનો ઘણો જ ટુંકો સાર :
અમે અમારું હૃદય જણાવીએ છીએ. અમને તો રોમ રોમ એક એ જ પ્રિય છે. અમારી જીવનદોરી એ જ (પરમકૃપાળુદેવ) છે. તેમના ગુણગ્રામ થાય ત્યાં અમને ઉલ્લાસ આવે છે. અમારું તો સર્વસ્વ એ જ છે. અમને એ જ માન્ય છે. તમારે એવી માન્યતા કરવી, એ તમારો અધિકાર છે. મહાભાગ્ય હશે એને એ માન્યતા થશે.
સરળતાથી અમે જણાવીએ છીએ કે જેને એ માન્યતા થશે તેનું કલ્યાણ થઈ જશે. શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થશે તેનું ભવભ્રમણ મટી જશે.
મેં તો આત્મા જાણ્યો નથી. પરંતુ યથાતથ્ય જ્ઞાનીએ (પરમકૃપાળુદેવે અને અનંતા જ્ઞાનીએ)એ જામ્યો છે, તેવો મારો આત્મા છે. જ્ઞાનીએ (પરમકૃપાળુદેવે) જે આત્મા દીઠો છે તે જ મારે માન્ય છે. તે પ્રાપ્ત કરવા તેમનું જ મારે શરણ માન્ય છે. આટલો ભવ મારે તો એ જ કરવું છે, એ જ માનવું છે કે પરમકૃપાળુએ જે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો મારો આત્મા શુદ્ર સિદ્ધ સમાન છે. તે મેં જાણ્યો નથી પણ માન્યતા વિશ્વાસ શ્રદ્ધા પ્રતીતિ રોમ રોમ એ જ કરવી છે.” આટલો ભવ એટલી જો શ્રદ્ધા થઈ ગઈ તો મારું અહોભાગ્ય.
Page #272
--------------------------------------------------------------------------
________________
(૨૨૬)
પછી ગમે તો દુ:ખ આવો, રોગ આવો, ગમે તો દેહ છૂટી જાઓ પણ મારી શ્રદ્ધા એક જ અચળ રહો.
‘‘સમકિત સાથે સગાઈ કીધી, સ્વપરિવારશું ગાઢી,
મિથ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બાહેર કાઢી.’’
વ્રત નિયમ કરવાં એ તમારો અધિકાર છે. એ કર્મની પ્રકૃતિ છે. તે આત્મા નથી.
‘‘બ્રહ્મ સત્યં જગત મિથ્યા'' આત્મા સત્ અને જગત મિથ્યા. જ્ઞાની એ આત્મા છે, તેમની શ્રદ્ધા તે જ સમકીત છે એ એક જ સત્ય છે.
દિવસ હોવા છતાં જ્ઞાની રાત કહે-તો તે પ્રમાણે પોતાના વિકલ્પો મૂકીને રાત કહેવી.
એવી શ્રદ્ધાવાળા જીવો પરમકૃપાળુદેવના વખતમાં હતા. એવી શ્રદ્ધા જોઈએ. જે જીવોને પરમકૃપાળુદેવની શ્રદ્ધા થઈ છે તેમના પ્રત્યે અમને પૂજ્યભાવ છે કારણ સત્યને વળગ્યા છે, તેથી તેમનું કલ્યાણ થવાનું છે. ***
(સં. ૧૯૮૬માં પ.પૂ. પ્રભુશ્રીએ ચાર દિવસ એટલે તેરસ, ચૌદશ, દિવાળી અને એકમના દિવસે, રાત્રે છત્રીસ છત્રીસ માળા ફેરવવાનો ક્રમ જણાવ્યો હતો.
૩ માળા ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’’ મંત્રની, ૨૮ માળા ‘‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ’’ મંત્રની અને ૫ માળા ‘‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે’’ મંત્રની.
તે છત્રીસ માળા સુધી પણ જે સામાયિકમાં બેઠા હોય તેમ ન બેસી શકે તે સવાર સાંજ થઈને ૩૬ માળા ફેરવી લે. એમ ૧૪૪ માળા માત્ર સમાધિમરણની ઈચ્છાથી ફેરવે. કોઈ પણ પ્રકારની આ લોક પરલોકની વાંછા-નિયાણું ન કરે; ચાર દીવસ યથાશક્તિ તપ કરે; ઉપવાસ, એકટાણું કે નીરસ આહારથી ચલાવે તથા બ્રહ્મચર્ય પાળે. શુભ ભાવનામાં ચારે દિવસ ગાળે તો તે સમાધિમરણની તૈયારી છે.)
Page #273
--------------------------------------------------------------------------
________________
(૨૨૭)
૨
પ્રભુ-પ્રસાદ મહામાર્ગ – પરમ રહસ્ય (અનુ: શ્રી રાવજીભાઈ . દેસાઈ)
હરિગીત છંદ : નિષ્કામ કરુણામૂર્તિ શ્રીલઘુરાજ પ્રભુશ્રી એકદા, મંગલમયી દીપોત્સવી દિને સભામાં રાજતા; કરુણાભરી અમૃતવાણી, ત્યાં પ્રભુ વરસાવતા, ઉલ્લાસથી જિજ્ઞાસુ સુણતાં, પાપ તાપ શમાવતા. આજે અમારું હૃદય તમને, વ્યક્ત કરી દઈએ છીએ, છે પ્રિય અમને રોમ રોમે, એક જીવન-દોરી એ, શ્રીમદ્ કૃપાળુદેવ સાચા, તરણ તારણ જાણીએ, ગુણગાન તે પ્રભુના થતાં, ઉલ્લાસ ઉરમાં આણીએ. સર્વસ્વ એ સદ્ગુરુ અમારે માન્ય અમને એક એ, શ્રદ્ધા તમારે એવી કરવી, તમ તણો અધિકાર છે; જેનાં હશે મહાભાગ્ય તે, એ માન્યતા નિશ્ચલ ધરે, કહીએ સરળતાથી, થતાં એ માન્યતા ભવ નિસ્તરે. ભદ્રિક બાળ જીવો ઘણા રે કામ તેનાં થઈ જશે, શ્રદ્ધા પ્રતીતિ અચળ કરશે, ભવભ્રમણ તેનાં જશે; જે જે કૃપાળુદેવની દૃષ્ટિ ઉપર આવે બધા, કલ્યાણ થાશે સર્વનું, આવે ભલે કોટિ કદા. આત્મા યથાર્થ પિછાણી પૂર્વે, મોક્ષ પામ્યા જ્ઞાનીઓ,
તેવો જ આત્મા સિદ્ધ સદશ, આજ જેણે જાણીઓ; - જોયો, પ્રકાશ્યો, અનુભવ્યો, સહજાત્મરૂપે સ્થિતિ કરી, - જિજ્ઞાસુને સન્માર્ગ તે, દીધો અહો ! કરુણા કરી.
Page #274
--------------------------------------------------------------------------
________________
(૨૨૮).
અભુત મહાયોગીન્દ્ર, શાશ્વત મુક્તિમાર્ગ પ્રકાશતા, સિદ્ધાંતજ્ઞાન રહસ્ય ખોલી મોક્ષદ્વાર ઉઘાડતા; સહજત્મદર્શન જ્ઞાન અનુભવ, રત્નત્રય ઝલકાવતા, તેમાં રુચિ જે જે કરે, તે સર્વને ઉદ્ધારતા. એ જ્ઞાની સદ્ગુરુ રાજના, સહાત્મ જ્ઞાન પ્રકાશમાં, ભાસે યથાર્થ સ્વરૂપ મારું, તેમ સર્વ તણું યથા; તેવો જ આત્મા શુદ્ધ મારો, સિદ્ધ સમ મુજ પદ ખરું, તેને જ માનું, પર તજું, તો શીધ્ર સિદ્ધિ-સુખ વ. જે જ્ઞાનીએ કહ્યું માનવા, તેથી બીજું માની અહા ! પીધું હલાહલ વિષ મેં, ભવ ભ્રમણ તો તેથી રહ્યાં; એ માન્યતા મિથ્યા અનાદિની હવે તો ટાળવા, કટિબદ્ધ થઈ જાગૃત થા, હે !જીવ, સ્વરૂપ નિહાળવા. આત્મા ન જાણ્યો મેં છતાં, જાણ્યો કૃપાળુ જ્ઞાનીએ, તેવો જ આ મુજ આતમા શ્રદ્ધા અચળ એ આણીએ; તે સ્વરૂપ પ્રાપ્તિ કારણે, ગુરુરાજ શરણ સ્વીકારીએ, આરાધી આજ્ઞા એક-નિષ્ઠાથી સ્વસિદ્ધિ સાધીએ ગગનાંગણે' દિનમણિ પ્રકાશ, દિવસ લોકો તે કહે, પણ જ્ઞાની તેને રાત્રિ કહે, તો તેમ કેવલ સદહે; નિજકલ્પના કે નિજ મતિ અવગણી,અપરાધણ ગણી, જે એક-નિષ્ઠા અપૂર્વ શ્રદ્ધા દઢ ધરે જ્ઞાની તણી. એવા રૂડા જીવો કૃપાળુ સમીપમાં દીઠા ખરે, શ્રદ્ધા અનન્ય અપૂર્વ એવી જે કરે તે ભવ તરે; “આ જ્ઞાની,” કે “તે જ્ઞાની,” એવી કલ્પના કરવા જશો, તો અલ્પ મતિજ્ઞાને હલાહલ ઝેર પી માર્યા જશો.
- ૧૦
૧૧
૧ આકાશરૂપી આંગણમાં ૨ સૂર્ય
RT FILM
Page #275
--------------------------------------------------------------------------
________________
(૨૨૯)
કરવાં ન કરવાં વ્રતનિયમ, અધિકાર છે એ આપનો, પ્રકૃતિ છે એ કર્મની, ના મહત્તા એની જ ગણો; ‘શ્રીમદ્ કૃપાળુ જ્ઞાની સાચા,' વચન મુજ એ માનજો, જો એક શ્રદ્ધા એ થશે, સમકિત-સિદ્ધિ માણજો. દેહાત્મબુદ્ધિ દૂર કરવા, આત્મવૃત્તિ ઉગાડવા, અદ્ભુત બ્રાહ્મીવેદના, ઉર રોમ રોમ જગાડવા; સંસાર–ક્લેશ સમસ્ત ખોવા, શાંતિ શાશ્વત પામવા, અમૃતરસ રેલાવતા, રાજેશ રોજ ઉપાસવા.
રે
એ શુદ્ધ આત્મદશા અહો ! એ જીવનમુક્તિ સુખ કહો, વીતરાગતા, સહજાત્મતા, ઈત્યાદિ નામ અનેક હો; ઐશ્વર્ય આત્મિક પ્રગટ પ્રગટાવ્યું પ્રભુ જયવંત હો ! તરણ-તારણ ધર્મ-ધારણ, સિદ્ધિ-કારણ ઉર રહો. દિવ્ય જ્ઞાની ધારિયા, એક એ નિર્ધારિયા; મુક્તિ સુખે વિરાજતા, સહાત્મરૂપે રાજતા. આત્માને ખરે ઉપાસતા,
જેણે હૃદય મંદિરમાં, એ શ્રદ્ધા પ્રતીતિ ભક્તિભાવે તેણે અનંતા સિદ્ધ જે; તે સર્વને હ્રદયે ધર્યાં,
શુદ્ધ
એ ભાગ્યશાળી, સહાત્મને ભજતાં સદા, સહજામતા પ્રગટાવતા; એવા રૂડા જીવો ઘણા, જે સત્યને વળગ્યા અહો ! તે દેખતાં ઉર ઉલ્લસે, નિવૃત્તિ માર્ગ ભલો ગ્રહ્યો. એ પકડ અંતરમાં હવે, અત્યંત નિશ્ચળ ધારવી, પ્રારબ્ધ ઉદયે દુ:ખ આવે, તોય એ ન વિસારવી; આવે ભલે વ્યાધિ મહા, સંકટ વિકટ આવે ભલે, આ દેહ છૂટે તો ભલે પણ પ્રતિત આ કદિ ના ચળે.
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
Page #276
--------------------------------------------------------------------------
________________
પર છે
..
૧૮
૧૯
(૨૩૦) એ દુઃખ વ્યાધિ સંકટો કે દેહ પણ મારાં નહીં, તે જાય કે રહે તોય હાનિ,લાભ મુજને છે નહીં; મારું સ્વરૂપ યથાર્થ તો જ્ઞાની ગુરુએ જાણિયું, તેવું જ છે ચૈતન્યમૂર્તિ શુદ્ધ બુદ્ધ પ્રમાણિયું. શરણે રહી ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ તણા, પ્રગટાવું હું મુજ શુદ્ધ આત્મા,સિદ્ધ સમ, ત્યાં ના મણા; છે જન્મમૃત્યુ વ્યાધિ આદિ, દેહને, મુજને નહીં, તે જાણનારો, તેથી ન્યારો, અમર આત્મા હું સહીં. એ શુદ્ધ આત્મદશા મને, પ્રગટે ન પૂરણ જ્યાં સુધી, ગુરૂદેવ શ્રી સહજાત્મ પ્રભુનું શરણ તજું ના ત્યાં સુધી; ઐશ્વર્ય અનુપમ જ્ઞાનીને જે પ્રગટ તે પ્રગટો મને, બીજુ કશું ચાહું નહીં, હો માત્ર જે જ્ઞાની કને. સંપૂર્ણ દર્શન જ્ઞાન સુખ શક્તિ અનંતી સ્વાત્મની, તે એક રૂચિ, ઈચ્છા, પ્રતીતિ, ભાવના પરમાત્માની; અભ્યાસ આતમભાવનાનો સતત આદરતાં ખરે, પ્રત્યક્ષ અમૃત પામીને પ્રાન્ત અમર પદ તે વરે. સત્સંગ-રંગે અંગ રંગી ભાવના-વૃદ્ધિ કરો, જ્ઞાનીતણી વાણી ખરે, અમૃત ગણી અતિ આદરો; તેમાં જ ચિત્ત રમાવતાં, એકાગ્રતા તેમાં ધરો, રાજેશ વચને જીવન રંગી, જીવન્મુક્તિ સુખ વરો.
૨૦
૨૨
Page #277
--------------------------------------------------------------------------
________________
its નવીન
*
*
*------
૨.
(૨૩૧) શ્રી પદ્મનંદિ પંચવિંશતિમાંથી
જિનવર દર્શન પ્રસ્તાવિક પદ્ય –
ધન્ય રે દિવસ આ અહો ! પ્રભુદર્શન આજ પમાય રે; સુધર્મ પ્રભાત પ્રગટ થતાં, દુઃખ સ્વપ્નની રાત્રિ ગમાય રે. ધ. મોહ અંધારે હું આથડો, વીત્યો રે કાળ અનંત રે; માર્ગદર્શક સત્ય ના મળ્યા, દીઠા નહિ ભગવંત રે. ધ. મારું મારું પરને ગમ્યું, ધરી વેશ અનેક પ્રકાર રે;
ત્રિવિધ તાપમાં હું બળ્યો, ટળ્યો નહિ અહંકાર રે. ધ. ૪ ભીડભંજન ભગવંત તું, ગ્રહું શરણ અનન્ય રે;
ચરણકમળમાં રાખજો, ગુરુકૃપા કરે ધન્ય રે. ધ. જ્ઞાન અનંતાનંત તુજ દર્શન મોક્ષસ્વરૂપ રે;
અચળ અનંત છે શક્તિ તુજ, મુજ લક્ષ રહો એ રૂ૫ રે ધ. તારાં દર્શનથી જિનરાજ રે સર્યા સર્યા મારાં સહુ કાજ રે; ભમ્યો અંધ બની ભવ માંહિ રે, કાળ અનંત, પામ્યો ન કાંઈ રે ૧ તારાં દર્શનથી જિનરાજ રે, મારાં નયન સફળ થયાં આજ રે; શીઘ્ર શીતળ તન મન થાય રે, જાણે આજ અમૃત વરસાય રે. ૨ તારાં દર્શનથી જિનરાજ રે, ટળ્યાં મોહ-પડળ મુજ આજ રે, વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ રે, હતું તેવું દીઠું મેં અનૂપ રે. ૩ તારા દર્શનથી જિનરાજ રે, ઉર આનંદ આજ ન માય રે; હવે આત્મા ન ઈચ્છે કાંઈ રે, જાણે મુક્ત થયો હુ આંહિ રે ૪ તારા દર્શનથી જિનરાય રે, મારાં મહા પાપોય પળાય રે; રવિ ઉગ્ય ન લાગે વાર રે, જય રાત્રિતણો અંધકાર રે. ૫
Page #278
--------------------------------------------------------------------------
________________
(૨૩૨) તારાં દર્શનથી જિનરાય રે, એવો પુણ્ય ઉદય મને થાય રે; જેથી આ ભવમાં રિદ્ધિ પામી રે, થાય પરભવમાં સિદ્ધિસ્વામી રે ૬ તારાં દર્શનથી જિનરાય રે, એવો પુણ્ય લાભ મને થાય રે; જેથી થશે અનુપમ સુખ રે, અક્ષય મોક્ષથી ટળશે દુઃખ રે. ૭ તારાં દર્શનથી જિનરાય રે, સંતોષ પરમ મને થાય રે ઈન્દ્રવૈભવ પણ તૃણ લાગે રે, લેશ તૃષ્ણા નહિ ઉરે જાગે રે. ૮ તારાં દર્શન તો ભગવંત રે, નિર્વિકાર ને ઉપશમવંત રે; તેથી ઉલ્લાસ જેને ન થાય રે, તેનાં જન્મ મરણ નહિ જાય રે. ૯ તારાં દર્શન કરી જિનરાય રે, બીજા કામે મારું મન જાય રે; તે તો પૂર્વકર્મોનો દોષ રે, રહે ઉર અતિશય રોષ રે. ૧૦ તારાં દર્શન કરી જિનનાથ રે, ભવાંતરની જવા ઘો વાત રે; આ ભવમાં ઝટ સુખ થાય રે, દુઃખમાત્ર દર્શનથી જાય રે. ૧૧ તારાં દર્શનથી જિનરાય રે, દિન આજે ઉત્તમ ગણાય રે, બીજા બધા દિનોમાં આજ રે, સફળતાથી બની શિરતાજ રે ૧૨ તારાં દર્શનથી ભગવંત રે, માનું મંદિર બહું મૂલ્યવંત રે સર્વ સંપત્તિસૂચક સ્થાન રે, થાય સૌભાગ્યનું અનુમાન રે. ૧૩ તારાં દર્શનથી જિનરાય રે, ભક્તિ જળથી ક્ષેત્ર ભાય રે; દિલે રોમાંચ જે દેખાય રે, પુણ્ય અંકુર સમ સોહાય રે. ૧૪ તારાં દર્શનથી જિનભૂપ રે, શ્રુત-અમૃત સાગર રૂ૫ રે, રાગી, દ્વેષી દેવો ન મનાય રે, કેમ કાચ તે હીરા ગણાય રે, ૧૫ તારા દર્શનથી જિનરાય રે, મોક્ષ દુર્લભ, તોયે થાય રે; મનનો મિથ્યાત્વ મળ જો જાય રે,તો તો મોક્ષ સમીપ ભળાય રે. ૧૬
Page #279
--------------------------------------------------------------------------
________________
કા *
. કાન હનુકૂળ
(૨૩૩)
= the firs, " મને
જી
ન
તારાં દર્શન હે! જિનરાય રે, ચર્મચક્ષુથી પણ જો થાય રે; તો તે પુણ્ય નયન દિવ્ય પામે રે, કેવળજ્ઞાન ને દર્શન નામે રે ૧૭ તારાં દર્શનથી જિનરાય રે, કૃતકૃત્યતા જો ન મનાય રે; ભવસાગરે ડૂબકાં ખાય રે, બહુકાળ એણો એળે જાય રે. ૧૮ તારાં દર્શનથી જિનરાય રે, નિશ્ચય દૃષ્ટિથી જે કંઈ થાય રે, સ્વાનુભવમાં આવે, ન કહાય રે, વચનાતીત કેમ વદાય રે ? ૧૯ તારાં દર્શનથી જિનભૂપ રે, અહો ! કેવળજ્ઞાન સ્વરૂ૫ રે; હવે દર્શન શુદ્ધિ પામી રે, માનું પરનો નહિ હું સ્વામી રે. ૨૦ તારાં દર્શનથી જિનરાજ રે, થાય દષ્ટિ નિર્મળ સુખસાજ રે; પછી સૂરજનું શું કામ રે, અતિ પ્રતાપી આતમરામ રે ૨૧ તારાં દર્શન તો જિનરૂપ રે, કેવળજ્ઞાન નિર્દોષ સ્વરૂપ રે; વીર વગર દષ્ટિ ક્યાં માણે રે, નભે તો દોષાકર જડ જાણે રે. ૨૨ તારા દર્શનથી જિનરાય રે, નિસ્તેજ જેવાં આ જણાય રે; ચિંતામણિ, સુરતરૂ, કામધેનુ રે, તડકે આગીઆ-તેજ શાનું રે ર૩ તારાં દર્શનથી જિનરાય રે, મનમાં પ્રેમરસ ઉભરાય રે; અદંરથી એ બાહેર આવે રે, આનંદ અશ્રુરૂપે સુહાવે રે. ૨૪ તારાં દર્શનથી જિનરાય રે, કલ્યાણ પરંપરા ધાય રે; વગર તેડે એ આગળ હાલે રે, ચંદ્ર પહેલાં કિરણ જેમ ચાલે રે. ૨૫ તારાં દર્શનથી જિનરાય રે, દશ દિશાવેલી ફળી આજ રે; ફુલ્યા વિનાય ઈષ્ટ અપાય રે, રત્નવૃષ્ટિ આકાશથી થાય રે. ૨૬ તારાં દર્શનથી જિનરાય રે, મોહ-નિદ્રાને ભય દૂર થાય રે; જેમ કુમુદ ચાંદની માંય રે, સરોવરમાં પ્રફુલ્લિત હોય રે. ૨૭
Page #280
--------------------------------------------------------------------------
________________
(૨૩૪)
તારાં દર્શનથી જિનરાય રે, મહાસુખ ઉરે ઉલસાય રે; . જેમ ચંદ્ર પૂનમનો જોઈ રે, ઉછળે ઉદધિ વૃતિ ખોઈ રે. ૨૮ તારાં દર્શનથી જિનરાય રે, ઉરમાં આનંદ નહિ માય રે; ઈન્દ્ર નેત્ર હજાર બનાવે રે, તોય આનંદ આવો ન આવે રે. ૨૯ તારાં દર્શનની જિનરાય રે, મુજ મિત્ર આ ભવ પણ થાય રે; તુજ દર્શને આ ભવે પામ્યો રે, સઘળો શોક જેથી વિરામ્યો રે. ૩૦ તારાં દર્શનથી જિનરાય રે, ભક્તિરાગી ભવ્યોને થાય રે. લીલામાત્રમાં સિદ્ધિ સઘળી રે, પહેલાં શ્રમથી પણ જે ન મળી રે ૩૧ તારાં દર્શનથી જિનરાય રે, શુભગતિનું સાધન થાય રે; મરણકાળે ધીરજ એથી આવે રે, નિર્ભય થઈ પરલોકે જાવે રે ૩૨ તારા દર્શનથી જિનરાય રે, પ્રાપ્તિ ચરણકમળની થાય રે; તેથી બાકી રહે નહિ કાંઈ રે, કોને દર્શન ઈચ્છા નાહિ રે ૩૩ તારાં દર્શનથી જિનરાજ રે, પદ્મનંદિ-દર્શન સ્તુતિ કાજ રે; ત્રિકાળ, પ્રભુ, જે ભણશે રે, જન્મ મરણ તે નિજ હણશે રે. ૩૪ તારાં દર્શનથી જિનરાય રે, થયું સ્તવન જન સુખદાય રે; ભવ્યને ભણવા યોગ્ય ભાળ રે, જગમાં જય પામો ત્રિકાળ રે. ૩૫ તારાં દર્શનથી જિનરાય રે, (ગુરુરાય રે) જીવન-વસંત સમ્યફ થાય રે અનુવાદ થયો ગુરુ ચરણે રે, વસંતપંચમીએ સંત ચરણે રે. ૩૬
Page #281
--------------------------------------------------------------------------
________________
(૨૩૫)
સ્તુતિ અષ્ટક
અહો હરિદેવ, ન જાનત સેવ,
અહો હરિરાય, પરું તુમ પાય; સુણો યહ ગાથ, ગ્રહો મમ હાથ,
અનાથ અનાથ, અનાથ અનાથ.
અહો પ્રભુ નિત્ય, અહો પ્રભુ સત્ય,
અહો અવિનાશી, અહો અવિગત્ય; અહો પ્રભુ ભિન્ન, દિસેજુ પ્રકૃત્ય,
નિત્ય નિહત્ય, નિત્ય નિહત્ય. ર
અહો પ્રભુ પાવન, નામ તુમાર,
ભજે તિનકા સબ જાય વિકાર; કરી તુમ સંતનકી જ સહાય,
અહો હરિ હો હરિ હો હરિરાય.
૩
અહો પ્રભુ હો સર્વજ્ઞ સયાન,
દિયો તુમ ગર્ભહિ તેં પયપાન; સો ત્યોં અબ ક્યોં ન કરો પ્રતિપાલ,
અહો હરિ હો હરિ હો હરિલાલ.
૪
ભજૈ પ્રભુ બ્રહ્મ, પુરંદ્ર મહેશ,
| ભજૈ સનકાદિક નારદ શેષ; ભજે પુનિ ઓર, અનેકહિ સાધ,
અગાધ અગાધ, અગાધ અગાધ.
૫
અહો સુખધામ કહૈ મુનિ નામ,
અહો સુખ દૈન, કહે મુનિ બૈન;
Page #282
--------------------------------------------------------------------------
________________
(૨૩૬)
૬
અહો સુખરૂપ, કહે મુનિરૂપ, - અરૂપ અરૂપ, અરૂપ અરૂપ. અહો જુગ આદિ, અહો જુગ અંત,
અહો જુગ મધ્ય કહે સબ સંત; અહો જુગ જીવન હો જુગ જંત,
અનંત અનંત, અનંત અનંત.
અહો પ્રભુ બોલી શકે કહે કૌન,
ગહી સિધ સાધકહીં મુખ મૌન, ગિરા મન બુદ્ધિ ન હોઈ વિચાર,
અપાર અપાર, અપાર અપાર.
શ્રી સુંદરવિલાસ
Page #283
--------------------------------------------------------------------------
________________
(૨૩૭) ભક્તિ વિષે
(ચોપાઈ)
ભક્તિયોગ અબ સુનહુ સયાના, બુદ્ધિ પ્રવીણ ક્યું કરો બખાના; ભક્તિ કરનકા યહ આરંભા, મહલ ઉઠઈ જો થિર હૈ થંભા.
૧
પ્રથમહી પકરે દઢ વૈરાગા, ગ્રહ વિષ આસ કરૈ સબ ત્યાગા; જિતેંદ્રિય અરુ હૃદૈઉદાસી, અથવા ગૃહ અથવા વનવાસી. માયા મોહ કરે નહીં કહુ, રહે સબસો બેપરવા; કનક કામિની છાૐ સંગા,આશા તૃષ્ણા ધરે ન અંગા. શીલ, સંતોષ, ક્ષમા ઉર ધારે, ધીરજ સહન દયા પ્રતિપારે; દીન ગરીબી રાખેં પાસા, દેખૈ નિપંખ ભયા તમાસા.
૪
૫
માન મહાતમ કછુ ન ચાહૈ, એકે દશા સદા નિરવાહૈ; રાવ રંકી શંક ન આર્ન, કરી કુંજરા સમ કરિ જાનૈ. આત્મદષ્ટિએ સકલ સંસારા, સંતનકો રાખે અધિકારા; વૈરભાવ કાહૂ નહીં કરઈ, સદ્ગુરુ શબ્દ હૃદયમેં ધરઈ.
સાર ગ્રહૈ કુકશે સબ નાખે, રમવા રામ ઈષ્ટ શિર રાખેં; આન દેવકી કરે ન સેવા, પૂજે એક નિરંજન દેવા. ૭ મન માહ સબસો જશ થાપે, બાહિરકે બંધન" સબ કાર્પ; જૂન સમુંદર અધિક અનૂપા, તામહિ મૂરતિ જ્યોતિ સરૂપા. ૮ ૧. શાણા. ૨ કહું છું. ૩. મજબૂત. ૪. થાંભલો, પાયો. ૫. વિષયની. ૬. હૃદયમાં. ૭. વિરાગી. ૮. ઉદાસીન. ૯. પ્રતિપાળ કરે,પાલન કરે. ૧૦. અપક્ષપાતપણે. ૧૧ ડર, શરમ. ૧૨ હાથી. ૧૩ પોતાનું રૂપ. ૧૪ ભુસો, થુલું. ૧૫ બીજા. ૧૬ ઉપાધિ. ૧૭ નિરાકાર.
Page #284
--------------------------------------------------------------------------
________________
(૨૩૮)
સહજ સુખાસન બૈઠે સ્વામી, આગે સેવક કરે ગુલામી; સહજ મન-ઉદક સ્નાન કરાવૈ, પરમ પ્રીતિકે પુષ્પ ચઢાવૈ. ૯ ચિતચંદન હૈ ચર્ચ અંગા, ધ્યાનધૂપ ખેવૈ તા સંગા; ભોજન ભાવ° ધરે લે આગે, મનસા વાચા કુછ ન માગે. ૧૦ જ્ઞાન દીપ આરતી ઉતારે, ઘંટા અનહદ શબ્દર વિચારે; તનમન સકલ સમર્પન કરઈ, દીન હોઈ પુનિ પાયન પરઈ. ૧૧ મગન હોઈ નાચે આ ગાવૈ, ગદગદ રોમાંચિત હોઈ આવૈ, સેવક ભાવ કદી નહીં છોરે, દિન દિન પ્રીતિ અધિકી જોરે ૧૨
ન્યું પતિવ્રતા રહૈ પતિ પાસા, ઐસે સ્વામી ઢિંગ દાણા; કાહૂ દશા ભૂલી જે જાઈ, તો પતિવ્રતા જુ કહિએ નાઈ. ૧૩ નૈકુન પાવ આવ દિશ ધાર૪, જો પતિ કહૈ સો આજ્ઞા પાર; સદા અખંડિત સેવા લાવૈ,સોઈ ભક્તિ અનન્ય કહાવૈ. ૧૪
(દોહો) યહસો ભક્તિ અલિંગિની, વિરલા જાણે ભેવ; ભાગ હોઈ સો તો પાઈયે, સમઝાવે ગુરુ દેવ.
(શ્રી સુંદરદાસ)
૧૮મનરૂપી પાણી. ૧૯શરીર. ૨૦ભાવરૂપી ભોજન. ૨૧ જ્ઞાનરૂપી દીવો. ૨૨ બ્રહ્મનાદ. ૨૩ પાસે. ૨૪ બીજે રસ્તે જરા પણ પગ મૂકે નહિ.
Page #285
--------------------------------------------------------------------------
________________
(૨૩૯)
4) ઢ
ઢ
જીવ્યું ધન્ય તેહનું”
(રાગ-ધોળ) પરથમ વરણાશ્રમ ધર્મ પાળતા, કીધાં જપ વ્રત દાન અનેક, જીવ્યું ધન્ય તેહનું. તેથી હરિભક્તિ ઉર ઉપની, જાણો સાચો સ્વામી એક તેણે તીવ્ર વૈરાગ પ્રગટ થયો, ગઈ ભોગ વાસના દૂર જી. જડ ચૈતન્ય શુદ્ધ વિવેકથી, જાણ્યા જુજવા જ્યમ તમ સૂર દશ ઇંદ્રિયો જેણે વશ કરી, જીત્યા મન બુદ્ધિ ચિત્ત અહંકાર જી. ઉપરતી પામ્યું મન સર્વદા, ન કરે કાંઈ વિષય વિચાર છે. સુખથી ઉછરંગ ન મન ધરે, ભય દુઃખથી ન પામે લગાર વિશ્વાસ ગુરુ વેદાંતનો, દઢ કરી ચિત્ત રાખે ઠાર નિજ રૂપ જાણવા ચિત્ત રહે, એકાગ્રપણે દિન રાત જી. ૯ એક મોક્ષની ઈચ્છા મન વિષે, બીજી કાંઈ ગમે નહીં વાત સેવે શ્રી ગુરુ દેવને હેતથી, કરે નિકટ એકાંતે વાસ છે. ૧૧ કરે શ્રવણ મનન વેદાંતનું, નિશીવાસર એ જ અભ્યાસ છે. ૧૨ મહા વાક્ય વિચારતાં મુડીયે, રહ્યું ચૈતન્ય સર્વાવાસ જીવ ઈશ" ઉપાધિ પરહરી, નિજરૂપ લલ્લું ટળ્યો દાસ પાંચ કોશના પડદા ટાલીયા, પામ્યો જલહલ જ્યોતિ પ્રકાશ છે. ૧૫પાંચ ભુતના પુતલાં પરહરાં, જાણ્યો સૂત્રાત્મા સુખ રાશ છે. ૧૬ ધ્યાતા, ધ્યાન, ધ્યેય વૃત્તિ પરહરી, રહ્યો ધ્યેય નિરંતર આપે છે. ૧૭
g,
4) ઢ
ઢ
ઈ
ઈ
પ.કૃદેવ મુંબઈ હતા ત્યારે દામૂજીભાઈને આ કાવ્ય મોઢે કરવા કહેલું ને કેમ બોલવું તે તેમણે શીખડાવેલું. તેમણે કહેલું આ કાવ્ય હળવે હળવે બોલવાનું નથી. પણ સપાટાબંધ બોલવું.
Page #286
--------------------------------------------------------------------------
________________
છે. ૧૮ છે. ૧૯ છે. ૨૦ છે. છે.
(૨૪૦) ગુણ ત્રણ્યના દેવની એકતા, જાયો બ્રહ્મ પ્રણવનો જાપ પુણ્ય પાપનાં ત્રાજવાં ત્રોડીયાં, મેહેલ્યો, વધઘટનો વેપાર કર્મ કાંડનાં કાટલાં પરહર્યા, પામ્યો જ્ઞાન અખૂટ ભંડાર ખટ શાસ્ત્રના ખોટા રાજવી, કહાડ્યા કરતા કુડા વાદ થાણું બેઠું વેદાંત ભુપાળનું, ઉક્યો અનહદ નોબત નાદ હડ જ્ઞાન ગગનમાં મલપતો, છૂટો મોહ માયાનો પાસ તુરીયા પદમાં વરતે સદા, અજ્ઞાન થઈ ગયું નાશ સંસાર સમુદ્રને શોષીયો, સુખ સાગર લહેર અપાર વસે અડસઠ તીરથ અંગમાં, દેવ ઓચરે જય જયકાર પરાપાર તે વરતે પ્રેમમાં, મુખે બોલે બોલ અમૂલ અણસમજુના આલ ગણે નહિં, જેમ કરીવર ઉપર ફૂલ જેનો કાળ તે કીંકર થઈ રહ્યો, મૃગ તૃષ્ણા જલ ત્રલોક તેને ચરણે તે શીશ નમાવતાં, ટળે ત્રિવિધ તાપ ઉર શોક. દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લોક. ભાસે બ્રહ્મ કલોલ તે સર્વદા, ચાર ખાણને ચૌદ લોક. દુઃખરૂપ તે સુખ સાગર થયું, થયો દૈતવૃત્તિનો નાશ રવિમાં જ્યમ તમ ભાસે નહીં, ભાસે સઘળે તે પૂર્ણપ્રકાશ.
ઈ ઈ ઈ ઈ 8 8 8 8 5 )
3
છે. ૩૩ જી. ૩૪.
૧ હરિ = ચૈતન્ય. ૨ સ્વામી = ઈષ્ટ ૩, જીવ = અવિદ્યારૂપ ઉપાધિ પડી તે છવભાવ. ૪. ઈશ = માયારૂપ ઉપાધિને લીધે ઈશ્વર. ૫. સૂત્રાત્મા = સુતરની પેઠે પરોવાયલો. ૬.
ઓંકાર નામરૂપમાં ભેદનહીં. ૭. અજ્ઞાન આપવારૂપ જે ખટ શાસ્ત્રો છે તે ખોટા છે. ૮. કૂડા = જૂઠા. ૯. છેવટનું સત્ સિદ્ધાંત-ખરો રાજા. ૧૦. હદ નહીં, આધ, મધ્ય અંતરૂપે નહીં હોય-તેમાંથી વિશેષ કરીને ભાન થાય છે. બાહ્યની વૃત્તી અંતરમાં થાય છે ત્યારે તે સંભળાય છે. ૧૧. આત્માની ચોથી અવસ્થા. ૧૨. પરસ્થિતિ યા મધ્યભાવેથી પર બોલાય નહી, સમજાય નહી.
Page #287
--------------------------------------------------------------------------
________________
(૨૪૧)
દીસે દેહવંત જડબુદ્ધિને, પોતે ત્રણ દેહને પાર ખાતાં પીતાં બોલતાં નિત્યે, છે નિરંજન નિરાકાર.
જાણે સંત સલુણા' તેહને, જેને હોય છેલ્લો અવતાર. જગ પાવનકર તે અવતર્યાં, અન્ય માત ઉદરનો ભાર. તેને ચૌદ લોકમાં વિચરતાં, અંતરાય કોઈયે નવ થાય. રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી, બ્રહ્માનંદ હદે ન સમાય. જાણે એક અખંડિત બ્રહ્મને, નવ દેખે તે માયા ગોલ સચ્ચિદાનંદ બ્રહ્મરૂપે સદા, કરે આનંદ મોજ કલોલ
૧. સારા ૨. માયા પ્રપંચ
જી. ૩૫
જી. ૩૬
જી. ૩૭
જી. ૩૮
જી. ૩૯
૭. ૪૦
૭. ૪૧
૭. ૪૨
Page #288
--------------------------------------------------------------------------
________________
(૨૪૨) પરિનામની વિચિત્રતા
૧
જીવનકે પરિનામનિકી યહ
અતિ વિચિત્રતા દેખ હુ જ્ઞાની - ટેક. નિત્ય નિગોદમાંહી તેં કઠી કર,
નર પરજાય પાય સુખદાની; સમકિત લહી અંતમૂહુર્તમે;
કેવલ પાય વરે શિવરાણી. જીવનકે. મુનિ એકાદશ ગુણસ્થાનક ચઢી,
ગિરત તહાં તે ચિત્તભ્રમ ઠાની; ભ્રમત અર્ધપુદગલ પરાવર્તન કિંચિત ઉનકાળ પરમાણી.
જીવનકે. નિજ પરિનામની સંભાલમેં
તાતે ગાફીલ મત હૈ પ્રાની; બંધ મોક્ષ પરિનામ નિહિ સોં;
કહત સદા શ્રી જિનવર બાની. જીવનકે. સકળ ઉપાધિ નિમિત્ત ભાવની સો,
ઈનશે નિજ પરિણતીકો છાની; તાપી જાની રૂચી ઠાની હોઉ થીર,
ભાગચંદ્ર યહ શિખ સયાની. જીવનકે.
૨
૩
૪
Page #289
--------------------------------------------------------------------------
________________
(૨૪૩) જીવની ત્રણ પ્રકારની પરિણતી
(રાગ : પ્રભાત)
પરિણતી સબ જીવનકી, તીન ભાત બની; એક પુન્ય એક પાપ, એક રાગ હરની. પરિણતી. ૧ તમે શુભ અશુભ બંધ, દોય કરે કર્મ બંધ, વીતરાગ પરિણતી હય, ભવ સમુદ્ર તરણી. પરિણતી. ૨ થાવત્ શુદ્ધોપયોગ, પાવત નહીં મનોયોગ; તાવત્ હિ કર્ણ યોગ, કહી પુન્ય કરણી. પરિણતી. ૩ ત્યાગ શુભ ક્રિયા કલાપ,કરો મતી કદાચી પાપ; શુભમેં ના મગ્ન હોય, શુદ્ધતા બિસરની પરિણતી. ૪ ઉચ ઉંચ દશા ધાર, ચિત્ત પ્રમાદકું વિદાર; ઉચલી દશાસે, મત ગિરો અધો ધરણી. પરિણતી. ૫ ભાગચંદ્ર યા પ્રકાર, જીવ લહે સુખ અપાર; યાકે નિરધાર સ્યાદ્વાદકી ઉચ્ચરની. પરિણતી. ૬.
Page #290
--------------------------------------------------------------------------
________________
(૨૪૪)
શ્રી સમતિની સજઝાય સમક્તિ નવિ લઘુંરે, એ તો લ્યો ચતુર્ગતિમાંહે - ટેક. ત્રસ થાવરકી કરુણા કીની, જીવ ન એક વિરાધ્યો; તીન કાળ સામાયિક કરતાં, શુદ્ધ ઉપયોગ ન સાધ્યો. સમ.૧. જૂઠ બોલવાકો વ્રત લીનો, ચોરીકો પણ ત્યાગી; વ્યવહારાદિક મહાનિપુણ ભયો, પણ અંતરદષ્ટિ ન જાગી. સમ.૨. ઊર્ધ્વ બાહુ કરી ઉંધો લટકે, ભસ્મ લગા ધુમ ઘટકે; જટા જુટ શિર મુંડે જૂઠો, વિણ શ્રદ્ધા ભવ ભટકે. સમ.૩. નિજ પર નારી ત્યાગ જ કરકે, બ્રહ્મચારી વ્રત લીનો;
સ્વર્ગાદિક યાકો ફળ પામી, નિજ કારક નવિ સિધ્યો. સમ.૪. બાહ્ય ક્રિયા સબ ત્યાગ પરિગ્રહ, દ્રવ્ય લિંગ ધર લીનો; દેવચંદ્ર કહે યા વિધ તો હમ, બહુતવાર કર લીનો. સમ.૫.
Page #291
--------------------------------------------------------------------------
________________
(૨૪૫)
સાચી સાધના-આત્માની ઓળખાણ
જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી; માનુષાદેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.
શું થયું સ્નાન પૂજાને સેવા થકી, શું થયું ઘેર રહી દાન દીધે; શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે, શું થયું વાળ લોચન કીધે.
શું થયું તપ ને તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે; શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,શું થયું ગંગજલ પાન કીધે.
શું થયું વેદ વ્યાકરણ વાણી વધે, શું થયું રાગ ને રંગ જાણ્યે; શું થયું ખટ દરશન સેવ્યા થકી, શું થયું વરણના ભેદ આણ્યે.
:
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, આત્મારામ પરિબ્રહ્મ ન જોયો; ભણે નરસૈયો કે તત્ત્વ દર્શન વિના, રત્ન ચિંતામણિ જન્મ ખોયો.
0
(નરસિંહ મહેતા)
Page #292
--------------------------------------------------------------------------
________________
(૨૪૬)
એક તું એક તું એક તું એક તું એમ સૌ કો સ્તવે,
કોણ હું તે નહીં કો વિચારે; કોણ છું ક્યાં થકી આવીયો જગ વિષે,
જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે.
પ્રતિદિને જડ કને જઈ કરી માંગતો,
- ઈશ તું સાહ્ય થાજે સદા રે; તો ય પણ દુઃખ તો લેશ ટળતું નથી,
થાકતો નથી તું કદા રે. કોઈ તો ઉદધિ-ગગનમાં તાકતા,
ભાખતા જોઉં હું નમ્ર વાણી; કોણ હું કોની કને, મારું શા હક થકી,
તે નથી જાણતા મૂખ પ્રાણી. એમ કરતાં કદી લાભ જે પામિયો,
તો કહે હરિતણી સાહ્ય થઈ રે; કામ કથળ્યા થકી ભવિષ્યને ભાંડતો;
પૂર્વનાં કર્મનું નામ લઈને રે. પૂર્વના કર્મ જે હરિ ભજે નવ ટળે
તો કહો કોણ તે કામ કરશે ? સત્ય સમજી કદી પરમ પદ પરખશે,
ભવભય ભ્રમને તે જ હરશે.
૪
Page #293
--------------------------------------------------------------------------
________________
(૨૪૭) આકના વૃક્ષથી આમ્રલ વેડવા,
મુરખો જે કદી આશ ધરશે; શ્રમ વૃથા તેહનો તો જઈ જગ વિશે,
જ્ઞાન હીણો સદા તેજ કરશે. જીવ, ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં,
સત્ય વસ્તુ નહિ સદ્ય જડશે; હું અને તુંપણું તજીશ નરસૈયા તો,
ગુરુ તને હર્ષથી પાર પાડશે.
નરસિંહ મહેતા
પષ્ટ નહતા
ગઝલ
“ભલે દુશ્મન બને દુનિયા, તમે ના કોપશો બાપુ, અમીમય આંખ-ક્યારીમાં, અમલ ના રોપશો બાપુ તમારી જ્યાં દયાદષ્ટિ, સદા ત્યાં છે અમીવૃષ્ટિ, બને સ્નેહી સકલ સૃષ્ટિ, સદા હૃદયે વસો બાપુ અમારા દોષ ના જોશો, દયાળુ દુર્ગુણો ધોશો, અમે તો આપનાં છોરુ, સુબુદ્ધિ આપશો બાપુ,”
ખપી જવું પ્રેમમાં તારા, સમર્પણ એ અમે કહીએ; દફન થવું શેરીમાં તારી, અમારું સ્વર્ગ એ કહિયે.
૧
Page #294
--------------------------------------------------------------------------
________________
૨
(૨૪૮) દરશ તારું શ્રવણ તારું અને તુમાં જ ગુમ થાવું; પરમ પ્રજ્ઞાન ને મુક્તિ, ધરમ એને અમે કહિયે. સફર તારી ગલીમાં તે, શહનશાહી અમે કહિયે; રહેવું ચિંત્વને તારા, પરાભક્તિ અમે કહિયે. તેમાં છે જે, તું છે જેમાં, પછી શું શોધવું તેને ? ખબર નહિ તે જ ગફલત છે, અગર અજ્ઞાન તે કહિયે.
૩
ચરણ ચૂમતાં કપાવ્યું શિર, સનમના પ્રેમને ખાતર; સમર્પણ એ અમે કહિયે, પરાભક્તિ જ એ કહિયે.
૫
દિવાનું ઘેલું તુજ પ્રેમી, વૈદર્પિત પ્રાણ તન મન ધન; ગુલામી કાયમી તારી, સનમની રાહ એ કહિયે.”
૬
પ્રભુ ઉપકાર કૌન ઉતારે પાર, પ્રભુ બિન કૌન ઉતારે પાર ? ભવોદધિ અગમ અપાર, પ્રભુ બિન કૌન ઉતારે પાર ? કૃપા તિહારીખે હમ પાયો, નામ મંત્ર આધાર....પ્રભુ. નિકો તુમ ઉપદેશ દિયો હે સબ સારનકો સાર....પ્રભુ. હલકે હૈ ચાલે સે નિકસે; બુડે જે શિર ભાર..પ્રભુ. ઉપકારીકો નહિં વિસરીએ, યેહિ ધર્મ અધિકાર....પ્રભુ. _ ધર્મપાલ પ્રભુ તું મેરે તારક; કયું ભૂલું ઉપકાર...પ્રભુ.
છે
કે
Page #295
--------------------------------------------------------------------------
________________
(૨૪૯)
સિકંદરનાં ચાર ફરમાન
ફરમાન ૧ :
મારા મરણ વખતે, બધી મિલ્કત અહિં પધરાવજો, મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો, બાળપણથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો, અબજોની મિલકત આપતાં પણ એ સિકંદર ના બચ્યો.
ફરમાન ૨ :
મારું મરણ થાતાં બધાં હથિયાર લશ્કર લાવજો, પાછળ રહે મૃત દેહ આગળ સર્વને દોડાવજો, આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું, વિકાળ દળ ભૂપાળને નહિ કાળથી રોકી શક્યું. ફરમાન ૩ :
મારા બધા વૈદ્યો હકીમોને અહીં બોલાવજો, મારો જનાનો એજ વૈદ્યો ને ખભે ઉપડાવજો. દર્દીઓના દર્દને દફ્નાવનારું કોણ છે. દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોણ છે. માન ૪ :
ખુલ્લી હથેળી રાખતાં જીવો જગતમાં આવતાં ને ખાલી હાથે આ જગતથી જીવ સૌ ચાલ્યા જતા યૌવાન ના જીવન ના જરને જગત પણ છે ના પરલોકમાં પરિણામ ફળશે પુન્યનાં ને પાપનાં
*
Page #296
--------------------------------------------------------------------------
________________
E
+
(૨૫૦) પરમ કૃપાળુ દીન દયાળુ
પરમ કૃપાળુ દીન દયાળુ, જીવનના આધાર પ્રભુજી; સચરાચર જગદીશ્વર ઈશ્વર,ઘટ ઘટમાં વસનારે પ્રભુજી. ૧ ઊર્મિઓ શુભ જાગે મારી, ભ્રમણાઓ સહુ ભાંગે મારી; માયાનું આ ઝેર ઉતારો,અમૃતના સિંચનાર પ્રભુજી. ૨ અંધારું અંતર ઓરડીએ, પલ પલમાંહી પાપે પડીએ; ભક્તિની જ્યોતિ પ્રગટાવો,પ્રકાશના કરનાર પ્રભુજી. ૩ જોગીશ્વર નવ જાણે ભેદો, ગુણલા ગાતાં થાકે વેદો; પામર ક્યાંથી જાણે પુનિત, ગુણગુણના ભંડાર પ્રભુજી. ૪
Page #297
--------------------------------------------------------------------------
________________
(૨૫૧).
ઉપાસનાનું નિવેદન ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ પૂનામાં કહેલું :સનાતન ધર્મ :- સાચા પુરુષની શ્રદ્ધા-પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એ
જ સનાતન ધર્મ છે.” વચનાવલી વાંચતા :- “મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી
જોઈએ.” કલ્યાણનો માર્ગ :- “અમારા કહેવાથી પ.કૃદેવની શ્રદ્ધા કરશે તેનું
કલ્યાણ થશે.” પ્રતિજ્ઞા :
“સંતના કહેવાથી ભારે પ.કૃ. દેવની આજ્ઞા માન્ય
પ્રશ્ન :
તેની આજ્ઞા શું છે? તે આત્મા છે. જ્ઞાનીએ જોયો તેવો છે. તે સિદ્ધ સ્વરૂપ
શ્રી નો જવાબ :
તા.૧૮-૧૧-૩૫ ના રોજ શ્રીને પૂછેલું - બે અક્ષરમાં માર્ગ તે શું? એનો જવાબ શ્રીએ બધાને પૂછયો હતો.
પછી શ્રીએ કહ્યું:- કરવાનું શું ? વિચાર. કર વિચાર તો પામ.” તા. ૧૯-૧૧-૩૫ ના રોજ પત્ર ૪૩૦ વંચાયો હતો. સપુરુષનો સનાતન સંપ્રદાય.
ત્યારે શ્રીએ કહેલું કે :- “સમયમાત્રના અનવકાશે, આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો, આત્મસ્વરૂપ પ્રત્યે હો, આત્મસમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો; જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વ જીવતે જ્ઞાન પ્રત્યે રૂચિપણે હો, એવો જ જેનો કરૂણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સત્પરુષોનો છે.”
Page #298
--------------------------------------------------------------------------
________________
सतत् सत) सिन्नत्मस्प३पा
( ૫૨),
$યે - રાતેદાર , મનું ખાત યુt { Rાત્યાકલ છે - या-समतामा ધીરજન્સમિ , સવિચખેવલે શતાલિમ
Page #299
--------------------------------------------------------------------------
________________
O
Page #300
--------------------------------------------------------------------------
Page #301
--------------------------------------------------------------------------
________________
'))ના+ નન તન મન
ન (તત્વ પણ વ સઈ જો સસરૂપે અરે શખપરમગુરૂઃ તબંધ: ખાત્માનખશીખામ્પનર નામ-ખજધ મતાધિરજ સાથ૬ લબ્ધિ માઘિ મટ-ભિચાર ન આવભાવ અને દ:વિવેકને િજ બંધાવ્યાત-નિ
ममतगावकरयकरायमानबममत દિiષ એ મખth૬૬ ૧૮૧૧ન, લેમ ato.ukhi .c૫નત બલમ્સને ઈ
સંભનાભાસી દાખવધુ નિહ્મી રજના
વિદેવત-
ચિતા ની ફરજ પુરૂનગરનારૂપ
ધન :
'મને
તiewઈ પાનકારક
મધતિમાન
-લખું તi, ખand-તખન્મ
આત્મા કાબર - અveતુનાં અધર્મ એ બિચા૨ધ્યાલવું,
•
,
કks,
નિર્મિ-નિક૬ --- = . * r(th &તા- અકિતકે નિકિત - મને તુજન્ય -૪.૬૬ નિttE
-- --*
t:- * ખિતમ કંપનમૃત કડમાં માઇઝ 41 જય નહી
મિત્રતા Rih . કઈ જાત અં જ
ના * भारतामनसतमयप्रेमसिंजर
*
* C Htyતમrdખંજેકપંનષો ategory to shine
Cemy M 108 મfi૬૦૧ 3
41. કી .ના મતે?)..
કોપના
':(મોલ: ક
'
''
STUTI
A
-
15
DT SAD
Page #302
--------------------------------------------------------------------------
________________
(ઉપર) છેવટની ભલામણ
સાંજે શ્રીએ કહેલું :- બે અક્ષર તે વધારે લાંબુ કહેવાય તેમ નથી. તમારે માટે આટલું જ કે “જ્ઞાન” તેમાં બધું આવી ગયું.
આત્મા છે - તમને ઓળખાણ નથી, પણ જ્ઞાનીએ જોયો છે, જાણ્યો છે તે માન્ય છે. તેની જ ઓળખાણ કરવાની છે. બીજું બધું માયા છે. તે પકડ કરી નાખો,-ચેતી જાઓ.
ભલામણ :- “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” છેવટની ભલામણ:- સ્મરણ” શ્રીજીએ શ્રીને કહેલું :- “બધાનું સ્નાન સૂતક કરી નાખો.”
શ્રી :- “આટલું સાંભળી ઘણી નિરાંત થયેલી. કરવાનું આ છે. પરથી પ્રીતિ તોડવાની છે. પ્રેમ આત્મા ઉપર કરો.”
શ્રીએ જણાવેલું કે “પ.કૃ.દેવની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે,” એનું ઘણું ઊંડું રહસ્ય છે. તે સમજમાં રાખી અને અપૂર્વ સાધના તરીકે ગણી “સાયંકાળ વંદન” કરવાની તેમણે ઘણી જ ભલામણ કરેલી તેથી “સંતના કહેવાથી મારે પ.કૃ દેવની આજ્ઞા માન્ય છે તે પ્રતિજ્ઞા લક્ષમાં રાખી શ્રીની આજ્ઞાથી મંડળના મુમુક્ષુઓ દેવવંદન” કરે છે, પણ તે પરમાર્થ લક્ષમાં રહેને સામાન્યપણું ન થઈ જાય તે માટે વંદન કરતાં પહેલાં તથા પુરું થયા પછી કોઈક વચનામૃતો બોલવામાં આવે છે; તે જુદા જુદા પુસ્તકોમાં હોવાથી તે ખોળવા ન પડે તે માટે આ પુસ્તકમાં સાયંકાળ દેવવંદન સાથે આપવામાં આવ્યા છે....
Page #303
--------------------------------------------------------------------------
________________
(૨૫૩)
બોધ
તત્ સત્
શ્રીમદ્ રાજ્યચંદ્ર પ્રભુભ્યો નમ: સહજાત્મ સ્વરૂપ સમ દ્રષ્ટા-દ્રષ્ટા-જોયા કરો. સમભાવે, જાણે છે-દેખે છે-તેને જોવો. ભાવો તેમાં સ્થિતિ કરો. સમતા ભાવે ભાવના ભાવા કરો. છૂટી જાઓ. રતી અરતી ઈચ્છા-મોહ-મોરછાથી-મમત્વમાં
ચિત વૃત્તિમાંથી-એ મનના પરિણામમાં દોરાશો નહીં.
સારું થયું. દુ:ખ જે થયું તે ભલું થયું.
*
'जीवम जीवं दव्वं जीणवरवसहेण जेण णिदिठ्ठे । देविंद विंद वंद वंदे तं सव्वदा सिरसा । । १ । ।
આ પુઢવી શિલા ઉપરથી ગામ તરફ જતાં ધૂનમાં રટણ દિવ્ય ધ્વનિથી ઉઠતાં આનંદમાં બધા એકતાર.
चत्तारि परमंगाणि, दुल्लहाणिह जंतुणो । माणुसत्तं सूई सद्धा संजमम्मिय वीरिअं ।।
? जिस जिनवरोमें प्रधानने जीव और अजीव द्रव्यका कथन किया, उस देवेन्द्रादिकों के समूहसे वंदित तीर्थंकर परमदेवको सदा मस्तकसे नमस्कार करता हूं.
Page #304
--------------------------------------------------------------------------
________________
છે.
અનુષ્ટુપ :
(૨૫૪)
ચાર અંગોય દુષ્પ્રાપ્ય, જીવોને જગમાં બહુ; મનુષ્યત્વ, શ્રુતિ, સંયમ, વીર્ય જાગવું.
અર્થ :- આ સંસારમાં પ્રાણીને ધર્મના ચાર પ્રધાન અંગો, કારણો દુર્લભ
(૧) માનવપણું.
(૨) ધર્મનું શ્રવણ (શ્રુતિ)
(૩) શ્રદ્ધા (સમ્યક્દર્શન)
(૪) સંયમ (સર્વ ભાવથી વિરામ પામવાપ)માં વીર્ય ફોરવવું. આ ચાર અંગો ઉત્તરોત્તર અતિ દુર્લભ કારણો છે.
ઈક્કોવિ નમુક્કારો, જિણવરવસહસ્સ વન્દ્વમાણસ્સ સંસાર સાગરાઓ, તારેઈ નાં વા નારીં વા.
“જે કોઈ વ્યક્તિ, પછી તે પુરુષ યા સ્ત્રી હોય, ભગવાન મહાવીરને એક વાર પણ ભાવપૂર્વક નમસ્કાર કરે છે તે સંસારરૂપી અપાર સમુદ્રને તરી જઈ પરમ પદ પામે છે.’’
Page #305
--------------------------------------------------------------------------
________________
(૨૫૫)
મોક્ષનું દ્વાર તા.૩-૭–૩૧
હે પ્રભુ, આ અશરણ સંસારમાં એક સપુરુષનું જ શરણ સારભૂત છે. એક એની કૃપા સિવાય કંઈપણ ઈચ્છવા યોગ્ય નથી.
ભક્તિરસપૂર્ણ મીરાબાઈ એ ગાયું છે –“દવ લાગ્યો ડુંગરીએ, રાણાજી, અમે કેમ કરીએ ?” તેમ ત્રિવિધ તાપથી આખો લોક બળી રહ્યો છે એમ સપુરુષને લાગ્યું છે ત્યાં નિરાંતે મોહનિદ્રામાં ઉંઘનારા જીવોની શી દશા થાય છે તે સપુરુષો સમજી રહ્યા હોવાથી, પોકારી પોકારીને કહે છે :
હે જીવો, તમે બુઝ-સમ્યફ પ્રકારે બુઝો.
મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિષે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરીને બળે છે એમ જાણો અને સર્વ જીવો પોતપોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. (સૂઅિધ્ય-૭-૧૩)
મનુષ્યપણું આવું દુર્લભ અને રત્નચિંતામણિ સમાન જ્ઞાની પુરુષોએ ગણ્યું છે પણ તેને સફળ બનાવવામાં અનેક અંતરાયો આડા આવે છે. અનેક પ્રકારના રોગ, વૃદ્ધાવસ્થા, શરીર અને ઇંદ્રિયોનું અટકી જવું અને સૌથી મોટું મરણ, એ બધાં ઉદયકાળની રાહ જોઈને બેસી રહ્યાં છે.
જેમ જંગલમાં શિયાળથી માંડી સિંહ સુધીનાં માંસભક્ષક પ્રાણીઓનો ભય હોય છે, તેમાં થઈને મુસાફરને માર્ગ શોધવાનો હોય છે, તેમ મોક્ષની તૈયારી કરનારને પણ અનેક અણધાર્યા વિના ક્યારે ઘેરી લેશે તે નક્કી નથી. તો જેટલો વખત આ મનુષ્યપણાનો બચાવી લેવાય તેટલો બચાવી ધર્મને અર્થે ગાળવા જ્ઞાની પુરુષોની શિક્ષા છે, તે વિચારવાનને શિરસાવંદ્ય કરવા યોગ્ય છે.
સમ્યફદર્શનની પ્રાપ્તિ અને પોષણ અર્થે આ ભવ જે ગાળવામાં આવે તો મહેનત અલેખે લીધી નહિ ગણાય છે. જે જીવાત્માને સમ્યફદર્શનની પ્રાપ્તિ થઈ તેનો મનુષ્યભવ સફળ ગણવા યોગ્ય જ્ઞાનીઓએ માન્યો છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
(૨૫૬)
આ કઠીણ કલિકાળમાં સમ્યક્દર્શન પામવું તે મોક્ષ પામવા તુલ્ય પ.કૃ.દેવે કહ્યું છે તથા વિશેષમાં એ પણ જણાવ્યું છે કે, જે જીવ ચોથા ગુણસ્થાનકે આવે તેને આત્માની પ્રતીતિ ગણધર જેવી હોય તો એ સમ્યક્દર્શનનું બળ કેટલું છે તે ઉપરથી સમજાય તેમ છે. માત્ર પ્રારબ્ધકર્મ જ તેની અને મોક્ષની વચમાં ઊભું છે. તે દૂર થયે સમકિતી જીવનો અવશ્ય મોક્ષ થનાર છે.
