________________
* * : મું.
(૧૫) જજ્જા વિરલા જાણે ભેદ, માયપ્રપંચ વિધિ નિષેધ; તે માયાનું તજવું માન, માયાપતિ ભજવા ભગવાન; અંતરમાં ઉપજે નિર્વેદ, જજ્જા વિરલા જાણે ભેદ. ૮ ઝઝા ઝાંખી જેને તેહ, વણ વાદળ જ્યાં વરસે મેહ, વિના સરોવર અંબુજ સાર, વિના ભ્રમર ઉઠ ગુંજાર; વિના અર્ક અજવાળું જેહ, ઝઝા ઝાંખી જોને તેહ. નન્ના નામ નાવ છે સાર, જે બેસે તે ઉતરે પાર; કાળ કર્મ નહિ લાગે લેશ, છે આનંદી હરિનો દેશ; તે પદને પામે નિરધાર, નન્ના નામ નાવ છે સાર. ૧૦ ટટ્ટા ટેક જનમનો ટળે, અંતરજામી ઘટમાં મળે; નાના મોટા હરિના ઘાટ, કાંઈ સૂક્ષ્મ ને કાંઈ વૈરાટ; હરિને ભજતાં હુંપદ ગળે, ટટ્ટા ટેક જનમનો ટળે. ૧૧ ઠઠા ઠેકાણું છે ઠીક, જ્યાં ન મળે બીજાની બીક; નિર્ભય નારાયણનો વાસ, પ્રેમ કરીને રાખો પાસ; સમજુ માની લેને શીખ, ઠઠ્ઠા ઠેકાણું છે ઠીક. ૧૨ ડટ્ટા ડહાપણ મૂકી દે, સદ્ગુરુને શરણે જઈ રહે; વચન તણો રાખી વિશ્વાસ, કુકલ્પનાનો કરજે નાશ; ઉપાધીથી અળગો રહે, ડટ્ટા ડહાપણ મૂકી દે. ૧૩ ઢટ્ટા ઢોલ વગાડી કહ્યું, રૂડા પુરુષને હૃદયે રહ્યું; સમજ્યા તેણે લીધો સાર,ગાફલ નર તો ખાશે માર; જોતામાં જોબન તો ગયું, ઢટ્ટા ઢોલ વગાડી કહ્યું. ૧૪ રેણારણ ચોરાશી તણું, તેનું વ્યાજ વધે છે ઘણું દાણી ગણમાં ડૂલી ગયો, દેવાળું કાઢીને રહ્યો; જમકિંકર કરશે તાપણું, રેણારણ ચોરાશી તણું. ૧૫