એવા મહાભાગ્યવંત સમકિતી જીવોને વારંવાર નમસ્કાર હો ! ‘‘આણાએ ધમ્મો આણ્ણાએ તવ્યો’’ એમ શ્રી ભગવંતે જણાવ્યું છે. ત્યાં ધર્મ અને તપને ગૌણ કરી આજ્ઞાને મુખ્ય કરી છે, કારણ કે પુરુષાર્થને સત્પુરુષાર્થ કરનાર આજ્ઞા જ છે. તેમાં પણ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને મોક્ષનું કારણ ગણી છે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા જોઈએ.
આ જ મોક્ષનું દ્વાર છે.
એ વિનાનો જીવે જેટલો પુરુષાર્થ કર્યો તે સંસારાર્થે થયો છે અને એ સંસારદાવાનળમાંથી બચવા જ્ઞાની પુરુષો કરૂણા લાવી જીવોને (૧) બોધ આપી જાગૃત કરે છે, (૨) આજ્ઞા પ્રત્યે રુચિ ઉત્પન્ન કરાવે છે, (૩) જ્ઞાની પ્રત્યે પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન કરાવે છે.
જ્ઞાની પુરુષની અલ્પ પણ આજ્ઞા આરાધતાં જીવનું અનંત કોટિ કલ્યાણ છે. સંસારની સમૃદ્ધિ તો સ્વપ્ન સમાન છે. પણ આજ્ઞારૂપી સત્પુરુષની પ્રસાદી મોક્ષે પહોંચાડયા વિના મૂકે તેવી નથી.
સારા બીજને જમીન અને પાણીનો યોગ થતાં તે ઊગી નીકળે છે તેમ સત્પુરુષે બોધબીજ વાવ્યું હોય તેને આજ્ઞા ઉઠાવવારૂપી પુરુષાર્થ અને સત્સંગરૂપ પાણીનું પોષણ મળે તો અવશ્ય આત્મકલ્યાણરૂપ ફણગો ફુટી નીકળે એ સ્વાભાવિક છેજી.
સત્સંગ, વૈરાગ્ય, આત્મવિચાર વિગેરે જે જે આત્મકલ્યાણનાં નિમિત્તોની જરૂર છે એ આપણે સર્વેએ પ્રાપ્ત કર્યે જ છૂટકો છેજી.
Page #307
--------------------------------------------------------------------------
________________
(૨૫૭) પ્રત્યક્ષ સપુરુષનું મહાભ્ય ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવના વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યો છd, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે શ્રી તીર્થંકરના ઉદ્દેશવચનને નમસ્કાર કરીયે છીયે.''
શ્રીમદ્ રાજચંદ્ર - ઉદ્દેશ जिणाणाय कुणताणं सव्वंपि मोक्खकारणं ।
सुंदरंपि सबुद्धिए सव्वं भवणिबंधणं ।। (ભાવાર્થ :- જીનેશ્વરની આજ્ઞાનુસાર જે જે કરવામાં આવે છે તે સર્વે મોક્ષના કારણરૂપ છે, તે સિવાય અન્ય સુંદર દેખાતું છતાં પણ પોતાની બુદ્ધિએ-સ્વમતિ-કલ્પનાએ જે કરવામાં આવે છે તે સર્વ સંસાર વધારનાર
ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपदम् । मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ।। પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદ્દગુરુયોગ, વચનસુધા શ્રવણે જતાં થયું હૃદય ગતશોગ; નિશ્ચય એથી આવીયો ટળશે અહિં ઉતાપ,
નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.' જેની કૃપાથી જીવ અનંત સંસાર ઓળંગી પરીત-સંસારી કે સમીપમુક્તિગામી થાય છે, જેના વચનને અંગીકાર કરવાથી સહજ શુદ્ધ આત્મસ્વરૂપ સહજમાત્રમાં પ્રગટે છે અને જેના એકેક વાક્યમાં એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે એવા પ્રત્યક્ષ સત્પષની કૃપા પ્રસાદી જગતનું કલ્યાણ કરો.
અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્રનો ૧.૨/૬૭૯ આચાર્યને મહાન તીર્થંકર સમાન ગણ્યા છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
(૨૫૮)
સમાગમ કોઈ મહત્પષ્યના ઉદયથી વિ.સં. ૧૯૪૬ થી થયો ત્યારથી તે - અતિશયશાળી શ્રી ગુરુદેવની જે નિરંતર કૃપા આ રંક શિષ્ય ઉપર વર્યા કરે છે તેની વ્યાખ્યા કરવાને અશક્તિ છે.
પરમ માહાત્મવંત આ પ્રત્યક્ષ સત્પષનો આ પામરને યોગ થયો ન હોત તો મિથ્યા માર્ગની પ્રરૂપણા અને આગ્રહથી અનંત સંસાર વધારી પૂર્વની અમૂલ્ય કમાણીરૂપ મનુષ્યભવ નિષ્ફળ વહ્યો જાત, તે ઉપરાંત દુર્લભબોધિપણું પામી માઠી ગતિમાં કેટલોય કાળ પરિભ્રમણ કરવું પડત. અનંત દોષનું ભાજન આ જીવ પુરુષના શરણ વિના શી રીતે ઊંચો આવત? અપરમાર્થને વિષે પરમાર્થના દઢ આગ્રહરૂપ અનેક સૂક્ષ્મ ભૂલભૂલામણીના પ્રસંગો દેખાડી આ દાસના દોષો દૂર કરવામાં એ આત પુરુષનો પરમ સત્સંગ તથા ઉત્તમ બોધ પ્રબળ ઉપકારક બનેલાં છે; તેનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. હું તો મને તે પુરુષનો દાસાનુદાસ અલ્પ સાધક સમજું છું. માત્ર મારી યોગ્યતાની ખામીને લીધે એ પરમ પુરુષના પ્રેરક તત્ત્વનો પૂરેપૂરો લાભ ન લઈ શકાયો તેનો ખેદ છે. તો પણ સંજીવની ઔષધ સમાન મૃતને સજીવન કરે તેવાં તેમના પ્રબળ પુરુષાર્થ જાગ્રત કરનાર વચનોનું માહાત્મ વિશેષ વિશેષ ભાસવાની સાથે ઠેઠ મોક્ષે લઈ જાય તેવી સમ્યક સમજ-દર્શન-તે પુરુષ અને તેના બોધની પ્રતીતિથી પ્રાપ્ત થાય છે, એ આ દુષમ-કલિકાળમાં આશ્ચર્યકારી અવલંબન છે.
પોણોસો વર્ષ જેટલું આયુષ્ય પહોંચ્યું તો મોક્ષમાર્ગનો મર્મ પ્રગટ કરનાર એ મહાપુરુષે કહેલાં વચનો યથાર્થ ફળીભૂત થયેલાં દેખાયાં. પ્રેમપ્રતીતિ વર્ધમાન થયે, તે સદ્ગુરુનું માહાભ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે.
શું પ્રભુ ચરણ કને ધરૂ આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપીયો વતું ચરણાધીન. પરમ માહાત્મવંત સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર દેવનાં વચનોમાં તલ્લીનતા, શ્રદ્ધા, જેને પ્રાપ્ત થઈ છે કે થશે તેનું મહદ્ ભાગ્ય છે. તે ભવ્ય જીવ અલ્પકાળમાં
Page #309
--------------------------------------------------------------------------
________________
(૨૫૯) મોક્ષ પામવા યોગ્ય છે. એવી અંતરની પ્રતીતિ-ખાત્રી થવાથી, મને સદ્ગુરુકૃપાથી મળેલાં વચનોમાંથી આ સંગ્રહ ‘શ્રી સદગુરુ-પ્રસાદ' નામથી પ્રસિદ્ધ થયો છે. તેમાંના પત્રો તથા કાવ્યો સરલ ભાષામાં હોવા છતાં ગહન વિષયોની સમૃદ્ધિથી ભરપૂર છે, માટે અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ભાવવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે.
લઘુ કદ હોવા છતાં શ્રી સદ્ગુરુના ગૌરવથી ગરવા ગ્રંથ સમાન આ શ્રી સદગુરુ-પ્રસાદ' સર્વ આત્માર્થી જીવોને મધુરતા ચખાડશે, તત્વપ્રીતિરસ પાશે, અને મોક્ષરુચિ પ્રદીપ્ત કરશે. મને તો તેઓશ્રીના હસ્તાક્ષરો અને મુદ્રાસહિત આ ગ્રંથ જોઈ, વૃદ્ધને લાકડીની ગરજ સારે તેવો આધાર, ઉલ્લાસ પરિણામથી પ્રાપ્ત થયો છે.
• પ્રવચન ભક્તિરૂપ આ કાર્યમાં જેણે જેણે તન, મન, ધન અને વચનથી ઉત્સાહપૂર્વક કામ કર્યું છે, તે સર્વને પણ તે આત્મલાભનું કારણ છે.
આ પૂજનિક પુસ્તકનો વિનય અને વિવેકથી ઉપયોગ કરવાની નમ્ર વિનંતિ છે.
એક શબ્દ સદ્ગુરુ તણો ધારે હૃદય મોઝાર;
તે સત્પાત્ર શનૈઃ શનૈઃ પામે ભવજળ પાર. લી. શ્રી. સદ્દગુરુરાજના ચરણકમળનો ઉપાસક
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ, ] સંવત, ૧૯૮૭ ચૈત્ર પૂર્ણિમા, ગુરુવાર તા. ૨-૪-૧૯૩૧
લઘુતમ શિષ્ય
લઘુ
Page #310
--------------------------------------------------------------------------
________________
(૨૬૦) કલ્પના ટાળવાનો ઉપાય બીજું એક સમ્યકજ્ઞાનની ભાવના કર્તવ્ય છે. અનંતકાળથી જીવ અનંત દોષ કરતો આવ્યો છે, પરંતુ જે આ ભવમાં સર્વ દોષો ટાળવાના હથિયારસમું સમકિત પ્રાપ્ત થાય તો આ કાળમાં મોક્ષ પામવા સમાન છે. જીવને પોતાની કલ્પના કોઈને કોઈ રૂપમાં આડી આવે છે તે ટાળવા ૫.ઉ.પ.પૂ.શ્રી પ્રભુશ્રીજી વારંવાર ઉપદેશ કરે છે અને જણાવે છે કે “એક પ.કૃ દેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને ગુરુ માનો. તે મહાઅવલંબનરૂપ છે. ફરી જહાજ છે. અમે તેને ભજીએ છીએ. અને એ નિર્ભય રસ્તો શોધી તેનું અવલંબન લઈ નિઃશંક સત્ય માનવા જણાવીએ છીએ. એ એક જ દષ્ટિ કર્તવ્ય છે. તેમાં પોતાની કલ્પના ઉમેરી કોઈ અમને, ફલાણાને કે ગમે તે બીજા ઉપાસકને ઉપાસ્યરૂપ માનશે તો તેના સ્વચ્છેદથી માનવાનું ફળ તેવું આવવા યોગ્ય છે. કોઈ વાત કરનારને વળગી ન પડવું. તે જેમ જણાવે, આજ્ઞા કરે તે પ્રમાણે જે આપના ભાવ ફરે તો વાળ્યો વળે જેમ હેમ' એવી દશા આવતાં જીવની યોગ્યતા વધશે. નુરભાઈ પીરભાઈ કરીને જેમણે મતિકલ્પના ઊભી રાખી છે તે હજી સ્વચ્છેદ વેદે છે. એક પ.કૃ.દેવની ભક્તિ પરમ પ્રેમે કર્તવ્ય છે; તેમાં સર્વ જ્ઞાનીઓ આવી ગયા, સર્વ જ્ઞાનીઓના ઉપાસક મહાપુરુષો આવી ગયા. પોતે પણ પડી રહેતો નથી.” આપને આ વિષે જણાવવા સૂચના થવાથી લખ્યું છે. આપે અનેકવાર સાંભળ્યું હશે તો પણ વિશેષ વિચારવા જણાવેલું છે, તે લક્ષમાં રાખી સત્પષની દષ્ટિએ ભાવના ભક્તિ કર્તવ્ય છે. વિશેષ શું લખવું? “આણાએ ધમ્મો આણાએ તવ્યો.” આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. હે ભગવાન, હવે ભૂલ રહે નહિ. અલ્પ સાધન બને તો અલ્પ પણ યથાર્થ થાય એ જ ભાવ નિરંતર રાખવા યોગ્ય છે. પોતાના દોષ જોઈ તેનો પશ્ચાતાપ કરી તે દૂર કરી સદ્ગુરુશરણે જે થાય તે જોયા કરવા યોગ્ય છે.
હું મારું હૃદયથી ટાળ, પરમારથમાં પીંડજ ગાળ; - હરખ શોક મનનો ધર્મ, તું પોતે પરિબ્રહ્મ.
lી
-
Page #311
--------------------------------------------------------------------------
________________
(૨૬૧)
પુનાની પ્રતિજ્ઞા પુનામાં બનેલા પ્રસંગની નોંધ બ્રહ્મચારીએ લીધેલી તેમાંથી કેટલાક ભાગનો ઉલ્લેખ :
આમ લેભાગુથી માર્ગ ચાલે નહિ. સાચ ઉપર વાત આવી છે. જેમ છે તેમ હવે તો ઉઘાડું કહી દઈશું. જેને માનવું હોય તે માને અને ન માને તો તે તેનો અધિકાર છે. અમારે તો હવે છૂટી પડવું છે.
પૂજા, ફૂલ, સેવા એ બધું થવા દીધું, એ અમારી ભૂલ. આ બધા સંઘ આગળ અમે તો કહી છૂટીએ છીએ કે નાની ઉમરથી સંયમ લીધો હતો તે આવાને આવા હઈશું? ભૂલો પણ થઈ હશે પણ હવે તો એ સાચ ઉપરજ જવું છે. અમને આશ્રમનો પ્રતિબંધ નથી. એ આશ્રમમાં હવે અમારે માથું મારવું નથી. ભલે ત્યાં ઢોરાં અને ગધેડા ફેરવો.
એક નિવૃત્તિનું, કાળ ગાળવાનું, ભક્તિ-ભજન કરી ખાવાનું ઠામ કર્યું હતું ત્યાં તો શું નું શું થઈ પડ્યું. અમે જાત્રામાં આમ બધે વિચર્યા છીએ. ત્યાં ઘણી જગ્યાઓ જોઈ રાખી છે. વૃદ્ધાવસ્થા છે એટલે નિવૃત્તિ માટે સ્થવિર કલ્પીને ઘટે તેમ કોઈ સ્થાનક જોઈએ. તે પુણ્યના ભોગે એવું બીજુ કોઈ થઈ પડશે. પણ ત્યાં કોઈએ અમારી રજા વગર આવવું નહિં અને પત્ર વગેરે લખવાની પણ જરૂર નથી. ગુરુને શરણે અમે તો જ્યારે આશ્રમ સુધરશે, બધાં સારા વાનાં થશે, ત્યારે જાણીશું અને તે વખતે આવવાની પણ હરકત નથી. ત્યાં આશ્રમમાં એકાદ મુનિ રહેશે અને જે ખપી હોય તેણે ભક્તિ-ભજનમાં કાળ ગાળવો. પણ ત્યાં ચિત્રપટ અને શુભસ્થાનકો છે તેની આશાતના ન કરવી અને નાગાઈવેડા ન કરવા. બીજું બધું કામ બંધ રાખવું. અમને એમ જણાય છે કે આશ્રમના ગ્રહ હમણાં ઠીક નથી. અનુકૂળતાએ ધીમે ધીમે મંદુ મંદુ બધું થઈ રહેશે. કોઈની ભણી કાંઈ જોવા જેવું નથી. પોતે પોતાનું કરી રહ્યા જવાનો માર્ગ છે.
અમારે હવે અવસ્થા થઈ. અમારે અમારું સંભાળવું જોઈએ કે નહિ? અમે તો અજ્ઞાતપણે જડભરતની પેઠે વિચરતા હતા તેમાં આણે - (રણછોડભાઈએ) પેણું ફોડયું. એવાકાળમાં એની સેવાભક્તિને લીધે આંતરડી
Page #312
--------------------------------------------------------------------------
________________
(૨૬૨) કરી. તેની દુવાને લીધે આજે જે કંઈ છે તે પણ આ કાળમાં જીરવવું મુશ્કેલ છે.
જ્ઞાન તો અપૂર્વ વસ્તુ છે. એને શરણે અમે તો બેઠા છીએ (એમ કહી પ.કૃદેવ તરફ આંગળી કરી પછી પ્રભુશ્રીએ કહ્યું કે, નિષ્પક્ષપાતપણે એક આત્મહિતની ખાતર અમે એક વાત જણાવવા ઈચ્છીએ છીએ, તેમાં અમારો સ્વાર્થ નથી કે કોઈને આડો રસ્તો બતાવવો નથી કે નથી પૂજાસત્કારની વાત. બધા સંઘની સાક્ષીએ વાત કહીએ છીએ. જે ભરી સભામાં કે સંઘમાં જુઠું છેતરવાને બોલે તેનું શાસ્ત્રમાં મહાપાપ વર્ણવ્યું છે. તેવા બોબડા જન્મે છે. વાચા બંધ થઈ જાય, મૂઢ થાય. અમે જે કહીએ તેની ઉપર વિશ્વાસ હોય તે જ ઊભા થાય. બીજા ભલે પોતાની જગાએ રહે. પણ અમે કહીએ તેમ કરવું હોય તે ભાઈઓ ઊભા થઈ કૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ મૂકે અને કહે કે :
“સંતના કહેવાથી મારે કૃપાળુદેવની આજ્ઞા માન્ય છે”
અમને તો એમ થયું કે ભલા જે વચન અમને આત્મહિતનું કારણ થયું તે વચન બીજા પણ સાંભળે, શ્રદ્ધે તો કલ્યાણ થાય. તેથી એની આજ્ઞા
સહજાન્મસ્વરૂપ પરમગુરૂ' જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળુદેવની દષ્ટિએ કહી સંભળાવી પણ અણસમજણે કંઈક ને, કંઈક.....ને, કંઈક ને અને અમને વળગી પડ્યા. ઝેર પીયો છો ઝેર, મરી જશો. ન હોય એ રસ્તો.
જ્ઞાની તો જે છે તે છે. એની દષ્ટિએ ઊભા રહો તો તરવાનો કંઈક આરો છે. અમને માનવા હોય તો માનો,ન માનવા હોય તો ન માનો, પણ જેમ છે તેમ કહી દેવું છે. અમે તો ધાર્યું હતું કે હમણાં ચાલે છે તે છો ચાલે. વખત આવે બધું ફેરવી નાખીશું. અમને કંઈ ફૂલ, હાર, પૂજા-સત્કાર એ ગમતા હશે ? પણ ન ગમતા ઘૂંટડાં જાણીને ઉતારી જતા, હવે તો છુપાવ્યા વગર ખુલ્લું કહી દઈએ છીએ કે પૂજા-ભક્તિ કરવા લાયક એક કૃપાળુદેવ. હા ભલે ઉપકારીનો ઉપકાર ન ભૂલવો પણ કોઈ મેળાપી મિત્રની પેઠે તેની છબી હોય તો વાંધો નથી. કૃપાળુદેવના ચિત્રપટની જ પૂજા થાય. ઠીક થયું નહિ તો તમે પ.કૃ.દેવની સાથે આ દેહની મૂર્તિ પણ દેરાસર થાત ત્યારે મૂકી દેત. એવું કરવાનું નથી- બારમા ગુણસ્થાનક સુધી સાધક, સાધક ને સાધક રહેવાનું કહ્યું છે. આડા અવળું જોયું
Page #313
--------------------------------------------------------------------------
________________
(૨૬૩) તો મરી ગયા જાણજો. હવે એકે એકે અહીં આવી .કૃદેવના ચિત્રપટની પાટ ઉપર હાથ મૂકી, “સંતના કહેવાથી કૃપાળુદેવની આજ્ઞા માટે માન્ય છે” એમ જેને ઈચ્છા હોય તે કહી જાય.
પછી હારબંધ બધા ઊઠી કહ્યા પ્રમાણે કહીને આ પ્રમાણે કૃપાળુદેવ આગળ હાથ મૂક્યો
પછી પ્રભુશ્રીજી બોલ્યા :
“અમે આ કહ્યું છે તે માર્ગ ખોટો હોય તો અમે જામીનદાર છીએ, પણ જે કોઈ સ્વચ્છેદે વર્તશે અને આમ નહિ આમ કરી દષ્ટિફેર કરશે તેના અમે જવાબદાર નથી. જવાબદારી લેવી સહેલી નથી, પણ એ માર્ગમાં ભૂલ નથી. જે કોઈ કૃપાળુદેવને માનશે તેને કંઈ નહિ તો દેવગતિ તો છે જ.”
આ પ્રતિજ્ઞા પુનામાં લેવડાવી હતી ત્યારે એક મુમુક્ષુભાઈ હાજર હતાં. તેમણે કહેલું: પુનામાં શ્રીએ પ્રતિજ્ઞા લેવડાવી “સંતના કહેવાથી મારે પ.ક.દેવની આજ્ઞા માન્ય છે”. ત્યારે એક ભાઈએ ઊભા થઈને પૂછ્યું :- આની જોખમદારી કોણ લે?
શ્રીએ કહ્યું -“અમારું હૃદય સમજશે તેની જોખમદારી અમે લઈએ છીએ” બાકી તો અંગુઠો દેખાડી કહ્યું, “નહીં તો કંઈ નહીં, રખડ્યા કરે”.
Page #314
--------------------------------------------------------------------------
________________
(૨૬૪)
સત્પુરૂષ પાસેથી આત્માની ઓળખાણ કરી લેવી
તા. ૧૩-૩-૩૪
સાચે મન સેવા કરે, યાચે નહિ લગાર; રાચે નહિ સંસારમાં, માચે નિજપદ સાર. “જેના વચનબળે જીવ નિર્વાણ માર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણીવાર થઈ ગયો છે; પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ હશે, તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદિ, રિદ્ધિ યોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દૃષ્ટિ મલીન હતી; દૃષ્ટિ જો મલીન હોય તો તેવી સત્ મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે જેથી ઓળખાણ પડતું નથી. અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે’’ (પત્ર નં ૨૧૨)
જ્યાં સુધી આ પત્રના મથાળે પત્રરૂપ ટાંકેલા ઉતારામાં જણાવ્યા પ્રમાણે બાહ્યદૃષ્ટિ હોય છે ત્યાં સુધી અમૃતસમાન ઉપદેશ પણ નિરર્થક થાય છે. જાણે આ તો કોઈને કહે છે, મને તો હજુ કહેવાનું બાકી છે, એમ ભ્રાંતિને લઈને આ જીવ માને છે, પણ જીવ જો સચેત રહે તો સત્પુરુષોની વાણી ગમે તેના પ્રત્યે કહેવાયેલી હોય તો પણ સર્વ સંસારી જીવોને તે સરખી ઉપયોગી થઈ પડે છે.
આપને અહિં રહેવાનું થયું ત્યાં સુધી પત્ર નં ૩૨૨ વંચાતો હતો. ‘‘લૌકિક દૃષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિક દષ્ટિએ કોણ પ્રવર્તશે ?’’ એ ઉપર વારંવાર એટલો બોધ થતો કે આપને યાદ હોય તો જીવને લૌકિક ભાવ તો તત્કાળ દૂર થઈ જાય. આપના જેવા વિચક્ષણ પુરુષને મહાત્મા પાસેથી સાંસારિક ક્ષણિક, દુ:ખના મૂળરૂપ એવી લક્ષ્મીના લક્ષથી માગણી કરવી ઘટતી નથી.
મનુષ્યભવ, ઉત્તમકુળ, વીતરાગધર્મ અને પુરુષાર્થ સવળો કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકાય તેવી જોગવાઈ અનેક ભવમાં મળવી દુર્લભ હાલ મળી છે. તેને આ સ્વપ્ન જેવા સંસારને સાચો માની, તેની જ વાસના માટે આયુષ્ય ગાળીને તે જોગવાઈ વહી જવા દેવાની ભૂલ, આપના જેવાને ઘટે નહીં. હવે તો ચેતી જવાનો અવસર આવ્યો છે. અનેક જીવો આપણી નજરે મરણને શરણ થતાં
Page #315
--------------------------------------------------------------------------
________________
ના પv=cn
(૨૬૫) આપણે જોયા છે. તેવી જ રીતે આપણે પણ અચાનક ચાલ્યા જવાનું છે, આખર વખતે પૈસો કામ આવનાર નથી. તો જે શાશ્વત, અમર અને અનંત સુખનું ધામ એવો આપણો આત્મા, તેની ઓળખાણ પુરુષ પાસેથી કરી લેવાનો અવસર આવતાં, હજુ લક્ષ્મીના ગુલામ બની, જગતમાં ભિખારીની પેઠે ક્યાં સુધી આપણે ભટક્યાં કરીશું? જો લક્ષ્મીના મોહનો પડદો આપની દૃષ્ટિ ઉપર ન હોત તો આવા રૂડા આત્મા, આવી અઘટિત માગણી આવા ઉત્તમ સ્થાને કેમ કરે ?
તમને ખોટું લગાડવા નહિ પણ આ પ્રસંગનો તાદશ ખ્યાલ આવે અને એવી ભાવના જડમૂળથી નીકળી જાય તે હેતુથી એક ટૂંક દષ્ટાંત સાંભરી આવવાથી જણાવું છું -
એક માણસ નોકર મારફતે બધું કામ કરાવનાર હતો.તેને જગતનું, બજારનું કે દુનિયાનું કંઈ ભાન ન હતું. તેણે કોઈનોકરને ટાંકો તૂટી ગયેલો જોડો સમો કરાવવા આપ્યો. તેણે રેખો મરાવીને સમો કરાવી આપ્યો. પછી તે પહેરીને કામ પ્રસંગે એકલો બજારમાં થઈને જતો હતો ત્યારે રેખો અંદર ખેંચવા લાગી
તેથી જાણ્યું કે આ દુકાનવાળા સમો કરતા હશે, ગણીને ઝવેરીની દુકાને ચઢીને * જોડો કહાડીને બતાવ્યો અને કહ્યું કે “આ ચુંકો ખેંચી નાખીને સાંધી આપશો ?'' ઝવેરી એને શું કહે તે આપ વિચારો.
તમે એકલા જ નહિ પણ સર્વ સંસારી જીવો આધિ, વ્યાધિ, ઉપાધિથી અને રાગદ્વેષથી બળી રહ્યા છે. તેમને ખરી રીતે સંસાર દુઃખરુપ લાગતો નથી. તે દુઃખરુપ જણાવવા જ્ઞાની પુરુષો વૈરાગ્યનો ઉપદેશ આપે છે અને જ્યારે સંસાર દુઃખરુપ લાગે ત્યારે તે દુઃખરૂપ સંસારમાં ફરી કોઈ કાળે જન્મ, જરા, મરણનાં દુઃખ ભોગવવા આવવું ન પડે તેવો ઉત્તમ ઉપાય બતાવે છે. આવું જીવનું હિત કરવાનું મૂકીને અજ્ઞાની જીવોની માગણી ધનાદિથી સંસાર સુખરૂપ લાગે અને ફરી તેમાં જ જન્મ મરણ કરવાં પડે તેવા ઉપાયની માગણી જ્ઞાની કેમ સ્વીકારે ?
દરદ નહિ ખમવાથી ઝેર ખાઈ મરી જવાની ઈચ્છા કરનારને દરદ મટાડવાનું પડી મૂકી ઝેર ક્યો ડૉક્ટર આપશે ? ઝેરનું નામ દઈને પણ દરદ મટે
Page #316
--------------------------------------------------------------------------
________________
(૨૬૬) તેવી દવા ડાહ્યો ડોક્ટર આપે. તેમ જ્યારે આપનું આવવાનું થાય છે ત્યારે વૈરાગ્યનો ઉતમ ઉપદેશ આપને મળે છે અને આપને નિમિત્તે અમને પણ તે લાભ મળે છે. તો હવે આપ ભવિષ્યમાં પધારો ત્યારે સૌ સંસાર વાસનાઓ દૂર કરી, એક આત્મકલ્યાણની ભાવનાથી આવશો તો કેવો આત્મા પ્રફુલ્લિત થાય છે તે વગર કહે આપના અનુભવમાં આવશે.
અણસમજણ બાળક હોય ત્યાંસુધી મળમૂત્ર ચૂંથી તેને રમત માની આનંદ માને છે પણ મોટો થયા પછી તેની સામું પણ ન જુએ, તેમ મલીન વાસનાઓ, સપુરુષના બોધે દૂર કરી પવિત્ર થવા આપને પ્રાર્થના છે.
*** તા. ૩૧.૧.૩૦ પ્રભુશ્રીજીએ લખાવેલો પત્રમાંથી ઉતારો:
શ્રીમદ દેવાધિદેવ પ.કૃદેવની આજ્ઞા છે જે જે અશુદ્રવૃત્તિને રોકશોજી. માટે વૃત્તિને રોકવી. એમ વિચાર શુદ્ધ ભાવમાં જોડવાની ભલામણ છે જ.
“શુદ્ધતા વિચારે ધ્યાવૈ, શુદ્ધતામેં કેલિ કરે,
શુદ્ધતામેં સ્થિર હૈ અમૃતધારા બરસૈ.” તો અશુદ્ધ વૃત્તિના નિમિત્તો ટાળી શુદ્ધ વૃત્તિમાં જોડાવાય તેવા નિમિત્તો ઉપાસવા યોગ્ય છે જ.
પણ અત્યારે કેમ ઈચ્છા પ્રમાણે થતું નથી ? .
અત્યારનું ઈચ્છેલું હજું બીજ રૂપ છે. તે તેનો કાળ પરિપકવ થયે વગર ઈચ્છયે ઊભું થશે અને જેટલાં બળપૂર્વક ઈચ્છા થયેલી તેટલા બળપૂર્વક તેનો રસ ઉદયકાળે જણાશે. પણ તેને પ્રતિકૂળ સંજોગો મળતા રહેતા હશે તો ઉદય વખતે બળહીણપણું અનુભવાશે અને અનુકુળ સંજોગો વિશેષ બળપણ પ્રેરે છે. આ વાત સર્વ કર્મ પ્રકૃતિને, આયુષ્ય સુદ્ધાને લાગું પડે છે. તેથી હવે આપણે આ ભવમાં જે કાળ ગાળવો રહ્યો છે તે સત્પુરુષની દષ્ટિએ જાય તો આ દુર્લભ મનુષ્યદેહ મળ્યાનું સાર્થક સફળપણું થાય.
Page #317
--------------------------------------------------------------------------
________________
(૨૬૭)
સમજણ એ જ સુખ અણસમજણ એ જ દુઃખ અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શુંય ?
આપના પત્રમાં લખેલી હકીકત પૂ. મહારાજશ્રીને વાંચી જણાવી છે. તે વિષે પૂ. મહારાજશ્રીએ કહ્યું તે ઉપરથી નીચેની બોધશિક્ષા તેમના જ શબ્દોમાં લખી જણાવી છે. આત્મકલ્યાણનો લક્ષ રાખી વારંવાર વિચારી, તે પ્રમાણે પ્રવર્તવાનો પુરુષાર્થ કરશો તો સુખી થશો અને સારી ગતિ થશે. તેમાં લખેલી સવિગત હકીકત જાણી જણાવી છે. તે વિષે પૂ. મહારાજશ્રીએ કહ્યું તે લખી જણાવું છું તે હૃદયમાં કોતરી રાખશો, ભૂલશો નહિ.
મહાત્મા જ્ઞાની કૃપાળુદેવનો બોધ હોય તે સાંભળી તે શિખામણ લક્ષમાં રાખે તો કર્મ ન બંધાય એમ જ્ઞાનીઓની શિખામણ છે, તે ધ્યાનમાં લેવી ઘટે છેજી. બીજું ભાઈ આપ ડાહ્યા છો તો આપને અકળાવવું, મુંઝાવું કે ગભરાવું ના થવું જોઈએ. જે શાતા અશાતા આવે તથા બાંધેલા કર્મથી જે ઉદય આવે તે બધું સમભાવે સહન કરવું કર્તવ્ય છે. જીવે પૂર્વે કર્મ બાંધ્યાં છે તે ઉદય આવે છે. ઋણ સંબંધે સગાંવહાલાં મળી આવ્યા છે. તે ભોગવતાં સમભાવે સહન કરવું. સમતા, ક્ષમા, ધીરજ કરવી અને બધું ખમી ખૂંદવું. જે કર્મ ઉદયમાં આવે છે તે ભોગવીને તેથી છૂટાય છે. તેમાં હર્ષ શોક ન કરવો. સમભાવે સહન કરવું એ તપ છે. તેથી અકળાઈ જઈ, ગભરાઈ જઈ, ખોટી ચિંતવણા કરવી નહીં, જે અહીંથી જતો રહું, છૂટી જાઉ, મરી જાઉં એવો કોઈ સંકલ્પ કરવો નહિ. એમ જો જીવ કરે તો કર્મ બાંધે અને કર્મ તો ગમે ત્યાં બાંધ્યાં પ્રમાણે ભોગવવાં પડશે. પણ સમભાવે તે ખમવાં. અકળાઈને ક્યાં આકાશમાં ચઢી જશો ? જ્યાં જશો ત્યાં કર્મ બે ડગલાં આગળને આગળ જ છે. માટે સમતાએ સહન કરવાં. આપણને કોઈ દુઃખ આપે, અભાવ કરે, અપમાન કરે, તો તેનો ખરો ઉપકાર ગણવો. આપણે બાંધેલા કર્મ છોડાવવામાં તે મદદ કરે છે. તે વિના છૂટાત નહીં એમ સવળું લેવું. આથી વધારે દુ:ખ ભલે આવે તો પણ ગભરાવું નહિં. જીવે નરકમાં દુ:ખ વેઠયાં છે. તેના હિસાબમાં અહીં તો શું છે ? ફક્ત અંતરાય તૂટયો નથી. તેથી દુ:ખ
Page #318
--------------------------------------------------------------------------
________________
(૨૬૮)
લાગે છે, તેથી ગભરાવું નહીં. તમે જેવા તેવા નથી. જગત્ ગમે તેમ કરે તેના સામું જોવું નહિ. સૌની સાથે સંપ રાખવો. જાણે કંઈ સમજણ નથી, કંઈ સમજતો નથી એમ કહે તો પણ ખમી ખૂંદવું. માન જીવનું ભૂંડું કરે છે. માન વૈરી છે. બીજાને વધારે માન મળતું હોય, બીજા ઉપર વધારે વહાલ કરે તો તે રાગ બંધનું કારણ છે. દ્વેષ કરે તો દ્વેષ પણ બંધનું કારણ છે. તો બંધના કારણ એવા કોઈના રાગ કે વહાલની ઈચ્છા સમજુ જીવ રાખતો નથી, પણ સમભાવ રાખી, જાણ્યું ન જાણ્યું કરી ખમી ખૂંદે છે. માટે તે માન મૂકી, સૌથી નાના થઈ જાણે કંઈ સમજતો નથી એમ રહેવું. કોઈ કંઈ શિખામણ દે તો તેને કહેવું કે તમારું કહેવું સાચું છે. આત્મહિત થતું હોય તો તેમ કરી લેવું, પર છણકા કરવા નહિ. ખીજાવું નહિં.
‘“અધમાધમ અધિકો પંતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?''
એ વગેરે વીસ દોહા, ક્ષમાપનાનો પાઠ, આલોચના તથા સામાયિક પાઠ ભણાય તો દિવસના અડધો પોણો કલાક વખત કાઢવો. કોઈને કંઈ કહેવું થાય તો ધીરજથી કહેવું. કંઈ ગભરાઈને, ખીજાઈને ક્રોધ કરીને કહેવું નહિ. સૌની સાથે મૈત્રીભાવ રાખવો. ઠાર ઠાર ઓળખાણ રાખવી, નમી જવું અને સૌની સાથે હળીમળીને ચલાય તેમ કરવું. કુસંપ થાય તેમ કરવું નહીં. કોઈને ક્રોધ આવ્યો હોય, અને ખીજીને બોલે તો પણ ધીરજથી, સમતાથી ‘“બા, ભાઈ’ કહીને તેનો ક્રોધ મટી જાય તેમ કરવું. તાણાખેંચ કે ખેંચાખેંચ કરવી નહિ, અને એમ કહેવું કે ‘‘તમે સમજુ છો.’’ બા હોય, એના ઉપર ક્રોધ કરવો નહિ. એનો ક્રોધ જતો રહે અને રાજી થાય તેમ કરવું. આટલા ભવની સગાઈ છે, પછી વન વનકી લાકડી. એકલો આવ્યો અને એકલો જશે. કોઈ આપણું હૈયું, છોકરું, મા બાપ થયું નથી અને થવાનું નથી, થશે નહિ. જો ક્ષમા નહિ કરીએ અને કષાય એટલે ક્રોધ વેરભાવ કરીએ તો કર્મ પાછાં બીજા બંધાશે. માટે ખરો ઉપાય સમતા, ક્ષમા છે. તે જ ગુસ તપ છે. મનુષ્યભવ પામ્યા છીએ તે ચિંતામણિ સમાન છે. તેમાં સુખ, દુઃખ આવે તે ખમી ખુંદવું, અકળાવું નહિ. કર્મ છૂટવાનો અવસર આવ્યો
Page #319
--------------------------------------------------------------------------
________________
(૨૬૯)
છે. માટે જે વિધ કર્મ જીવે બાંધ્યાં છે તે પ્રમાણે ઉદયમાં આવે છે. તેથી અકળાવું નહિ. સમતા ક્ષમા કરવી. અહીં આવવાની અવકાશ થોડી કાઢી આવી જાઓ તો ઘણો લાભ થશે. સમાગમે કહેવાનું થશે. સૌ કરતાં સમજણ એ જ સુખ છે. અણસમજણ એ દુઃખ છે. માટે ખરો અવસર આવ્યો છે. દુઃખ આવેલું જાય છે. તે તો જડ છે. દેહ છે તે નાશવંત છે; આત્મા છે તે શાશ્વત છે; અજર છે; અમર છે; એનો વાળ વાંકો કરવા કોઈ સમર્થ નથી. માટે મને દુ:ખ થયું, મને રોગ થયો, મને વ્યાધિ થઈ એમ કરવું નહીં. આત્મા તો ભિન્ન છે. માટે સદ્ગુરુ પ.કૃ.દેવનું શરણ રાખવું. અમે પણ એના દાસના દાસ છીએ. પોતાની કલ્પનાએ કોઈને ગુરૂ માની લેવા નહિ. કોઈને જ્ઞાની અજ્ઞાની કહેવા નહિ. મધ્યસ્થ દષ્ટિ રાખવી. પરમાત્મા પ.કૃ.દેવને માનવા. તે શ્રદ્ધા કરવી. તેને પૂ. મહારાજ પણ માને છે. માટે તેનો ધણી અને આપણો ધણી જુદા ન કરવા. એ એક જ છે. એ ઉપર પ્રેમ કરવો, પ્રીતિ કરવી, જે થાય તે જોયા કરવું, અને આપણે તો એના શરણે સ્મરણ કર્યા કરવું. મર સૂઝે તેટલું દુ:ખ આવે તો ભલે આવે. આવો કહે આવશે નહિ અને જાવો કહે જશે નહિ. આપણે તો એને જોયા કરવું જોનાર આત્મા છે તે જુદો જ છે. મારી મા, મારો બાપ, મારા છોકરાં, એ મારા માન્યા છે તે પોતાના નથી. સૌ ઋણ સંબંધે આવ્યું છે. એકલો આવ્યો છે. એકલો જશે. માટે આપણે આત્માને ભૂલવો નહિ. સૂઝે તેટલું દુઃખ આવે તેથી અકળાવું નહિ. આ તો શું છે ? સૌ સૌનું બાંધેલુ આવે છે. માટે આપણે ખમી ખૂંદવું. એ બધું જવા આવે છે. આપણો ધીંગધણી એક પરમકૃપાળુદેવ પૂજ્ય મહારાજે જે કર્યાં છે તે મારા ગુરુ છે. પૂ. મહારાજ પણ મારા ગુરુ નહિ. પણ એમને જે ગુરુ કર્યાં છે તે મારા ગુરુ છે. એવો નિઃશક અધ્યવસાય રાખી જે દુ:ખ આવે તે સહન કરવું. કાળે કરીને સર્વ જવાનું છે. જો આ શિખામણ લક્ષમાં રાખશો તો તમારું કામ થઈ જશે. સંસારની માયાના દુ:ખ ભાળી જરા પણ અકળાવવું નહિ. થવાનું હશે તેમ થશે.
“નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન જાય;
કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય ?''
ઘણું કરીને બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી. તો
Page #320
--------------------------------------------------------------------------
________________
(૨૭૦)
પછી ધર્મ પ્રયત્નમાં આત્મહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ
કરવો ?
આ પત્ર (પત્ર નં. ૩૨૨) વારંવાર વાંચશો અને મુમુક્ષુ જનોને વંચાવશો તો સર્વને એમાંથી ઘણું જાણવા મળશે. કેમકે સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે, એમ પ.કૃ.દેવે લખ્યું છે. શ્રી ઋષભદેવ ભગવાન પાસે અઠ્ઠાણું પુત્રો ભરત ચક્રવર્તી સામે ફરિયાદ કરવા ગયા હતા કે ‘‘આપે અમને રાજ આપ્યું છે છતાં ભરત અમારા ઉપર આણ મનાવવા મથે છે. તમે કહો તો યુદ્ધ કરીએ અને તમે કહો તો આજ્ઞા માન્ય કરીએ. તમે કહો તો તેને રાજ સોંપી દઈએ.’’ આવી સંસારી બાબત માટે તે ભગવાન પાસે ગયા, પણ કોઈ પણ નિમિત્તે ભગવાન પાસે ગયા તો સાચા વૈરાગ્યનો બોધ પામ્યા અને ભગવાનના કહ્યા વિના અઠ્ઠાણુ ભાઈઓએ રાજ તજી દીક્ષા લીધી અને કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. તેમ જ તમારા લૌકિક પત્રનો અલૌકિક ઉત્તર તેઓશ્રીજીએ લખાવ્યો છે, તે લક્ષમાં રહે અને આ પત્રમાં જણાવેલી માન્યતા રાખી, તેમાં જણાવ્યા પ્રમાણે લઘુતા દીનતાથી વર્તન થાય તો કલ્યાણ થઈ જાય તેવી વાત છે. તમારું એકલાનું જ નહિ પણ આખા જગતનું કલ્યાણ થઈ જાય એટલું બધું આ પત્રમાં રહસ્ય રહ્યું છે. તે વારંવાર વિચારી લક્ષમાં સર્વે ભાઈઓ લેશોજી. પ.કૃ.દેવે પરમ કૃપા કરી નીચેની ગાથા તેઓશ્રીને લખી આપી હતી.
संबुज्झहा जंतवो माणुसत्तं, दठटुं भयं बालिसेणं अलंभो ।।
एगंत दुक्खे जरिए व लोए, सक्कम्मणा विप्परियासुवेइ ।।
તીર્થંકર વારંવાર નીચે કહ્યો છે તે ઉપદેશ કરતા હતા; ‘‘હે જીવો, તમે બુઝો, સમ્યક્ પ્રકારે બુઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદ્વિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરીને બળે છે એમ જાણો અને સર્વ જીવ પોત પોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો.’’
આ સૂત્ર સમજવા જેટલી આપણામાં બુદ્ધિ નથી પણ બાળકને ખોરાક .
:
Page #321
--------------------------------------------------------------------------
________________
(૨૭૧) ન પચે અને ચાવી પણ શકે એમ ન હોય ત્યારે જેમ તેની માતા ધાવણ વડે બાળકને ઉછેરે છે તેમ સર્વ શાસ્ત્રના સારરૂપ અમૃત પ.કૃદેવ પાસેથી પ્રાપ્ત થયેલું આપણને આપણી સમજણમાં ઉતરે તે પ્રકારે આ આખો પત્ર લખાવી તેઓશ્રીએ મહા ઉપકાર કર્યો છે. માટે વારંવાર આ બોધ વિચારી ક્રોધાદિ કષાયને શત્રુ શ્રેણી, બને તેટલા દૂર કરી, આત્મકલ્યાણનો માર્ગ વા મનુષ્યભવ સફળ કરવા આપને નમ્ર વિનંતિ કરું છું. તથા આપના માતુશ્રી વગેરેને જે કોઈ પ્રત્યે કષાયભાવ થયા હોય તે સર્વે ખમાવી સંપથી વર્તશોજી. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ સર્વને ખમાવ્યા છેજી. એકાદ દિવસનો અવકાશ કાઢીને અત્રે આવી જવાનું રાખશો તો ઘણો લાભ થશે. એ જ વિનંતિ. જેના પ્રત્યે વિષમભાવ હોય તે વિષમભાવ મટી જાય અને આપના ઉપર પ્રેમભાવ થાય તેમ વર્તવામાં કલ્યાણ છે. અંતરમાં સહજાન્મસ્વરૂપ પરમગુરુ” ની ભાવના ભાવવી અને ઉપરથી તેમને સારું લાગે તેમ વર્તન રાખવું. જે અહીં આવવાનું થઈ જશે તો તમને ઘણું સારું થાય તેમ વાત થશે. ભાઈ નાનો છે તેને પણ ભાઈ સારો સારો કહી વર્તવું. વારંવાર વાંચવા વિચારવાનું કરશો તો હિત થશે. ડાહ્યા સમજુને આ પત્ર અત્યંત હિતકારક છે, અને ક્રોધી મૂર્ખને વસમું લાગે તેવો છે. તમે તો સમજુ અને ડાહ્યા છો.
Page #322
--------------------------------------------------------------------------
________________
(૨૭૨)
આત્માને નિઃશલ્ય કરવાનો બોધ ઘણીવાર મહેનત કરવા છતાં, ઈચ્છા છતાં, જે વૈરાગ્ય અને ઉપશમની પ્રાપ્તિ થતી નથી તે વૈરાગ્યની પ્રાપ્તિ સુલભ થાય, એવો મહાવ્યાધિનો અવસર આવે છે ત્યારે, દેહની અને આ સંસારની અત્યંત અસારતા,અનિત્યતા અને અશરણતા મુમુક્ષુને પ્રત્યક્ષ અનુભવાય છે, અને જ્ઞાનીના વચનો અત્યંત સાચા લાગે છે. આ દેહાદિ પદાર્થોના સ્વરૂપનો જે જ્ઞાનીપુરુષના વચનોને અનુસરી જીવ વિવેકપૂર્વક વિચાર કરે તો, જરૂર તે પોતાના નથી એમ પ્રતીતિ થાય. પોતાના હોય તો જતા કેમ રહે? અનાદિકાળથી જીવનું પરિભ્રમણ થયું તે એના સંયોગથી, પોતાના નહિ તેને પોતાના માનવાથી જ થયું છે; અને અત્યારે પણ એ જ દુઃખનું કારણ છે, એમ લાગ્યા વિના રહેશે નહિ. શાતા-અશાતા સ્વભાવ તો દેહના છે, તેને પોતાના માની, આ જીવ તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિના વિચારો અને ભાવના કરી, આર્તધ્યાન કરી, પોતાનું બુરું કરવામાં બાકી રાખતો નથી. જ્ઞાનીઓએ તો બધાય સંયોગોને દેહાદિ અને કુટુંબાદિ સર્વ સંસારી સંબંધોને પર, પુદ્ગલનાકર્મરૂપ અને અસાર, અધુવ અને દુઃખમય જ કહ્યા છે. જે જ્ઞાનીનો ભક્ત હોય તેને તો જ્ઞાનીનાં વચનો માન્ય જ હોવા જોઈએ અને તેથી શાતા, અશાતા બન્ને સરખાં છે. અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં સંસાર, માયા પર પદાર્થોનાં સંયોગનું સ્વરૂપ પ્રતિબંધ વગર સ્પષ્ટ દેખાય છે તેથી તેના ખરા સ્વરૂપનો વિચાર જીવ સહેજે કરી શકે છે. બધાય જ્ઞાની પુરુષોએ અનુભવપૂર્વક • આ સંસારને દુઃખમય જાણી તેથી નિવૃત્તવાનો જ માર્ગ ગ્રહણ કર્યો છે. તેને માટે અત્યંત પુરુષાર્થ કરી જય મેળવ્યો છે. અને એ જ બોધ કર્યો છે. ઘણાં ભક્તોએ પણ સંસારના દુઃખ ભલે આવે કે જાય, પણ પ્રભુનું વિસ્મરણ ન થાય એમ માગ્યું છે. શ્રી ભુરાજાએ તો ભગવાનનાં દર્શન થતાં એ જ માગણી કરી કે, આ રાજ્યલક્ષ્મીનું મને ફરી સ્વપ્ન પણ દર્શન ન થાય. આ બધું સંસારની અસારતા સૂચવે છે કે જે વિચારી જીવે તેથી ઉદાસીન થવા યોગ્ય છે.
મોટા મોટા પુરુષોએ પણ મહાન ઉપસર્ગ અને પરિષહોના પ્રસંગે ચલિત ન થતાં સમભાવને જ ધારણ કર્યો છે. સંસાર અસાર, પરરૂપ પોતાના
Page #323
--------------------------------------------------------------------------
________________
(૨૩) આત્મસ્વરૂપથી તદ્દન ભિન્ન છે એમ જાણી નિજ શુદ્ધ આત્મસ્વરૂપમાં જ સ્થિત થયા છે.
પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ પાંચેક દિવસ ઉપર બોધમાં જણાવ્યું હતું કે આ.. આજે ૧૭-૧૮ વર્ષથી સમાગમમાં આવે છે. મઘાના મેહ સમાન બોધ પ્રવાહ વહે છે, પણ એમાંથી એકાદ લોટોય એણે પાણી પીધું નથી, ભરી પણ નથી રાખ્યું કે પીવે; બધુંય પાણી ક્યારીમાં જવાને બદલે બહાર વહી ગયું. પત્રો આવે છે તેમાં હાયવોય અને બચાવો બચાવો એમ લખે છે. કહેનારો કહી છૂટે અને વહેનારો વહી છૂટે. વારંવાર કહેવા છતાં, સમજાવ્યા છતાં પોતાની મતિ સમજણ અને આગ્રહ ના મૂકે, એટલે અમારું કહેવું ગ્રહણ થયું નથી, અને પોતે જ્ઞાની પુરુષને ઓળખ્યા છે, પોતાની સમજણે આ જ્ઞાની છે, આ જ્ઞાની છે. એમ માની, જ્ઞાનીઓની, જ્ઞાનીઓના માર્ગની માન્યતા કરી લઈ વર્યાં છે. તે વિપરીત સમજણથી હું જ્ઞાનીનો માર્ગ પામ્યો છું, હું જ્ઞાનીની સાચી ભક્તિ કરું છું, હું વર્તુ , કરું છું તે બરાબર છે એમ કરી પોતાનામાં પણ એવી કંઈ માન્યતા કરી, તે માન્યતાના આધારે બીજું જીવો પ્રત્યે પણ તે જ વાતનો ઉપદેશ થયો છે. એ બધું અજ્ઞાન છે. અજ્ઞાન તે સંસાર રખડાવનાર છે. હજી પણ મનુષ્યદેહ છે, સમજણશક્તિ છે ત્યાં સુધી અવસર છે. અને પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનું કહેવું સાચી રીતે માની લેવાય તો આત્મહિત થાય. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર જણાવે છે કે “અમારા હૃદયમાં માત્ર પરમકૃપાળુ દેવ જ છે. તેની જ રમણતા છે. અમારી તો એ જ શ્રદ્ધા અને લક્ષ છે. અને અમે તો, અમારા સમાગમમાં જે જિજ્ઞાસુ આવે છે તેને એ જ રસ્તો દેખાડીએ છીએ કે, ૫.કદેવની જ આજ્ઞા માન્યકરો, તેની જ શ્રદ્ધા કરો, તેણે જે સ્વરૂપ જાણ્યું, અનુભવ્યું છે, તે જ સાચું છે, તે જ સ્વરૂપ મારું છે, એમ તે પુરુષના વચને, શ્રદ્ધાએ માન્યકરો અને તેની જ ભક્તિમાં નિરંતર રહો. બીજી કાંઈ કલ્પના ન કરો. આ પર પદાર્થો, તેનાં સંયોગો તે તમારા નથી, તેને તમારા આત્મસ્વરૂપ તરીકે ન માનો પણ ૫.કૃ દેવે કહેલ યથાર્થ આત્મસ્વરૂપને ઓળખો તો કલ્યાણ છે. પ.કૃદેવનું જ શરણ,
આશ્રય, નિશ્ચય ગ્રહણ કરો અને અત્યારસુધીમાં મેં જે જે કંઈ કર્યું, જે જે કંઈ • માન્યું, જે જે કંઈ ઉપદેશ આપ્યા, કલ્પનાઓ કરી, તે બધી મારી ભૂલ હતી;
Page #324
--------------------------------------------------------------------------
________________
(૨૭૪)
સ્વચ્છંદ હતો, કલ્પના હતી, અણસમજણ હતી, અજ્ઞાનતા હતી, તેનો ભારે ખેદપૂર્વક પૂર્ણ પશ્ચાતાપ કરી, તેથી પાછા વળી, જ્ઞાનીની ક્ષમા ઈચ્છી, આત્માને નિઃશલ્ય કરો; અને હવે તો મારે એક પ.કૃ.દેવનું જ શરણ હો, તેની જ આજ્ઞામાં નિરંતર પ્રવર્તન હો, એણે જે સ્વરૂપ અનુભવ્યું છે તે જ મારું સ્વરૂપ છે, અન્ય દેહાદિ સંબંધમાં પોતાપણાની કલ્પના મિથ્યા છે એવી સમજણ અને શ્રદ્ઘા કર્તવ્ય છે. એમ જીવ પોતે કરશે ત્યારે જ છૂટકો છે.
સાચી શ્રદ્ધા આવેથી સાચો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને જ્ઞાનીઓએ દેહાદિને અનિત્યાદિ કહ્યાં છે તે જીવના વિચારમાં સમજણમાં બેસે છે. સાચી શ્રદ્ધા સિવાય સાચો પ્રેમ ઉદભવતો નથી, અને સાચા પ્રેમ સિવાય વસ્તુની પ્રાપ્તિ અસંભવિત છે.
ઉપર જણાવ્યા પ્રમાણે પ.કૃ.દેવની શ્રદ્ધા વિષે, પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના બોધાનુસાર સાચી શ્રદ્ઘાસહિત પ.કૃ.દેવની અપૂર્વ ભક્તિમાં ચિત્તને જોડી રાખવું, તેમાં લયલીન બનવું. અશાતા વેદનીય તેમ જ શાતા વેદનીય તો કર્માનુસાર છે. આત્મસ્વરૂપનો નાશ કરવા વેદનીય સમર્થ નથી, તો પછી તેનો ખેદ કે વિકલ્પ શો કરવો ? શા માટે પરમભક્તિમાં ભાવને વધારી બધાય જન્મમરણાદિ દુઃખોથી સદાને માટે મુક્ત ન થઈએ ? ખેદ કે આર્તધ્યાન કરવાથી તો તે વેદનીયથી જીવને નવા બંધનો થાય છે અને તે ભવિષ્યમાં ભોગવવા પડશે. તો સમજું પુરુષે પોતાના આત્માની દયા વિચારી, ક્ષમા અને ધીરજથી પોતાના ભાવો સુધારી આ પ્રાપ્ત થયેલ પ્રતિકૂળ પ્રસંગનો લાભ કેમ ન લેવો ? આ મિત્રરૂપ ભાસતાં પણ વસ્તુતાએ બળવાન શત્રુસમાન દેહાદિ સંયોગોમાં કોઈપણ પ્રીતિ કરવા યોગ્ય છે જ નહિ. તેનાથી પોતાના ભાવોને વાળી લઈ, પ.કૃ.દેવે બોધેલ ઉપશમ અને વૈરાગ્યમાં તથા. પ.કૃ.દેવની અપૂર્વ પરમ આજ્ઞાના આરાધનમાં, ભક્તિમાં, શરણ-આશ્રયમાં એકતા કરવી યોગ્ય છે. આપ સમજુ છો, તેથી ટુંકામાં જણાવવાનું જે પુનામાં ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ અત્યંત પરિશ્રમ ઉઠાવી, “પ.કૃ.દેવની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે” એમ જે જણાવ્યું હતું તથા ‘‘સંતના કહેવાથી મારે પ.કૃ.દેવની આજ્ઞા માન્ય છે’’ એમ પ્રતિજ્ઞાપૂર્વક
Page #325
--------------------------------------------------------------------------
________________
*. it , ;
(૨૭૫) સર્વેએ પડદેવની સમક્ષ કહ્યું હતું તે યાદ લાવીને, શ્રદ્ધા જેટલીદઢ થાય તેટલી કર્તવ્ય છે. સ્વ...ભાઈએ જે હૃદયના ભાવ દર્શાવી, સર્વની સમક્ષ પોતાની ભૂલ કબૂલ કરી નિઃશલ્યપણું પ્રાપ્ત કરવાનું સાહસ કર્યું હતું તે સર્વની સ્મૃતિમાં હજી તાજુ જ છે. આપને ત્યાં પ.કૃદેવનો મોટો ચિત્રપટ પધરાવી, તે પરમપુરુષની જ ભક્તિ કરવાનું જણાવ્યું હતું તે પણ વારંવાર સંભારવા યોગ્ય છે. અને આ પત્ર દ્વારા તેઓશ્રી જણાવે છે કે “હાથીના પગલામાં બધા પગલાં સમાય છે તેમ પરમકૃપાળુદેવની ભક્તિમાં સર્વ જ્ઞાનીઓની ભક્તિ આવી જાય છે.” માટે ભેદભાવની કલ્પના દૂર કરી જે આજ્ઞા થઈ છે તે પ્રમાણે “વાળ્યો વળે જેમ તેમ તેમ પોતાના ભાવ વાળી એક ઉપર આવી જવા યોગ્ય છે જ. આ પત્ર પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ જાતે વાંચી, સર્વને હિતકારી જાણી, સર્વ મુમુક્ષવર્ગ સમક્ષ વંચાવી, આપને વારંવાર વિચારી યથાર્થ ભાવમાં આવવા, દઢતા કરવા મોકલ્યો છે. તેનો પૂરેપૂરો લાભ લઈ, આ મનુષ્યપણાની સફળતા થાય તેમ ભક્તિભાવે પ્રવર્તવા વિનંતિ છે.
જ્ઞાન, ગરીબી, ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઈનકું કબુ ન છાંડીયે, શ્રદ્ધા, શીલ, સંતોષ” “અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?” તા.ક. :- પત્ર નં.૨૨૩ પરાભક્તિ અને કઠણાઈ વિષેનો આ પત્રમાં જણાવેલ ભાવાર્થ લક્ષમાં રાખી વારંવાર વિચારશો. તથા આ પત્રનો ઉતારો કરાવી લઈ અત્રે પાછો મોકલવા પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીએ જણાવ્યું છેજી કારણ કે ઘણાંને તે ઉપયોગી હોવાથી તેની અહીં જરૂર છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
(૨૭૬)
તત્ સત્
રામબાણ બોધ શ્રી સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામીના ચરણ કમળમાં ત્રિકાળ ત્રિવિધ નમસ્કાર હો!
(પરમ પૂજ્ય પ્રભુશ્રીના બોધની યથાસ્મૃતિ રાખેલી સંક્ષેપ નોંધ) કષાય શાંત કરવાનો ઉપાય શું ? શ્રુત (બોધ), શીલ (મહાવ્રત, ત્યાગી, તપ (ઈચ્છાનિરોધ)
(શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વંચાતા) કેશીસ્વામી કહે છે - આપનો સાહસિક અને ઉન્મત્ત અશ્વ (મન) આપને ઉન્માર્ગમાં લઈ જતો નથી? અથવા તે અશ્વને તમે શી રીતે વશ રાખો છો ? ગૌતમસ્વામી :- તે ઉન્માર્ગ અને સન્માર્ગ સર્વને મેં જાણ્યા છે. ઉન્મત્ત
અશ્વને વશ કરી, સન્માર્ગમાં (આત્મભાવમાં) જ રાખું
પ્રશ્ન :
:- મનમાં સંકલ્પ વિકલ્પ ઘણા થાય છે તેથી બળતરા થાય
છે. મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, વિષયથી, રાગથી, દ્વેષથી વારંવાર અંતરમાં બળતરા ઉપજાવે છે,
તેને શી રીતે શાંત કરવું? પ.પૂ.પ્રભુશ્રી કહે :- મનમાં સંકલ્પ વિકલ્પ થાય છે તેથી બળતરા થાય છે.
પરંતુ આ અમે જે વાત બતાવીએ છીએ તેટલી જ શ્રદ્ધાથી માન્ય થાય તો રામબાણ માફક માન્ય કરનારનું
જરૂર કલ્યાણ જ. પરંતુ જીવને વિશ્વાસ હોવો જોઈએ. શ્રદ્ધા થવી જોઈએ. બાકી આ સ્થળે અમે જે કહીએ છીએ તેટલા ઉપર જ શ્રદ્ધા રાખી માન્યતા કરશે તેનું કામ થઈ
Page #327
--------------------------------------------------------------------------
________________
જશે.
(૨૭૭)
દેવદેવીની માન્યતા અથવા આ જ્ઞાની છે, લાણા ગુરુ છે, એવી કલ્પના છોડી એક સાચા સદ્ગુરુ ઉપર દઢ થવું.
મનમાં સંકલ્પ વિકલ્પ આવે છે તેથી બમણા આવોને ! પરંતુ તે સંકલ્પ વિકલ્પ આવ્યા કોને ? તો ‘‘મને’’ એમ જે કહે છે તે ‘‘હું’’ તે સંકલ્પ વિકલ્પથી કેવળ ન્યારો છું. ‘‘હું’’ અને ‘‘તે’’ એક નથી. આકાશ અને ભૂમિને જેટલું અંતર છે તેટલું જ તેને અને મારે અંતર છે. મન, ચિત્ત, વિષય, કષાય એ સર્વ જડ છે. “હું’” તે બધાને જાણનાર તેથી જુદો એવો આત્મા છું. તેમાં હું અને મારા પણાની માન્યતા હતી તે જ મિથ્યાત્વ કે અજ્ઞાન.
હવે આટલી જ માન્યતા કરી દઢ વિશ્વાસ જેને થશે તેનું કામ થઈ જશે. આટલા બધાં બેઠા છે પરંતુ સાંભળીને તે પ્રમાણે માન્યતા કરી દ્રઢ શ્રદ્ધાપૂર્વક પ્રવર્તશે તેનું કલ્યાણ થઈ જશે.
હું તે મનથી, સંકલ્પથી, વિકલ્પથી, કષાયથી, દેહથી, સ્ત્રીથી, પુત્રથી, ધનથી, ધાન્યથી, વગેરે સર્વથી કેવળ જુદો છું. રોગ થયો હોય, રહેવાતું ન હોય તો પણ એમ જાણવું કે જેનો બહુ નજીક સંબંધ હોય તે પોતાને દેખાય છે. જેમ પડોશીનું ખેતર બળતું હોય તો આપણા ખેતરમાંથી ભડકા દેખાય છે, તેમ વ્યાધિ, રોગ, શોક, ખેદ, કષાય, વિષય એ બધાં પુદ્ગલમાં થઈ રહ્યાં છે. દેહનો ધર્મ દેહ કરે છે, મનનો ધર્મ મન કરે છે, વચનનો ધર્મ વચન કરે છે. તે સર્વ પુદ્ગલ છે. ‘“હું” આત્મા તે સર્વથી ન્યારો છું. માત્ર તેનો જોનાર જાણનાર છું. તેના નાશથી મારો નાશ નથી. તેમાં શાતા કે અશાતાથી મને શાતા કે અશાતા નથી. ગમે તેમ થઈ જાય, ગમે તો નરક, તિર્યંચગતિ થાઓ, ગમે તો મરણ થાઓ પણ એવી અચળ શ્રદ્ઘા રહો કે, હું તે બધાથી ન્યારો માત્ર ‘“જોનાર અને જાણનાર’' આત્મા છું. તે આત્મા એક જ્ઞાનીએ જાણ્યો છે તેવો છું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખમય જે મારું સ્વરૂપ તે યથાતથ્ય જ્ઞાની એવા સદ્ગુરૂ ભગવાને જાણ્યું છે. જે આત્મસ્વરૂપ શ્રી સદ્ગુરુએ જાણ્યું છે, જોયું છે, અનુભવ્યું છે, તેવું જ પૂર્વે થઈ ગયેલા સર્વ જ્ઞાનીઓએ જોયું છે, જાણ્યું છે,
Page #328
--------------------------------------------------------------------------
________________
(૨૭૮)
જ
અનુભવ્યું છે. (મારું અને સર્વ જીવનું શુદ્ધ સ્વરૂપ તે જ્ઞાનીએ જાણ્યું છે, તેવું જ છે) તે જ મને માન્ય છે. તે જ મારું છે, તેમાં જ મારે પ્રેમ, પ્રીતિ, સ્નેહ, ભક્તિભાવ કરવા યોગ્ય છે. તે જ મારે પ્રાપ્ત કરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે, ત્યાં જ તલ્લીનતા કરવા યોગ્ય છે. આવી શ્રદ્ધા થઈ જેને માન્યતા થઈ ગઈ હોય તે દરેક પ્રસંગમાં, સુખમાં, દુઃખમાં, આધિમાં, વ્યાધિમાં કે સંકલ્પવિકલ્પમાં એક આત્મભાવનામાં રહી શકે. પોતાનો અને પરનો ભેદ પાડી શકે.
જડ ને ચૈતન્ય બન્ને, દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ, પર દ્રવ્યમાંય છે.
આવી શ્રદ્ધાપૂર્વક માન્યતા નિરંતર વર્તે છે અને પરોક્ષ આત્મભાવમાં
જાગૃત રહે છે તેને સર્વ વ્રત, નિયમ વગેરે આવી જાય છે. તેને કષાયાદિ સર્વ કંઈ જે આવે છે તે છૂટવા માટે આવે છે.
(આ બોધના અનુસંધાનમાં જુઓ પત્ર નં. ૫૭૭ પૃ. ૩૭૭.)
***
Page #329
--------------------------------------------------------------------------
________________
(૨૭૯)
હવે શું છે ? (1) » તત્ સત્ (૨) સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ: (૩) જ્ઞાન, દર્શન, ચારિત્ર. (૪) અસંગ. અપ્રતિબંધ = આત્મા સમઝો.
સમતા. ક્ષમા. ધિરજ. સમાધિમરણ - વિચાર સદ્દવિવેક જાણો શાંતિઃ શાંતિઃ
(૫) હે જીવ, કાંઈક વિચાર વિચાર, કાંઈક વિચાર, વિરામ પામ, વિરામ એમ સમઝ. મૂકવું પડશે.
જ્યાં કલ્પના જલ્પના ત્યાં માનું દુઃખ છાઈ,
ઘટે કલ્પના જલ્પના તબ વસ્તુ તેને પાઈ. (૬) મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થતા તે ચાર ભાવના ભાવવી કર્તવ્ય છે.
પત્ર નં. ૫૭ (કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો.
મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેર બુદ્ધિ. પ્રમોદ એટલે કોઈપણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો.
કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી.
ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું.
એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.)
(૭) હે જીવ, સ્થિર દષ્ટિથી કરીને તું અંતરંગમાં જે તો સર્વ પદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. ૧. વ.મૃ.૫.૮૧૯ આંક ૭.
Page #330
--------------------------------------------------------------------------
________________
(૨૦) (૮) અણુપેહા (અનુપ્રેક્ષા) એના ઈ. ચાર ભેદ છે. (1) અયાણુપેહા (એકત્યાનુપ્રેક્ષા)-કેતાં-આત્મા એક
છે, નિત્ય છે. (૨) ણિયાણુપેહા (અનિત્યાનુપ્રેક્ષા)-કેતાં-આત્મા
શિવાય બાકી અનિત્ય છે. (૩) અશરણાણુપેહા (અશરણાનુપ્રેક્ષા)-કેતાં-આત્મા
શિવાય શરણગત રાખનાર કોઈ નથી. (૪) સંસારાણુપેહા (સંસારાનુપ્રેક્ષા)-કેતાં-આત્માનું
શરણ નહિ લેવાથી સંસારને વિષે પરિભ્રમણ કરવું
પડે છે. (૯) એટલું જ શોધાય તો બધું પામશો. ખચિત એમાં જ છે. મને કંઈક અનુભવ છે. સત્ય કહું છું, યથાર્થ કહું છું, નિઃશંક માનો. આ વચનામૃત છે જ (ગુ.આ. પર૮)
ગુ.આ.પત્ર. પર૮ સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ભેદ શો? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજ સ્વરૂપમાં ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ (૧૦) મોટા ગ્રંથમાં શ્રીમદ્ પરમકૃપાળુદેવશ્રીનાં વચનામૃત છે તેમાં પાનું પ૬૫ “હાથ નોંધ પૃષ્ઠ ૬૦” પત્ર ૨૮ નો આંક વિચારશો.
(૨૦૭ ની આવૃત્તિ પાનું ૮૦૦ હાથનોંધ ૧. પૃ. ૬૦-પત્ર ૨૯ :) શરીરને વિષે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી, ક્રમે
તા.
છે
કે
આ
Page #331
--------------------------------------------------------------------------
________________
(૨૮૧)
કરી પ્રાણમાં આત્મભાવના કરવી, પછી ઈન્દ્રિયોમાં આત્મભાવના કરવી, પછી સંકલ્પવિકલ્પરૂપ પરિણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી, ત્યાં સર્વ પ્રકારની અન્યાલંબનરહિત સ્થિતિ કરવી.
(૧૧) આતમભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે,
જીવ લહે કેવળ જ્ઞાન રે. “અમૂલ્ય આત્મા છે, તુચ્છ પદાર્થમાં પ્રીતિ કેમ કરું ? સર્વ ભૂલી જવું-પ્રેમ વેરી નાખ્યો છે તે સર્વ પરભાવમાં પ્રીતિ ના કરું. એક ‘“સત્’ સ્વરૂપ સદ્ગુરુ ઉપર પ્રીતિ કરું, વાલપ બીજે ના કરું. શાંતિઃ શાંતિઃ
(૧૨) આત્મા છે, નિત છે, કરતા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છેજી. તે પત્ર વિચારવા યોગ્ય છેજ.
(૧૩) આપ્યંતરભાન. અવધૂત. વિદેહિવત્. જિનકલ્પિવત્; સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત. નિજ સ્વભાવના ભાનસહિત-અવધૂત્ જિનકલ્પિવત્. વિદેહિવત્. વિચરતા પુરુષ ભગવાના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ :
(૧૪) સત્ ચિતિ આનંદ સર્વવ્યાપક એવો એક આત્મા હું છું એમ વિચારવું ધ્યાવવું.
(૧૫) પ્રવૃત્તિનાં કાર્યો પ્રત્યે વિરતિ, સંગ અને સ્નેહપાશનું તોડયું. આશંકા-જે સ્નેહ રાખે છે તેના પ્રત્યે આવી ક્રૂર દૃષ્ટિથી વર્તવું તે કૃતઘ્નતા અથવા નિર્દયતા નથી ?
(૧૬) અતિશય વસમું છતાં પણ કરવું કેમકે બીજો કોઈ ઉપાય નથી.મૂક્યા વિના છૂટકો નથી.
* આ સંબંધી પ.ઉ.પ્રભુશ્રીજી પત્ર ૧૬૬ વિચારવાનું કહેતા અને જણાવતા કે માયિક સુખની સર્વ પ્રકારની વાંચ્છા ગમે ત્યારે પણ છોડયા વિના છૂટકો થવો નથી. કંઈ રહેવાનું નથી, તો પછી તારું કેમ થશે ? હજામની સલાહ ન લેવી એટલે કે પોતાનું ડહાપણ ન વાપરવું. મૂકવું પડશે એટલે દષ્ટિ ફેરવવી પડશે.
Page #332
--------------------------------------------------------------------------
________________
* *
*
- inક નામ
(૨૮૨) (૧૭) મહાદ્દિવ્યાક્ષરત્ન શબ્દનીવર મનમ્ !
राज्यचंद्रमहं वंदे तत्त्वलोचनदायकम् ।। આત્મા છે.પ્રગટ પુરુષોત્તમ પુરુષને નમસ્કાર, નમસ્કાર.
(૧૮) કાયરતા, દેશકાળવિપરીતતા, વિપરીત-તથા પ્રતિબંધવિહાર, પરમપુરુષના સમાગમનો અભાવ; હે આર્ય, સંપેટ સંપટ નહિ તો પરિણમનનો યોગ છે અથવા સંપૂર્ણ સુખનો છતો યોગ નાશ કરવા બરાબર છે.
(૧૯) ઘણું શિથિલપણું, ઘણું લૌકિકભાવ, વિષય અભિલાષા, સ્વઈચ્છાચાર, પરમાર્થ અપરમાર્થ.
(૨૦) નિરણય અનિરણયતા. (૨૧) હવે શું છે ? શાંતિઃ શાંતિઃ
".
: -
Page #333
--------------------------------------------------------------------------
________________
(૨૮૩) મૂળ માર્ગ જેવો-પેરીસ પત્ર
. (.શુ.૧૦, ૧૯૮૧, ૩-૫-૨૫). વિ.પ.કુ.પ્રભુશ્રીએ જણાવ્યું છે કે :- આવા કાળમાં જેમ બને તેમ આરંભ પરિગ્રહ ઓછા કરવા. તેનાથી નિવૃત થવું તેમ કરવું યોગ્ય છે. બહુ વધારવામાં ઠીક નથી. તેના અભ્યત્વેજ સુખ છે. બહુ બહુ લાંબુ કરવા યોગ્ય નથી.
તા.ક. આ પત્ર સાથે પ.કૃ. પ્રભુશ્રીજીએ આપના પ્રત્યે ધર્માનુરાગના પ્રેમથી અને પરમાર્થદયાથી આપનું લક્ષ સ્વરૂપ પ્રત્યે જવા અર્થે આ સાથે અપૂર્વ પરમગુરુના વચનામૃતનો પત્ર મોકલાવ્યો છે. તેમાં પૂર્ણ ઉપયોગ મૂકી વારંવાર વિચારવા અર્થે મોકલેલ છે). - તે બોધ આપને તત્રે પરમ સમાગમરૂપ અને માયાના તરંગમાં તણાતા જીવને સ્થંભી રત્નદીપમાં એટલે સમ્યફદર્શન રત્ન, અને સમ્યકજ્ઞાન રત્ન, અને સમ્યકચારિત્રરૂપી સહજાન્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આત્મામાં પ્રેરણા કરી સ્થિર કરે તેવો બોધ છે છે. તેમાં જણાવેલો બોધ તે જ આપણું સર્વસ્વ છે એમ જાણવુંજી ભાઈ.
*પત્ર નં. ૮૩૨ પૃ. ૩૯ર
Page #334
--------------------------------------------------------------------------
________________
" E
(૨૮૪)
પૂના બોધ તમે પર્યાય જુઓ છો. જ્ઞાની આત્મા જુએ છે.
(મા. શેઠના બંગલામાંથી બહાર નીકળતાં) જ્ઞાનીને આવી રીતે કર્મ ખપે છે. (મોટરમાં કારેલા કેવ જતાં)
હિી : - શ્રીજી માટે તથા આપના માટે સાંભળવામાં આવે છે તે દુનિયા ચકિત થઈ જાય તેવું છે. તે ખરું છે ?
શ્રી :- તે બધું સાચું છે પણ મનાવું જોઈએ.
હી :- જૈન ધર્મ સંબંધી શ્રીજી, (શ્રી) આપ જણાવો છો તે વાત યુરોપમાં જાણવામાં આવે તો જૈન ધર્મ તરફ પૂજ્ય બુદ્ધિ થાય. " શ્રી :- તેમ જ છે – કોઈ ડોસાએ ભંડારમાં અમુક ભીંતના પીઢના સંચમાં ધન સંતાડ્યું છે એવું કહે તેમ છે.
ગાં :- કવીશ્રી કહેતા કે – જૈન ધર્મ જે શ્રાવકોના હાથમાં ન ગયો હોત તો એનાં તત્ત્વો જોઈને જગત ચકિત થાત. વાણીયાઓ તો જૈન ધર્મતત્ત્વોને વગોવી રહ્યા છે.
બંડ ગારડનમાં છ લૅપ દેખાતા હતા પણ શ્રીએ કહ્યું નવ છે. તેમ જ હતું. તેમ ચર્મ ચક્ષુથી જેએલું ખોટું છે, જ્ઞાનીએ જોએલું સાચું છે એમ માનવું. (મૃ.. ૫૭૫-માર્ગ પામવા માટે દિવ્ય નેત્ર જોઈએ. ચર્મ નેત્રે કરીને જોતા છતાં તો સમસ્ત સંસાર ભૂલ્યા છે..અંતરાત્મદષ્ટિથી જ તે માર્ગ અવલોકન કરી શકાય એવો છે...)
પ્રશ્ન. હી :- લડાઈમાં કૂતરાઓ આગળ બોંબ પડે પણ હઠતા નહી, ગાં...આગળ બોંબ પડયો તે વખતે તેઓ શાંત રહેલા. આ સમાધિ કહેવાય ?
ઉત્તર. શ્રી :- તે પુણ્યનું કારણ છે; પણ સમકીત તે કંઈ જૂદું છે. કોઈની પ્રકૃતિ શાંત હોય, સહન કરવાની હોય પણ તે સમકીત નથી.
as
Page #335
--------------------------------------------------------------------------
________________
(૨૮૫) હોય તેહનો નાશ નહીં, નહી તે નહિ હોય, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.”
• (બાબુનાં બંગલામાં પહેલે માળ) આથી ખાત્રી કરાવી આપી કે જ્ઞાનીઓની બધી વાતો પ્રમાણથી સિદ્ધ થાય તેવી છે.
પૂનાથી આવીને ૮૧-૮૨ માં ચર્ચા થયેલી :
શ્રીએ પૂછ્યું : શું પૂજાય ? – બધાએ જવાબ આપ્યો છેવટે ભાઈને પૂછ્યું ત્યારે તેમને કહ્યું :- ક્ષાયિક પૂજાય. શ્રીએ કહેલું :- મહાવીર આવે તો કોણે ઓળખે ?
અગાસ બોધ તા. ૧૯-૯-૩૩
પ્રશ્ન. હી :- શું કરવાનું રહી જાય છે ?
ઉત્તર. શ્રી. :- આત્માનું કરવાનું રહી જાય છે. આત્મા જેવાયો નથી. (પછી કહ્યું) કહીશું. કહેવાય નહી પણ કહ્યા વિના બને તેવું નથી. છે. આ બધું ખોટું છે, સ્વપ્ન છે. આ જે સંકલ્પ વિકલ્પ વિગેરે રૂપી વેપાર કરી રહ્યો છે તે જૂઠું છે.
આત્મા છે, અમુક નયે આત્મા કહેવાય પણ જડને આત્મા માની રહ્યો છે. આત્મા તો જ્ઞાનીએ જોયો છે.
આ બધી વાર્તા વંચાય છે. પોતાની મતિના પ્રમાણે પરિણમી જાય છે. આત્મા ક્યાં દેખાય છે ? મર્મની વાત છે. આત્મા દેખાવો જોઈએ.
બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત વંચાતાં-આ બધી પર્યાયની વાતો છે, તેમાં સારું ખોટું થયા કરે છે. કંઈ નથી. નિયાણાનું ફળ હોય છે. કંઈ નથી, ખરું તો આત્મા છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
(૨૮૬)
જગત આત્મારૂપ જોવામાં આવે-આત્મા જોવો, બીજું જોવું નહીંકોઈને કંઈ કહેવું નહીં. તે જ માન્યતા-તેની જ શ્રદ્ધા-વિશ્વાસ, પ્રતીતિપુષ્પાઈનો જોગ માનવો-મંત્ર આજે ફરીથી આપ્યો.
(શેઠે તબિયતના સમાચાર પુછાવેલા) તેના જવાબમાં શ્રીએ જણાવેલું આત્મા તો આનંદમાં છે, શરીર દુઃખરૂપ છે. પછી કોના સમાચાર લખવા?
મુની ગુ. કહેલી વાત-રાજાએ શિકારમાં હરણી મારી-સાધુને સમાધીમાં જોયા-નમસ્કાર-પછી પશ્ચાતાપ કર્યો-સાધુ સમાધીમાંથી ઊઠયા ત્યારે કહ્યું, આશીર્વાદ આપ્યા પછી કહ્યું :- હે રાજા, સવા ઘડી પછી તારું મરણ છે, કરવું હોય તે કરી લે. રાજાને ગભરાટ; રાજા પ્રધાનને મળે છે. પ્રધાને કહ્યું જે સાધુએ કહ્યું છે તેની પાસે જ જઈએ-શું કરવું તેને માટે સાધુને પૂછ્યું.
સાધુએ કહ્યું :- કરવા માટે ઘણો વખત છે, ગભરાવવાનું કારણ નથી – પછી કહ્યું - તારું માન્યું છે તે મૂકી દે – રાજાએ તેવા ભાવ કર્યા, સારી ગતી થઈ
Page #337
--------------------------------------------------------------------------
________________
(૨૮૭) આબુ બોધ
૨૮.૩,૩૫ (શુક્રવાર ફા. વ, ૯, ૧૯૮૧)
આજે શુક્રવાર છે. નવમ છે. એમ કહી એકાંતમાં કહ્યું...જે કહું છું તે સામાન્ય કરતા નહી–“વાત છે માન્યાની”
શ્રીજીએ શ્રીને એમ કહ્યું હતું. જ્ઞાનીનું કહેલું કહેવાય છે. મોક્ષનો રસ્તો આ છે “વાત છે માન્યાની'...પછી ઘણું કહ્યું.
કહ્યું છે તે કંઠી બાંધી કહો કે કાન ક્યા કહો-કોઈને ઉપદેશ આપવો નહીં. એમ કહી ઘણું વિસ્તારથી સમજાવ્યું. - જન્મ નવો થયો ગણવો-મરીને જીવતા થવાનું તે આ. આત્મા જેવો. બીજું જોયું તો આશ્રવ. આશ્રવમાં સંવર તે આમ છે.
રાત્રે પત્ર ૬૬૪-સ્વરૂપને વિષે સ્થિતી થવી તેને પરમાર્થ સંયમ કહ્યો છે. વાણીયો છું તેવું માન્ય કર્યું ત્યારથી વાણીયો મનાય છે તેમ “આત્મા છું” તેવું માન્યાથી આત્મામાં સ્થિતી ગણાય કે નહીં ?
બ્ર શીતલપ્રસાદજી સમયસાર વાંચતા :આત્મામાં રોગ, મૃત્યુ, દિગંબરીપણું નથી.
શ્રી :- કેટલું ધન ? કેટલી કમાણી ? આત્મા આત્મામાં છે, કર્મ કર્મમાં છે. સોનું ગમે તેટલું તપે પણ સોનું તે સોનું છે, તેમ ગમે તેટલા ઉપસર્ગ આવે પણ આત્મા તે આત્મા છે. સંબંધથી વેદના ગણાય, પણ સંબંધ તે સંબંધ છે.
ભાવ, ઉપયોગ (આત્મા જેવાય, ભાવ આત્મામાં રહે પછી ગાવાનું છે “થાવું હોય તે થાજો, રૂડા રાજને ભજીએ”)-બધી પંચાત મૂકી દોહવે શું છે ?
Page #338
--------------------------------------------------------------------------
________________
(૨૮૮)
સનાતન ધર્મ સાચા પુરુષની શ્રદ્ધા, પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એ જ સનાતન ધર્મ (‘તત્ત્વજ્ઞાન’ માંથી “વચનાવલિ' માંથી વંચાવ્યું :) : .
“શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને યોગ્ય થવા માટે કહી છે; મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ”
પ્રભુશ્રી – એ એ મુમુક્ષુ – પ્રત્યક્ષ એટલે ?
પ્રભુશ્રી – આટલું સ્પષ્ટ છતાં ન સમજાય તો આ કાળનું એક વધારાનું અચ્છેરૂ ગણાવું જોઈએ - પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે. શાસ્ત્રમાંથી મળેલું જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાની દ્વારા મળેલા ધર્મમાં મોટો ભેદ છે. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ જ્ઞાનીના હૃદયમાં રહ્યો છે. કાગળ ઉપર અગ્નિ' શબ્દ લખી કરોડો માણસ પોતપોતાની એવી ચિઠ્ઠીઓ રૂની વખારમાં નાખે તેથી રૂ બળે ? પણ પ્રત્યક્ષ સાચા અગ્નિની એક નાની ચિનગારી લાખો મણ રૂમાં પડી હોય તો તે બાળીને ભસ્મ કરી નાખે. તેથી શાસ્ત્રનું જ્ઞાન ગમે તેટલું હોય અને ગમે તેવો ક્ષયોપશમ હોય પણ તે કાગળમાં લખેલી અગ્નિ સમાન છે; પરંતુ આત્માના અનુભવની એક ચિનગારી હોય તો પણ તે સાચા અગ્નિની પેઠે કોટિ કર્મનો ક્ષય કરી મોક્ષ આપે છે.
કર્મ ગમે તેટલા હોય તેથી ગભરાવું નહી, ધીરજથી તે વેદવાં. જ્ઞાન થતાં તે :
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય (આસિ.૧૧૪) દઢ વિશ્વાસ-તેના નામના જ બલિયા પહેરવા ધર્મ તો આત્મભાવમાં રહ્યો છે.
શ્રી-બાંધેલા છે તે વેદીએ છીએ અને જવા આવેલાં જાય છે, એમ જોઈએ છીએ.
કોઈની ભણી કાંઈ જોવા જેવું નથી. પોતે પોતાનું કરી રહ્યા જવાનો માર્ગ છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
(૨૮૯)
વજની ભીંત જીવનું ભંડુ કરનાર પ્રમાદને કષાય. પાંચ ઇંદ્રિયના વિષયથી થયું. ભૂંડું એ પુદ્ગલ કરે છે, પર છે. આ તો સંબંધ છે, પુદગલ છે. કાંઈ ચૈતન્ય નથી. જડ તે જડ, ચૈતન્ય તે ચૈતન્ય. વસ્તુતા એ એક આત્મા છે. આ બધો ભોગવટો પુદ્ગલનો – સત્તા આત્માની. મારું મારું ભલે કહે, પણ પુદ્ગલ; વીતરાગ માર્ગ કહે છે- આ તું નહીં. તું જુદો છે. આત્માને જડ એક નહીં દેહ જડ છે. એક સત્તા આત્માની. આત્મા વગર કોઈ જાણે તો મીંડુ માનજો. જડ ચેતન ન થાય. ચેતન જડ ન થાય. જ્ઞાનીપુરુષના અનુભવની વાત તે છે. ખરેખરી, સત્સંગ કરવો જોઈએ. તેના જેવું કોઈએ હિત કર્યું નથી. સત્સંગ ત્યાં બોધ. તે આત્માને અમૃત અને હિત કરે. કોડી કર્મ ખપે. વિશ્વાસને પ્રતીતિ થાય. આ તે કંઈ જેમ તેમ છે ? નહીં તો સહેજમાં વાતચીતમાં કોટી કરમ બંધાય. વાત અજબ ગજબ છે. આ વગર બીજો કોઈ રસ્તો પકડશો નહીં. ઢુંઢીયા, તપા, સ્ત્રી, પુરુષ, નાનો, મોટો, જુવાન કોઈ નથી. આ તો સંજોગ ને દેખાવ. આત્મા નહીં. હું સાજો, હું માંદો, પૈસાવાળો, એ બધા સંજોગ. કંઈ નહીં. તમારે તો મૂળ વસ્તુ જ હોય. જ્ઞાન દર્શન ને ચારિત્ર. કોઈની બીજી વાત માનીશ નહીં. કર્તવ્ય તો આત્માનું જ છે, તેથી તેને લાભ હોય. આ છ બધું કર્યું છે. જ્ઞાનીના વચનની શંકા અથવા સંશય ન રાખ.
“જે સંસારની ઈચ્છા થતી હોય તો જ્ઞાનીના દર્શન કર્યા નથી)...” હું કંઈ જ જાણું નહીં. શાસ્ત્ર તે કંઈ હું જાણું નહીં. તે તો જ્ઞાની જાણે ને તેણે કહ્યું તે માન્ય. સત્સંગમાં લાભ હોય. સારી હવામાં સારો વા વાય. દુર્ગધમાં ગંધ, મળ, મૂત્ર, તેમ આ જગત પણ છે. મા, દીકરા, કાકા, મામા, સર્વ દુર્ગધ છે. એક સમજ બાકી છે. હવે તો મૂકવાનું છે. છેવટનું જ્ઞાની કહે છે. “મૂકી દો!” અપ્રતિબંધ, અસંગ થા, જે પ્રારબ્ધનું છે તે મૂકવા માટે છે, તારું નહીં. જીવ અવળુ સમજ્યો. ખોટું ન માન. અમે (જ્ઞાની) કહીએ તે સમજ. એવું સમજવાનું છે. એવું શું સમજવું ? જીવે બધું કર્યું છે. એક બાકી છે. (સત્સંગ ને બોધ) જ્ઞાની કહે છે “મૃત્યુ” તે “મહોત્સવ” છે. માંદો છે, મોત છે તે ખોટું છે. મોત મહોત્સવ છે, તે ખરું છે. એ તો બાંધેલું મુકાય છે. સમાજની ફેર. દુનિયા
Page #340
--------------------------------------------------------------------------
________________
{'
(૨૯૦)
..
તે માને નહીં. બે વચનમાં બધું સમાય છે. જ્ઞાની કહે છે “હોત આસવા પરિસવા...'' સંવર=પુણ્ય. આશ્રવ=પાપ, દાખલો સ્ત્રીનું રૂપ જોઈ એક નર્કે જાય અને એક દેવગતીમાં જાય. એ બેમાં માત્ર સમજ ફેર. સમજ્યા વગર જીવને છૂટકો નથી. એક, ભાવ ને પરિણામ, બે જ છે. સૌ પાસે છે. જેના ભાવ તેવા ફળ ફળે. ચમત્કારી છે. ભેદી મલ્યો નથી. પ્રતીત આવી નથી. આસ્થા થઈ નથી. એ તો જ્ઞાનીના વચન છે; પણ છે. પરોક્ષવાળાને પ્રત્યક્ષ થશે. અહીં બેઠા છે, અંતરમાંથી માન્યું તેને પ્રત્યક્ષ થશે. સામાન્ય ન કરવું, નથી જોયો, નથી જાણ્યો, ઓળખ્યા નથી. પણ આવ્યા. સાંભળ્યું ને સમજ્યા તે શી રીતે ? અમે પોતે જે ઢુંઢીયા હતા તે સૌ પોતાનો એકડો એક ખરો કરનારા. તપા ખોટા. તે મિથ્યાત્વ, પણ સમજણથી વાત બીજી થઈ. એક શબ્દ ને શ્રવણ સાંભળવાથી ભેદ થયો. સતપુરુષની મુખમુદ્રા ભલે કહે નહીં . છતાં સામા જીવ ઉપર આત્માની અસર થાય. (બે પ્રકારના મનુષ્ય-એક તરવાની ઈચ્છા નથી ને બીજા માની બેઠા કે તરી ગયા છે, પણ જેને જેવી ઈચ્છા હોય તેવો સંગ મળે) બોધની વાણી જોઈ તેણે ચક્કર ફેરવી દીધું. ભાવ એવા આવી જાય કે કામ કાઢી નાખે, ને કોઈ બોલ એવા કે ભૂંડું કરે. જ્ઞાનીના અપૂર્વ વચનો હૃદયમાં ઉતરી જાય. જીવ ખપી થાય તોજ બને. ખપીતો થવું જ પડશે. આમાં તો એક પૂર્વકર્મ ને બીજુ પૂરુષાર્થ. ‘‘જગત જીવ હૈ કર્માધીના.’’ માટે કાંઈ એવું કરો કે જેથી આત્માનું હિત થાય. ‘‘કર સત્પુરુષાર્થ’’ કોઈને તેડવા ગયા નહીં. ક્યાંથી આવીને ચકડ થઈ રહ્યા ! કંઈક ફળ બાઝેલા પણ પડી ગયા, ખરી ગયા. એક બોધ જોઈએ. તમને કોણ મનાવા આવ્યું ? પૂર્વ કર્મ એ જ પ્રારબ્ધ નિમિત્ત તો ખરું જ. (સત્પુરુષનું) સાંભળ્યા વગર કંઈ નહીં. પંખીડા છે,મેળાવડો છે. પરબનું પાણી છે, પૈસા વગરનું છે, પી લો. ભૂંડું કર્યું છે પ્રમાદે. એ વાત તો બહુ જબરી છે. દેવવંદનના પાંચ શ્લોકે તો કોડી કર્મ ખપે, ભાવને શ્રદ્ધા કામ કરશે. વીતરાગ કહે છે તે કર્યે છૂટકો છે. સાત ફેરા ગરજ છે ત્યારે આવે છે. આ બધું મેળવેલું આત્માનું છે. અનંતા આવા ભવ કર્યા છે. હવે જાગૃત થવું. એક કૃપાળુનો પત્ર. “વીતરાગનો કહેલો.....'' આ બધી ભાવનાની વાત છે. વિચાર કરે તો તપ થાય ને લાભ. તે કરવું જ. આ
તે
Page #341
--------------------------------------------------------------------------
________________
(૨૯૧) જીવે સામાન્ય કર્યું તેથી ભૂંડું કર્યું છે. જે લક્ષ લેવાનો તે લેવો. આત્માને તૈયાર થઈ જવું જોઈએ. હિમ્મત હારવી નહીં. મારાથી નહીં બને, રોવું નહીં. કોણ કરશે? આત્મા. તેને છોડવું નથી. જે તારું નથી તેને ના માન, બંધન ના કર. પુરુષાર્થ કર. પુરુષાર્થ કર્યો આ વચન અમૂલ્ય છે. આ તો મહામંત્ર છે. કાલકૂટ ઝેર ઉતારે તેવું સામાર્થ છે. શ્રદ્ધા પૂર્ણ રાખ. હું તો ભૂલ્યો છું ને કંઈ જાણતો નથી, એમ ધાર. તેને જ કહેવું છે. “ગોકુળ ગામનો પિંડ ન્યારો' ડાહ્યા પુરુષને થોડામાં ઘણું થાય. (સમજાય). જીવને રળવાની ખબર નથી. શામાં લાભ થાય તે સમજતો નથી. કહે છે (અજ્ઞાની) હું જાણું છું, જ્ઞાનીની માફક. બધુ તોફાન છે. આ કર્મ છે. સંબંધ. ખાવું, પીવું, બેસવું. જાણવાવાળો એ એકલો આત્મા છે. મારું મારું કર્યું છે તે ખોટું છે. તે ભોગવવું પડશે. આની કુંચી છે કે, બાપની વહુ કહે નહીં, પણ મા કહે થશે. “વિનય'. જ્ઞાનીની દષ્ટિ ફેર છે. દણી ફેરવી દેશે. જ્ઞાનીને હર્ષ શોક બધા સરખા છે. સૂજે એટલું કર્યા કર પણ એ બાબતનો ફેર નહીં. એક વાળ વાંકો ન થાય. કૃપાળુને પૂછ્યું સમ્યફનો અર્થ. ત્યારે તેમણે કહ્યું બે કોર પાણી ને વચ્ચે વજની ભીંત, આ કોરનું પાણી આમાં ન મળે ને આ કોરનું પાણી આમાં ન મળે તેમ, વિશ્વાસ ને માનવાથી જ કલ્યાણ છે. સગાવહાલા મનાશે, પણ જ્ઞાનીના વચન મનાતા નથી. આ તો જુદી જ વાત છે. અજબ ગજબ વાત છે. જીવને સમજવું જોઈએ. સત્સંગમાં મુખ્ય કર્તવ્ય એક ઉદાસીનતા - સંસારના પદાર્થો ઉપર ને બીજુ દરેકમાં ગુણ જેવા. સર્વ જીવ છે સિદ્ધ સમ. આત્મા મૂળ તો શુદ્ધ છે, કર્મને લીધે આત્મા બીજાના દોષ જાએ છે. પણ જીવે પોતાનો અલ્પ માત્ર દોષ હોય તો જોવો જોઈએ. પુરુષનો સંગ થયો નથી. (પંડિતજી – ગુણો બે પ્રકારના છે. -વહેવારીક અને પરમાર્થનો, વહેવારનો દાખલો – કુશળનો કર્તા, પરમાર્થનો દાખલો-શીલ, ત્યાગ, તપ વિગેરે). આત્મા સમરૂપ પરિણમે ત્યારે ગુણ, ત્યાગ અને આત્મા અસમરૂપે પરિણમે ત્યારે દોશ. “આત્મજ્ઞાન ત્યાં મુનીપણું”. દયા શાંતિ, સમતા, ક્ષમા. મુમુક્ષુના લક્ષણ. ક્ષમા કરીને બેસાય નહીં, ક્રોધ કરીને બેસાય નહીં. એક આવે તો બીજું જાય. થાય છે સૌ ભાવથી. શરીરને સુખ નથી, દુઃખ છે. કર્મ છે, સંબંધ છે. કર્મને લઈને સુખ:દુઃખનો રાફડો ફાટ્યો
Page #342
--------------------------------------------------------------------------
________________
(૨૯૨) છે. બાંધેલા કર્મ ભોગવવા જોઈશે. તે આત્મા નહીં. માટે સમજયે છૂટકો છે. એકલી સમજ કામની. બીજું બધું નશ્વર છે. અવળાનું સવળું કરે છે મનુષ્ય. માટે જે “સમતા રસના પ્યાલા” તીન ભુવનકા સુખ. વાત તો કહેવાણી. અત્યારે કોણ જાણે? જાણે તે માણે. ગોળની કાંકરી ને અફીણની કાંકરી, તેનો જેવો ફેર પડે છે, તેમ જેવો ભાવ તેવું ફળ. કર્મ સંબંધ છે, પણ ભેદ તો સમજજે. જડ તે જડ, ચેતન તે ચેતન. તે ભૂલીશ નહીં. સમકતીની શ્રદ્ધા તે નીવેદમાં પણ કર્મ કર્યા તો પણ શ્રદ્ધા તે જ છે. જેમ બે પાણી જુદા હોય ને વચ્ચે વજની ભીંત હોય તે કદી તૂટે નહીં તેમ સમકતીની શ્રદ્ધા ફરે નહીં.
સ્વસ્વરૂપમાં રહેવું, દેહ પર છે. દેહમાં ન રહેવું. એ જ. આત્મા સત્વ, જગત મિથ્યા. મુનિ આત્મા જુઓ.
પ્ર : કેમ પરિણમતું નથી ?
જવાબ : યોગ્યતા નથી. પૂરો ભાવ હજુ આત્મામાં નથી, જડ ને ચેતનનો ભેદ પડ્યો નથી, જડ તે જડ ને ચેતન તે ચેતન. જેમ છોકરું હોય ને કંઈ વસ્તુ માગે ત્યારે મા-બાપ કહે કે મોટો થશે ત્યારે આપીશું, તેમ પોતામાં પોતાપણું કર. જે અત્યાર સુધી પારકાને પોતાનું માનતો આવ્યો છે તેને પોતાનું નથી એમ માન. એક આત્મા જ પોતાનો છે એમ માન. કોઈ સત્પરૂપ મળવા તે પણ પૂર્વ કર્મ છે. આત્મભાવ કરવો. કોઈ સત્પષનો જોગ થવો તે પણ સત્કર્મ પૂર્વના . “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું”. સૌમાં અને સૌ ઠેકાણે આત્મા જુઓ. કોઈનો તિરસ્કાર ન કરવો. કઠોર વાણી ન વાપરો. કરો તેવા ફળને કર્મ બંધાય. સમાવી દે. શ્રદ્ધા, ભાવ, પરિણામ ઠેઠ મોક્ષે લઈ જાય છે.
પત્ર ૧૯૪. “જીવને માર્ગ....' – આ મધ જેવી વાત છે. સૌને કહેવાની નથી. જીવને દાઝ કરીને ચોટ કરવા જેવી છે. ને આત્મદર્શન થાય. વિચાર કરે, મૂંઝવણ થાય તો માર્ગ મળે. પાક. પરમાર્થે આનો (લખવાનો) ઉદય હોય તેવે વખતે જ લખતાં, એટલે સામા જીવને પણ નિર્મોહી કરે.
આવા પુરુષો ક્યાં છે?
Page #343
--------------------------------------------------------------------------
________________
(૨૩) સાચો પુરુષાર્થ – આટલું હોય તો બસ છે પરમોપકારી પ્રભુશ્રીજીએ પૂ.મનસુખભાઈ દેવસી ઉપર લખેલ પત્રમાંથી ઉતારો. સંવત્ ૧૯૮૩.
ત્રણ લોકનું તત્ત્વ અને ત્રણ લોકનું કલ્પવૃક્ષ તે તો સાક્ષાત્ સજીવન મૂર્તિ સહજાત્મસ્વરૂપ પામેલ એવા સદ્દગુરુના ચરણકમળ છે. તેના તો અમે દાસાનુદાસ છીએ. અને તે ચરણકમળની જેને સેવા પ્રાપ્ત થઈ છે એટલે જેનો આત્મા સરળતાથી તે સદ્ગુરુની આજ્ઞા ઉપાસે છે તેને તો ત્રણેય લોકનું તત્ત્વ અને ત્રણલોકનું કલ્પવૃક્ષ પ્રાપ્ત થઈ ચૂક્યું છે અને અનાદિકાળથી યાચકપણું હતું તે મટી અયાચકપણું પ્રાપ્ત થયું છે. હવે એને ખામી શી ? જે પોતાના પ્રમાદની ખામી હોય તો તે પ્રમાદને-વૈરીતુલ્ય જાણી ત્યાગવો જોઈએ, અને તે સદ્દગુરુના ચરણકમળનું નિરંતર ધ્યાન, સ્મરણ કે તેના પવિત્ર વચનોનું પાન થતું હોય તો કંઈપણ બીજું જોઈતું નથી. અમારી તો તે જ માન્યતા છે કે “આટલું હોય તો બસ છે” અમારી તો અખંડપણે તે ચરણકમળની સેવા ધ્યાનમાં રહેવાની ઈચ્છા છે અને તે જ પુરુષાર્થ કરવાનો છે. અમે પણ તે જ પુરુષાર્થ કરીએ છીએ અને આપ વગેરે સર્વેએ તે જ પુરુષાર્થ કરવો એવી દીનબંધુ કરુણાસાગર સદ્ગુરુ પાસે યાચના છે. તથાસ્તુ-જય થાઓ ! વહેલાં વહેલાં તાકીદ કરી તે સદગુરુના ચરણમાં સર્વે જીવો રહો ! એ ભાવના કરી આ પત્ર પૂરો કર્યો છે. - તા.ક. :- પ.પૂ.મહારાજશ્રી (પ્રભુશ્રીએ જણાવ્યું છે કે, દેવાધિદેવ પતિતપાવન પરમકૃપાળુદેવને આ હૂંડાવસર્પિણીકાળ દેખીને એમ મનમાં આવેલું કે આ કાળમાં અમારો જન્મ ક્યાંથી થયો ? આવા દુષમકાળમાં સમભાવ પરિણામે પ્રવર્તવું ઘણું દુર્લભ છે. જીવાત્માઓની પ્રકૃતિઓ જુદા જુદા વર્તનવાળી જોઈ ખેદ થાય છે. સમભાવી જીવાત્મા આ કાળમાં ઘણા જ થોડા દેખાવ દે છે. ત્યાં હવે શું કરવું? ક્યાં કોઈ કોઈને કહેવા જેવું રહ્યું છે? કહેવા જઈએ ત્યાં તેને ખેદજનક થાય છે. ઘણું જાણતા હોઈએ કે સત્પષનો માર્ગ સવિવેક, વિનય, પ્રવર્તના એ સનાતન જૈન ઉપદેશો છે; તે માર્ગ આ કાળમાં સદ્દગુરુને ઘણો શિથિલ, પ્રમાદી, સ્વચ્છંદી વર્તનાએ વર્તતો દેખાવ દે
Page #344
--------------------------------------------------------------------------
________________
(૨૯૪)
છે. જો કે “કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે.” એવાં વચન સદ્દગુરુએ જણાવેલ છે. માટે આપણે તો હવે જ્યાં ત્યાં સ્પર્શનાકાળ વ્યતીત કરવો ઘટે છે.
શાતા અશાતા તે તો પૂર્વના ઉદય જેમ સર્જિત માંડ્યું હશે તેવું થશે. આપને કંઈ પણ કહેવા જેવું નથી. આપે દેવાધિદેવ કૃપાળુદેવની સેવા બજાવી છે તે માટે ધન્યવાદ આપી કૃતકૃત્ય જાણી નમસ્કાર છે. એ જ, બાકી તો જગતના જીવોની વર્તના ઉપર દષ્ટિ નહિ નાખતા, પોતાનું કરી. ચાલ્યા જવા જેવું છે. શાતા અશાતા પૂર્વના સંચિત સર્જિત પ્રમાણે જીવને ભોગવવું થાય છે. તેમાં કોઈ આઘું પાછું કરી શકવા સમર્થ નથી. અને જેવાં સંજોગ સામગ્રી બાંધી હશે તેવું જીવને મળી આવશે, તે નિઃસંશય છે. આપણું ધાર્યું કંઈ થતું નથી. જીવને સહન કરવું એ જ ધર્મ છે.
T
Page #345
--------------------------------------------------------------------------
________________
(૨૯૫)
સાચી શ્રદ્ધા
પરમકૃપાળુદેવનું શરણું રાખવું
બીજું હે પ્રભુ, આપણે સર્વેએ એટલું લક્ષમાં રાખવાનું છે કે આપણી ઈચ્છાએ, સ્વેચ્છાએ કોઈ સાચા પુરુષને પણ જ્ઞાની છે એમ નિરધારી લઈએ તો પણ કલ્યાણ નથી. તો આ જીવ આ જ્ઞાની, આયે જ્ઞાની એમ માની પ્રેમ વેરી નાખે તો તેનું માનવું સાચું ક્યાંથી હોય ? માટે જ “હું કંઈ જાણતો નથી, મારામાં જ્ઞાની અજ્ઞાનીની પરીક્ષા કરવા જેટલી બુદ્ધિ નથી,'' એમ દૃઢ નિશ્ચય કરી, “હે પ્રભુ, સંતના કહેવાથી શ્રીમદ્ સદ્ગુરુદેવ શ્રી દેવાધિદેવ શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્માનું શરણ ગ્રહું છું અને તેના વચન, તેની આજ્ઞા પ્રમાણે મારે વર્તવાના ભાવ કરું છું. આ ભવમાં ઠેઠ મરણ સુધી, આખર પળ સુધી મને તે પરમપુરૂષ શ્રીમદ્ રાજચંદ્ર દેવનું શરણ હો. એ સિવાય આ ભવમાં કંઈ ઈચ્છતો નથી'. એ ભાવના, એ પ્રતીતિ, એ શ્રદ્ધા, એ દૃઢતા કર્તવ્ય છેજી. ઠાર ઠાર પ્રેમ વેરી નાંખવા યોગ્ય નથીજી, અસંગ અપ્રતિબંધ માર્ગ કહ્યો છેજી. આપણને રસ્તો બતાવનારનો પરમ ઉપકાર છે. તેમનો યથાયોગ્ય વિનય કરવો એ કર્તવ્ય છે, પણ નિરંતર હૃદયમાં રાખવા યોગ્ય, સ્મરણ કરવા યોગ્ય, ભાવવા યોગ્ય, તો તે પરમકૃપાળુદેવ છે. એ દૃષ્ટિ થયે કલ્યાણ છે. અને તે ભૂલી, બીજે જ્યાં મન, વચન કાયાએ પ્રેમ કરવા જીવ પ્રેરાય છે, તે ભૂલાવો છે.માટે નીક ફાટીને ખાડામાં ભરાય તેવો વ્યર્થ પુરુષાર્થ ત્યજી, ક્યારામાં પાણી જાય, આત્માનું કલ્યાણ થાય તે દૃષ્ટિ કરાવવા પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ જણાવ્યું છે. તે નિરંતર લક્ષ રાખી તે જ દૃષ્ટિ કર્તવ્ય છે. બીજું બધું હવે ભૂલી જવા જેવું છે. સમજ્યા ત્યાંથી સવાર ગણી તે પરમ પુરુષ પર જેટલો પ્રેમ, ભક્તિભાવ થાય તેટલો ઓછો છે. ‘‘તુંહી’’ ‘તુંહી'' ત્યાં કરવા યોગ્ય છે.
Page #346
--------------------------------------------------------------------------
________________
(૨૯૬)
સમાધિમરણ માટે અત્યારથી તૈયારી
તત્ સત્ સહજાન્મસ્વરૂપ પરમગુરૂ
સંવત ૧૯૮૬ ફાગણ સુદ પૂર્ણિમા તા. ૧૪-૩-૩૦ ના રોજ રાત્રે ૯.૩૦ થી ૧૦ વાગ્યાના સમયે પ.ઉ.પ્રભુશ્રીએ એક ભાઈને બોલાવીને બોધ કરેલો તેની હાથનોંધ પ.ઉ.પ્રભુશ્રીને આપેલી અને એમના રૂબરૂ વાંચી સંભળાવી હતી તેની નકલ :
૫.ઉ.પ્રભુશ્રીએ કહ્યું - આજે કંઈક આંતરિક ફુરણાથી પુરાણપુરુષની પૂર્ણ કૃપાથી અમે તમને અમારું અંતર ખોલીને વાત કરવા બોલાવ્યા છે. તે વાત નથી સંસારની કે નથી સ્વાર્થની કે નથી વેપારની, પણ માત્ર આત્મહિતાર્થની, પરમાર્થની છે. આ દેહનો ભરોસો શો ? અવસ્થા થઈ એટલે અંતર ખોલી આ ખુલે ખુલ્લી વાત અમે તમને જણાવીએ છીએ. આ હજુ અમે કોઈને કહી નથી. તમને કહેવા યોગ્ય જાણી, કહેવા પ્રેરણા થવાથી, આજે ચાર પાંચ દિવસથી બોલાવું બોલાવું એમ થતું હતું. આ અમે કહીએ છીએ તે બરાબર લક્ષમાં રાખશો. દિન પ્રતિદિન, સમયે સમયે ઉપયોગમાં રાખશો. એ જ કરવાનું છે. આ બધું આજે ન સમજાય પણ શ્રદ્ધા છે તેથી માન્ય રાખવાનું છે અને તે આગળ ઉપર અવસરે સમજાશે.
શ્રી મહાવીર સ્વામીએ ગૌતમસ્વામીને આજ્ઞા કરી હતી કે “જાવો, અમુકને આમ કહેજો.”
પરમકૃપાળુદેવે સોભાગભાઈને કહીને મોકલ્યા કે “મુનિને, આ પ્રમાણે કહેજે” એમ અમને પ.ક.દેવે નથી કહેલ કે “તમે આ પ્રમાણે કહેશો”
આ વ્યક્તિગત આજ્ઞાની વાત છે. કૃપાળુદેવે પત્રોમાં સામાન્યપણે “આમ આત્માર્થીને કહેવું, આ પ્રકારનો ઉપદેશ કર્તવ્ય છે” આદિ પત્રોમાં જણાવેલ છે જે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ જોતા જણાશે.
Page #347
--------------------------------------------------------------------------
________________
:
5.4
- *.*
(૨૯૭)
*
*
-
*** :
-
iP
-
11'r --1
*
*
*
પરંતુ (૧) આજ્ઞા કોઈ જીવાત્માને પ્રત્યક્ષ સત્પરુષથી સ્વમુખે પ્રાપ્ત થઈ હોય છે, (૨) કોઈને પ્રત્યક્ષ સત્પરુષના કહેવાથી અન્ય જીવાત્મા આજ્ઞા કરે છે, જેમ કૃપાળુદેવે સોભાગભાઈને કહેલું કે મુનિને આમ કહેજો, તેમ) અને (૩) કોઈ જીવ પ્રત્યક્ષ સત્પરુષથી પ્રાસ આજ્ઞા, આજ્ઞા આરાધક જીવાત્માને જોઈ, તે આરાધક સાચા પુરુષની સત્ય રીતે આજ્ઞા ઉપાસે છે એવા વિશ્વાસથી તદનુસાર તે પ્રત્યક્ષ પુરુષની આજ્ઞા આરાધકને થયેલ આશા, પોતાના આત્માને હિતકારી જાણી, તે આરાધક પાસેથી જાણી, સમજ ઉપાસે છે. જેમ વણાગ નટવરને પ્રત્યક્ષ પુરુષથી આજ્ઞા પ્રાપ્ત થયેલ અને તેની તે ઉપાસના જોઈ “વણાગ નટવર સાચા પુરુષની સાચી રીતે આજ્ઞા ઉપાસે છે” એવી શ્રદ્ધાથી તેનો દાસ “આ વણાગ નટવર છે અને જેમ ઉપાસે છે તે મને હો! હું કંઈ સમજતો નથી એમ વિચારતો થયો, આજ્ઞા આરાધક થઈ, કલ્યાણ પ્રાપ્ત થયો.
આ પ્રમાણે અમને જે પ.દેવે આજ્ઞા કરી છે અને જે અમે આરાધીએ છીએ, જેની અમને દઢ શ્રદ્ધા છે, તે અમે તમને આજે સ્પષ્ટ અંતઃકરણે ખુલ્લા શબ્દોમાં કહીએ છીએ, જે અમારા વચન ઉપર તમને વિશ્વાસ છે; શ્રદ્ધા છે કે, આ જે પોતે આરાધે છે તે જ કહે છે.
૫.કૃ.દેવની આજ્ઞા પ્રત્યે પરિણામપૂર્વક દઢ શ્રદ્ધાથી ઉપાસના કરશો તો કલ્યાણ જ છે. એ આજ્ઞા તે “સહજાત્મસ્વરૂપ” એ છે અને એ જ આત્મા છે, એમ દઢ શ્રદ્ધા રાખવી. .
આ તો મેં સાંભળ્યું છે, એમાં બીજું નવું શું છે? એ પ્રકારના વિકલ્પથી સામાન્યપણામાં ન કાઢી નાખવું. આમાં કંઈ અલૌકિકતા રહી છે, એમ માની દઢ શ્રદ્ધાપૂર્વક આરાધન કરવું
મરણ તો સર્વને છે જ દેહ ધર્યો ત્યારથી જ મરણ છે અને તે મરણ સમયની વેદના પણ અસહ્ય હોય છે, ભલભલા ભાન ભૂલી જાય છે. તે વખતે કંઈ પણ યાદ આવી શકતું નથી માટે અત્યારથી જ તેની તૈયારી કરી રાખવી કે સમાધિમરણ થાય.
મરણ અવસરે મને બીજું કંઈ ન હો, આ જ આજ્ઞા માન્ય હો. હું કંઈ
Page #348
--------------------------------------------------------------------------
________________
(૨૯૮)
પણ જાણતો નથી પરંતુ આ જે કહે છે તે જ સત્ય છે અને તે જ આજ્ઞા માન્ય હો’’ એમ તૈયારી કરી રાખવી.
સમયે, સમયે જીવ મરી રહ્યો છે માટે સમયમાત્રનો પ્રમાદ ન કરતાં ‘‘સમય ગોયમ મા પમાયે'' એ વાક્ય યાદ રાખીને સમયે સમયે આજ્ઞામાં પરિણામ દઢ કરવાં. ‘‘મારું તો પુરાણપુરુષ કૃપાળુદેવે જે કહ્યું છે તે એક માત્ર સહજાત્મસ્વરૂપ જ છે, અન્ય કંઈ મારું નથી.’’
અંતરાત્માથી પરમાત્માને ભજાય છે માટે અંતરથી (અંતર આત્મા થઈ પરમાત્મામાં જેને દઢ સત્ય શ્રદ્ધા છે તે અંતરઆત્મા છે) દઢ શ્રદ્ધા રાખીને આજ્ઞા ઉપાસવી.
આ સંજોગસંબંધ, સ્ત્રી, પુત્ર, માતા, પિતા, ભાઈ આદિ સર્વ પર્યાય છે, કર્મજન્ય પૌદ્ગલિક ને વિભાવિક પર્યાય છે અને તે નાશવંત છે માટે તે કંઈ મારા નથી. મારા તો એક ‘“સત્સ્વરૂપી’’ કૃપાળુદેવ છે અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તેવો સહજાત્મસ્વરૂપી એક આત્મા જ છે. તે આત્મસ્વરૂપ આત્મા છે, નિત્ય છે આદિ છ પદને કૃપાળુદેવે કહ્યાં છે તે સ્વરૂપવંત છે. ‘‘એ મારો છે’’ એમ માનવું.
અત્યારથી તૈયારી કરી રાખવી અને ભાવના ભાવવી કે :
=
‘‘હું મરણ સમયે આજ્ઞા જ માનીશ બીજું કંઈ નહિ માનું’” અને એમ માનવાથી, તે જ માન્યતા રહેવાથી, તે સાથે જે મરણ છે તે સમાધિમરણ છે “જ્ઞાન, દર્શન, ચારિત્રમય સહાત્મસ્વરૂપ આત્મા એ જ આપણો છે’’ એમ માનવું. જીવ પોતાની મેળે શ્રદ્ધા, ભાવના કરે એના કરતાં આ તો સાક્ષી થઈ. અમારી સાક્ષીયુક્ત થયું.
એક ચક્રવર્તી રાજા હોય તો તે જીતી શકવો અઘરો છે તો આ તો ચાર ચક્રવર્તી, ક્રોધ, માન, માયા, લોભરૂપ રાજ ચલાવી રહ્યાં છે. તે કષાય અને વિષયરૂપી, કર્મરૂપી રાજાની અનીતિ સામે ખરો સત્યાગ્રહ કરવાનો છે અને તે ‘‘વિષયકષાયથી જીંદું, મારું સ્વરૂપ તો પ.કૃ.દેવે જે કહ્યું છે તે આજ્ઞા સહજાત્મસ્વરૂપ જ છે’’ એમ સમયે સમયે દઢ શ્રદ્ધાપૂર્વક વર્તવું અને તેમ કરતાં જે કંઈ આવે તે સહન કરવું. સહનશીલતાનો માર્ગ છે અને એ પ્રકારનો સત્યાગ્રહ
Page #349
--------------------------------------------------------------------------
________________
(૨૯૯)
તે ખરો સત્યાગ્રહ છે અને તે કરવાનો છે. આપણે આ સત્યાગ્રહમાં સ્વયંસેવક તરીકે નામ નોંધાવવાનું છે. ખરો આત્મકલ્યાણરૂપ આ સત્યાગ્રહ કરો અને ‘‘પરમકૃપાળુ પ્રબોધિત આજ્ઞા સહજાત્મસ્વરૂપ એ જ આત્મા છે અને તે જ મારો છે’’ એમ ભાવના, દૃઢ શ્રદ્ધા, પરિણામ કરો.
પાંચ સમવાય કારણ મળે ત્યારે કાર્ય નિષ્પત્તિ હોય છે અને તેમાં પુરુષાર્થ શ્રેષ્ઠ છે માટે પુરુષાર્થ એ કર્તવ્ય છે. આજ્ઞા ઉપાસવી અને તે કરતાં સદા આનંદમાં રહેવું.
‘‘મારું સ્વરૂપ તો જ્ઞાન, દર્શન, ચારિત્રમય આત્મા એ જ છે અને તેનાથી અન્ય છે તે વિનાશી છે તો તેનો ખેદ શો ? માટે ખેદ ન કરતાં, સદા આજ્ઞામાં લક્ષ ઉપયોગ રાખી વર્તતાં આનંદમાં રહેવું.
આ જ કરવું છે એમ નિશ્ચય કરવો અને આ જ ખરું વ્રત છે. આત્મામાં ઉપયોગ, તેની ઉપાસના, એ જ ખરું વ્રત આરાધવા યોગ્ય
અનંતાજ્ઞાની થઈ ગયા છે, તેનો બધાનો આ જ માર્ગ છે, આ જ આજ્ઞા છે અને તે જ પ્રત્યક્ષપણે પરમકૃપાળુદેવે જણાવી છે માટે પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધતાં સર્વ જ્ઞાનીની ઉપાસના આવી જાય છે.
આ બરાબર સ્મરણમાં રાખશો. ઉપયોગમાં રાખશો અને એ જ માન્યતા એવી તો દૃઢ કરવી કે મરણ સમયે એ જ આપણને હો ! એ જ લક્ષ રાખવો. આ રોજ પ્રત્યે સંભારશો, વિચારશો. અમારી આ જ તમને સૂચના છે અને એ જ કરવાનું છે.
આ કોઈ પુરાણપુરુષની અત્યંત કૃપા છે.
પાંચ સમવાય કારણ :
“કાળ, સ્વભાવ, ઉદ્યમ, નસીબ તથા ભાવી બળવાન; પાંચે કારણ જબ મીલે, તબ કાર્યસિદ્ધિ નિદાન,’
Page #350
--------------------------------------------------------------------------
________________
(૩૦૦)
પ.ઉ.પ્રભુશ્રીએ સમાધિમરણની આરાધના માટે ઘણી જ ભલામણ કરેલો પત્ર
कायस्थित्यर्थमाहारः कायो ज्ञानार्थमिष्यते । ज्ञानं कर्मविनाशार्थं, तन्नाशे परमं सुखम् || (ખા પી દેહ ટકાવવા, દેહ જ્ઞાનને કાજ; જ્ઞાન કર્મક્ષય કારણે, તેથી મોક્ષ નિવાસ.) તીન ભુવન ચૂડા રતન, સમશ્રી જિનકે પાય, નમત પાઈએ આપ પદ, સબ વિધ બંધ નશાય. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુ:ખ રહિત ન કોય, જ્ઞાની વેઠે ધૈર્યથી, અજ્ઞાની વેઠે રોય.
અનંતકાળથી આ આત્મા ચાર ગતિને વિષે પરિભ્રમણ કર્યા કરે છે. મુખ્યપણે અશાતા આ જીવે ભોગવી છે; તે ભોગવતાં દેહાત્મબુદ્ધિના કારણથી તેને વિષે ક્લેશ થયા કરે છે અથવા તે દુ:ખ પ્રત્યે દ્વેષભાવ ઉત્પન્ન થયા કરે છે અને રાગદ્વેષના પરિણામે ફરી નવીન એવી જે અશાતા ભોગવે છે તેથી અનંત ઘણી અશાતા ઉત્પન્ન કરે એવા પરિણામ આ જીવ અજ્ઞાનપણે કર્યા કરે છે. અનંતકાળથી આ જીવને મહામોહનીય કર્મના ઉદયથી સુખશાતાનો આ જીવ ભિખારી છે; એ ઈચ્છે છે સુખશાતા અને પરિણામ માઠાં કરે છે એટલે પાંચ ઇંદ્રિયોના વિષયને વિષે આસક્ત બુદ્ધિ, ધનાદિને વિષે તીવ્ર લોભ અને મમત્વબુદ્ધિ કરી અનંત અનંત એવી આ જીવ માઠી કર્મવર્ગણાઓ ઉત્પન્ન કરે છે.
પણ કોઈ વખતે એને સાચા સદ્ગુરુનો સંયોગ થયો નથી અથવા થયો હશે તો ડા પ્રકારે નિઃશંકતાથી આજ્ઞા આરાધી નથી. જો આરાધી હોત તો આવી અશાતાનું કારણ થાત નહિ.
હજુ પણ આ જીવ સમજે અને ઉદય આવેલાં કર્મને વિષે સમભાવ
Page #351
--------------------------------------------------------------------------
________________
(૩૦૧)
રાખી, નિરંતર સદ્ગુરુનું આપેલું સ્મરણ ‘‘સહજાત્મસ્વરૂપ’’ નું ઉત્કૃષ્ટ પ્રેમે જો ધ્યાન કરે અથવા સ્મરણ કરે તો તેને સર્વ કર્મનો અભાવ થઈ પરમ શાંતિ થવાનો વખત છે.
આ જીવને જે જે કર્મ ઉત્પન્ન થાય છે તે પોતાના પરિણામનું ફળ છે. પૂર્વે જે જે નિમિત્ત પામી જેવાં જેવાં પરિણામ કર્યાં છે તે પરિણામનું ફળ કાળ પામી ઉદયમાં આવે છે, તે પોતાનાં કરેલાં કર્મ જાણી વિચારવાન કે મુમુક્ષુ જીવ, ઉદય આવેલાં કર્મમાં સમતા રાખે છે અને તે સમતા એ જ પરમ શાંતિનું કારણ છે અથવા સર્વ કર્મના નાશનું કારણ છે.
માટે હવે ટૂંકામાં વાળીએ કારણ કે આપ વિચારવાન છો એટલે આપને માટે વિશેષ લખવાનું હોય નહિ.
જેમ બને તેમ અશરીરપણે આત્મભાવના રાખી, ઉદય આવેલી દુઃખસ્થિતિ ભોગવી, શરીરનું ભાન ભૂલી જઇ, જગત્ છે જ નહીં એવું દઢત્વ કરી, સગાં, કુટુંબ, સ્ત્રી, મિત્ર સૌ સ્વાર્થી સંબંધ છે એવો નિશ્ચય કરી આખું જગત સ્ત્રીરૂપે કે પુત્ર કે ભાઈ રીતે અનંતવાર થઈ ચૂક્યું છે. કોના ઉપર સ્ત્રીભાવ કે પુત્રભાવ કે ભાઈભાવ કરું ? એવો વિશેષ વિશેષ દઢ ભાવ કરીને સર્વ જીવ પ્રત્યે સમયે સમયે વૃત્તિ એ જ ઉપયોગમાં રાખી, પ્રભુ – ‘“સહાત્મસ્વરૂપ'' પ્રભુનું ધ્યાન અહોરાત્ર ધ્યાવન કરો તો તમારું આત્મહિત થશે અને સર્વ કર્મોનો ઉપશમ થઈ અથવા ક્ષય થઈ પરમ શાંતિને અનુભવશો.
મને એમ સમજાય છે અને સર્વજ્ઞાની સદ્ગુરુ આદિકને પણ એમ ભાસ્યું છે અને તેથી અપાર સંસારથી રહિત થયા છે, થાય છે અને થશે. સર્વ જ્ઞાનીપુરુષો આ જ રસ્તેથી તર્યાં છે અને આપણે પણ તે જ રસ્તે તરવાનું છે. જેને પવિત્ર જ્ઞાનીપુરુષનું દર્શન થયું હોય અથવા તો બોધ થયો હોય તે જીવોએ તો સર્વ મોહભાવનો અભાવ કરી સર્વ સંયોગી ભાવમાં ઉદાસીન થઈ, જાણે જગત છે જ નહી એવા ભાવથી વર્તવું જોઈએ.
જ
કોઈ વ્યવહારિક પ્રસંગમાં બોલવું પડે તો સર્વના મનનું એક જ વખત સમાધાન કરી નાખી, આપણે આપણા મૂળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના ધ્યાનમાં પડી જવું અને સર્વ જગત સ્વપ્નવત્ છે એમ માનવું અને જોયા કરવું.
Page #352
--------------------------------------------------------------------------
________________
'કાકાર +
(૩૦૨)
આવા દેતો પૂર્વે અનંતવાર ધારણ કર્યા છે. તે વખતે ભ્રાંતિપણે પરને પોતાનું માની, સંયોગભાવમાં તન્મય થઈ અનંત સંસાર ઉત્પન્ન કર્યા છે એમ જાણી, સર્વ અન્યભાવથી રહિત આત્મસ્વરૂપ છે એમ ચિંતવન કરવું.
આત્મા અસંગ, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, સર્વ અન્યભાવનો જ્ઞાતા, દષ્ટા, સાક્ષી છે. કોઈ કાળે, પરદ્રવ્ય પોતાના થયા નથી, ભ્રાંતિપણે મેં પોતાના માન્યાં હતાં. હવે સદ્ગુરુને આશ્રયે પર તે પર અને મારું સ્વરૂપ સર્વ પદ્રવ્યથી જૂદું એવું જ્ઞાન દર્શન ચારિત્ર અને વીર્યરૂપ છે, એમ અનંત ચતુષ્ટય શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ધ્યાન અખંડ રાખવું. પરવૃત્તિમાં પડવું નહિ કે અન્ય સંકલ્પવિકલ્પ કરવા નહિ. સંકલ્પ વિકલ્પ ઊઠે કે તરત જ એને શમાવી દેવા અને ઉપર જણાવેલા “સહજાન્મસ્વરૂપ”ના ધ્યાનમાં પડી જવું.
સંસાર ભ્રાંતિસ્વરૂપ છે, ઝાંઝવાના નીરની પેઠે દેખવા માત્ર છે. આ જીવે અનંત અનંત ભવો, ચાર ગતિ અને ચોર્યાસી લાખ જીવ યોનિમાં પરિભ્રમણ કર્યું છે. જે જે દેહ ધારણ કર્યા છે તે સર્વ દેહમાં એણે તદાકાર અને પોતાપણું માની તીવ્ર રાગ કર્યો છે પરંતુ તે દેહો કોઈ પોતાના થયા નથી. તેમ આ દેહ પણ પોતાનો છે જ નહી.
અનાદિકાળનો આ જીવ કર્મવશાતું એકલો આવ્યો છે, એકલો જવાનો છે અને પોતાના કરેલા કર્મોનું ફળ એકલો ભોગવવાનો છે, છતાં અન્ય સંયોગમાં એટલે સ્ત્રી, પુત્રાદિકમાં પોતાપણું માની તીવ્ર રાગ કરી અનંત સંસાર ઉત્પન્ન કર્યા અને ભવિષ્યમાં ભોગવવા પડે એવા માઠાં કર્મો તે નિમિત્તે ઉત્પન્ન કર્યા
.
- . .
-
-
કપ
11
પર 1. . સરનામા
પાક
- હવે આ દેહ વડે કરીને નિરંતર આત્મભાવના ભાવવી, અનિત્યાદિ બાર ભાવનાઓનું ચિંતવન વિશેષ રાખવું. જો પોતાથી વાંચી શકાય તો ઠીક, નહી તો બીજા પાસે તેવું પુસ્તક વંચાવવું કે જેની અંદર બાર ભાવનાઓનું સ્વરૂપ હોય. છતાં કોઈ વાંચનારનો જોગ ન મળે અને પોતાથી પણ વંચાય તેવું ન હોય તો બીજા કષાયમાં વૃત્તિ ન મૂક્તાં, મંત્રનો જાપ અહોનિશ કર્યા કરવો અને વૃત્તિ તે જાપમાં, મંત્રમાં ઠરાવી, સર્વ વાત ભૂલી જઈ, સર્વસ્વપ્નવત્ જાણી, તે મંત્રમાં જ નિરંતર રહેવું.
Page #353
--------------------------------------------------------------------------
________________
(૩૦૩) પરમકૃપાળુદેવના વચનામૃતમાંથી નીચેના પત્રો વિશેષ વાંચવાનું કરશો. આખું વચનામૃત અમૃતસ્વરૂપ છે. પરંતુ જે વખતે જેવું જોઈએ તેવું મળે તો આત્માને વિશેષ લાભ આપે, માટે આ સૂચના આપી છે.
સર્વ જીવો બોધબીજને પામો એ જ આશિષ.
પાનું ૩૪૩ પત્ર નં. ૩૭ પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર પાનું ૩૭૫ પત્ર નં. ૪૬૦ શારીરિક વેદનાને... પાનું ૩૯૧ પત્ર નં. ૭૮૧ પરમપુરુષદશા વર્ણન... પાનું ૩૯૯ પત્ર નં. ૯૧૩ સમસ્ત સંસારી જીવો.. પાનું ૩૫ પત્ર નં. ૮૪૩ શ્રીમત્ વીતરાગ ભગવતીએ... પાનું ૩૯૩ પત્ર નં. ૮૩૩ સર્વ દ્રવ્યથી...
Page #354
--------------------------------------------------------------------------
________________
E
-
-
(૩૦૪)
અઢાર બોલ
-
-
- -
૧. એક અક્ષરથી સમજાય ત્યાં પાંચ, પાંચ અક્ષરથી સમજાય ત્યાં પચીસ,
પચીસ અક્ષરથી સમજાય ત્યાં પચાસ, પચાસ અક્ષરથી સમજાય ત્યાં સો નહીં કરવા. સોથી, હજારથી, લાખ કરવા. કરોડ, સંખ્યાત,
અસંખ્યાત, અનંત તે ટૂંકથી સમજાય ત્યાં વધારે નહિ કરવું. ૨. આત્મા જેવો. પુદ્ગલ ભ્રમ છે. . પર્યાય છે તે પર દષ્ટિ કરવાથી દોષ દેખાય છે. કષાય પોષાય છે. આત્મા
જેવાથી આત્મા પોષાય છે. આત્મા જોયો તો આત્માને તેથી પર જોયો તો પર. સમદષ્ટિ ભૂલી જવું. જડભરતવતું.
મૃત્યુ મહોત્સવ છે. ૮. સમાધિમરણ.
દુઃખ જાય છે – ધીરજ, સમતા, ક્ષમા – શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦. દયા-આત્માની. ૧૧. શત્રુ કટ્ટાને જીતવાનો અવસર-સમય-સમભાવ. ૧૨. મારું નથી, આવ્યું છે તે જાય છે, પાછું આવવાનું નથી. ૧૩. જે છે તેનું સ્મરણ – સહજાન્મસ્વરૂપ. ૧૪. એક છે. બીજો નથી. ૧૫. બીજું નથી. ૧૬. જે છે તે જતું નથી. ૧૭. જેમ છે, તેમનું તેમ છે. ૧૮. દ્રષ્ટા છે, જાણે છે, એમ જ છે..
૭.
F
Page #355
--------------------------------------------------------------------------
________________
(૩૦૫)
કલકત્તા નિવાસી ઉપર પ્રભુશ્રીનો પત્ર
નથી ધર્યો દેહ વિષય વધારવા નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા
૫.૧૧,૩૫
અધ્યાત્મકી જનની હૈ અકેલી ઉદાસીનતા જ્યાં સુધી દેવોને પણ દુર્લભ એવો આ મનુષ્યભવ છે ત્યાં સુધીમાં તે મનુષ્યભવની સફળતા થાય, મોક્ષ માર્ગમાં પ્રવર્તવાનું બને તેમ કરી લેવા યોગ્ય છે.
કોઈ પૂર્વના બલવાન પ્રારબ્ધ યોગે સત્પુરુષનો યોગ થયો. અને તેનો બોધ સાંભળી આ સનાતન આત્મધર્મની રૂચી જાગી છે તેમાં મંદતા ન આવે અને જે આપ બન્નેને સ્મરણમાં રાખવા યોગ્ય ભલામણ છેવટે અનંત કૃપા કરી તેઓશ્રીએ જણાવી છે તેનું વિસ્મરણ ન થાય, વારંવાર આત્મવૃત્તિ સાંભરી આવે તેવો અભ્યાસ પાડી મૂકવા યોગ્ય છે.
શ્રી શ્રેણીકરાજાને મહાભાગ્ય અનાથીમુનિના સમાગમે જે આત્મપ્રકાશક બોધ થયો હતો તે પ્રકારનો બોધ આપને અત્રેથી વિદાય થતાં થયેલો છે તે વારંવાર સંભારી, તેનું બહુમાનપણું રાખી, હરતાં, ફરતાં ખાતાં પીતાં એકાંતમાં કે અનેક પ્રસંગમાં પોતાના આત્માને માટે સ્મરણ કરતા રહેવા યોગ્ય
છે.
—
સત્સંગના વિયોગમાં સત્સંગમાં સાંભળેલો બોધ જ આધારભૂત છે. તેના અવલંબને, તે જ શ્રદ્ઘાએ, તેવા ભાવે પ્રવર્તવામાં આત્મહિત છે. બાકીનો કાળ પાણી વલોવીને માખણ કાઢવાના પરિશ્રમ જેવો વ્યર્થ છે.
વીસ દોહા, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, સ્મરણ મંત્ર, આલોચના, અન્ય પત્રોનું વાંચન, વિચાર, મુખપાઠ થાય તેવા સત્પુરુષાર્થમાં ભક્તિમાં, કાળ વિશેષ જાય તેમ લક્ષ રાખવા યોગ્ય છે. લૌકિક બાબતોમાં કામ પૂરતું જ ઉદાસીન ભાવે પ્રવર્તવા યોગ્ય છે.
હવે તો એક આત્મકલ્યાણનું જ કાર્ય આ ભવમાં મુખ્ય માનવા યોગ્ય છે. તેમાં અનુકુળતા મળે તેવાં કાર્ય આત્માર્થે કરવા યોગ્ય છે, પણ જીવનું
Page #356
--------------------------------------------------------------------------
________________
(૩૦૬)
ધ્યેય ભૂલાવું ન જોઈએ.
મરણ ક્યારે આવશે તેની ચોક્કસ ખબર નથી. અચાનક આવીને કાળ ઉપાડી જાય છે, અને કરવા ધારેલું બધું પડી રહે છે એમ વિચારી જેટલો સમય આપણા હાથમાં છે તેને કંજુસના ધનની પેઠે સાચવી સાચવીને વાપરવો, ઉડાઉની માફક ગમે તેમ દિવસો જવા દેવા યોગ્ય હવે નથી.
કરોડો રૂપીએ પણ ન મળે તેવો આ અવસર નકામો વહ્યો ન જાય; પણ સત્પુરુષની આજ્ઞા ઉઠાવવામાં જાય એવી ભાવના નિરંતર કર્તવ્ય છે. સત્સંગ, ભક્તિ એક નિષ્ઠાએ કરી આ અવસર સફળ કરવો ઘટે છે. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
‘“અભ્ભો આણ્ણાએ ચકખુ દીવાણ સંતિ જીયાએ આણાએ આણાએ’’
પ.કૃ.દેવ વસોમાં હતા ત્યારે આ શ્લોક બોલતા અને ૧૩ વરસની ઉમરવાળા મણીબહેને આ શ્લોક યાદ રાખેલો. જ્ઞાની સિવાય કોઈને તેનો અર્થ પૂછીશ નહીં તેવો તેમને સંકલ્પ કરેલો, ને તે પછી ૩૫ વરસ પછી પ્રભુશ્રી જ્ઞાની છે તેવું તેમના સાંભળવામાં આવ્યું ત્યારે પ્રભુશ્રીને શ્લોક જણાવ્યો. ત્યાં સુધી કોઈને આ શ્લોક સંબંધી કંઈ વાત નહીં કરેલી. એવું મહાતમ હતું તેથી પ્રભુશ્રીએ તેમને (મણીબહેનને) કહેલું કે તે જ સમકિત છે. ને તે ત્રીજે ભવે મોક્ષ જશે.
Page #357
--------------------------------------------------------------------------
________________
(૩૦૭)
મૂળ લક્ષ
પરમકૃપાળુદેવની ભક્તિ કરવી આપણે સર્વેએ ભાવ, ભક્તિ, ગુણગ્રામ, પ્રેમ ધરવાનો છે, તે શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્મા પ્રત્યે કર્તવ્ય છે. ખેતરમાં પાણી પાવા કૂવામાંથી પાણી કાઢી નીક મારફતે વહ્યું જતું હોય, તે રસ્તામાં ફાટી જાય તો, ખાડા ભરાય, પણ ક્યારામાં પહોંચે નહિ, ત્યાં સુધી ખેતી કરનારને જેમ ફાયદો નથી, તેમ જેની ભક્તિ, જેના ગુણગ્રામ કરવાના છે તે તો શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ છે. તેના આપણે સર્વે ઉપાસક છીએ. તેમના પ્રત્યે જેટલો પ્રેમ, ભક્તિભાવ, ઉલ્લાસ દર્શાવીએ તેટલો ઓછો છે, પણ તેને બદલે જેટલી દષ્ટિ અન્ય જગ્યાએ રહે છે તે બદલવી ઘટે છે. પોતાની મતિથી એમ માનવું કે આ જ્ઞાની છે, આયે જ્ઞાની છે અને જેના ગુણગ્રામ કરીશ તે એનું એ જ છે તો તે ભૂલભર્યું છે. પોતાનો સ્વચ્છેદ છે. અને પ્રેમ ઠાર ઠાર વેરી નાંખ્યો છે તે એકત્ર કરી તે ઈષ્ટ સદ્ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે ધારવા યોગ્ય છે. અન્ય ઉપકારીનો ઉપકાર માનવો, નમસ્કાર કરવા, પણ તેના ઉપાસક છે અને સાચા મોક્ષમાર્ગના તથા તે સપુરુષના આશ્રિત છે, એ દષ્ટિએ પૂ.મોટા મહારાજશ્રી તથા પૂ.મુનિદેવશ્રી પ્રત્યે વિનયભાવે વર્તવું યોગ્ય છે, પણ મૂળ લક્ષ રાખ્યા વિના જે કાંઈ થાય છે તે વિચારવા યોગ્ય છે. તો હવેથી એ લક્ષ રાખી “કોઈ સંતના કહેવાથી મારી મતિ કલ્પનાનો ત્યાગ કરી હું તે શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્માને સાચો મોક્ષમાર્ગ બતાવનાર ને અનન્ય શરણના આપનાર ગણી તેનું શરણ ગ્રહું છું.” એમ ગણી ભક્તિ તે પુરુષની કર્તવ્ય છે. વિશેષ લખવાની જરૂર નથી આપ સમજુ છો.
Page #358
--------------------------------------------------------------------------
________________
(૩૦૮) વૈશાખની અમૃત વર્ષા
સંવત ૧૯૯૦ વૈશાખ બીજો, વદ પાંચમનો અપૂર્વ બોધ :
આ રત્ન ચિંતામણી જેવો મનુષ્યભવ મલ્યો છે માટે જાગ્રત થાવ, જાગ્રત થાવ. આવો અવસર ફરી નહીં મળે. જીવને ચેતવા જેવું છે. ખરો દાવ આવ્યો છે. માટે જે કરવાનું છે, તે કરી લો. આ જીવનું મહા ભૂંડુ કરનાર વિષય અને કષાય આ બે જ છે. માટે એનો ત્યાગ કરો. પુરુષાર્થ કરીને પણ
એનો ત્યાગ કરો. ખરો ત્યાગ કરવાનો ઉપાય: સત્સંગ અને સત્પષની આજ્ઞાને નિશ્ચયે આરાધવા યોગ્ય છે. બહેરા આગળ ગમે તેટલું ગાયન કરે, તો શું થાય ? માટે સમજે તો સાનમાં સમજે. જીવની યોગ્યતા નથી. મુખ્ય યોગ્યતાની ખામી છે. યોગ્યતા ક્યારે આવે ? સત્સંગ કરવાથી. તથા વાંછા, ઈચ્છા, તૃષ્ણા એ ભાવ સંસારમાં થાય છે, તેથી આ જીવનું ભૂંડું થાય છે. એ બધી ઈચ્છા નિવૃત્ત કરવા યોગ્ય છે.
સપુરુષ એટલે આત્મા. જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું છે, તેને પુરુષ
ન - મારા પાર કરninોનારત
-
કહીયે.
સમકીત એટલે આત્મા. જિન એટલે આત્મા.
એ બધા ગુણો આત્મા સિવાય બીજા કોઈને પ્રાપ્ત થતા નથી. માટે આત્મસ્વરૂપ જેને પ્રાપ્ત થયું છે તેને તારતમ્યતા એ ગુણો મુજબ ઉપમા આપી છે. માટે આત્માને ઓળખવો છે. આત્માની વાતમાં કોઈ મતનો કે ગચ્છનો ભેદ આવતો નથી. બધાય સંપ્રદાયવાળાને માનવું પડે છે. માટે ખાસ કરીને આત્મસ્વરૂપ ઓળખવાની જરૂર છે. પુરુષ એટલે આત્મા. પોતાનો આત્મા કહો કે સત્પરુષનો આત્મા કહો અથવા અનંત જ્ઞાનીઓનો આત્મા કહો પણ
સ્વરૂપમાં ભેદ નથી. બધાનું એક જ સ્વરૂપ છે. માટે જેણે આત્મસ્વરૂપ યથાતથ્ય પ્રગટ થયું છે, તેને આત્મા અથવા સપુરુષ કહ્યો છે. આત્મસ્વરૂપમાં ભેદ હોતો નથી. ત્રણે કાળને વિષે એક જ હોય છે. માટે ભેદ છે નહીં.
ચંદનમલજી લખે છે કે મારા મનમાં શંકા હતી કે એને માનું કે એને
Page #359
--------------------------------------------------------------------------
________________
(૩૯)
માનું. બાપજીને માનું કે કૃપાળુદેવને માનું. અથવા તીર્થંકરને માનું, ઋષભદેવ આદી ને માનું – એમ સંકલ્પ વિકલ્પ રહેતો હતો, તેનુ સમાધન ઉપર મુજબ કહ્યું, જેથી થયું. તથા ફરી સ્પષ્ટ કહ્યું સંતના કહેવાથી કૃપાળુદેવની આજ્ઞાને માન એમ પહેલા ઉપદેશ આ બાબતમાં બહુ થયો હતો માટે અમે પક્ષપાતરહિત અથવા આગ્રહરહિત અથવા પૂજાસત્કાર મોટાઈની ઈચ્છા વગર કહીએ છે કે અમે જે પુરુષને બતાવીએ છે તે પુરુષને નિઃશંકતાથી માન્ય કરો. અમને જે પુરુષથી પ્રાપ્ત થયું છે તે પુરુષ તમને બતાવીએ છીએ. માટે તમે જો વિશ્વાસ રાખીને માન્ય કરશો, અમે કહીએ છે તે, તો જરૂર પ્રાપ્ત થશે. એમાં ભેદ નથી. સાચી વાત છે. પ્રત્યક્ષ છે. એમાં ભેદ નથી.
તીર્થંકર આદિ બીજા સત્પુરુષને માનવાથી, સ્મરણ કરવાથી, આરાંધવાથી પ્રાપ્ત થાય છે, તો એને આરાધવાથી કેમ પ્રાપ્ત ન થાય ? બીજા સત્પુરુષોને આરાધવાથી પ્રાપ્ત થાય છે તો આ પુરુષે કાંઈ ગુનેગારી કરી છે ? સ્વરૂપે બધા એક જ છે. ભેદ નથી. ખરા જ્ઞાની હતા. અમે જોયા છે. પ્રત્યક્ષ અનુભવ છે. માટે એને આરાધવાથી જરૂર પ્રાપ્ત થશે, અથવા કલ્યાણ થશે.
એક સુતાર અને રાજાનું દ્રષ્ટાંત આપ્યું હતું. રાજાએ એમ ભાવના રાખી કે સુતારે જે ગુરુ માન્યા છે, તે મારે માન્ય છે, માટે એનું પણ કલ્યાણ થયું. તો તમે અમારા ઉપર વિશ્વાસ રાખીને એ પુરુષની દૃષ્ટિએ માન્ય છે. એ પુરુષે જે માન્યું છે તે મારે માન્ય છે, એમ રાખશો તો પણ કલ્યાણ થઈ જવાનું. માટે નિશ્ચય પરમ કૃપાળુદેવને આરાધવા. પણ ભેદી પુરુષ મળ્યા સિવાય માર્ગ પ્રાપ્ત થતો નથી, માટે આજ્ઞાના પ્રમાણે વર્તવું. સ્વચ્છંદતા કરે તો જીવ અટકી પડે છે. રસ્તો કાપ્યા સિવાય ઘર આવતું નથી. તેમ જીવને ચાલવું તો પડશે જ. માટે પુરુષાર્થ કર્તવ્ય છે.પોતે કરશે ત્યારે બધું થવાનું છે. માટે પોતાના દોષ જોવા તથા પરને વિષે પોતાપણું માન્યું છે તેનો ત્યાગ કરવો તથા જીવને અલૌકિક દૃષ્ટિ જોઈએ. એને લૌકિક દષ્ટિ કરી લીધી છે. માટે માર્ગ અલૌકિક દૃષ્ટિનો છે.
હે ભગવાન ! સત્પુરુષની યથાર્થ પ્રતીતિ થાવ એવી ભાવના રાખવી. એમાં જીવનું શું જાય છે ? પણ જીવને સમજ આવી નથી.આ સંસાર, વેપાર,
Page #360
--------------------------------------------------------------------------
________________
(૩૧૦) દુકાન, ઘર, કુટુંબ વિગેરે બધાય ખોટા છે. જીવ એમ માને છે કે મારે ઠીક થયું છે અને આ ઠીક છે. પણ બધુએ ખોટુ છે, માટે એક સપુરુષ ઉપર દષ્ટિ રાખવી. જીવની વૃત્તિઓ બધી એક સત્પષ ઉપર જોડવાથી પરભાવ ઉપર મોળી પડે છે. સત્પષનાં બોધમાં તથા અજ્ઞાનીના બોધમાં બહુ ફેર હોય છે -- રાત અને દિવસ જેટલો.અજ્ઞાની પણ એમ જ કહે છે. પણ ખૂબી એ છે કે જ્ઞાનીના પર્યાય ચોંટી જાય છે, એ ઉખેડયા ઉખડતા નથી, કાત્યા નિકળતા નથી. એ કોઈ અપૂર્વ ખૂબી છે. જીવને ખબર પડતી નથી, પણ કાળે કરીને પ્રાપ્ત થઈ આવશે. જ્ઞાની પુરુષનું એટલું વચન એટલી પણ આજ્ઞા નક્કી થઈ હોય તો જીવનું કલ્યાણ થઈ જાય પણ જીવે સામાન્યપણું કરી નાખ્યું છે. તથા આરાધન કીધું નથી. સત્પષની આજ્ઞાનો મને સદાય નિશ્ચય રહો – એ ભાવના અવશ્ય કરવાની છે.
જેવા પરિણામ હોય તેવા કર્મ બંધાય છે. આકરા પરિણામ હોય ત્યારે આકરા કર્મ બંધાય છે. આ એક કાંટો ભરાણો છે તે ત્રણે કાળને વિષે ફરે નહીં. જેવા પરિણામ પાપ પુણ્યના હશે તેવું ફળ મળશે. માટે કર્મ બાંધતા વખતે પરિણામ મોળા રાખવા. મન વચન કાયા ત્રણે જોગના આકરા પરિણામ હોય તો નીકાચીત કર્મ બંધાય માટે પાપની વખતે પરિણામ મોળા રાખવા.ભાવનાં ભાવતા થકાં કેવળજ્ઞાન હોય માટે પરિણામ ઉપર વાત છે. પુણ્યની વખતે પરિણામ આકરા હોય તો સારું પુણ્ય બંધાય.
ભાણામાં ૧૦-૧૨ વસ્તુ પડી હોય પણ દષ્ટિ જેના ઉપર હોય તે ખવાય છે બીજી પડી રહે, માટે આત્મા ઉપર દષ્ટિ રાખવાથી એમ વિચાર આવે કે મારું નથી, આ મારો ભાવ નથી, મારું સ્વરૂપ જુદું છે. આ દેહાદિ મારું નથી. વિષય, કષાય, ક્રોધ, એ આદિ મારા નથી એમ લક્ષ રાખશો. એમ લક્ષ આવવાથી કર્મ બંધન થાય નહીં. માટે આત્મા ઉપર દષ્ટિ રાખવી એ કર્તવ્ય છે. આ દષ્ટિ સાધવા યોગ્ય છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
(૩૧૧)
** --
-
ખ
એકનો નિશ્ચય માટે બોધ
તા. ૨૬-૧૨-૩૩ “સમયસાર” વંચાતું હતું. વંચાયું તેનો સાર એ હતો કે પુગલમાં પરિણમવાનો સ્વભાવ છે. તેનામાં કર્મરૂપ થવાની શક્તિ છે તેથી પુદ્ગલ કર્મરૂપ પરિણમે છે. તેને કર્મ થવાનું નિમિત્ત મળે છે. જીવના વિભાવ પરિણામ અને પુદગલના વિભાવ પરિણામ થાય છે. શુદ્ધ પર્યાય હોય તો બન્ને દ્રવ્ય અલગ જ છે. નિમિત્તથી પુદ્ગલકર્મરૂપ થાય છે. શ્રી ઉઠ્યા અને કહ્યું-જુઓ, બધું નિમિત્ત આધીન છે. નિશ્ચયથી તે શુદ્ધ છે. નિમિત્ત ફેરવવા. સો. કહે અશુદ્ધ અવસ્થામાં જીવ નિમિત્ત આધીન છે માટે ખોટા નિમિત્ત છોડી સારા નિમિત્ત ગ્રહણ કરવા તેથી પુણ્ય થાય છે. પુણ્ય પણ બે જાતના છે. એક પુણ્ય એવું છે કે જેથી કર્મ છૂટી જાય છે. આવી રીતનો ક્રમ છે. શ્રી કહે – નિશ્ચયથી જે છે તે માનવું. તે તો કેવો છે તે તો તમે સાંભળ્યું. એક મુસાફર હોય. રસ્તે ચાલતાં ઝાડ આવે, તેની નીચે ઊભો રહે અને માને કે ઝાડ મારું છે તે મૂર્ખાઈ છે. તેમન કરવું. એટલે દેહ છે તે રસ્તે ચાલતાં ઝાડ જેવું છે. રોગ આવે, કંઈ થાય તેથી ન માનવું કે હું માંદો થયો. ગજસુકુમારે શું કર્યું ? શરીર બળવા માંડ્યું. તેમનો નિશ્ચય હતો કે હું બળતો નથી. દેહ બળે છે. બેત્રણ મિનિટ પછી બળી રહેશે. તેથી મારું શું થયું? આવો તેમનો નિશ્ચય હતો. તેવો નિશ્ચય કરી નાખવો. એકનો નિશ્ચય કરી નાખવો. તેમાં બધા આવી ગયા.... ને કહ્યું આ જ્ઞાની, આ જ્ઞાની તેમ ન માનો. સ્વચ્છેદથી માન્યતા થાય છે તેથી ભૂંડું થાય છે. તમે ભલે...ને મળો. બધાને માનો કે તે મારો સાક્ષાત્ આત્મા છે. જ્ઞાની તો છે તે માનો. અમને પણ પકૃ.દેવે ઘણું કહ્યું હતું. ફરતું નહોતું. છેવટે ફર્યું. એકમાં બધા આવી ગયા. બધા મારા સાક્ષાત્ આત્મા છે એમ માની લઘુત્વભાવ કરવો. .... ને બોલાવીને પૂછ્યું હતું. બતાવો, તમને શું જ્ઞાન થયું છે? માટે ઠેર ઠેર જ્ઞાની ન માનો. એક જ માનો. તેનો નિશ્ચય કરો. એક શ્રાવકની વાત કરી. બધા બીજે દેવને માનતા હતા. જેની માન્યતા હોય તેને સંભારે-તેણે એકને સંભાર્યો-તેવું કરો. દેહનો સંબંધ થયો છે. તેના ધણી થઈન બેસો. મુનિ મોહનલાલજીના મંદવાડ વખતની . વાત કરી. આવી માન્યતા કરવી તે કર્તવ્ય છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
(૩૨)
*
જન્મ
* * * * *
*
ગહન વાત - સિદ્ધાંતનો સાર પોતાની સમજણ મૂકી જ્ઞાનની સમજણ લેવી
તા. ૨૧-૧-૩૪ ચુ. આજે મુનિ તી. ને મળવા જવાના છે. તેમને જે બધું કહેવાનું છે, તેની શ્રીએ આજ્ઞા કરી છે.
મુનિ તી. ને મનમાં દઢ થયું છે કે શ્રી જ્ઞાની છે પણ સાથોસાથ બીજાને માટે પણ તેવી માન્યતા છે. (એક યોગી પાસે તેઓ યોગ શીખતા. તેને માટે તેવું હતું તેવું લાગે છે.)
તેમને એટલું જ સમજવાનું છે કે આ કાળમાં બીજાથી કલ્યાણ થાય તેમ નથી. પત્ર ૩૯૮ વંચાયો.
પછી બે લીટીનો પત્ર (પત્ર ૫૪૩) વંચાયો :- “તાદાભ્યપણું, મટે મોક્ષ જ છે.” શ્રીએ બધાને પૂછ્યું તે કેમ મટે ?
- પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો માર્ગ છે. તે એક જ છે. તે પ્રત્યક્ષ ન હોય ત્યાં સુધી પરોક્ષપણે શ્રદ્ધા કરી આરાધવાનો છે. શ્રીજીનો આશય લેવો જોઈએ.
પછી શ્રીએ કહ્યું:- અમે આ બહુ ગહન વાત કહીએ છીએ. સિદ્ધાંતનો સાર છે.
જ્ઞાન થયું હોય પછી પ્રમાદને કારણે અટકવું થાય. જેમ કોઈ મુનિ નંદીનો દાખલો આપ્યો.
પણ તેના (શ્રીજીના) વચન ઉપર કોઈ પ્રતીતિ કરે તો, અગર તો તેની શ્રદ્ધા, આશ્રય કરે તો જરૂર કલ્યાણ થાય. કારણ કે તેની પાસે જે છે તે સજીવન
* * *'
""":
trTERT
ધામ તાજ મ FEET
* *
જેમ માટીનો, ત્રાંબાનો, પિત્તળનો ઘડો હોય પણ તેમાં મીઠી વેલડીનું પાણી હોય તો તરસ છીપે. અને બીજો ઘડો હોય તેનો બાહ્ય આડંબર ઘણો હોય પણ અંદર ખારું પાણી હોય તો તરસ છીપે નહીં તે પછી ભલે ગમે તેટલી ક્રિયા કરતો હોય.
જેનાથી અગ્નિ પ્રગટ થાય છે તેવો ફોસ્ફરસ દીવાસળી ઉપર ન હોય તો) પણ અગ્નિ નથી તેથી દીવાસળી સળગે નહીં અને બીજી તો સજીવન
Page #363
--------------------------------------------------------------------------
________________
(૩૧૩) અગ્નિ છે. તેના આશ્રયે જરૂર દીવો પ્રગટે.
ભરત ચેત, ભરત ચેત, એમ હતું તેમ ચેતવાનું છે.
પ્રત્યક્ષ પુરુષનું વચન છે તે પ્રત્યક્ષ કરે જ. ન સળગે તેવી દીવાસળી નથી.
આ બધું (જે કંઈ દેખાય છે તે) ઉદય છે. તે તો ફૂ થઈ જવાનું છે. તે જોવાનું નથી. તેની સમજણ કાઢી નાખવી. જ્ઞાનીની સમજણ લેવી. હું સમજું છું તેવું મનમાંથી કાઢી નાખવું. હું કંઈ સમજતો નથી તેવું દઢ કરી જ્ઞાનીની સમજણના આશ્રયે ચાલવું.
રાત્રે - સમયસાર કર્તાકર્મ અધિકાર પૂરો થયો.
જિનશાસનનું રહસ્ય જિણવયણે અણુરત્તા, ગુરૂવયણે જે કાંતિ ભાવેણ, અસબલ અસંકિલિષ્ઠા તે હતિ પરિત્ત સંસારા; જિનવચને અનુરક્તાઃ ગુરૂવચન યે કુર્વતિ ભાવેન
અશબલા અસંકિલટા: તે ભવતિ પરિત્ત સંસારા: જિનશાસનનું રહસ્ય પામનાર અધિકારી કેવો હોય કે જેણે સદ્દગુરુનું કે અસદ્ગુરુનું સ્વરૂપ યથાતથ્ય જાણ્યું છે. તે પુરુષરૂપ ભગવાન સદ્દગુરુના ચરણને પરમ પ્રેમે સેવે છે. ત્રણ લોકનું તત્ત્વ અને સમસ્ત વિશ્વનું અધિષ્ઠાન એવું સદ્ગુરુના ચરણનું શરણ જેણે લીધું છે એવો જે ઉત્કૃષ્ટ તીવ્ર વૈરાગી કે ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તે જિનશાસનનું રહસ્ય પામે છે. જિનશાસન એટલે રાગ દ્વેષ અને અજ્ઞાનરહિત, એવા પરમ વિશુદ્ધ સ્વરૂપને પામેલા એવા પરમાત્મા દેવનું કે નિગ્રંથ ગુરુનું શાસન એટલે નિગ્રંથ શાસન; તે બન્ને એક જ સમજવું. તે નિગ્રંથ શાસન જેની મિથ્યાત્વ મોહરૂપી ગ્રંથી ગઈ છે. અર્થાત્ જે વિભાવ ભાવોની અનાદિની આત્માને વિષે છાયા પડેલી છે તે છાયાથી રહિત નિર્મળ, શુદ્ધ, સ્ફફ્ટીક સમાન શુદ્ધ સહજ સ્વભાવે રહેલું ચૈતન્ય અસંગભાવે જેણે અનુભવ્યું છે અને ત્રિકાળ જે અસંગભાવે રહ્યાં છે એવા નિગ્રંથ સદ્દગુરુનું
Page #364
--------------------------------------------------------------------------
________________
(૩૧૪)
શાસન તે નિગ્રંથ શાસન કહેવાય. તે નિગ્રંથ શાસનનું રહસ્ય પામનાર, કોઈક જ ઉત્કૃષ્ટ અધિકારી જેને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે તેવો મહાભાગ્ય પુરુષ તે જિનશાસનના રહસ્યને પામે છે. તે રહસ્યનું સ્વરૂપ અત્રે સંક્ષેપથી ચિત લખીએ છીએ. તે શાસન એટલે નિગ્રંથ પુરુષોએ આ જગતના ભાવો સમ્યભાવે જોયા, અનુભવ્યા અને તે પ્રકારે વર્ણવ્યા. સર્વ વસ્તુમાં મુખ્ય જડ અને ચેતન બે પદાર્થોમાં સમાય છે. આ જીવ અનંતકાળથી મહામોહાદિક કર્મના ઉદયથી એટલે આઠ કર્મના ઉદયના ભાવે મદિરા પીધો હોય તેની પેઠે, છાકમાં, ભ્રાંતિમાં પડયો થકો પોતાનું જે મૂળ સ્વરૂપ હતું તે એને દૃષ્ટિગોચર ન થયું અર્થાત્ સમજાયું નહીં અને એ સ્વરૂપ એટલે પોતાનું જે મૂળ સ્વરૂપ, કર્મ આવરણ રહિત, શુદ્ધ સ્વરૂપ ભાસ્યમાન ન થયું તેથી અન્યને વિષે એટલે દેહાદિકને વિષે અહંભાવ અને મમત્વભાવ કરી પરને પોતાનું માની, પોતે જે મૂળ સ્વરૂપ હતો તેની સમજણ ન પડી અર્થાત્ પોતાનું સ્વરૂપ સમજાયું નહીં. અને તેથી જ અનંતકાળથી જન્મ, જરા, મરણ આ જીવને કરવા પડયા. તે જન્મ, જરા, મરણનું કારણ મિથ્યાત્વ આદિ ભાવો છે, જે ભાવો કર્મજનિત અને વિભાવિક છે અને તેથી સર્વ દુઃખ નરકાદિક પ્રાપ્ત થઈ મહાન દુ:ખ સહન કર્યા છે. પણ તે સર્વે દુઃખનું કારણ ઉપર કહી ગયા જે ભાવો એટલે કર્મજનિત કષાયના તીવ્ર રસ, પાંચ ઇંદ્રિયોના વિષય વિષે અતિ મિઠાશ અને તેની નિરંતર ઈચ્છા, તે ઈચ્છા એવી તીવ્ર કે તેના પ્રયત્નમાં આખી જિંદગી ગઈ એટલું જ નહીં પણ અનંત ભવ ગયા. તે વિષયની અને કષાયની તીવ્રતા વધતી જ ગઈ કારણકે તે તો અણસમજણથી એટલે પોતાનું જે મૂળ સ્વરૂપ હતું તે ન સમજાયું તેને લીધે તે ઈચ્છા હતી અને જ્યાં સુધી તે સ્વરૂપનું ભાન નહીં થાય કે શુદ્ધ આત્મસ્વરૂપ પામેલ પુરુષ પાસેથી તે સ્વરૂપ નહીં સમજાય ત્યાં સુધી તે વાસનાઓ, ઈચ્છાઓ કે માનાદિકની કામનાઓ ગરી જવાની નથી. તે ભાવો અખંડપણે અનંતકાળથી આત્મામાં ચાલ્યા આવે છે. તેનું એટલે સર્વ દુ:ખનું મૂળ । એવી તે આશા તૃષ્ણા કે વિષયને વિષે રતિ, પ્રીતિ કે રાગઆદિ સ્નેહભાવો નાશ નહીં થાય કે જ્યાં સુધી તે મૂળ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું સદ્ગુરુથી ભાન ન થાય ત્યાં સુધી તે ભાવો ગળવાના નથી અર્થાત્ મૂળથી તે નાશ
Page #365
--------------------------------------------------------------------------
________________
I
w*
(૩૫) થવાના નથી. જ્યાં સુધી મૂળ ઊભા છે ત્યાં સુધી નિમિત્ત પામી ઊગે છે અર્થાત્ ઊભા થાય છે. એટલે જિનદેવ વીતરાગોએ સર્વે દુઃખ અને સુખ, બંધ અને મોક્ષ આદિ સર્વે ભાવોનું કારણ એક ભાવ જ છે. એ ભાવ સર્વજ્ઞ દેવે ત્રણ પ્રકારના કહ્યાં છે. શુભ, અશુભ અને શુદ્ધ. અશુદ્ધ ભાવનું વર્ણન થઈ ગયું. અર્થાત્ આત્માના પરિણામ આર્તધ્યાન રૌદ્રધ્યાન વર્તે તે સર્વે અશુભ ભાવ છે. શુભ ભાવ સમ્યફ થયા પછી ગણવા યોગ્ય છે. મિથ્યાત્વપણામાં શુભ જોગ હોય પણ શુભભાવ ન હોય કારણકે તેને શુભ ભાવનું તો ભાન જ નથી. શુભ ભાવ ધર્મધ્યાનમાં, સદગુરુએ કરેલી આજ્ઞામાં પ્રવર્તવાથી થાય છે એટલે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થઈ આત્માને છૂટવાની સાચી જિજ્ઞાસા થાય છે તેથી સદગુરુએ બતાવેલા માર્ગમાં તે પ્રવર્તે છે. તેને માનાદિકની મિઠાશ આત્મામાંથી ગઈ છે. મિઠાશ કે રુચિ માનાદિકની રહી નથી. ગર્વ ધનાદિકનો કે માનપૂજા તેને ઝેર, ઝેર ને ઝેર સમજાય છે. કોઈ માનાદિક આપે તેને કલંકરૂપ સમજે છે. તે બધા ગુણો ક્યારે પ્રગટ થાય છે કે આત્મામાં સમ્યફબોધ પ્રાપ્ત થાય ત્યારે. એને વિવેક થાય છે અને તે આત્મા સદ્દગુરુએ બતાવેલા બોધ પ્રમાણે તેના આત્માના ભાવો પ્રણમે છે. સર્વ જિનશાસનનો આધાર એક ભાવ ઉપર રહ્યો છે. ભાવથી જ મુનિપણું કહેવાય છે. અને ભાવથી જ શ્રાવકપણું કે સંસારીપણું કહેવાય છે. દ્રવ્ય વેષની અહીં મહત્તા નથી. ભાવ વિનાનો જે વેષ તે તો નાટકીયાના જેવો લજામણો છે. જે ભાવ આત્માના શુદ્ધ જ્ઞાન, દર્શન ચારિત્રરૂપી, શુદ્ધભાવ, શુદ્ધોપયોગ તેજ ઉપાદેય છે, કે જે ભાવો મોહભાવથી રહિત છે. આત્માના પરિણામ મોહભાવમાં ક્ષોભ પામી વર્તતા હોય ત્યારે બહાર ક્રિયા, વ્રત આદિ, નિયમ આદિ, શરીર આશ્રિત કે મન આશ્રિત કે વચન આશ્રિત ત્રણ જોગ આશ્રિત, કે દ્રવ્ય પ્રાણ આશ્રિત જે જે ક્રિયાઓ છે તે તે ક્રિયાઓ સર્વે શુભાશુભ બંધ પાડનારી છે. પણ બંધથી અટકી સંવર નિર્જરા કે મોક્ષ કરનારી નથી. એટલે તે સંસારક્રિયા છે એમ આત્મ-અનુભવી પુરુષો જાણે છે. અને આત્મ-અનુભવી પુરુષોને સંસાર એટલે સર્વ સંજોગી ભાવો તેને તો તે કાલકુટ ઝેર,ઝેર સમાન દુઃખરૂપ જાણે છે. તે સર્વ સંજોગી ભાવો રાગદ્વેષ ને મોહના ઉદયવાળા હોવાથી આત્માની ઘાતક સાતમી નરકની
+ કાર
8 + +
ના ર =
. *
++
+
ri
t
A
કથા
ક
- -
Page #366
--------------------------------------------------------------------------
________________
(૩૧૬) વેદનાથી પણ અત્યંત દુઃખદાયી જાણે છે એટલે સંયોગી ભાવથી રહિત પોતાનું અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો સદ્ગુરુ પાસેથી બોધ સાંભળી, શ્રવણ કરી, તે બોધનું મનન કરી, આત્મામાં પરિણામ કરી આત્મ અનુભવ પ્રગટ કરે છે. જે અનુભવ પરમ શાંતિ સ્વરૂપ મોક્ષરૂપ છે. તે પણ આત્માના જ પરિણામ છે. માટે સર્વ જ્ઞાની પુરુષોએ નિશ્ચય કર્યો છે કે આ જીવે અનંતકાળથી આજદિન સુધી જે પરિણમન કર્યું તેનું મુખ્ય કારણ મિથ્યાત્વ, અજ્ઞાન, આત્મસ્વરૂપ નહિ જાણવું તે, આત્મસ્વરૂપ ને જેમ છે તેમ જાણી પ્રતીત નહીં કરવી છે. તે આત્મસ્વરૂપને દેહથી પણ અત્યંત ભિન્ન, સર્વે અન્યભાવથી ન્યારો અવલોકીને તે આત્મામાં પરિણામ ન કર્યા એટલે કેવળજ્ઞાન, કેવળદર્શન સ્વરૂપ એવું જે અત્યંત પ્રગટ સાક્ષાત્ સહજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તેમાં પરિણમ્યો નહીં. તેમ જ ઉલ્લાસભાવ પ્રગટ કરી તેમાં નિમગ્ન થયો નહીં. જે જે પુરુષો પરમ શાંત સ્વરૂપને પામ્યા છે તે પુરુષો સર્વે ભાવથી પામ્યા છે. ભાવ વિનાની સર્વે બાહ્ય ક્રિયાઓ આદિ ધર્મો આળપંપાળ છે. અર્થાત્ નિર્વાણ માર્ગ કે પરમશાંતિ માર્ગ નથી. તેથી તે અનુભવ માર્ગ ન કહેવાય. આત્મ અનુભવ માર્ગ જ સાક્ષાત્ મોક્ષમાર્ગ, પ્રત્યક્ષ મોક્ષસ્વરૂપ કહેવાય. તે આત્મા અનુભવી પુરુષો મોક્ષમાર્ગમાં વર્તે છે એમ કહ્યું છે. અને તે આત્મ અનુભવી પુરુષની નિશ્રા કે આજ્ઞામાં વર્તનારની પણ મોક્ષમાર્ગમાં ગણના કરી છે. એ બે સિવાય સર્વે ઉન્માર્ગ છે અર્થાત્ મોક્ષમાર્ગ નથી. ગમે તે દર્શનમાં ગણાતા હોય પણ તે મોક્ષમાર્ગમાં ન ગણાય. (તે માર્ગમાં કીણા રે જ્ઞાની ગુરુપદ લીણા રે) એટલે તેને માર્ગમાં ગણ્યા છે જે જ્ઞાની ગુરુચરણમાં પડયા છે. અને તે આત્મ અનુભવી પુરુષના ચરણમાં લીન થયા છે. તે ચરણ જ ત્રણ લોકનું તત્ત્વ અને પરમ અવ્યાબાધ સુખનું કારણ જાણ્યું છે. એટલે તેની આજ્ઞામાં જ સર્વ જીવન અર્પણ કર્યું છે. તેને મોક્ષમાર્ગ ગણ્યો છે. “શેષા ઉન્મગા' એટલે શેષ બાકીના સર્વે ઉન્માર્ગ છે. એ સિવાયના જીવો ઉન્માર્ગમાં પ્રવર્તે છે એમ જાણવું કારણ કે જ્યાં સ્વચ્છેદ કે મોહને આધીન આત્માના પરિણામનું પ્રવર્તન હોય તે સિવાય બીજું સંસારનું કારણ કર્યું હોય ? સંસારનું મુખ્ય કારણ સ્વચ્છંદ અને મોહના પરિણામ છે. તે પરિણામથી વિરામ પામી જે પુણ્યાનુબંધી પુણ્યવંત કે જેના અહોભાગ્ય છે
Page #367
--------------------------------------------------------------------------
________________
(૩૧૭) તેવા પુરુષો તો મંગળાચરણની જે ગાથા છે તેમાં (જિણવયણે અણુરત્તા,ગુરુવયણે જે કરંતિ ભાવેણ) જિનવચન એટલે વીતરાગ ભગવંતોએ જે અનુભવી નિશ્ચય સિદ્ધાંત કરેલું એવું પરમ અમૃત સ્વરૂપ એવું છે તે મહાભાગ્ય પુરાણ પુરુષોનું વચનામૃત પરમ બોધ દિવ્યધુનીરૂપી જે જિનવાણી તેને વિષે જ અનુરક્ત થયા. એટલે લીન થયા. અને ગુરુવયણે એટલે આત્મ અનુભવી ગુરુના વચનને વિષે કે આજ્ઞાને વિષે જેના આત્માના ભાવો વર્તે છે અર્થાત્ પોતાના આત્માની પરિણતી સદ્દગુરુની આજ્ઞા પ્રમાણે પ્રણમે છે, જેના આત્માના પરિણામ નદીના પ્રવાહની પેઠે અતૂટ એક આત્મધારાએ કે સદગુરુની આજ્ઞાએ વહે છે એવા મહાપુરુષોને નમસ્કાર છે. અને તેવા પુરુષના ચરણકમળની સેવા અમને હમેશા હો એ જ યાચના છે. અને અમારે તેવું જ થવું છે. અહો ! આ લોકમાં ચિંતામણી રત્ન સમાન સદ્દગુરુનો બોધ જેના અંતઃકરણમાં પ્રણમ્યો છે અર્થાત્ તે બોધસ્વરૂપ એવા જે આત્માના ભાવો છે તે પુરુષ કૃતકૃત્ય થયો. કારણકે ભાવ જ સર્વે કર્મનો ક્ષય કરી પરમ પદને આપે એવો છે. આ જગતમાં સર્વ મોટી મોટી પદવીઓ કે તીર્થકર પદવી કે ચક્રવર્તીની પદવી કે વાસુદેવ, બળદેવ,ઈન્દ્ર કે નાગેન્દ્ર આદિ સર્વે પદવીનું કારણ એક ભાવ જ છે. શ્રી ઋષભદેવ ભગવાનને ગણધર ભગવાને પૂછ્યું કે હે ભગવાન, આ. જે ભરત મહારાજ લડાઈ કરે છે તે વખતે તેમના પરિણામ કેવા હશે ? ત્યારે ઉત્તરમાં જણાવ્યું કે “તમારા જેવા એટલે કે ગણધર ભગવાનના જેવા, લડાઈના પ્રસંગમાં પણ જેના આત્મપરિણામ વર્તતા હતા, તે સ્વરૂપ બહાર દષ્ટિવાન જીવો કોણ જાણી શકે ? કારણ કે બહાર જોગની ક્રિયા જુદી અને અંતરંગ આત્મપરિણામ ગણધર ભગવાન જેવા હોય, એવું જે ભાવનું સ્વરૂપ અચિંત્ય ચિંતામણી સમાન મોહાંધ પ્રાણીઓને ક્યાંથી સમજાય? કારણ કે જેને સદ્ગુરુનું દર્શન કે વચન શ્રવણ કર્યું નથી તેવા પુરુષને તેવું ગહન સ્વરૂપ સમજાય તેવું નથી. તો ગુરુના વચન પ્રમાણે આત્મભાવ શી રીતે કરી શકે? માટે જે પુણ્યાત્મા છે કે જેના અહોભાગ્ય છે તે પુરુષ, ગુરુના વચન પ્રમાણે આત્મભાવના કરે છે. સર્વ અન્ય ભાવનાઓનો ત્યાગ કરી એક આત્મભાવના કરે છે. ભાવ જ આત્મસ્વભાવ છે. ગુરુના વચનનું અવલંબન
!
,
કે
છે
Page #368
--------------------------------------------------------------------------
________________
(૩૧૮)
લઈ આત્મભાવના કરતાં મારૂષ માતુષ મુનિને કેવળજ્ઞાન પ્રગટ થયું. જ્ઞાનાવરણાદિક કર્મો પૂર્વે માઠા અધ્યવસાયથી કે માઠા પરિણામથી જે તીવ્ર રસે બાંધેલા હતા તે કર્મો આત્મભાવના કરતાં સ્વસ્વરૂપમાં સમાતાં, સ્વસ્વરૂપમાં તદાકાર એકલીનતા ઉપયોગની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ થતાં તે સર્વે કર્મોનો અભાવ થઈ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે પ્રકારે તે મુનિને થયું. સદ્ગુરુના વચન પ્રમાણે જિનવાણીનું શ્રવણ કરી એટલે ઉપશમ સંવર અને વિવેક એટલું વચન શ્રવણ કરી ચીલાતી કુંવર ચાર જીવની હત્યા કરી આવતો હતો તેને એક ઉપશમ અને વિવેક એ બે જ માત્ર વચનોથી આત્મભાવના થવાથી ઘાતી કર્મોનો ક્ષય થયો. એટલે જિનમાર્ગનું સ્વરૂપ સમ્યક્દર્શન આદિ આત્મગુણો નિર્મળ કરી સ્વસ્વરૂપમાં સ્થિતિ કરવી. સ્વરૂપમાં એક રસપણે સ્વઉપયોગમાં શુદ્ધ આત્મઅનુભવ કરતો આત્મા પરિણમે તો અંતરમુહૂર્તમાં સર્વ આવરણરહિત થાય અને તે પ્રમાણે ગુણસ્થાનક કે માર્ગણા તે આત્માના ઉત્તરોત્તર પરિણામની વિશુદ્ધતા છે. જેમ જેમ પરિણામની વિશુદ્ધતા તેમ તેમ આત્મા ઉંચા ગુણસ્થાનકોને સ્પર્શે છે. એટલે પરિણામની ધારાએ ગુણસ્થાનક કહેલા છે. અને તે મોક્ષમાર્ગે ચઢવાની શ્રેણી છે. તેથી સમ્યક્દષ્ટ પુરુષો આશ્રવના કાર્યોમાં પણ સંવર અને અનંતગણી કર્મની નિર્જરા કરે છે અને મિથ્યાદષ્ટિ જીવો સંવરના કામોમાં એટલે તપ, જપ આદિ સર્વે ધર્મ સાધનોમાં આશ્રવ કરે છે. અહો ! કેવી પરિણામની ખૂબી છે કે માત્ર સદ્ગુરુની કૃપાવડીએ આત્મસ્વરૂપનું ભાન થયું. તેને મોક્ષ જ છે. દીગમ્બર આચાર્યો તો આત્માનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે એમ કહે છે. એટલે સ્વરૂપનું ભાન થયું એટલે ભ્રાંતિ ગઈ કે અજ્ઞાન ગયું કે મિથ્યાત્વ ગયું. એ સર્વે એકાર્થ છે. અને તે ભ્રાંતિ આદિ જવાથી મુક્ત આત્માનું સ્વરૂપ સમજાઈ આત્મા મુક્ત થાય છે. એ સર્વ આત્મભાવનાનું કાર્ય છે. માટે આવા ભયંકર કલિકાળમાં જેને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હશે તેવા પુરુષને સાક્ષાત્ બોધમૂર્તિ સજીવન મૂર્તિ એવા સદ્ગુરુનું દર્શન કે સમાગમ થઈ બોધ થશે અને તે બોધ આત્મામાં હાડહાડની મીંજાએ રોમ રોમ આત્મામાં પરિણમી જશે. ત્યારે એને કંઈ મોક્ષને
Page #369
--------------------------------------------------------------------------
________________
(૩૧૯)
માટે વિલંબ નથી. સર્વ જગતથી પ્રેમ ઉતારી પ્રેમ એક બોધમૂર્તિ, સમ્યક્ બોધ સ્વરૂપ, સત્પુરુષ પ્રત્યે પ્રેમ થશે ત્યારે જ સર્વ જગત તુચ્છવત્ ભાસશે અથવા સ્વપ્નવત્ ભાસશે. ભ્રાંતિથી આ જગતના પદાર્થો કે જગતના ભાવો ઉપર પ્રીતિ થઈ છે તે પ્રીતિનો નાશ થવાનો સાચો ઉપાય સભ્યશ્બોધ, ભ્રાંતિનું જવું કે સમ્યક્ત્તું થવું કે આત્મ અનુભવ જાગવો કે પોતાનું અનાદિ જ્ઞાનસ્વરૂપ પ્રગટ થવું થાય છે. ત્યારે જ પરમાનંદ પ્રગટ થાય છે. આ પરમાનંદનો મુખ્ય ઉપાય ભાવ યો છે. તે ભાવ ઉપશમ ક્ષાયક પરિણામિક ક્ષયોપશમિક આદિ જે ભાવમાં આત્મા જ્ઞાન, દર્શન, ઉપયોગ સ્વરૂપ આત્માનો સાક્ષાત્કાર થાય, આત્મા જ સર્વત્ર ભાસે, કેવળ એક આત્મા જ, નિર્વિકલ્પ આત્મા જ, સહજ સ્વરૂપ આત્મા જ, આત્મભાવમાં રમણ કરે ત્યારે તેને કંઈ કરવાનું રહેતું નથી. આમ છે છતાં પરમાર્થની પ્રેરણા કરે એવા વ્યવહારની પણ જરૂર છે. તે વ્યવહાર દયા, શાંતિ, ક્ષમા, સમતા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, સત્સંગ, સત્શાસ્ત્રનું શ્રવણ, મનન, નિદિધ્યાસન આદિ વ્યવહારની પણ આવશ્યકતા છે. જે વ્યવહાર પરમાર્થને પમાડે છે. પરમાર્થ એટલે અહીંયાં આત્મસ્વરૂપ સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન કે સમ્યક્ચરિત્ર સ્વરૂપ એવું અભેદ કેવળ અસંગ સ્વરૂપે આત્માનું પરિણમવું તે પરમાર્થ છે અને એવો પરમાર્થી જીવ જ ગાથામાં કહેલા પાછલા બે પદોનો અર્થ સમ્યક્ત્વની નિર્મળતા, દોષરહિત શુદ્ધ સમકીત પ્રગટ કરી, વિષય અને કષાયોનો ત્યાગ કરી, શુદ્ધ આત્મસ્વરૂપમાં પરિણામ કરશે, તે અલ્પ સંસારી કે પરિત સંસારી થશે. એવો જીવ જ હળુકર્મી ગણાય કે ભવ્ય ગણાય. તે ભવ્ય જીવ મિથ્યાત્વ રહિત થઈ, ક્લેશરહિત થઈ, શુદ્ધ સમકીત પામે છે. તે ભવ્ય આત્મા જીવ અજીવનું સ્વરૂપ જેવું સર્વજ્ઞે જોયું છે તેવા સ્વરૂપનો અનુભવ કરી તેની સમ્યક્ત્રકારે શ્રદ્ધા કરે છે અને તેને જ તે જિનશાસનનું રહસ્ય સમજાય છે. તે જીવ અજીવના સ્વરૂપને સમજે છે. તે જીવ અજીવમાં નવ તત્ત્વનું સ્વરૂપ સમાવેશ પામે છે અને તે તેને એટલે નવ તત્ત્વ, છ દ્રવ્ય કે દ્રવ્યાનુયોગ, કરણાનુંયોગ ને ચરણાનુંયોગ-પ્રથમાનુંયોગ આદિ સર્વે જિનશાસનનું રહસ્ય સદ્ગુરુ પાસેથી તે સદ્ગુરુની કૃપાવડીએ તેનું રહસ્ય પામી મુક્ત થાય છે. તે મોક્ષમાર્ગ રત્નત્રયની અભેદતાએ પ્રાપ્ત થાય
Page #370
--------------------------------------------------------------------------
________________
(૩૨૦) છે. તે રત્નત્રય વસ્તુતાએ આત્માના સ્વભાવો કે આત્માના ધર્મો છે. તેજ આત્માનું સ્વરૂપ છે. રત્નત્રય કહો કે આત્મા કહો એક જ છે. આત્મામાં સ્થિતિ કરેલો પુરુષ એટલે સ્વરૂપસ્થિત પુરુષ દેહાધ્યાસ ત્યાગ કરી સર્વ જગતને તુચ્છવતું જાણે છે. અને સત્યમાં તદાકાર થાય છે. તેનો ઉપયોગ નિરંતર શુદ્ધ આત્મ ઉપયોગમાં રમે છે. એવો નિ:સ્પૃહ પુરુષ નીચેની ભાવનાઓ અખંડ ભાવે ભાવે છે :
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એજ ધર્મનો મર્મ એજ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજાં કહીએ કેટલું, કર વિચાર તો પામ. નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર શમાય
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય. સહજાન્મસ્વરૂપ હે નાથ ! પરમ કૃપાળુ પ્રભુ, આપની પાસે એટલી જ યાચના છે કે નિરંતર અસંગભાવમાં રહીએ. તે અસંગભાવ જ્યાં સુધી પૂર્ણતાને ન પામે ત્યાં સુધી નિરંતર સત્સંગ કે પરમ સત્સંગ હો પરંતુ કુસંગ કે વિભાવમાં દોરે એવો સંગ અમને ત્રિકાળ ન હો કારણ કે સંગ એ જ દુઃખ અને ઝેર, ઝેર અને ઝેર. એવા સંગથી હે નાથ, અમને બચાવ અને તારા ધ્યાનમાં નિરંતર રહીએ એવી શુભ યાચના કરી આ પત્ર પૂરો કરીએ છીએ.
Page #371
--------------------------------------------------------------------------
________________
(૩૨૧)
વૃત્તિઓને રોકવી
વૃત્તિઓને રોકવી એ પ્રથમ કર્તવ્ય છે.
પાંચ ઇંદ્રિયોમાં જિલ્લા, આઠ કર્મમાં-મોહિની, પંચવૃત્તમાં બ્રહ્મવૃત્ત, ત્રણ ગુમિમાં-મનોગુમિ, સાધ્ય-કષ્ટથી સિદ્ધ થાય છે. ઉપાય. જે ઈચ્છા જે જે રસ માટે થાય-સ્વાદની ઈચ્છા થાય, તેને રોકવી. આ નહીં. તેમ દરેકમાં મનથી, રોકવું, મોહ આવ્યો, આ નહિ – એનો પ્રતિપક્ષી વિચાર – તેનું શરણ લઈ, તે મોહને ત્યજવો. તેમ વૃત્ત, તેમ ગુતિ, દ્રવ્ય-ભાવ એ બે પ્રકારે ત્યાગ. તેમાં ભાવની મોટી વાત છે. પછી ભાવમાં ન હોય અને કહે તેને તેવું પરિણામ. જેવા જેવા પરિણામ. જેનાં વિશેષ શુદ્ધ પરિણામ હોય તેમ તેમ આગળ દોડે. દશા એ દશા છે, જ્ઞાન એ જ્ઞાન, સાચને સાચ કહ્યું છે. જુઠું તે સાચું થનાર નથી. માટે વૃત્તિ રોકવી. એ ઉત્તમ સાધન છે.
ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનપણું બાહ્યાત્મામાં પરિણમીને કોઈ પણ ક્રિયા, જપ, તપ, મંત્ર, આદિ કરવાં તે સાધનરૂપ નથી. અંતરાત્મામાં પરિણમીને, અર્તવ્ય, પણ જે ક્રિયા થઈ છે તે સાધનરૂપ છે. અંતરાત્મામાં પરિણામ ન હોય તો જે પુરુષને એ પરિણામ વર્તે છે, તે પુરુષોએ આ સાધનરૂપ કહ્યાં છે, માટે તે પુરુષની આજ્ઞાથી તેમણે જે પ્રકારે કહ્યાં હોય તે પ્રકારે, એને એણે આત્મહિતાર્થે કહેલા હોવાથી તે કરું પણ તે “હું કરું છું અગર મેં કર્યું” એવા અભિમાનથી રહિતપણે થવું જોઈએ. તે અભિમાનની નિવૃત્તિ વગરની ક્રિયા તે ક્રિયાજડત્વ છે. મતલબ કે જે જે ક્રિયા છે તે કર્મ છે, આત્મધર્મ જ નથી. સંયોગધર્મ છે. માટે હું જ્ઞાની પુરુષથી મળેલી આજ્ઞામાં ભાવ પ્રેરી, તે પ્રમાણે વર્તન કરું તો મારું શ્રેય છે અને દરેક ક્રિયામાં ઉદાસભાવ સંયુક્ત રહેવું.
ઉપયોગ એ કાર્યસાર છે. સર્વ ભાવમાં, સર્વ ક્રિયામાં, સર્વ પરિણામમાં, સર્વ પ્રસંગે, ઉપયોગ
Page #372
--------------------------------------------------------------------------
________________
(૩૨) એ જ જ્ઞાનીની આજ્ઞા છે.
ઉપયોગ એટલે અંતર પરિણામ યા તેવા પુરુષની દષ્ટિએ વર્તવું.
પાકના
કરેલ
સમ્યત્વની સુલભતા
તા ૪-૨-૨૭ સર્વ સારા વાના થશે. ફીકર કરવા જેવું નથી – “ફીકર કા ફાકા ભર્યા તાકા નામ ક્કર
નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન જાય;
કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય” વીત્યા કાળનો શોચ નહીં, આગામી વાંછે નહીં, વર્તમાન વર્તે સદા, તેમ વર્તવું.
વીતી તાહી વિસારકે, આગમકી શુદ્ધ લેત;
જો બની આવે સહજમેં, તાહમેં ચિત્ત દેત” મનુષ્યભવ દુર્લભ છે. ભલે રોગીયો, ગરીબ, અશક્ત, ઘરડો ગમે તેવો હોય પણ મનુષ્યભવ અને તેમાં સાચા અનુભવી પુરુષનો કોઈ સંતની કૃપાથી મળેલો મંત્રનો લાભ તે અપૂર્વ છે.તો “સહજાન્મસ્વરૂપ પરમગુરુ નો જાપ, તે જ ભાવના રાખવી ઉત્તમ છે. મુનિ મો. આવત, પણ નથી અવાયું તેમાં લાભ છે. આ આવ્યા અને એમને મળવું અને આમને સંભારવા અને બોલાવવા એ બધું ભૂલી જઈ એક જ્ઞાન દર્શન ચારિત્રની એકતારૂપ મારું સ્વરૂપ છે. તે ભગવાન, મને તેની ખબર નથી, પણ જ્ઞાની પુરુષોએ દીઠું છે. તેવું મારું સ્વરૂપ છે તેનું મને ભાન થાઓ, એ જ આનંદ સ્વરૂપ છે. બીજું બધું પાંચ ઇંદ્રિયોથી સુખદુ:ખરૂપ લાગે છે તે બધું ખોટું છે, ક્ષણિક છે. ટકવાનું નથી માત્ર નાટકના ખેલ જેવું છે. તેનો હવે હે પ્રભુ, વિશ્વાસ ન કરું અને મારું જે ચૈતન્યસ્વરૂપ શાશ્વતું, અચળ અને નિર્મળ છે, તે મને પ્રાપ્ત થાઓ અને તેની પ્રતીતિ અર્થે
કપ
-પા
Page #373
--------------------------------------------------------------------------
________________
(૩૨૩)
--
-
-
--
---
-
સદ્ગુરુએ દર્શાવેલો મંત્ર, સંતના જોગે આ ભવમાં મને પ્રાપ્ત થયો છે તેનું માહાભ્ય ક્ષણવાર પણ ન ભૂલાય અને જ્યાં સુધી જીભે બોલવાનું કામ નથી બંધ કર્યું, આંખે જોવાનું કામ નથી બંધ કર્યું, કાને સાંભળવાનું કામ નથી બંધ કર્યું, સ્પર્શથી સારું નરસું લાગતું બંધ નથી થયું, ત્યાં સુધી હે પ્રભુ, એ મંત્રનું રટણ જીભને ટેરવે રહો, કાનમાં એ મંત્રનો રણકાર રહો, આંગળી એ જ મંત્રની ગણત્રીમાં રોકાયેલી રહો એવી ભાવના અને પુરુષાર્થ કર્તવ્ય છે'. સર્વ પ્રકારની ચિંતાઓ તજીને માત્ર પરમાત્મ સ્વરૂપના ચિતવનમાં એકાગ્રતા કરવી, ચિત્ત આડું અવળું જાય તેને સમજાવીને આત્મહિતમાં વાળવું.
. “વચનામૃત વીતરાગના, પરમ શાંત રસ મૂળ
ઔષધ જે ભવ રોગનાં, કાયરને પ્રતિકૂળ”
એ રાજવૈદ્ય સદ્ગુરુ વૈદ્ય સુજાણ” ની ઔષધ-વિચાર-ધ્યાન તથા આજ્ઞામાં પ્રવર્તવાનું જેમ બને તેમ વિશેષ રાખશોજી.
આવા વખતમાં એટલે કોઈ પણ મુમુક્ષુભાઈની શારીરિક અશાતા વખતમાં મુમુક્ષભાઈઓએ પરમ પ્રેમથી સેવા બજાવવી જોઈએ. તે પોતાનું કર્તવ્ય સમજી, આ ભવનું તથા પરભવનું કલ્યાણનું કારણ સમજી અખંડપણે સેવા તનથી, મનથી અને વચનથી કરવી જોઈએ ને તેઓને ભક્તિ, સ્મરણ કે આત્મસિદ્ધિ આદિ શાસ્ત્રોનું વારંવાર શ્રવણ કરાવવું જોઈએ એટલે વારાફરતી
સ્મરણ અથવા ભક્તિના પદો મંત્રની સાથે ઉચ્ચારવા અને ઉપયોગ આત્મામાં પ્રેરાય તેવી રીતે બોલવું અને પોતે પણ ઉપયોગ સહિત ઉચ્ચાર કરવો. મુખ્ય વાત આત્માની અસંગતા અને નિઃશંકતા એ સર્વજ્ઞ ભગવાને જોઈ છે તે ત્રિકાળ સત્ય છે એટલે આત્મા શુદ્ધ, ચૈતન્ય સ્વરૂપ, જન્મ-જરા-મરણ રહિત, દેહાદિ સર્વ સંગથી રહિત, જ્ઞાનદર્શન આદિ ઉપયોગ સહિત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, સહજાત્મસ્વરૂપ, અસંગ ભાવે બિરાજમાન છે, તેવી રીતે લક્ષ પોતે કરવો અને જેને અશાતાનો મુખ્ય ઉદય છે તેવા જીવાત્માને ઉપયોગ આપવો તે મહા કલ્યાણનું પોતાને અને પાને છે. તેથી સર્વ ભાઈઓને અતિ પ્રેમભાવે, નમ્રભાવે જણાવવામાં આવ્યું છે. જે જીવો ઉપરનો લક્ષ રાખશે તેને સમ્યત્વની સુલભતા થશે.
-
-
--
Page #374
--------------------------------------------------------------------------
________________
(૩૨૪)
જેઠ સુદ ૯ ૧૯૮૮ તા ૧૨-૬-૩૨ સ્લેટમાં શ્રીએ લખી આપેલું
આત્મા પ્રથમ જોવો.
ઉપયોગ
અષાડ વદ ૧૯૮૮ તા. ૨-૮-૩ર આત્મા ઉપયોગ સ્વરૂપ છે. ઉપયોગ સદાય નિરંતર છે. તે ઉપયોગ ઉપર ઉપયોગ રાખવો. સૂર્ય, ચંદ્ર, વાદળાં આડે ન દેખાય તો પણ છે. એમ પ્રતીતિ છે. તેમ શુદ્ધ સ્વરૂપ છે એ પ્રતીતિ ભૂલવા યોગ્ય નથી. ઉપયોગ ભૂલી જવાય છે. એ ભૂલ ભગવાન મહાવીર સ્વામીએ દીઠી ને ઠામઠામ આગમમાં ઉપદેશી છે. એ સર્વ ભૂલની બીજભૂત ભૂલ છે.
વીમો ઉતારી લો વીમો ઉતારી લે તો પછી ફિકર નહીં; તેમ પરમકૃપાળુદેવ સાચા છે; જેવા અનંત જ્ઞાની થઈ ગયા તેવા જ તેઓ પણ યથાર્થ જ્ઞાની છે ને યથાર્થ બોધ કરી ગયા છે, એમ માનીને તેમનું શરણ લે ને તેમને જ પોતાનું સર્વસ્વ માને, પોતાના સ્વામી પણ તે જ માને ને બાકી બંધામાં તેમની આજ્ઞા મુજબ આત્મદષ્ટિ આપે કે મારા કોઈ નહીં, સર્વ આત્મા છે ને સરખા છે. કોઈ પર રાગ દ્વેષ ન કરું એમ સમભાવથી વર્તે તો તે વીમો ઉતરાવ્યો કહેવાય. * વીમો ઉતાર્યો હોય તો દર માસે કે વરસે અમુક રૂપીઆ ભરવા પડે તો અહીં દરરોજ કે આખો વખત જેટલી ભક્તિ, વાંચન, વિચારણા આત્માની ઓળખાણ સગુરુ સાક્ષીએ થાય તેટલું લેખે છે. જે જેટલું વધારે કરે તેટલો વીમો તેનો મોટો. મારે હવે તેમ જ કરવું અને સદ્ગુરુ ઓળખીને માન્ય કરવા. શ્રદ્ધા એ જ એક કર્તવ્ય છે. પ્રભુશ્રીજીની જેવી શ્રદ્ધા છે તેવી શ્રદ્ધા, પ્રેમ કરવા તેનું શરણ ન ભૂલવું. તેમની આજ્ઞા આરાધવી.
Page #375
--------------------------------------------------------------------------
________________
(૩૫)
“જ્ઞાન-ભક્તિ-ક્રિયા” “શ્રી સ્યાદ્વાદરત્નથી વિભૂષિત વીતરાગ માર્ગે ગમનાભિલાષીને જ્ઞાન અને ભક્તિ કે ક્રિયા એ મુખ્ય ઉપાસનાનાં અંગ છે. વસ્તુતઃ જ્ઞાન અને ભક્તિ કે ક્રિયામાં ભેદ નથી. માત્ર સાધનની અપેક્ષાએ એ ભેદ દર્શાવાય છે. સાધ્ય એક આત્મસ્વરૂપ છે. તેના સાધન પણ એક જાતિનાં હોય પણ તે સાધનના વ્યવહારે ભેદ પાડી જ્ઞાન, ભક્તિ, ક્રિયા આદિ નામો અપાય છે. વસ્તુતઃ તે સર્વે આત્મિક ગુણો છે......”
જ્ઞાની પુરુષોનાં વચનામૃતોનું વારંવાર વાંચન, નિદિધ્યાસન અને તેને અંતરમાં વણી લેવાં, તદ્રુપ યથાર્થ સમજણ કરવી અને તે પ્રમાણે પરિણામની પરિણતિ થવી એ જ્ઞાન, ભક્તિ કે ક્રિયા છે.”
ગુરૂગમ સંબંધી
- તા, ૨૪-૧૧-૩૫ સત્સંગમાં શું થાય છે! ભાવ વધે છે. અત્યારે ભાવ હોતો નથી. આત્મા છે. પણ તેનું ભાન નથી.
ગુરુગમ-વાત છે માન્યાની. જ્ઞાનીએ જોયું તે કહ્યું છે. માત્ર પ્રતીતિ
નથી.
જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન” અત્યારે શું થઈ રહ્યું છે? વિકલ્પ - તે કર્મ છે તેવું માનવું છે.
જહાં કલ્પના જલ્પના, તહાં માનું દુઃખ છાઈ
મીટે કલ્પના જલ્પના, તબ વસ્તુ તિન પાઈ” કલ્પનાએ ભૂંડું કર્યું છે. આત્મા નથી ત્યાં આત્મા માન્યો છે. આત્મા છે. પણ તેનું ભાન નથી, પછી ભાવ કેવી રીતે આવે !
સત્સંગમાં આત્મા સામો દેખાય છે, દેખાય છે તેથી તેનો ભાવ આવે છે, તેથી કહ્યું છે :- સત્સંગમાં ભાવ વધે છે.
કલ્પના = આત્મા નથી ત્યાં આત્મા માન્યો છે. કલ્પના ટાળવાનો ઉપાય-ગુરુગમ
Page #376
--------------------------------------------------------------------------
________________
(૩૨૬) જ્ઞાનીએ કહ્યું તે મનાય તો સાચું છે, કારણ કે જ્ઞાનીએ જોયું છે તેવું કહ્યું છે એટલે જેમ છે તેમ મનાય તો સાચું માન્યું કહેવાય. કલ્પનાથી જેમ છે તેમ મનાતું નથી માટે,
વાત છે માન્યાની.”
*
-
જાનીનાનnier":"T
ET TT
ગુરુગમ શું! માન્યતા, વાત છે માન્યાની. ગુરુ કોણ ? ગુરુ કરવા માટે શું પુરુષાર્થ કરવો ? તે કહે તેની પ્રતીતિ. ગુરુ શાના લઈને? .
જ્ઞાનીએ જોયું છે, તેવું કહ્યું છે, તેની પ્રતીતિ, તેથી તું જેવો છે તેવો જણાશે.
ગુરુગમ લેવાથી આ બને છે :“ઉપજે મોહ વિકલ્પથી, મસ્ત આ સંસાર, અંતરમુખ અવલોકતાં, વિલય થતાં નહી વાર”
TT TTT"""
.
"F
arare == for bu
rs'
ser="0
-
-
શરણ ભાવના નવસારી, તા, ૨૪-૫-૩૩ વૈશાખ વદ. ૩૦. ૧૯૮૯
(ઉપદેશામૃત પાનું ૪ર૧માં પૂરો નથી.) હવે પકડ કરી લેવી, એટલે કે-આ આત્મા અનાદિ કાળથી રખડ્યો છે પણ હજુ નિવેડો આવ્યો નથી અને નહિ આવે. માટે જન્મ મરણથી છૂટવાની સતત ભાવના કરી જ્ઞાનીના શરણમાં રહેવું. એટલું બને તો આ જીવને સમકિત આવે કે ન આવે, બન્ને સરખું છે.
મમ સદ્ગુરુ ચરણ સદા શરણ” એ મને ત્રિકાળ સ્મરણમાં ધ્યાનમાં અને ઉપયોગમાં રહો.
સદ્ગુરુએ જ આ જન્મનું અને હવે પછી મોક્ષ થતાં સુધી આ આત્માનું સર્વ કાંઈ છે.
-
-
-
-
Page #377
--------------------------------------------------------------------------
________________
(૩૨૭)
એમની ભક્તિ તથા સેવા સિવાય બીજા પ્રકારની ઈચ્છા, શુભ તેમ જ અશુભને દૂર કરવા, સતત પ્રયત્ન આદરવો અને એમાં ફળીભૂત થવા એમ જ ઉપાય છે કે સદ્ગુરુના ચરણમાં ચિત્ત રાખવું. બીજું બધું કરતાં એમનું સ્મરણ ન ચૂકવું. એ ચરણ ઉપાસના અર્થે એમના પુસ્તકનું ભક્તિપૂર્વક વાંચન કરવું અને શ્રીએ આજ્ઞા કરી છે તેમ આત્માર્થે સામાયિક, ચૈત્યવંદન અને દેવવંદન નિયમિત કરી કર્મનો ક્ષય કરવો.
ચિત્તને સદ્ગુરુમાં જોડવા સિવાય બીજી બધી ચિંતાને ત્યાગવી, એમના શરણમાં રહેવાથી હવે આત્માને કોઈ જાતની ચિંતા નથી.
‘મોટાને ઉત્સંગ બેઠાને શી ચિંતા’
(સ્તવન)
માટે આત્માર્થે એટલી ભાવના કરવાનું જરાપણ ન ચૂકવું. પોતાના આત્માને જ હવે તો સંતોષવો. બીજાને સંતોષવા તો ઘણું કર્યું પણ તેથી આત્માને કોઈએ સુખનો બદલો ન આપ્યો, અને કોઈ આપી શકે તેમ નથી.
માત્ર પોતાના કર્મો જે પૂર્વે બાંધ્યાં છે તેના ઉદયને લઈને આ જીવ સુખ, દુ:ખ,માન, અપમાન ભોગવે છે. તે માટે બીજાને દોષ ન દેતાં સમતા ધારણ કરવી અને સર્વનું અંતઃકરણપૂર્વક શુભ ઈચ્છવું. તેમને હિતકારી તેમ જ મધુર અને શાંત વચન સંભળાવવા, તેમ જ શ્રીમદ્ સદ્ગુરુનો અલૌકિક ધર્મને પોતે પામ્યા છે તેને શોભાવી શકશે.
માટે શ્રીની આજ્ઞા મુજબ ‘ખમી ખૂંદવું, જરાં સામો શબ્દ કોઈને ન કહેવો.’ હિત થનાર હોય તેને જ જ્ઞાનીની આજ્ઞા વિચારીને ન છૂટકે કહેવું. સર્વ જીવ સિદ્ધ સમ છે. કોઈ મોટો નાનો નથી. કર્મને આધીન થઈ અનેક સ્વભાવમાં વર્તે છે. અજ્ઞાનથી કર્મબંધન કરે છે તો તેમાં પોતે નિમિત્ત ન બનવા, જેમ બને તેમ, બહુ કાળજી રાખવી, નહીં તો સાથે પોતે બંધાશે અને અનંત દુ:ખ આત્માને પમાડશે.
હવે આ આત્માની દયા ધારી તેને બંધનથી છોડાવવો.
Page #378
--------------------------------------------------------------------------
________________
(૩૨૮)
આજ્ઞા ઉપાસવાનું ફળ “ત્રણ લોકનું તત્વ અને ત્રણ લોકનું કલ્પવૃક્ષ તે તો સાક્ષાત્ સજીવન મૂર્તિ સહજાન્મસ્વરૂપ પામેલ એવા ગુરુના ચરણકમળ છે, અને તે ચરણકમળની જેને સેવા પ્રાપ્ત થઈ એટલે જેનો આત્મા સરળતાથી તે સદ્ગુરુની આજ્ઞા ઉપાસે છે, તેને તો ત્રણેય લોકનું તત્ત્વ અને ત્રણ લોકનું કલ્પવૃક્ષ પ્રાપ્ત થઈ ચૂક્યું છે, અને અનાદિકાળથી યાચકપણું હતું તે મટી અયાચકપણું પ્રાપ્ત થયું છે.”
સંતનો પોકાર “સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય ?
આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગષવા યોગ્ય છે.
જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાતિ સાવ સુલભ છે, એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે.
પરમકૃપાળુદેવના શરણનું ફળ ૨૯-૯-૧૭ રાત્રિ બગસરામાં શ્રી (પરમ ઉપકારી શ્રી લઘુરાજ સ્વામી) એ પોતાનો અનુભવ લખાવેલો;
મોહ આત્માને પાછો પાડે છે માટે મોહથી ચેતો, ચેતો, અને તેને છોડો. કૃપાળુદેવનું શરણું તે જ આત્માને મોહથી દૂર રાખે છે. માટે કૃપાળુદેવનું શરણું લેવું.
(આત્મ જાગૃતિ) રસ નહીં આવશે. સત્ ઉપર શ્રદ્ધા, તેથી સર્વ જાગૃતિ
Page #379
--------------------------------------------------------------------------
________________
(૩૨૯)
થશે. નિઃશંકતાથી નિર્ભયતા ભાય છે. દીનબંધુની કૃપાથી ‘‘આશ્રય ગોતો’’ તે ‘‘દીવો’’ હાથ આવ્યો એટલે બધું આવ્યું.
ત્રણ બોલ
શ્રીએ લખાવેલું :
૨.
૧. તે પુરુષને પ્રત્યેક લઘુકામના આરંભમાં પણ સંભારવો, સમીપ જ છે. સત્પુરુષ ઉપર શ્રદ્ધા કે તે કહે છે તે સાચું છે. તેના ઉપર પ્રેમ. તેના વચનનું શ્રવણ થાય તે સાંભળી સાચુ માને અને તે પ્રમાણે વર્તવાના ભાવ થાય એ પ્રમાણે ભાવનું પલટવું તે આજ્ઞા.
૩.
જગત આત્મારૂપ માનવામાં આવે. પરને પુદ્ગલમાં કાઢી આત્મા જેવો. જોનાર હોય તો જોવાય છે. તેને પડી મૂકીને જોવાની ટેવ બદલી નાખવી. ફરવું પડશે.
સત્પુરુષ વિના ભાવ આવતા જ નથી.....
૨૪.૨.૩૪
સત્પુરુષ વિના ભાવ આવતા જ નથી.
તેનો ખુલાસો એક ભાઈએ કરેલો કે – ભાવ તો બધાને આવે છે. તેવા ભાવથી પુણ્ય બંધાય. પણ સત્પુરુષના સમાગમ વિના આત્માના ભાવ આવતા નથી. ગમે તેટલું કરે, પણ આંધળો અજવાળુ જોઈ ન શકે તેવી રીતે.
શુદ્ધ નય બધે આત્મા જુએ છે. બીજું જોવું તે વ્યવહાર નય છે. શ્રીએ હ્યું – આમાં ઘણું આવ્યું છે. ઘણું બોલવું છે પણ બોલાતું નથી. શ્રીએ શ્રીજીને કહેલું તેઓ પાટ, લુગડુ, ખીલો જુએ છે, ને તે દેખાય છે. જ્ઞાનીની વાત ઓર છે. શ્રીજીએ શ્રીને કહ્યું - ‘આત્મા જીઓ' ! શ્રદ્ધા થઈ હોય તે પરોક્ષ જ્ઞાન છે. પણ પ્રત્યક્ષ થતાં વાર લાગતી નથી. રસ્તો તે છે. સ્વરૂપની
Page #380
--------------------------------------------------------------------------
________________
(૩૩૦)
શ્રદ્ધા કરી નાખો. આ બધા વિકલ્પ જવા દો. કઈ નથી. “તેણે જોયું તે મારે માન્ય છે, તેવી “માન્યતા” રાખો. હું જાણું છું તેવું ન થવા દેવું. બધું ખોટું
આ પટેલ જાવા જઈ આવ્યા છે. માને છે કે તેમણે પુણ્ય કર્યું છે. તે બધું ધૂળ છે. બાકી, ઉપર કહી તે માન્યતા તેમા બધી નીધી આવી ગઈ. કંઈ હવે, જોઈતું નથી. તેવું થવું જોઈએ. દેવલોક વગેરે કશું જોઈતું નથી. માન્યતાનું કામ છે.
પંડિત હોય, તેને કંઈ ન મળે, ને કોઈ આઘો બેઠો હોય તે માન્યતા કરે, ને પામી જાય. સાકર જે ખાય, તેને ગળી લાગે. સોભાગભાઈ, અંબાલાલ વિગેરે હતા. માંદા પડયા હતા. પણ માન્યતા જૂદી હતી. તેવું થવું જોઈએ.
ગ્રહણ કરે, તેવા મુમુક્ષુ ક્યાં છે ? તેવા હોય તો વાત થાય. જેમ વડું તેલ ચૂસી લે, પછી વડું થાય છે, તેમ ગ્રહણ કરે તેવાનો સમાગમ હોય તો વાત નીકળે.
મનુષ્યભવ ચિંતામણી છે. માન્યતા થઈ, પ્રતીતિ થઈ કે થયું. સાચું માનજે. માન્યતા થઈ નથી, દષ્ટી ફરી નથી. આ તો બધી જંજાળ છે, તે છૂટી જાય. , માન્યતા હોય તો પછી ગાળ કેમ લાગે ? શરીર છૂટે દુઃખ કેમ થાય. મંદવાડમાં બૂમ પાડે પણ દષ્ટી બીજી છે. આટલું વંચાય છે, તે ઘણું છે. કંઈ ઓછું નથી. બધાનું કલ્યાણ થશે. ભલે ન બોલાય (શ્રી માંદા હતા), પણ દર્શન કર્યા છે તે જોવું તેવું ન માનશો.
એવું થવું જોઈએ કે હવે તો મારે કંઈ જોઈતું નથી. આત્મસિદ્ધિ મળી કે બધું મળ્યું. કંઈ બાકી નથી. ગાથા કહી :
સદ્દગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.
ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ
Page #381
--------------------------------------------------------------------------
________________
(૩૩૧) અહોહો ! ચમત્કાર છે. મનુષ્યભવ ચિંતામણી છે. ચેતવા જેવું છે. કાળ ચઢી આવ્યો છે. માન્યતા, માન્યતા કહે કંઈ માન્યતા નથી. પકડ થવી જોઈએ, દષ્ટી ફરવી જોઈએ.
(મો. કહ્યું – ‘ધર્માસ્તિકાય ચાલવા માટે ઉઠડતું નથી.પણ ચાલે છે તેને સહાય કરે છે. તેમ સત્પષો ઉદાસીન છે, પણ ચાલવા માંડયું – પુરુષાર્થ કરે, તેના ઉપર દયા કરે છે)
શુદ્ધ નયથી બહાર ચાલ્યો કે બંધન છે. શ્રી કહે – ત્રાસ, ત્રાસ છે, વહેવારમાં આવ્યો કે બંધન છે.
મનુષ્યભવ દુર્લભ છે. આ શરીર તે તો સંબંધ છે. આત્મા છે. માન્યતા કરી નાખવાની છે. શ્રદ્ધાનું કામ છે.
પંડિતજી - પ્રશ્ન “આત્મા ક્યાં રહેતો હશે ?”
શ્રી (જવાબ) કોઈએ ગાળ દીધી. એક કહે મને ગાળ લાગી નથી, બજે કહે મને ગાળ લાગી, ને મારામારી કરે. ગાળ ક્યાં લાગવાની હતી ? એ અજ્ઞાનભાવ કર્યો, તેથી અજ્ઞાની કહેવાયો. એકે જ્ઞાનભાવ કર્યો તેથી જ્ઞાની કહેવાયો. બેએ આત્મા. એકને જ્ઞાની કહ્યો, એકને અજ્ઞાની કહ્યો. વિચારી જુઓ. આત્મા ક્યાં રહ્યો છે ? માન્યતા ફેરવવાની છે. શ્રદ્ધા કરવાની છે. કરોડો રૂપીઆ મળે તેથી પણ સમજણ વધારે કિંમતની છે. સત્સંગથી સમજણ ફરે છે. તેની કિંમત કહેવાય તેવી નથી. રૂપીયા મલ્યા, તે સાથે આવવાના નથી. સાથે સમજણ આવે છે. તેની કિંમત અપાર છે. તે કરી લેવાની છે.....
આ બધું શું છે ? પાંચ વિષય છે. ને ઇંદ્રિયો છે, મૂકવાનું છે. વહેલું મોડું મૂકવું તો પડશે જ. હમણાથી કરી લે. ન થાય તો ભાવના રાખ.
જગતને રૂડુ દેખાડવા, અનંતવાર પ્રયત્ન કર્યો” તે પત્ર બોલાયો. આ જીવને ઝૂરવું જોઈએ, તે પત્ર બોલાયો.
જીવ શું ભૂલી ગયો છે? પોતાને જ ભૂલી ગયો છે. તે પત્ર બોલાયો (વચનાવાળી)
ડગલું ભરાય ક્યારે ? જિજ્ઞાસા હોય તો. જિજ્ઞાસા થાય ક્યારે ? છેવટે સાર આવ્યો કે પૂર્વકૃત જોઈશે. પૂર્વકૃત ને પુરુષાર્થ.
Page #382
--------------------------------------------------------------------------
________________
(૩૩૨)
આ બધું સાંભળે છે ને જો કોઈ એમ વિચારે કે આમાં શું ? આવું તો મેં ઘણી વાર સાંભળ્યું છે, એમ વિચારી સામાન્ય નહીં કરી નાખવું. જ્ઞાનીની વાણી છે. ‘‘આત્મસિદ્ધિ’’ જેવું તેવું નથી. સામાન્યપણું ન થવું જોઈએ. સત્સંગ - સમાગમ – કરવો – તેથી ભાવના થશે. ભાવના થશે તો તે રૂપ થઈ જશે.
(વટામણ વાળા ડોસા રડી પડયા, ને પ્રશ્ચાતાપ કરવા લાગ્યા) પછી શ્રીએ કહ્યું બધું ખોટું છે. રાગ દ્વેષ મૂકી દે. મનુષ્યભવ દુર્લભ છે. ચિંતામણી છે, ચેતવાનું છે. છોકરા, ઘર બધાના વિકલ્પ મૂકી આત્મામાં રહો.
(આનો ખુલાસો એક મુમુક્ષે કર્યો કે શ્રદ્ધા તે પરોક્ષ દર્શન છે. મહાવીર સ્વામીના ઘણાં શીષ્યોને તેમની શ્રદ્ધા હતી. કંઈ જાણતા નહી હતા છતાં જીવ અજીવનું જ્ઞાન કહ્યું છે.)
શાસ્ત્ર – શુદ્ધ નયમાં બંધ નથી. નહીંતો બધે બંધ છે.
=
પ્રશ્ન – શુદ્ધ નયમાં રહેવું કેવી રીતે ? શુદ્ધ નય તે આત્મા છે. ને આત્માની ખબર નથી. તો કેમ કરવું ?
શ્રી – (બધાનો સાર) શ્રદ્ધા કરો. ઘરની, બહારની શ્રદ્ધા, તે મૂકી એની, એકની શ્રદ્ધા કરો. તે તો થઈ શકે તેવું છે. જ્ઞાનીઓ સમજણ આપી ખસી ગયા છે. જીવને સમજણ કરવી તેના હાથમાં છે. કોઈએ થપ્પડ મારી હોય છે તો રોજ સાંભરે છે કે નહીં ? તેમ આત્માને સંભારો. સાપ કરડયો હોય, ઝેર ચઢયું હોય ને મરી ગયો ને સાજો થાય તેમ આ વાત છે. ક્યાંથી ક્યાંથી આ મનુષ્યભવ આવ્યો છે – કર્તવ્ય છે. કરી લેવું ઉંઘમાં સાકર ખાધી હોય તો પણ ગળી લાગે
વાત શ્રદ્ધામાં છે. ગુરુ તે આત્મા છે. પણ ભેદી જોઈશે. એકની શ્રદ્ધા કરીલે. ધાડ પડવાની હોય ત્યારે જેમ કોઈ રતન ભોંયમા સંતાડી મૂકે છે તેમ ચારે
તરફ ભય છે. શું કરવું ? કયો રસ્તો કાઢવો ? ક્યાં જવું ? શ્રદ્ધા. બધા વચન સરખા નથી હોતા. જેમ કોઈ કહે ક્રોધ કરવો નહી, ને જ્ઞાની કહે ક્રોધ કરવો નહી, તેમાં આસમાન જમીનનો ફેર છે.
-
Page #383
--------------------------------------------------------------------------
________________
(૩૩૩)
ભીખ માગવાનો વખત આવે તોપણ ગભરાવું નહીં. આત્મા ક્યાં ભિખારી છે. આ ભાઈ નાના હતા, જુવાન થયા, આજે ઘરડા છે, પણ તેથી તે શું બદલાઈ ગયા ? તે તો છે તેનો તે જ છે. શરીર ઘરડું થયું તેમ બધું બદલાય, તેથી શું આત્મા બદલાયો છે ?
*
પ્રભુશ્રીજીના પ્રેરક પ્રસંગો
સંવત - ૧૯૮૮ શ્રાવણ વદ ૦૭, ૩૧-૮-૩૨ ૫.કૃ. પ્રભુશ્રીના મુખથી શ્રવણ થયેલ બોધની સ્મૃતીની નોંધ –
૧) આત્મા ત્રણ લોકમાં સાર વસ્તુ છે.
૨)
આત્મા શા વડે ગ્રહાય ?
ઉપયોગ વડે ગ્રહાય. તે શ્રવણ બોધ પ્રત્યે અવિચલ શ્રધ્ધા રહેશે તેનું કલ્યાણ છે. આત્મા જ્ઞાનીએ જાણ્યો તે મારે માન્ય છે.
૩)
પર્યાય દષ્ટી એટલે દેહ, વચન, મન અને તેથી ગ્રહાયેલા પૌદગલિક ભાવ, તે હું નહિ. પર્યાય દષ્ટિ છોડવી.
૪) પર્યાય દષ્ટિમાં ઉપયોગ પરોવાય તે સમયે દેહાદિથી મરવું (મુક્ત થવું) સારું છે અને આત્મદૃષ્ટિ ઉપર જતો હોય તો દેહને રત્નના કરંડિયા સમાન ગણી સાચવવાં યોગ્ય છે.
૫)
ઘર સળગવા લાગે તે વખતે વિચક્ષણ પુરુષ સાર વસ્તુ બહાર કાઢી બાકી ન બચાવાય તે બળી જવા દે છે ને અણસમજુ જીવો નજીવી વસ્તુઓ કાઢી લેવા પ્રયત્ન કરે છે તે દૃષ્ટાંતે આ દેહ છે તે ક્રોધાદિ ભાવથી બળતો છે અને ક્ષણભંગુર છે તો તેમાંથી રત્નત્રયરૂપી ત્રણ રત્નો સાધ્ય કરી લેવા યોગ્ય છે.
૬) કંઈ ન સમજાય તો મારા ગુરુએ કહ્યું તે મારે માન્ય છે. એમ ઉપયોગ રાખવો. અંજન આદિ ચોર મહાપાપના કરનારાઓનો પણ તે શ્રધ્ધાથી ઉધ્ધાર થયો હતો માટે વચન પ્રત્યે અડગ પ્રતીતિ રાખવા ફરમાવ્યું હતું.
Page #384
--------------------------------------------------------------------------
________________
(૩૩૪)
આ પત્તું પ.કૃ.પ્રભુશ્રીની આજ્ઞાથી રાખેલ છે.
સં.૧૯૭૯ ભાદરવા વદ ૧૦ ને વાર ગુરુવાર ૪-૧૦-૨૩ ની સવાર સત્પુરુષ પ્રત્યે, તેમના માર્ગ પ્રત્યે, અને તેમના અનુયાયી પ્રત્યે તમને અમને ભક્તિભાવ વરતતાં હોય તો નીકટ મોક્ષ છે. અને તેથી વિપરીત વર્તતો હોય તો બંધન છે. આ અનંતાનુંબંધીનું કારણ છે.
-
*
સમાધીમાંથી ઊઠીને પ.કૃ.પ્રભુશ્રીએ પૂ કશીભઈ પાસે લખાવી, વિચાર અર્થે મૂક્યું હતું :
-
સત્પુરુષ પ્રત્યે, તેમના માર્ગ પ્રત્યે અને તેમના અનુયાયી પ્રત્યે તમને, અમને કટાક્ષ વર્તશે તો બંધન છે. આ અનંતાનુબંધી કષાયનું મૂળ છે.
*
શ્રીએ માણેકજી શેઠને જણાવેલું
“સન્મુખ્યષ્ટી, ગુરુગમ, આજ્ઞા, - તે મોક્ષમાર્ગ છે.’’
*
શ્રીએ જણાવ્યું કે ગાળ ભાંડેલી બધા યાદ તો રાખે છે. પણ અવળું લેવું છે. સત્પુરુષનું એક પણ વેણ કાનમાં પડયું હોય તેને જેમ વાઘ* ભૂલી ન ગયો તેમ સદાય હૃદયમાં ખટકતું રાખે, નિરંતર તેનો ઉપયોગ રાખે તો તે વેણ તેને ક્યાંય ઊભો રહેવા ન દે. તાવવાળા શરીરને જેમ કશું ભાવે નહીં તેમ તેને સંસાર ગમે નહીં. પણ તેવું લાગી જવું જોઈએ.
*
કુંકાવાવમાં પ્રભુશ્રીએ એક ભાઈને કહ્યું કે સ્ત્રી કે મકાન જોયું તે વખતે પહેલો આત્મા જોવો. પછી ભેદ પાડવો કે જોનાર-જાણનાર આત્મા છે. દેખાય છે તે પુદ્ગલ છે. તો મોહ ન થાય. કારણ કે સ્વભાવમાં રહ્યો તેથી બંધ ન પડે. જ્ઞાનીઓએ કૂંચી બતાવી છે. વૃત્તિ રોકે તે વ્રત. ઉપયોગ એ ધર્મ, ક્રિયા એ કર્મ, ભૂલ એ મિથ્યાત્વ. વૃત્તિને રોકીને સ્મરણમાં રહેવું. દેરાસરે જવાનું
* જુઓ ઉપદેશામૃત પૃ.૨૮૮
Page #385
--------------------------------------------------------------------------
________________
(૩૩૫) કહેલું. જ્ઞાનદાન દેવું, ગરીબને દેવું, આત્માર્થે દેવું. આ આત્મા છે ને આત્માર્થે દઉ છું. લોભ છોડવા દેવું.
શ્રી માંદા હતા ત્યારે બાઈ મેનાને લખાવેલું. દેહ તે હું નહી – આ છે એ જ છે. દેહ તે અસત્ – આત્મા તે સત્.
ભગવાનનું નામ દેવુ. બીજું કંઈ કરવા જેવું નથી. લઈ લે, પછી માથું ફોડશો.તારો વાંકો વાળ કોઈ કરે તેમ નથી. એક શ્રદ્ધા અને ભાવ. એમાં બધું આવી ગયું. ક્રોધ, માન, માયા, લોભ, અહંકાર, અભિમાન, વિષય, વિકાર તે આત્માનો ધર્મ નથી. દયા, શાંતિ, વિવેક, વિનય, સદબુદ્ધિ, "ક્ષમા, સમાધિમરણ એ જ આત્માનો ધર્મ છે. એ જ કર્તવ્ય છે.
મંડાલાવાળા હરજીભઈને ચાર બોલ શ્રીએ આપેલા સં ૧૯૮૩ ફાગણ વિદ ૫.
સ્મરણ કરવું એ જ છે – બીજું નથી. સહાત્મસ્વરૂપ પરમગુરુદેવ પરમાત્મા વિનય - કરવા યોગ્ય પુરુષ સંતનો વિનય કરવો. વિવેક - દેહ અને જીવનું સ્વરૂપ સદ્ગુરુ યોગે જાણવું તે. વિજ્ઞાનપણું - સારાસાર વિરમી જવું - છુટી જવું - શંકા રહિત થવું.
મંત્ર આપતા એક ભાઈને કહેલું:અસંગ છે. અપ્રતિબંધ છે. અજર છે. અમર છે. અવિનાશી છે. આ તો દેહ ઘણા થયા, તેનો નાશ થાય છે. તેના પર મોહ કરવો નહી. એક આત્મા ઉપર લક્ષ રાખવું. આ મહામંત્ર છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
(૩૩૬) મંત્રનું નિરંતર સ્મરણ કર્તવ્ય છે. હાલ તે બની શકે તેમ છે. પછી જે બાકી રહે છે તે પણ અવશ્ય પ્રાપ્ત થશે.
એક કચ્છીને પ.પ્રભુશ્રીએ લખાવેલું. મંત્રનો અર્થ પુછાવેલો, તેના જવાબમાં – ભ્રાંતિપણે પરભાવનો આત્મા કર્તા છે. એ જ્ઞાની પુરુષનું વચન છે. મિથ્યાત્વમોહને લઈને અજ્ઞાન છે. એ ફીટીને જ્ઞાન થાય છે. ફીટવામાં જ્ઞાની પુરુષ, સત્પષની આજ્ઞા, સબોધ નિમિત્ત કારણ છે. તેમ થવા, ઔષધ લઈ ચરી ન પાળે તો રોગ મટતો નથી. તેમ જોકે
ઔષધ વિક્રિયા ન કરે પણ રોગ મટે નહી. તેમ મંત્ર સાથે સશીળના વર્તનરૂપ ચરી ન પાળે તો કમરૂપ રોગ મટે નહીં. ઈચ્છાનો રોધ કરવો. વિષય કષાય એટલે ક્રોધ આદિ રાગ દ્વેષ ઓછા કરવારૂપ વર્તન ન થાય તો મંત્રરૂપી ઔષધથી અવિક્રિયા ન થાય પણ કર્મરૂપ રોગ મટે નહીં.
હરજીભાઈને રાજમંદીરમાં રાત્રે, કાંડુ ઝાલીને બેસાડી દીધો, ને કહ્યું:
અમે ત્રણ કાળની વાત જાણીએ છીએ. પણ કોઈને કહીએ નહીં. પણ જીવનું જેટલું સારું થવાનું હોય તેટલું કહીએ.
અમે જીવને જાણ્યો છે, જોયો છે. એનું યથાતથ્ય સ્વસ્વરૂપ ઐશ્વર્ય પ્રગટ કર્યું છે.
આત્મા છે – છ પદ - આત્મા સ્વતંત્ર છે. અમે આત્મા આપવો હોય તેટલો આપીએ ને પાછો લઈ લઈએ.
કર્મ તો ચિત્ર વિચિત્ર છે પણ અહીં સમાગમમાં આવશે તેનું હૃદય તો અ ફેરવી નાખીશું.
હપૈસાની માગણી કરી – શ્રી મૌન રહ્યા. જોઈ રહ્યા. પછી કહ્યું. પાંચ રૂપીયા ખરી મહેનતના હશે તો બસ છે. વધારે શું કરવા છે? તારી પાસે જે ધન છે તેવું આખી જગતમાં કોઈની પાસે ધન નથી તેવું અમે દેખીએ છીએ.......
તન
Page #387
--------------------------------------------------------------------------
________________
(૩૩૭)
ધીરજ રાખવી. ગંભીર ભાવથી બેસવું. સહન કરવું. સમતા રાખવી,એક અંતરજામી ભગવાન છે એમ લક્ષમાં રાખવું....
આત્મા ક્યાં છે ? સત્પુરુષ તે જ આત્મા છે.
તે
ડાહ્યા ન થવું. જ્ઞાની થવા ન કરવું. મુમુક્ષુ જીજ્ઞાસું રહીને ભક્તી કરવી.
*
સો. માંદા હતા. ભક્તીમાં જવાતુ નહી. વિકલ્પ થતો, ત્યારે શ્રીએ કરેલો ખુલાસો :
આત્મા ક્યાં છે ? ભાવ છે ત્યાં ? કે દેહ છે ત્યાં ?
જ્યા ભાવ છે ત્યા આત્મા છે.
આત્માના ઘણા ગુણ છે. સમ્યકત્વ ગુણ ઉપર લક્ષ રાખવુ. પહેલુ આ કરવાનું છે. ‘“દર્શન મોહનીય ટાળવાનું” બધા રાગ દ્વેષ કાઢવાની વાતો કરે છે. ચારિત્રમોહ ટાળવાનું પ્રયત્ન કરે છે. પહેલાં દર્શન મોહનીય ગયો હોય તો બધુ બને. નહીં તો કોઈ ઉપાયે બને તેમ નથી.
“બીના નયન પાવે નહીં.’’ દષ્ટી ફરે તો બધું સહજ છે.
જનાવરને સમકીત થાય છે, ત્યા જ્ઞાનીના લક્ષે આત્માની સ્વરૂપની શ્રધ્ધા થાય છે.
સત્ત્નું સ્મરણ રહેવું તે સત્સંગ છે.
(દેલવાડા) ચૈત્યવંદન કર્યા પછી ઉઠતી વખતે શ્રીએ કહ્યું ‘‘હવે તીર્થ
થયું.’
તીર્થયાત્રા વિષે : શ્રીએ કહ્યું :
:
“જીવનું કલ્યાણ તીર્થ જવાથી થતું નથી. આ જંગમ તીર્થ છે. જંગમ તીર્થથી જ કલ્યાણ થાય છે.’’
Page #388
--------------------------------------------------------------------------
________________
(૩૩૮)
ઉત્તમા સહજ અવસ્થા, મધ્યમા ધ્યાન ધારણા,
મુર્ખસ્ય પ્રતીમા પૂજા, તીર્થયાત્રા અધમાધમ.
(આ પત્તુ પ.પુ.પ્રભુશ્રીની આજ્ઞાથી રખાવેલું છે. ૪-૧૦-૨૩ સવારે)
એક ભાઈ ને શ્રીએ ઠપકો આપતા કહ્યું
‘‘આત્મા જોયો ?’’ પછી કહ્યું ‘“બધી ફરવાની જગ્યાએ કર્મ બંધન થાય છે.’’
અચલગઢ : માતાના મંદીરમાં ભક્તી થયેલી. ત્યા બહાર બેઠેલા. મંગલાચરણ બોલતા શ્રીએ ચીત્રપટ મંગાવ્યું. ઘણું નાનું હતું. જગ્યા ઉંચી નીચી હતી. ચોપડીઓ રાખી ચીત્રપટ મૂક્યું. પછી શ્રીએ ક્હયું ‘‘કરોડો રૂપીઆ ખર્ચીને મંદીર બંધાવ્યું હોય તે તો અભિમાન છે. આ ચીત્રપટની સ્થાપના છે તે મોક્ષનું કારણ છે. તમને કંઈ ખબર નથી.’’
નાસીક જતાં પહેલાં શ્રીએ કહેલું.
પ્ર : જ્ઞાનીની પરીક્ષા કેમ થાય ?
ઉ : વચન બોલે તે વચનના મૂળમાં કંઈ અહંમભાવ છે કે કેમ તો
સમજાય જાય.
જો કંઈક અહંભાવ હોય તો કંઈ નથી. અને અહંભાવ ન હોય તો કંઈ છે.
ન
૩.૮.૧૭ શ્રીએ રતીલાલને કહ્યું :
:
નીતીથી વર્તજે. હું અને તમે જુદા નથી. બન્નેના આત્મા એક જ છે - તે પ્રભુજીના વચનામૃત છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
(૩૩૯) સહજ પ્રકૃતિ
(પત્ર૮) ૧. પરહિત એ જ નિજહિત સમજવું અને પરદુઃખએ પોતાનું દુ:ખ સમજવું. ૨. સુખ દુઃખ એ બન્ને મનની કલ્પના છે. ૩. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજે છે.
સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે. ૫. શાંત સ્વભાવ એ જ સજ્જનતાનું ખરું મૂળ છે. ૬. ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. ૭. દુર્જનનો ઓછો સહવાસ. ૮. વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. ૯. * દ્વેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. ૧૦. ધર્મકર્મમાં વૃત્તિ રાખવી.
નીતિના બાંધા પર પગ ન મૂકવો. ૧૨. જિતેંદ્રિય થવું. ૧૩. જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રધ્યયનમાં ગૂંથાવું. ૧૪. ગંભીરતા રાખવી. ૧૫. સંસારમાં રહ્યા છતાંને તેનીતિથી ભોગવતાં છતાં, વિદેહી દશા રાખવી. ૧૬. પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું. ૧૭. પરનિંદા એ જ સબળ પાપ માનવું. ૧૮. દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું ૧૯. આત્મજ્ઞાન અને સજ્જનસંગત રાખવાં
બે બોલથી બાંધીયો, સર્વશાસ્ત્રનો સાર; પ્રભુ ભજો, નીતિ સજો, પરઠો પરોપકાર.
Page #390
--------------------------------------------------------------------------
Page #391
--------------------------------------------------------------------------
________________
09 ปี เน เจล , เง” วิต ห าเงิน เเhat M3 $เก งวด 16 : เ จ าน
2. A ใน 34, ५in 39.३५ को ?
ด้าว ๆ ๆ ๆ
(จริงๆ อาจจ า I 40 กล่อง ด ๆ จากร งดี , ดาๆ มด เ% จาธิฯ 84 .. 6 7ssy วเht ดา . 13 14 ครู, 4a 22 น. หท +++ คอิ ติ : 150ทร มาเป็ ยอม ทจ %, 93 94 95 9 * W * ทริค , ** 8 9
Page #392
--------------------------------------------------------------------------
________________
ๆ เสี, ตาด ดอน
• 34 99.• ใอร์ * * 40. คน) , ขายเเขา จัด นา, ซี , 3 , ใฯค. ที่ 4
2.? ม? : อก 89 : ง ใน 35 36 x 8.976 wist
ปล 4 1, "เขาจาน , *** ใจ - 3, ตรเคด 641 - 4 น หte 8 ขคจู่ ๆๆ หi,ท - htุเจ น. 9 ทรงเg8v4 15 - na! 3.5, 6 n? คุก 4 3 45% เค, M3A780 , +9 15
ty Sy}"s. 2; See
Page #393
--------------------------------------------------------------------------
Page #394
--------------------------------------------------------------------------
________________
(૩૪૦) મહાનીતિમાંથી વાક્યો
(પત્ર ૧૯) ૧૦. ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. ૪૯. સમ્યફપ્રકારે વિશ્વ ભણી દષ્ટિ કરું. ૧૩૦. ખોટી ઉદારતા સેવું નહીં. ૧૩૧. કૃપણ થાઉં નહીં. ૧૩૩. આજીવિકા માટે ધર્મ બોધ નહીં. ૧૭૦. અપૂજ્ય આચાર્યને પૂજું નહીં. ૧૭૧. ખોટું અપમાન તેને આપું નહીં. ૨૩૪. પરિષહ પ્રત્યેક પ્રકારે સહન કરું. ૨૮૩. ખોટી પ્રશંસા કરું નહીં. (મુ.બ્ર.ઉ.ગુ.સામાન્ય) ૩૦૨. ખોટી આશા કોઈને આપું નહીં. (ગુ.મુ.બ્ર.ઉ.) ૩૩૧. વિના ઉપયોગ દ્રવ્ય રજું નહી. (ગુ.ઉ.બ્ર.) ૩૩૬. દ્રવ્યનો ખોટો ઉપયોગ કરું નહીં. ૩૭. બંધનમાં પડ્યા પહેલાં વિચાર કરું (સા.) ૪૦૧. નીતિ વિના સંસાર ભોગવું નહી. (પૃ.). ૪૧૧. તારો બોધેલો મારો ધર્મ વિસારુ નહીં. (સર્વ) ૪૩૫. ક્ષમાપના વગર શયન કરું નહીં. ૪૪૫. ધર્મ કર્તવ્યમાં દ્રવ્ય આપતાં માયા ન કરું. ૪૫૪. ખોટી હા કહું નહીં. ૪૬૩. કોઈનો ઉપકાર ઓળવું નહીં. ૪૮૭. સત્કર્મમાં આડો આવું નહીં. (મુ.ગુ.). ૪૮૫. નીતિશાસ્ત્રને માન આપું. ૪૯૬. પુરુષાર્થને નિંદું નહીં. ૫૦૪. ધીરજ મૂકવી નહીં. ૫૦૭. કોઈનો ઘરસંસાર તોડવો નહીં.
Page #395
--------------------------------------------------------------------------
________________
(૩૪૧) ૫૧૫. લેશ સમય મૌન રહું. પ૩૨. ભૂલની વિસ્મૃતી કરવી નહીં. ૫૪૯. કોઈ કાળે તત્વ વડે કરી દુનિયામાંથી દુઃખ જશે એમ માનું. ૫૫૩. કોઈ કાળે મને દુઃખી માનું નહીં. ૫૫૮. પ્રત્યેકના ગુણને પ્રફુલ્લિત કરું. પ૬૩, સૃષ્ટિના દાખલ થતાં સુધી પાપ પુણ્ય છે એમ માનું. -પ૬૪. એ સિદ્ધાંત તત્ત્વધર્મનો છે, નાસ્તિક્તાનો નથી એમ માનું. પ૬૫. હૃદ્ય શોકિત કરું નહીં. ૫૬૬. વાત્સલ્યતાથી વૈરીને પણ વશ કરું. ૫૯૨. જ્ઞાન વિના સઘળી યાચનાઓ ત્યાગું છું. ૬૦૮. અનેક દેવ પૂજું નહીં. ૬૦૯. ગુણસ્તવન સર્વોત્તમ ગણું. ૬૨૯. વારંવાર અવયવો નિરખું નહીં. ૬૪૭. ધર્મનામે કલેશમાં પડું નહીં. ૬૮૩. આજીવિકા અર્થે સામાન્ય પાપ કરતાં પણ કંપતો જઈશ.
વચનામૃત
(વચનામૃત પૃ.૧૫૫ આંક ૨૧) ૨૫. સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા; પણ કોઈ
વિરલાને જ તે યથાર્થ સમજાયું. ૩૦. અમે બહુ વિચાર કરીને આ મૂળ તત્વ શોધ્યું છે કે, ગુપ્ત ચમત્કાર જ
સૃષ્ટિના લક્ષમાં નથી. પર. હું કહું છું એમ કોઈ કરશો? મારું કહેલું સઘળું માન્ય રાખશો ? મારાં
કહેલાં ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો ? હા હોય તો જ હે પુરુષ !
તું મારી ઈચ્છા કરજે. ૭૨. ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિથ્યાત્વ,
બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે. શોકને સંભારવો નહીં; આ
Page #396
--------------------------------------------------------------------------
________________
(૩૪૨)
ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી.
૮૧.
જીવતાં મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. .૮૨. કૃતઘ્નતા જેવો એક્કે મહા દોષ મને લાગતો નથી.
૮૮.
૧
૨
૩
૪
૯૦.
૯૪. અભિનિવેશ જેવું એક્કે પાખંડ નથી.
૯૫. આ કાળમાં આટલું વધ્યું-ઝાઝા મત, ઝાઝા તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝો પરિગ્રહવિશેષ.
૧૨૪. આત્મા જેવો કોઈ દેવ નથી.
૫
માઠી ગતિના લક્ષણો-અહંપદ, કૃતઘ્નતા, ઉત્સૂત્રપ્રરૂપણા, અવિવેક
ધર્મ.
の
મિથ્યાત્વ લક્ષણ-દેહ અને દેહાર્થ મમત્વ.
પત્ર ૨૫
પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે.
જે જે કાળે જે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો.
ક્રમે કરીને પછી તેની સિદ્ધિ કરો.
કારતક, ૧૯૪૩
અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા, અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધનો છે. શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તો પણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત્ છે. નવાં કર્મ બાંધવા નહીં અને જૂનાં ભોગવી લેવાં, એવી જેની અચળ જિજ્ઞાસા છે તે, તે પ્રમાણે વર્તી શકે છે.
જે કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવાની ઈચ્છા રહેવા દેવી જોઈતી નથી.
८ મન જો શંકાશીલ થઈ ગયું હોય તો ‘દ્રવ્યાનુયોગ’ વિચારવો યોગ્ય છે; પ્રમાદી થઈ ગયું હોય તો ‘ચરણકરણાનુયોગ’ વિચારવો યોગ્ય છે; અને કષાયી થઈ ગયું હોય તો ‘ધર્મકથાનુયોગ’ વિચારવો યોગ્ય છે; જડ થઈ
Page #397
--------------------------------------------------------------------------
________________
(૩૪૩)
ગયું હોય તો ‘ગણિતાનુયોગ' વિચારવો યોગ્ય છે.
૯ કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી; પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ; આમ કરવાથી સંતોષી રહેવાશે.
૧૦ પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી; ઊલટો હું તેને દેહ આપી જવાનો છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી ક્લેશ, શંકા ભાવ થાય તો આમ સમજી અન્ય ભોક્તા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડયો, (જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં !) ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે; ક્રમે કરીને તો તું નિઃસ્પૃહી થઈ શકીશ.
૧૧
૧૨
૧૩
તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય.
એક વાર જો સમાધિમરણ થયું તો સર્વ કાળનાં અસમાધિમરણ ટળશે. સર્વોત્તમ પદ સર્વત્યાગીનું છે.
પત્ર ૩૭ મુંબઈ બંદર, આસો વદ ૨, ગુરુ, ૧૯૪૪ પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર
પ્રિય ભાઈ સત્યાભિલાષી ઉજમસી,
રાજનગર.
તમારું હસ્તલિખિત શુભપત્ર મને કાલે સાયંકાલે મલ્યું. તમારી તત્ત્વજિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયો.
જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજી પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું
1
Page #398
--------------------------------------------------------------------------
________________
(૩૪૪)
જોવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જો બંધનરહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે.
અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં મૃત છે; પણ વિસ્તૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજો. મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો; તેઓને માટે કંઈ શોક-હર્ષ કરશો નહીં. જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે, તેના ઈષ્ટદેવ પરમાત્મા જિન, મહાયોીંદ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ રાખજો અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્તદશાને ઈચ્છજો. જીવિતવ્ય કે જીવનપૂર્ણતા સંબંધી કંઈ સંકલ્પ-વિકલ્પ કરશો નહીં. ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજો; પાર્શ્વનાથાદિક યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજો; અને તે જ અભિલાષા રાખ્યા રહેજો, એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલો દીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીરસ્વામીનું બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશો નહીં. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાતાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરો એ જ મોક્ષનો માર્ગ છે. જગતના સઘળા દર્શનની મતની શ્રદ્ધાને ભૂલી જજો; જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો; માત્ર તે સત્પુરુષોના અદ્ભુત, યોગસ્ફુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશો.
જ
આ તમારા માનેલા ‘મુરબ્બી’ માટે કોઈ પણ પ્રકારે હર્ષ-શોક કરશો નહીં; તેની ઈચ્છા માત્ર સંકલ્પ-વિકલ્પથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતુંવળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બોલાય તે ભણી હવે જવા ઈચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યાં છે તે હળવે હળવે તેને આપી દઇ ઋણમુક્ત થવું એ જ તેની સદા સઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે; બાકી તેને કંઈ આવડતું નથી; તે બીજું કંઈ ઈચ્છતો નથી; પૂર્વકર્મના આધારે
Page #399
--------------------------------------------------------------------------
________________
(૩૪૫)
તેનું સઘળું વિચરવું છે; એમ સમજી પરમ સંતોષ રાખજે; આ વાત ગુપ્ત રાખજો. કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઈચ્છે છે તો સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.
જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે બોધી જઉં . પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બતાવાશે તો બતાવીશ. બાકી ધર્મ મેં ઉપર કહ્યો તે જ છે અને તે જ ઉપયોગ રાખજો. ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષનાં ચરણકમળ છે; તે પણ કહી જઉ .
આત્મભાવમાં સઘળું રાખજે; ધર્મધ્યાનમાં ઉપયોગ રાખજો; જગતના કોઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષ-શોક કરવો યોગ્ય જ નથી. પરમશાંતિપદને ઈચ્છીએ એ જ આપણો સર્વસમ્મત ધર્મ છે અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહો. હું કોઈ ગચ્છમાં નથી; પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં.
દેહ જેનો ધર્મોપયોગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે, તે પણ ધર્મને માટે જ છે.
વિ.રાયચંદ્ર
પિત્ર ૭૬
મોહમયી, આસો વદિ ૧૦, શનિ, ૧૯૪૫ બીજું કાંઈ શોધ માટે માત્ર એક પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.
સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુમ આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી
Page #400
--------------------------------------------------------------------------
________________
(૩૪૬)
અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી; આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણ.
એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.
વિ. રાયચંદના પ્રણામ.
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
વિ.સં. ૧૯૪૬
પત્ર ૮૪
ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે :
દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુ:ખી ? એ સંભારી લે.
દુ:ખ લાગશે જ, અને દુઃખનાં કારણો પણ તને દષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ ન થાય તો મારા ૰ કોઈ ભાગને વાંચી જા, એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાજ્યંતરરહિત
થવું.
રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. તે સાધન માટે સર્વસંગપરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિગ્રંથ સદ્ગુરુના ચરણમાં જઈને પડવું યોગ્ય છે.
જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે. જો તને પૂર્વકર્મ બળવાન લાગતાં હોય તો અત્યાગી, દેશત્યાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં.
પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણ. જાણવું શા માટે કે ભવિષ્યસમાધિ થવા. અત્યારે અપ્રમાદી થયું.
તે આયુષ્યનો માનસિક આત્મોપયોગ તો નિર્વેદમાં રાખ. જીવન બહું ટૂંકું છે, ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી તો, નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં રાખ.
Page #401
--------------------------------------------------------------------------
________________
૧.
૨.
૩. પૂર્વ કર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જંવો. તેમ છતાં પૂર્વ કર્મ નડે તો શોક કરવો નહીં.
૪.
૫.
૬.
૭.
૮.
(૩૪૭)
જિજ્ઞાસા તે વસ્તુની રાખવી.
સંસારને બંધન માનવું.
૯.
દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા
છે.
ન ચાલે તો પ્રતિશ્રોતી થા.
જેમાંથી જેટલું થાય તેટલું કર.
પારિણામિક વિચારવાળો થા.
અનુત્તરવાસી થઈને વર્ત.
છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એ જ ભલામણ અને એ જ
ધર્મ.
પત્ર ૧૦૩
મુંબઈ, માહ, ૧૯૪૬
કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તોપણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજ્વલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે,માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પપરિચયી થવું, અલ્પઆવકારી થવું, અલ્પભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ
શ્રેયસ્કર છે.
૧ શ્રાદ્ધ એટલે શ્રાવક ધર્મ અને ઉત્પત્તિ એટલે પ્રગટતા
Page #402
--------------------------------------------------------------------------
________________
(૩૪૮)
પત્ર ૧૩૫
વવાણિયા, બી. ભા. સુદ ૧૪, રવિ, ૧૯૪૬ ધર્મેચ્છક ભાઈઓ,
મુમુક્ષુતાનાં અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે.
નિરંતર વૃત્તિઓ લખતા રહેશો. જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો. અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે તથાપિ ફરી ફ્રી તેનું સ્મરણ કરશો.
સમ્યફદશાનાં પાંચ લક્ષણો છે : શમ સંવેગ
S અનુકંપા નિર્વેદ આસ્થા
ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ'.
મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં તે “સંવેગ.
જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ! હવે થોભ, એ નિર્વેદ'.
માહાભ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે “શ્રદ્ધા–“આસ્થા'. - એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે “અનુકંપા”.
આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. અધિક અન્ય પ્રસંગે.
વિ. રાયચંદ્રના ય૦
,,,
મા... મારા
-
- - મr: or , મ, યવન,
જય મામા
Page #403
--------------------------------------------------------------------------
________________
(૩૪૯) પત્ર ૧૪૩
વવાણિયા, બી, ભાદરવા વદ ૧૩, શનિ, ૧૯૪૬ નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો:
૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના, કષાયોને શમાવો.
૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો.
૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો.
૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો.
૫. કોઈ એક સત્પષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો.
એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે. એમ અવશ્ય માનો. અધિક શું કહું? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણમાર્ગ મને સૂઝતો નથી; અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂછ્યું હશે - (સૂર્યું છે).
હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. એ બધાની તમારી ઈચ્છા છે, તોપણ અધિક ઈચ્છો; ઉતાવળ ન કરો. જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ; આ અપેક્ષિત કથનનું સ્મરણ કરો.
પ્રારબ્ધથી જીવતા રાયચંદના યથા ૦
- htવ4 4રન ા #
—-
-*--
:
a t
Page #404
--------------------------------------------------------------------------
________________
(૩૫૦)
પત્ર ૧૪૮
વવાણિયા, આસો સુદ ૧૦, ગુરુ, ૧૯૪૬ પાંચેક દિવસ પહેલાં પત્ર મળ્યું. જે પત્રમાં લખ્યાદિકની વિચિત્ર દશા વર્ણવી છે તે. એવા અનેક પ્રકારના પરિત્યાગી વિચારો પાલટી પાલટીને જ્યારે આત્મા એકત્વ બુદ્ધિ પામી મહાત્માના સંગને આરાધશે, વા પોતે કોઈ પૂર્વના
સ્મરણને પામશે તો ઈચ્છિત સિદ્ધિને પામશે. આ નિઃસંશય છે. વિગતપૂર્વક પત્ર લખી શકું એવી દશા રહેતી નથી.
વિ. રાયચંદના યથોચિત
પત્ર ૧૬ ૬
મુંબઈ. કાર્તિક શુદ. ૬, ભોમ, ૧૯૪૭. સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે?
નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય પુરુષોની સમ્મતિથી મંગળરૂપ માન્યાં છે, મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યા છે :
૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડડ્યા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું.
૨. કોઈપણ પ્રકારે સગુરુનો શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું, અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે
- આ સંબંધી પ.ઉ પ્રભુશ્રીજી જણાવતા કે માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવાની નથી. કંઈ રહેવાનું નથી તો તારું કેમ થશે ?
હજામની સલાહન લેવી-(પોતાનું ડહાપણ) મૂકવું પડશે = દષ્ટિ ફેરવવી પડશે. સંસાર ભજવો ને આત્મજ્ઞાન થવું તે બેન બને. સાધુ થવું = આત્મજ્ઞાન ત્યાં મુનિપણું.
Page #405
--------------------------------------------------------------------------
________________
(૩૫૧) એમ સમજવું. - ૩. અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા,અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત્’ મળ્યા નથી, “સત્ સુર્યું નથી, અને સ’ શ્રધ્યું નથી. અને એ મળે, એ સુયે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.
૪. મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે.
૫. બે અક્ષરમાં માર્ગ રહયો છે અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી? તે વિચારો.
*
પત્ર ૧૭૨ “મોહમયિ” નાખુદા મહોલો
૧૯૪૭ કાર્તિક સુદી ૧૪ બુધ. સત્ જિજ્ઞાસુ-માર્ગાનુસારી મતિ ખંભાત.
ગઈકાલે પરમભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. આલ્હાદની વિશેષતા થઈ.
અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય-અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી; ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય?
નિરંતર ઉદાસિનતાનો ક્રમ સેવવો; સત્પષની ભક્તિ પ્રત્યે લીન થવું. સપુરુષોનાં ચારિત્રોનું સ્મરણ કરવું; સત્પરુષોનાં લક્ષણનું ચિંતન કરવું; સપુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરીફરી નિદિધ્યાસન કરવા. તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું – નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય-શ્રવા યોગ્ય-ફરીફરી ચિંતવવા યોગ્ય-ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો-સર્વ
Page #406
--------------------------------------------------------------------------
________________
(૩૫) સંતના હૃદયનો-ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે- અને એ સઘળાંનું કારણ કોઈ વિદ્યમાન સત્પષની પ્રાપ્તિ-અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.
અધિક શું લખવું? આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે એ જ સૂજ્ય-એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સમ્મત છે.
પ્રસંગોપાત પત્ર લખવાનો લક્ષ રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાનવાત કરતા રહેશો અને તેમને પરિણામે લાભ થાય એમ મળતા રહેશો.
અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન કરશો, અને તેના તેમ જ ત્રિભોવનને ઉપયોગ માટે જોઈએ તો પત્રની પ્રતિ કરવા આપશો. મિતિ એ જ. એ જ વિજ્ઞાપન. સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર
રાયચંદની વંદના
શ્રીએ જણાવ્યું:- પત્ર ૧૭૨ પ્રમાણે સત્પષ પ્રત્યે દ્રષ્ટિ રાખવા યોગ્ય છે. તે પત્ર ભક્તિ પ્રાધાન્ય છે અને શારીરિક વેદના એ ભયનો હેતુ છે ને જીવને ભય વગર પ્રીતિ નથી. પ્રીતિ વગર પ્રતીતિ નથી, અને પ્રતીતિ વગર છવધર્મ પામતો નથી. માટે આ પત્ર (નં. ૧૭૨) વારંવાર વાંચવાથી પુરુષ પ્રત્યે ભક્તિ ભાવ જાગૃત થાય છે.
Page #407
--------------------------------------------------------------------------
________________
(૩૫૩)
પત્ર ૧૯૪ મુંબઈ, પોષ, ૧૯૪૭ જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો. .
હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી, તોપણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત્ દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે યોગ્ય લાગ્યું તે લખ્યું છે.
અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. સસ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમઃ
ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સભ્યપ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો; દઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે.
સૂયગડાંગસૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે :
હે આયુષ્યમનો! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું ? તો કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી,
Page #408
--------------------------------------------------------------------------
________________
(૩૫૪)
અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.
સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે :- ગુરુને આધીન. થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા.
એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે.
आणाए धम्मो आणाए तवो ।
આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર)
સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો અને એ વિચારતાં અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો. અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખો.
બાકી બીજાં બધાં સાધન પછી કરવાં યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં. (વિકલ્પથી) લાગે તો જણાવશો કે જે કંઈ યોગ્ય હોય તે જણાવાય.
Page #409
--------------------------------------------------------------------------
________________
(૩૫૫) પત્ર નં. ૨૦૦
મુંબઈ, માહ સુદ, ૧૯૪૭
૪
વચનાવાળી
(સંતનો અદ્દભુત માર્ગ) ૧. જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સત્ સુખનો (પદનો) તેને વિયોગ
છે; એમ સર્વ ધર્મ સમ્મત કર્યું છે. ૨. પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થશે; એમ નિઃશંક
માનવું. ૩. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થાય છે, એ સ્વાભાવિક સમજાય છે છતાં
જીવ પોતાનું અજ્ઞાન વિચારતો નથી. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું, પોતાની ઈચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડયો.
જ્યાં સુધી જ્ઞાનીની ઈચ્છાએ અર્થાત્ આજ્ઞાએ નહિ વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થશે નહીં. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન, મન,
ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. ૭. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના
મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ અનાદિકાળનું ગુપ્ત તત્ત્વ સંતોનાં હૃદયમાં
રહ્યું તે પાને ચઢાવ્યું છે. ૮. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે.
ઋષભદેવજીએ પોતાના પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો છેવટે એ જ ઉપદેશ
કર્યો હતો. ૧૦. પરિક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. ૧૧. અનંતકાળ જીવ પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહિ,
પરંતુ એક પળમાં જ્ઞાનીની આજ્ઞાનો આરાધક જ્ઞાન પામે. ૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ જીવને યોગ્ય થવા માટે છે; મોક્ષ થવા માટે
$ $
Page #410
--------------------------------------------------------------------------
________________
(૩૫૬)
જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા જોઈએ. ૧૩. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી. એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. ૧૪. એ ગુમ તત્ત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.
ઈતિ શિવમ્
પત્ર ૨૧૧ મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ સત્’ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ
‘સતું' જે કંઈ છે, તે ‘સત્ જ છે; સરળ છે; સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય ? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ આવરણ-તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના “સ” જણાતી નથી, અને ‘સત’ ની નજીક સંભવતી નથી. “સ” છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (ાદ્) છે; કલ્પનાથી “પર” (આઘે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી “સત્ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.
આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યફ પ્રકારે વિચાર્યોથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પદર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજો; વિચારજે; સમજજો; સમજવા પ્રયત્ન કરજો; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે; એમાં “સ” જ કહ્યું છે; એ સમજવા માટે ઘણો જ વખત ગાળો.
Page #411
--------------------------------------------------------------------------
________________
(૩૫૭)
પત્ર ૨૧૩
મુંબઈ, ફાગણ સુદ ૪, શનિ, ૧૯૪૭
પુરાણપુરુષને નમોનમઃ આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઈચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે; પુરૂષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સપુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.
સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ પુરુષનો જ અનુગ્રહ છે; કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું પુરુષ જ કારણ છે; આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમા રૂપ પુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ.
પત્ર ૨૪૯
મુંબઈ, જેઠ સુદ ૭, શનિ, ૧૯૪૭
૩ નમ: કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતો નથી.
સદ્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં
Page #412
--------------------------------------------------------------------------
________________
(૩૫૮)
આવ્યો છે.
સદ્ધર્મનો જોગ સપુરુષ વિના હોય નહીં, કારણ કે અસત્માં સત્ હોતું નથી.
ઘણું કરીને પુરુષનાં દર્શનની અને જોગની આ કાળમાં અપ્રામિ દેખાય છે. જ્યારે એમ છે, ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય ? અને અમુક કાળ વ્યતીત થયાં છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે?
ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે, તે પરિચયરૂપ પોતાને માને છે. જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્યકુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્યરૂપે પોતાને દઢ માને છે; અને આર્યત્વને વિષે મતિ કરતો નથી.
માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે.
પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ કારણ એના જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી.
પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષોને વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સFરુષ છે.
મોક્ષે ગયા છે એવા (અતાદિક) પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવાનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે અને જોગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે.
--
-
----
-
Page #413
--------------------------------------------------------------------------
________________
(૩૫૯)
પત્ર ૨૫૪
મુંબઈ, અષાડ સુદ ૮, ભોમ, ૧૯૪૭ નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે;
અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા' ઉત્પન્ન ન જ હોય, અથવા મુમુક્ષુતા' જ ઉત્પન્ન ન હોય..
* ઘણું કરીને મનુષ્યાત્મા કોઈ ને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ “મુમુક્ષુતા” નથી.
મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુઝાઈ એક “મોક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.
‘તીવ્ર મુમુક્ષુતા' વિષે અત્રે જણાવવું નથી પણ “મુમુક્ષુતા' વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે.
સ્વછંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે, ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે.
સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી માર્ગપ્રામિ'ને રોકનારાં ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ.
આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. -
એ બધાં કારણો ટાળવાનું બીજ હવે પછી કહેશું. તે પહેલાં તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ.
- “આ લોકની અલ્પ પણ સુખેચ્છા', એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણો નિઃશંકપણે તે ‘સત છે એવું
Page #414
--------------------------------------------------------------------------
________________
(૩૬૦) દઢ થયું નથી, અથવા તે પરમાનંદરૂપે' જ છે એમ પણ નિશ્ચય નથી. અથવા તો મુમુક્ષુતામાં પણ કેટલાક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશાતાનાં કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની જગ્યતા રોકાઈ જાય છે.
સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈન્યત્વ' જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે.
- કદાપિ એ બન્ને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ જોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ-નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે; કલ્પિત પદાર્થ વિષે “સ”ની માન્યતા હોય છે; જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતો નથી, અને એ જ પરમ ોગ્યતાની હાનિ છે.
આ ત્રણે કારણો ઘણું કરીને અમને મળેલા ઘણાખરા મુમુક્ષુમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ કોઈ વિષે જોઈ છે, અને જે તેઓમાં સર્વ પ્રકારે (પરમંદૈન્યતાની ખામીની) ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તો જોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે.
અધિક શું કહીએ? અનંતકાળે એ જ માર્ગ છે.
પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી. અને મહાત્માના જગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તો ઓળખાશે. મુમુક્ષુનાં નેત્રો-મહાત્માને ઓળખી લે છે.
મહાત્મામાં જેનો દઢ નિશ્ચય થાય છે, તેને મોહાસક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ
સર્વ પ્રકારનાં દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે, - અને એમ યોગ્ય છે.
માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે, તેનો પરસ્પર
Page #415
--------------------------------------------------------------------------
________________
(૩૬૧) વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ. - અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે.
- તમે વારંવાર વિચારજો. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું.
હાલ અમારો સમાગમ થાય તેમ તો નથી; પણ વખતે શ્રાવણ વદમાં કરીએ તો થાય; પણ તે કયે સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી.
કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. તમને બધાને યથાયોગ્ય પહોંચે.
પત્ર ૩૨ ૨
રવિવાર, ૧૯૪૮ લૌકિકદષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિકદષ્ટિએ કોણ પ્રવર્તશે ?
આત્મા એક છે કે અનેક છે, કર્તા છે કે અકર્તા છે, જગતનો કોઈ ક્ત છે કે જગત સ્વતઃ છે, એ વગેરે ક્રમે કરીને સત્સંગે સમજવા યોગ્ય છે; એમ જાણીને પત્ર વાટે તે વિષે હાલ લખવામાં આવ્યું નથી.
સમ્યપ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણું છે.
સંસારસંબંધી તમને જે જે ચિંતા છે, તે ચિંતા પ્રાયે અમને જાણવામાં છે, અને તે વિષે અમુક અમુક તમને વિકલ્પ રહે છે તે પણ જાણીએ છીએ. તેમ જ પરમાર્થચિંતા પણ સત્સંગના વિયોગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ; બેય પ્રકારનો વિકલ્પ હોવાથી તમને આકુળવ્યાકુળપણું પ્રાસ હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી, અથવા અસંભવરૂપ લાગતું નથી. હવે એ બેય પ્રકારને માટે ચોખ્ખા શબ્દોમાં નીચે જે કંઈ મનને વિષે છે તે લખવાનું પ્રયત્ન કર્યું છે.
સંસારસંબંધી તમને જે ચિંતા છે, તે જેમ ઉદયમાં આવે તેમ વેદવી, સહન કરવી. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે
Page #416
--------------------------------------------------------------------------
________________
(૩૬૨) - જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે. જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિયોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતાસંબંધી કે પસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે; અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. તમારી ચિંતા જાણીએ છીએ, અને અમે તે ચિંતાનો કોઈ પણ ભાગ જેટલો બને તેટલો દવા ઈચ્છીએ છીએ. પણ એમ તો કોઈ કાળે બન્યું નથી, તે કેમ બને ? અમને પણ ઉદયકાળ એવો વર્તે છે કે હાલ રિદ્ધિયોગ હાથમાં નથી.
પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ તે બન્ને સરખું છે, કેમ કે જેમાં પોતાનું નિરુપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દષ્ટિ સમ્યક છે. જે લાગ્યું તે જણાવ્યું છે.
અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાય નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી.
બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકરદેવ
અને એ જે શ્રી તીર્થંકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દઢ કરીને ભાસે છે.
કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે, માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ.
વન અને ઘર એ બન્ને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં
Page #417
--------------------------------------------------------------------------
________________
(૩૬૩)
પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે; સુખની ઈચ્છા નથી પણ વીતરાગપણાની ઈચ્છા છે.
જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિષે લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઈચ્છા કોઈ પ્રકારે રહે પણ છે, તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે,અને તેવો ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી; તો તે ઉદેરી આણવાનું બને એવી દશા અમારી નથી.
‘માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદ નહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુ:ખ તૃણ માત્ર છે' આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારો નમસ્કાર હો ! એવું જે વચન તે ખરી જોગ્યતા વિના નીકળવું સંભવિત નથી.
‘‘જીવ એ પુદ્દગલીપદાર્થ નથી, પુદ્ગલ નથી, તેમ પુદ્ગલનો આધાર નથી, તેના રંગવાળો નથી; પોતાની સ્વરૂપસત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી, કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિષે હોય નહીં. વસ્તુત્વધર્મે જોતાં તે કોઈ કાળે પણ પરસંગી પણ નથી.’’ એ પ્રમાણે સામાન્ય અર્થ ‘જીવ નવિ પુગ્ગલી’ વગેરે પદોનો છે.
“દુ:ખસુખરૂપ કરમ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.’ (શ્રી વાસુપૂજ્ય-સ્તવન, આનંદઘનજી)
પત્ર ૩૭૩
મુંબઈ, વૈશાખ વદ ૧૪, બુધ, ૧૯૪૮
મોહમયીથી જેની અમોહપણે સ્થિતિ છે, એવા શ્રી...ના યથા ‘મનને લઈને આ બધું છે' એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો,તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે. તથાપિ ‘મન’, ‘તેને લઈને’, અને ‘આ બધું’ અને ‘તેનો નિર્ણય’, એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે, તે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય
Page #418
--------------------------------------------------------------------------
________________
(૩૬૪)
છે તેને મન વશ વર્તે છે; વર્તે છે, તે વાત નિશ્ચયરૂપ છે; તથાપિ ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે, તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. જે વાક્ય લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે.
મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે; તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ.
ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી, અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્રયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા, શાસ્ત્રસંજ્ઞા પર ન જતી હોય તો,જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો; તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો, લખવાને ઈચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિષે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશરૂપે વર્તતું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો.
જ
સર્વ પ્રકારે ઉપાધિયોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે; તથાપિ જો તે ઉપાધિયોગ સત્સંગાદિકને અર્થે જ ઈચ્છવામાં આવતો હોય, તેમ જ પાછી ચિત્તસ્થિતિ સંભવપણે રહેતી હોય તો તે ઉપાધિયોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે. અપ્રતિબદ્ધ પ્રણામ
પત્ર ૩૭૫
મુંબઈ, વૈશાખ, ૧૯૪૮
જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું, તો તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તો નિઃસંદેહ યથાર્થ લાગે છે.
દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઈચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુ:ખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના,
Page #419
--------------------------------------------------------------------------
________________
(૩૬૫) થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણવું કે સન્શાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણે તેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો, ઓધસંજ્ઞાપ ધર્મનો ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે.
એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઈચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે.
યથાપ્રારબ્ધ સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિયોગે વિષમતા આવતી નથી. કંટાળો અત્યંત આવી જતાં છતાં ઉપશમનું, સમાધિનું યથારૂપ રહેવું થાય છે; તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્યા કરે છે. સત્સંગનું અત્યંત માહાભ્ય પૂર્વભવે વેદન કર્યું છે; તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગાણે તે ભાવના સ્ફરિત રહ્યા કરે છે.
જ્યાં સુધી આ ઉપાધિયોગનો ઉદય છે ત્યાં સુધી સમવસ્થાને તે નિર્વાહવો એવું પ્રારબ્ધ છે, તથાપિ જે કાળ જાય છે તે તેના ત્યાગના ભાવમાં ઘણું કરી ગયા કરે છે.
નિવૃત્તિ જેવાં ક્ષેત્રે ચિત્તસ્થિરતાએ હાલ “સૂત્રકૃતાંગસૂત્ર'નું શ્રવણ કરવા ઈચ્છા હોય તો કરવામાં બાધા નથી. માત્ર જીવને ઉપશમાર્થે તે કરવું યોગ્ય છે. કયા મતનું વિશેષપણું છે, ક્યા મતનું ન્યૂનપણું છે, એવા અન્યાર્થમાં પડવા અર્થે તેમ કરવું યોગ્ય નથી. તે ‘સૂત્રકૃતાંગ'ની રચના જે પુરુષોએ કરી છે, તે આત્મસ્વરૂપ પુરુષ હતા, એવા અમારો નિશ્ચય છે. - “આ કર્મરૂપ ક્લેશ જે જીવને પ્રાપ્ત થયો છે તે કેમ ટુટે ?' એવું પ્રશ્ન
visu are ..
Page #420
--------------------------------------------------------------------------
________________
(૩૬૬)
મુમુક્ષુ શિષ્યને ઉદ્દભવ કરી ‘બોધ પામવાથી ત્રુટે' એવું તે ‘સૂત્રકૃતાંગ'નું પ્રથમ વાક્ય છે. તે બંધન શું? અને શું જાણવાથી તે તૂટે?' એવું બીજું પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે અને તે બંધન વીરસ્વામીએ શા પ્રકારે કહ્યું છે ? એવા વાક્યથી તે પ્રશ્ન મૂક્યું છે; અર્થાત્ શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે, આત્મસ્વરૂપ એવા શ્રી વીરસ્વામીનું કહેલું તમને કહીશું, કેમ કે આત્મસ્વરૂપ પુરુષ આત્મસ્વરૂપાળું અત્યંત પ્રતીતિ યોગ્ય છે. તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે તે ફરી ફરી વિચારવા યોગ્ય છે. ત્યાર પછી તેના વિશેષ વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઈ કે આ જે સમાધિમાર્ગ તે આત્માના નિશ્ચય વિના ઘટે નહીં, અને જગતવાસી જીવોએ અજ્ઞાની ઉપદેશકોથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી, કલ્યાણનું સ્વરૂપ અન્યથા જાણી, અન્યથાનો યથાર્થપણે નિશ્ચય કર્યો છે, તે નિશ્ચયનો ભંગ થયા વિના, તે નિશ્ચયમાં સંદેહ પડ્યા વિના, અમે જે અનુભવ્યો છે એવો સમાધિમાર્ગ, તેમને કોઈ પ્રકારે સંભળાવ્યો શી રીતે ફળીભૂત થશે ? એવું જાણી ગ્રંથકાર કહે છે કે, “આવા માર્ગનો ત્યાગ કરી કોઈ એક શ્રમણ બ્રાહ્મણ અજાણપણે, વગર વિચાર્યું, અન્યથા પ્રકારે માર્ગ કહે છે' એમ કહેતા હતા. તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે, કે પંચમહાભૂતનું જ કોઈ અસ્તિત્વ માને છે, આત્માનું ઉત્પન્ન થવું તેથી માને છે, જેમ ઘટતું નથી. એમ જણાવી આત્માનું નિત્યપણું પ્રતિપાદન કરે છે. જે જીવે પોતાનું નિત્યપણું જાણ્યું નથી, તો પછી નિર્વાણનું પ્રયત્ન શા અર્થે થાય? એવો અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે. ત્યાર પછી ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પિત અભિપ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયનો બોધ કરી, યથાર્થ માર્ગ વિના છૂટકો નથી, ગર્ભપણું ટળે નહીં, જન્મ ટળે નહીં, મરણ ટળે નહીં, દુ:ખ ટળે નહીં, આધિ, વ્યાધિ, ઉપાધિ કંઈ ટળે નહીં; અને અમે ઉપર જે કહી આવ્યા છીએ એવા મતવાદીઓ તે સૌ તેવા પ્રકારને વિષે વસ્યા છે, કે જેથી જન્મ જરા મરણાદિનો નાશ થાય નહીં; એવો વિશેષ ઉપદેશરૂપ આગ્રહ કરી પ્રથમાધ્યયન સમાસ કર્યું છે. ત્યાર પછી અનુક્રમે તેથી વર્ધમાન પરિણામે ઉપશમ-કલ્યાણઆત્માર્થ બોધ્યો છે. તે લક્ષમાં રાખી વાંચન, શ્રવણ ઘટે છે. કુળધર્માર્થે ‘સૂત્રકૃતાંગ”નું વાંચન, શ્રવણ નિષ્ફળ છે.
""* *
* *
*
* * * * * *
*
*
Page #421
--------------------------------------------------------------------------
________________
(૩૬૭)
પત્ર ૩૯૬
મુંબઈ, શ્રાવણ વદ, ૧૯૪૮
અન-અવકાશ એવું આત્મસ્વરૂપ વર્તે છે; જેમાં પ્રારબ્ધોદય સિવાય બીજો કોઈ અવકાશ જોગ નથી.
તે ઉદયમાં ક્વચિત્ પરમાર્થભાષા કહેવારૂપ જોગ ઉદય આવે છે, ક્વચિત્ , પરમાર્થભાષા લખવારૂપ ોગ ઉદય આવે છે, ક્વચિત્ પરમાર્થભાષા સમજાવવારૂપ ોગ આવે છે. વિશેષપણે વૈશ્વદશારૂપ જોગ હાલ તો ઉદયમાં વર્તે છે, અને જે કંઈ ઉદયમાં નથી આવતું તે કરી શકવાનું હાલ તો અસમર્થપણું
ઉદયાધીન માત્ર જીવિતવ્ય કરવાથી, થવાથી, વિષમપણું મહ્યું છે. તમ પ્રત્યે, પોતા પ્રત્યે, અન્ય પ્રત્યે કોઈ જાતનો વિભાવિક ભાવ પ્રાયે ઉદય પ્રાપ્ત થતો નથી; અને એ જ કારણથી પત્રાદિ કાર્ય કરવારૂપ પરમાર્થભાષા જોગે અવકાશ પ્રાપ્ત નથી એમ લખ્યું છે, તે તેમ જ છે.
પૂર્વોપાર્જિત એવો જે સ્વાભાવિક ઉદય તે પ્રમાણે દેહસ્થિતિ છે; આત્માપણે તેનો અવકાશ અત્યંતાભાવરૂપ છે.
તે પુરુષના સ્વરૂપને જાણીને તેની ભક્તિના સત્સંગનું મોટું ફળ છે, જે ચિત્રપટના માત્ર જેગે, ધ્યાને નથી..
જે તે પુરુષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરુષ જાણી સર્વ પ્રકારની સંસારકામના પરિત્યાગી – અસંસાર – પરિત્યાગ રૂપ કરી – શુદ્ધ ભક્તિએ તે પુરુષસ્વરૂપ વિચારવા યોગ્ય છે. ચિત્રપટની પ્રતિમાનાં હૃદયદર્શનથી ઉપર કહ્યું તે “આત્મસ્વરૂપનું પ્રગટપણું' મહાન ફળ છે, એ વાક્ય નિર્વિસંવાદી જાણી લખ્યું છે.
‘મન મહિલાનું વહાલા ઉપરે, બીજાં કામ કરત,” એ પદના વિસ્તારવાળા અર્થને આત્મપરિણામરૂપ કરી, તે પ્રેમભક્તિ પુરુષને વિષે અત્યંતપણે કરવી યોગ્ય છે, એમ સર્વ તીર્થકરોએ કહ્યું છે, વર્તમાને કહે છે અને ભવિષ્ય પણ એમ જ કહેવાના છે.
-
•
- •
=
%
Page #422
--------------------------------------------------------------------------
________________
(૩૬૮) તે પુરુષથી પ્રાપ્ત થયેલી એવી તેની આત્મપદ્ધતિસૂચક ભાષા તેમાં અક્ષેપક થયું છે વિચારજ્ઞાન જેનું એવો પુરુષ, તે આત્મકલ્યાણનો અર્થ તે પુરુષ જાણી, તે શ્રુત (શ્રવણ) ધર્મમાં મન (આત્મા) ધારણ (તેરૂપે પરિણામ) કરે છે. તે પરિણામ કેવું કરવા યોગ્ય છે? તે દષ્ટાંત “મન મહિલાનું રે, વહાલા ઉપરે, બીજું કામ કરંત,” આપી સમર્થ કર્યું છે.
ઘટે છે તો એમ કે પુરુષ પ્રત્યે સ્ત્રીનો જે કામ્યપ્રેમ તે સંસારના બીજા ભાવોની અપેક્ષાએ શિરોમણિ છે, તથાપિ તે પ્રેમથી અનંત ગુણવિશિષ્ટ એવો પ્રેમ, પુરુષ પ્રત્યેથી પ્રાપ્ત થયો જે આત્મારૂપ શ્રતધર્મ તેને વિષે યોગ્ય છે; પરંતુ તે પ્રેમનું સ્વરૂપ જ્યાં અદષ્ટાંતપણાને પામે છે, ત્યાં બોધનો અવકાશ નથી, એમ જાણી પરિસીમાભૂત એવું તે શ્રતધર્મને અર્થે ભરતાર પ્રત્યેના સ્ત્રીના કામ્યપ્રેમનું દષ્ટાંત કહ્યું છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાને પામતો નથી, આગળ વાણી પછીનાં પરિણામને પામે છે અને આત્મવ્યક્તિએ જણાય છે, એમ છે.
પત્ર ૪૦૩
મુંબઈ, ભાદરવા સુદ ૧૦, ગુરુ, ૧૯૪૮ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે; ધર્મરૂપ નથી. તમે હાલ જે નિષ્ઠા, વચનના શ્રવણ પછી, અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેયોગ છે. દઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠાદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિરૂપ થાય
જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાસ અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જેગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
(૩૬૯)
પત્ર ૪૧૬
ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રામિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાતિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાતિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોધસ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણી વાર થઈ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી, અને તે જ કારણ છવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તો દઢ કરીને લાગે છે.
જ્ઞાનીપુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું', હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું પરિગ્રહાદિકને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું, લોકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે; જ્ઞાનીને વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે; પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથસંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાય છે અને એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એવો તો એક “સ્વચ્છેદ' નામનો મહા દોષ છે; અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે.
જેને તમારા પ્રત્યે, તમને પરમાર્થની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાઓ એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી, એવો હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું, અને તે એ કે ઉપર જણાવેલા દોષો જે વિષે હજુ તમને પ્રેમ વર્તે છે; “જાણું છું,’ ‘હું સમજું છું', એ દોષ ઘણી વાર વર્તવામાં પ્રવર્તે છે; અસાર
' '
-
Page #424
--------------------------------------------------------------------------
________________
(૩૭૦).
એવા પરિગ્રહાદિકને વિષે પણ મહત્તાની ઈચ્છા રહે છે, એ વગેરે જે દોષો તે, ધ્યાન, જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનું પ્રયત્ન કરવું, અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે, એમ જાણીએ છીએ.
પત્ર ૪૩૬
મુંબઈ, ચૈત્ર સુદ ૧, ૧૯૪૯
'સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ;
વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.' જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.
પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં પુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ.
- ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ.
ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે, યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરનાં ઉદેશવચનને નમસ્કાર કરીએ છીએ.
(અપૂર્ણ)
_
અ
+
'+,
-
કરાપાર વાળા
Page #425
--------------------------------------------------------------------------
________________
(૩૭૧)
પત્ર ૪૩૮ મુંબઈ, ચૈત્ર સુદ ૧, ૧૯૪૯ સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.'
શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો, તેને વિષે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે. અમે તે આત્મા એવો જામ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ. તે આત્મા “સમતા' નામને લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્યસ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિષે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી, એવું જે સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે.
પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફર્તિવાળા જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા, રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણું જેને વિષે છે, તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવ છે.
કોઈ પણ જાણનાર કયારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં
પ્રથમ જે હોય, તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ - છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે તો તે
બનવા યોગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય
Page #426
--------------------------------------------------------------------------
________________
(૩૭૨)
એવો એ પ્રગટ ‘ઊર્ધ્વતાધર્મ’ તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે
છે.
પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિષે જ્ઞાયકપણું સંભવી શકે નહીં, એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થંકરે જીવ કહ્યો છે.
શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ, માટે તીર્થંકરે જીવનું કહ્યું છે; અને વ્યવહારદષ્ટાંતે નિદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિષે બીન સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે; તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી.
આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરું છું, તાપ પડે છે, દુ:ખી છું, દુ:ખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, અનુભવપણું તે જો 'કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિષે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થંકરાદિનો અનુભવ છે.
જ
સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી, તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ
Page #427
--------------------------------------------------------------------------
________________
(૩૭૩)
પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવપ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે.
એ જે લક્ષણો યાં તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે,જે જાણવાથી જીવ જાણ્યો છે તે લક્ષણો એ પ્રકારે તીર્થંકરાદિએ કહ્યાં છે.
પત્ર ૪૫૦
મુંબઈ, જેઠ સુદ ૧૫, ભોમ, ૧૯૪૯
“જીવ તું શીદ શોચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્ત તું શીદ શોચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે.’’ દયારામ પૂર્વે જ્ઞાનીપુરુષો થઈ ગયા છે, તે જ્ઞાનીમાં ઘણા જ્ઞાનીપુરુષો સિદ્ધિજોગવાળા થઈ ગયા છે, એવું જે લોકકથન છે તે સાચું છે કે ખોટું, એમ આપનું પ્રશ્ન છે, અને સાચું સંભવે છે, એમ આપનો અભિપ્રાય છે. સાક્ષાત્ જોવામાં આવતું નથી, એ વિચારરૂપ જિજ્ઞાસા છે.
કેટલાક માર્ગાનુસારી પુરુષો અને અજ્ઞાન યોગીપુરુષોને વિષે પણ સિદ્ધિજોગ હોય છે. ઘણું કરી તેમના ચિત્તના અત્યંત સરળપણાથી અથવા સિદ્ધિજોગાદિને અજ્ઞાનજોગે સ્ફુરણા આપવાથી તે પ્રવર્તે છે.
સમ્યક્દષ્ટિપુરુષો કે જેનો ચોથે ગુણઠાણે સંભવ છે, તેવા જ્ઞાનીપુરુષોને વિષે ક્વચિત્ સિદ્ધિ હોય છે, અને ક્વચિત્ સિદ્ધિ હોતી નથી. જેને વિષે હોય છે, તેને તે સ્ફુરણા વિષે પ્રાયે ઈચ્છા થતી નથી; અને ઘણું કરી જ્યારે ઈચ્છા થાય છે ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તો થાય છે; અને જો તેવી ઈચ્છા થઈ તો સમ્યક્ત્વથી પડવાપણું તેને ઘટે છે.
પ્રાયે પાંચમે, છઠે ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિોગનો વિશેષ સંભવ થતો જાય છે; અને ત્યાં પણ જો પ્રમાદાદિ જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો પ્રથમ ગુણઠાણાને વિષે સ્થિતિ થવી સંભવે છે.
સાતમે ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમે, દશમે ઘણું કરી પ્રમાદનો અવકાશ ઓછો છે. અગિયારમે ગુણઠાણે સિદ્ધિજોગનો લોભ સંભવતો જાણી
Page #428
--------------------------------------------------------------------------
________________
(૩૭૪) પ્રથમ ગુણઠાણે સ્થિતિ હોવી સંભવે છે. બાકી જેટલાં સમ્યકત્વનાં સ્થાનક છે, અને જ્યાં સુધી સમ્યફપરિણામી આત્મા છે ત્યાં સુધી, તે એકે જોગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળ સંભવતી નથી.
જે સમ્યકજ્ઞાની પુરુષોથી સિદ્ધિગના ચમત્કારો લોકોએ જાણ્યા છે, તે તે જ્ઞાની પુરુષના કરેલા સંભવતા નથી; સ્વભાવે કરી તે સિદ્ધિજોગ પરિણામ પામ્યા હોય છે. બીજા કોઈ કારણથી જ્ઞાની પુરુષને વિષે તે જોગ કહ્યો જતો નથી.
માર્ગાનુસારી કે સમ્મદષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચનાનુસાર કેટલીક વાર બને છે. અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે, તેના તે આવરણના ઉદયે અજ્ઞાન સ્ફરી તે સિદ્ધિજોગ અલ્પકાળે ફળે છે. જ્ઞાની પુરુષથી તો માત્ર સ્વાભાવિક ફુર્વે જ ફળે છે; અન્ય પ્રકારે નહીં. જે જ્ઞાનીથી સ્વાભાવિક સિદ્ધિજોગ પરિણામી હોય છે, તે જ્ઞાની પુરુષ, અમે જે કરીએ છીએ તેવા અને તે આદિ બીજા ઘણા પ્રકારના ચારિત્રને પ્રતિબંધક કારણોથી મુક્ત હોય છે, કે જે કારણે આત્માનું ઐશ્વર્ય વિશેષ સ્કુરિત થઈ, મનાદિ જોગમાં સિદ્ધિના સ્વાભાવિક પરિણામને પામે છે. ક્વચિત્ એમ પણ જાણીએ છીએ કે, કોઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિજોગ પરિણામી કર્યો હોય છે, તથાપિ તે કારણ અત્યંત બળવાન હોય છે, અને તે પણ સંપૂર્ણ જ્ઞાનદશાનું કાર્ય નથી. અમે જે આ લખ્યું છે, તે બહુ વિચારવાથી સમજાશે.
અમારા વિષે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાનયોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. સમ્યફદષ્ટિપણું તો જરૂર સંભવે છે. કોઈ પ્રકારનો સિદ્ધિજોગ અમે ક્યારે પણ સાધવાનો આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભરતો નથી, એટલે સાધને કરી તેવો જોગ પ્રગટયો હોય એવું જણાતું નથી. આત્માના વિશુદ્ધપણાના કારણે જો કંઈ તેવું ઐશ્વર્ય હોય તો તેનું નહીં હોવાપણું કહી શકાતું નથી. તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે; તથાપિ આ પત્ર લખતી વખત એ ઐશ્વર્યાની સ્મૃતિ થઈ છે, નહીં તો ઘણા કાળ થયાં તેમ થવું સ્મરણમાં નથી, તો પછી તે સ્ફરિત કરવા વિષેની ઈચ્છા ક્યારેય થઈ હોય એમ કહી શકાય નહીં, એ સ્પષ્ટ વાર્તા છે. તમે અમે કંઈ
Page #429
--------------------------------------------------------------------------
________________
(૩૭૫)
દુ:ખી નથી. જે દુ:ખ છે તે રામના ચૌદ વર્ષનાં દુ:ખનો એક દિવસ પણ નથી. પાંડવના તેર વર્ષનાં દુ:ખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ નથી,તો પછી અમને એ અત્યંત કારણ ક્યારેય જણાવું સંભવતું નથી.
તમે શોચ કરવા યોગ્ય નથી, તેમ છતાં કરો છો. તે વાર્તા તમારાથી ન લખાય તે લખાઈ જાય છે. તે ન લખવા વિષે અમારો આ પત્રથી ઉપદેશ નથી, માત્ર જે થાય તે જોયા કરવું, એવો નિશ્ચય રાખવાનો વિચાર કરો; ઉપયોગ કરો; અને સાક્ષી રહો, એ જ ઉપદેશ છે.
નમસ્કાર પહોંચે.
પત્ર ૪૬૦
મુંબઈ, બીજા અષાડ વદ ૧૦, સોમ, ૧૯૪૯
ભાઈ કુંવરજી, શ્રી કલોલ.
શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યક્ત્રકારે અહિયાસવા યોગ્ય છે. ઘણી વાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સભ્યપ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે; તથાપિ હૃદયને વિષે વારંવાર તે વાતનો વિચાર કરતાં અને આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સભ્યપ્રકારનો નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ, તથા પરિષહના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સભ્યપરિણામ ફળીભૂત થાય છે, અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મોહ-મમત્વાદિ ત્યાગ્યાં હોય, તો તે મોટું શ્રેય છે; તથાપિ તેમ ન બન્યું હોય તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી; અને મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરુષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડો ઉપાય છે. જોકે દેહનું તેવું મમત્વ ત્યાગવું
''
Page #430
--------------------------------------------------------------------------
________________
(૩૭૬) કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, તથાપિ જેનો તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે મોડે ફળીભૂત થાય છે.
જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપરિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે; એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઈચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે, અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. જે કંઈ તે મમતા છે તે અપરિણામિક મમતા છે, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે; પણ તે દેહની પ્રિયતાર્થે, સાંસારિક સાધનમાં પ્રધાન ભોગનો એ હેતુ છે, તે ત્યાગવો પડે છે, એવા આર્તધ્યાને કોઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાની પુરુષોના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણનો તેવા પ્રસંગે લક્ષ રાખવો યોગ્ય છે.
| સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સવિચાર . અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.
તેનો પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.
પ્રણામ પહોંચે. પત્ર ૪૭૭
મુંબઈ, કાર્તિક સુદ ૯, શુક્ર, ૧૯૫૦ માથે રાજા વર્તે છે એટલા વાક્યના ઈહાપોહ (વિચાર)થી ગર્ભશ્રીમંત એવા શ્રી શાળિભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હતાં.
'નિત્ય પ્રત્યે એકેક સ્ત્રીને ત્યાગી અનુક્રમે બત્રીશ સ્ત્રીઓને ત્યાગવા
Page #431
--------------------------------------------------------------------------
________________
(૩૭૭) ઈચ્છે છે, એવો બત્રીસ દિવસ સુધીનો કાળપારધીનો ભરૂસો શ્રી શાળિભદ્ર કરે છે, એ મોટું આશ્ચર્ય છે” એમ શ્રી ધનાભદ્રથી સ્વાભાવિક વૈરાગ્યવચન ઉદ્દભવ થતાં હવાં.
‘તમે એમ કહો છો તે જોકે મને માન્ય છે, તથાપિ તે પ્રકારે આપ પણ ત્યાગવાને દુર્લભ છો' એવાં સહજ વચન તે ધનાભદ્ર પ્રત્યે શાલિભદ્રની બહેન અને તે ધનાભદ્રની પત્ની કહેતી હવી. જે સાંભળી કોઈ પ્રકારના ચિત્તક્લેશ પરિણમવ્યા વગર તે શ્રી ધનાભદ્ર તે જ સમયે ત્યાગને ભજતા હવા, અને શ્રી શાળિભદ્ર પ્રત્યે કહેતા હતા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજે છો ? તે શ્રવણ કરી, જેનું ચિત્ત આત્મારૂપ છે એવા તે શ્રી શાલિભદ્ર અને ધનાભદ્ર જાણે કોઈ દિવસે કંઈ પોતાનું કર્યું નથી’ એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા હવા.
આવા સત્પષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે, તે કિયા બળે કરતો હશે? તે વિચારી જોવા યોગ્ય છે.
સહજ મોક્ષ
પત્ર પ૩૭ શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે; પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? પણ સ્વપ્નદશામાં જેમન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ
Page #432
--------------------------------------------------------------------------
________________
(૩૭૮)
શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષાદિ સાધન કહ્યાં છે; અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ,નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટયો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતિ.
પત્ર ૫૩૯
મુંબઈ, કાર્તિક સુદ ૧૪, સોમ, ૧૯૫૧
સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી,એ પરમ શ્રેય છે; અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાસ થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાશદશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિષે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.
૩.
આ.સ્વ.પ્રણામ.
પત્ર ૬૦૯
મુંબઈ, જેઠ, ૧૯૫૧ ૧. સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ ‘મોક્ષ’ કહે છે. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે.
૨.
સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે.
એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું
૪.
Page #433
--------------------------------------------------------------------------
________________
૫.
૬.
૩.
..
૯.
(૩૭૯)
છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે.
સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલીશીઅવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમાવવાને અર્થે વર્ણવી છે. સર્વ ભાવથી અસંગપણું થવું તે દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે.
તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાસ ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિપર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું.
અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે.
તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવાં માઠાં કારણોનો ત્યાગ ન કર્યો !
૧૦. મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇંદ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પ કાળમાં
Page #434
--------------------------------------------------------------------------
________________
> **
(૩૮૦)
મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. ૧૧. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત્ પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા, જોઈને તે પરિક્ષીણ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં.
૧૨. સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.
૧૩. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદ્દયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતાં સંકોચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્ત્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇંદ્રિયવિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યાં જ રહેવાં અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવાં; કેમકે સત્સંગપ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહી, તેને આચરે નહીં, આચરવાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં.
Page #435
--------------------------------------------------------------------------
________________
(૩૮૧) સંક્ષેપમાં લખાયેલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં આ વાક્યો મુમુક્ષજીવે પોતાના આત્માને વિષે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે: જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યાં છે.
પત્ર ૬૩૧
વવાણિયા, શ્રાવણ વદ ૧૪, સોમ, ૧૯૫૧ પ્રથમ પદમાં એમ કહ્યું છે કે : હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિષે દષ્ટિ દે, કે જે દષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જોયપણે તારે વિષે દેખાશે. તત્ત્વસ્વરૂપ એવાં સન્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે; એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે, અને તેનું સ્વરૂપ પણ જુદું છે, જેમ માત્ર કથનશાનીઓ કહે છે તેમ નથી, માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમકે તે અપૂર્વભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી.
બીજા પદનો સંક્ષેપ અર્થ : “હે મમ! યમનિયમાદિ જે સાધનો સર્વ શાસ્ત્રમાં કહ્યાં છે, તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ કરશે એમ પણ નથી, કેમકે તે પણ કારણને અર્થે છે; તે કારણ આ પ્રમાણે છે : આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ્યાં છે. તત્ત્વજ્ઞાનીઓએ એથી, એવા હેતુથી એ સાધનો wયાં છે, પણ ઇવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યાં. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે, તેમ તત્ત્વજ્ઞાનીઓએ એ તત્ત્વનું તત્ત્વ કહ્યું છે.”
'
''":"=
:
' ***
*
*
*
* * * * * *
*
* *
*
*
*
*
Page #436
--------------------------------------------------------------------------
________________
(૩૮૨)
પત્ર ૬૫૧
મુંબઈ, કારતક, ૧૯૫૨ જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવ્યું છે. વસ્તુતાએ બન્ને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમાયો, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય ‘સમજીને શમાઈ રહ્યા' તેનો અર્થ છે.
અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું શમાઇ ગયું. એ બીજું વાક્ય ‘સમજીને શમાઈ ગયા’ તેનો અર્થ છે.
પર્યાયાંતરથી અર્થાતર થઈ શકે છે. વાસ્તવ્યમાં બન્ને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે.
જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહંત્વ, મમત્વ શમાવી દીધું; કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં; અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી
જ
ગયા.
આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા; વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી ક્વચિત્ રહયો, તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ શમાઈ ગયો; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ.
એ બન્ને વાક્ય લોકભાષામાં પ્રવર્ત્ય છે, તે ‘આત્મભાષા’માંથી આવ્યાં છે. જે ઉપર કહ્યા તે પ્રકારે ન શમાયા તે સમજ્યા નથી એમ એ વાક્યનો સારભૂત અર્થ થયો; અથવા જેટલે અંશે શમાયા તેટલે અંશે સમજ્યા, અને જે પ્રકારે શમાયા તે પ્રકારે સમજ્યા, એટલો વિભાગાર્થ થઈ શકવા યોગ્ય છે, તથાપિ મુખ્યાર્થમાં ઉપયોગ વર્તાવવો ઘટે છે.
અનંતકાળથી યમ, નિયમ, શાસ્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ.
સમજાવા અને શમાવાનું જે કોઈ ઐક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે;
Page #437
--------------------------------------------------------------------------
________________
(૩૮૩) તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્ગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં; જાણવાનો પ્રતિબંધક અસત્સંગ, સ્વચ્છેદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં જેથી સમજવું અને શમાવું તથા બેયનું ઐક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે.
અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને સમાય, એ નિઃસંદેહ છે.
અનંત જ્ઞાની પુરુષ અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે.
પત્ર ૭૦૬ વડવા (સ્તંભતીર્થ સમીપ), ભાદરવા સુદ ૧૧, ગુરુ, ૧૫ર શુભેચ્છા સંપન્ન આર્ય કેશવલાલ પ્રત્યે, લીંબડી
સહજાભસ્વરૂપે યથાયોગ્ય પ્રણામ પ્રાપ્ત થાય. ત્રણ પત્રો પ્રાપ્ત થયાં છે. “કંઈ પણ વૃત્તિ રોકતાં, તે કરતાં વિશેષ અભિમાન વર્તે છે તેમ જ તૃષ્ણાના પ્રવાહમાં ચાલતાં તણાઈ જવાય છે, અને તેની ગતિ રોકવાનું સામર્થ્ય રહેતું નથી' ઈત્યાદિ વિગત તથા ‘ક્ષમાપના અને કર્કટી રાક્ષસીના યોગવાસિષ્ઠ સંબંધી પ્રસંગની જગતભ્રમ ટાળવા માટેમાં વિશેષતા' લખી તે વિગત વાંચી છે. હાલ લખવામાં ઉપયોગ વિશેષ રહી શકતો નથી, જેથી પત્રની પહોંચ પણ લખતાં રહી જાય છે. સંક્ષેપમાં તે પત્રોના ઉત્તર નીચે લખ્યા પરથી વિચારવા યોગ્ય છે.
૧. વૃત્તિઆદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તો પણ કરવો ઘટે. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખવો. તેમ બને તો ક્રમે કરીને વૃત્તિઆદિનો સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય.
Page #438
--------------------------------------------------------------------------
________________
(૩૮૪) - ૨. ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય. તે સત્ય છે, તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તો જ્ઞાને કરીને થાય, પણ કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર લબ રાખી તેવી પરિણતિ કરવી ઘટે.
સપુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉભવ થતો નથી; અને સત્પષના વચનનું યથાર્થ ગ્રહણ, સપુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રયભક્તિ' પરિણામ પામ્યથી થાય છે. ઘણું કરી એકબીજાં કારણોને અન્યોન્યાશ્રય જેવું છે. ક્યાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને પુરુષની ‘આશ્રયભક્તિ' અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પ કાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે.
ભોગમાં અનાસક્તિ થાય, તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે; અને તેથી તેની ઈચ્છા સહેજે મોળી પડી જાય, એમ યથાર્થ ભાસે છે. માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું છે, કેમકે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ (કારણ) નથી, એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવૈ ત્યાં સુધી તૃષ્ણા નાના પ્રકારે આવરણ કર્યા કરે. લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી, એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તોપણ તૃમિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તોપણ મુમુક્ષુ જીવ આર્તધ્યાન ઘણું કરીને થધ્વા ન દે, અથવા થયે તે પર વિશેષ ખેદ કરે, અને આજીવિકામાં ત્રુટતું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. એ આદિ પ્રકારે વર્તતાં તૃષ્ણાનો
Page #439
--------------------------------------------------------------------------
________________
(૩૮૫) પરાભવ (ક્ષીણ) થવા યોગ્ય દેખાય છે.
૩. ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સપુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જો કોઈ સપુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનનો ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતુ થાય છે.
૪. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળાં ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવું ન ઘટે કેમકે તેથી ઘણી સવૃત્તિઓ મોળી પડી જાય છે, અથવા વર્ધમાન થતી નથી.
૫. યોગવાસિષ્ઠ'નાં પ્રથમનાં બે પ્રકરણ અને તેવા ગ્રંથોનો મુમુક્ષુએ વિશેષ કરી લક્ષ કરવા યોગ્ય છે.
પત્ર ૭૧૦
*
વડવા, ભાદરવા સુદ ૧૫, સોમ, ૧૯૫૨
आत्मा
આત્મા સચ્ચિદાનંદ
सच्चिदानंद જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું.
નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ
સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જે સર્વને જાણે છે તે આત્મા છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે.
Page #440
--------------------------------------------------------------------------
________________
(૮૬)
ઉપયોગમય આત્મા છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે. આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં
તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી. ભ્રાંતિપણે પરભાવનો કર્તા છે. તેના ફળનો ભોક્તા છે. ભાન થયે સ્વભાવપરિણામી છે. સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે. સદ્દગુરુ, સત્સંગ, સન્શાસ્ત્ર, સદ્વિચાર અને સંયમાદિ તેનાં સાધન છે.
આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચાં છે, કેમકે પ્રગટ અનુભવમાં આવે છે.
ભ્રાંતિપણે આત્મા પરભાવનો ક્ત હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે.
કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્માભોગવે છે.
ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ ન્યૂનાધિક પર્યાય ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે.
નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે.
તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યકત્વ છે. નિરંતર તે પ્રતીતિ વત્ય કરે તે ક્ષાયિક સમ્યકત્વ કહીએ છીએ.
ક્વચિત્ મંદ, ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષયોપશમ સમ્યકત્વ કહીએ છીએ.
તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી, ત્યાં સુધી ઉપશમ સમ્યકત્વ કહીએ છીએ. - આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યકત્વ કહીએ છીએ.
Page #441
--------------------------------------------------------------------------
________________
(૩૮૭) - અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યકત્વ કહીએ છીએ.
તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય.
મનરૂપ યોગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે.
નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટે છે.
કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન છે...... કેવળજ્ઞાન છે.
પત્ર ૭૧૯
નડિયાદ, આસો વદ ૧૦, શનિ, ૧૯૫ર આત્માર્થી, મુનિપથાભ્યાસી શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી આદિ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ.
પત્ર પ્રાપ્ત થયું હતું. શ્રી સદ્ગુરુદેવના અનુગ્રહથી અત્ર સમાધિ છે.
એકાંતમાં અવગાહવાને અર્થે આત્મસિદ્ધિશાસ્ત્ર આ જોડે મોકલ્યું છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા યોગ્ય છે.
જિનાગમ વિચારવાની શ્રી લલ્લુજી અથવા શ્રી દેવકરણજીને ઈચ્છા હોય તો “આચારાંગ’, ‘સૂયગડાંગ', ‘દશવૈકાલિક', ઉત્તરાધ્યયન' અને ‘પ્રશ્નવ્યાકરણ’ વિચારવા યોગ્ય છે.
આત્મસિદ્ધિશાસ્ત્રી શ્રી દેવકરણજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે; તોપણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સત્પરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા.ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ, અને
Page #442
--------------------------------------------------------------------------
________________
(૩૮૮)
આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો, ભિન્નભાવરહિત, લોકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે.
સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાનીપુરુષો સાક્ષી છે.
બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય તે તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજીએ યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે; તેમ જ અન્ય જીવો પણ આત્માર્થ સન્મુખ થાય અને જ્ઞાનીપુરુષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, રસાદિની લુબ્ધતા મોળી પાડે એ આદિ પ્રકારે એક આત્માર્થે ઉપદેશ કર્તવ્ય છે.
અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. એ જ વિનંતિ.
સર્વ મુમુક્ષુઓને નમસ્કાર પ્રાપ્ત થાય.
શ્રી સહજાત્મસ્વરૂપ.
પત્ર ૭૫૧
વવાણિયા, ફાગણ વદ ૧૧, રવિ, ૧૯૫૩
ૐ સર્વજ્ઞાય નમ :
‘આત્મસિદ્ધિ’માં કહેલા સમકિતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે.
આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉપદેશ્યાં છે :(૧) આ પુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ,
Page #443
--------------------------------------------------------------------------
________________
(૩૮૯)
સ્વચ્છંદનિરોધપણે આસપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમક્તિ
કહ્યું છે.
પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતનો બીજો પ્રકાર
કહ્યો છે. (૩) નિર્વિકલ્પ પરમાર્થઅનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર કહ્યો
પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમકિત વીતરાગ પુરુષે માન્ય ક્યાં છે. ત્રણે સમકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે; ભક્તિ કરવા યોગ્ય છે.
કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સત્પરુષનાં વચનનું અવલંબન વીતરાગે કહ્યું છે; અર્થાત્ બારમા ક્ષીણમોગુણસ્થાનક પર્યંત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામે કેવળજ્ઞાન’ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે; એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે.
પત્ર ૭૭૧ વવાણિયા, ચૈત્ર સુદ ૫, ૧૯૫૩ ગયા કાગળમાં અત્રેથી ત્રણ પ્રકારનાં સમક્તિ જણાવ્યાં હતાં. તે ત્રણે સમકિતમાંથી ગમે તે સમકિત પામ્યાથી જીવ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે. જઘન્ય તે ભવે પણ મોક્ષ થાય; અને જે તે સમકિત હમે, તો વધારેમાં વધારે અર્ધ પુગલપરાવર્તનકાળ સુધી સંસારપરિભ્રમણ કરીને પણ મોક્ષ પામે. સમકિત પામ્યા પછી વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્તન સંસાર હોય.
લયોપશમ સમકિત અથવા ઉપશમ સમકિત હોય, તો તે જીવ વમી શકે; પણ ક્ષાયિક સમકિત હોય તો તે વગાય નહીં; ક્ષાયિક સમકિતી જીવ તે જ ભવે મોક્ષ પામે, વધારે ભવ કરે તો ત્રણ ભવ કરે અને કોઈ એક જીવની અપેક્ષાએ ક્વચિત્ ચાર ભવ થાય. યુગલિયાનું આયુષ બંધાયા પછી ક્ષાયિક સમક્તિ આવ્યું હોય, તો ચાર ભવ થવાનો સંભવ છે; ઘણું કરીને કોઈક જીવને
Page #444
--------------------------------------------------------------------------
________________
(૩૯૦) આમ બને છે.
ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાનસ્વરૂપ છે. પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, તેમ જ મોક્ષમાર્ગ હોય, તે પુરુષનાં લક્ષણાદિ પણ વીતરાગપણાની સિદ્ધિ કરે છે, જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થવક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષનો ક્ષય થઈ વીતરાગ દશા થાય છે. તથારૂપ સપુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સમકિત આવવું કઠણ છે. તેવા પુરૂષનાં વચનરૂપ શાસ્ત્રોથી કોઈક પૂર્વે આરાધક હોય એવા જીવને સમકિત થવું સંભવે છે; અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે.
Page #445
--------------------------------------------------------------------------
________________
(૩૯૧)
પત્ર ૭૮૧
મુંબઈ, જેઠ વદ ૬, રવિ, ૧૯૫૩
પરમપુરૂષદશાવર્ણન
‘કીચસૌ કનક જાૐ, નીચ સૌ નરેસપદ, મીચસી મિતાઈ, ગરુવાઈ જાૐ ગારસી; જહરસી જોગ જાતિ, કહરસી કરામાતિ, હહરસી હૌસ, પુદ્દગલછબિ છારસી; જાલસૌ જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલૌ કુટુંબકાજ, લોકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાનૈ, બીઠસૌ બખત મારૈ, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.’
જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબનાં કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.
કોઈને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશો. જેમ જેમ સત્પુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે, તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસંદેહતા
છે.
ત્રંબક, મણિ વગેરે મુમુક્ષુને તો સત્સમાગમ વિષેની રુચિ અંતર ઈચ્છાથી
R
Page #446
--------------------------------------------------------------------------
________________
- ન; rjી
(૩૯૨) કંઈક આ અવસરના સમાગમમાં થઈ છે, એટલે એકદમ દશા વિશેષ ન થાય તોપણ આશ્ચર્ય નથી.
ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે.
વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈ પણ જીવ વિષેની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયોગ અથવા પરમપુરૂષની ઉપર કહી છે તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે, કેમકે બીજો કોઈ પણ વિકલ્પ રાખવા જેવું નથી. જે કોઈ સાચા અંતઃકરણે પુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી; અને શરીરનિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે, એટલે તે વિષે પણ કંઈ વિકલ્પ રાખવા યોગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને શમાવ્યો છે, તોપણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે.
| સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્યફદર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યફચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિઃસંદેહ છે. એ જ વિનંતિ.
પત્ર ૮૩૨ વવાણિયા, ૪, ૧૫૪ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિસ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.
સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે, પણ અહો! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત
Page #447
--------------------------------------------------------------------------
________________
(૩૯૩)
જ સુખનો માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ
વિષયથી જેની ઈન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે ?
પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે ?
કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.” હે આર્યજનો ! આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો.
પત્ર ૮૩૩
વવાણિયા, જ્યેષ્ઠ સુદ ૧, શનિ, ૧૯૫૪ સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિંબધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર.
જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ . આદિ ઠંદ્રનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.
દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબધ દીઠો છે,અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે ન મહપુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે.
જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે.
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ
Page #448
--------------------------------------------------------------------------
________________
(૩૯૪)
શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદાસર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે.
જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યક્દષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે.
જેની ઉત્પત્તિ કોઈ પણા અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય ?
અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવપ્રમાણસ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે.
પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પુરુષોને નમસ્કાર.
સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ ? શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું.
શાંતિ: શાંતિ: શાંતિ:
Page #449
--------------------------------------------------------------------------
________________
.
(૩૯૫) *પત્ર ૮૪૩
વસો, પ્રથમ આસો સુદ ૬, બુધવાર, ૧૯૫૪ શ્રીમત્ વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો,
ત્રિકાળ જયવંત વર્તો. તે શ્રીમતુ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતનો અને તે જયવંત ધર્મનો આશ્રય સદેવે કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. | ચિત્તમાં દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી.
દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ કરતા નથી તે પુરુષી પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજે. એ જ દષ્ટિ કર્તવ્ય છે. - હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ-ચૈતન્ય-સ્વરૂપ છે, એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણસ્વરૂપ છે. નિર્વિકલ્પ.
* પ્રભુશ્રીએ આ પત્ર વારંવાર વિચારવા તથા મનન કરી હૃદય કરવા યોગ્ય છે, એમ જણાવ્યું છે.
Page #450
--------------------------------------------------------------------------
________________
(૩૯૬)
પત્ર ૮૪૬
વનક્ષેત્ર ઉત્તરસંડા,
પ્ર. આસો વદ ૯, રવિ, ૧૯૫૪
ૐ નમઃ
अध्ययन ५ - ९२
अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिआ; मुक्खसाहणहेउस्सं, साहुदेहस्स धारणा. ભગવાન જિને આશ્ચર્યકારક એવી નિષ્પાપવૃત્તિ (આહારગ્રહણ) મુનિઓને ઉપદેશી. (તે પણ શા અર્થે ?) માત્ર મોક્ષસાધનને અર્થે. મુનિને દેહ જોઈએ તેના ધારણાર્થે. (બીજા કોઈ પણ હેતુથી નહીં.)
अहो निच्चं तवो कम्मं, सव्व बुद्धेहिं वण्णिअं;
• जाव लज्जासमा वित्ती, एगभत्तं च भोयणं.
दशवैकालिक अध्ययन ६-२२ સર્વ જિન ભગવંતોએ આશ્ચર્યકારક (અદ્ભુત ઉપકારભૂત) એવું તપઃકર્મ નિત્યને અર્થે ઉપદેશ્યું. (તે આ પ્રમાણે:) સંયમના રક્ષણાર્થે સમ્યવૃત્તિએ એક વખત આહારગ્રહણ (દશવૈકાલિકસૂત્ર.)
તથારૂપ અસંગ નિગ્રંથપદનો અભ્યાસ સતત વર્ધમાન કરજો.‘પ્રશ્નવ્યાકરણ’, ‘દશવૈકાલિક’, ‘આત્માનુશાસન' હાલ સંપૂર્ણ લક્ષ રાખીને વિચારશો. એક શાસ્ત્ર પૂરું વાંચ્યા પછી બીજું વિચારશો.
Page #451
--------------------------------------------------------------------------
________________
(૩૯૭)
પત્ર ૮૬૬
શ્રી વવાણિયા,ચૈત્ર સુદ ૫, ૧૯૫૫
દ્રવ્યાનુયોગ પર ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે.
દર્શનમોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે.
જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યફદર્શનનું નિર્મલ છે, તેનું કારણ પણ ‘દ્રવ્યાનુયોગ થાય છે.
સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામપરિણામી, પરમવીતરાગ-દષ્ટિવંત, પરમસંગ એવા મહાત્માપુરુષો તેનાં મુખ્ય પાત્ર છે.
કોઈ મહત્ પુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું; તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે.
હે આર્ય ! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વદુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.
Page #452
--------------------------------------------------------------------------
________________
(૩૯૮)
પત્ર ૯૦૧
મુંબઈ, કારતક સુદ ૧૫, ૧૯૫૬
‘ગુરુ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઔર;
વ્રતતપધર, તનુ નગનધર, વંદ વૃષસિરમોર.' જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. . અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે.
ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે.
- જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.
યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે.
દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્વપ્રતીતિ સમ્યપણે ઉત્પન્ન થાય છે.
તત્ત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમોહ વ્યતીત કરવા યોગ્ય છે.
ચારિત્રમોહ, ચૈતન્યના – જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈછિકપણાથી પ્રલય થાય છે.
અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા યોગ્ય છે.
હે આર્ય મુનિવરો ! એ જ અસંગ શુદ્ધ ચૈતન્યાર્થે અસંગયોગને અહોનિશ ઈચ્છીએ છીએ. હે મુનિવરો ! અસંગતાનો અભ્યાસ કરો.
બે વર્ષ કદાપિ સમાગમ ન કરવો એમ થવાથી અવિરોધતા થતી હોય તો છેવટે બીજો કોઈ ઉપાય ન હોય તો તેમ કરશો. જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને
ૐ શાંતિઃ
નમસ્કાર.
Page #453
--------------------------------------------------------------------------
________________
(૩૯૯) પત્ર ૯૧૩
ધર્મપુર, ચૈત્ર વદ ૪,બુધ, ૧૯૫૬ પત્ર સંપ્રાપ્ત થયું. અત્ર સમાધિ છે.
અકસ્માતુ શારીરિક અશાતાનો ઉદય થયો છે અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું, અને તેથી સંતોષ પ્રાપ્ત થયો હતો.
* સમસ્ત સંસારી જીવો કર્મવશાત્ શાતા-અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તો અશાતાનો જે ઉદય અનુભવાય છે. ક્વચિત અથવા કોઈક દેહસંયોગમાં શાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે, પણ વસ્તુતાએ ત્યાંપણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચનયોગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે, અને જો હજુ તેનાં કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાનો ઉત્તમ પુરુષો તે અંતરદાહરૂપ શાતા અને બાહ્યાભ્યતર સંક્લેશઅગ્નિરૂપે પ્રજવલિત એવી અશાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી,પ્રતીત કરી, તેને યથાયોગ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા.
શાતા-અશાતાંનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણોને ગવેષતા એવા તે મહત્ પુરુષોને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયું અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાસ થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતો.
કેટલાક કારણવિશેષને યોગે વ્યવહારદષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધાદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા.
ઉપયોગ લક્ષણે સનાતનમ્ફરિત એવા આત્માને દેહથી, તૈજસ અને કામણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધદશાને
Page #454
--------------------------------------------------------------------------
________________
(૪૦)
સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરા થઈ, જેમ ઉપશમત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે.
તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માર્થી જનને પરમવીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક નિઃસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમદયામૂળ ધર્મવ્યવહાર અને પરમશાંત રસ રહસ્યવાક્યમય સત્શાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણે છે.
અત્ર એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્ર સંક્ષેપીએ
છીએ.
भीराण नरयगईए; तिरियगईए कुदेवमणुयगईए;
पत्तोसि तिव्व दु:खं, भावहि जिणभावणा जीव.
ભયંકર નરકગતિમાં,તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ ! તું તીવ્ર દુ:ખને પામ્યો, માટે હવે તો જિનભાવના (જિન ભગવાન જે પરમશાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંતસ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ (કે જેથી તેવાં અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાધ સુખસંપત્તિ સંપ્રાપ્ત થાય.) ૐ શાંતિ શાંતિ શાંતિઃ
Page #455
--------------------------------------------------------------------------
________________
(૪૦૧) ઉપદેશ નોંધ ૩૧
*
વ.મૃ.પૃ.૬૭૪
આસ્થા તથા શ્રદ્ધા :
દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે, અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી.
સિત્તેર કોટાકોટિ સાગરોપમ સ્થિતિ અંતર્મુહૂર્તમાં બંધાય છે; જેને લઈને જીવને અસંખ્યાતા ભવ ભ્રમણ કરવા પડે છે.
ચારિત્રમોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શનમોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. કારણ, સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. વીતરાગરૂપ જ્ઞાનીના વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. તેના
અવલંબને રહી સીસું રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને ઓધે પણ મજબૂત કરવી. - જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પોતાની ભૂલ જ થાય છે. વીતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી જ્હયું છે, તે મતિ આ જીવમાં છે નહીં; અને આ જીવની મતિ તો શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ જાય છે. તો પછી વીતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો ક્યાંથી કરી શકે ? તેથી બારમા ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે.
અધિકારી નહીં છતાં પણ ઊંચા જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે છે તે માત્ર આ જીવે પોતાને જ્ઞાની તથા ડાહ્યો માની લીધેલો હોવાથી તેનું માન ગાળવાના હેતુથી અને નીચેના સ્થાનકેથી વાતો કહેવામાં આવે છે તે માત્ર તેવો પ્રસંગ પ્રાપ્ત થયે નીચે ને નીચે જ રહે.
Page #456
--------------------------------------------------------------------------
________________
!_*41;
(૪૦૨)
સાત વ્યસન
વ.મૃ.પૃ.૬૭૫
(જાગતું, માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચોરી, પરસ્ત્રી)નો ત્યાગ. (અથ સમવ્યસન નામ ચોપાઈ)
દ
, આમિષ, મદિરા, દારી,૪ આહેટક," ચોરી, પરનારી; ‘“જૂવા,' એહિ સમવ્યસન દુ: ખદાઈ, દુરિતમૂળ દુર્ગતિકે જાઈ.'' એ સમવ્યસનનો ત્યાગ. રાત્રિભોજનનો ત્યાગ. અમુક સિવાય સર્વ વનસ્પતિનો ત્યાગ. અમુક તિથિએ અત્યાગ વનસ્પતિનો પણ પ્રતિબંધ. અમુક રસનો ત્યાગ. અબ્રહ્મચર્યનો ત્યાગ. પરિગ્રહ પરિમાણ.
શરીરમાં વિશેષ રોગાદિ ઉપદ્રવથી, બેભાનપણાથી, રાજા અથવા દેવાદિના બળાત્કારથી અત્રે વિદિત કરેલ નિયમમાં પ્રવર્તવા અશક્ત થવાય તો તે માટે પશ્ચાતાપનું સ્થાનક સમજવું. સ્વેચ્છાએ કરીને તે નિયમમાં ન્યૂનાધિકતા કંઈ પણ કરવાની પ્રતિજ્ઞા. સત્પુરુષની આજ્ઞાએ તે નિયમમાં ફેરફાર કરવાથી નિયમ ભંગ નહીં.
વ.મૃ.પૃ.૬૭૯
ઉપદેશ નોંધ ૩૭
'अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया: नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः'
અજ્ઞાનરૂપી તિમિર, અંધકારથી જે અંધ તેનાં નેત્ર જેણે જ્ઞાનરૂપી અંજનશલાકા, આંજવાની સળીથી ખોલ્યાં તે શ્રી સદ્ગુરુને નમસ્કાર. 'मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम्, ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये.'
મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભેત્તા, ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે હું વંદું છું.
અત્રે મોક્ષમાર્ગના નેતા એમ કહી આત્માના અસ્તિત્વથી માંડી તેના મોક્ષ અને મોક્ષના ઉપાયસહિત બધાં પદો તથા મોક્ષ પામેલાનો સ્વીકાર કર્યો, તેમ જ જીવ, અજીવ આદિ બધાં તત્ત્વોનો સ્વીકાર કર્યો. મોક્ષ, બંધની અપેક્ષા
Page #457
--------------------------------------------------------------------------
________________
(૪૦૩) રાખે છે; બંધ, બંધનાં કારણો આસવ, પુણ્ય પાપ કર્મ, અને બંધાનાર એવા નિત્ય અવિનાશી આત્માની અપેક્ષા રાખે છે. તેમજ મોક્ષ, મોક્ષના માર્ગની, સંવરની, નિર્જરાની,બંધનાં કારણો ટાળવારૂપ ઉપાયની અપેક્ષા રાખે છે. જેણે માર્ગ જોયો, જાણ્યો, અનુભવ્યો હોય તે નેતા થઈ શકે. એટલે મોક્ષમાર્ગના નેતા એમ કહી તેને પામેલા એવા સર્વજ્ઞ સર્વદર્શી વીતરાગનો સ્વીકાર કર્યો. આમ મોક્ષમાર્ગના નેતા એ વિશેષણથી જીવઅછવાદિન તત્ત્વ, છયેદ્રવ્ય, આત્માના હોવાપણા આદિ છયે પદ અને મુક્ત આત્માનો સ્વીકાર કર્યો.
મોક્ષમાર્ગ ઉપદેશવાનું, તે માર્ગે લઈ જવાનું કાર્ય દેહધારી સાકાર મુક્ત પુરુષ કરી શકે, દેહરહિત નિરાકાર ન કરી શકે. આમ કહી આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે, મુક્ત થઈ શકે છે, એવા દેહધારી મુક્ત પુરુષ જ બોધ કરી શકે છે એમ સૂચવ્યું, દેહરહિત અપૌરુષેય બોધનો નિષેધ કર્યો.
કર્મરૂપ પર્વતના ભેદનાર એમ કહી કર્મરૂપ પર્વતો તોડવાથી મોક્ષ થાય એમ સૂચવ્યું, અર્થાત્ કર્મરૂપ પર્વતો સ્વવીયૅ કરી દેહધારીપણે તોડ્યા, અને તેથી જીવન્મુક્ત થઈ મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગના બતાવનાર થયા. ફરી ફરી દેહ ધારણ કરવાનું, જન્મવા મરવારૂપ સંસારનું કારણ કર્મ છે; તેને સમૂળાં છેવાથી, નાશ કર્યાથી, તેમને ફરી દેહ ધારણ કરવાપણું નથી એમ સૂચવ્યું. મુક્ત આત્મા ફરી અવતાર ન લે એમ સૂચવ્યું.
વિશ્વતત્વના જ્ઞાતા, સમસ્ત દ્રવ્યપર્યાયાત્મક લોકાલોકના, વિશ્વના જાણનાર એમ કહી મુક્ત આત્માનું અખંડ સ્વપરજ્ઞાયકપણું સૂચવ્યું. મુક્ત આત્મા સદા જ્ઞાનરૂપ જ છે એમ સૂચવ્યું.
આવા જે ગુણવાળા તેને તે ગુણની પ્રાપ્તિ અર્થે વંદુ છું, એમ કહી પરમ આમ, મોક્ષમાર્ગ અર્થે વિશ્વાસ કરવા યોગ્ય, વંદન કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, જેની આજ્ઞાએ ચાલવાથી નિઃસંશય મોક્ષ પ્રાપ્ત થાય, તેમને પ્રગટેલ ગુણોની પ્રાપ્તિ થાય, તે ગુણો પ્રગટે, એવા કોણ હોય તે સૂચવ્યું. ઉપર જણાવેલ ગુણવાળા મુક્ત પરમ આમ, વંદન યોગ્ય હોય, તેમણે બતાવેલ તે મોક્ષમાર્ગ, અને તેમની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ હોય, તેમને પ્રગટ થયેલા ગુણો તેમની આજ્ઞાએ ચાલનાર ભક્તિમાનને પ્રગટે એમ સૂચવ્યું.
Page #458
--------------------------------------------------------------------------
________________
(૪૦૪)
અસ્તિત્વ વ.મૃ.પૃ. ૭૬૦ આંક ૨૨૦ આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યકત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જે આગળ વધે તોપણ પગ પાછા પડે છે, અર્થાત્ પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યકત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું છે તે છે.
જે કદાચ અસ્તિત્વની વાત કહેવામાં આવતી હોય તો પણ તે બોલવા માત્ર છે, કારણ કે ખરેખર અસ્તિત્વ ભાસ્યું નથી.
શ્રીએ બગસરામાં એક ભાઈને સમાધિમરણ માટે
આપેલા બોલ :
વ.મૃ. પૃ. ૭૩ ૧૨. દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે. જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય તેવી રીતે આત્માનું વીર્ય સ્કુરાય, અને તે પ્રમાણે પરમાણુ ગ્રહણ કરે ને તેવો જ બંધ પડે; અને તે પ્રમાણે વિપાક ઉદયમાં આવે. બે આંગળીના આંકડિયા પાડ્યા તે રૂપ ઉદય, અને તે મરડવા તે રૂપ ભૂલ, તે ભૂલથી દુ:ખ થાય છે એટલે બંધ બંધાય છે. પણ મરડવારૂપ ભૂલ જવાથી આંકડા સહેજે જ જુદા પડે તેમ દર્શનમાંની ભૂલ જવાથી કર્મ ઉદય સહેજે જ વિપાક આપી નિજેરે છે અને નવો બંધ થતો નથી.
૧૩. દર્શનમાં ભૂલ થાય તેનું ઉદાહરણ : જેમ દીકરો બાપના જ્ઞાનમાં તેમ જ બીજાના જ્ઞાનમાં દેહ અપેક્ષાએ એક જ છે, બીજી રીતે નથી; પરંતુ બાપ તેને પોતાનો દીકરો કરી માને છે, તે જ ભૂલ છે. તે જ દર્શનમાં ભૂલ અને તેથી જે કે જ્ઞાનમાં ફેર નથી તો પણ ભૂલ કરે છે; ને તેથી ઉપર પ્રમાણે બંધ પડે છે.
Page #459
--------------------------------------------------------------------------
________________
(૪૦૫)
૧૪.જો ઉદયમાં આવ્યા પહેલાં રસમાં મોળાશ કરી નાખવામાં આવે તો આત્મપ્રદેશથી કર્મ ખરી જઈ નિર્જરા થાય, અથવા મંદ રસે ઉદય આવે.
૧૫. જ્ઞાનીઓ નવી ભૂલ કરતા નથી, માટે તે અબંધ થઈ શકે છે.
૧૬. જ્ઞાનીઓએ માનેલું છે કે આ દેહ પોતાનો નથી; તે રહેવાનો પણ નથી; જ્યારે ત્યારે પણ તેનો વિયોગ થવાનો છે. એ ભેદવિજ્ઞાનને લઈને હંમેશાં નગારાં વાગતાં હોય તેવી રીતે તેના કાને પડે છે, અને અજ્ઞાનીના કાન બહેરા હોય છે એટલે તે જાણતો નથી.
૧૭. જ્ઞાની દેહ જવાનો છે એમ સમજી તેનો વિયોગ થાય તેમાં ખેદ કરતાં નથી. પણ જેવી રીતે કોઈની વસ્તુ લીધી હોય ને તેને પાછી આપવી પડે તેમ દેહને ઉલ્લાસથી પાછો સોંપે છે; અર્થાત્ દેહમાં પરિણમતા નથી. ૧૮. દેહ અને આત્માનો ભેદ પાડવો તે ‘ભેદજ્ઞાન’; જ્ઞાનીનો તે જાપ છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકે છે. તે ભેદજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્રો રચ્યાં છે. જેમ તેજાબથી સોનું તથા કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે.
૧૯. બીજાં ઉદયમાં આવેલાં કર્મોનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે, પણ વેદનીયકર્મમાં તેમ થઈ શકે નહીં; ને તે આત્મપ્રદેશે વેદવું જ જોઈએ; ને તે વેદતાં મુશ્કેલીનો પૂર્ણ અનુભવ થાય છે. ત્યાં જો ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય તો આત્મા દેહાકારે પરિણમે, એટલે દેહ પોતાનો માની લઈ વેઠે છે, અને તેને લઈને આત્માની શાંતિનો ભંગ થાય છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતાવેદની વેદતાં નિર્જરા થાય છે, ને ત્યાં જ્ઞાનીની કસોટી થાય છે. એટલે બીજાં દર્શનોવાળા ત્યાં તે પ્રમાણે ટકી શકતા નથી, ને જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે. ર૦. પુદ્ગલદ્રવ્યની દરકાર રાખવામાં આવે તોપણ તે જ્યારે ત્યારે ચાલ્યું જવાનું છે, અને જે પોતાનું નથી તે પોતાનું થવાનું નથી; માટે લાચાર થઈ દીન બનવું તે શા કામનું ?
Page #460
--------------------------------------------------------------------------
________________
(૪૦૬)
૨૧. ‘જોગા પયડિપદેસા,' = યોગથી પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય છે. ૨૨. સ્થિતિ તથા અનુભાગ કષાયથી બંધાય છે.
૨૩. આઠવિધ, સાતવિધ, છવિધ, ને એકવિધ એ પ્રમાણે બંધ બંધાય છે.
(વ.મૃ.પૃ.૭૭૨)
૧૦. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગથી એક પછી એક અનુક્રમે બંધ પડે છે.
૧૧. મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે. મિથ્યાત્વથી વિરતિપણું ન થાય, વિરતિને અભાવે કષાય થાય, કષાયથી યોગનું ચલાયમાનપણું થાય છે. યોગનું ચલાયમાનપણું તે ‘‘આસ્રવ’’ અને તેથી ઊલટું તે ‘‘સંવર’’.
(વ.મૃ.પૃ.૭૯૪)
આત્મસાધન
દ્રવ્ય – હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું.
ક્ષેત્ર – અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું.
કાળ - અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક
છું.
ભાવ - શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.
*
*પ્રભુશ્રીજીએ આ બોલ અહોનિશ સ્મરણમાં રાખવા યોગ્ય જણાવેલું
Page #461
--------------------------------------------------------------------------
________________
(૪૭)
પત્ર ૯૪૫
મોરબી, શ્રાવણ વદ ૧૦, ૧૯૫૬ શ્રી પર્યુષણ આરાધના એકાંત યોગ્ય સ્થળમાં, પ્રભાતે : (૧) દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિવૃત્તિએ અંતરાત્મધ્યાનપૂર્વક બે ઘડીથી ચાર ઘડી સુધી ઉપશાંત વ્રત. (૨) શ્રુત ‘પદ્મનંદી' આદિ અધ્યયન, શ્રવણ, મધ્યાન્ને : (૧) ચાર ઘડી ઉપશાંત વ્રત. (૨) મૃત ‘કર્મગ્રંથ'નું અધ્યયન, શ્રવણ, સુદષ્ટિતરંગિણી' આદિનું થોડું અધ્યયન. સાયંકાળે : (૧) સમાપનાનો પાઠ. (૨) બે ઘડી ઉપશાંત વ્રત. (૩) કર્મવિષયની જ્ઞાનચર્ચા.
- રાત્રીભોજન સર્વ પ્રકારનાનો સર્વથા ત્યાગ. બને તો ભાદ્રપદ પૂર્ણિમા સુધી એક વખત આહારગ્રહણ. પંચમીને દિવસે ઘી, દૂધ, તેલ, દહીંનો પણ ત્યાગ. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળનિર્ગમન. બને તો ઉપવાસ ગ્રહણ કરવો.લીલોતરી સર્વથા ત્યાગ. બ્રહ્મચર્ય આઠે દિવસ પાળવું. બને તો ભાદ્રપદ પુનમ સુધી.
શિમમ્. . પર્યુષણનો અપૂર્વ બોઘ .....બંધ થતો નથી. મિથ્યાત્વથી રાગદ્વેષ થાય છે. તેથી બંધ થાય છે. જેમ શેઠ છે. મનમાં લાવે કે મારા છોકરાં, પૈસો, દેહ મારાં નથી. તો કંઈ ફેર પડે ખરો કે નહીં ?
મુંબઈમાં એકનું ઘર બળ્યું. તેણે તેનું માન્યું હતું. તે મરી ગયો. પણ બીજા જે ઊભા હતા, તેને કંઈ થયું નહીં.
તેમ માન્યતાનો ફેર છે. માન્યતા ફરી પછી કર્મ શું કરે ? બાંધેલું હોય તે ઉદયમાં આવે ને ચાલ્યું જાય. સમકિતી કર્મને આદર ન દે અને મિથ્યાત્વી રાગદ્વેષ કરી પોતાના માની નવો બંધ કરે.
આનો ઉપાય શું? બધાના ઉપાય હોય. એક હાથે તાળી ન પડે. ભગતે કહ્યું :- દીનબંધુની કૃપા, ભવસ્થિતિ પરિપાક, સંતચરણની
*
[[:81 *
Page #462
--------------------------------------------------------------------------
________________
(૪૮) સેવા – આટલા મળે તો સમકિત થાય.
શ્રીએ કહ્યું :- વાત સાચી છે. પણ બધાના ઉપાય હોય, તેમણે એક દિવસ પ.કૃને પૂછ્યું હતું:- ભવસ્થિતિ ક્યારે પાકે ? તેમણે કહ્યું “તારી વારે
વાર.”
જ્ઞાની કર્મનું મૂળ કાઢી નાખે છે. નિકાચિત કર્મ પણ ન રહે. શ્રેણિકને સમકિત હતું. તેણે પ્રભુને પૂછ્યું “મારે નરક ગતિ કેમ હોય?” તેમણે દેખાડ્યું કે નરકગતિ ને બીજી ગતિ બધું કર્મ છે. આત્મામાં કંઈ નથી. તે સમજ આવી પછી ગતિ ક્યાં? અને કોને ?
“હું કોણ છું ? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ?” આટલો વિચાર કરે તો ઘણું છે.
વાતમાં છે “માથું કાપે તે માલ પામે” પણ તે પોતાનું માથું નહીં. પથ્થરના પૂતળાનું માથું કાપી ધન લેવાનું હતું. તે સમજવું જોઈએ. તેમ જ્ઞાની પાસેથી સમજી લેવું જોઈએ.
ત્યારે પ્રશ્ન થાય છે કે સમકિત કેમ થાય ? બધાએ જુદા જુદા જવાબ આપ્યા પછી શ્રીએ કહ્યું – વિશ્વાસ. વિશ્વાસ હોય તો સમક્તિ થાય.
શ્રી – લોકો કર્મથી બીએ છે. હો ! બાઉ! એમ જાણી બીએ છે. જ્ઞાન થયા પછી કર્મ છે નહી. સ્વપ્નવત્ છે. બીક શાની? | વિષય શા માટે ખોટાં કહ્યા છે ?
સો. - જેનાથી દુઃખ થાય તેનાથી દુઃખ થવાનું. જેનાથી સુખ થાય તેનાથી સુખ થાય. દુ:ખવાળામાં સુખનો સ્વભાવ નથી. એક માણસ ખાવા માંડે, વધારે ખાય, દુઃખ થાય. સ્કૂલ રીતે અનુભવ થાય છે. ત્યારે દુઃખ માલૂમ પડે છે. જ્ઞાનીને સૂક્ષ્મ સ્વરૂપે ખબર છે. એટલે જાણે છે કે તેનો દુ:ખ આપવાનો સ્વભાવ છે, તે દુ:ખ આપશે. તેના ત્યાગથી સુખ થાય છે તે પણ અનુભવમાં આવે છે, આકુળતા મટે ત્યારે શાંતિ દેખાય છે. માટે જેથી નિરાકુળતા આવે તેને જ્ઞાનીએ સુખ કહ્યું છે. અજ્ઞાનીને સ્થૂળ દષ્ટિ છે તેથી જ્ઞાનીઓ સંસારના દેખાતાં દુઃખના પ્રસંગ સમજાવે છે. પછી સમજાવે છે કે સૂક્ષ્મતાએ દુઃખ જ છે. છેવટે સમજાવે છે કે સંસાર દુઃખમય છે. વિષય નહિં હોવાથી નિરાકુળતાનું
Page #463
--------------------------------------------------------------------------
________________
(૪૦૯)
જે સુખ છે તે સમજાવે છે. માટે ત્યાગમાં જ સુખ છે.
(આજથી પર્યુષણની શરૂઆત) તા ૧૮-૮-૩૩
રાગદ્વેષથી બંધન ભોગવી રહ્યો છે. અને બંધન કરી રહ્યો છે. આ બધામાંથી મૂકાવવો છે.
પર્યાયદષ્ટિ કાઢી નાખવી. મમતા થતી હોય ત્યાં સમતા કરી નાખવી. કોઈ ભુંડું કરે તો ભલું ચિંતવવું. તારું ભુંડું થતું નથી. “આત્મા મને દેખાતો નથી પણ જ્ઞાનીએ જોયો છે તે મને માન્ય છે. પ્રેમ ત્યાં કરીશ. બીજે પ્રેમ નહીં કરું” એવું કરી નાખ.
આજે પર્યુષણનો પહેલો દિવસ છે. ભક્તિ ખુલ્લા હોલમાં પહેલીવાર થઈ. ઉપર પ્રમાણે શ્રીએ ઘણું પ્રવચન
તા. ૨૧-૮-૩૩ સાંભળ્યું છે, સાંભળ્યું છે, એમ કહી તમે સામાન્ય કરી નાખો છો.
ઘણીવખતે કહ્યું છે, ફરીફરી એ જ કહેવાનું છે. અમારે એને જાગૃત કરવો છે.
આવા પર્વના દિવસે જે કંઈ લાભ ઉઠાવવાનો છે તે એ જ છે. તે શું? શ્રદ્ધા. આત્મા ન હોય તો બધાં મડદાં છે. તે છે તેથી બધું છે. તેની વાત જ નથી. બધાના ઉપાય છે. સર્વનો ઉપાય પુરુષાર્થ છે.
કોઈ ખત લખ્યું હોય, તેમાં સાક્ષી હોય તો તે ખત પછી કોઈ ખોટું કરી શકતું નથી. સાક્ષીની જરૂર છે.
અમે વચનના પુદ્ગલ ખેરવીએ છીએ તે પર્યાય નાખીએ છીએ. જાગૃત કરીએ છીએ.
તા. ૨૨-૮-૩૩ આત્મા સાખે ધર્મ, ત્યાં બીજાનું શું કામ ? એક આત્મા ન હોય તો બધા મડદાં છે. માટે મોટામાં મોટો દેવ આત્મા છે. તે જ ધર્મ છે. આત્માની દયા ખાવાની છે. અનંત દર્શન વગેરે રિદ્ધિ સિદ્ધિ છે તે કંઈ ઓછી છે ? (પત્ર૬૦૧-“આત્મામાં જે સમર્થપણું છે તે સમર્થપણા પાસે એ સિદ્ધિલબ્ધિનું કંઈ
Page #464
--------------------------------------------------------------------------
________________
(૪૧૦)
વિશેષપણું નથી.”)
સદાચારી બધાને ગમે છે. સદાચાર સેવવા પણ ધર્મ આત્મામાં છે તે સમજમાં રાખવું.
એક બાઈ હતી. સામાયિક લીધું હતું. શ્રી વ્યાખ્યાન વાંચતા હતા. છોકરાઓની તકરાર થઈ. તે તેણે સાંભળ્યું એટલે તે ઊઠીને શ્રીને કહે – આ તમારું સામાયિક – એમ કહી પોતાના છોકરાનું ઉપરાણું લીધું અને બીજાને મારવા દોડી.
શ્રી :- સામાયિક આવું હોતું હશે ? સમજ, સમતા છે ત્યાં સામાયિક છે. વ્રતનિયમ કરવા – તેથી પુણ્ય બંધાય છે પણ સમજીને કરે ફળ જુદું આવે છે. સમકિતી નોકરને ઠપકો આપે કે નહીં ?
બધાએ જવાબ આપ્યો – “હા” પણ તેની સમજમાં ફેર હોય.
શ્રી - આ બધું કર્મ છે. નિમિત્તથી ક્રોધ થાય પણ તે બધું કર્મ છે. તેવી સમજ સમકિતીની હોય.
(બીજો દાખલો) રાજાએ બધાને પૂછ્યું :- કોઈ થપ્પડ મારે ને મુંછ ખેંચે તો શું શિક્ષા કરવી? પ્રધાન સમજુ – તેણે કહ્યું – “તેને રાજ આપવું” (પ્રધાન સમજી ગયા હતા કે કુંવરને ઉદ્દેશીને રાજાએ પ્રશ્ન પૂછ્યો હતો તેથી તેણે કહ્યું “રાજ આપવું.”) તે બધું રાગમાં સમાય, રાગ તે કર્મ છે.
(બીજો દાખલો) એક શેઠના છોકરાએ તેના બાપાની પાસે રમકડું માગતાં, તેના બાપાની પાસે ખત હતું તે ફાડી નાખ્યું. શેઠ છોકરા ઉપર ગુસ્સે ન થતા, ઊઠીને રમકડું અપાવી આવ્યો.
વિનય-સમતા-ક્ષમા તે કરવું.
(પ્રશ્ન) સ્વર્ગ, નર્ક, છે કે કેમ ? અશુભ અધ્યવસાય તે નરક ગતિ. શુભ અધ્યવસાય તે સ્વર્ગગતિ.
શ્રીએ કહ્યું:- પ્રમાણથી વાત થઈ શકે છે. (ત્રણ પ્રમાણ છે) પ્રત્યક્ષ, અનુમાન, ઉપમા. કોઈ માણસ કહે કે મને ઢોર જેવું દુઃખ છે તે ઉપમાથી. આ બધા પર્યાય છે. પર્યાયદષ્ટિ ફેરવવાની છે.
“માત્ર દષ્ટિ કી ભૂલ હૈ” સ્યાદ્વાદમાં જે દષ્ટિથી જુએ તે દષ્ટિથી
Page #465
--------------------------------------------------------------------------
________________
(૪૧૧)
જોવાય. છોકરો માને મા દષ્ટિથી જુએ છે – તે જ બાઈને તેની બહેન, બહેન તરીકે જુએ છે. પર્યાય પલટાય છે. બધું પર્યાય નથી તો શું છે ? તમે પાંચ વરસના હતા, આજે છો, – આત્મા નહોતો તેવું નથી. તે તો હતો જ, પર્યાય પલટાય છે.
સમકિત દષ્ટિમાં શું ચમત્કાર છે ? કે તે બધું સવળું કરે છે, તેનો વિચાર કરો. આ બધું કહ્યું પણ કરવાનું એક છે. શ્રદ્ધા – જેવી શ્રદ્ધા કરી હશે તેવું ફળ મળશે.
આઠ અંગ ઉપર બધી કથા કહેવાતી હતી.
-
શ્રીએ કહ્યું :- આમાં સમજાવ્યું શું ? સાન શાની કરી છે ? કહેવાય નહીં પણ કહેવાઈ જાય છે. કહ્યું છે – ‘‘આત્મજ્ઞાન ત્યાં મુનિપણું.’’ આત્માની શ્રદ્ધાં કરાવી છે. રિદ્ધિ-સિદ્ધિ લબ્ધિ હોય પણ તેવાનું મહાતમ નથી. ચીંથરા પહેરી ફરતાં હોય પણ આત્માનું મહાતમ છે. શ્રદ્ધા ત્યાં કરાવી છે.
ડોસીને એકે પૂછ્યું :- તમે વાંકા વળો છો તે શું ખોળો છો ? તેણે કહ્યું – જુવાની. જુવાની પાછી મળતી નથી. બધું અનિત્ય છે. આ જીવને ઓળખાણ નથી. ઓળખાણ હોય તો અનિત્યમાં મમત્વ ન થાય.
પૈસા આવે છે ત્યારે મારી પાસે સાધન છે એમ જાણી અહંભાવ થઈ આવે છે. અહંભાવ સ્વચ્છંદ લાવે છે. બધાનો ઉપાય ‘‘વિનય’’. વહેવારમાં પણ છે કે બે સારા માણસો કહે તે સાંભળવું. તેમાં તેની મોટાઈ છે. ડહાપણ આવે છે. સ્વચ્છંદ જાય છે. કોઈ ગમે તે કરે તો તેનું ભલું ઈચ્છવું. વિનયછેવટે એને એમ થવાનું કે આમાં મારું શું ગયું ? કે શું આવવાનું હતું ? મન છે તેને વીલું મૂક્યું કે દોડાદોડ કરે છે. સમજણ હોય તો રોકાય. જ્ઞાનીનો બોધ સમજણ આપે છે. વિનય હોય તો સ્વચ્છંદ રોકાઈ સમજણ આવે છે. લઘુ હોય તે મોટા થાય છે. લઘુત્વભાવ ઉત્તમ છે.
ભાવના ભાવવાથી આત્માનું કલ્યાણ થાય છે તે કેવી રીતે ? શ્રીએ પૂછ્યું :- બધું પડયું છે. હવે શું કરશો ?
મ.કહ્યું :- બધાની પાસે ભાવ છે. ભાવ પલટાવી શકાય છે. શ્રી :વસ્તુ તો તેમની તેમ રહે છે. અહીં એવો કોઈ નથી કે જેની પાસે ભાવ ન હોય. શુભ કરવું હોય તો તેવો ભાવ લાવવો. જડનું ચેતન-થતું
Page #466
--------------------------------------------------------------------------
________________
F
Ta
(૪૧૨)
નથી. પણ ભાવથી ચેતન જડરૂપ થઈ જાય છે. પોતે નથી તેમાં અહંભાવ લાવે છે. ભાવ તે આત્માનો છે. બધા ભાવ કાઢી નાખશો તો આત્મા રહી જશે તે કંઈ નીકળી જવાનો નથી. બીજામાં `સી પેંસી આત્માને સૂવાડી મૂક્યો છે. ન હોય તે ભાવ લાવે છે. કોઈ મરી ગયું હોય તેને સંભારીને રૂવે છે. છાતી ઉપર પથરો માર્યા જેવું કરે છે. જેને સંભારવાનો છે તેને નથી સંભારતો.
‘જીવ અનાદિકાળથી ભૂલી ગયો છે’’ એ પત્ર જે. ભાઈ પાસે બોલાવ્યો. ઋષભદેવની તથા પરીક્ષિત રાજાની વાત વિગેરે (પત્ર ન. ૨૦૦. વચનાવળી - સંતનો અદ્ભુત માર્ગ.)
ચક્રવર્તી રાજા મોક્ષે ગયા અને તાંદુલમચ્છ નરકે જાય તે શું ? ફર્યું શું ? સમકિત. અનંતાનુબંધી ગયું.
જે ગતિ થવાની હોય તેના ભાવ આવ્યા જં કરે.
વાસના નાખી પછી જાય કેમ ? તે ભાવ આવ્યા જ કરે પણ સમકિત હોય તો તીવ્રભાવ આવે નહિં. સો વરસનો ઘરડો, બુકી કુહાડી મારે અને જુવાન તીક્ષ્ણ કુહાડી મારે તેવો ફેર પડે છે.
બાળકને કહ્યું હોય આ છી છે. તે છી કહે - પણ પાછો હાથ ઘાલે. તેમ કેટલાક બાળજીવ છે તે તેવા છે. વાસના માટે.
‘‘સહાત્મસ્વરૂપ’’ નિધાન છે.
શાસ્ત્રમાં બાર ભાવનામાં સંસારનું દુઃખમય સ્વરૂપ વર્ણવ્યું છે તેનું કારણ તે જ છે.
પણ
તા. ૨૯-૮-૩૩
વાળનો લોચ કરી શ્રી પાટ ઉપર બિરાજ્યા હતા, ચાર વાગે. ઉત્તરાધ્યયન અકામ-સકામ મરણ વંચાતું હતું.
શ્રીએ પંડિતજીને પૂછ્યું :- ગૃહસ્થીને કેવળજ્ઞાન હોય તે ખરું કે નહીં ? પં. કહ્યું :- વાત ભાવ ઉપર છે એટલે હોય.
શ્રીએ કહ્યું :- પાંચ માણસ કાઉસગ્ગ લઈ બેઠા હોય – એકના ભાવ હોય તો કર્મક્ષય કરી મોક્ષે જાય. બીજા બીજાં ભાવ કરે તો કર્મ બાંધે – બધી વાત ભાવ ઉપર છે.
Page #467
--------------------------------------------------------------------------
________________
(૪૧૩) રાગ, દ્વેષ અજ્ઞાન મુખ્ય છે. કર્મ પુદ્ગલ છે; તેથી ભાવ થાય છે તે પોતાના મનાઈ જાય છે. માટે તેથી છૂટો. તેવા ભાવ તે આત્માના નથી. આત્માના મનાય છે. માટે આત્માના ભાવ લાવવા.
આ આવ્યા, આ ગયા, આનું આમ, આ મરી ગયા, ક્યાં ગયા, બધા છે ને વળી જતા રહેશે. એકલો પડે તો ન ગમે, બધા હોય તો ન ગમે. આ બધાનું કરવું શું?
જીવ દિશામૂઢ થયો છે. શું કરવું ? બધાના ઉપાય હોય, આનો ઉપાય હોવો જોઈએ.
' નિમિત્ત છે તે ડોકીયા કરી જાય છે. આ બધાને શું કરવું છે? સદાચારમાં રોકાઈ જા. તપ કર, વાંચ, વિચાર. કંઈક સદાચારમાં રોકાશે તો બીજું નિમિત્ત અટકશે.
કૃપાળુએ કહ્યું છે :- “ક્ષણે ક્ષણે પલટાતી વૃત્તિ નથી જોઈતી” ચું. કહ્યું :- માન્યતા હોય તેમાં રહેવું.
શ્રીએ કહ્યું :- તે તો છેજ તો. શ્રદ્ધા તે તો મોટી વાત છે. આ કહ્યું એટલે કંઈ કહેવાનું રહેતું નથી. બધાનું ટૂંકું કહ્યું છે પુરુષાર્થ. કર પુરુષાર્થ – સહાત્મસ્વરૂપ પરમગુરુ.
હાલતાં ચાલતાં રામ ભજ. આ જીવ અણસમજણથી આડોઅવળો પેસી જાય છે.
કોઈ ગળું કાપે તો સહજાન્મસ્વરૂપ પરમગુરુ – સમજણથી પેસી ન
જવું.
Page #468
--------------------------------------------------------------------------
________________
wfr
, NITIN"
(૪૧૪)
-
"
*
***
*
૧૧
અમે તો ખપાવીએ છીએ, ને તું સ્વપ્નદશામાં છે ! ૩૦/૮/૩૫ પર્યુષણ. મહાવીર ભગવાનનો જન્મ દિવસ
શ્રી બપોરે નીચે પધાર્યા સભામાં જન્મનું વૃત્તાંત સાંભળી તેઓ શ્રીની આંખમાંથી ઘણાં આંસું નીકળ્યાં. કંઈ બોલ્યા નહીં. ઊઠી ઉપર ગયા. સારદાબહેન પંડિતે પૂછેલો તે ખુલાસો :સા - આજે શું થયું હતું ? શ્રી - કયાં ? સા - દેરાસરમાં (શ્રી થોડીવાર મૌન રહ્યા)
આપને દયા આવી હશે. મહાવીરસ્વામીને ગર્ભમાં દયા આવી હતી તેવી આપને દયા આવી હશે, કારણકે આ બધું ખોટું છે, માયા છે ને વિનાશી છે. - તેને માટે આટલું દુઃખ જોઈને
આપને રડવું આવ્યું હશે. શ્રી - તને કેમ ખબર પડી ? સા - આપનો દેહ ને આત્મા જુદો છે તેવું મને લાગે છે તેથી ખબર
પડી. . - આવું બોલવાનું તને ક્યાંથી આવડ્યું ? સા - મારા અનુભવથી લાગ્યું, તેથી બોલી. શ્રી થોડી વાર મૌન
રહ્યા. શ્રી - અમારે તો રડવું અમારે માટે થાય છે. મોહને માટે. સા - તમારે મોહ શાનો.
અમારે કેટલા બધા કર્મ બાંધેલા છે ! આ તો કૃપાળુની કૃપા છે તેથી આજ્ઞા બરોબર પાળી છે ત્યારે આજે અમે દશાથી જાણી શકીએ છીએ. અમે કર્મ જોઈ શકીએ છીએ. તને કશી ખબર છે? તું તો સ્વપનામાં છે. હજું ક્યાં સુધી દેહમાં જ ભાવ રહેશે ? આત્મા, આત્મા ને આત્મા ક્યારે જોવાશે ? અરેરે, જાણે છે કેટલાં પાપના પોટલા ભેગા થયા છે ? અમે
Page #469
--------------------------------------------------------------------------
________________
:
(૪૧૫)
તો જોઈએ છીએ. બધું જોઈએ છીએ. પણ વધારે કહી શકાય નહીં (આંખમાં આંસુ આવ્યા) તારે ને મારે બેઉને પોટલા છે અમે તો ખપાવીએ છીએ ને તું સ્વપ્નદશામાં છે ! અમારી પાસે ગમે તેટલા માણસ આવે, કોઈ ક્રૂરમાં ક્રૂર હોય તો પણ અમે તેને મોઢે કહીએ નહીં. અમારા પેટમાં બધું શમાવી દઈએ અને સમભાવ રાખીએ. ખરાબમાં ખરાબ હોય તોપણ સમભાવ રાખીએ અને જે ગુણવાન, શીલવાન હોય તેના ઉપર પ્રેમ ઉમળકો આવે છે. આ તો તને ખાનગીમાં ગુપ્ત વાત કહીએ છીએ. અમે કોઈને સ્પષ્ટ આટલું ઉઘાડું કરીને કહીએ નહીં. તને તો ભેદ પાડીને બતાવ્યો છે. માટે હવે તો કર્તવ્ય છે. તે જ કર્યાં કરવું. તેની પાછળ ગાંડા બની જવું. માટે જે આત્મા જ્ઞાનીએ જોયો છે ને જે જ્ઞાનીએ કહ્યો છે તે પ્રમાણે આજ્ઞાનું અવલંબન કરવું તે જ ધર્મ છે. તે જ કર્તવ્ય છે. હવે તો પૂર્ણ જાગૃત થઈને આત્મા જ જોવો ને આત્મામાં જ રહેવું. આજ્ઞા બરાબર પાળવાથી જન્મ મરણથી છુટાશે, અનઅવલંબન કરવાથી નરકમાં પડાશે, માટે શું કરવું તેનો વિચાર રાખવો ને તે પ્રમાણે કરવું. અમે તો કહેવાના ધણી છીએ ! તમને રસ્તો બતાવનાર છીએ. કરવાનું તમારે છે, માટે ફરી ફરીને કહીએ છીએ અમારો તો ધર્મ છે કે અમારે જીવનો ઉધ્ધાર કરવો અને યોગ્ય દશા ઉપર દોરવો, લઈ જવો. કૃપાળુદેવે અમારા ઉપર બેહદ અત્યંત દયા કરી અમને જાગૃત કર્યા તેનો ઉપકાર કેમ ભૂલાય ? હું તો લુચ્ચામાં લુચ્ચો હતો, બે બઈરીઓ હતી, સંસાર ભોગવ્યો, વિષય ભોગવ્યા, સંસારનું બધું ભોગવ્યું છતાં મોહ તો વર્ધમાન ને વર્ધમાન થતો ગયો. પણ પરમકૃપાળુદેવે અમારી જ્યાં જ્યાં ભૂલ થઈ ત્યાં ત્યાં ચેતવ્યા'અને જે આજ્ઞા કરવામાં આવી તે અમે યથાતથ્ય પાળી. માટે તે પ્રમાણે
Page #470
--------------------------------------------------------------------------
________________
(૪૧૬) કરશો, બા, તો સારું થશે, કલ્યાણ થશે. આ તો બધું હૃદયનું, અંતરનો ઉમળકો આવે છે, આત્માની લાગણીથી કહીએ છીએ. માટે આ સ્વપ્નદશામાંથી જાગ્રત થાઓ. (ઉપરનું સાંભળીને સા. ને રડું આવ્યું ને થયું કે તેના જેવી અધમ દુનિયામાં નથી.) આ અમે એક આત્માના સ્નેહી તરીકે કહ્યું છે. તે હૈયાનો હાર જાણીને તે રાખજે ને તેનું મનન, ચિંતવન, વિચાર કરજે, હમણા જ, તો કલ્યાણ છે. હું કોણ છું, કયાં છું ને ક્યાંથી આવ્યો તેનો વિચાર કરો તો આપોઆપ આત્મભાવનામાં સર્વ પ્રગટ થશે. મારે એ જ તને કહેવું હતું,
ત્યાં તે મને પૂછ્યું તે ઠીક જ થયું. અમે તો બધાને છોકરાની માફક રમત રમાડીએ છીએ. અમારા કર્મ ખરા, પણ તે ખપાવવાના.પણ એટલી તો ખાત્રી રાખવી કે અમારી રમત તેમાં કોઈ પણ મોહનો અંશ નથી. દેહાતીત દશામાં થાય એટલે અમારે કોઈ કર્મ બંધાતાં નથી. અમે જે કરીએ તે બોધરૂપે અને તેની કેટલી અવસ્થા, દશા છે તે પારખું લેવાની ખાતર. જો કોઈ તેમાંથી એમ ધારેકે આ તો મોહ હશે તો તેની અધમ દશા થાય, નરકમાં જવાનું થાય (ગળે ફાસો દઈ બતાવ્યું અને જે પોતાની જે સ્થિતિમાં હોય તે આગળ વધે છે.
Page #471
--------------------------------------------------------------------------
________________
(૪૧૭)
આલોચના પદો
૧
૧
વીતરાગ શાસન વિષે, વીતરાગતા હોય; જહાં કષાયકી પોષણા, કષાય શાસન સોય. આત્માર્થે કરીએ ખામના, સબ દોષ પાપ હો જાય ના; સબ દોષ પાપ હો જાય ના, આત્માર્થે કરીએ ખામના-એ ટેક. દવિધ સુધર્મ-કલ્પતરુમેં, ક્ષમા ધર્મ આદિ ગના-(૨) આ.૧ મુનિકો પક્ષ, શ્રાદ્ધ ચૌમાસી, સંવત્સર સમકિતિતના-(૨) આ.૨ ઈન હદ તક અવિરાધના આખી, અતઃ પરંવિરાધના-(૨) આ.૩. પ્રત્યક્ષ અરુ પરોક્ષ ઉભયવિધિ, ક્ષમાપનાકી આગના-(૨) આ.૪ અવલ હી નિજ ઉપકારી પ્રત્યે, કીજે ક્ષમાકી પ્રયાચના – (૨) આ. ૫ અસિઆઉસા-પરમેષ્ઠિ પણ, સાધર્મી અરુ સજ્જના-(૨) આ.૬ તત્પશ્ચાત્ ચૌરાસીવાસી, સાથે કીજે ક્ષમાપના-(૨) આ.૭ ભૂતકાલકી ક્ષમા સફલ જબ, હોય ભવિષ્યકી પ્રતિગના-(૨) આ.૮ અસમર્થકો રક્ષણ ક્ષાંતિ, સમર્થકું ભૂષણ ભના-(૨) આ.૯ શ્રીમદ્ વીતરાગ શાસનમેં, ઉત્તમ ક્ષમાકી સ્થાપના-(૨) આ.૧૦ તાતેં ક્ષમી ક્ષમાવી; ભાવો-રત્નત્રયકી ભાવના-(ર) આ.૧૧
જગદ્ ભૂષણ જિનવરા, જગદ્ વંદ્ય જંગમાંય; યજ્ઞ કર્મના દૂષણને, પાવન કરો પળમાંય. સ્વધર્મ-બંધુ
કીધાં હશે કુકર્મ દેહે, તમ પ્રતિ આ વરસમાં છોડયાં હશે વળી વાક્ાસ્ત્રો, તમ પ્રતિ આ વરસમાં; ચિંતવ્યું હશે બૂરું તમારું, મન મહીં આ વરસમાં,
T
:
1
Page #472
--------------------------------------------------------------------------
________________
(૪૧૮)
દોષ અગણિત મમ થકી, એવા થયા આ વરસમાં. દોષનો દેણદાર હું, દેવું પતાવા મરું મથી, માફી મૂડી વિણ લાજ પ્રભુજી, હાથ મુજ રહેવી નથી; બાંધવ બની બંધ વાળજો, હિસાબ એ મૂડી થકી; જંજીર જડેલાં હાલ તોડો, કાલ મૃત્યુ છે નકી.
સ્મૃતિનું સરોવર જોઈએ તેવું નિર્મળ નહીં હોવાથી જન્મ પામેલી ‘હશે’ એવી ઉડાઉ કબૂલાત માફીની પરમ જિજ્ઞાસાને લેશ પણ ક્ષીણ કરતી નથી, એમ વિચારશો.
દોષના દાવાનલને બુઝાવનાર પરમ શીતલમય પર્વનો અદ્ભુત અનુભવ માત્ર દોષ રહિત વિરલાને જ થાય. મમ જેવાં રાંકને શું ? એ જ નામું માંડી વાળવા વિનંતિ.
૩
મિચ્છા મિ દુક્કડં
આ ભવ ને ભવો-ભવ મહીં, થયું વેર વિરોધ, અંધ બની અજ્ઞાનથી, કર્યો અતિશય ક્રોધ તે સવિ મિચ્છા મિ દુક્કડં.
જીવ ખમાવું છું સવિ, ક્ષમા કરજો સદાય, વેર વિરોધ ટળી જજો, અક્ષય પદ સુખ સોય, સમભાવિ આતમ થશે.
ભારે કર્મી જીવડા, પીવે વેરનું ઝેર, ભવ અટવીમાં તે ભમે, પામે નહિ શિવ લહેર, ધર્મનું મર્મ વિચારજો.
Page #473
--------------------------------------------------------------------------
________________
(૪૧૯)
પ્રાર્થના અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે.
હે પરમેશ્વર ! શુદ્ધાત્મા! મારા હૃદયને દયાથી ભરપૂર કર. હે સત્ય ! મારા હૃદયમાં આવ.
હે શીલના સ્વામી ! મને કુશીલથી બચાવ. મને સંતોષથી ભરપૂર કર કે હું પરવસ્તુ પર નજર ન કરું. જે જેને ભોગવવાને તેં આપ્યું તે હું ના ચાહું.
તું નિષ્પાપ, પૂર્ણ પવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભર. મને પાપરહિત કર. જ્ઞાન, વૈર્ય, શાંતિ અને નિર્ભયતા મને આપ. તારાં પવિત્ર વચનથી મારાં પાપ ધો.
હે આનંદ ! મને આનંદથી ભરપૂર કર, મને તારી તરફ ખેંચ. , હે દેવ! મેં તારી આજ્ઞા તોડી છે, તો મારો હવે શું હવાલ થશે ?
હું પાપમાં બૂડી રહ્યો છું. હું દર સમય પાપના કામમાં જ હર્ષ માની રહ્યો છું.તારી કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે. તારી પવિત્રતા અને દર વખત ચેતાવે છે કે આ પાપમાં તું ના પેસ. માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કર્યું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર.
તારી સર્વે આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શક્તિ મને આપ. મોહ શત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું, માટે દર સમય મને બચાવ, પડવા ન દે. મને તારામાં રાખ; તું મારામાં રહે, જે તારી કૃપા નજર થઈ તે પૂરી કર.
તારા સિવાય કોઈ દાતા નથી. તારી આજ્ઞાના બગીચામાંથી મને બહાર ના મૂક. તારી શાંતિના સમુદ્રમાં મને ઝીલાવ. તારો સર્વે મહિમા મને દેખાડ.
તું આનંદ છે, તું પ્રેમ છે, તું દયા છે, તું સત્ય છે, તું સ્થિર છે, તું અચળ છે, તું નિર્ભય છે, તું એક શુદ્ધ નિત્ય છે, તું અબાધિત છે, તારા અનંત અક્ષય ગુણથી મને ભરપૂર કર.
દૈહિક કામનાથી અને વિષયની ભીખથી મારા દિલને વાર, કષાયની તસિથી બચાવ. મારા સર્વે વિઘ્ન દૂર કર, કે સ્થિરતા અને આનંદથી હું તારી સિદ્ધિને અનુભવું.
મારી સર્વે શુભેચ્છા તારા વચનપસાયથી પૂર. સાચા માર્ગ બતાવનાર
Page #474
--------------------------------------------------------------------------
________________
]
પસાયથી પૂર.
ગુરુના ફંદથી બચાવ.
(૪૨૦)
મને જૂઠા હઠવાદથી અને . જૂઠા
ધર્મેથી છોડાવ. ફુગુરુના
તારા પસાયથી મન, વચન ને શરીર આદિ જે શક્તિ હું પામ્યો છું તે સર્વે શક્તિ હું ખોટા વા પાપના કામમાં ન વાપરું, અને ફોગટ વખત ન ગુમાવું એ બુદ્ધિ આપ.
તારા પસાયથી હું સર્વેને સુખનું કારણ થાઉં, કોઈને દુ:ખનું કારણ ન થાઉં માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર. અને જે મને યોગ્ય હોય તે આપ. ખોટા મનોરથ અને વ્યર્થ વિચારથી હંમેશાં બચાવ.
卐
Page #475
--------------------------------------------------------------------------
________________
(૪૨૧) ક્ષમાપનાના પત્રો
(શ્રીમદ્ રાજચંદ્ર)
પત્ર ૧૨૮
વવાણીઆ. ૧૯૪૬, પ્ર. ભા. સુ. ૬. પ્રથમ સંવત્સરી અને આજ દિવસ પયંત કોઈપણ પ્રકારે તમારો અવિનય, અશાતના, અસમાધિ મારા મન, વચન, કાયાના કોઈપણ યોગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું .
અંતર્ગાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી, વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં, આ ઈવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પવિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે “સમાધિ' ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે.
વળી સ્મરણ થાય છે કે, એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં, કે અન્યથા કરતાં, તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું. એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે.
. વળી સ્મરણ થાય છે કે, જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું. એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંતવાર છોડતાં, તેનો વિયોગ થયાં અનંત કાળ પણ થઈ ગયો, તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તેવો પ્રતિભાવ કર્યો હતો, તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો ? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.
વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો ? અર્થાત્ એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું! અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી! કહો, એ સ્મરણ થતાં આ ક્લેષિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત્ આવે છે.
Page #476
--------------------------------------------------------------------------
________________
(૪૨૨)
વધારે શું કહેવું ? જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું ? એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દત્વ આત્મામાં પ્રકાશે છે; પણ કેટલીક નિરુપાયતા છે; ત્યાં કેમ કરવું ?
જે દઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે; પણ જે કંઈ આડું આવે છે, તે કોરે કરવું પડે છે, અર્થાત્ ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે એને ન જવા દેવું, જ્યાંસુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી, એમ દૃઢતા છે તેનું કેમ કરવું ?
કદાપિ કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ ? અર્થાત્ તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ; ત્યારે હવે કેમ કરવું ? :
‘ગમે તેમ હો-ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો,ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ.
ત્યાં સુધી હે જીવ ! છૂટકો નથી.’’ આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય લાગે છે.
ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી; અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો આર્યાચરણ સિવાય કંઈ નથી જોઈતું; (આય્યચરણ=આર્ય પુરુષોએ કરેલાં આચરણ) તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો પછી માગવાની ઈચ્છા પણ નથી.
ન
ગમ પડયા વિના આગમ અનર્થકારક થઈ પડે છે; સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે; સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી; લોકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય સ્થિતિ પામવો દુર્લભ છે. એ જ વિજ્ઞાપના.
વિ. રાયચંદના યથાયોગ્ય.
Page #477
--------------------------------------------------------------------------
________________
(૪૨૩)
પત્ર ૪૦૨
ઉદય જોઈને ઉંદાસપણું ભજશો નહિ.
સંસાર ભજવાના આરંભકાળ (?) થી તે આજ દિન પર્યંત તમ પ્રત્યે જે કંઈ અવિનય, અભક્તિ અને અપરાધાદિ દોષ ઉપયોગપૂર્વક કે અનુપયોગે થયા હોય તે સર્વ અત્યંત નમ્રપણે ક્ષમાવું છું.
શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મ પર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે, એવી સંવત્સરી આ વર્ષે સંબંધી વ્યતીત થઈ. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે, કોઈ પણ કાળને વિષે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી, એવી વાત જેને પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે, એવા આ ચિત્તને નમસ્કાર કરીએ છીએ, અને તે જ વાક્ય માત્ર સ્મરણયોગ્ય એવા તમને લખ્યું છે; કે જે વાક્ય નિશંકપણે તમે જાણો છો.
3
સં. ૧૯૪૮. ભા. સુ.૭
૫૪
સં. ૧૯૪૮ ભા.સુ.૧૦
સંસારકાળથી તે અત્ર ક્ષણ સુધીમાં તમ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અવિનય, અભક્તિ, અસત્કાર કે તેવા બીજા અન્ય પ્રકાર સંબંધી કોઈ પણ અપરાધ મન, વચન, કાયાના પરિણામથી થયો હોય તે સર્વે અત્યંત નમ્રપણે, તે સર્વે અપરાધોના અત્યંત લય પરિણામરૂપ આત્મસ્થિતિએ કરી હું સર્વ પ્રકારે ક્ષમાવું છું; અને તે ક્ષમાવવાને યોગ્ય છું. તમને કોઈપણ પ્રકારે તે અપરાધાદિનો અનુપયોગ હોય તોપણ અત્યંતપણે અમારી તેવી પૂર્વકાળ સંબંધીની કોઈ પ્રકારે પણ સંભાવના જાણી અત્યંતપણે ક્ષમા આપવા યોગ્ય આત્મસ્થિતિ કરવા અત્ર ક્ષણ લઘુત્વપણે વિનંતિ છે.
Page #478
--------------------------------------------------------------------------
________________
(૪૨૪)
પત્ર ૪૦પ
સંવત ૧૯૪૮ ભા.સુ.૧૦ અત્ર ક્ષણ પર્યત તમ પ્રત્યે કોઈ પણ પ્રકારે પૂર્વાદિ કાળને વિષે મન, વચન, કાયાના યોગથી જે અપરાધાદિ કાંઈ થયું હોય તે સર્વ અત્યંત આત્મભાવથી વિસ્મરણ કરી ક્ષમા ઈચ્છું છું; હવે પછીના કોઈ પણ કાળને વિષે તમ પ્રત્યે તે પ્રકાર થવો અસંભવિત જાણું છું, તેમ છતાં પણ કોઈક અનુપયોગ ભાવે દેહપતને વિષે તે પ્રકાર ક્વચિત્ થાય તો તે વિષે પણ અત્ર અત્યંત નમ્ર પરિણામે ક્ષમા ઈચ્છું છું; અને તે ક્ષમારૂપ ભાવ આ પત્રને વિચારતાં વારંવાર ચિંતવી તમે પણ તે સર્વ પ્રકાર અમ પ્રત્યેના પૂર્વકાળનાં વિસ્મરણ કરવાને યોગ્ય છો.
ષત્ર ૪૦૧
સંવત ૧૫૩ ભા. સુદ ૬ પરમકૃપાળુ પૂજ્ય પિતાશ્રીજી,
આજ દિવસ પર્યત મેં આપનો કાંઈ પણ અવિનય અભક્તિ કે અપરાધ કર્યા હોય તે બે હાથ જોડી મસ્તક નમાવીને શુદ્ધ અંત:કરણથી ક્ષમાવું છું. કૃપા કરીને આપ ક્ષમા આપશો. મારાં માતુશ્રી પ્રત્યે પણ તે જ રીતે ક્ષમાવું છું. તેમ જ બીજા સાથે સર્વે પ્રત્યે મેં કોઈ પણ પ્રકારનો અપરાધ કે અવિનય જાણતાં અથવા અજાણતાં કયા હોય તે શુદ્ધ અંત:કરણથી સમાવું . કૃપા કરીને સૌ ક્ષમા આપશોજી.
Page #479
--------------------------------------------------------------------------
________________
(૪૨૫)
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત
ક્ષમાપના પાઠનું
પદ્મ
હે ! નાથ, ભૂલી હું ભવસાગરમાં ભટક્યો; નહિ અધમ કામ કરતાં, હું કદી પણ અટક્યો. ૧ તમ વચન અમૂલખ, લક્ષમાંહી નહિ લીધાં; નહિ તત્ત્વ વિચારથી, કહ્યાં તમારાં કીધાં. ૨ સેવ્યું નહિ ઉત્તમ, શીલ પ્રણીત તમારું; તજી યાદી આપની, મેં જ બગાડયું મારું. ૩ પ્રભુ, દયા, શાંતિ ને ક્ષમા આદિ મેં છોડી; વળી પવિત્રતાની, ઓળખાણ પણ તોડી. ૪ હું ભૂલ્યો, આથડયો, અને રખડયો ભારી; આ સંસારે વિભુ, વિટંબના થઈ મારી. ૫ હું પાપી મદોન્મત, મલિન કર્મના રજથી; વિણ તત્ત્વ મોક્ષ મેળવાય નહિ, પ્રભુ મુજથી. ૬ હે પરમાત્મા, હું પ્રપંચમાંહી પડયો છું; હું મૂઢ, નિરાશ્રિત, મહા ખુવાર બન્યો છું. ૭ બની અંધ અમિત અજ્ઞાનથી ભૂલ્યો ભક્તિ; નથી નિશ્ચય મુજમાં,નાથ વિવેકની શક્તિ. ૮ ઓ રાગરહિત પ્રભુ ! મુજને જાણી અનાથ; આ દીન દાસનો, ગ્રહો હેતથી હાથ. ૯ હું શરણ હવે તો ગ્રહણ કરું છું તમારું; તુમ ધર્મ સાથ તુમ, મુનિનું શરણ સ્વીકારું. ૧૦ હું માગું છું પ્રભુ, મુજ અપરાધની માફી; કરી દીઓ પાપથી મુક્ત, કહું પછી કાંહી. ૧૧ એ અભિલાષા અવિનાશી, પૂરણ કરો;
!
|
1
Page #480
--------------------------------------------------------------------------
________________
(૪૬) મુજ દોષ દયાનિધિ, દેવ દીલે નવિ ધરજે. ૧૨ હું પાપનો પશ્ચાતાપ હવે કરું છું. વળી સૂક્ષ્મ વિચારથી, સદા ઊંડો ઊતરું છું. ૧૩ તુમ તત્વ ચમત્કૃતિ, નજરે તૂર્ત તરે છે; એ મુજ સ્વરૂપનો વિકાસ નાથ કરે છે. ૧૪ છો આપ નિરાગી, અનંત ને અવિકારી; વળી સ્વરૂપ સત્ ચિદાનંદ ગણું સુખકારી. ૧૫ છો સહજાનંદી, અનંતદર્શી જ્ઞાની; રૈલોક્ય પ્રકાશક, નાથ, શું આપું નિશાની ? ૧૬ મુજ હિત અર્થે દઉ, સાક્ષી માત્ર તમારી; હું ક્ષમા ચાહું, મતિ સદા આપજો સારી. ૧૭ તુમ પ્રણીત તત્ત્વમાં શંકાશીલ ન થાઉં; જે આપ બતાવો,માર્ગ ત્યાં જ હું જાઉં. ૧૮ મુજ આકાંક્ષા ને, વૃત્તિ એવી નિત્ય થાજો; લઈ શકું જેથી હું, મહદ્ મુક્તિનો લાવો. ૧૯ હે ! સર્વજ્ઞ પ્રભુ, શું વિશેષ કહું હું તમને; નથી લેશ અજાયું, આપથી નિશ્ચય મુજને. ૨૦ હું કેવળ પશ્ચાતાપથી દીલ દહું છું; મુજ કર્મજન્ય પાપની ક્ષમા ચાહું છું.૨૧
» શાંતિ શાંતિ, કરો કૃપાળુ શાંતિ; ગુરુ રાજચંદ્ર જિન વચન, હરો મમ ભ્રાંતિ.૨૨
Page #481
--------------------------------------------------------------------------
________________
(૪૨૭)
શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત ३६ આલોચના
શ્રી
દોહા
સિદ્ધ શ્રી પરમાતમા, અરિગંજન અરિહંત; ઈષ્ટ દેવ વંદું સદા, ભય ભંજન ભગવંત અરિહા સિદ્ધ સમરું સદા, આચારજ વઝાય; સાધુ સફળકે ચરનકું, વંદું શિષ નમાય. શાસન નાયક સમરિયે, ભગવંત વીરજિનંદ; અલિય' વિઘન દૂરે હરે, આપે પરમાનંદ. અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર; શ્રીગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલ દાતાર. શ્રી ગુરુદેવ પ્રસાદસેં, હોત મનોરથ સિદ્ધ; ઘન વરસત વેલી તરુ, ફૂલ લનકી વૃદ્ધ. · પંચ પરમેષ્ઠી દેવકો, ભજનપૂર હિચાન; કર્મ અરિ ભાજે સભી, હોવે પરમ કલ્યાન.
શ્રી જિનયુગ પદ કમળયેં,મુજ મન ભ્રમર વસાય; કબ ઊગે વો દિનકરુ, શ્રીમુખ દરિસન પાય. પ્રણમી પદપંકજ ભણી, અરિગંજન અરિહંત; કથન કરૌં અબ જીવકો, કિંચિત્ મુજ વિરતંત. આરંભ વિષય કષાયવશ, ભમિયો કાળ અનંત; લક્ષચોરાશી યોનિસેં, અબ તારો ભગવંત. દેવ ગુરુ ધર્મ સૂત્રમેં, નવ તત્ત્વાદિક જોય; અધિકા ઓછા જે કહ્યા,મિથ્યા દુષ્કૃત મોય. મિથ્યા મોહ અજ્ઞાનકો, ભરિયો રોગ અથાગ; વૈદ્યરાજ ગુરુ શરણથી, ઔષધ જ્ઞાન વિરાગ. જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; પ્રભુ તુમારી સાખર્ચે, વારંવાર ધિક્કાર. ૧ અનિષ્ટ ૨ વૃતાંત.વર્તન. ૩. મારાં માઠાં કામ નિષ્ફળ થાઓ.
૩
૧
૨
૩
૪
૫
ૐ
F
८
C
૧૦
૧૧
૧૨
Page #482
--------------------------------------------------------------------------
________________
૧૩
(૪૨૮) બૂરા બૂરા સબકો કહે, બૂરા ન દીસે કોઇ; જો ઘટ શોધે આપનો, મોસું બૂરા ન કોઈ. કહેવામાં આવે નહિ, અવગુણ ભર્યા અનંત; લિખવામાં ક્યુ કર લિખું, જાણો શ્રી ભગવંત. કરુણાનિધિ કૃપા કરી, કર્મ કઠિન મુઝ છેદ; મિથ્યા મોહ અજ્ઞાનકો, કરજો ગ્રંથિ ભેદ. પતિત ઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર; ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર. માફ કરો સબ માહરા, આજ તલકના દોષ; દીનદયાળુ દો મુજે, શ્રદ્ધા, શીલ સંતોષ. આતમનિંદા શુદ્ધ ભની, ગુનવંત વંદન ભાવ; રાગદ્વેષ પતલા કરી, સબસે ખીમત ખીમાવ.' છૂટું પિછલાં પાપસે, નવાં ન બાંધું કોઈ; શ્રી ગુરુદેવ પ્રસાદસેં; સફળ મનોરથ હોઈ પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ધાર; અંત સમય આલોચના, કરું સંથારો સાર. તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે નિત મન્ન; શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસખ ધન્ન. અરિહા દેવ નિગ્રંથગુરુ, સંવર નિર્ભર ધર્મ; આગમ શ્રી કેવલિ કથિત, એહી જૈન મત મર્મ. આરંભ વિષય કષાય તજ,શુદ્ધ સમકિત વ્રત ધાર; જિન આજ્ઞા પરમાન કર, નિશ્ચય ખેવો પાર. ક્ષણ નિકમો રહનો નહીં, કરનો આતમ કામ; ભણનો ગુણનો શીખનો, રમનો જ્ઞાનારામ. અરિહા સિદ્ધ સબ સાધુજી, જિનાજ્ઞા ધર્મસાર; મંગલિક ઉત્તમ સદા, નિશ્ચય શરણાં ચાર. ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સ્મરણકો ચાવ;
નરભવ સફલો જો કરે, દાન શીલ તપ ભાવ. ૧ ક્ષય, ક્ષમાવો. ૨ અનુસાર, પ્રમાણે. ૩ ઉતરો ૪. ઉત્સાહ
૨૨
૨૬
Page #483
--------------------------------------------------------------------------
________________
૧
૨
૬
(૪૨૯)
દોહા સિદ્ધ જૈસો જીવ હૈ, જીવ સોઈ સિદ્ધ હોય; કર્મ મેલકા અંતરા, બૂઝે વિરલા કોય. કર્મ પુદ્ગલરૂપ હૈ, જીવરૂપ હૈ જ્ઞાન; દો મિલકર બહુરૂપ હૈ, વિછડક્યાં પદ નિર્વાણ. જીવ કરમ ભિન્ન ભિન્ન કરો, મનુષ જનમકું પાય; જ્ઞાનાતન વૈરાગ્યમેં ધીરજ ધ્યાન જગાય. દ્રવ્ય થકી જીવ એક હૈ, ક્ષેત્ર અસંખ્ય પ્રમાન; કાળ થકી રહૈ સર્વદા, ભાવે દર્શન જ્ઞાન. ગર્ભિત પુદગલ પિંડમેં, અલખ અમૂરતિ દેવ; ફિરે સહજ ભવચક્રમેં, યહ અનાદિકી ટેવ. ફૂલ અત્તર ઘી દૂધમેં, તિલમેં તૈલ છિપાય: યું ચેતન જડ કરમ સંગ, બંધ્યો-મમતા પાય. જો જો પુલકી દશા,તે નિજ માને હંસ, યાહી ભરમ વિભાવર્તે, બઢે કરમકો વંશ. રતન બંધ્યો ગઠડી વિષે, સૂર્ય છિપ્યો ઘનમાંહી; સિંહ પિંજરામેં દિયો, જોર ચલે કછુ નહી.
ન્યું બંદર મદિરા પિયા, વિછુ ડંકીત ગાત; ભૂત લગ્યો કૌતુક કરે, કર્મોકા ઉત્પાત. કર્મ સંગ જીવ મૂઢ હૈ, પાવે નાના રૂ૫; કર્મ રૂપ મલકે ટલે, ચેતન સિદ્ધ સરૂપ. શુદ્ધ ચેતન ઉજ્વલ દરવ, રહ્યો કર્મ મલ છાય; તપ સંયમસે ધોવતાં, જ્ઞાન જ્યોતિ બઢ જાય.' જ્ઞાન થકી જને સકલ, દર્શન શ્રદ્ધા રૂપ; ચારિત્રથી આવત કે;તપસ્યા ક્ષપન સરૂપ. કર્મ રૂ૫ મલકે શુધ, ચેતન ચાંદી રૂપ;
નિર્મળ જ્યોતિ પ્રગટ થયાં, કેવળજ્ઞાન અનૂપ. ૧ છૂટાં થયે. ૨ જીવ. ૩દ્રવ્ય ૪ વધી જાય
૧૧
૧૨
૧૩
Page #484
--------------------------------------------------------------------------
________________
(૪૩૦)
મૂસી પાવક સોહગી, ફુકાંતનો ઉપાય; રામ ચરણ ચારુ મિલ્યા, મૈલ કનકો જાય. કર્મરૂપ બાદલ મિટે, પ્રગટે ચેતન ચંદ; જ્ઞાનરૂપ ગુન ચાંદની, નિર્મળ જ્યોતિ અમંદ રાગદ્વેષ દો બીજસેં, કર્મબંધકી વ્યાધ; જ્ઞાનાત વૈરાગસેં, પાવે મુક્તિ સમાધ અવસર વીત્યો જાત હૈ,અપને વશ' કછુ હોત; પુણ્ય છતાં પુણ્ય હોત હૈ, દીપક દીપક જ્યોત. કલ્પવૃક્ષ ચિંતામણી, ઈન ભવમેં સુખકાર; જ્ઞાન વૃદ્ધિ ઈનસે અધિક, ભવ-દુ:ખ ભંજનહાર રાઈમાત્ર ઘટવધ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન; યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમ ધ્યાન. દૂજા કુછભી નચિંતીએ,કર્મબંધ બહુ દોષ; ત્રીજા ચોથા ધ્યાયકે, કરીએ મન સંતોષ. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નાંહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગ માંહિ. અહો ! સમષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, (જ્યું) ધાવ ખિલાવે બાળ. સુખ દુ:ખ દોનું વસત હૈં, જ્ઞાની કે ઘટ માંહિ; ગિરિ સર દીસે મુકરમેં॰ ભાર ભીંજવો નાંહિ. જો' જો પુદ્ગલ ફરસના, નિશ્ચે ફરસે સોય; મમતા સમતા ભાવસેં, કરમ બંધ-ક્ષય હોય.
બાંધ્યાં સોહી ભોગવે, કર્મ શુભાશુભ ભાવ; ફલ નિરજરા હોત હૈ, યહ સમાધિ ચિત્ત ચાવ.
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
२०
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૧ સોનું ગાળવાની કુલડી ૨. વ્યાધિ, રોગ ૩ સમાધિ સુખ ૪ પોતાના હાથમાં અવસર હોય ત્યારે કંઈ બને છે. ૫ આતં-દુઃખરૂપ પરિણામ.૬ રૌદ્ર-પાપરૂપ પરિણામ. ૭ ધર્મ-શુભભાવરૂપ પરિણામ. ૮ શુક્લ-શુદ્ધ પરિણામ. ૯ ગિરિ-પર્વત; સર-સરોવર. ૧૦. દર્પણમાં. ૧૧ જે જે પુદ્ગલોનો સ્પર્શ થવાનો છે, તે નક્કી થશે. તેમાં મમતા ભાવથી કર્મબંધ અને સમતા ભાવથી કર્મ ક્ષય થાય છે. ૧૨ બાંધેલાં કર્મ ભોગવતાં શુભાશુભ ભાવથી ફળ થાય છે. સમભાવમાં ચિત્ત હોય તો નિર્જરા થાય છે.
Page #485
--------------------------------------------------------------------------
________________
૨૬
૨૭
૨૮
(૪૩૧) બાંધ્યાં બિન ભગતે નહિ,બિન ભુગત્યાંન છુટાય; આપહી કરતા ભોગતા, આપહી દૂર કરાય. પથ કુપથ ઘટવધ કરી, રોગ હાનિ વૃદ્ધિ થાય; પુણ્ય પાપ કિરિયા કરી, સુખ દુઃખ જગમેં પાય. સુખ દીધે સુખ હોત હૈ, દુઃખ દીધાં દુઃખ હોય; આપ હણે નહિ અવરકું, (તો) અપને હણે ન કોય. જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ ઈનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ. સત મત છોડો હો ! નરા, લક્ષ્મી ચૌગુની હોય; સુખ દુ:ખ રેખા કર્મકી, ટાલી ટલે ન કોય. ગોધન ગજધન રતન ધન, કંચન ખાન સુખાન; જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂળ સમાન. શીલ રતન મહોતો રતન, સબ રતનાંકી ખાન; તીન લોકકી સંપદા, રહી શીલમેં આન. શીલે સર્પ ન આભડે, શીલે શીતલ આગ; શીલે અરિ કરિ કેસરી, ભય વે સબ ભાગ. શીલ રતનકે પારખું, મીઠા બોલે બૈન; સબ જગમેં ઊંચા રહે, (જે) નીચાં રાખે નૈન. તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મ રોગ પાતિક જરે, દેખત વાકા મુખ.
૩૦
૩૨
૩૪
૩૫
દોહા પાન ખરંતાં ઈમ કહે, સુન તરુવર વનરાય; અબકે વિછુરે કબ મિલે, દૂર પડેંગે જાય. તબ તરુવર ઉત્તર દિયો, સુનો પત્ર ઈક બાત; ઈસ ઘર ઐસી રીત હૈ એક આવત એક જાત.
૧
ર
૧. ભોગવ્યા વિના રે આવીને ૩ અથડાય. ૪ હમણાં છૂટાં પડેલાં ક્યારે મળીશું?
Page #486
--------------------------------------------------------------------------
________________
(૪૩૨) વરસ દિનાકી ગાંઠકો, ઉત્સવ ગાય બજાય; મૂરખ નર સમજે નહીં, વરસ ગાંઠકો જાય.
સોરઠો પવન તણો વિશ્વાસ, કિસ કારણ તેં દઢ કીયો; ઈનકી એવી રીત, આવે કે આવે નહીં. ૪
દોહા કરજ બિરાના કાઢકે, ખરચ કીયા બહુ નામ, જબ મુદત પૂરી હુવે, દેનાં પડશે દામ. બિનું દીધાં છૂટે નહીં, યહ નિશ્ચય કર માન; હસ હસ કે કયું ખરચીએ, દામ બિરાના જાન. જીવ હિંસા કરતાં થકાં, લાગે મિષ્ટ અજ્ઞાન, જ્ઞાની ઈમ જાને સહી, વિષ મિલિયો પકવાન કામ ભોગ પ્યારા લગે, ફલ કિંપાક સમાન મીઠી ખાજ ખુજાવતાં, પીછે દુ:ખકી ખાન. જપ તપ સંયમ દોહિલો, ઔષધ કડવી જાન; સુખકારણ પીછે ઘનો, નિશ્ચય પદ નિરવાન. ડાભ અણી જલ બિંદુઓ, સુખ વિષયનકો ચાવ; ભવસાગર દુ:ખ જલ ભર્યો, યહ સંસાર સ્વભાવ. ૬ ચઢ ઉનંગ જહાંએ પતન, શિખર નહીં વો કૂપ; જિસ સુખ અંદર દુઃખ વસે, સો સુખભી દુઃખરૂપ. * ૭. જબ લગ જિનકે પુણ્યકા, પહોંચે નહિ કરાર; તબ લગ ઉસકો માફ હૈ, અવગુન કરે હજાર. ૮ પુણ્ય ખીન જબ હોતા હૈ, ઉદય હોત હૈ પાપ; દાજે વનકી લાકરી, પ્રજલે આપોઆપ.' ૯ પાપ છિપાયાં ના છીએ, છીપે તો મહાભાગ;
દાબી ડૂબી ના રહૈ, રૂઈ લપેટી આગ. * ૧૦ ૧વર્ષગાંઠનો દિવસ ઉજવે છે. વા, શ્વાસોચ્છવાસ પારકાવ્યાજે લાવી. ૨ અજ્ઞાનીને. ૩ઝેરી ઝાડનું નામ. ૪ મુદત પૂરી થઈ નથી.
Page #487
--------------------------------------------------------------------------
________________
(૪૩૩) બહુ વીતી થોડી રહી,અબ તો સુરત સંભાર; પરભવ નિશ્ચય ચાલનો, વૃથા જન્મ મત હાર. ૧૧ ચાર કોશ ગ્રામાંતરે, ખરચી બાંધે લાર; પરભવ નિશ્ચય જાણો, કરીએ ધર્મ વિચાર. રજ વિરજ ઊંચી ગઈ, નરમાઈ કે પાન; પત્થર ઠોકર ખાત હૈ, કરડાઈ કે તાન. ૧૩ અવગુન ઉર ધરીએ નહિ, જો હુવે વિરખપ બબૂલ; ગુન લીજે કાલું કહે, નહિ છાયામેં સૂલ. જૈસી જાપે વસ્તુ હૈ, વૈસી કે દિખલાય; વાકા બૂરા ન માનીએ, કહાં લેને વો જાય ? ૧૫ ગુરુ કારીગર સારિખા, ટાંકી' વચન વિચાર; પત્થરસે પ્રતિમા કરે; પૂજા લહે અપાર. ૧૬ સંતનકી સેવા યિાં, પ્રભુ રીજત હૈ આપ; જાકા બાલ ખિલાઈએ, તાકા રજત બાપ. ૧૭ ભવસાગર સંસારમેં, દિપા શ્રી જિનરાજ ઉદ્યમ કરી પહોંચે તીરે, બેઠી ધર્મ જહાજ. નિજ આતમકું દમનકર, પર આતમકું ચીન; પરમાતમકો ભજન કર, સોઈ મત પરવીન. ૧૯ સમજી શકે પાપર્સ, અણસમજુ હરખંત; વે લૂખાં વે ચીકણાં, ઈણ વિધ કર્મ બધંત. ૨૦ સમજ સાર સંસારમેં, સમજુ ટાલે દોષ; સમજ સમજ કરિ છવહી, ગયા અનંતા મોક્ષ. ઉપશમ વિષય કષાયનો, સંવર તીનું યોગ; કિરિયા જતન વિવેકર્સે, મિટે કર્મ દુઃખ રોગ. ૨૨ રોગ મિટે સમતા વધે, સમડીત વ્રત આરાધ; નિર્વેરી સબ જીવર્સે, પાવે મુક્તિ સમાધ. ૨૩
ઈતિ ભૂલચૂક મિચ્છા મિ દુક્કડું ૧ લક્ષ. ૨ સાથે. ૩ નરમાસપણાથી. ૪ તન્મયપણું. ૫ બાવળનું વૃક્ષ. ૬ ટાંકણારૂપ વચન ૭ ડરે
Page #488
--------------------------------------------------------------------------
________________
(૪૩૪) શ્રી પંચપરમેષ્ટિ ભગવભ્યો નમ:
દોહા અનંત ચૌવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ; વર્તમાન જિનવર સવે, કેવલી દો નવ કોડ. ગણધરાદિ સબ સાધુજી, સમકિત વ્રત ગુણધાર; યથાયોગ્ય વંદન કરું, જિન આજ્ઞા અનુસાર,
એક નવકાર ગણવો પ્રણમી પદપંકજ ભણી, અરિગંજન અરિહંત; કથન કરું હવે જીવનું કિંચિત્ મુજ વિરતંત.
અંજનાની દેશી હું અપરાધી અનાદિકો, જનમ જનમ ગુના કિયા ભરપૂર છે; લૂંટીઆ પ્રાણ છ કાયના, સેવ્યાં પાપ અઢારાં કરૂર કે.
આજ સુધી આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવમાં કુગુરુ-કુદેવ અને કુધર્મની સદણા, પ્રરૂપણા, ફરસના સેવનાદિક સંબંધી પાપદોષ લાગ્યા તે સર્વે મિચ્છા મિ દુક્કડં.
અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અવ્રતપણે, કષાયપણે, અશુભયોગે કરી, પ્રમાદે કરી અપછંદ-અવિનીતપણું મેં કર્યું તે સર્વે મિચ્છા મિ દુક્કડં.
શ્રી અરિહંતભગવંત વીતરાગ કેવલજ્ઞાની મહારાજની, શ્રીગણધરદેવની, શ્રી આચાર્યની, શ્રી ધર્માચાર્યની, શ્રી ઉપાધ્યાયની, અને શ્રી સાધુ સાધ્વીની, શ્રાવકશ્રાવિકાની, સમદષ્ટિ-સાધર્મી ઉત્તમ પુરુષોની, શાસ્ત્રસૂત્રપાઠની, અર્થ પરમાર્થની, ધર્મ સંબંધી અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, અશાતનાદિ કરી, કરાવી, અનુમોદી, મન, વચન અને કાયાએ કરી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી સમ્યફપ્રકારે વિનય, ભક્તિ, આરાધના, પાલન, સ્પર્શના, સેવનાદિક યથાયોગ્ય અનુક્રમે નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી, તે મને ધિક્કાર, ધિક્કાર; વારંવાર મિચ્છા મિ દુક્કડં. મારી ભૂલચૂક, અવગુણ અપરાધ, સર્વે માફ કરો, ક્ષમા કરો, હું મન, વચન, કાયાએ કરી ખમાવું .
Page #489
--------------------------------------------------------------------------
________________
(૪૩૫)
દોહા અપરાધી ગુરુ દેવકો, તીન ભુવનકો ચોર; ઠનું વિરાણા માલમેં, હા હા કર્મ કઠોર. કામી કપટી લાલચી, અપજીંદા અવિનીત; અવિવેકી ક્રોધી કઠીન, મહાપાપી ભયભીત. જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; નાથ તુમારી સામસેં, વારંવાર ધિક્કાર.
પહેલું પાપ-પ્રાણાતિપાત :
. છકાયપણે મેં છકાય જીવની વિરાધના કરી; પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇંદ્રિય, તેઈંદ્રિય, ચૌરિંદ્રિય, પંચેદ્રિય, સંજ્ઞી, અસંશી, ગર્ભજ ચૌદે પ્રકારે સંમૂર્ણિમ આદિ ત્રસ સ્થાવર જીવોની વિરાધના કરી, કરાવી, અનુમોદી, મન, વચન, અને કાયાએ કરી, ઊઠતાં, બેસતાં, સૂતાં, હાલતાં, ચાલતાં, શસ્ત્ર, વસ્ત્ર, મકાનાદિક ઉપકરણો ઉઠાવતાં, મૂકતાં, લેતાં, દેતાં, વર્તતાં, વર્તાવતાં, અપડિલેહણા, દુપડિલેહણા સંબંધી, અપ્રમાર્જના, દુઃપ્રમાર્જના સંબંધી, અધિકી ઓછી, વિપરીત પૂંજના પડિલેહણા સંબંધી આહાર વિહારાદિક નાના પ્રકારના ઘણા ઘણા કર્તવ્યોમાં સંખ્યાતા, અસંખ્યાતા અને નિગોદ આશ્રયી અનંતા જીવના જેટલા પ્રાણ લૂંટયા, તે સર્વ જીવોનો હું પાપી અપરાધી છું. નિશ્ચય કરી બદલાનો દેણદાર છું. સર્વ જીવ મને માફ કરો. મારી ભૂલચૂક, અવગુણ અપરાધ સર્વે માફ કરો. દેવસીય, રાઈ, પાક્ષિક, ચૌમાસી અને સાંવત્સરિક સંબંધી વારંવાર મિચ્છા મિ દુક્કડું, વારંવાર ક્ષમાવું છું. તમે સર્વે સમજો.
खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे ।
मित्ती में सव्व भूएसु, वेरं मज्झं न केणइ ।। - તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું છએ કાયના જીવોના વૈર બદલાથી નિવૃત્તિ પામીશ. સર્વ ચોરાસી લાક જીવયોનિને અભયદાન દઈશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
Page #490
--------------------------------------------------------------------------
________________
(૪૩૬)
બીજું પાપ મૃષાવાદ :
ક્રોધશે, માનવશે, માયાવશે, લોભવશે, હાસ્ય કરી, ભયવશે ઈત્યાદિક કરી મૃષા વચન બોલ્યો. નિંદા-વિકથા કરી, કર્કશ, કઠોર, માર્મિક ભાષા બોલી ઈત્યાદિક અનેક પ્રકારે મૃષા, જૂઠું બોલ્યો-બોલાવ્યું, બોલતા પ્રત્યે અનુમોડ્યું તે સર્વે મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે મૃષાવાદનો ત્યાગ કરીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. ત્રીજું પાપ અદત્તાદાન :
અણદીધી વસ્તુ ચોરી કરીને લીધી, વિશ્વાસઘાત કરી થાપણ ઓળવી, ‘પરસ્ત્રી, પરધન હરણ કર્યો તે મોટી ચોરી લૌકિક વિરુદ્ધની, તથા અલ્પ ચોરી 'તે ઘર સંબંધી નાના પ્રકારના કર્તવ્યોમાં ઉપયોગ સહિતે ને ઉપયોગ રહિતે ચોરી કરી, કરાવી, કરતા પ્રત્યે અનુમોદી, મન-વચન-કાયાએ કરી; તથા ધર્મ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શ્રી ભગવંત ગુરુદેવોની આજ્ઞા વગર કર્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે અદત્તાદાનનો ત્યાગ કરીશ. તે મારો પરમ કલ્યાણમય દિન થશે. ચોથું પાપ અબ્રહ્મ :
મૈથુન સેવવામાં મન, વચન અને કાયાના યોગ પ્રવર્તાવ્યા; નવ વાડ સહિત બ્રહ્મચર્ય પાળ્યું નહિ; નવ વાડમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી; પોતે સેવ્યું બીજા પાસે સેવરાવ્યું, સેવનાર પ્રત્યે ભલું જાણ્યું, તે મન, વચન, કાયાએ કરી મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું નવાવાડ સહિત બ્રહ્મચર્ય-શીલરત્ન આરાધીશ, સર્વથા પ્રકારે કામવિકારોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. પાંચમું પરિગ્રહ પાપસ્થાનક :
સચિત પરિગ્રહ તે દાસ, દાસી, દ્વિપદ, ચૌપદ આદિ, મણિ, પત્થર આદિ અનેક પ્રકારે છે અને અચિત પરિગ્રહ સોનું, રૂપું, વસ્ત્ર, આભરણ આદિ
Page #491
--------------------------------------------------------------------------
________________
(૪૩૭)
અનેક વસ્તુ છે. તેનું મમતા, મૂર્છા, પોતાપણું કર્યું; ક્ષેત્ર ઘર આદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને ધાર્યો, ધરાવ્યો, ધરતા પ્રત્યે અનુમોદ્યો; તથા રાત્રિભોજન, અભક્ષ્ય આહારાદિ સંબંધી પાપ દોષ સેવ્યા તે મને ધિક્કાર ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી સંસારના પ્રપંચોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
છઠ્ઠું ક્રોધ પાપસ્થાનક :
ક્રોધ કરીને પોતાના આત્માને અને પરના આત્માને તમાયમાન કર્યા, દુઃખિત કર્યા, કષાયી કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. સાતમું માન પાપસ્થાનક :
માન એટલે અહંભાવ સહિત ત્રણ ગારવ ને આઠ મદ આદિ કર્યા; તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
આઠમું માયા પાપસ્થાનક :
સંસાર સંબંધી તથા ધર્મ સંબંધી અનેક કર્તવ્યોમાં કપટ કર્યું, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
નવમું લોભ પાપસ્થાનક :
મૂર્છાભાવ કર્યો, આશા તૃષ્ણા વાંચ્છાદિ કર્યાં તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
દશમું રાગ પાપસ્થાનક :
મનગમતી વસ્તુઓમાં સ્નેહ કીધો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
અગિયારમું દ્વેષ પાપસ્થાનક :
અણગમતી વસ્તુ જોઈ દ્વેષ કર્યો તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
Page #492
--------------------------------------------------------------------------
________________
(૪૮) બારમું કલહ પાપસ્થાનક :
અપ્રશસ્ત વચન બોલી ફ્લેશ ઉપજાવ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તેરમું અભ્યાખ્યાન પાપસ્થાનક :
અછતાં આલ દીધાં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ
દુક્કડં.
ચૌદમું પશુન્ય પાપસ્થાનક :
પરની ચુગલી, ચાડી કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. પંદરમું પરંપરિવાદ પાપસ્થાનક :
બીજાના અવગુણ, અવર્ણવાદ બોલ્યો, બોલાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. સોળમું રતિઅરતિ પાપસ્થાનક :
પાંચ ઇંદ્રિયના ૨૩ વિષયો, ૨૪૦ વિકારો છે તેમાં મનગમતામાં રાગ કર્યો, અણગમતામાં દ્વેષ કર્યો, સંયમ, તપ આદિમાં અરતિ કરી, કરાવી, અનુમોદી તથા આરંભાદિ અસંયમ, પ્રમાદમાં રતિભાવ ર્યો, કરાવ્યો, અનુમોદ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. . સત્તરમું માયામૃષાવાદ પાપસ્થાનક :
કપટ સહિત જૂઠું બોલ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. અઢારમું મિથ્યાદર્શનશલ્ય પાપસ્થાનક :
શ્રી જિનેશ્વર દેવના માર્ગમાં શંકા, કાંક્ષાદિક વિપરીત પ્રરૂપણા કરી, કરાવી, અનુમોદી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. -
એવં અઢાર પાપસ્થાનક તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, - જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યાં
Page #493
--------------------------------------------------------------------------
________________
(૪૩૯) અર્થે અનર્થે, ધર્મ અર્થે, કામવશે, મોહવશે, સ્વવો, પરવશે ક્ય, દિવસે, રાત્રે, એકલા કે સમૂહમાં, સૂતાં વા જાગતાં, આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા ભવોમાં પરિભ્રમણ કરતાં આજ દિન અક્ષણ પર્યત રાગ-દ્વેષ, વિષય-કષાય, આળસ, પ્રમાદાદિક પૌગલિક પ્રપંચ, પરગુણપર્યાયને પોતાના માનવારૂપ વિકલ્પ કરી ભૂલ કરી, જ્ઞાનની વિરાધના કરી, દર્શનની વિરાધના કરી, ચારિત્રની વિરાધના કરી, દેશચારિત્રની વિરાધના કરી, તપની વિરાધના કરી, શુદ્ધ શ્રદ્ધા-શીલ, સંતોષ, ક્ષમાદિક નિજસ્વરૂપની વિરાધના કરી; ઉપશમ, વિવેક, સંવર સામાયિક, પોસહ, પ્રતિક્રમણ, ધ્યાન, મૌનાદિ નિયમ, વ્રત, પચ્ચખાણ, દાન, શીલ, તપાદિની વિરાધના કરી; પરમ કલ્યાણકારી આ બોલોની આરાધના, પાલના આદિક મન, વચન અને કાયાએ કરી નહિ, કરાવી નહિ, અનુમોદી નહિ, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ.
છએ આવશ્યક સમ્યપ્રકારે વિધિ-ઉપયોગ સહિત આરાધ્યા નહિ, પાવ્યા નહિ, સ્પર્ધો નહિ, વિધિ-ઉપયોગ રહિત-નિરાદરપણે કર્યા, પરંતુ આદર-સત્કાર, ભાવ-ભક્તિ સહિત નહિ કર્યા, જ્ઞાનના ચૌદ, સમકતના પાંચ; બાર વ્રતના સાઠ, કર્માદાનના પંદર, સંલેખનાના પાંચ, એવં નવ્વાણું અતિચારમાં તથા ૧૨૪ અતિચાર મળે તથા સાધુના ૧૨૫ અતિચાર મધ્યે તથા બાવન અનાચરણના શ્રદ્ધાદિકમાં વિરાધનાદિ જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારાદિ સેવ્યા, સેવરાવ્યા, અનુમોદ્યા, જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
મેં જીવને અજીવ સહ્યા, પ્રરૂપ્યા; અજીવને જીવ સહ્યા, પ્રરૂપ્યા; ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ સહ્યા, પ્રરૂપ્યા; સાધુને અસાધુ અને અસાધુને સાધુ સહ્યા, પ્રરૂપ્યા તથા ઉત્તમ પુરુષ, સાધુ, મુનિરાજ, સાધ્વીજીની સેવા ભક્તિ યથાવિધિ માનતાદિ નહિ કરી, નહિ કરાવી, નહિ અનુમોદી, તથા અસાધુઓની સેવા-ભક્તિ આદિ માનતા, પક્ષ કર્યો; મુક્તિના માર્ગમાં સંસારનો માર્ગ યાવતુ પચીસ મિથ્યાત્વમાંનાં મિથ્યાત્વ સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોઘાં, મને કરી, વચને કરી, કાયાએ કરી; પચીસ કષાય સંબંધી, પચીસ ક્રિયા સંબંધી,
Page #494
--------------------------------------------------------------------------
________________
"ן
(૪૪૦)
તેત્રીશ અશાતના સંબંધી, ધ્યાનના ઓગણીસ દોષ; વંદનાના બત્રીસ દોષ, સામાયિકના બત્રીસ દોષ અને પોસહના અઢાર દોષ સંબંધી મને, વચને, કાયાએ કરી જે કાંઈ પાપ દોષ લાગ્યા,લગાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
મહામોહનીય કર્મબંધનાં ત્રીસ સ્થાનકને મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યાં, શીલની નવ વાડ, આઠ પ્રવચન માતાની વિરાધનાદિક તથા શ્રાવકના એકવીસ ગુણ અને બાર વ્રતની વિરાધનાદિ મન, વચન અને કાયાએ કરી, કરાવી, અનુમોદી તથા ત્રણ અશુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોની સેવના કરી અને ત્રણ શુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોની વિરાધના કરી, ચર્ચા, વાર્તા, વ્યાખ્યાનમાં શ્રી જિનેશ્વર દેવનો માર્ગ લોપ્યો, ગોપવ્યો, નહિ માન્યો, અછતાની સ્થાપના કરી–પ્રવર્તાવ્યો, છતાની સ્થાપના કરી નહિ અને અછતાની નિષેધના કરી નહિ, છતાની સ્થાપના ને અછતાની નિષેધના કરવાનો નિયમ કર્યો નહિ, કલુષતા કરી તથા છ પ્રકારે જ્ઞાનાવરણીય બંધના બોલ તેમ જ છ પ્રકારના દર્શનાવરણીય બંધના બોલ યાવત્ આઠ કર્મની અશુભ પ્રકૃતિ બંધના પંચાવન કારણે કરી બ્યાસી પ્રકૃતિ પાપોની બાંધીબંધાવી–અનુમોદી, મને કરી, વચને કરી, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
એક એક બોલથી માંડી કોડાકોડી યાવત્ સંખ્યાત, અસંખ્યાત, અનંતાનંત બોલપર્યંત મેં જાણવા યોગ્ય બોલને સમ્યક્ પ્રકારે જાણ્યા નહિ, સહ્યા-પ્રરૂપ્યા નહિ તથા વિપરીતપણે શ્રદ્ધાન આદિ કરી, કરાવી, અનુમોદી, મન, વચન કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. એક એક બોલથી માંડી યાવત્ અનંતા બોલમાં છાંડવા યોગ્ય બોલને છાંડયા નહિ અને તે મન, વચન, કાયાએ કરી સેવ્યા, સેવરાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
એક એક બોલથી માંડી યાવત્ અનંતાનંત બોલમાં આદરવા યોગ્ય બોલ આદર્યા નહિ, આરાધ્યા-પાળ્યા-સ્પર્ધા નહિ, વિરાધના ખંડનાદિક કરી, કરાવી, અનુમોદી, મન, વચન,કાયાએ કરી તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
Page #495
--------------------------------------------------------------------------
________________
(૪૪૧)
હે જિનેશ્વર વીતરાગ ! આપની આજ્ઞા આરાધવામાં જે જે પ્રમાદ કર્યો, સભ્યપ્રકારે ઉદ્યમ નહિ કર્યો, નહિ કરાવ્યો, નહિ અનુમોદ્યો, મન, વચન, કાયાએ કરી અથવા અનાજ્ઞા વિષે ઉદ્યમ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો, એક અક્ષરના અનંતમાં ભાગ માત્ર1-કોઈ સ્વપ્નમાત્રમાં પણ આપની આજ્ઞાથી ન્યૂન-અધિક, વિપરીતપણે પ્રવર્તો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે મારો દિવસ ધન્ય હશે કે જે દિવસે હું આપની આજ્ઞામાં સર્વથા પ્રકારે સમ્યક્ષણે પ્રવર્તીશ.
દોહા
શ્રદ્ધા અશુદ્ધ પ્રરૂપણા, કરી ફરસના સોય; અનજાને પક્ષપાતમેં, મિચ્છા દુક્કડ મોય. સૂત્ર અર્થ જાનું નહિ, અલ્પબુદ્ધિ અનજાન; જિનભાષિત સબ શાશ્ત્રકા, અર્થ પાઠ પરમાન.
દેવગુરુ ધર્મ સૂત્રકું, નવ તત્ત્વાદિક જોય; અધિકા ઓછા જે કહ્યા, મિચ્છા દુક્કડ મોય.
હું મગસેલીઓ હો રહ્યો, નહીં જ્ઞાન રસ ભીજ; ગુરુસેવા ન કરી શકું, કિમ મુજ કારજ સીઝ. જાને દેખે જે સુને, દેવે સેવે મોય; અપરાધી ઉન સબનકો, બદલા દેશું સોય. જૈન ધર્મ શુદ્ધ પાયકે, વરતું વિષય કષાય; એહ અચંબા હો રહ્યા, જલમેં લાગી લાય. એક કનક અરુ કામિની, દો મોટી તરવાર; ઊઠચો થો જિન ભજનકું, બિચમેં લીયો માર. સવૈયા
સંસાર છાર તજી ફી, છારનો વેપાર કરું, વ્હેલાંનો લાગેલો કીચ, ધોઈ કીચ બીચ ફં,
Page #496
--------------------------------------------------------------------------
________________
(૪૪૨)
તેમ મહાપાપી હું તો, માનું સુખ વિષયથી, કરી છે ફકીરી એવી, અમીરીના આશયથી. દોહા
ત્યાગ ન કર સંગ્રહ કરું, વિષય વચન જિમ આહાર; તુલસી એ મુજ પતિતકું, વારંવાર ધિક્કાર. કામી કપટી લાલચી, કઠણ લોહકો દામ; તુમ પારસ પરસંગથી, સુવરન થાશું સ્વામ. જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન; કરુણાનિધિ કૃપાળ હે ! શરણ રાખ, હું દીન. નહિ વિદ્યા નહિ વચન બળ, નહિ ધીરજ ગુણ જ્ઞાન; તુલસીદાસ ગરીબકી, પત રાખો ભગવાન. આઠ કર્મ પ્રબળ કરી, ભમીઓ જીવ અનાદિ; આઠ કર્મ છેદન કરી, પાવે મુક્તિ સમાધિ. સુસા જૈસેં અવિવેક હું, આંખ મીચ અંધિયાર; મકડી' જાલ બિછાયકે, શું આપ ધિક્કાર.
સબ ભક્ષી જિમ અગ્નિ હું, તપીઓ વિષય કષાય; અવછંદા અવિનીત મેં, ધર્મી ઠગ દુ:ખદાય.
કહા ભયો ઘર છાંડકે, તજ્યો ન માયા સંગ; નાગ ત્યજી જીમ કાંચલી, વિષ નહિ તજીયો અંગ. પુત્ર કુપાત્ર જ મેં હુઓ, અવગુણ ભર્યો અનંત; યાહિત વૃદ્ધ વિચારકે, માફ કરો ભગવંત. શાસનપતિ વર્ધમાનજી, તુમ લગ મેરી દોડ;
જૈસે સમુદ્ર જહાજ વિણ, સૂજત ઔર ન ઠોર. ભવભ્રમણ સંસાર દુ:ખ, તાકા વાર ન પાર; નિર્લોભી સદ્ગુરુ બિના, કવણ ઉતારે પાર.
૧ કરોળીયો. ૨ સમુદ્રમાં વહાણના પક્ષીને બીજે ઉડીને જવાનું સ્થળ નથી તેમ.
Page #497
--------------------------------------------------------------------------
________________
(૪૪૩)
શ્રી પંચપરમેષ્ઠી ભગવંત ગુરુદેવ મહારાજ આપની સભ્યજ્ઞાન, સમ્યકદર્શન, સમ્યક્ચારિત્ર, તપ, સંયમ, સંવર, નિર્જરા આદિ મુક્તિમાર્ગ યથાશક્તિએ શુદ્ઘ ઉપયોગ સહિત આરાધન પાલન સ્પર્શન કરવાની આજ્ઞા છે, વારંવાર શુભ ઉપયોગ સંબંધી સજ્ઝાય ધ્યાનાદિક અભિગ્રહ-નિયમ પચ્ચખાણાદિ કરવા, કરાવવાની સમિતિ-ગુપ્તિ આદિ સર્વ પ્રકારે આજ્ઞા છે. નિશ્ચે ચિત શુધ મુખ પદ્ધત, તીન યોગ થિર થાય, દુર્લભ દીસે કાયરા, હલ્લુ કર્મી ચિત ભાય. અક્ષર પુ૬ હીણો અધિક, ભૂલચૂક કહી હોય; અરિહા સિદ્ધ નિજ સાખસેં, મિચ્છા દુક્કડ મોય.
ભૂલચૂક મિચ્છા મિ દુક્કડં. બૃહદ્ આલોચના સમાસ
*
જઈ મે હુ′ પમાઓ, ઈમન્સ દેહસ્લિમાઈ રયણીએ; આહાર મુવહિંદેહં, સવ્વ તિવિહેણ વોસિરિઅં.
ચત્તારિ મંગલ, અરિહંતા મંગલં;
(૪)
સિદ્ધા મંગલ, સાહુ મંગલં, કેવલિ પન્નતો ધમ્મો મંગલં. (૫) ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા,
સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલિ, પન્નતો ધમ્મો લોગુત્તમો.
ચત્તારિ સરણે પવામિ, અરિહંતે સરણે પવામ; સિદ્ધે સરણં પવામિ, સાહુ સરણં પવામિ, કેવલિ પન્નતં ધમ્મ સરણં પવજામિ. પાણાઈવાયમલિઅં, ચોરિદ્વં મેહુણં દવિણમુચ્છ; કોહં મારૂં માયું, લોભં પિજ્યું તહા દોસં. કલહું અમ્ભખાણ, પેસુન્ન રઈ અરઈ સમાઉત્ત; પરપરિવાયં માયા, મોસં મિચ્છત્ત સહ્યં ચ. વોસિરિસુ ઈમાંઈ, મુખ્મમગ્ન સંસગ્ગ વિગ્ધ ભૂઆંઈ;
(૬)
(૭)
Page #498
--------------------------------------------------------------------------
________________
(૪૪૪)
(૮-૧૦)
(૧૧)
(૧૨)
(૧૩)
દુર્ગેઈ નિબંધણાઈ, અઠ્ઠારસ પાવઠાભાઈ એગોહનશ્ચિમે કોઈ, નાહમન્નસ્સ કસ્સઈ. એવં અદણ મણસો, અપ્રાણમણસાસઈ. એગો મે સાસઓ અપ્પા, નાણ દંસણ સંજુઓ; સેસા મે બાહિરા ભાવા, સવ્વ સંજોગ લખ્ખણા. સંજોગ મૂલા જીવેણ, પત્તા દુખ પરંપરા; તન્હા સંજોગ સંબંધ, સવ્વ તિવિહેણ વોસિરિએ.
અરિહંતો મહદેવો, જાવજીવં સુસાહુણો ગુરુણો; જિણપન્નત્ત તત્ત, ઈએ સમ્મત્ત મએ ગહિએ. ખમિઆ ખમાવિએ મઈ, ખમિએ સવ્વ જીવ નિકાય, સિદ્ધહ સાખ આલોયણહ, મુઝઝહ વઈર ન ભાવ. સવ્વ જીવા કર્મો વસ્ય, ચઉદહરાજ ભમંત; તે મે સબ ખમાવિઆ મુદ્ગવિ તેહ ખમંત, જે જે મહેણ બદ્ધ, જે જે વાણ ભાસિઅ પાવું; જે જે કાણ ક્ય, મિચ્છા મિ દુક્કડં તસ્ય.
(સંથારા પોરિસીમાંથી)
(૧૪)
(૧૫)
(૧૬)
(૧૭)
અર્થ
૩
જ્યારે મને પ્રમાદ ઘેરી વળે, ત્યારે રાત્રીએ દેહ સમાધિ અર્થે આહાર, ઉપાધિ (પરિગ્રહ) અને શરીરને ત્રણ યોગથી (મન,વચન અને કાયાથી) અને ત્રણ કરણે (કરવું, કરાવવું અને અનુમોદવું) કરી વોસરાવું છું. ચાર મંગલ છે. અરિહંત મંગલ છે, સિદ્ધ મંગલ છે, સાધુ મંગલ છે. અને કેવલીએ પ્રરૂપેલો ધર્મ મંગલ છે. | ચાર લોકોત્તમ છે. અરિહંત લોકોત્તમ છે, સિદ્ધ લોકોત્તમ છે, સાધુ લોકોત્તમ છે અને કેવલીએ પ્રરૂપેલો ધર્મ લોકોત્તમ છે.
(૫)
છે
Page #499
--------------------------------------------------------------------------
________________
(૪૪૫)
ચારનું શરણ અંગીકાર કરું છું. અરિહંતોનું શરણ અંગીકાર કરું છું, સિદ્ધોનું શરણ અંગીકાર કરું છું, સાધુઓનું શરણ અંગીકાર કરું છું. અને કેવલીએ પ્રરૂપેલો ધર્મનું શરણ અંગીકાર કરું છું.
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, દ્રવ્યની મૂર્છા, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિઅરતિ, પરપરિવાદ, માયામૃષાવાદ, અને અન્નારમું પાપ મિથ્યાદર્શનશલ્ય. આ અઢાર પાપસ્થાનક મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવામાં વિઘ્નભૂત અને દુર્ગતિનો બંધ કરાવનાર છે, તેથી આ અઢાર પાપને વોસરાવું છું. (૮-૧૦)
એક છું હું, નથી મારું કોઈ, નથી હું અન્ય કોઈનો એમ અદ્દીન મનથી, આત્માને સમાવવો એક મારો શશ્વત આત્મા, જ્ઞાન-દર્શન-સંયુક્ત શેષ છે મારા બહિરભાવો, સર્વ સંયોગ-લક્ષણ સંયોગે ઉત્પન્ન થયેલી, જીવવડે પ્રાપ્ત દુ:ખ પરંપરા તે કારણે સંયોગ-સંબંધ, સર્વ ત્રિવિધ વોસિરાવ્યા અરિહંત મમદેવ, જીવું ત્યાં સુધી સુસાધુઓ ગુરુ જિન-પ્રણિત તત્ત્વ, એ સમ્યક્ત્વ મેં ગ્રહ્યું.
ખમ્યા ખમાવ્યા મારે વિશે, ખમો સર્વ જીવનિકાય સિદ્ધોની સાખે હું આલોચના (કરું છું) મુજને વૈર ન ભાવ.
?
સર્વે જીવો કર્મ વશ, ચઉદરાજ ભમે છે
તે મારા વડે સર્વ ખમાવાયા, મને પણ તેહ ક્ષમા આપો
(^)
જે જે મન વડે બાંધ્યું, જે જે વાણી વડે ભાખ્યું પાપ જે જે કાયા વડે કર્યું, મિથ્યા (હો) મારું દુષ્કૃત તેહ.
(૧૧)
(૧૨)
(૧૩)
(૧૪)
(૧૫)
(૧૬)
(૧૭)
Page #500
--------------------------------------------------------------------------
________________
(૪૪૬) મંગળ કળશ
શ્રી રાજચન્દ્ર કૃપાલુ ભજ મન પતિતપાવનકર વરં, સમકીત નિર્મળ, દઈ સુદર્શન ચક્ર અરિબળ ક્ષયકર; અજ્ઞાનઅંધિત દષ્ટિ અંજિત તત્તરંજિત મતિકરું, સજાત્મશ્રી પ્રગટાવી રમણીય મુક્તિ રમણી રતિઘર. ૧ ભવભીતિ ભંજન, દુઃખ નિકંદન, પાપમંજન શુચિકરં; સહજા-મદ્મ, કર્મભગ્ન, મુક્તિલગ્ન, શિવકરે; અમૃતવચન, શાંતચિત્ત, ધ્યાનરક્ત, શમધર, ચૈતન્યવ્યકત, મોહત્યક્ત, સિદ્ધિસક્ત, સુખકરે. ૨ ભવવારિ તારી દુઃખ નિવારી મુક્તિનારી દાયકં, અદ્ભુત શક્તિ આત્મવ્યક્તિ ભવવિરક્તિ વિધાયકં; સર્વજ્ઞ શાસન ભવ વિનાશન શિવપ્રકાશનપથવાં, ભવિહિત વિધાન, યુગપ્રધાન, બોદિાદાને ઘો વર. ૩ જલકમલવત્ નિર્લેપ કમ્, આત્મધર્મે સ્થિતિધર, અશરીરી ભાવે, નિજસ્વભાવે, રમણ કરતા ગુરુવરં; ભવતરણ તારણ દુઃખ નિવારણ, શર્મકારણ જયકર, જયવંત હો ! ત્રણ કાળ હે આત્મસ્થ યોગીંગણવર. ૪ બોધિ સમાધિ નિધાન અદ્ભુત વિશ્વશાંતિ સુખકર, તુજ ચરણ શરણે રમણ વારણ મરણ વ્યાધિ ભયહર; તન મન વચન આત્મા સમર્પણ ચરણકજ હો ભવહરે, સહજાન્મરામી, દુઃખવિરામી, શાંતિધામી શિવકરે. ૫
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #501
--------------------------------------------------------------------------
________________
(૪૪૭)
ગ્રંથ સમાપ્તિ
જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત છે, ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમ જ તૃષ્ણા અલ્પ છે અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે !
જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતોષમાં રહેવું એવો હે રામ ! સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ છે, એમ વસિષ્ઠ કહેતા હતા.
જ
ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તો પણ રાખવા ઈચ્છા નથી. એક “તુંહિ તુંહિ” એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે. અધિક શું કહેવું ? લખ્યું લખાય તેમ નથી; કથ્યુ થાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે. કાં તો શ્રેણીએ શ્રેણીએ સમજાય તેવું છે. બાકી તો અવ્યકતતા જ છે, માટે જે નિ:સ્પૃહ દશાનું જ રટણ છે, તે મળ્યે, આ કલ્પિત ભૂલી ગયે છૂટકો છે.
ક્યારે આગમન થશે ?
Page #502
--------------------------------------------------------------------------
________________ GOS